Class 12 | PHYSICS |
Chapter | તરંગ પ્રકાશશાસ્ત્ર |
NCERT | Exercise |
Number Of Questions | 50 |
Academic Year | 2023-24 |
આપણી સાપેક્ષે, ગેલેક્સી (તારામંડળ અથવા આકાશગંગા) કેટલી ઝડપથી ગતિ કરે તો તેમાંથી `589.0 nm` તરંગલંબાઈ સાથે ઉત્સર્જાતા સોડિયમ પ્રકાશની તરંગલંબાઈ, પૃથ્વી પરથી માપતી વખતે `589.6nm`બને ?
જયારે એકરંગી પ્રકાશનું કિરણ, બે માધ્યમોને છુટા પાડતી સપાટી પર આપાત થાય છે ત્યારે પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણની આવૃત્તિ, આપાત કિરણની આવૃત્તિ જેટલી જ રહે છે. શા માટે ?
જયારે પ્રકાશનું કિરણ, પાતળા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં દાખલ થાય છે ત્યારે તેની ઝડપ ઘટે છે. તો શું પ્રકાશના તરંગ વડે વહન પામતી ઊર્જામાં થતો ઘટાડો, તેની ઝડપમાં થતા ઘટાડાને કારણે થતો હશે ?
પ્રકાશના તરંગસ્વરૂપમાં, તરંગની તીવ્રતા તેના કંપવિસ્તાર પરથી નક્કી થાય છે તો પછી પ્રકાશના કણસ્વરૂપ (અથવા ફોટોન સ્વરૂપ)માં પ્રકાશની તીવ્રતા શેના પરથી નક્કી થાય છે ?
બે સ્લિટો વચ્ચેનું અંતર 1 mm અને પડદો 1m દૂર રાખવામાં આવેલ છ. જ્યારે 500 nm તરંગલંબાઈનો બ્લ્ય-ગ્રીન પ્રકાશ વાપરવામાં આવે ત્યારે શલાકાઓ વચ્ચેનું અંતર કેટલું હશે?
યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં નીચે મુજબની ક્રિયાઓ વખતે મળતી વ્યતિકરણ શલાકાઓ પર શું અસર થશે તે જણાવો. : સ્લિટના સમતલથી પડદાને દૂર ખસેડવામાં આવે ત્યારે
નીચે દર્શાવેલ દરેક ક્રિયાને કારણે યંગના બે સ્લિટના પ્રયોગમાં વ્યતિકરણ શલાકાઓ ઉપર શું અસર થશે ? આપેલ ( એકરંગી ) પ્રકાશ ઉદ્ગમને બદલીને બીજો નાની તરંગલંબાઈ ધરાવતો ( એકરંગી ) પ્રકાશ ઉદ્ગમ લેવામાં આવે ,
યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં નીચે મુજબની ક્રિયાઓ વખતે મળતી વ્યતિકરણ શલાકાઓ પર શું અસર થશે તે જણાવો. : બે સ્લિટો વચ્ચેનું અંતર વધારવામાં આવે ત્યારે
યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં નીચે મુજબની ક્રિયાઓ વખતે મળતી વ્યતિકરણ શલાકાઓ પર શું અસર થશે તે જણાવો. : બે સ્લિટોની સામે આવેલી ઉદ્દગમ સ્લિટને, બે સ્લિટોના સમતલ તરફ ખસેડવામાં આવે ત્યારે
યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં નીચે મુજબની ક્રિયાઓ વખતે મળતી વ્યતિકરણ શલાકાઓ પર શું અસર થશે તે જણાવો. : ઉદ્દગમ સ્લિટની પહોળાઈ વધારવામાં આવે ત્યારે
યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં નીચે મુજબની ક્રિયાઓ વખતે મળતી વ્યતિકરણ શલાકાઓ પર શું અસર થશે તે જણાવો. : એકરંગી પ્રકાશના ઉદ્દગમને બદલે શ્વેત પ્રકાશનું ઉદ્દગમ વાપરવમાં આવે ત્યારે
ઉદાહરણ 3 માં સમાન પહોળાઈની જે બે સ્લિટો ઉપયોગમાં લીધી છે તે પૈકી એક સ્લિટ મળતી વિવર્તન ભાતમાં મધ્યસ્થ અધિકતમની પહોળાઈમાં, બે સ્લિટોના ઉપયોગ વખતે મળતી વ્યતિકરણ ભાતમાં 10 પ્રકાશિત શલાકાઓ રચાય તે માટે દરેક સ્લિટની પહોળાઈ કેટલી હોવી જોઈએ ?
