Complete Solutions to EXERCISE of chapter દ્રવ્યની અવસ્થાઓ of Class 11 book with complete answers and questions

Class 11CHEMISTRY
Chapterદ્રવ્યની અવસ્થાઓ
NCERTEXERCISE
Number Of Questions27
Academic Year2023-24
  1. એક બલૂન ( ફુગ્ગો ) માં હાઇડ્રોજન ઓરડાના તાપમાને ભરવામાં આવેલ છે . જો 0.2 bar દબાણ વધે તો તે ફાટી જાય તેમ છે . જો 1 bar દબાણે વાયુ 2.27 L કદ ધરાવે છે , તો કેટલા કદ સુધી બલૂનને વિસ્તારી શકાશે ?


    View Solution
  2. પૅસિફિક મહાસાગરમાં તરતું જહાજ જયાં તાપમાન `23.4^circ C` છે , ત્યાં એક બલુન ( ફુગ્ગો ) 2 L વાયુથી ભરેલ છે . આ જહાજ જ્યારે હિન્દ મહાસાગરમાં પહોંચે છે , જયાં તાપમાન `26.1^circ C` છે , ત્યારે તેનું કદ કેટલું હશે ?


    View Solution
  3. `25^circ C` અને 760 mm પારાના દબાણે વાયુ 600 mL કદ ધરાવે છે . વાયુનું કદ 640 mL અને તાપમાન `10^circ C` થાય ત્યારે તે ઊંચાઈએ દબાણનું મૂલ્ય કેટલું હશે ?


    View Solution
  4. નિયોન - ડાયઑક્સિજનનું મિશ્રણ 70.6 g ડાયઑક્સિજન અને 167.5 g નિયોન ધરાવે છે . જો નળાકારમાં વાયુઓના મિશ્રણનું દબાણ 25 bar હોય તો મિશ્રણમાં ડાયઑક્સિજન અને નિયોનના આંશિક દબાણ કેટલા હશે ?


    View Solution
  5. વાયુઓ લાક્ષણિક ક્રાંતિક તાપમાન ધરાવે છે . જે વાયુ કણો વચ્ચેના આંતરઆવીય બળોની માત્રા પર આધાર રાખે છે . એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડના ક્રાંતિક તાપમાન અનુક્રમે 405.5 K અને 304.10 K છે . જો તમે 500 K થી વાયુઓના ક્રાંતિક તાપમાન સુધી ઠંડા પાડવાનું શરૂ કરો તો કયો વાયુ પ્રથમ પ્રવાહીકૃત થશે ?


    View Solution
  6. `500 dm^3` હવાનું 1 bar દબાણે સંકોચન કરી `200 dm^3` કરવા માટે `30^circ C` તાપમાને નિમ્નતમ કેટલું દબાણ જોઈશે ?


    View Solution
  7. 120 mL ની ક્ષમતા ધરાવતું એક પાત્ર `35^circ C` તાપમાને અને 1.2 bar દબાણે અમુક વાયુ ધરાવે છે . આ વાયુને બીજા 180 mL કદવાળા પાત્રમાં `35^circ C` તાપમાને ભરવામાં આવ્યો . તેનું દબાણ કેટલું હશે ?


    View Solution
  8. અવસ્થા સમીકરણ `pV = nRT` નો ઉપયોગ કરીને દર્શાવો કે આપેલ તાપમાને વાયુની ઘનતા તે વાયુના દબાણને સમપ્રમાણ છે .


    View Solution
  9. `0^circ C` તાપમાને વાયુના એક ઑક્સાઈડની ઘનતા 2 bar દબાણે છે તે 5 bar દબાણે રહેલા ડાયનાઇટ્રોજનના જેટલી છે . ઑક્સાઇડનું આવીય દળ કેટલું હશે ?


    View Solution
  10. એક આદર્શ વાયુ A ના 1 g નું દબાણ `27^circ C` તાપમાને 2 bar જણાયું છે . બીજા આદર્શ વાયુ B ના 2 g તે જ તાપમાને તે જ ફ્લાસ્ટમાં દાખલ કરવામાં આવે છે ત્યારે દબાણ 3 bar થાય છે . તેમના આવીયદળ વચ્ચેનો સંબંધ શોધો .


    View Solution
  11. એક ગટર સાફ કરનાર પદાર્થ અનેક્સ થોડા ઘણા પ્રમાણમાં એલ્યુમિનિયમ ધરાવે છે . તે કૉસ્ટિક સોડા સાથે પ્રક્રિયા કરી ડાયહાઇડ્રોજન ઉત્પન્ન કરે છે . જો 0.15 g એલ્યુમિનિયમ પ્રક્રિયા કરે તો `20^circ C` તાપમાન અને એક bar દબાણે ડાયહાઇડ્રોજન વાયુનું કેટલું કદ મળશે ?


    View Solution
  12. `9 dm^3`ના ફ્લાસ્ટમાં `27^circ C` તાપમાને 3.2 g મિથેન અને 4.4 g કાર્બન ડાયોક્સાઇડના મિશ્રણ વડે કેટલું દબાણ ઉત્પન્ન થશે ?


