Class 11 | MATHS |
Chapter | ગાણિતિક તર્ક |
NCERT | Example |
Number Of Questions | 51 |
Academic Year | 2023-24 |
નીચેનાં વાક્યો વિધાન છે કે નહિ તે કારણ સહિત દર્શાવોઃ 8 એ 6 કરતાં નાનો છે.
નીચેનાં વાક્યો વિધાન છે કે નહિ તે કારણ સહિત દર્શાવોઃ દરેક ગણ એ સાન્ત ગણ છે.
નીચેનાં વાક્યો વિધાન છે કે નહિ તે કારણ સહિત દર્શાવોઃ સૂર્ય એક તારો છે.
નીચેનાં વાક્યો વિધાન છે કે નહિ તે કારણ સહિત દર્શાવોઃ ગણિત એક રમત છે.
નીચેનાં વાક્યો વિધાન છે કે નહિ તે કારણ સહિત દર્શાવોઃ વાદળો વગર વરસાદ નથી.
નીચેનાં વાક્યો વિધાન છે કે નહિ તે કારણ સહિત દર્શાવોઃ ચેન્નઈ અહીંથી કેટલું દૂર છે?
નીચેનાં વિધાનોનાં નિષેધ લખો : લંબચોરસના બંને વિકર્ણની લંબાઈ સમાન હોય છે.
નીચેનાં વિધાનોનાં નિષેધ લખો : `sqrt7` એ સંમેય છે.
નીચેના વિધાનોનાં નિષેધ લખો તથા પરિણામી વિધાનની સત્યાર્થતા ચકાસોઃ ઑસ્ટ્રેલિયા એ ખંડ છે.
નીચેના વિધાનોનાં નિષેધ લખો તથા પરિણામી વિધાનની સત્યાર્થતા ચકાસોઃ બધી બાજુઓ સમાન હોય તેવા ચતુષ્કોણનું અસ્તિત્વ નથી.
નીચેના વિધાનોનાં નિષેધ લખો તથા પરિણામી વિધાનની સત્યાર્થતા ચકાસોઃ દરેક પ્રાકૃતિક સંખ્યા 0 થી મોટી હોય છે.
નીચેના વિધાનોનાં નિષેધ લખો તથા પરિણામી વિધાનની સત્યાર્થતા ચકાસોઃ 3 અને 4 નો સરવાળો 9 છે.
નીચેનાં સંયુક્ત વિધાનોનાં ઘટક વિધાનો શોધો : આકાશ વાદળી છે અને ઘાસ લીલું છે.
નીચેનાં સંયુક્ત વિધાનોનાં ઘટક વિધાનો શોધો : વરસાદ પડે છે અને ઠંડી પડે છે.
નીચેનાં સંયુક્ત વિધાનોનાં ઘટક વિધાનો શોધો : બધી સંમેય સંખ્યાઓ એ વાસ્તવિક સંખ્યા છે અને બધી વાસ્તવિક સંખ્યાઓ એ સંકર સંખ્યાઓ છે.
નીચેનાં સંયુક્ત વિધાનોનાં ઘટક વિધાનો શોધો : 0 એ ધન સંખ્યા છે અથવા ઋણ સંખ્યા છે.
નીચેન વિધાનોમાં ઘટક વિધાનો શોધો અને તે સત્ય છે કે અસત્ય તે ચકાસો : ચોરસ એ ચતુષ્કોણ છે અને તેની ચારેય બાજુઓ સમાન છે.
નીચેન વિધાનોમાં ઘટક વિધાનો શોધો અને તે સત્ય છે કે અસત્ય તે ચકાસો : બધી અવિભાજ્ય સંખ્યાઓ યુગ્મ અથવા અયુગ્મ હોય છે.
નીચેન વિધાનોમાં ઘટક વિધાનો શોધો અને તે સત્ય છે કે અસત્ય તે ચકાસો : જે વ્યક્તિએ ગણિતશાસ્ત્ર અથવા કયૂટરવિજ્ઞાન વિષય લીધો હોય તે MCA માં જઈ શકે છે.
નીચેન વિધાનોમાં ઘટક વિધાનો શોધો અને તે સત્ય છે કે અસત્ય તે ચકાસો : ચંદીગઢ એ હરિયાણા અને ઉત્તરપ્રદેશનું પાટનગર છે.
નીચેન વિધાનોમાં ઘટક વિધાનો શોધો અને તે સત્ય છે કે અસત્ય તે ચકાસો : `sqrt 2` એ સંમેય સંખ્યા છે અથવા અસંમેય સંખ્યા છે.
