Class 11 | CHEMISTRY |
Chapter | રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ |
NCERT | Exercise |
Number Of Questions | 86 |
Academic Year | 2023-24 |
ધાતુનો એક ટુકડો 3 ઈંચ ( ઈચને in વડે દર્શાવાય છે ) લાંબો છે . તેની લંબાઈ cm માં કેટલી હશે ?
એક જગ ( jug ) માં 2 L દૂધ છે . દૂધનું કદ `m^3` માં ગણો .
બે દિવસની સેકન્ડ કેટલી થાય ?
ગ્લુકોઝ `(C_6H_12O_6 )` અણુનું આણ્વીયદળ ગણો.
એક સંયોજન 4.07 % હાઇડ્રોજન, 24.47 % કાર્બન અને 71.65 % ક્લોરિન ધરાવે છે. તેનું મોલર દળ `98.96 g mol^-1` છે. તેના પ્રમાણસૂચક અને આણ્વીય સૂત્રો શું હશે ?
16 g મિથેનના દહનથી ઉત્પન્ન થયેલ પાણી ( g ) નો જથ્થો ગણો .
દહનની પ્રક્રિયાને અંતે 22 g `CO_2` ( g ) ઉત્પન્ન કરવા માટે કેટલા મોલ મિથેનની જરૂર પડે ?
50.0 kg `N_2(g)` અને 10 kg `H_2(g)` ને `NH_3(g)` મેળવવા માટે મિશ્ર કરવામાં આવ્યા. ઉત્પન્ન થયેલા `NH_3(g)` ની ગણતરી કરો. આ પરિસ્થિતિમાં `NH_3(g)` ના ઉત્પાદનમાં સીમિત પ્રક્રિયકને ઓળખી બતાવો.
પદાર્થ A ના 2 g ને 18 g પાણીમાં ઉમેરી દ્રાવણ બનાવવામાં આવ્યું છે . દ્રાવ્યના દળ ટકા ગણો.
4 g NaOH ને પૂરતા પાણીમાં દ્રાવ્ય કરીને 250 mL દ્રાવણ બનાવેલ છે . આ દ્રાવણની મોલારિટી ગણો.
3 M NaC1 દ્રાવણની ઘનતા `1.25 g mL^- 1` છે . દ્રાવણની મોલાલિટી ગણો .
નીચેનાના મોલર દળ ગણો : `H_2O`
નીચેનાના મોલર દળ ગણો : `CO_2`
નીચેનાના મોલર દળ ગણો : `CH_4`
સોડિયમ સલ્ફટ `(Na_2SO_4)` માં રહેલા જુદા જુદા તત્ત્વોના દળ ટકા ગણો.
આયર્નના એક ઑક્સાઇડ , જેમાં દળથી 69.9 % આયર્ન અને 30.1 % ડાયઑક્સિજન છે , તો તે ઑક્સાઇડનું પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરો .
ઉત્પન્ન થયેલ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ગણો . જ્યારે , 1 મોલ કાર્બનને હવામાં બાળવામાં આવે છે .
ઉત્પન્ન થયેલ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ગણો . જ્યારે, 1 મોલ કાર્બનને 16 g ડાયઑક્સિજનમાં બાળવામાં આવે છે.
ઉત્પન્ન થયેલ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ગણો . જ્યારે, 2 મોલ કાર્બનને 16 g ડાયઑક્સિજનમાં બાળવામાં આવે છે.
500 mL 0.375 મોલર જલીય દ્રાવણ બનાવવા માટે જરૂરી સોડિયમ એસિટેટ `( CH_3COONa )` નું દળ ગણો . સોડિયમ એસિટેટનું મોલર દળ `82.0245 g mo1^-1` છે .
નાઇટ્રિક ઍસિડનો એક નમૂનો જેની ઘનતા `1.41 g mL^- 1` અને નાઇટ્રિક ઍસિડના દળ ટકા 69 % છે . આ નમૂનામાં નાઇટ્રિક ઍસિડની સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં ગણો .
100 ગ્રામ કૉપર સલ્ફટ `(CuSO_4)` માંથી કેટલું કૉપર મેળવી શકાય ?
આયર્ન ઑક્સાઇડનું આણ્વીયસૂત્ર ગણો . જેમાં આયર્ન અને ઑક્સિજનના દળ ટકા અનુક્રમે 69.9 અને 30.1 છે .
