Complete Solutions to Exercise of chapter ગુરુત્વાકર્ષણ of Class 11 book with complete answers and questions

Class 11PHYSICS
Chapterગુરુત્વાકર્ષણ
NCERTExercise
Number Of Questions37
Academic Year2023-24
  1. નીચેના પ્રશ્નોના જવાબ આપો : એક પોલા વાહકની અંદર વિદ્યુતભાર મૂકીને વિદ્યુતબળોથી તમે તેનું Shielding કરી શકો છે. કોઈ પદાર્થને પોલા ગોળાની અંદર મુકીને કે અન્ય રીતે તમે નજીકના દ્રવ્યની ગુરુત્વ અસરથી Shield કરી શકશો ?


    View Solution
  2. નીચેના પ્રશ્નોના જવાબ આપો : પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા નાના અવકાશયાનની અંદર રહેલો અવકાશયાત્રી ગુરુત્વાકર્ષણની પરખ (Detect) કરી શકતો નથી. જો પૃથ્વીની આસપાસ કક્ષીય ભ્રમણ કરતા અવકાશ-મથકનું પરિમાણ (Size) મોટું હોય તો તે ગુરુત્વાકર્ષણની પરખ કરવાની આશા રાખી શકશે ?


    View Solution
  3. નીચેના પ્રશ્નોના જવાબ આપો : જો તમે પૃથ્વી પર સૂર્યને લીધે લાગતાં અને ચંદ્રને લીધે લાગતાં ગુરુત્વીય બળોની સરખામણી કરો તો તમને જણાશે કે સૂર્યનું ખેંચાણબળ, ચંદ્રના ખેંચાણબળ કરતા મોટું છે. આમ છતાં, ભરતી પર ચંદ્રના ખેંચાણ બળની અસર,ભરતી પરની સૂર્યની અસર કરતાં મોટી છે.આવું શા માટે ?


    View Solution
  4. સાચો વિકલ્પ પસંદ કરો :


    View Solution
  5. ધારો કે કોઈ ગ્રહ સૂર્યની આસપાસ પૃથ્વીની ઝડપ કરતાં બમણી ઝડપે પરિભ્રમણ કરે છે, તો તેની કક્ષાનું પરિમાણ પૃથ્વીની કક્ષાના પરિમાણની સરખામણીએ કેટલું હોય ?


    View Solution
  6. ગુરુના એક ઉપગ્રહ, આયો (Io)નો કક્ષીય આવર્તકાળ 1.769 days છે અને કક્ષીય ત્રિજ્યા `4.22 xx 10^8 m` છે.દર્શાવો કે ગુરુનું દળ સૂર્યના દળના હજારમાં ભાગનું છે.


    View Solution
  7. આપણે એવું ધારીએ કે આપણી આકાશગંગા (Galaxy) સૂર્યના દળ જેટલું દરેકનું દળ હોય તેવા `2.5xx10^11` તારાઓની બનેલી છે. આકાશગંગાનાં કેન્દ્રથી 50,000 ly (Light Year-પ્રકાશવર્ષ ) દૂર રહેલો કોઈ તારો એક ભ્રમણ પૂરું કરવા માટે કેટલો સમય લેશે ? આકાશગંગાનો વ્યાસ `10^5` ly લો.


    View Solution
  8. સાચો વિકલ્પ પસંદ કરો :જો અનંત અંતરે સ્થિતિઊર્જા શૂન્ય લેવામાં આવે તો કક્ષામાં ભ્રમણ કરતા ઉપગ્રહની કુલ ઊર્જા તેની ગતિઊર્જા //સ્થિતિઊર્જા નાં ઋણ મૂલ્ય જેટલી હોય છે.


    View Solution
  9. સાચો વિકલ્પ પસંદ કરો :કક્ષામાં ભ્રમણ કરતા ઉપગ્રહને પૃથ્વીના ગુરુત્વાકર્ષણની બહાર મોકલી દેવા માટે આપવી પડતી ઊર્જા, તે ઉપગ્રહના સ્થાને જ સ્થિર રહેલા કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાંથી બહાર મોકલવા માટે જરૂરી ઊર્જા કરતાં વધુ // ઓછી હોય છે.