નીચેન વિધાનોમાં ઘટક વિધાનો શોધો અને તે સત્ય છે કે અસત્ય તે ચકાસો : 24 એ 2, 4 અને 8 નો ગુણિત છે.
નીચેના સંયુક્ત વિધાનનાં ઘટક વિધાનો લખો અને સંયુક્ત વિધાન સત્ય છે કે મિથ્યા તે ચકાસો: રેખા સીધી લીટીમાં છે અને બંને દિશામાં અનંત સુધી વિસ્તરેલી છે.
નીચેના સંયુક્ત વિધાનનાં ઘટક વિધાનો લખો અને સંયુક્ત વિધાન સત્ય છે કે મિથ્યા તે ચકાસો: 0 એ દરેક ધન પૂર્ણાક અને ઋણ પૂર્ણાક કરતાં નાનો છે.
નીચેના સંયુક્ત વિધાનનાં ઘટક વિધાનો લખો અને સંયુક્ત વિધાન સત્ય છે કે મિથ્યા તે ચકાસો: બધી જીવંત વસ્તુઓને બે પગ અને બે આંખો હોય છે.
નીચેના વિધાનોમાં “અથવા” નો ઉપયોગ સમાવેશ વિકલ્પ તરીકે કે નિવારક વિકલ્પ તરીકે થયો છે તે નક્કી કરો. તમારા જવાબનાં કારણો આપો : દેશમાં દાખલ થવા માટે તમારે પાસપોર્ટ અથવા મતદાર કાર્ડની જરૂર પડશે.
નીચેના વિધાનોમાં “અથવા” નો ઉપયોગ સમાવેશ વિકલ્પ તરીકે કે નિવારક વિકલ્પ તરીકે થયો છે તે નક્કી કરો. તમારા જવાબનાં કારણો આપો : જો કોઈ દિવસે તહેવાર અથવા રવિવાર હોય તો શાળામાં રજા હોય છે.
નીચેના વિધાનોમાં “અથવા” નો ઉપયોગ સમાવેશ વિકલ્પ તરીકે કે નિવારક વિકલ્પ તરીકે થયો છે તે નક્કી કરો. તમારા જવાબનાં કારણો આપો : બે રેખાઓ એક બિંદુમાં છેદે અથવા સમાંતર હોય.
નીચેના વિધાનોમાં “અથવા” નો ઉપયોગ સમાવેશ વિકલ્પ તરીકે કે નિવારક વિકલ્પ તરીકે થયો છે તે નક્કી કરો. તમારા જવાબનાં કારણો આપો : વિદ્યાર્થીઓ ત્રીજી ભાષા તરીકે, ફ્રેન્ચ અથવા સંસ્કૃત વિષય લઈ શકે છે.
નીચેનાં વિધાનોમાં “અથવા” નો ઉપયોગ ક્યા પ્રકારે થયો છે તે નક્કી કરો તથા વિધાન સત્ય છે કે મિથ્યા તે ચકાસો : `sqrt2` એ સંમેય અથવા અસંમેય સંખ્યા છે.
નીચેનાં વિધાનોમાં “અથવા” નો ઉપયોગ ક્યા પ્રકારે થયો છે તે નક્કી કરો તથા વિધાન સત્ય છે કે મિથ્યા તે ચકાસો : જાહેર પુસ્તકાલયમાં દાખલ થવા માટે બાળકો પાસે શાળામાંથી આપેલ ઓળખપત્ર અથવા શાળાના અધિકારીનો પત્ર હોવો જરૂરી છે.
નીચેનાં વિધાનોમાં “અથવા” નો ઉપયોગ ક્યા પ્રકારે થયો છે તે નક્કી કરો તથા વિધાન સત્ય છે કે મિથ્યા તે ચકાસો : લંબચોરસ એ ચતુષ્કોણ છે અથવા 5 બાજુવાળો બહુકોણ છે.
નીચેના વિધાનોનાં સમાનાર્થી પ્રેરણ લખો : જો કોઈ સંખ્યા 9 વડે વિભાજ્ય હોય તો તે 3 વડે વિભાજ્ય હોય.
નીચેના વિધાનોનાં સમાનાર્થી પ્રેરણ લખો : જો તમે ભારતમાં જન્મ્યા હોવ તો તમે ભારતના નાગરિક છો.
નીચેના વિધાનોનાં સમાનાર્થી પ્રેરણ લખો : જો ત્રિકોણ સમબાજુ હોય તો તે સમદ્વિબાજુ હોય છે.