    View Solution
  13. `0.5 L H_2`, 0.8 bar દબાણે અને 2.0 L ડાયઑક્સિજન 0.7 bar દબાણે , એક લિટર કદ ધરાવતા પાત્રમાં `27^circ C` તાપમાને દાખલ કરવામાં આવ્યા . વાયુમય મિશ્રણનું દબાણ કેટલું થશે ?


    View Solution
  14. `27 ^circ C` તાપમાને અને 2 bar દબાણે વાયુની ઘનતા `5.46 g / dm^3` ને જણાઈ છે . STP એ કેટલી ઘનતા હશે ?


    View Solution
  15. `546 ^circ C` તાપમાને અને 1.0 bar દબાણે 34.05 mL ફૉસ્ફરસ બાપ્પનું વજન 0.0625 g થાય છે . ફૉસ્ફરસનું મોલર દળ કેટલું હશે ?


    View Solution
  16. એક વિદ્યાર્થી ગોળ તળિયાવાળા ચંબુમાં `27^circ C` તાપમાને પ્રક્રિયા મિશ્રણ ઉમેરવાનું ભૂલી ગયો , પરંતુ તેને / તેણીએ ફલાસ્કને જ્યોત પર મૂક્યો . થોડા સમય ગયા બાદ તેને તેની ભૂલનું જ્ઞાન લાધ્યું અને પાયરોમીટરની મદદથી ફલાસ્કનું તાપમાન માપ્યું તો `477^circ C` જણાયું . હવાનો કેટલો ભાગ ( અંશ ) તેમાંથી બહાર નીકળી ગયો હશે ?


    View Solution
  17. 3.32 bar દબાણે `5 dm^3` કદ ધરાવતા 4.0 mol વયુનું તાપમાન ગણો . (R = 0.083 Bar d`m^3` `K^(-1) mol^(-1)` )


    View Solution
  18. 1.4 g ડાયનાઇડ્રોજન વાયુમાં રહેલા કુલ ઇલેક્ટ્રૉનની સંખ્યા ગણો .


    View Solution
  19. એક સેકન્ડમાં ઘઉંના `10^10` દાણા જો વહેંચવામાં આવે તો એક ઍવોગેડો આંક જેટલા દાણા વહેંચતા કેટલો સમય લાગશે ?


    View Solution
  20. 8 g ડાયઑક્સિજન અને 4 g ડાયહાઇડ્રોજનના મિશ્રણનું `1 dm^3` ગે વાળા પાત્રમાં `27^circ C` તાપમાને કુલ દબાણ ગણો .(`R = 0.083 bar dm^3 K^(-1) mol^(-1)`)


    View Solution
  21. નીતિભાર ( pay load ) ને વિસ્થાપિત હવાના દળ અને બલૂનના દળના તફાવત તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે . જો 10 m ત્રિજ્યા અને 100 kg દળ ધરાવતું બલૂન 1.66 bar દબાણે અને `27^circ C` તાપમાને હિલિયમ વડે ભરવામાં આવ્યું . તો નીતિભાર ( pay load ) ગણો . ( હવાની ઘનતા = `1.2 kg m^(-3)` અને `R = 0.083 bar dm^3 K^(-1) mol^(-1)`)


    View Solution
  22. `31.1^circ C` તાપમાન અને 1 bar દબાણે 8.8 g `CO_2` વડે રોકાયેલ કદ ગણો .( `R = 0.083 bar dm^3 K^(-1) mol^(-1)` )


    View Solution
  23. સમાન દબાણે 2.9 ગ્રામ એક વાયુ `95^circ C` તાપમાને , 0.184 g ડાયહાઇડ્રોજન `17^circ C` તાપમાને સરખું કદ રોકે તો વાયુનું મોલર દળ કેટલું હશે ?


    View Solution
  24. ડાયહાઇડ્રોજન અને ડાયેઑક્સિજનનું મિશ્રણ એક bar દબાણે ડાયહાઇડ્રોજનના 20 % જેટલું વજન ધરાવે છે . ડાયહાઇડ્રોજનનું વિભાગીય દબાણ ગણો .


    View Solution
  25. pV `underset(x)(=) 2/n` મ રાશિ માટે SI એકમ શું હશે ?


    View Solution
  26. ચાર્લ્સ નિયમના શબ્દોમાં સમજાવો કે શા માટે `-273^circ C` સૌથી નીચું શક્ય તાપમાન છે ?


    View Solution
  27. કાર્બન ડાયોક્સાઇડ અને મિથેનના ક્રાંતિક તાપમાન અનુક્રમે `31.1^circ C` અને `-81.9^circ C` છે . આમાંના કોના આંતરઆવીય બળો વધુ મજબૂત હશે અને શા માટે ?


    View Solution

EXERCISE questions and complete solutions for chapter દ્રવ્યની અવસ્થાઓ of NCERT Chemistry(Gujarati) of Class 11

All Exercises from NCERT Class 11 CHEMISTRY દ્રવ્યની અવસ્થાઓ