એવું ધારો કે તારમાંથી 6000 A તરંગલંબાઈનો પ્રકાશ આવે છે. જેનાં ઑબ્જેક્ટિવનો વ્યાસ 100 ઇંચ હોય તેવા ટેલિસ્કોપ માટે વિભેદનની સીમાં શું હશે?
દર્પણમુખ `3 mm` હોય અને ઉપયોગ લીધેલા પ્રકાશની તરંગલંબાઈ `500 nm` હોય ત્યારે કેટલા અંતર સુધી કિરણ પ્રકાશશાસ્ત્રને સન્નિકટતાથી લાગુ પાડી શકાય ?
જ્યારે એક પોલેરોઈડ તકતીને એકબીજાને લંબ રાખેલ ( Crossed ) બીજી બે પોલેરૉઈડની વચ્ચે રાખી ભ્રમણ આપવામાં આવે છે ત્યારે નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતાની ચર્ચા કરો .
અધ્રુવીભૂત પ્રકાશ એક સમતલ કાચની સપાટી પર આપાત થાય છે. પરાવર્તિત અને વક્રીભૂત કિરણો એકબીજાને લંબ થાય તે માટે કેટલો આપાતકોણ હશે? જ્યાં કાચનો વક્રીભવનાંક = `1.5`
`589 nm` તરંગલંબાઈ ધરાવતો એકરંગી પ્રકાશ હવામાંથી પાણીની સપાટી ઉપર આપાત થાય છે. તો (a) પરાવર્તિત અને (b) વક્રીભૂત પ્રકાશની તરંગલંબાઈ, આવૃત્તિ અને ઝડપ કેટલી હશે? પાણીનો વક્રીભવનાંક `1.33` છે.
`589 nm` તરંગલંબાઈ ધરાવતો એકરંગી પ્રકાશ હવામાંથી પાણીની સપાટી ઉપર આપાત થાય છે. તો (a) પરાવર્તિત અને (b) વક્રીભૂત પ્રકાશની તરંગલંબાઈ, આવૃત્તિ અને ઝડપ કેટલી હશે? પાણીનો વક્રીભવનાંક `1.33` છે.
નીચેના આપેલા દરેક કિસ્સા માટે તરંગઅગ્નનો આકાર શું હશે?
(a) બિંદુવત્ત ઉદ્ગમમાંથી ફેલાતો પ્રકાશ.
(b) બહિર્ગોળ લેન્સમાંથી નિર્ગમન પામતો પ્રકાશ કે જ્યારે બિંદુવત્ત ઉદ્ગમ તેના કેન્દ્ર ઉપર મૂકેલ હોય.
નીચેના આપેલા દરેક કિસ્સા માટે તરંગઅગ્નનો આકાર શું હશે?
(a) બિંદુવત્ત ઉદ્ગમમાંથી ફેલાતો પ્રકાશ.
(b) બહિર્ગોળ લેન્સમાંથી નિર્ગમન પામતો પ્રકાશ કે જ્યારે બિંદુવત્ત ઉદ્ગમ તેના કેન્દ્ર ઉપર મૂકેલ હોય.
નીચેના કિસ્સાઓમાં તરંગઅગ્રનો આકાર જણાવો. : અતિ દૂરના તારામાંથી આવતા પ્રકાશના તરંગ અગ્રનો પૃથ્વીની સપાટી વડે આંતરાતો ભાગ
કાચનો વક્રીભવનાંક 1.5 છે . પ્રકાશની કાચમાં ઝડપ કેટલી હશે ? ( શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ `3.0 times 10^8 ms^-1` છે . )
શું પ્રકાશની કાચમાં ઝડપ, તેના રંગથી સ્વતંત્ર છે ? જો ના, તો લાલ અને જાંબલી રંગો પૈકી ક્યા રંગના પ્રકાશનું કિરણ, કાચના પ્રિઝમમાં ધીમેથી (એટલે કે ઓછી ઝડપથી) ગતિ કરશે ?
