Class 11 | MATHS |
Chapter | શ્રેણી અને શ્રેઢી |
NCERT | Exercise |
Number Of Questions | 92 |
Academic Year | 2023-24 |
પ્રશ્ન માં જેનું n મું પદ આપેલ છે તે શ્રેણીનાં પ્રથમ પાંચ પદ લખો : `a_n = n(n+2)`
પ્રશ્ન માં જેનું n મું પદ આપેલ છે તે શ્રેણીનાં પ્રથમ પાંચ પદ લખો : `a_n = n/(n+1)`
પ્રશ્ન માં જેનું `n` મું પદ આપેલ છે તે શ્રેણીનાં પ્રથમ પાંચ પદ લખો : `a_n = 2^(n)`
પ્રશ્ન માં જેનું `n` મું પદ આપેલ છે તે શ્રેણીનાં પ્રથમ પાંચ પદ લખો : `a_n = (2n-3)/6`
પ્રશ્ન માં જેનું `n` મું પદ આપેલ છે તે શ્રેણીનાં પ્રથમ પાંચ પદ લખો : `a_n = (-1)^(n-1) 5^(n+1)`
પ્રશ્ન માં જેનું `n` મું પદ આપેલ છે તે શ્રેણીનાં પ્રથમ પાંચ પદ લખો : `a_n = (n (n^(2)+5))/4`
પ્રશ્ન માં જેનું `n` મું પદ આપેલ છે તે શ્રેણીનાં નિર્દેશિત પદ શોધો : `a_n = 4n -3, a_17, a_24`
પ્રશ્ન માં જેનું `n` મું પદ આપેલ છે તે શ્રેણીનાં નિર્દેશિત પદ શોધો : `a_n = n^(2)/2^(n)` , `a_7`
પ્રશ્ન માં જેનું `n` મું પદ આપેલ છે તે શ્રેણીનાં નિર્દેશિત પદ શોધો : `a_n = (-1)^(n-1) n^(3)`, `a_(9)`
પ્રશ્ન માં જેનું `n` મું પદ આપેલ છે તે શ્રેણીનાં નિર્દેશિત પદ શોધો : `a_n = (n (n-2))/(n+3)`, `a_20`
પ્રશ્ન માં આપેલ શ્રેણીઓનાં પ્રથમ પાંચ પદ શોધો અને સંબંધિત શ્રેઢી મેળવો : `a_1 =3`, `n gt 1` માટે `a_n =3a_(n-1) +2`
પ્રશ્ન માં આપેલ શ્રેણીઓનાં પ્રથમ પાંચ પદ શોધો અને સંબંધિત શ્રેઢી મેળવો : `a_1 = -1`, `n ge 2` માટે `a_n = (a_(n-1))/n`
પ્રશ્ન માં આપેલ શ્રેણીઓનાં પ્રથમ પાંચ પદ શોધો અને સંબંધિત શ્રેઢી મેળવો : `a_1 = a_2 = 2`, `n gt 2`માટે `a_n = a_(n-1) -1`
ફિબોનાકી શ્રેણી, `1 = a_1 = a_2` અને `n gt 2` માટે `a_n = a_(n-1) + a_(n-2)` દ્વારા વ્યાખ્યાયિત થાય છે. n=1, 2, 3, 4, 5 માટે `(a_(n+1))/a_n` મેળવો.
`1` થી `2001` સુધીના અયુગ્મ પૂર્ણાકોનો સરવાળો શોધો.
`100` અને `1000` વચ્ચેની `5` ની ગુણિત પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો શોધો.
એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ `2` છે અને પ્રથમ પાંચ પદોનો સરવાળો પછીનાં પાંચ પદના સરવાળાના એક ચતુર્થાંશ ભાગનો છે, તો સાબિત કરો કે `20` મું પદ `-112` છે.
`-6,-11/2, -5,` ... સમાંતર શ્રેણીનાં કેટલાં પ્રથમ પદનો સરવાળો `-25` થાય ?
