Class 11 | PHYSICS |
Chapter | વર્તુળાકાર ગતિ |
PHOENIX PUBLICATION | Execrise |
Number Of Questions | 100 |
Academic Year | 2023-24 |
`0.80 m` વ્યાસ ધરાવતા એક વર્તુળ પર એક કણ 100 પરિભ્રમણ 1 મિનિટમાં પૂર્ણ કરે છે, તો તેનો કોણીય વેગ શોધો.
એક કણ `4 m` ત્રિજ્યાના વર્તુળમાર્ગે `20 m//s` ની રેખીય વેગથી ગતિ કરે છે, તો તેનો કોણીય વેગ શોધો.
સ્ટોપ વોચમાં સેકન્ડકાંટાની લંબાઈ `3 cm` છે, તો તેના રેખીય વેગનું મૂલ્ય શોધો.
ભ્રમણ કરતા એક વ્હીલની કોણીય ઝડપ `20 sec` માં `1800 rpm` થી `3000 rpm` થાય છે, તો નિયમિત ગતિ દરમ્યાન તેનો કોણીય પ્રવેગ શોધો.
એક મોટરનું એન્જિન `100 rev//min` ના કોણીય વેગથી તેના અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે જો તે `15 sec` માં તે સ્થિર થાય તેવો અચળ કોણીય પ્રતિપ્રવેગ પ્રાપ્ત કરે છે, તો તેના સ્થિર થતા પહેલાનું કોણીય સ્થાનાંતર શોધો.
વર્તુળગતિ દરમ્યાન `80 m` ત્રિજ્યાના માર્ગ પર પદાર્થ `20 m//s` ની ઝડપથી ગતિ કરે છે. તેના પર `5 m//s^2` પ્રતિપ્રવેગ લાગે તો વેગ અને પ્રવેગ વચ્ચેનો ખૂણો શોધો.
બે ઉપગ્રહની કક્ષાની ત્રિજ્યા અનુક્રમે `r_1` અને `r_2` `(r_1 < r_2)` હોય, અને જો તેમનો કોણીય વેગ સમાન થાય ત્યારે તેનો કેન્દ્રગામી પ્રવેગ કેટલો થશે ?
બંને છેડેથી બંધ એવી એક નળીમાં અદબનીય તરલ કે જેનું દળ M અને નળીની લંબાઈ L છે. જયારે તેને સમક્ષિતિજ સમતલમાં `omega` જેટલા કોણીય વેગથી ભ્રમણ કરાવવામાં આવે છે, તો પ્રવાહી (તરલ) પર લાગતું બળ શોધો. ભ્રમણાક્ષ નળીને લંબ અને એક છેડામાંથી પસાર થાય છે.
`1 m` લંબાઈની દોરી એક છેડેથી બાંધેલી છે અને બીજા મુક્ત છેડે `100 g` દળનો પદાર્થ લાટકાવેલ છે. તે સમક્ષિતિજ સમતલમાં 1 સેકન્ડમાં `(2/pi)` પરિભ્રમણ કરે છે, તો દોરીમાં તણાવ શોધો.(g = 10 m s^(-2))
`1 m` લંબાઈની દોરી એક છેડેથી બાંધેલી છે અને બીજા મુક્ત છેડે `100 g` દળનો પદાર્થ લાટકાવેલ છે. તે સમક્ષિતિજ સમતલમાં 1 સેકન્ડમાં `(2/pi)` પરિભ્રમણ કરે છે, તો દોરીએ શિરોલંબ સાથે બનાવેલ ખૂણો શોધો.(g = 10 m s^(-2))
`1 m` લંબાઈની દોરી એક છેડેથી બાંધેલી છે અને બીજા મુક્ત છેડે `100 g` દળનો પદાર્થ લાટકાવેલ છે. તે સમક્ષિતિજ સમતલમાં 1 સેકન્ડમાં `(2/pi)` પરિભ્રમણ કરે છે, તો રેખીય વેગ શોધો. (g = 10 m s^(-2))
`10 g` દળનો પદાર્થ `6.4 cm` ત્રિજ્યાના વર્તુળમાર્ગે ગતિ કરે છે. જયારે તેની ગતિઊર્જા `8 xx 10^(-4) J` હોય ત્યારે તેના પ્રવેગનું મૂલ્ય ગતિ દરમ્યાન બીજા પરિભ્રમણ પછી કેટલું થાય ?