યંગના એક પ્રયોગમાં બે સ્લિટો વચ્ચેનું અંતર `0.28 mm` છે, સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર `1.4 m` છે. જો પડદા પર ચોથી પ્રકાશિત શલાકાનું મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી અંતર `1.2 cm` હોય તો ઉપયોગમાં લીધેલા પ્રકાશની તરંગલંબાઈ શોધો.
`lambda` જેટલી એકરંગી તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ સાથે કરેલા યંગના બે-સ્લિટના પ્રયોગમાં, પડદા પરના જે બિંદુએ પથ તફાવત `lambda` જેટલો થાય ત્યાં તીવ્રતા K એકમ છે. જ્યાં પથ તફાવત `(lambda)/(3)` થાય તે બિંદુ આગળ પ્રકાશની તીવ્રતા કેટલી છે?
યંગના બે-સ્લિટ પ્રયોગમાં વ્યતિકરણ શલાકાઓ મેળવવા માટે `650 nm` અને `520 nm` બે તરંગલંબાઈઓ ધરાવતા પ્રકાશ કિરણપૂંજનો ઉપયોગ કરવામાં આવે છે
(a) `650 nm` તરંગલંબાઈ માટે પડદા પરની ત્રીજી પ્રકાશિત શલાકાનું મધ્યસ્થ અધિકતમથી અંતર શોધો.
(b) બંને તરંગલંબાઈઓને કારણે મળતી પ્રકાશિત શલાકાઓ એકબીજા પર સંપાત થાય તે માટેનું મધ્યસ્થ અધિક્તમથી ઓછામાં ઓછું અંતર શોધો.
યંગના બે-સ્લિટ પ્રયોગમાં વ્યતિકરણ શલાકાઓ મેળવવા માટે `650 nm` અને `520 nm` બે તરંગલંબાઈઓ ધરાવતા પ્રકાશ કિરણપૂંજનો ઉપયોગ કરવામાં આવે છે
(a) `650 nm` તરંગલંબાઈ માટે પડદા પરની ત્રીજી પ્રકાશિત શલાકાનું મધ્યસ્થ અધિકતમથી અંતર શોધો.
(b) બંને તરંગલંબાઈઓને કારણે મળતી પ્રકાશિત શલાકાઓ એકબીજા પર સંપાત થાય તે માટેનું મધ્યસ્થ અધિક્તમથી ઓછામાં ઓછું અંતર શોધો.
બે-સ્લિટના પ્રયોગમાં 1 મી દૂર મૂકેલા પડદા પર એક શલાકાની કોણીય પહોળાઈ `0.2^(@)` મળે છે. વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ `600 nm` છે. જો આખાય પ્રયોગિક સાધનનો પાણીમાં ડૂબાડવામાં આવે તો તે શલાકાની કોણીય પહોળાઈ કેટલી થશે? પાણીનો વક્રીભવનાંક `(4)/(3)` લો.
હવામાંથી `1.5` વક્રીભવનાંકવાળા કાચના માધ્યમની સમતલીય સપાટી પર આપાત થતા પ્રકાશના કિરણ માટે બ્રુસ્ટર કોણ (અથવા ધ્રુવીભવન કોણ) કેટલો થાય ?
એક સમતલ પરાવર્તક સપાટી ઉપર `5000` A તરંગલંબાઈનો પ્રકાશ આપાત થાય છે. પરાવર્તિત પ્રકાશની તરંગલંબાઈ અને આવૃત્તિ કેટલી હશે? કયા આપાતકોણે, પરાવર્તિત કિરણ એ આપાતકિરણને લંબ હશે?
`4 mm` જેટલું અડચણ અને `400 nm` તરંગલંબાઈ માટે અંતરનો અંદાજ માંડો કે જેના માટે કિરણ પ્રકાશવિજ્ઞાન એ સારી સંનિકટતા હોય.
