Class 12 | CHEMISTRY |
Chapter | SAMPLE PAPER 04 |
VIRAJ PUBLICATION | EXERCISE |
Number Of Questions | 59 |
Academic Year | 2023-24 |
સાદો ઘન, `B C C` અને `FC C` માં એકમ કોષની ધારીની લંબાઈ 'a' હોય તો તેમાં રહેલાં પરમાણુઓની ત્રિજ્યાનો ગુણોત્તર.....
A અને B તત્ત્વોથી બનેલા એક સંયોજનોમાં B તત્ત્વો દ્વારા `HCP` લેટિસ રચાય છે અને A તત્ત્વોએ ચતુષ્ફલકીય છિદ્રોનો `2/3` ભાગ રોકે છે તો સંયોજનનું અણુસૂત્ર ............... હશે.
બિંદુક્ષતિ ................. માં જોવા મળે છે.
કોપર ધાતુ FCC રચનામાં સ્ફટિકીકરણ પામે છે જો તેના એકમ કોષની બાજુની લંબાઈ 361 pm હોય તો `Cu` પરમાણુની ત્રિજ્યા કેટલી હશે?
જલીય દ્રાવણ `-0.186^oC` તારમાને ઠરી જાય છે. આ જલીય દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો કેટલો હશે? `(K_f = 1.086^o C/m K_b = 0.512^o C/m)`
`25 ml Xm Ba(OH_2)` નું તટસ્થીકરણ કરવા માટે `35 ml 0.1 M HCI` ના દ્રાવણની જરૂર પડે છે, તો `Ba(OH)_2` ની મોલરીટી કેટલી હશે?
અભિસરણ દરમિયાન અર્ધધારગમ્ય પડદામાંથી પાણીની પ્રવાહ ..........
`DeltaG_o` અને સંતુલન અચળાંક K વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર જણાવો.
`ઓહમ^-1` ,`મોલ^-1` એ શેનો એકમ છે તે જણાવો.
પિગલિત `CACl_2` નાં વિદ્યુતવિભાજનથી `20 g Ca` મેળવવા કેટલાં કુલંબ વિદ્યુતજથ્થો જરૂરી છે?
હોલ-હેરોલ્ટ પ્રવિધિમાં `270 g Al` ઉત્પન્ન થતું હોય તો કેટલાં g કાર્બન એનોડ ખવાઈ જશે?
દ્વિતિયક્રમની પ્રક્રિયામાં વેગઅચળાંકનો એકમ નક્કી કરો.
`CH_3COOC_2H_5` નું જળવિભાજન ............ ક્રમની પ્રક્રિયા છે.
પ્રક્રિયા `H_2(g) + Br_2(g) _> 2HBr_(g)` માટે વેગ `K[H_2][Br]^1/2` છે તો આ પ્રક્રિયાની આણ્વિકતા અને પ્રક્રિયાક્રમ અનુક્રમે ......... છે.
નીચેનામાંથી કયો વાયુ સૌથી ઊંચુ ક્રાંતિક તાપમાન ધરાવે છે?
ભૌતિક અધિશોષણ માટે કઈ વિશષતા સાચી નથી?
ફ્રુન્ડલીચ અધિશોષણ સમતાપીનો `log (x/m) > log p` ના આલેખનો ઢાળ ............ મૂલ્ય ધરાવે છે.
ક્રોમેટોગ્રાફિક અલગીકરણ માટે ઘન અધિશોષક તરીકે ............ સંયોજન વપરાય છે?
............ ધાતુના નિષ્કર્ષણ દરમિયાન સંકિર્ણ રચાય છે.
કાચી ધાતુમાં રહેલી અશુધ્ધિઓને દૂર કરવા તેમાં ઉમેરવામાં આવતો પદાર્થ કયા નામે ઓળખાય છે?
ઝોંન રિપાઈનીંગ પધ્ધતિ ............ માટે વપરાય છે.
નીચેના તત્ત્વો પૈકી કયું તત્ત્વ સૌથી વધુ ધાત્વિક ગુણ ધરાવે છે?
15 માં સમૂહના તત્ત્વોના હાઈડ્રોઈડોની બેઝીકતાનો સાચો ક્રમ કયો છે?
નાઈટ્રૉજન ધાતુ સાથે સંયોજાઈને ........ બનાવે છે.
કયું સંયોજન ઉર્ધ્વપાતન દર્શાવે છે?
d વિભાગના તત્ત્વોમાં છેલ્લો ઈલેક્ટ્રોન કઈ કક્ષકમાં ભરાય છે?