એક સમાંતર શ્રેણીનું `p` મું પદ `1/q` અને `q` મું પદ `1/p` છે. `p ne q` માટે સાબિત કરો કે પ્રથમ `pq` પદનો સરવાળો `1/2 (pq +1)` થાય.
સમાંતર શ્રેણી `25, 22, 19, `... નાં નિશ્ચિત સંખ્યાના શરૂઆતના પદનો સરવાળો `116` હોય તો છેલ્લું પદ શોધો.
જે સમાંતર શ્રેણીનું `k` મું પદ `5k + 1` હોય તેનાં પ્રથમ `n` પદનો સરવાળો શોધો.
અચળ `p, q` માટે જે સમાંતર શ્રેણીનાં પ્રથમ `n` પદોનો સરવાળો `(pn + qn^(2))` હોય, તેનો સામાન્ય તફાવત શોધો.
પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા `n` માટે બે સમાંતર શ્રેણીનાં પ્રથમ `n` પદોના સરવાળાનો ગુણોત્તર `(5n+4): (9n +6)` છે. તેમનાં `18` માં પદનો ગુણોત્તર મેળવો.
સમાંતર શ્રેણીના પ્રથમ `p` પદોનો સરવાળો, પ્રથમ `q` પદોના સરવાળા જેટલો થાય છે, તો પ્રથમ `(p + q)` પદોનો સરવાળો શોધો.
એક સમાંતર શ્રેણીનાં પ્રથમ `m` અને `n` પદોના સરવાળાના ગુણોત્તર `m^(2) : n^(2)` છે. સાબિત કરો કે `m` માં તથા `n` માં પદોનો ગુણોત્તર `(2m - 1) : (2n -1)` થાય.
એક સમાંતર શ્રેણીનાં `n` પદોનો સરવાળો `3n^(2) + 5n` અને `m` મું પદ `164` છે, તો `m` નું મૂલ્ય શોધો.
જેથી બનતી શ્રેણી સમાંતર શ્રેણી હોય તે રીતે `8` અને `26` વચ્ચે `5` સંખ્યાઓ ઉમેરો.
જો `a` અને `b` વચ્ચેનો સમાંતર મધ્યક `(a^(n) +b^(n))/(a^(n-1) +b^(n-1))` હોય, તો `n` નું મૂલ્ય શોધો.
`1` અને `31` વચ્ચે `m` સંખ્યાઓ એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી બનતી શ્રેણી સમાંતર શ્રેણી હોય અને `7` મી અને `(m-1)` મી સંખ્યાનો ગુણોત્તર `5 :9` હોય, તો `m` નું મૂલ્ય શોધો.
એક વ્યક્તિ તેની લોનની ચુકવણી માટે પ્રથમ હપતામાં Rs. `100` ભરે છે. જો તે દર મહિને હપતાની રકમમાં Rs. `5` વધારે ભરે, તો તેના `30` માં હપતામાં કેટલી રકમ ચૂકવશે?
સમગુણોત્તર શ્રેણી `5/2, 5/4, 5/8,....,`નું `20` મું પદ તથા `n` મું પદ શોધો.
એક સમગુણોત્તર શ્રેણીનું 8મું પદ 192 છે અને સામાન્ય ગુણોત્તર 2 છે, તો તેનું 12 મું પદ શોધો.
સમગુણોત્તર શ્રેણીના પાંચમાં, આઠમાં અને અગિયારમાં પદ અનુક્રમે p, q અને s હોય, તો બતાવો કે `q^(2) = ps`.
એક સમગુણોત્તર શ્રેણીનું ચોથું પદ બીજા પદના વર્ગ જેટલું છે અને પ્રથમ પદ -3 છે, તો તેનું 7 મું પદ શોધો.
શ્રેણી `2, 2 sqrt2, 4....` નું કેટલામું પદ 128 થાય ?
શ્રેણી `sqrt3, 3, 3 sqrt3,....` નું કેટલામું પદ 729 થાય?
શ્રેણી `1/3, 1/9, 1/27,....` નું કેટલામું પદ `1/19683` થાય ?
`x` ની કઈ કિંમત માટે `-2/7, x, -7/2` સમગુણોત્તર શ્રેણીમાં થાય ?
