Class 12 | PHYSICS |
Chapter | SAMPLE PAPER 01 |
VIRAJ PUBLICATION | EXERCISE |
Number Of Questions | 68 |
Academic Year | 2023-24 |
એક વિદ્યુતભારીત દડાને સિલ્કની દોરી વડે એવી રીતે લટકાવેલ છે કે જેથી એક મોટી વિદ્યુતભારીત શીટ સાથે `theta` કોણ બનાવે તો વિદ્યુતભાર પૃષ્ટ ઘનતા `sigma` ………………. ના સમપ્રમાણમાં હશે.
બે વિજભારોને એકબીજાથી d અંતરે ગોઠવેલ છે. જો `d//2` જાડાઈની તાંબાની પ્લેટને તેમની વચ્ચે મૂકવામાં આવે તો અસરકારક બળ ………………..
એક બિંદુવત વિદ્યુતભાર q ને L બાજુઓ ધરાવતા સમઘનના કેન્દ્ર પર મૂકેલ છે. સમઘનમાં બહાર આવતું ફલક્સ ....................
`25cm` ત્રિજ્યાના ગોળા પર `(3)/(pi) c//m^(2)` પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા મેળવવા માટે કેટલો વિદ્યુતભાર જરૂરી છે?
બે વિદ્યુત ક્ષેત્રરેખાઓ એકબીજીને છેદતી નથી કારણ કે .................................
`100 mu F` ના કેપેસિટરને `6KV` થી ચાર્જ કરવાથી મળતી ઊર્જા `50kg` દળને ઊંચકવા માટે વપરાતી હોય તો ઉર્ધ્વદિશામાં દળે પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ ................. m હશે.
એક બીંદુવત વિદ્યુતભારથી અમુક અંતરે વિદ્યુત સ્થિતિમાન `600V` અને વિદ્યુતક્ષેત્ર `200 N//C` છે તો બિંદુવત વિદ્યુતભારનું અંતર ………………… m હશે.
ડાઈઈલેક્ટ્ર્ક સ્ટ્રેન્થનું પારિમાણિક સૂત્ર ....................... છે.
જો `4C` ના વિદ્યુતભારને `-10V` વિજસ્થિતિમાન ધરાવતા બિંદુથી `5V` વિજસ્થિતિમાન ધરાવતા બિંદુ સુધી લઈ જતાં થતું કાર્ય X જૂલ હોયય તો X = …………………. J.
`20 Omega` અવરોધક તારને વર્તુળકાર વાળતાં તેના વ્યાસાંત બિંદુઓ વચ્ચેનનો અસરકારક અવરોધ ................ થાય.
એક કાર્બન અવરોધ પરના રંગના ચાર પટ્ટા અનુક્રમે નારંગી, લીલો, ગોલ્ડન અને સિલ્વર કલરના છે તો તેનો અવરોધ ...... થાય.
એકતારનો અવરોધ `10 Omega` છે તેની લંબાઈમાં n ટકાનો વધારો કરતાં તેનો નવો અવરોધ `10.2 Omega` થાય છે તો n = ……………….
નીચેના પૈકી મોબિલિટીનું સાચું સૂત્ર ................. છે.
એક પ્રવાહખંડ `Delta I = Deltaxhat 1` ને ઉગમબિંદુ પાસે મૂકેલ છે તેમાંથી `10 A` વિજપ્રવાહ વહે છે, જો `Delta x = 1 cm` હોય તો બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્ર ................ હશે.
m જેટલી ચુંબકીય ડાઈપોલ મોમેન્ટ ધરાવતું વર્તુળાકાર વિદ્યુત પ્રવાહધારીત ગુંચળું તીવ્રતાવાળા ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત રીતે ભ્રમણ કરે છે. આ ગૂંચળાને તેના સમતલને લંબ અક્ષ સાથે `30^(@)` નું ભ્રમણ કરાવતાં થતું કાર્ય ...................