`K_2Cr_2O_7` માં `Cr` ની ઑક્સીડેશન અવસ્થ કઈ છે?
ફેરસ આયન કેટલાં અયુગ્મિત ઈલેક્ટ્રોન ધરાવે છે?
`[E(en)_2 (OX)] NO_2` સંકીર્ણમાં E નો સવર્ગાંક અને ઑક્સીડેશન અવસ્થા કઈ છે?
નીચે આપેલાં કયા સંકીર્ણમાં ધાતુ આયનની d કક્ષકમાં ઉલેક્ટ્રોન નથી?
........... પ્રાથમિક હેલાઈડ છે?
ક્લોરો ઈથેન + સોડિયમ આયોડાઈડ
આયોડોઈથેન `+ NaCl` પ્રક્રિયાનું નામ જણાવો.
ટાર્ટરિક એસિડમાં કેટલા કીરાલ કાર્બન પરમાણુઓ આવેલાં છે?
તૃતિયક બ્યુટાઈલ આલ્કોહોલનું `IUPAC` નામ ......... છે.
કાર્બીનોલ એટલે ..........
એક્રોલીનમાં કયો ક્રિયાશીલ સમૂહ આવેલો છે?
ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક એસિટોન સાથે પ્રક્રિયા કરી ........... બનાવે છે.
નીચેનામાંથી કયા એસિડને સૌથી ઓછી `pK_a` કિંમત છે?
કઈ પ્રક્રિયા દ્વારા એમાઈડનું એમાઈનમાં રૂપાંતર કરી શકાય છે?
ગ્લુકોઝ ટોલેન્સ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા દ્વારા કઈ નીપજ આપે છે?
કયા સંયોજનમાં બધા જ ગ્લુકોઝ એકમો `C_1-O-C_4` સાંકળથી જોડાયેલા હોતા નથી?
નીચેનામાંથી કયો એમિનો એસિડ આવશ્યક છે?
નાયલોન દોરા કયા પોલીમરમાંથી બને છે?
નીચેનામાંથી કયું થર્મોસેટિંગ પોલીમર છે?
નીચેના પૈકી કયું ઓષધ તાવ ઘટાડે છે?
હૃદયરોગના દર્દીઓ માટે કયું ઓષધ વધુ ઉપયોગી છે?
2 લિટર દ્રાવણમાં `2 xx 10^-7 kg Ca(HCO_3)` દ્રાવ્ય થયેલો હોય તો દ્રાવણના `ppm` ગણો.
રસાયણિક પ્રક્રિયા વેગને અસર કરતાં પરિબળો જણાવો.
ઘન ઉદ્દીપનની વરણાત્મકતા વિષે સમજૂતી આપો.
નીચેના પર્યાયની સમજૂતી આપો. : (i) ધાતુકર્મ વિધિ (ii) ગેંગ
`CuSO_4 . 5H_2O` વાદળી રંગનો છે જ્યારે `CuSO_4` રંગવિહિન છે. સમજાવો.
"એલાઈલિક હેલાઈડ સંયોજનો" ઉદાહરણ આપી સમજાવો.
ઓર્લોન (PAN) ની બનાવટ અને ઉપયોગ જણાવો.
દ્વિતિયક કોષની વ્યાખ્યા આપો. લેડ સંગ્રાહક કોષ વિષે ટૂંકનોધ લખો.
`H_2SO_4` ના ઉપયોગ લખો.
ટૂંકનોંધ લખો : (i) વુર્ટ્ઝ ફિટિંગ પ્રક્રિયા (ii) ડિહાઈડ્રોહેલોજીનેશન
ઈથાઈલ એમાઈનની ક્લોરોઈથેન, નાઈટ્રસ એસીડ અને એસિટિક એનહાઈડ્રાઈડ સાથેની પ્રક્રિયાઓ.
`25 g` બેન્ઝીનમાં ઓગાળેલા `2 g` બેન્ઝેઈક ઍસિડ, ઠારબિંદુમાં અવનયન `1.62 K` દર્શાવે છે. બેન્ઝીન માટે મોલલ અવનયન અચળાંક `4.9 K`. `Kg.mol^-1` છે. જો એસિડ દ્રાવણમાં દ્વિઅણુ બનાવતો હોય તો ઍસિડનું કેટલા ટકા સુયોજન થયેલું હશે?
`EDTA`નું નામ અને બંધારણીય સૂત્ર દોરો.
EXERCISE questions and complete solutions for chapter SAMPLE PAPER 04 of VIRAJ PUBLICATION of Class 12