Class 11 | MATHS |
Chapter | ગાણિતિક તર્ક |
NCERT | Exercise |
Number Of Questions | 67 |
Academic Year | 2023-24 |
નીચેનામાંથી કયાં વાક્યો વિધાન છે ? તમારા જવાબ માટેના કારણ દર્શાવો. એક મહિનામાં 35 દિવસો હોય છે.
નીચેનામાંથી કયાં વાક્યો વિધાન છે ? તમારા જવાબ માટેના કારણ દર્શાવો. ગણિત અઘરું છે.
નીચેનામાંથી કયાં વાક્યો વિધાન છે ? તમારા જવાબ માટેના કારણ દર્શાવો. 5 અને 7 નો સરવાળો 10 કરતાં વધુ છે.
નીચેનામાંથી કયાં વાક્યો વિધાન છે ? તમારા જવાબ માટેના કારણ દર્શાવો. કોઈ પણ સંખ્યાનો વર્ગ એ યુગ્મ સંખ્યા હોય છે.
નીચેનામાંથી કયાં વાક્યો વિધાન છે ? તમારા જવાબ માટેના કારણ દર્શાવો. કોઈ પણ ચતુષ્કોણની બાજુઓ સમાન લંબાઈ ધરાવે છે.
નીચેનામાંથી કયાં વાક્યો વિધાન છે ? તમારા જવાબ માટેના કારણ દર્શાવો. આ પ્રશ્નનો ઉત્તર આપો.
નીચેનામાંથી કયાં વાક્યો વિધાન છે ? તમારા જવાબ માટેના કારણ દર્શાવો. (-1) અને 8 નો ગુણાકાર 8 થાય છે.
નીચેનામાંથી કયાં વાક્યો વિધાન છે ? તમારા જવાબ માટેના કારણ દર્શાવો. ત્રિકોણના બધા અંતઃકોણનો સરવાળો `180^circ` થાય છે.
નીચેનામાંથી કયાં વાક્યો વિધાન છે ? તમારા જવાબ માટેના કારણ દર્શાવો. આજે તોફાની દિવસ છે.
નીચેનામાંથી કયાં વાક્યો વિધાન છે ? તમારા જવાબ માટેના કારણ દર્શાવો. બધી વાસ્તવિક સંખ્યાઓ સંકર સંખ્યાઓ છે.
વિધાન ન હોય તેવાં ત્રણ વાક્યોનાં ઉદાહરણો આપો. તમારા જવાબનાં કારણો આપો.
નીચેના વિધાનોનાં નિષેધ લખો : ચેન્નઈ તમિલનાડુનું પાટનગર છે.
નીચેના વિધાનોનાં નિષેધ લખો : `sqrt2` સંકર સંખ્યા નથી.
નીચેના વિધાનોનાં નિષેધ લખો : બધા ત્રિકોણો એ સમબાજુ ત્રિકોણ નથી.
નીચેના વિધાનોનાં નિષેધ લખો : `2` એ `7` કરતાં મોટી સંખ્યા છે.
નીચેના વિધાનોનાં નિષેધ લખો : દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે.
નીચેના વિધાનોની જોડ પરસ્પર નિષેધ દર્શાવે છે? સંખ્યા `x` એ સંમેય સંખ્યા નથી. સંખ્યા `x` એ અસંમેય સંખ્યા નથી.
નીચેના વિધાનોની જોડ પરસ્પર નિષેધ દર્શાવે છે? સંખ્યા `x` એ સંમેય સંખ્યા છે. સંખ્યા `x` એ અસંમેય સંખ્યા છે.
નીચેનાં સંયુક્ત વિધાનોનાં ઘટક વિધાનો શોધો અને તે સત્ય છે કે અસત્ય તે ચકાસો : 3 એ અવિભાજ્ય સંખ્યા છે અથવા અયુગ્મ છે.
નીચેનાં સંયુક્ત વિધાનોનાં ઘટક વિધાનો શોધો અને તે સત્ય છે કે અસત્ય તે ચકાસો : બધા પૂર્ણાકો ધન અથવા ઋણ છે.
નીચેનાં સંયુક્ત વિધાનોનાં ઘટક વિધાનો શોધો અને તે સત્ય છે કે અસત્ય તે ચકાસો : 100 એ 3, 11 અને 5 થી વિભાજ્ય છે.
નીચેના પૈકી દરેક સંયુક્ત વિધાનમાં પ્રથમ સંયોજકો ઓળખો અને પછી તેને ઘટક વિધાનોમાં છૂટું પાડો : બધી સંમેય સંખ્યાઓ વાસ્તવિક છે અને બધી વાસ્તવિક સંખ્યાઓ સંકર સંખ્યાઓ નથી.