નીચેના વિધાનોનાં પ્રતીપ લખો : જો `n` યુગ્મ સંખ્યા હોય, તો `n^(2)` યુગ્મ છે.
નીચેના વિધાનોનાં પ્રતીપ લખો : જો તમે પુસ્તકના બધા સ્વાધ્યાય કરશો તો વર્ગમાં તમને A ગ્રેડ મળશે.
નીચેના વિધાનોનાં પ્રતીપ લખો : જો બે પૂર્ણાકો `a` અને `b` માટે `a gt b` હોય, તો `a -b` એ હંમેશાં ધન પૂર્ણાક છે.
નીચેનાં દરેક સંયુક્ત વિધાનોમાં પહેલા ઘટક વિધાનો ઓળખો. પછી વિધાન સત્ય છે કે નહિ તે ચકાસો. જો ત્રિકોણ ABC એ સમબાજુ હોય તો તે સમદ્વિબાજુ છે.
નીચેનાં દરેક સંયુક્ત વિધાનોમાં પહેલા ઘટક વિધાનો ઓળખો. પછી વિધાન સત્ય છે કે નહિ તે ચકાસો. જો a અને b પૂર્ણાંક સંખ્યાઓ હોય તો ab સંમેય સંખ્યા છે.
નીચે બે વિધાનની જોડ આપેલ છે. બંને વિધાનોને “તો અને તો જ" વડે જોડો. p : જો લંબચોરસ એ ચોરસ હોય તો તેની ચારેય બાજુઓ એકરૂપ હોય. q : જો લંબચોરસની ચારેય બાજુઓ એકરૂપ હોય તો લંબચોરસ એ ચોરસ છે.
નીચે બે વિધાનની જોડ આપેલ છે. બંને વિધાનોને “તો અને તો જ" વડે જોડો.
p : જો કોઇ સંખ્યા 3 વડે વિભાજ્ય હોય, તો તેના અંકોનો સરવાળો 3 વડે વિભાજય છે.
q : જો કોઈ સંખ્યાના અંકોનો સરવાળો 3 વડે વિભાજ્ય હોય તો સંખ્યા 3 વડે વિભાજ્ય છે..
અનિષ્ટાપત્તિની રીતથી ચકાસો કે, `p: sqrt 7` એ અસંમેય છે.
પ્રતિઉદાહરણ આપી દર્શાવો કે “જો પૂર્ણાંક `n` અયુગ્મ હોય તો તે અવિભાજ્ય છે” વિધાન અસત્ય છે.
નીચેના વિધાનમાં “અથવા”નો ઉપયોગ સમાવેશ વિકલ્પ તરીકે કે નિવારક વિકલ્પ તરીકે થયો છે તે ચકાસો. સંયુક્ત વિધાનનાં ઘટક વિધાનો લખો અને તેમનો ઉપયોગ કરીને ચકાસો કે સંયુક્ત વિધાન સત્ય છે કે નહિ. તમારા જવાબને સમર્થન આપો.
`t` : જ્યારે વરસાદ પડે ત્યારે તમે ભીના થાવ છો અથવા તમે નદીમાં છો.
નીચેના વિધાનોના નિષેધ લખો :
`p` : દરેક વાસ્તવિક સંખ્યા `x` માટે `x^(2) gt x`.
નીચેના વિધાનોના નિષેધ લખો :
`q`: `x^(2) = 2` હોય તેવી એક સંમેય સંખ્યા x અસ્તિત્વ ધરાવે છે.
નીચેના વિધાનોના નિષેધ લખો : r: બધાં પક્ષીઓને પાંખો હોય છે.
નીચેના વિધાનોના નિષેધ લખો : s : બધા વિદ્યાર્થીઓ પ્રાથમિક કક્ષાએ ગણિતનો અભ્યાસ કરે છે.
“આવશ્યક” અને “પર્યાપ્ત” શબ્દનો ઉપયોગ કરીને વિધાન ફરીથી લખો :
"પૂર્ણાંક `n` અયુગ્મ હોય તો અને તો જ `n^(2)` અયુગ્મ છે.” વિધાનની સત્યાર્થતા ચકાસો.
આપેલ વિધાનમાં આવશ્યક અને પર્યાપ્ત શરતો ઓળખો. જો તમે 80 કિમી/કલાકથી વધુ ઝડપ સાથે વાહન હંકારશો તો તમને દંડ થશે.
Example questions and complete solutions for chapter ગાણિતિક તર્ક of NCERT Maths(Gujarati) of Class 11