એક લોલક સ્થિર સ્થિતિમાં `sqrt10gl` વેગ પ્રાપ્ત કરી ગતિ શરૂ કરે છે. લોલકની લંબાઈ l છે. શું એક વર્તુળ પૂર્ણ થશે ?
`4 m` ત્રિજ્યાના નળાકાર કવચમાં લાકડાનો બ્લોક અંદર તરફ ભ્રમણ કરે છે. બ્લોક અને નળાકાર વચ્ચે ઘર્ષણાક `0.2` છે. બ્લોક નળાકારનો સંપર્ક ન ગુમાવે તે માટે કોણીય વેગનું લઘુત્તમ મૂલ્ય શોધો. `(g = 9.8 m s^(-2))`
પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર `3.85 xx 10^5 km `અને ચંદ્રને પૃથ્વીની આસપાસ ભ્રમણ માટે લાગતો સમય 27.3 દિવસ, તો પૃથ્વીની સાપેક્ષે ચંદ્રનો પ્રવેગ કેટલો થશે ?
`1 cm` ત્રિજ્યાના માર્ગ `v = 2.0t` ની ઝડપથી ગતિ કરતાં પદાર્થનો વેગ `cm//s` માં અને સમય t s માં છે, તો `t = 1 sec` સમયે ત્રિજ્યાવર્તી પ્રવેગ શોધો.
`1 cm` ત્રિજ્યાના માર્ગ `v = 2.0t` ની ઝડપથી ગતિ કરતાં પદાર્થનો વેગ `cm//s` માં અને સમય t s માં છે, તો `t = 1 sec` સમયે સ્પર્શીય પ્રવેગ શોધો.
`1 cm` ત્રિજ્યાના માર્ગ `v = 2.0t` ની ઝડપથી ગતિ કરતાં પદાર્થનો વેગ `cm//s` માં અને સમય t s માં છે, તો `t = 1 sec` સમયે પ્રવેગનું મૂલ્ય શોધો.
`150 kg` દળના પદાર્થનું સ્કૂટર `36 km//hr` ઝડપથી `30 m` ત્રિજ્યાના માર્ગે ગતિ કરે છે. સ્કૂટર વળાંક લે ત્યારે તેના પર લાગતું સમક્ષિતિજ બળ કેટલું થશે ?
એક ઢોળાવવાળા વક્રમાર્ગની ત્રિજ્યા `10 m` છે. જો વાહન `18 km//hr` ની સરેરાશ ઝડપથી ગતિ કરે છે, તો ઢાળનો ખૂણો શોધો.
`10 m` ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે `36 km//h` ની ઝડપથી ગતિ કરતી કારની છત પર લોલક લટકે છે. જયારે વળાંક લે ત્યારે શિરોલંબ સાથેનો ખૂણો બદલતો નથી, તો તે ખૂણાનું મૂલ્ય શોધો. `(g = 10 m s^(-2))`
`100 g` દળના પદાર્થ લટકાવેલ લોલકની લંબાઈ અને ઝડપ અનુક્રમે `1 m` અને `1.4 m//s` છે, તો તે વખતે દોરીમાં ઉદ્દભવતું તણાવ શોધો.
કોણીય ઝડપ `120 rev//min` = ……… .
ઘડિયાળ મિનિટ અને કલાક કાંટાની કોણીય ઝડપનો ગુણોત્તર કેટલો થશે ?
એક રમકડાંની કારના પૈંડાં કોણીય ઝડપ `2 sec` માં ઘટીને `400 rps` થી `200 rps` થાય પછી તેનો કોણીય પ્રતિપ્રવેગ ........... `rad//s^2` થાય.