સાઈક્લોટ્રોનમાં વિદ્યુતભાર ...................
`10 cm` લંબાઈ અને `M = 10^(6) A//m` વાળું પાતળા નળાકાર આકારનું કાયમી ચુંબક છે તો મેગ્નેટાઈઝેશન પ્રવાહ `I_(M)` ગણો.
m ચુંબકીય ચાકમાત્રાવાળા એક ચુંબકને ચુંબકીય ક્ષેત્ર H માં `360^(@)` જેટલું ઘુમાવતાં થતું કાર્ય .................. છે.
`(B^(2))/(2mu_(0))` નું પારિમાણિક સૂત્ર ..................... છે.
`L m` લંબાઈની એક ચોકસ તકતીને xy સમતલમાં મૂકવામાં આવેલ છે ત્યાં ચુંબકીયક્ષેત્ર B = Bo(2 i + 3 j + 4k) T વડે અપાય છે. Boઅચળાંક છે તો તકતી સાથે સંકળાતું ફલક્સ ……………….. Wb હશે.
એક સોલેનોઈડની લંબાઈ l અને આડછેદનું ક્ષેત્રફળ A છે તેમાં આંટાની સંખ્યા N છે જો આંટાની સંખ્યા N ન બદલાય તો તેનું આત્મપ્રેરકતા ક્યારે વધે?
એક ધાતુનો `1 m` લાંબો તાર `0.1 T` ના ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે `5 ms^(-1)` ની ઝડપથી ગતિ કરે છે. તે તેના બે છેડા વચ્ચે પ્રેરિત થતું `emf` ……………….V હશે.
જ્યારે `12 W` ના પ્રકાશના બલ્બને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર સાથે જોડેલું હોય ત્યારે આઉટપુટ વૉલ્ટેજ `24 V` માપે છે મહત્તમ પ્રવાહનું મૂલ્ય .................... A મળે.
`250 mu F` ના કૅપેસિટર સાથે `0.16 mH` ના ઈન્ડક્ટરને સમાંતર જોડેલું છે. તેમનો અસરકારક અવરોધ `20 Omega` છે તો અનુનાદીય આવૃત્તિ ...................... `Hz` મળે.
`8 Omega` રિએક્ટન્સ અને `6 Omega` ના અવરોધવાળા ગૂંચળાને ડી.સી. પરિપથમાં જોડતાં પરિપથનો અસરકારક અવરોધ ................. `Omega`
`AC` સ્ત્રોત સાથે જોડેલા ઈન્ડક્ટરમાં પામતાં સરેરાશ પાવર કેટલો?
વિદ્યુત ચુંબકીય તરંગની તીવ્રતામાં વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના ઘટકોના ફાળાનો ગુણોત્તર .....................
`3 m` અંતરે રહેલા `100 W` ના બલ્બથી ઉત્સર્જાતા વિકિરણથી ઉત્પન્ન થતી વિદ્યુતક્ષેત્રની તીવ્રતા E છે. તેટલા જ અંતરે રહેલા `50W` ના બલ્બથી ઉત્સર્જાતા વિકિરણથી ઉત્પન્ન થતી વિદ્યુતક્ષેત્રની તીવ્રતા .....................
કેપેસિટરનો ચાર્જિંગ પ્રવાહ `0.25 A` છે. તો તેનની પ્લેટોની આસપાસનો સ્થાનાંતર પ્રવાહ ...................... A.
અંતર્ગોળ અરીસાનો નીચેનો અડધો હિસ્સો કાળો કરવામાં આવે તો ...................
જ્યારે પ્રકાશનું કિરણ હવામાંથી કાચમાં ગતિ કરે છે ત્યારે .............
તળાવના કિનારે ઊભેલો એક અવલોકનકાર પાણીમાં `12cm` ઊંડાઈએ આવેલ માછલીને જોઈ શકે છે. `(mu= (4)/(3))`. અવલોકનકાર દ્વારા નોંધાતી તેની આભાસી ઊંડાઈ ................. `cm`.