નીચેના પૈકી દરેક સંયુક્ત વિધાનમાં પ્રથમ સંયોજકો ઓળખો અને પછી તેને ઘટક વિધાનોમાં છૂટું પાડો : પૂર્ણાકનો વર્ગ ધન અથવા ઋણ છે.
નીચેના પૈકી દરેક સંયુક્ત વિધાનમાં પ્રથમ સંયોજકો ઓળખો અને પછી તેને ઘટક વિધાનોમાં છૂટું પાડો : રેતી સૂર્યના પ્રકાશમાં ઝડપથી ગરમ થાય છે અને રાત્રિના સમયે ઝડપથી ઠંડી થતી નથી.
નીચેના પૈકી દરેક સંયુક્ત વિધાનમાં પ્રથમ સંયોજકો ઓળખો અને પછી તેને ઘટક વિધાનોમાં છૂટું પાડો : `x = 2` અને `x = 3` એ સમીકરણ `3x^(2 ) -x -10 = 0` નાં બીજ છે.
નીચેના વિધાનોમાં કારક ઓળખો અને વિધાનોનાં નિષેધ લખો : કોઈક સંખ્યાનો વર્ગ તે સંખ્યા જેટલો જ હોય તેવી સંખ્યા અસ્તિત્વ ધરાવે છે.
નીચેના વિધાનોમાં કારક ઓળખો અને વિધાનોનાં નિષેધ લખો : પ્રત્યેક વાસ્તવિક સંખ્યા `x` માટે `x` એ `x+ 1` કરતાં નાની સંખ્યા છે.
નીચેના વિધાનોમાં કારક ઓળખો અને વિધાનોનાં નિષેધ લખો : ભારતમાં દરેક રાજ્યને એક રાજધાની હોય છે.
નીચેનાં વિધાનયુગ્મ એકબીજાનાં નિષેધ છે કે નહિ તે ચકાસો. તમારા જવાબ માટેનાં કારણો આપો :
(1) બધી જ વાસ્તવિક સંખ્યાઓ `x` અને `y` માટે `x +y = y+ x` એ સત્ય છે.
(2).`x + y = y + x` થાય તેવી વાસ્તવિક સંખ્યાઓ `x` અને `y` અસ્તિત્વ ધરાવે છે
નીચેનાં વિધાનયુગ્મ એકબીજાનાં નિષેધ છે કે નહિ તે ચકાસો. તમારા જવાબ માટેનાં કારણો આપો :
`x + y = y + x` થાય તેવી વાસ્તવિક સંખ્યાઓ `x` અને `y` અસ્તિત્વ ધરાવે છે
બધી જ વાસ્તવિક સંખ્યાઓ `x` અને `y` માટે `x +y = y+ x` એ સત્ય છે.
નીચેના વિધાનોમાં “અથવા”નો ઉપયોગ સમાવેશ વિકલ્પ તરીકે થયો છે કે નિવારક વિકલ્પ તરીકે તે જણાવો. તમારા જવાબ માટેનાં કારણો આપો : સૂર્ય ઊગે છે અથવા ચંદ્ર આથમે છે.
નીચેના વિધાનોમાં “અથવા”નો ઉપયોગ સમાવેશ વિકલ્પ તરીકે થયો છે કે નિવારક વિકલ્પ તરીકે તે જણાવો. તમારા જવાબ માટેનાં કારણો આપો : ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટેની અરજી કરવા માટે તમારી પાસે રેશનકાર્ડ અથવા પાસપોર્ટ હોવા જોઈએ.
નીચેના વિધાનોમાં “અથવા”નો ઉપયોગ સમાવેશ વિકલ્પ તરીકે થયો છે કે નિવારક વિકલ્પ તરીકે તે જણાવો. તમારા જવાબ માટેનાં કારણો આપો : બધી જ પૂર્ણાંક સંખ્યાઓ ધન અથવા ઋણ છે.
નીચેના વિધાનને પાંચ જુદી જુદી રીતે સમાન અર્થમાં “જો...તો...”નો ઉપયોગ કરીને ફરીથી લખો : જો કોઈક પ્રાકૃતિક સંખ્યા અયુગ્મ હોય તો તેનો વર્ગ પણ અયુગ્મ છે.