એક પૈડું `900 rpm` થી અક્ષ પર ભ્રમણ કરે છે અને 1 min માં તે સ્થિર થાય છે, તો તેનો કોણીય પ્રતિપ્રવેગ શોધો.
નિયમિત વર્તુળમય ગતિમાં વેગ અને પ્રવેગ .......... .
r ત્રિજ્યાનો વર્તુળાકાર પથ v ઝડપથી ગતિ કરી T સમયમાં એક ભ્રમણ પૂર્ણ કરે છે, તો કણનો કેન્દ્રગામી પ્રવેગ ........... .
a પ્રવેગથી એક પદાર્થ વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. જો તેની ઝડપ બમણી થાય, તો અંતિમ કેન્દ્રગામી પ્રવેગ અને પ્રારંભિક કેન્દ્રગામી પ્રવેગનો ગુણોત્તર ..... .
એક પદાર્થ અચળ ઝડપ `6 m/s` થી `30 cm` ના ત્રિજ્યાવાળા વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે, તો કેન્દ્રગામી પ્રવેગ ...... .
અચળ સ્પર્શીય પ્રવેગથી `20/pi m` ત્રિજ્યાના વર્તુળ માર્ગે એક કણ ગતિ શરૂ કરે છે. જો કણ બીજું પરિભ્રમણ પૂર્ણ કરે ત્યારે તેનો વેગ `50 m//s` છે, તો તે સમયે સ્પર્શીય પ્રવેગ શોધો ?
એક કાર r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર વર્તુળગતિ કરે છે. જો કોઈ સમયે તેનો વેગ v અને સ્પર્શીય પ્રવેગ a હોય, તો કારનો પરિણામી પ્રવેગ ......... .
એક કણ સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી અચળ સ્પર્શીય પ્રવેગથી વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. એક પરિભ્રમણ બાદ તેના ત્રિજ્યાવર્તી પ્રવેગ અને સ્પર્શીય પ્રવેગ નો ગુણોત્તર ......... .
એક ફલાયવ્હીલ તેની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને, ચાક્રગતિ કરે છે. કોઈ સમયે તેના પરિઘ પરના બિંદુનો રેખીય વેગ `10 m//s` છે. આ ગતિ દરમિયાન તેનો સ્પર્શીય પ્રતિવેગ `60 m//s^2` અને પરિણામી પ્રવેગ `100 m//s^2` છે, તો તેની ત્રિજ્યા શોધો.
R ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર કણ `omega` = `a - bt` જેટલા કોણીય વેગથી ગતિ કરે છે, જ્યાં a અને b ધન અચળાંક અને t સમય છે. `2a/b` સમયમાં કણનો પ્રવેગ કેટલો ?
`12 m` ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર કણ દ્વારા કપાયેલું અંતર `s = 2t^3` છે, તો `t = 2 s` સમયે સ્પર્શીય અને કેન્દ્રગામી પ્રવેગનો ગુણોત્તર કેટલો થાય ?
`2 kg` દળ ધરાવતો કણ `1 m` ત્રિજ્યાવાળા વર્તુળાકાર રસ્તા પર ગતિ કરે છે. જો તેની કોણીય ઝડપ `2pi rad//s` હોય, તો કેન્દ્રગામી બળ શોધો.
સમાન દળ ધરાવતા બે કણ `r_1` અને `r_2` ત્રિજ્યાના માર્ગે સમાન ઝડપથી ગતિ કરે છે, તો તેમના કેન્દ્રગામી બળનો ગુણોત્તર .......... .
નિયમિત વર્તુળગતિ કરતાં કણનું દળ m અને વર્તુળપથની ત્રિજ્યા r છે, જ્યાં P એ રેખીય વેગમાનનું મૂલ્ય છે, તો કણ પર લાગતું ત્રિજ્યાવર્તી બળ કેટલું થાય ?
`16 kg` દળના પદાર્થને `144 m` લાંબી દોરીના છેડે લટકાવેલ છે. જો દોરીમાં મહત્તમ `16 N` નું તણાવ બળ હોય, તો વર્તુળગતિ દરમિયાન તેનો મહત્તમ વેગ કેટલો થાય ?