નીચેની સમગુણોત્તર શ્રેણીઓમાં નિર્દેશિત પદોનો સરવાળો શોધો : `0.15, 0.015, 0.0015,` ...પ્રથમ `20` પદ
નીચેની સમગુણોત્તર શ્રેણીઓમાં નિર્દેશિત પદોનો સરવાળો શોધો : `sqrt7, sqrt21, root(3)(7),....` પ્રથમ `n` પદ
નીચેની સમગુણોત્તર શ્રેણીઓમાં નિર્દેશિત પદોનો સરવાળો શોધો : `1, -a, a^(2), -a^(3),...` પ્રથમ `n` પદ .. (જ્યાં `a ne -1`).
નીચેની સમગુણોત્તર શ્રેણીઓમાં નિર્દેશિત પદોનો સરવાળો શોધો : `x^(3), x^(5), x^(7),.....` પ્રથમ n પદ ...(જ્યાં `x ne pm1`).
`sum_(k=1)^(11) (2 +3^(k))` ની કિંમત શોધો.
સમગુણોત્તર શ્રેણીની પ્રથમ 3 પદોનો સરવાળો `39/10` છે અને તેમનો ગુણાકાર 1 છે, તો સામાન્ય ગુણોત્તર અને તે પદો શોધો.
સમગુણોત્તર શ્રેણી `3, 3^(2), 3^(3),....` નાં પ્રથમ કેટલાં પદોનો સરવાળો 120 થાય ?
આપેલ ધન પદોવાળી સમગુણોત્તર શ્રેણી માટે `a = 729` અને 7 મું પદ 64 હોય તો `S_7` શોધો.
જેનાં પ્રથમ બે પદોનો સરવાળો -4 હોય અને પાંચમું પદ ત્રીજા પદથી ચાર ગણુ હોય એવી સમગુણોત્તર શ્રેણી શોધો.
જો સમગુણોત્તર શ્રેણીનાં ચોથા, દસમાં અને સોળમાં પદ અનુક્રમે `x, y` અને `z` હોય, તો સાબિત કરો કે `x, y, z` સમગુણોત્તર શ્રેણીમાં છે.
`8, 88, 888, 8888` .... શ્રેણીનાં પ્રથમ `n` પદોનો સરવાળો શોધો.
શ્રેણીઓ `2, 4, 8, 16, 32` અને `128, 32, 8, 2, 1/2` નાં સંગત પદોના ગુણાકારનો સરવાળો શોધો.
શ્રેણીઓ `a, ar, ar^(2),....ar^(n-1)` અને `A, AR, AR^(2),..AR^(n-1)`નાં સંગત પદોના ગુણાકાર દ્વારા મળતાં પદો સમગુણોત્તર શ્રેણી બનાવે છે તેમ સાબિત કરો અને તેનો સામાન્ય ગુણોત્તર શોધો.
જેમાં ત્રીજું પદ, પ્રથમ પદથી 9 જેટલું વધારે હોય અને બીજું પદ ચોથા પદથી 18 જેટલું વધારે હોય તેવી સમગુણોત્તર શ્રેણીનાં પ્રથમ ચાર પદ શોધો.
સમગુણોત્તર શ્રેણીનાં `p, q, r` માં પદો અનુક્રમે `a, b, c` હોય તો સાબિત કરો કે, `a^(q-r) b^(r-p) c^(p-q) =1`
સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ `a` અને `n` મું પદ `b` છે. જો `n` પદોનો ગુણાકાર `P` હોય, તો સાબિત કરો કે `P^(2) = (ab)^(n)`
સાબિત કરો કે સમગુણોત્તર શ્રેણીનાં પ્રથમ `n` પદોના સરવાળાનો `(n +1)` પદથી `(2n)` માં પદ સુધીના સરવાળા સાથેનો ગુણોત્તર `1/r^(n)` થાય.
