Class 11 | MATHS |
Chapter | ક્રમચય અને સંચય |
NCERT | Exercise |
Number Of Questions | 32 |
Academic Year | 2023-24 |
નીચેની શરતો અનુસાર 1, 2, 3, 4 અને 5 અંકોનો ઉપયોગ કરી 3 અંકોની કેટલી સંખ્યા બનાવી શકાય? અંકોનું પુનરાવર્તન કરવાની અનુમતિ છે.
નીચેની શરતો અનુસાર 1, 2, 3, 4 અને 5 અંકોનો ઉપયોગ કરી 3 અંકોની કેટલી સંખ્યા બનાવી શકાય? અંકોનું પુનરાવર્તન કરવાની અનુમતિ નથી.
જો અંકોનું પુનરાવર્તન કરી શકાય તો 1, 2, 3, 4, 5, 6 અંકો વડે 3 અંકોની કેટલી યુગ્મ સંખ્યાઓ બને ?
પુનરાવર્તન સિવાય અંગ્રેજી મૂળાક્ષરોના પ્રથમ 10 અક્ષરોના ઉપયોગથી 4 અક્ષરોવાળા કેટલા સંકેત બનાવી શકાય?
એક સિક્કો ત્રણ વખત ઉછાળવામાં આવે છે અને પરિણામ નોંધવામાં આવે છે. કેટલાં શક્ય પરિણામો હશે ?
ભિન્ન રંગોના 5 ધ્વજ આપેલ છે. એકની નીચે બીજો એવા 2 ધ્વજથી બનતા કેટલા સંકેત બનાવી શકાય ?
કિંમત શોધો : `8!`
કિંમત શોધો : `4! -3!`
`3! + 4! = 7!` થશે કે નહિ તે નક્કી કરો.
કિંમત શોધો : `(8!)/(6! xx2!)`
જો `1/(6!) +1/(7!) = x/(8!)` તો `x` ની કિંમત શોધો.
જ્યારે `n = 6, r = 2` હોય ત્યારે `(n!)/((n -r)!) ` ની કિંમત શોધો.
જ્યારે `n = 9, r= 5` હોય ત્યારે `(n!)/((n -r)!) ` ની કિંમત શોધો.
1 થી 9 અંકોનો ઉપયોગ કરીને 3 અંકોની કેટલી સંખ્યાઓ બનાવી શકાય ? (અંકોના પુનરાવર્તન સિવાય)
અંકોના પુનરાવર્તન સિવાય 4 અંકોની કેટલી સંખ્યાઓ બને ?
1, 2, 3, 4, 6, 7 અંકોનો ઉપયોગ કરીને 3 અંકોની કેટલી યુગ્મ સંખ્યાઓ બને ? (અંકોના પુનરાવર્તન સિવાય)
1, 2, 3, 4, 5 અંકોનો ઉપયોગ કરીને 4 અંકોની કેટલી સંખ્યાઓ બને ? આમાંથી કેટલી સંખ્યાઓ યુગ્મ હોય ? (અંકોના પુનરાવર્તન સિવાય)
જો `.^(n-1)P_3 : .^(n)P_4 = 1 : 9` તો `n` શોધો.
જો `.^(5)P_r = 2 .^(6)P_(r-1)` તો `r` શોધો.
જો `.^(5)P_r = .^(6)P_(r-1)`તો `r` શોધો.
EQUATION શબ્દના દરેક મૂળાક્ષરનો ફક્ત એક વખત ઉપયોગ કરી અર્થસભર કે અર્થરહિત કેટલા શબ્દો બનાવી શકાય ?
MONDAY શબ્દના મૂળાક્ષરોનો ઉપયોગ કરી પુનરાવર્તન સિવાય અર્થસભર કે અર્થરહિત કેટલા શબ્દો નીચેના વિકલ્પો અનુસાર બનાવી શકાય ? કોઈ પણ 4 મૂળાક્ષરો એક સાથે લેતાં
PERMUTATIONS શબ્દના મૂળાક્ષરોની ગોઠવણી કેટલા પ્રકારે નીચેના વિકલ્પોમાં કરી શકાય ? શબ્દો P થી શરૂ થાય અને S માં અંત પામે.
જો `.^(n)C_8 = .^(n)C_2` હોય, તો `.^(n)C_2` શોધો.
`n` ની કિંમત શોધો : `.^(2n)C_3 : .^(n)C_3 = 12:1`
`n` ની કિંમત શોધો : `.^(2n)C_3 : .^(n)C_3 = 11:1`
વર્તુળ પરનાં 21 બિંદુમાંથી કેટલી જીવા દોરી શકાય ?
5 કુમાર અને 4 કુમારીમાંથી 3 કુમાર અને 3 કુમારીઓની કેટલી ટુકડી બનાવી શકાય?
52 પત્તાંમાંથી 5 પત્તાની પસંદગીમાં બરાબર એક જ એક્કો આવે તે કેટલા પ્રકારે બને ?
ક્રિકેટની રમતના 17 ખેલાડી આવેલા છે. તે પૈકી 5 ખેલાડીઓ બોલીંગ કરી શકે છે. દરેક ટુકડીમાં 4 બોલર હોય એવી 11 ખેલાડીઓની ક્રિકેટની કેટલી ટુકડી બનાવી શકાય ?
એક થેલીમાં 5 કાળા અને 6 લાલ દડા છે. 2 કાળા તથા 3 લાલ દડાની પસંદગી કેટલા પ્રકારે થઇ શકે ?
જો વિદ્યાર્થીએ 2 ચોક્કસ વિષયો પસંદ કરવાના ફરજિયાત હોય, તો વિદ્યાર્થી ઉપલબ્ધ 9 વિષયોમાંથી 5 વિષયો કેટલા પ્રકારે પસંદ કરી શકે.
Exercise questions and complete solutions for chapter ક્રમચય અને સંચય of NCERT Maths(Gujarati) of Class 11