`0.1 m` લાંબી દોરી `100 N` મહત્તમ તણાવ ખમી શકે છે. તેના છેડે `100 g` દળનો પદાર્થ લટકાવી ભ્રમણ કરાવવામાં આવે, તો તેનો મહત્તમ કોણીય વેગ શોધો.
સમક્ષિતિજ સમતલમાં દોરીના છેડે `2 kg` દળનો પદાર્થ લટકાવી `5 rev//min` ની પ્રારંભિક ઝડપથી વર્તુળગતિ કરાવવામાં આવે છે. જો દોરીમાં ત્રિજ્યા અચળ રાખી તણાવ બમણો કરતાં નવી ઝડપ ........ થાય.
`2 m` લાંબી દોરીના છેડે `100 g` પદાર્થને લટકાવેલ છે. જો તે `200 rev//min` થી મહત્તમ ઝડપથી વર્તુળમાર્ગે ગતિ કરે છે, ત્યારે તેનો બીજા છેડો એક બિંદુ પાસે જડિત છે. દોરી પરનું મહત્તમ તણાવ કેટલું ખમી શકે ?
R ત્રિજ્યા અને b પહોળાઈવાળા રાષ્ટ્રીય માર્ગની બહારની ધાર અંદરની ધાર કરતાં h મીટર ઊંચાઈ ધરાવે છે. આ માર્ગ પર મહત્તમ સલામત ઝડપ v હોય, તો h = …….. .
જો ઢોળાવવાળા માર્ગનો ખૂણો બદલ્યા વગર ત્રિજ્યા ચારગણી કરવામાં આવે, તો વર્તુળમાર્ગે ગતિ કરતા સાધનની મહત્તમ ઝડપમાં કેટલા ટકાનો વધારો થાય ?
એક મોટરસાઇકલ શિરોલંબ દિશામાં બનેલા `5 m` ત્રિજ્યાના લાકડાના કૂવામાં `5sqrt5 m//s` ની ઝડપથી ગતિ કરે છે, તો તેના ટાયર અને કૂવાની દીવાલ માટે લઘુત્તમ ઘર્ષણાંક શોધો.
એક દોરીના છેડે બાંધેલ એક પદાર્થ શિરોલંબ સમતલમાં R ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. તે જયારે મહત્તમ ઊંચાઇએ પહોંચે ત્યારે તેની ઝડપ શોધો.
એક શિરોલંબ વર્તુળાકાર ગતિ માટે દોરી શિરોલંબ દિશા સાથે `30^circ` અને `60^circ` નો કોણ બનાવે ત્યારે દોરીમાં તણાવ `T_1` અને `T_2` છે, તો ........ .
એક r ત્રિજ્યાના શિરોલંબ વર્તુળમાં ગતિ કરતા એક કણ માટે મહત્તમ ઊંચાઈ સમયે ....... .
m દળના નાના ગોળાને l લંબાઈના દોરીના છેડે લટકાવેલ છે h ઊંચાઇએથી લટકાવેલ દોરીને છોડવામાં આવે, તો દોરીમાં ઉદ્દભવતો મહત્તમ તણાવ કેટલો થશે ?
એક છોકરો ઝૂલો ઝૂલે ત્યારે તે પૃથ્વીની સપાટીથી `0.75 m` અને `2 m` ની અનુક્રમે લઘુત્તમ અને મહત્તમ ઊંચાઇએ હોય છે. ઝૂલાની મહત્તમ ઝડપ કેટલી થાય ? (g = 10 m//s^2)
સમક્ષિતિજ વર્તુળમાં એક દોરીના છેડે બાંધેલ પથ્થર વર્તુળગતિ કરે છે. દોરી અચાનક તૂટી જાય, તો પથ્થર ગતિ ............ .
વર્તુળાકાર પથ પર એક કણ 600 "rpm" થી ગતિ કરે છે, તો એ કેટલા સમયમાં એક ભ્રમણ પૂર્ણ કરે ?