નીચેની માહિતીનો ઉપયોગ કરીને ક્લોરિનનું પરમાણ્વીયદળ ( સરેરાશ ) ગણો:
ઇથેન `(C_2H_6)` ના 3 મોલમાં નીચેનાની ગણતરી કરો : કાર્બન પરમાણુના મોલની સંખ્યા
ઇથેન `(C_2H_6)` ના 3 મોલમાં નીચેનાની ગણતરી કરો : હાઇડ્રોજન પરમાણુના મોલની સંખ્યા
ઇથેન `(C_2H_6)` ના 3 મોલમાં નીચેનાની ગણતરી કરો : ઇથેનના અણુની સંખ્યા
જો 20 ગ્રામ ખાંડ `(C_12H_22O_11)` પૂરતા પાણીમાં ઓગાળી અંતિમ કદ 2 L કરવામાં આવ્યું તો ખાંડની સાંદ્રતા `mol L^-1` માં ગણો .
જો મિથેનોલની ઘનતા `0.793 kg L^-1` હોય તો તેનું 2.5 L 0.25 M દ્રાવણ બનાવવા માટે કેટલું કદ જોઈશે ?
એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટી પર લાગતા બળ વડે દબાણ નક્કી કરવામાં આવે છે . દબાણનો SI એકમ પાસ્કલ ( Pascal- Pa ) નીચે પ્રમાણે દર્શાવી શકાય : `1Pa = IN m^-2` જો દરિયાની સપાટી પર હવાનું દળ `1034 g cm^-2` હોય તો દબાણ પાસ્કલમાં ગણો.
દળનો SI એકમ શું છે ? તેને કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે ?
નીચેના પૂર્વગોને તેમના ગુણક સાથે સરખાવો :
અર્થસૂચક અંક અંગે તમે શું સમજો છો ?
એક પીવાના પાણીનો નમૂનો ખરાબ રીતે ક્લોરોફોર્મ `(CHCl_3)` વડે સંદૂષિત થયેલ છે. `CHCl_3` સ્વભાવે કેન્સરજન્ય છે. સંદૂષિતતાનું સ્તર (પ્રમાણ) 15 ppm (દળથી) હતું. આને દળ ટકામાં દર્શાવો.
એક પીવાના પાણીનો નમૂનો ખરાબ રીતે ક્લોરોફોર્મ `(CHCl_3)` વડે સંદૂષિત થયેલ છે. `CHCl_3` સ્વભાવે કેન્સરજન્ય છે. સંદૂષિતતાનું સ્તર (પ્રમાણ) 15 ppm (દળથી) હતુ. પાણીના નમૂનામાં ક્લોરોફોર્મની મોલાલિટી ગણો.
નીચેનાને વૈજ્ઞાનિક સંકેતમાં દર્શાવો : 0.0048
નીચેનાને વૈજ્ઞાનિક સંકેતમાં દર્શાવો : 234,000
નીચેનાને વૈજ્ઞાનિક સંકેતમાં દર્શાવો : 8008
નીચેનાને વૈજ્ઞાનિક સંકેતમાં દર્શાવો : 500.0
નીચેનાને વૈજ્ઞાનિક સંકેતમાં દર્શાવો : 6.0012
નીચેનામાં અર્થસૂચક અંક કેટલા છે ? 0.0025
નીચેનામાં અર્થસૂચક અંક કેટલા છે ? 208
નીચેનામાં અર્થસૂચક અંક કેટલા છે ? 5005
નીચેનામાં અર્થસૂચક અંક કેટલા છે ? 126.000
નીચેનામાં અર્થસૂચક અંક કેટલા છે ? 500.0
નીચેનામાં અર્થસૂચક અંક કેટલા છે ? 2,0034
નીચેનાનું ત્રણ અર્થસૂચક આંક સુધી સંનિકટન કરો : 34.216
નીચેનાનું ત્રણ અર્થસૂચક આંક સુધી સંનિકટન કરો : 10.4107
નીચેનાનું ત્રણ અર્થસૂચક આંક સુધી સંનિકટન કરો : 0.04597
નીચેનાનું ત્રણ અર્થસૂચક આંક સુધી સંનિકટન કરો : 2808
જ્યારે ડાયનાઇટ્રોજન અને ડાયઑક્સિજન એકબીજા સાથે પ્રક્રિયા કરે છે ત્યારે જુદા જુદા સંયોજનો બને છે. આની માહિતી નીચે પ્રમાણે મળેલ છે:
(a) ઉપરની પ્રાયોગિક માહિતીમાં રાસાયણિક સંયોગીકરણનો કયો નિયમ પળાયો છે ? તેનું નિવેદન કરો.