    View Solution
  10. પૃથ્વી પરથી ફેંકાતા પદાર્થ માટે નિષ્ક્રમણ ઝડપ : શું તે પદાર્થના દળ પર આધારિત છે ?


    View Solution
  11. પૃથ્વી પરથી ફેંકાતા પદાર્થ માટે નિષ્ક્રમણ ઝડપ : જ્યાંથી ફેંકવામાં આવે તે સ્થાન પર આધારિત છે ?


    View Solution
  12. પૃથ્વી પરથી ફેંકાતા પદાર્થ માટે નિષ્ક્રમણ ઝડપ : પ્રક્ષિપ્ત કરવાની દિશા પર આધારિત છે ?


    View Solution
  13. પૃથ્વી પરથી ફેંકાતા પદાર્થ માટે નિષ્ક્રમણ ઝડપ : પદાર્થને ફેંકવાના સ્થાનની ઊંચાઈ પર આધારિત છે ?


    View Solution
  14. એક ધૂમકેતુ સૂર્યની આસપાસ અતિ દીર્ધવૃત્તિય કક્ષામાં ભ્રમણ કરે છે. આ ધૂમકેતુ માટે : રેખીય ઝડપ અચળ છે?:ધૂમકેતુ જયારે સૂર્યની ખૂબ નજીક આવે ત્યારે કોઈ દળ ક્ષતિ થાય તો તે અવગણો.


    View Solution
  15. એક ધૂમકેતુ સૂર્યની આસપાસ અતિ દીર્ધવૃત્તિય કક્ષામાં ભ્રમણ કરે છે. આ ધૂમકેતુ માટે : કોણીય ઝડપ અચળ છે? ધૂમકેતુ જયારે સૂર્યની ખૂબ નજીક આવે ત્યારે કોઈ દળ ક્ષતિ થાય તો તે અવગણો.


    View Solution
  16. એક ધૂમકેતુ સૂર્યની આસપાસ અતિ દીર્ધવૃત્તિય કક્ષામાં ભ્રમણ કરે છે. આ ધૂમકેતુ માટે : કોણીય વેગમાન અચળ છે? ધૂમકેતુ જયારે સૂર્યની ખૂબ નજીક આવે ત્યારે કોઈ દળ ક્ષતિ થાય તો તે અવગણો.


    View Solution
  17. એક ધૂમકેતુ સૂર્યની આસપાસ અતિ દીર્ધવૃત્તિય કક્ષામાં ભ્રમણ કરે છે. આ ધૂમકેતુ માટે : ગતિઊર્જા ધૂમકેતુ જયારે સૂર્યની ખૂબ નજીક આવે ત્યારે કોઈ દળ ક્ષતિ થાય તો તે અવગણો.


    View Solution
  18. એક ધૂમકેતુ સૂર્યની આસપાસ અતિ દીર્ધવૃત્તિય કક્ષામાં ભ્રમણ કરે છે. આ ધૂમકેતુ માટે : સ્થિતિઊર્જા............... ધૂમકેતુ જયારે સૂર્યની ખૂબ નજીક આવે ત્યારે કોઈ દળ ક્ષતિ થાય તો તે અવગણો.


    View Solution
  19. એક ધૂમકેતુ સૂર્યની આસપાસ અતિ દીર્ધવૃત્તિય કક્ષામાં ભ્રમણ કરે છે. આ ધૂમકેતુ માટે : સમગ્ર કક્ષા પર કુલ ઊર્જાઅચળ છે ? ધૂમકેતુ જયારે સૂર્યની ખૂબ નજીક આવે ત્યારે કોઈ દળ ક્ષતિ થાય તો તે અવગણો.


    View Solution
  20. અવકાશમાંના અવકાશયાત્રીને થતી પીડા માટે ક્યાં લક્ષણો જણાય ? : પગમાં સોજો


    View Solution
  21. અવકાશમાંના અવકાશયાત્રીને થતી પીડા માટે ક્યાં લક્ષણો જણાય ? : ચહેરા પર સોજો


    View Solution
  22. અવકાશમાંના અવકાશયાત્રીને થતી પીડા માટે ક્યાં લક્ષણો જણાય ? : માથું દુઃખવું


    View Solution
  23. અવકાશમાંના અવકાશયાત્રીને થતી પીડા માટે ક્યાં લક્ષણો જણાય ?


