Class 11 | MATHS |
Chapter | શ્રેણી અને શ્રેઢી |
NCERT | Example |
Number Of Questions | 23 |
Academic Year | 2023-24 |
નીચે વ્યાખ્યાયિત શ્રેણીઓનાં પ્રથમ ત્રણ પદો લખો. `a_n = 2n + 5`
નીચે વ્યાખ્યાયિત શ્રેણીઓનાં પ્રથમ ત્રણ પદો લખો. `a_n = (n-3)/4`
શ્રેણી `a_n = (n-1) (2 -n) (3 +n)` નું `20` મું પદ કર્યું હશે?
શ્રેણી `a_n` નીચે પ્રમાણે વ્યાખ્યાયિત છે : `a_1 =1`, `n ge 2` માટે `a_n =a_(n-1) +2` આ શ્રેણીનાં પ્રથમ પાંચ પદ લખો અને સંબંધિત શ્રેઢી લખો :
`m ne n` માટે કોઈક સમાંતર શ્રેણીનું `m` મું પદ `n` અને `n` મું પદ `m` હોય, તો તેનું `p` મું પદ શોધો.
અચળ `P` અને `Q` માટે સમાંતર શ્રેણીનાં પ્રથમ n પદોનો સરવાળો `nP +1/2 n(n-1)Q` છે. તો સામાન્ય તફાવત શોધો.
પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા `n` માટે બે સમાંતર શ્રેણીઓનાં પ્રથમ `n` પદોના સરવાળાનો ગુણોત્તર `(3n+8): (7n+15)` હોય, તો તેમનાં `12` માં પદનો ગુણોત્તર શોધો.
એક વ્યક્તિના પ્રથમ વર્ષની આવક Rs. `3,00,000` છે. તેની આવકમાં પછીનાં `19` વર્ષ સુધી પ્રતિ વર્ષ Rs. `10,000` નો વધારો થાય છે. તો તે `20` વર્ષમાં કુલ કેટલી રકમ મેળવશે?
જેથી બનતી શ્રેણી સમાંતર શ્રેણી બને તે રીતે `3` અને `24` વચ્ચે `6` સંખ્યાઓ ઉમેરો.
સમગુણોત્તર શ્રેણી `5, 25,125,` ... માટે `10` મું પદ અને `n` મું પદ શોધો.
સમગુણોત્તર શ્રેણી `2,8,32,` ...`n` પદ સુધી, માટે કયું પદ `131072` હશે?
એક સમગુણોત્તર શ્રેણીનું ત્રીજું પદ `24` અને છઠ્ઠ પદ `192` છે તો તેનું `10` મું પદ શોધો.
સમગુણોત્તર શ્રેણી `1 +2/3 + 4/9+.....` નાં પ્રથમ `n` પદોનો અને પ્રથમ `5` પદોનો સરવાળો શોધો.
સમગુણોત્તર શ્રેણી `3, 3/2, 3/4,....` ના પ્રથમ કેટલાં પદોનો સરવાળો `3069/512` થાય ?
સમગુણોત્તર શ્રેણીનાં પ્રથમ ત્રણ પદોનો સરવાળો `13/12` છે અને તેમનો ગુણાકાર `-1` છે તો સામાન્ય ગુણોત્તર અને તે પદો શોધો.
`7, 77, 777, 7777, `... નાં `n` પદોનો સરવાળો શોધો.
એક માણસને 2 માતા-પિતા, 4 દાદા-દાદી, 8 વડદાદા-વડદાદી વગેરે છે તો તેની 10 મી પેઢી સુધીના પૂર્વજોની સંખ્યા શોધો.
સમગુણોત્તર શ્રેણી બને તે રીતે 1 અને 256 વચ્ચે ત્રણ સંખ્યાઓ ઉમેરો.
બે ધન સંખ્યાઓ `a` અને `b` ના સમાંતર અને સમગુણોત્તર મધ્યક અનુક્રમે `10` અને `8` હોય, તો તે સંખ્યાઓ શોધો.
`5 + 11 + 10 + 29 + 41+`... નાં પ્રથમ `n` પદોનો સરવાળો શોધો.
જે શ્રેણીનું `n` મું પદ `n(n+3)` હોય તેનાં પ્રથમ `n` પદોનો સરવાળો શોધો.
જો કોઈ સમાંતર શ્રેણીનાં `p, q, r` અને `s` માં પદો સમગુણોત્તર શ્રેણીમાં હોય, તો બતાવો કે `(p - q), (q-r)` અને `(r- s)` એ સમગુણોત્તર શ્રેણીમાં છે.
જો `a, b, c` સમગુણોત્તર શ્રેણીમાં હોય અને `a^(1/x) = b^(1/y) = c^(1/z)` તો સાબિત કરો કે `x, y, z` સમાંતર શ્રેણીમાં છે.
Example questions and complete solutions for chapter શ્રેણી અને શ્રેઢી of NCERT Maths(Gujarati) of Class 11