એક વ્હીલ તેના અક્ષને અનુલક્ષીને 50 "rpm" થી ભ્રમણ કરે છે અને એક મિનિટમાં વ્હીલ સ્થિર થાય તો કોણીય પ્રતિ પ્રવેગ ......... .
એક કણ વર્તુળ માર્ગે ગતિ કરે ત્યારે તેની ઝડપ વધે, તો પ્રવેગ અને વેગના ડોટ પ્રોડક્ટ ......... હશે.
એક કણ `100 m` ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર 31.4 `m//s` ની અચળ ઝડપથી ગતિ કરે છે, તો એક ભ્રમણ દરમ્યાન તેની સરેરાશ ઝડપ શોધો.
R ત્રિજ્યાના શિરોલંબ વર્તુળમાં પાણીથી ભરેલી ડોલને ભ્રમણ કરાવવામાં આવે છે. જો ડોલમાંથી પાણી બહાર ન આવતું હોય, તો મહત્તમ ઊંચાઇએ ડોલની ઝડપ ........ .
`60 m` ત્રિજ્યાનો વળાંક ઢાળ વગરનો છે. સ્થિત ઘર્ષણાંક 0.75 વાળા આ રસ્તા પર કારની મહત્તમ સલામત ઝડપ શોધો.
એક મોટરસાઇકલ સવાર વળાંક પાસે `36 km//h` ની ઝડપથી વળે છે, તો વળાંક લેતી વખતે સલામત રહેવા ઓછામાં ઓછી ત્રિજ્યા કેટલી હશે ? ટાયર અને રોડ વચ્ચેનો ઘર્ષણાંક 0.2 છે.
`72 km//h` ની ગતિ કરી શકે તેવો વર્તુળાકાર રર્સ્તો બનાવેલ છે. જો વળાંકવાળા રસ્તાની ત્રિજ્યા 100 m છે, તો રસ્તો કેટલા ખૂણાનો ઢોળાવ ધરાવે છે ?
m દળ ધરાવતા એક પદાર્થનું r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર કોણીય વેગમાન L છે, તો તેના પર લાગતું કેન્દ્રગામી બળ ........ .
1 m ત્રિજ્યાના શિરોલંબ વર્તુળાકાર માર્ગ પર 1 kg દળનો પદાર્થ ગતિ કરે છે, તો તેની મહત્તમ ઊંચાઈ અને ન્યૂનતમ ઊંચાઈ એ સ્થિતિઊર્જાનો તફાવત શોધો.
5 m ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર એક કણ `5 m//s` ની નિયમિત ઝડપથી ગતિ કરે છે, તો તેના અડધા પરિભ્રમણ દરમ્યાન તેનો સરેરાશ પ્રવેગ શોધો.
40 m ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર એક મોટરસાઇકલ સવાર `144 km//h` ની ઝડપથી વળાંક લે છે. ગુરુત્વપ્રવેગ `10 m//s^2` છે, તો તે મોટરસાઇકલને સલામત ઝડપ માટે શિરોલંબ દિશા સાથે કેટલા ખૂણે નમાવશે ?
800 m ત્રિજ્યાના માર્ગ પર ટ્રેનને આવવા જવા બહારની રેઇલથી કેટલી ઊંચાઇએ અંદરની રેઇલને રાખવી જોઈએ ? ટ્રેનની ઝડપ `96 km//h` અને તે બંને રેઇલ વચ્ચેનું અંતર 1 m છે.
`0.3 km` ત્રિજ્યાના વળાંકવાળા માર્ગ પર એક જીપ `60 m//s` ની ઝડપથી ગતિ કરે છે. જીપ `60^circ` નો ચાપ આંતરે ત્યારે ......... .
એક વર્તુળાકાર ટર્ન-ટેબલ પર કેન્દ્રથી 9 cm અંતરે એક સિક્કો મૂક્યો છે. જો તેની કોણીય ઝડપ ત્રણગણી થાય ત્યારે બહારની તરફ સરકવાની શરૂઆત કરે છે, તો તેનું કેન્દ્રથી અંતર કેટલું થાય ?