    View Solution
  24. નીચેના બે પ્રશ્નોમાં આપેલા ઉતરોમાંથી સાચો ઉતર પસંદ કરો : નિયમિત દળ ઘનતા ધરાવતા એક અર્ધગોળાકાર કવચના કેન્દ્ર પર ગુરુત્વ તીવ્રતાની દિશા દર્શાવતું તીર (જુઓ આકૃતિ 8.12)


    View Solution
  25. પૃથ્વી પરથી એક રોકેટ સૂર્ય તરફ છોડવામાં આવે છે. પૃથ્વીના કેન્દ્રથી કેટલા અંતરે રોકેટ પરનું ગુરુત્વબળ શૂન્ય બને છે ? સૂર્યનું દળ = `2 xx 10^30 kg`, પૃથ્વીનું દળ = `6 xx 10^24 kg` બીજા ગ્રહો વગેરેની અસર અવગણો. (કક્ષીય ત્રિજીયા = `1.5 xx10^11 m`)


    View Solution
  26. તમે 'સૂર્યનું વજન' કેવી રીતે કરશો, એટલે કે તેના દળનો અંદાજ કેવી રીતે મેળવશો ? સુર્યની ફરતે પૃથ્વીની કક્ષાની સરેરાશ ત્રિજ્યા `1.5 xx 10^8 km` છે.


    View Solution
  27. શનિ પરના વર્ષનો સમયગાળો, પૃથ્વી પરના વર્ષના સમયગાળા કરતાં 29.5 ગણો છે. જો પૃથ્વી સૂર્યથી `1.50 xx 10^8 km` અંતરે હોય, તો સૂર્યથી શનિ કેટલે દુર હશે ?


    View Solution
  28. એક પદાર્થનું પૃથ્વી સપાટી પર વજન 63 N છે. પૃથ્વી ત્રિજ્યા કરતાં અડધી ઊંચાઈએ તે પદાર્થ પરનું પૃથ્વીનું ગુરુત્વબળ કેટલું હશે ?


    View Solution
  29. પૃથ્વીને નિયમિત દળ ઘનતા ધરાવતો ગોળો ધારીને, જે પદાર્થનું સપાટી પર વજન 250 N હોય, તો તેનું પૃથ્વીના કેન્દ્ર તરફ અડધા અંતરે વજન કેટલું થશે ?


    View Solution
  30. પૃથ્વીની સપાટી પરથી `5 km s^(-1)` ની ઝડપે ઉર્ધ્વદિશામાં એક રોકેટ છોડવામાં આવે છે. પૃથ્વી પર પાછા આવતા અગાઉ રોકેટ કેટલે દુર સુધી જશે ? પૃથ્વીનું દળ = `6 xx 10^(24) kg`, પૃથ્વીની સરેરાશ ત્રિજ્યા = `6.4 xx 10^(6) m`, `G=6.67 xx 10^(-11) N m^2 kg^(-2)`


    View Solution
  31. પૃથ્વીની સપાટી પરથી પ્રક્ષિપ્ત પદાર્થની નિષ્ક્રમણ ઝડપ `11.2 km s^(-1)` છે. એક પદાર્થને આના કરતાં ત્રણગણી ઝડપે બહાર ફેકવામાં આવે છે. પૃથ્વીથી અત્યંત દુરના અંતરે જતાં એ પદાર્થની ઝડપ કેટલી હશે ? સૂર્ય અને બીજા ગ્રહોના અસ્તિત્વ અવગણો.


    View Solution
  32. પૃથ્વીની સપાટીથી 400 km ઊચાઇએ એક ઉપગ્રહ કક્ષામાં ભ્રમણ કરે છે. ઉપગ્રહને પૃથ્વીના ગુરુત્વાકર્ષણની અસરમાંથી બહાર મોકલવા માટે કેટલી ઊર્જા ખર્ચવી પડશે ? ઉપગ્રહનું દળ = 200 kg, પૃથ્વીનું દળ = `6.0 xx 10^24 kg`, પૃથ્વીની ત્રિજ્યા = `6.4 xx 10^6 m`, G = `6.67 xx 10^(-11) N m^2 kg^(-2)`.