એક સમબાજુ પ્રિઝમ માટે આપાતકોણ `45^(@)` હોય તો તેનો લઘુત્તમ વિચલન કોણ ....................
એસ્ટિગ્મેટિઝમ (માનવ આંખ) ની ખામી ...................... થી દૂર કરી શકાય.
યંગની ડબલ સ્લીટના પ્રયોગમાં 4 થી પ્રકાશીય શલાકાની પહોળાઈ `2 times 10^(-2) cm` હોય તો 6ઠ્ઠી પ્રકાશીય શલાકાની પહોળાઈ ……… cm
અડચણની ધાર પાસેથી તરંગની વાંકા વળવાની ઘટનાને ................. કહે છે.
`I_(0)` તીવ્રતાનું અર્ધુવીભૂત પ્રકાશનું કિરણ પોલેરાઈડ પર આપાત થાય છે તો નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા .................
પ્રકાશનું કિરણ લંબગત છે તેવું ................. પ્રકાશીય ઘટનાથી જાણી શકાય છે.
એક સ્લિટ વડે થતી વિવર્તન ભાતમાં દ્વિતીય અધિકતમ મેળવવવા માટેની શરત ............. છે.
પ્રકાશની તીવ્રતામાં થતા ફેરફાર સાથે ફોટો ઈલેક્ટ્રિક પ્રવાહમાં થતા ફેરફારનો આલેખ નીચેનામાંથી કયો છે?
એક `x-ray` ટ્યૂબ `50kV` પર કાર્ય કરે છે. તો તેનીથી ઉત્પન્ન થતી લઘુત્તમ તરંગલંબાઈ ................... A.
`100 V` ના વિજસ્થિતિમાન તફાવત હેઠળ પ્રવેગિત કરેલ એક ઈલેક્ટ્રોનની દ-બ્રોગ્લી તરંગ લંબાઈ .................. વિસ્તારમાં પડે.
એક કક્ષીય ઈલેક્ટ્રોનની સ્થિતિ ઊર્જા અને ગતિઊર્જા અનુક્રમે `E_(p)` અને `E_(k)` હોય તો બ્હોર મોડેલ અનુસાર .............
સૌથી ઊંચા ઉર્જા સ્તર `n = infty` માં રહેલ ઈલેક્ટ્રોનની ઊર્જા ……………. Ev.
ધરા સ્થિતિમાં રહેલો હાઈડ્રોજન પરમાણું `10.2 eV` ઊર્જાનું શોષણ કરે છે. તો તેનું કોણીય વેગમાન વધીને ……………… Js થાય.
ભારે સ્થિર ન્યુક્લિયસમાં ન્યુટ્રોનની સંખ્યા પ્રોટેન કરતાં વધારે હોય છે. કારણેકે.......
એક રેડિયો એક્ટિવ પદાર્થનું દળ 40 દિવસમાં પ્રારંભિક દળ કરતાં `(1)/(16)` માં ભાગનું થતું હોય તો તેનું અર્ધ આયુ .................. દિવસ હશે.
`P to` …………….. + `bar e` +`bar v` (એન્ટિ ન્યૂટ્રિનો)
આકૃતિમાં દર્શાવેલ આદર્શ જંકશન ડાયોડના A અને B છેડાઓ વચ્ચે વહેતો વીજપ્રવાહ .................. A.
`NOR` ગેટનું બુલીયન સમીકરણ ..................... છે.
વિદ્યુત બળ ક્ષેત્રરેખા વ્યાખ્યાયીત કરી તેની આગત્યની બે લાક્ષણિકતા જણાવો.
