Class 11 | PHYSICS |
Chapter | ઘન પદાર્થોના યાંત્રિક ગુણધર્મો |
NCERT | Example |
Number Of Questions | 4 |
Academic Year | 2023-24 |
એક સ્ટ્રક્વરલ સ્ટીલના સળિયાની ત્રિજ્યા 10 mm અને લંબાઈ 1.0 m છે. તેની લંબાઈની દિશામાં 100 kN બળ દ્વારા તેને ખેંચવામાં આવે છે. સળિયામાં (a) પ્રતિબળ (b) લંબાઈનો વધારો (elongation) અને (c) વિકૃતિની ગણતરી કરો. સ્ટ્રક્વરલ સ્ટીલ માટે યંગ મોડ્યુલસ `2.0 xx 10^(11)N m^(-2)` છે..
3.0 mm જેટલો સમાન વ્યાસ ધરાવતાં, છેડાથી છેડા સાથે જોડાયેલા તાંબા અને સ્ટીલના તારની લંબાઈ અનુક્રમે 2.2 m અને 1.6 m છે. જ્યારે તેમને બોજ (Load) વડે ખેંચવામાં આવે છે ત્યારે તેમની લંબાઈમાં થતો કુલ વધારો 0.70 mm મળે છે. લાગુ પાડેલ બોજ મેળવો.
50 cm બાજુની લંબાઈ ધરાવતાં સીસાનાં એક ચોરસ ચોસલાની જાડાઈ 10 cm છે. તેની પાતળી બાજુ પર `9.0 xx 10^(4) N` જેટલું સ્પર્શીય બળ લાગુ પાડેલ છે. જો ચોસલાની નીચેની બાજુ ભોંયતળિયા સાથે જડિત કરેલી (riveted) હોય, તો તેની ઉપર તરફની બાજુ કેટલી સ્થાનાંતરિત થશે ?
હિન્દ મહાસાગરની સરેરાશ ઊંડાઈ 3000 m છે. મહાસાગરના તળિયે પાણી માટે આંશિક સંકોચન `(delta V)/V`ની ગણતરી કરો. પાણી માટે બલ્ક મોડ્યુલસ `2.2 xx10^(9) N m^(-2)`( `g = 10 ms^(-1)`લો.)
Example questions and complete solutions for chapter ઘન પદાર્થોના યાંત્રિક ગુણધર્મો of NCERT Physics(Gujarati) of Class 11