નીચેના વિધાનોનાં સમાનાર્થી પ્રેરણ અને પ્રતીપ લખો : જો `x` અવિભાજ્ય સંખ્યા હોય તો `x` અયુગ્મ હોય.
નીચેના વિધાનોનાં સમાનાર્થી પ્રેરણ અને પ્રતીપ લખો : જો બે રેખાઓ સમાંતર હોય તો તે સમતલમાં છેદશે નહિ.
નીચેના વિધાનોનાં સમાનાર્થી પ્રેરણ અને પ્રતીપ લખો : કંઇક ઠંડું છે તે સૂચવે છે કે તેનું તાપમાન નીચું છે.
નીચેના વિધાનોનાં સમાનાર્થી પ્રેરણ અને પ્રતીપ લખો : જો તમે ભૂમિતિ સમજી શકો નહિ તો તમે તાર્કિક સાબિતી આપવાનું જાણતા ન હો.
નીચેના વિધાનોનાં સમાનાર્થી પ્રેરણ અને પ્રતીપ લખો : `x` એ યુગ્મ સંખ્યા છે તે સૂચવે છે કે `x` એ `4` થી વિભાજ્ય છે.
નીચેનાં દરેક વિધાનોને “જો...તો..” સ્વરૂપમાં લખો : તમને નોકરી મળી એ સૂચવે છે કે તમારા પ્રમાણપત્રો સારા છે.
નીચેનાં દરેક વિધાનોને “જો...તો..” સ્વરૂપમાં લખો : એક મહિના માટે હૂંફવાળા રહે તો કેળાનાં ઝાડ ખીલે છે.
નીચેનાં દરેક વિધાનોને “જો...તો..” સ્વરૂપમાં લખો : ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે તો તે સમાંતરબાજુ ચતુષ્કોણ છે.
નીચેનાં દરેક વિધાનોને “જો...તો..” સ્વરૂપમાં લખો : વર્ગમાં `A^(+)` મેળવવા માટે તમારે પુસ્તકના બધા જ સ્વાધ્યાય કરવા જરૂરી છે.
નીચે વિધાનો (a) અને (b) આપેલ છે. જે વિધાનો એકબીજાના સમાનાર્થી પ્રેરણ અને પ્રતીપ હોય તે ઓળખો :
(a) જો તમે દિલ્લીમાં રહેતા હોય તો તમારી પાસે શિયાળુ કપડાં છે.
(i) જો તમારી પાસે શિયાળુ કપડાં ન હોય, તો તમે દિલ્લીમાં રહેતા નથી.
(ii) જો તમારી પાસે શિયાળુ કપડાં હોય, તો તમે દિલ્લીમાં રહો છો.
નીચે વિધાનો (a) અને (b) આપેલ છે. જે વિધાનો એકબીજાના સમાનાર્થી પ્રેરણ અને પ્રતીપ હોય તે ઓળખો
(b) જો ચતુષ્કોણ સમાંતરબાજુ ચતુષ્કોણ હોય, તો તેના વિકર્ણો પરસ્પર દુભાગે છે.
(i) જો ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર ન દુભાગે, તો તે ચતુષ્કોણ સમાંતરબાજુ ચતુષ્કોણ નથી.
(ii) જો ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે, તો તે સમાંતરબાજુ ચતુષ્કોણ છે.
પ્રતિઉદાહરણની રીતે બતાવો કે નીચેનું વિધાન અસત્ય છે : કોઈપણ વાસ્તવિક સંખ્યાઓ `a` અને `b` માટે `a^(2) = b^(2)` સૂચિત કરે છે કે `a = b`
સમાનાર્થી પ્રેરણની રીતથી નીચેનું વિધાન સત્ય છે તેમ સાબિત કરો : p: જો `x` પૂર્ણાક હોય તથા `x^(2)` યુગ્મ હોય તો `x` પણ યુગ્મ છે.
પ્રતિઉદાહરણની રીતથી બતાવો કે નીચેના વિધાન અસત્ય છે : q : સમીકરણ `x^(2) -1 = 0` ને 0 અને 2 ની વચ્ચે કોઈ બીજ નથી.
નીચેના પૈકી કયાં વિધાન સત્ય છે અને કયા અસત્ય છે? દરેકના જવાબ માટે યોગ્ય કારણ આપો. p: વર્તુળની દરેક ત્રિજ્યા એ વર્તુળની જીવા છે.
