Class 11 | MATHS |
Chapter | સંભાવના |
NCERT | Example |
Number Of Questions | 40 |
Academic Year | 2023-24 |
બે સિક્કાઓ, એક રૂપિયાનો સિક્કો અને બીજો બે રૂપિયાનો સિક્કો એકવાર ઉછાળો અને નિદર્શાવકાશ શોધો.
બે પાસાઓ (એક વાદળી અને બીજો લાલ)ને ફેંકવાના પ્રયોગ સાથે સંકળાયેલ નિદર્શાવકાશ શોધો. વળી, આ નિદર્શાવકાશના ઘટકોની સંખ્યા શોધો.
નીચેના પ્રત્યેક પ્રયોગ માટે યોગ્ય નિદર્શાવકાશ દર્શાવો : એક છોકરાના ખિસ્સામાં Rs. 1 નો સિક્કો, Rs. 2 નો સિક્કો અને Rs. 5 નો સિક્કો છે. તે એક પછી એક બે સિક્કા ખિસ્સામાંથી બહાર કાઢે છે.
નીચેના પ્રત્યેક પ્રયોગ માટે યોગ્ય નિદર્શાવકાશ દર્શાવો : એક વ્યક્તિ, એક વર્ષમાં, વ્યસ્ત ધોરી માર્ગ પર થયેલા અકસ્માતોની સંખ્યાની નોંધ રાખે છે.
એક સિક્કો ઉછાળો. જો તે છાપ બતાવે તો આપણે થેલામાંથી એક દડો કાઢીશું. તે થેલામાં 3 વાદળી અને 4 સફેદ દડા છે. જો તે કાંટો બતાવે તો આપણે પાસો ઉછાળીશું. આ પ્રયોગનો નિદર્શાવકાશ વર્ણવો.
પ્રથમ વખત છાપ મળે ત્યાં સુધી એક સિક્કાને ઉછાળવાના પ્રયોગનો નિદર્શાવકાશ દર્શાવો.
એક પાસાને ફેંકવાના પ્રયોગનો વિચાર કરીએ. એક અવિભાજ્ય પૂર્ણાક મળે તેને ઘટના A અને એક અયુગ્મ પૂર્ણાંક પ્રાપ્ત થાય તેને ઘટના B તરીકે દર્શાવવામાં આવેલ છે. આપેલ ઘટનાઓ
(i) A અથવા B
(ii) A અને B
(iii) A પરંતુ B નહિ
(iv) 'A-નહિ` મેળવો.
બે પાસાઓ ફેંકવામાં આવે છે અને પાસાઓ પર મળતી સંખ્યાઓનો સરવાળો લખવામાં આવે છે. ચાલો હવે આપણે આ પ્રયોગ સાથે સંબંધિત નીચે આપેલ ઘટનાઓ વિશે વિચાર કરીએ : A: ‘પ્રાપ્ત સરવાળો યુગ્મ સંખ્યા છે.' B: 'પ્રાપ્ત સરવાળો 3 નો ગુણક છે.' C: ‘પ્રાપ્ત સરવાળો 4 કરતાં નાનો છે?.' D : 'પ્રાપ્ત સરવાળો 11 કરતાં મોટો છે?.' આ ઘટનાઓમાંથી કઈ જોડની ઘટનાઓ પરસ્પર નિવારક છે ?
એક સિક્કાને ત્રણવાર ઉછાળવામાં આવે છે. નીચે આપેલ ઘટનાઓનો વિચાર કરો : A: ‘કોઈ છાપ મળતી નથી', B: ‘એક જ છાપ મળે છે' અને C : ‘ઓછામાં ઓછી બે છાપ મળે છે”. શું આ પરસ્પર નિવારક અને નિઃશેષ ઘટનાઓનો ગણ છે?