નીચેના પરિવર્તનો ( રૂપાંતરણો ) માં ખાલી જગ્યા પૂરો : 1 km =....... mm = ...… pm
નીચેના પરિવર્તનો ( રૂપાંતરણો ) માં ખાલી જગ્યા પૂરો : 1 mg =...... kg = ........ Ng
નીચેના પરિવર્તનો ( રૂપાંતરણો ) માં ખાલી જગ્યા પૂરો : 1 mL = ....... L = ..... `dm^3`
જો પ્રકાશની ઝડપ ( વેગ ) `3.0 x 10^8 m s^-1` હોય તો 2.00 ns માં પ્રકાશે કાપેલું અંતર ગણો.
પ્રક્રિયા `A + B_2 rarr AB_2` માં નીચેના પ્રક્રિયા મિશ્રણોમાં સીમિત પ્રક્રિયક હોય તો ઓળખી બતાવો : A ના 300 પરમાણુ + B ના 200 અણુ
પ્રક્રિયા `A + B_2 rarr AB_2` માં નીચેના પ્રક્રિયા મિશ્રણોમાં સીમિત પ્રક્રિયક હોય તો ઓળખી બતાવો : 2 mol A + 3 mol B
પ્રક્રિયા `A + B_2 rarr AB_2` માં નીચેના પ્રક્રિયા મિશ્રણોમાં સીમિત પ્રક્રિયક હોય તો ઓળખી બતાવો : A ના 100 પરમાણુ + B ના 100 અણુ
પ્રક્રિયા `A + B_2 rarr AB_2` માં નીચેના પ્રક્રિયા મિશ્રણોમાં સીમિત પ્રક્રિયક હોય તો ઓળખી બતાવો : 5 mol A + 2.5 mol B
પ્રક્રિયા `A + B_2 rarr AB_2` માં નીચેના પ્રક્રિયા મિશ્રણોમાં સીમિત પ્રક્રિયક હોય તો ઓળખી બતાવો : 2.5 mol A + 5 mol B
નીચેના રાસાયણિક સમીકરણ પ્રમાણે ડાયનાઇટ્રોજન અને ડાયહાઇડ્રોજન એકબીજા સાથે પ્રક્રિયા કરી એમોનિયા ઉત્પન્ન કરે છે : `N_2(g) + 3H_2(g) rarr 2NH_3(g) જો `2.00 x 10^3` g ડાયનાઇટ્રોજન `1.00 x 10^3` g ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે તો ઉત્પન્ન થતા એમોનિયાનું દળ ગણો.
નીચેના રાસાયણિક સમીકરણ પ્રમાણે ડાયનાઇટ્રોજન અને ડાયહાઇડ્રોજન એકબીજા સાથે પ્રક્રિયા કરી એમોનિયા ઉત્પન્ન કરે છે : `N_2(g) + 3H_2(g) rarr 2NH_3(g)` બન્ને પ્રક્રિયકોમાંથી કોઈ પણ પ્રક્રિયા પામ્યા વગર રહેશે ?
નીચેના રાસાયણિક સમીકરણ પ્રમાણે ડાયનાઇટ્રોજન અને ડાયહાઇડ્રોજન એકબીજા સાથે પ્રક્રિયા કરી એમોનિયા ઉત્પન્ન કરે છે : `N_2(g) + 3H_2(g) rarr 2NH_3(g)` જો હા , તો કયો પ્રક્રિયક અને તેનું દળ કેટલું હશે ?
0.50 mol `Na_2CO_3` અને 0.50 M `Na_2CO_3` કેવી રીતે જુદા પડે છે ?
જો ડાયહાઇડ્રોજન વાયુના 10 કદ ડાયઑક્સિજન વાયુના 5 કદ સાથે પ્રક્રિયા કરે છે , તો પાણીની બાષ્પનું કેટલું કદ ઉત્પન્ન થશે ?
નીચેનાને પાયાના એકમોમાં ફેરવો : 28.7 pm
નીચેનાને પાયાના એકમોમાં ફેરવો : 15.15 pm
નીચેનાને પાયાના એકમોમાં ફેરવો : 25365 mg
નીચેનામાંથી શેમાં સૌથી વધારે સંખ્યામાં પરમાણુઓ હશે ? 1 g Au ( s )
નીચેનામાંથી શેમાં સૌથી વધારે સંખ્યામાં પરમાણુઓ હશે ? 1 g Na ( s )
નીચેનામાંથી શેમાં સૌથી વધારે સંખ્યામાં પરમાણુઓ હશે ? 1 g Li ( s )
નીચેનામાંથી શેમાં સૌથી વધારે સંખ્યામાં પરમાણુઓ હશે ? 1 g `CL_2(g)`
એક દ્રાવણ જેમાં ઇથેનોલના મોલ અંશ 0.040 છે, તે દ્રાવણમાં ઇથેનોલની પાણીમાં મોલારિટી ગણો. (પાણીની ઘનતા એક છે તેમ ધારો.)