મીટરબ્રીજમાં તટસ્થ બિન્દુ A થી `33.7 cm` અંતરે મળે છે. જો S સાથે સમાંતરે `12 Omega` અવરોધ જોડવામાં આવે તો તટસ્થ બિન્દુ `51.9 cm` અંતરે મળે છે તો R અને S નાં મૂલ્યો શોધો.
કારની બેટરીને તેને ચાલુ કરતી મોટર સાથે જોડતા તાર `300 A` વિદ્યુત પ્રવાહ વહન કરે છે. (થોડાક સમય માટે). આ તાર `70 cm` લાંબા હોય અને તેમની વચ્ચેનું અંતર `1.5 cm` હોય તો એકમ લંબાઈ દીઠ આ તારો વચ્ચે લાગતું બળ કેટલું હશે? આ બળ આકર્ષી હશે કે અપાકર્ષી?
ખૂબ નજીક વિંટાળેલા 800 આંટા વાળા અને `2.5 times 10^(-4) m^(-4)` આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સોલેનોઈડમાંથી `3.0 A` વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. સોલેનોઈડ કઈ રીતે ગજિયા-ચુંબકની જેમ વર્તશે તે સમજાવો.
અથવા
પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રે વિષુવવૃત્ત પાસે લગભગ `0.4 G` છે. પૃથ્વીની દ્વિ-ધ્રુવી ચાકમાત્રા શોધો.
નીચેની આકૃતિઓ (a) થી (b) દ્વારા વર્ણવેલ પરિસ્થિતિઓમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા જણાવો.
વિદ્યુત ચુંબકીય તરંગોની કોઈપણ ચાર લાક્ષણિકતાઓ જણાવો.
ના ઉદાહરણ દ્વારા ન્યુક્લિઅસની બંધન ઊર્જા સમજાવો. [m
= 15.99053 u]
અથવા
એક `atomic mass unit (u)` ને સમતુલ્ય ઊર્જા પ્રથમ `Joule` અને પછી `MeV` માં શોધો.
ની દળક્ષતિને `MeV//C^(2)` માં દર્શાવો.
વોલ્ટેઝ નિયંત્રક તરીકે ઝેનર ડાયોડનો ઉપયોગ યોગ્ય પરિપથ સહિત સમજાવો.
`220 V` નાં વૉલ્ટેજ પર એક ઓરડામાં એક દિવસમાં 5 કલાક `AC` ચાલે છે. `10 m` લાંબા અને `1 mm` ત્રિજ્યાના તાંબાના તારથી તે ઓરડામાં વાયરિંગ કરેલું છે. દરરોજનાં 10 કોમર્શિયલ યુનિટ પાવર વપરાય છે તો તારમાં કેટલામાં ભાગની જૂલ ઉષ્મા જશે. જો એલ્યુમિનિયમના તેટલા જે વ્યાસવાળા તારનું વાયરિંગ કરવામાં આવે તો કેટલા ટકા જુલ ઉષ્માનો વ્યય થશે? [`deltacu = 1.7 times 10^(-8) m, delta_(AL) = 2.7 times 10^(-8) m`]
અથવા
કોષોનું સમાંતર જોડાણ એટલે શું? બે કોષોનાં સમાંતર જોડાણ માટે સમતુલ્ય `emf` નું સૂત્ર મેળવો.
R ત્રિજ્યા અને N આંટા ધરાવતા એક વર્તુળાકાર ગુંચળામાંથી I વિદ્યુતપ્રવાહ પસાર થાય છે. તો તેની અક્ષપર કેન્દ્રથી x અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રે `B = (mu_(@)IR^(2)N)/(2(x^(2)+R^(2))^(3//2)` છે, તેમમ સાબિત કરો.
હાઈગેન્સનો સિદ્ધાંતની મદદથી સમતલ તરંગોનું વક્રીભવન સમજાવો.