જો `a, b, c, d` સમગુણોત્તર શ્રેણીમાં હોય, તો બતાવો કે `(a^(2) + b^(2 )+ c^(2)) (b^(2) + c^(2) + d^(2)) = (ab + bc +cd)^(2)`
`3` અને `81` વચ્ચે બે સંખ્યામાં ઉમેરો કે જેથી બનતી શ્રેણી સમગુણોત્તર હોય.
જો a અને b નો સમગુણોત્તર મધ્યક `(a^(n+1) +b^(n+1))/(a^(n) +b^(n))` હોય, તો n નું મૂલ્ય શોધો.
બે સંખ્યાઓનો સરવાળો તેમના સમગુણોત્તર મધ્યક કરતાં છ ગણો હોય, તો બતાવો કે સંખ્યાઓનો ગુણોત્તર `(3+2 sqrt2) :(3 -2 sqrt2)` થાય.
બૅક્ટરિયાના ઉછેરમાં તેની સંખ્યા દર કલાકે બમણી થાય છે. જો શરૂઆતમાં બૅક્ટરિયાની સંખ્યા 30 હોય, તો 2 કલાક, 4 કલાક, અને n માં કલાકે બૅક્ટરિયાની સંખ્યા શોધો.
જો દ્વિઘાત સમીકરણનાં બીજોના સમાંતર અને સમગુણોત્તર મધ્યક અનુક્રમે 8 અને 5 હોય, તો તે દ્વિઘાત સમીકરણ મેળવો.
પ્રશ્ન માં આપેલ શ્રેઢીનાં પ્રથમ n પદોનો સરવાળો શોધો : `1 xx 2 + 2 xx3 + 3 xx 4 + 4 xx 5 +`.......
પ્રશ્ન માં આપેલ શ્રેઢીનાં પ્રથમ n પદોનો સરવાળો શોધો : `1 xx 2 xx3 +2 xx 3 xx4 + 3 xx4 xx 5+`......
પ્રશ્ન માં આપેલ શ્રેઢીનાં પ્રથમ `n` પદોનો સરવાળો શોધો : `3 xx 1^(2) +5 xx 2^(2) +7 xx 3^(2)+`.....
પ્રશ્ન માં આપેલ શ્રેઢીનાં પ્રથમ `n` પદોનો સરવાળો શોધો : `1/(1 xx 2) +1/(2 xx 3)+ 1/(3 xx 4)`+.....
પ્રશ્ન માં આપેલ શ્રેઢીનાં પ્રથમ `n` પદોનો સરવાળો શોધો : `5^(2) +6^(2) +7^(2)+.......+20^(2)`
પ્રશ્ન માં આપેલ શ્રેઢીનાં પ્રથમ n પદોનો સરવાળો શોધો : `3 xx 8 +6 xx 11 + 9 xx 14 +`....
પ્રશ્ન નંબર માં જે શ્રેઢીનું nમું પદ આપેલ હોય, તેનાં પ્રથમ n પદોનો સરવાળો શોધો : `n (n+1) (n+4)`
પ્રશ્ન નંબર માં જે શ્રેઢીનું nમું પદ આપેલ હોય, તેનાં પ્રથમ n પદોનો સરવાળો શોધો : `n^(2) + 2^(n)`
પ્રશ્ન નંબર માં જે શ્રેઢીનું nમું પદ આપેલ હોય, તેનાં પ્રથમ n પદોનો સરવાળો શોધો : `(2n -1)^(2)`
નીચેની દરેક સમગુણોત્તર શ્રેણીનાં અનંત પદોનો સરવાળો શોધો : `1, 1/3, 1/9,...`
નીચેની દરેક સમગુણોત્તર શ્રેણીનાં અનંત પદોનો સરવાળો શોધો : `6, 1.2, 0.24,....`
નીચેની દરેક સમગુણોત્તર શ્રેણીનાં અનંત પદોનો સરવાળો શોધો : `5, 20/7, 80/49,....`
નીચેની દરેક સમગુણોત્તર શ્રેણીનાં અનંત પદોનો સરવાળો શોધો : `-3/4, 3/16, -3/64,...`
સાબિત કરો કે. `3^(1/2) xx 3^(1/4) xx 3^(1/8)..... =3`
`|a| lt 1` તથા `|b| lt 1` માટે `x = 1+ a +a^(2) + .....` અને `y = 1 + b + b^(2) +.....`સાબિત કરો કે `1+ ab +a^(2)b^(2) +... = (xy)/(x +y-1)`
સાબિત કરો કે સમાંતર શ્રેણીમાં `(m +n)` માં તથા `(m-n)` માં પદોનો સરવાળો `m` માં પદ કરતાં બમણો થાય છે.