    View Solution
  33. દરેકનું એક સોલાર (સૂર્ય જેટલું = `2 xx 10^30 kg`) દળ ધરાવતા બે તારા એકબીજા તરફ સન્મુખ (Head on) સંઘાત માટે જઈ રહ્યા છે. જયારે તેઓ `10^9 km` અંતરે હોય છે ત્યારે તેમની ઝડપ અવગણ્ય છે તેઓ કેટલી ઝડપથી એકબીજાને અથડાશે ? દરેક તારની ત્રિજ્યા `10^4 km` છે. સંઘાત થયા વિના તારાઓ વિકૃત થતા નથી એમ ધારો. (G નું જ્ઞાત મૂલ્ય લો.)


    View Solution
  34. એક સમક્ષિતિજ ટેબલ પર દરેકનું 100 kg દળ અને 0.10 m ત્રિજ્યા હોય તેવા બે ભારે ગોળાઓને એકબીજાથી 1.0 m અંતરે મુકેલા છે. ગોળાઓના કેન્દ્રોને જોડતી રેખાના મધ્યબિન્દુએ ગુરુત્વબળ અને ગુરુત્વસ્તિથિમાન કેટલા હશે ? તે બિંદુએ મુકેલો કોઈ પદાર્થ સંતુલનમાં છે ? જો તેમ હોય તો સંતુલન સ્થિર છે કે અસ્થિર ?


    View Solution
  35. તમે પાઠ્યપુસ્તકમાં શીખ્યાં છો કે ભૂસ્થિર ઉપગ્રહ પૃથ્વીની આસપાસ પૃથ્વીની સપાટીથી લગભગ 36,000 km ઊંચાઈ ધરાવતી કક્ષામાં ભ્રમણ કરે છે. આ ઉપગ્રહના સ્થાને ગુરુત્વસ્થિતિમાન કેટલું હશે ? (અનંત અંતરે ગુરુત્વ સ્થિતિઊર્જા શૂન્ય લો) પુર્થ્વીનું દળ = `6.0 xx 10^24 kg`, ત્રિજીયા = 6400 km.


    View Solution
  36. સૂર્યના દળ કરતાં 2.5 ગણું દળ ધરાવતો અને સંકોચાઈને 12 km નું પરિમાણ ધરાવતો એક તારો 1.5 પરિભ્રમણ પ્રતિ સેકન્ડ જેટલી ઝડપથી ભ્રમણ કરે છે. (આ પ્રકારના અત્યંત ઠાંસીને નક્કર બનેલા compact તારને ન્યુટ્રોન તારા કહે છે. પલ્સાર તરીકે ઓળખાતા કેટલાક અવકાશી પદાર્થો આ પ્રકારમાં આવે છે.) તેના વિષુવવૃત પર મુકેલો પદાર્થ ગુરુત્વાકર્ષણને લીધે તેની સપાટીને ચોટીને રહેશે ? (સૂર્યનું દળ = `2 xx 10^30 kg`).


    View Solution
  37. મંગળ પર એક અવકાશયાન સ્થિર થયેલ છે. આ અવકાશયાનને સૂર્યમંડળની બહાર ધકેલી દેવા માટે કેટલી ઊર્જા ખર્ચવી પડશે ? અવકાશયાનનું દળ = 1000 kg, સૂર્યનું દળ = `2 xx 10^30 kg`, મંગળનું દળ = `6.4 xx 10^23 kg`, મંગળની ત્રિજીયા = 3395 km, મંગળની કક્ષાની ત્રિજ્યા = `2.28 xx 10^8 km`, G = `6.67 xx 10^(-11) N m^2 kg^(-2)`.


    View Solution

Exercise questions and complete solutions for chapter ગુરુત્વાકર્ષણ of NCERT Physics(Gujarati) of Class 11

All Exercises from NCERT Class 11 PHYSICS ગુરુત્વાકર્ષણ