બે ટેકરીઓ ઉપર રહેલા બે ટાવરો એકબીજાથી `40 km` દૂર છે. તેમને જોડતી રેખા, બરાબર વચ્ચે આવેલી ટેકરીની `50 m ` ઉપરથી પસાર થાય છે. નોંધપાત્ર અસરો સિવાય બે ટાવરો વચ્ચે મોકલી શકાય તેવા રેડિયો તરંગોની સૌથી વધુ તરંગ લંબાઈ કેટલી હશે?
(a) `5.4 times 10^(6) ms^(-1)` ની ઝડપથી ગતિ કરતા ઈલેક્ટ્રોન અને
(b) `30.0 ms^(-1)` ની ઝડપથી ગતિ કરતા `150 g` ના બોલ, સાથે સંકળાયેલ ડિ-બ્રોગ્લી તરંગ લંબાઈ કેટલી હશે?
માત્ર `NOR` ગેટનો ઉપયોગ કરીને આકૃતિ મુજબ બનતા પરિપથો માટે ટુથટેબલ લખો. આ પરિપથો વડે થતા લોજીક ઓપરેશન `(OR, AND, NOT)` નક્કી કરો.
બે વિદ્યુતભારો `- q` અને `+ q` અનુક્રમે `(0, 0, -a)` અને `(0, 0, a)` બિન્દુઓએ રહેલાં છે.
(a) (0, 0, z) અને (x, y, o) બિંદુઓએ વિદ્યુત સ્થિતિમાન કેટલું છે?
(b) સ્થિતિમાન, ઉગમબિંદુથી કોઈ બિંદુના અંતર r પર, `r//agtgt 1` હોય ત્યારે કેવી રીતે આધારિત છે તે દર્શાવતું સૂત્ર મેળવો.
(c) એક નાના પરીક્ષણ વિદ્યુતભારને x અક્ષ પર (5, 0, 0) બિંદુથી (-7, 0, 0) બિંદુ સુધી લઈ જવામાં કેટલું કાર્ય થશે? જો પરિક્ષણ વિદ્યુત ભારનો માર્ગ તેજ બિંદુઓ વચ્ચે x-અક્ષપર ન હોત તો જવાબમાં ફેર પડે?
`220 V`, `50 Hz ac` સ્ત્રોત સાથે `200 Omega` નો અવરોધક અને `15.mu F` નાં કૅપેસિટરને શ્રેણીમાં જોડવામાં આવેલ છે.
(a) પરિપથમાં પ્રવાહ ગણો.
(b) અવરોધક અને કૅપેસિટરનાં બે છેડા વચ્ચે વૉલ્ટેજ,`rms` શોધો. શું વૉલ્ટેજનો બૈજિક સરવાળો સ્ત્રોત વૉલ્ટેજ કરતાં વધું છે? જો હા, તો આ વિસંગતતાનો ઉકેલ જણાવો.
અરીસાનાં સૂત્રો ઉપયોગ કરીને સાબિત કરો કે :
(a) અંતર્ગોળ અરીસાના f અને `2f` ની વચ્ચે વસ્તુને મુકવામાં આવે તો વસ્તુનું સાચું પ્રતિબિંબ `2f` થી દૂર મળે.
(b) બહિર્ગોળ અરીસો હંમેશાં વસ્તુનાં સ્થાનથી સ્વતંત્ર એવું આભાસી પ્રતિબિંબ જ આપે છે.
(c) બહિર્ગોળ અરિસા વડે મળતું પ્રતિબિંબ હંમેશાં કદમાં નાનું અને અરીસામાં ધ્રુવ તેમજ મુખ્ય કેન્દ્રની વચ્ચે જ હોય છે.
રીડબર્ગ સૂત્રનો ઉપયોગ કરી, હાઈડ્રોજન વર્ણપટની લાયમન શ્રેણીની પ્રથમ ચાર વર્ણપટ રેખાઓની તરંગ લંબાઈઓની ગણતરી કરો.
EXERCISE questions and complete solutions for chapter SAMPLE PAPER 01 of VIRAJ PUBLICATION of Class 12