એક તારામાં હાઇડ્રોજન દ્વારા ઉત્સર્જિત `6563` ની `H_(alpha)` રેખા `15` A જેટલી Red Shift થયેલી જણાય છે. તારાની પૃથ્વીથી દૂર જવાની ઝડપનો અંદાજ શોધો.
ન્યૂટને સૂચવેલા પ્રકાશના કણવાદ પરથી પ્રકાશનો વેગ, પાતળા કરતા ઘટ્ટ માધ્યમમાં વધારે મળવો ન જોઈએ એવું કઈ રીતે સમજાવી શકાય ? શું પ્રાયોગિક રીતે આ કણવાદ પરથી થયેલી આગાહીને સમર્થન મળે છે ? જો ના તો કયો વાદ પ્રાયોગિક રીતે સાચો માલૂમ પડે છે ?
આપણે પ્રકાશ તરંગના પ્રસરણની ઝડપને શક્યતઃ અસર કરતા હોય તેવા કેટલાક મુદ્દાઓની સૂચિ બનાવીએ. :ઉગમની અને અથવા અવલોકનકારની ગતિ .
આપણે પ્રકાશ તરંગના પ્રસરણની ઝડપને શક્યતઃ અસર કરતા હોય તેવા કેટલાક મુદ્દાઓની સૂચિ બનાવીએ. : તરંગલંબાઈ .
આપણે પ્રકાશ તરંગના પ્રસરણની ઝડપને શક્યતઃ અસર કરતા હોય તેવા કેટલાક મુદ્દાઓની સૂચિ બનાવીએ : તરંગની તીવ્રતા .
આપણે પ્રકાશ તરંગના પ્રસરણની ઝડપને શક્યતઃ અસર કરતા હોય તેવા કેટલાક મુદ્દાઓની સૂચિ બનાવીએ : ઉપરના કયા મુદ્દાઓ પર : શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ
આપણે પ્રકાશ તરંગના પ્રસરણની ઝડપને શક્યતઃ અસર કરતા હોય તેવા કેટલાક મુદ્દાઓની સૂચિ બનાવીએ :ઉપરના કયા મુદ્દાઓ પર : માધ્યમ ( ધારો કે કાચ અથવા પાણી ) માં પ્રકાશની ઝડપ , આધાર ( જો રાખતા હોય તો ) રાખે છે ?
શ્રોતા સ્થિર હોય અને માત્ર ધ્વનિ ઉદ્દગમ ગતિ કરતુ હોય ત્યારે એ બે કિસ્સાઓમાં ધ્વનિની આવૃત્તિનો ફેરફાર શોધવા માટેનું ડોપ્લરનું સૂત્ર થોડુક જુદું પડે છે. પરંતુ શૂન્યવકાશમાં પ્રકાશના તરંગોના કિસ્સામાં, અવલોકનકાર વડે નોંધાતી પ્રકાશની આવૃત્તિનો ફેરફાર શોધવા માટેનું ડોપ્લરનું સૂત્ર એક સરખું જ છે. આવું શા માટે ?
યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં `600 nm` જેટલી તરંગલંબાઈવાળો પ્રકાશ વાપરતા પડદા પર મધ્યસ્થ પ્રકાશિત શલાકાની કોણીય પહોળાઈ `(0.1)^circ` મળે છે તો બે સ્લિટો વચ્ચેનું અંતર કેટલું હશે ?
એક જ સ્લિટની મદદથી મળતી એકરંગી પ્રકાશની વિવર્તન ભાતમાં જો સ્લિટની પહોળાઈ બમણી કરવામાં આવે તો પડદા પર મધ્યસ્થ અધિકતમની પહોળાઈ અને તેમાં મળતી મહત્તમ તીવ્રતા પર શું અસર પડશે ?
એક સ્લિટથી મળતી વિવર્તનભાત, બે સ્લિટોના કિસ્સામાં મળતી વ્યતિકરણ ભાત સાથે કઈ રીતે સંબંધ ધરાવે છે ?