R ત્રિજ્યાના `45^circ` ખૂણાવાળા ઢોળાવ રસ્તા પર વાહન પ્રવેશે છે અને તેનો સપાટી સાથે ઘર્ષણાંક 0 હોય, તો તેની વળાંક લેતી વખતે મહત્તમ ઝડપ કેટલી હશે ?
એક પથ્થર શિરોલંબ વર્તુળમાં સોંથી નીચેના બિંદુએ `sqrt(8gR)` વેગથી ગતિ કરે છે જ્યાં R વર્તુળની ત્રિજ્યા છે, તો મહત્તમ અને લઘુત્તમ ઊંચાઈવાળા બિંદુઓએ તણાવનો ગુણોત્તર ..... .
સાદા લોલકની દોરી સમક્ષિતિજ છે. તેના છેડે m દળનો ગોળો લટકાવી દોરીને છોડવામાં આવે,ત્યારે તે દોરીના સૌથી નીચેના સ્થાને તણાવ કેટલો થાય ?
એક r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતા પદાર્થ just વર્તુળ પૂરું કરે છે, તો દોરી સમક્ષિતિજ થાય ત્યારે તેનો વેગ શોધો.
l લંબાઈની દોરીના છેડે એક ગોળો બાંધેલ છે. તેને સમક્ષિતિજ સ્થિતિમાંથી મુક્ત કરતાં ગોળાનો મહત્તમ વેગ શોધો.
એક સાદું લોલક શિરોલંબ સમતલમાં દોલન કરે છે. જયારે સૌથી નીચેના બિંદુ પાસે તેનો તણાવ એ વજન કરતાં ત્રણગણો થાય, તો વધુમાં વધુ કેટલા ખૂણા સુધી તેનું સ્થાનાંતર થશે ?
r ત્રિજ્યાના અર્ધવર્તુળ માર્ગ પર m દળનો પદાર્થ ઘર્ષણ-રહિત ગતિ કરે છે, ત્યારે તે તેના કેન્દ્રથી કેટલી ઊંચાઇએ સપાટીનો સંપર્ક ગુમાવશે ?
1 m ત્રિજ્યા અને `0.1 kg m^(-1)` દળ ઘનતા ધરાવતી ખેંચાય નહીં તેવી દોરી પર `40 N` તણાવ લાગે છે, તો તેના વર્તુળાકાર પથ પરની મહત્તમ કોણીય ઝડપ કેટલી થશે ?
`50 cm` ત્રિજ્યાની નિયમિત વર્તુળાકાર તકતી સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી કેન્દ્રમાંથી પસાર થઈ સમતલને લંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરે છે. તેના પર ટોર્કને કારણે અચળ કોણીય પ્રવેગ `2 rad/s^2` ઉત્પન્ન થતો હોય, તો 2 sec માં અંદાજિત કેન્દ્રગામી પ્રવેગ ...... `m//s^2`.
R ત્રિજ્યાવાળા શિરોલંબ વર્તુળાકાર પથ પરના નિમ્નત્તમ સ્થાને પદાર્થકણનો લઘુત્તમ વેગ ......... હોય તો તે વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ પૂરું કરી શકશે.
એક ફાઈટર પ્લેન `900 km//h` ની ઝડપથી નીચે આવી રહ્યું છે. તેનું દળ 16000 kg છે અને તે 2000 m ત્રિજ્યાના શિરોલંબ વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે, તો સૌથી નીચેના બિંદુએ હવામાં તેના પર ઊર્ધ્વદિશામાં લાગતું બળ શોધો.
આપેલ પૈકી કયું સમીકરણ કેન્દ્રત્યાગી બળ દર્શાવે છે ?
નિયમિત વર્તુળગતિ માટે ......... .
નિયમિત વર્તળગતિ કરતા પદાર્થમાં કઈ ભૌતિક રાશિ અચળ નથી રહેતી ?
એક પદાર્થ વર્તુળગતિમાં સમાન અંતર, સમાન સમયમાં કાપે છે, તો કઈ રાશિ અચળ છે ?