ધારો કે એક નિદર્શાવકાશ `S = {w_1,w_2 ,...,w_6}` છે. નીચે દર્શાવેલમાંથી દરેક પરિણામ માટે કઈ કઈ સંભાવના નિર્ધારણ સ્વીકાર્ય છે ? પરિણામ `w_1` `w_2` `w_3` `w_4` `w_5` `w_6` `1/6` `1/6` `1/6` `1/6` `1/6` `1/6`
ધારો કે એક નિદર્શાવકાશ `S = {w_1,w_2 ,...,w_6}` છે. નીચે દર્શાવેલમાંથી દરેક પરિણામ માટે કઈ કઈ સંભાવના નિર્ધારણ સ્વીકાર્ય છે ? પરિણામ
`w_1` `w_2` `w_3` `w_4` `w_5` `w_6`
1 , 0 , 0 , 0 ,0 , 0
ધારો કે એક નિદર્શાવકાશ `S = {w_1,w_2 ,...,w_6}` છે. નીચે દર્શાવેલમાંથી દરેક પરિણામ માટે કઈ કઈ સંભાવના નિર્ધારણ સ્વીકાર્ય છે ? પરિણામ
`w_1` `w_2` `w_3` `w_4` `w_5` `w_6`
`1/8` `2/3` `1/3` `1/3` `-1/4` `-1/3`
ધારો કે એક નિદર્શાવકાશ `S = {w_1,w_2 ,...,w_6}` છે. નીચે દર્શાવેલમાંથી દરેક પરિણામ માટે કઈ કઈ સંભાવના નિર્ધારણ સ્વીકાર્ય છે ? પરિણામ `w_1` `w_2` `w_3` `w_4` `w_5` `w_6` `1/12` `1/12` `1/6` `1/6` `1/6` `3/2`
ધારો કે એક નિદર્શાવકાશ `S = {w_1,w_2 ,...,w_6}` છે. નીચે દર્શાવેલમાંથી દરેક પરિણામ માટે કઈ કઈ સંભાવના નિર્ધારણ સ્વીકાર્ય છે ? પરિણામ `w_1` `w_2` `w_3` `w_4` `w_5` `w_6` `0.1` `0.2` `0.3` `0.4` `0.5` `0.6`
સરખી રીતે ચીપેલાં 52 પત્તાંની એક થોકડીમાંથી યાદચ્છિક રીતે એક પતું ખેંચવામાં આવે છે. પતું ચોકટનું હોય.
સરખી રીતે ચીપેલાં 52 પત્તાંની એક થોકડીમાંથી યાદચ્છિક રીતે એક પતું ખેંચવામાં આવે છે. પતું એક્કો ન હોય.
સરખી રીતે ચીપેલાં 52 પત્તાંની એક થોકડીમાંથી યાદચ્છિક રીતે એક પતું ખેંચવામાં આવે છે. પતું કાળા રંગનું હોય. (એટલે કે કાળીનું અથવા ફુલ્લીનું)
સરખી રીતે ચીપેલાં 52 પત્તાંની એક થોકડીમાંથી યાદચ્છિક રીતે એક પતું ખેંચવામાં આવે છે. પતું ચોકટનું ન હોય..
સરખી રીતે ચીપેલાં 52 પત્તાંની એક થોકડીમાંથી યાદચ્છિક રીતે એક પતું ખેંચવામાં આવે છે. પતું કાળા રંગનું ન હોય. તો ખેંચવામાં આવેલાં પત્તાની સંભાવના શોધો.
એક થેલામાં 9 તકતી છે. તે પૈકી 4 લાલ રંગની, 3 ભૂરા રંગની અને 2 પીળા રંગની છે. પ્રત્યેક તકતી આકાર અને માપમાં સમરૂપ છે. થેલામાંથી એક તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. જો તે લાલ રંગની હોય,
એક થેલામાં 9 તકતી છે. તે પૈકી 4 લાલ રંગની, 3 ભૂરા રંગની અને 2 પીળા રંગની છે. પ્રત્યેક તકતી આકાર અને માપમાં સમરૂપ છે. થેલામાંથી એક તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. જો તે પીળા રંગની હોય.
એક થેલામાં 9 તકતી છે. તે પૈકી 4 લાલ રંગની, 3 ભૂરા રંગની અને 2 પીળા રંગની છે. પ્રત્યેક તકતી આકાર અને માપમાં સમરૂપ છે. થેલામાંથી એક તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. જો તે ભૂરા રંગની હોય.
એક થેલામાં 9 તકતી છે. તે પૈકી 4 લાલ રંગની, 3 ભૂરા રંગની અને 2 પીળા રંગની છે. પ્રત્યેક તકતી આકાર અને માપમાં સમરૂપ છે. થેલામાંથી એક તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. જો તે x ભૂરા રંગની ન હોય.
એક થેલામાં 9 તકતી છે. તે પૈકી 4 લાલ રંગની, 3 ભૂરા રંગની અને 2 પીળા રંગની છે. પ્રત્યેક તકતી આકાર અને માપમાં સમરૂપ છે. થેલામાંથી એક તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. જો તે x લાલ રંગની અથવા ભૂરા રંગની હોય તે અનુસાર કાઢવામાં આવેલ તકતીની સંભાવના શોધો.
બે વિદ્યાર્થીઓ અનિલ અને આશિમા એક પરીક્ષામાં હાજર રહે છે. અનિલની પરીક્ષામાં પાસ થવાની સંભાવના 0.05 અને આશિમાની પરીક્ષામાં પાસ થવાની સંભાવના 0.10 છે. બંનેની પરીક્ષામાં પાસ થવાની સંભાવના 0.02 છે. નીચેની ઘટનાની સંભાવના શોધો : અનિલ અને આશિમા બંને પૈકી કોઈ પણ પરીક્ષામાં પાસ નહિ થઈ શકે.