કોઈ ખૂબ જ નાના વર્તુળાકાર અંતરાયને તેનાથી દૂર આવેલા પ્રકાશ ઉદ્દગમના માર્ગમાં મૂકવામાં આવે ત્યારે તે અંતરાયની પાછળ મૂકેલા પડદા પર તે અંતરાયના પડછાયાને બદલે પડછાયાના કેન્દ્રસ્થાને પ્રકાશિત ટપકું રચાય છે. શા માટે ?
`10 m` ઊંચાઈવાળા એક ઓરડામાં વચ્ચે `7 m` ઊંચી દિવાલ આવેલી છે. તેની બંને બાજુએ એક - એક વિદ્યાર્થી ઊભા છે. જો દિવાલની ટોચ આગળની ધ્વનિના અને પ્રકાશના એમ બંને પ્રકારના તરંગો વિવર્તન પામતા હોય તો શા માટે બંને વિદ્યાર્થીઓ વાતચીત સહેલાઇથી કરી શકે છે પરંતુ એકબીજાને જોઈ શકતા નથી ?
કિરણ પ્રકાશશાસ્ત્રમાં પ્રકાશનું કિરણ સુરેખ માર્ગે ગતિ કરે છે તેવું સ્વીકારવામાં આવ્યું છે. પરંતુ નાના દર્પણમુખ, પાતળી સ્લિટ, નાના અંતરાયોની ધાર આગળ જોવા મળતી વિવર્તન અસરો આવી સ્વીકૃતિની વિરુદ્ધ છે. તેમ છતા પ્રકાશીય ઉપકરણોમાં પ્રતિબિંબનું સ્થાન સમજવામાં તથા પ્રતિબિંબને લગતા ઘણા બધા ગુણધર્મો સમજવામાં ભૌમિતીક પ્રકાશશાસ્ત્રનો સમાન્યપણે ઉપયોગ કરવામા આવે છે. તો આ બાબતને સમર્થન કઈ રીતે આપી શકાય ?
બે ટેકરીઓ ઉપર રહેલા બે ટાવરો એકબીજાથી `40 km` દૂર છે. તેમને જોડતી રેખા, બરાબર વચ્ચે આવેલી ટેકરીની `50 m ` ઉપરથી પસાર થાય છે. નોંધપાત્ર અસરો સિવાય બે ટાવરો વચ્ચે મોકલી શકાય તેવા રેડિયો તરંગોની સૌથી વધુ તરંગ લંબાઈ કેટલી હશે?
`500 nm` તરંગલંબાઈવાળા પ્રકાશની એક સ્લિટ વડે મેળવેલી વિવર્તન ભાતમાં, સ્લિટથી `1 m` દૂર રાખેલા પડદા પર, પ્રથમ ન્યુનત્તમ, મધ્યસ્થ અધિકતમથી `2.5 mm` દૂર રચાતું હોય તો આ સ્લિટની પહોળાઈ શોધો.
નીચેના પ્રશનોના જવાબ આપો : જ્યારે પ્રમાણમાં નીચી ઊંચાઈએ ઉડતું હવાઈ જહાજ માથા પરથી પસાર થાય છે ત્યારે આપણે ઘણી વખત ટીવી પડદા પરના ચિત્રમાં ધ્રુજારી થતી નોંધીએ છીએ . આની શક્ય સમજૂતી જણાવો .
નીચેના પ્રશનોના જવાબ આપો : તમે પુસ્તકમાં શીખી ગયાં છો તેમ તરંગના સ્થાનાંતર માટેના રેખીય સંપાતપણાનો સિધ્ધાંત એ વિવર્તન અને વ્યતિકરણ ભાતોના તીવ્રતા વિતરણ માટેનો આધાર છે . આ સિદ્ધાંતનું વ્યાજબીપણું શું છે ?
એક સ્લિટ વિવર્તન ભાત મેળવતી વખતે આપણે નોંધ્યું કે `nlambda//a` ખૂણાઓ આગળ તીવ્રતા શૂન્ય થાય છે . સ્લિટને યોગ્ય ભાગમાં વહેંચીને તીવ્રતાની થતી નાબૂદી દ્વારા આનું વ્યાજબીપણું દર્શાવો .
Exercise questions and complete solutions for chapter તરંગ પ્રકાશશાસ્ત્ર of NCERT Physics(Gujarati) of Class 12