નીચેના પૈકી કયાં વિધાન સત્ય છે અને કયા અસત્ય છે? દરેકના જવાબ માટે યોગ્ય કારણ આપો. q : વર્તુળનું કેન્દ્ર એ વર્તુળની દરેક જીવાને દુભાગે છે
નીચેના પૈકી કયાં વિધાન સત્ય છે અને કયા અસત્ય છે? દરેકના જવાબ માટે યોગ્ય કારણ આપો. r : વર્તુળ એ ઉપવલયનું એક ખાસ ઉદાહરણ છે.
નીચેના પૈકી કયાં વિધાન સત્ય છે અને કયા અસત્ય છે? દરેકના જવાબ માટે યોગ્ય કારણ આપો. s : જો x અને y પૂર્ણાકો હોય તથા `x gt y`, તો `-x lt -y`.
નીચેના પૈકી કયાં વિધાન સત્ય છે અને કયા અસત્ય છે? દરેકના જવાબ માટે યોગ્ય કારણ આપો. `t: sqrt11` એ સંમેય સંખ્યા છે.
નીચેના વિધાનનાં નિષેધ લખો : `p` : પ્રત્યેક ધન વાસ્તવિક સંખ્યા `x` માટે સંખ્યા `x -1` પણ ધન થશે.
નીચેના વિધાનનાં નિષેધ લખો : `q` : બધી બિલાડીઓ ચટાપટાવાળી છે.
નીચેના વિધાનનાં નિષેધ લખો : `r` : પ્રત્યેક વાસ્તવિક સંખ્યા `x` માટે `x gt 1` અથવા `x lt 1`.
નીચેના વિધાનનાં નિષેધ લખો : s : `0 lt x lt 1` થાય તેવી એક એવી સંખ્યા `x` અસ્તિત્વ ધરાવે છે.
નીચેનાં દરેક વિધાનોનાં પ્રતીપ તથા સમાનાર્થી પ્રેરણ દર્શાવો : `p` : જો ધનપૂર્ણાકને `1` અને તે સંખ્યા સિવાય બીજા કોઈ અવયવો ન હોય તો જ તે અવિભાજ્ય હોય.
નીચેનાં દરેક વિધાનોનાં પ્રતીપ તથા સમાનાર્થી પ્રેરણ દર્શાવો : q : સૂર્ય પ્રકાશિત દિવસ હોય તો હું દરિયાકિનારે જઈશ.
નીચેનાં દરેક વિધાનોનાં પ્રતીપ તથા સમાનાર્થી પ્રેરણ દર્શાવો : r: જો બહાર ગરમી હોય તો તમને તરસ લાગશે.
નીચેના દરેક વિધાનને "જો p તો q" સ્વરૂપમાં લખો : p : સર્વર પર પ્રવેશ કરવા માટે પાસવર્ડ જરૂરી છે.
નીચેના દરેક વિધાનને "જો p તો q" સ્વરૂપમાં લખો : q : જ્યારે પણ વરસાદ પડે ત્યારે ટ્રાફિક જામ હોય છે.
નીચેના દરેક વિધાનને "જો p તો q" સ્વરૂપમાં લખો : r : જો તમે વેબસાઇટમાં લવાજમ ફી ચૂકવી હોય તો જ પ્રવેશ કરી શકો.
નીચેના દરેક વિધાનને “જો p તો અને તો જ q” સ્વરૂપમાં ફરીથી લખો :
p : તમે જ્યારે ટેલિવિઝન નિહાળો ત્યારે તમારું મન મુક્ત હોય છે અને જ્યારે તમારું મન મુક્ત હોય ત્યારે તમે
ટેલિવિઝન નિહાળો છો.
નીચેના દરેક વિધાનને “જો p તો અને તો જ q” સ્વરૂપમાં ફરીથી લખો : q: તમારે A ગ્રેડ મેળવવા માટે તમારું બધું ગૃહકાર્ય નિયમિત કરવું પડે એ જરૂરી આયોજન છે.
નીચેના દરેક વિધાનને “જો p તો અને તો જ q” સ્વરૂપમાં ફરીથી લખો : r: જો ચતુષ્કોણના બધા જ ખૂણાઓ સમાન હોય તો તે લંબચોરસ છે.
નીચે બે વિધાન આપેલ છે :
p : 25 એ 5 નો ગુણિત છે.
q: 25 એ 8 નો ગુણિત છે.
આ બંને વિધાનોને “અને” તથા “અથવા” વડે જોડીને સંયુક્ત વિધાન લખો. આ બંને પ્રકારનાં સંયુક્ત વિધાનોની સત્યાર્થતા ચકાસો.
Exercise questions and complete solutions for chapter ગાણિતિક તર્ક of NCERT Maths(Gujarati) of Class 11