બે વિદ્યાર્થીઓ અનિલ અને આશિમા એક પરીક્ષામાં હાજર રહે છે. અનિલની પરીક્ષામાં પાસ થવાની સંભાવના 0.05 અને આશિમાની પરીક્ષામાં પાસ થવાની સંભાવના 0.10 છે. બંનેની પરીક્ષામાં પાસ થવાની સંભાવના 0.02 છે. નીચેની ઘટનાની સંભાવના શોધો : બંનેમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિ પરીક્ષામાં પાસ નહિ થાય.
બે વિદ્યાર્થીઓ અનિલ અને આશિમા એક પરીક્ષામાં હાજર રહે છે. અનિલની પરીક્ષામાં પાસ થવાની સંભાવના 0.05 અને આશિમાની પરીક્ષામાં પાસ થવાની સંભાવના 0.10 છે. બંનેની પરીક્ષામાં પાસ થવાની સંભાવના 0.02 છે. નીચેની ઘટનાની સંભાવના શોધો : બંનેમાંથી માત્ર એક પરીક્ષામાં પાસ થશે.
બે પુરુષો અને બે સ્ત્રીઓના સમૂહમાંથી બે વ્યક્તિઓની એક સમિતિની રચના કરવાની છે. જ્યારે સમિતિમાં, કોઈ પુરુષ ન હોય?
બે પુરુષો અને બે સ્ત્રીઓના સમૂહમાંથી બે વ્યક્તિઓની એક સમિતિની રચના કરવાની છે. જ્યારે સમિતિમાં, એક પુરુષ હોય?
બે પુરુષો અને બે સ્ત્રીઓના સમૂહમાંથી બે વ્યક્તિઓની એક સમિતિની રચના કરવાની છે. જ્યારે સમિતિમાં, બંનેય પુરુષ હોય, તે ઘટનાની સંભાવના શું થશે?
રજાઓમાં વીણાએ ચાર શહેરો A, B, C અને D ની યાદચ્છિક ક્રમમાં યાત્રા કરી છે. શું સંભાવના છે કે એણે A ની યાત્રા B ના પહેલાં કરી?
રજાઓમાં વીણાએ ચાર શહેરો A, B, C અને D ની યાદચ્છિક ક્રમમાં યાત્રા કરી છે. શું સંભાવના છે કે એણે A ની યાત્રા B ના પહેલાં અને B ની યાત્રા C ના પહેલાં કરી ?
રજાઓમાં વીણાએ ચાર શહેરો A, B, C અને D ની યાદચ્છિક ક્રમમાં યાત્રા કરી છે. શું સંભાવના છે કે એણે A ની યાત્રા પહેલાં અને B ની છેલ્લે યાત્રા કરી ?
રજાઓમાં વીણાએ ચાર શહેરો A, B, C અને D ની યાદચ્છિક ક્રમમાં યાત્રા કરી છે. શું સંભાવના છે કે એણે A ની યાત્રા સૌથી પહેલાં અથવા બીજા ક્રમે કરી ?
રજાઓમાં વીણાએ ચાર શહેરો A, B, C અને D ની યાદચ્છિક ક્રમમાં યાત્રા કરી છે. શું સંભાવના છે કે એણે A ની યાત્રા B ના તરત પહેલાં જ કરી ?
જ્યારે તાસનાં 52 પત્તાંની થોકડીમાંથી 7 પત્તાનો એક સમૂહ બનાવવામાં આવે તો જેમાં. બધા બાદશાહનો સમાવેશ હોય.
જ્યારે તાસનાં 52 પત્તાંની થોકડીમાંથી 7 પત્તાનો એક સમૂહ બનાવવામાં આવે તો જેમાં. 3 બાદશાહ હોય.
જો A, B, C એ કોઈ યાદેચ્છિક પ્રયોગ સાથે સંકળાયેલ ત્રણ ઘટનાઓ હોય, તો સાબિત કરો કે `P(A cup B cup C) = P(A) + P(B) + P(C) - P(A cap B) - P(A cap C) -P(B cap C) +P (A cap B cap C)`
એક રિલે દોડમાં પાંચ ટુકડીઓ A, B, C, D અને E એ ભાગ લીધો છે. A, B અને C ક્રમમાં પહેલા, બીજા અને ત્રીજા સ્થાને આવે તેની સંભાવના શું છે?
એક રિલે દોડમાં પાંચ ટુકડીઓ A, B, C, D અને E એ ભાગ લીધો છે. A, B અને C પ્રથમ ત્રણ સ્થાને (કોઈ પણ ક્રમમાં) રહે તેની સંભાવના શું છે? (ધારી લો કે બધા જ અંતિમ ક્રમ સમસંભાવી છે.)
Example questions and complete solutions for chapter સંભાવના of NCERT Maths(Gujarati) of Class 11