`12^C` પરમાણુનું દળ g માં કેટલું હશે ?
નીચેની ગણતરીથી મળતા જવાબમાં કેટલા અર્થસૂચક અંક હશે ? `(0.02856 xx 298.15 xx 0.112)/(0.5785)`
નીચેની ગણતરીથી મળતા જવાબમાં કેટલા અર્થસૂચક અંક હશે? `5 xx 5.364`
નીચેની ગણતરીથી મળતા જવાબમાં કેટલા અર્થસૂચક અંક હશે? `0.0125 + 0.7864 + 0.0215`
કુદરતી રીતે મળતા આર્ગોનનું મોલર દળ નીચેના કોષ્ટકમાં આપેલ માહિતી પરથી ગણો :
નીચેનામાંના દરેકમાં પરમાણુની સંખ્યા ગણો : Arના 52 મોલ
નીચેનામાંના દરેકમાં પરમાણુની સંખ્યા ગણો : Heના 52 u
નીચેનામાંના દરેકમાં પરમાણુની સંખ્યા ગણો : Heના 52 u
એક સંયોજન 4.07 % હાઇડ્રોજન, 24.47 % કાર્બન અને 71.65 % ક્લોરિન ધરાવે છે. તેનું મોલર દળ `98.96 g mol^-1` છે. તેના પ્રમાણસૂચક અને આણ્વીય સૂત્રો શું હશે ?
એક વેલ્ડિંગ કરવાનો બળતણ વાયુ કાર્બન અને હાઇડ્રોજન ધરાવે છે. તેના થોડા પ્રમાણને ઑક્સિજનની હાજરીમાં બાળતા 3.38 g કાર્બન ડાયોક્સાઇડ, 0.690 g પાણી આપે છે અને અન્ય કોઈ નીપજ આપતું નથી. આ વેલ્ડિંગ વાયુનું 10.0 L કદ (STP એ માપન કરેલ) 11.6 g વજન દર્શાવે છે. ગણતરી કરો : વાયુનું મોલર દળ
એક વેલ્ડિંગ કરવાનો બળતણ વાયુ કાર્બન અને હાઇડ્રોજન ધરાવે છે. તેના થોડા પ્રમાણને ઑક્સિજનની હાજરીમાં બાળતા 3.38 g કાર્બન ડાયોક્સાઇડ, 0.690 g પાણી આપે છે અને અન્ય કોઈ નીપજ આપતું નથી. આ વેલ્ડિંગ વાયુનું 10.0 L કદ (STP એ માપન કરેલ) 11.6 g વજન દર્શાવે છે. ગણતરી કરો : આવીય સૂત્ર
કેલ્શિયમ કાર્બોનેટ જલીય HCL સાથે પ્રક્રિયા કરે છે અને નીચેની પ્રક્રિયા પ્રમાણે `CaCl_2` અને `CO_2` આપે છે : `CaCO_3 ( s ) + 2 HCl ( aq ) rarr CaC1_2 ( aq ) + CO_2 ( g ) + H_2O(1)` 25 mL 0.75 M HCI સાથે સંપૂર્ણ રીતે પ્રક્રિયા કરવા માટે `CaCO_3` નું કેટલું દળ જોઈશે ?
પ્રયોગશાળામાં મેંગેનીઝ ડાયૉક્સાઇડ`(MnO_2)` ની જલીય હાઇડ્રોક્લોરિક ઍસિડ સાથે નીચે પ્રમાણે પ્રક્રિયા કરી ક્લોરિન બનાવવામાં આવે છે : `4 HCl ( aq ) + MnO_2 ( s ) 2H_2O (l ) + MnCl_2( aq ) + Cl_2 ( g )` 5.0 g મેંગેનીઝ ડાયૉક્સાઇડ સાથે HCI ના કેટલા ગ્રામ પ્રક્રિયા કરશે?
Exercise questions and complete solutions for chapter રસાયણવિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ of NCERT Chemistry(Gujarati) of Class 11