જો સમાંતર શ્રેણીમાં આવેલી ત્રણ સંખ્યાઓનો સરવાળો `24` અને તેમનો ગુણાકાર `440` હોય તો આ સંખ્યાઓ શોધો.
જો સમાંતર શ્રેણીમાં આવેલાં પ્રથમ `n, 2n, 3n` પદોના સરવાળા અનુક્રમે `S_1, S_2,` અને `S_3` હોય, તો બતાવો કે `S_3 = 3(S_2 - S_1)`.
`200` અને `400` વચ્ચેની `7` વડે વિભાજ્ય સંખ્યાઓનો સરવાળો શોધો.
જેને `4` વડે ભાગતાં શેષ `1` વધે તેવી બે આંકડાની સંખ્યાઓનો સરવાળો શોધો.
જો વિધેય `f(x +y) = f(x) f(y)`, `(x,y ∈ N)` એવી રીતે વ્યાખ્યાયિત હોય કે જેથી, `f(1) = 3` અને `sum_(x=1)^(n) f(x) =120`, તો `n` નું મૂલ્ય શોધો.
સમગુણોત્તર શ્રેણીનાં કેટલાંક પદોનો સરવાળો `315` છે. તેનું પ્રથમ પદ અને સામાન્ય ગુણોત્તર અનુક્રમે `5` અને `2` છે. તેનું છેલ્લું પદ અને પદોની સંખ્યા શોધો.
સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ `1` છે. તેના ત્રીજા અને પાંચમાં પદોનો સરવાળો `90` છે. આ સમગુણોત્તર શ્રેણીનો સામાન્ય ગુણોત્તર શોધો.
એક સમગુણોત્તર શ્રેણીનાં પદોની સંખ્યા યુગ્મ છે. જો બધાં જ પદોનો સરવાળો, અયુગ્મ સ્થાને રહેલ પદોના સરવાળા કરતાં `5` ગણો હોય, તો સામાન્ય ગુણોત્તર શોધો.
સમાંતર શ્રેણીનાં પ્રથમ ચાર પદોનો સરવાળો 56 છે. તેનાં છેલ્લાં ચાર પદોનો સરવાળો 112 છે. તેનું પ્રથમ પદ 11 છે, તો પદોની સંખ્યા શોધો.
જો `(a +bx)/(a -bx) = (b+cx)/(b -cx) = (c +dx)/(c -dx)` `x ne 0` તો સાબિત કરો કે `a, b, c` અને `d` સમગુણોત્તર શ્રેણીમાં છે.
જો સમાંતર શ્રેણીનાં `p q` અને `r` માં પદો અનુક્રમે `a, b, c` હોય તો બતાવો કે, `(q -r)a + (r-p )b + (p - q)c = 0`
જો a, b, c, d સમગુણોત્તર શ્રેણીમાં હોય, તો સાબિત કરો કે `(a^(n) + b^(n)), (b^(n) + c^(n)), (c^(n) + d^(n))` સમગુણોત્તર શ્રેણીમાં છે.
નીચેની શ્રેણીનાં પ્રથમ `n` પદોનો સરવાળો શોધો : `5 + 55 +555 + `.....
નીચેની શ્રેણીનાં પ્રથમ `n` પદોનો સરવાળો શોધો : `0.6 + 0.66 + 0.666 + `.....
શ્રેઢી `2 xx 4 + 4 xx 6 + 6 xx 8` + .. (`n` પદો)નું `20` મું પદ શોધો.
Exercise questions and complete solutions for chapter શ્રેણી અને શ્રેઢી of NCERT Maths(Gujarati) of Class 11