નિયમિત ઝડપથી ગતિ કરતો એક પદાર્થ શિરોલંબ વર્તુળમય દિશામાં ગતિ કરે છે. દોરીમાં મળતું મહત્તમ અને ન્યૂનતમ તણાવનો તફાવત 20 N છે, તો લટકાવેલ દળ કેટલું થશે ? `(g = 10 m s^(-2))`
1000 kg દળ ધરાવતી કારની `90 m` ત્રિજ્યાના અને `45^circ` ના કોણ ધરાવતા ઢાળવાળા ઘર્ષણરહિત રોડ પર મહત્તમ સલામત ઝડપ ........ .
1 m લાંબી દોરીના છેડે `0.5 kg` દળના પદાર્થને બાંધી `4 rad//s` ની કોણીય આવૃત્તિથી શિરોલંબ વર્તુળાકાર માર્ગ પર પરિભ્રમણ કરાવવામાં આવે છે. સૌથી નીચેના છેડે પદાર્થને લીધે લાગતું (ઉદ્દભવતું) તણાવબળ ......... થાય.
r ત્રિજ્યાના વર્તુળમાર્ગે v `m//s` જેટલી અચળ ઝડપથી ગતિ કરતાં પદાર્થનો કોણીય વેગ .......... .
એક કણનો રેખીય વેગ વિષુવવૃત પર કેટલો થાય ? (પૃથ્વીની ત્રિજ્યા = 4000 miles)
25 cm ત્રિજ્યાના વર્તુળમાર્ગ પર એક સેકન્ડમાં 2 પરિભ્રમણ કરતા કણનો પ્રવેગ ......... .
એક કાર `60 m//s` ની ઝડપથી `1200 m` ત્રિજ્યાના વર્તુળમાર્ગે ગતિ કરે છે. જો તેનો રેખીય પ્રવેગ `4 m//s^2` હોય, તો કારનો પ્રવેગ ...... .
10 kg અને 5 kg દળના બે પદાર્થો `r_1` અને `r_2` ત્રિજ્યાના સમકેન્દ્રીય કક્ષામાં સમાન આવર્તકાળથી વર્તુળગતિ કરે છે, તો તેમના પ્રવેગનો ગુણોત્તર શોધો.
અચળ ઝડપથી એક મોટરસાઇકલ વર્તુળાકાર રસ્તા પર ગતિ કરે છે, તો ......... .
નિયમિત વર્તુળગતિ ધરાવતા કણના.......... .
જો કણ નિયમિત ઝડપથી વર્તુળગતિ કરે છે, તો ......... .
એક કણની વર્તુળગતિમાં ઝડપ `2 m//s^2` ના દરથી ઘટે છે. જો કુલ પ્રવેગ `4 m//s^2` અને કણની ઝડપ `12 m//s` હોય, તો વર્તુળમાર્ગ પરની ત્રિજ્યા ........ થાય.
વર્તુળગતિ કરતા એક કણની કેન્દ્રને સાપેક્ષ કોણીય ઝડપ અને વર્તુળ પરના વ્યસાન્ત બિંદુને સાપેક્ષ તેની કોણીય ઝડપનો ગુણોત્તર ........... .
450 m ના વર્તુળાકાર માર્ગ પર એક પદાર્થ ગતિ કરે છે. એક પદાર્થની ઝડપ `30 m//s` તે સમયે હોય અને તેમાં નિયમિત `2 m//s^2` થી વધારો થાય છે, તો તે સમયે તેનો પ્રવેગ શોધો.
નિયમિત વર્તુળગતિ કરતા એક કણનો પ્રવેગ બિંદુ P (R, `theta`) પર `vec a` છે, તો `vec a` = .......... .
M અને m દળ ધરાવતા બે કણ અનુક્રમે R અને r ત્રિજ્યાના વર્તુળમાર્ગે ગતિ કરે છે. જો તેમના આવર્તકાળ સમાન હોય, તો તેનો કોણીય વેગનો ગુણોત્તર ....... .
એક ઉપગ્રહનું દળ, ઝડપ અને ત્રિજ્યા અનુક્રમે m, v, r હોય, તો કેન્દ્રગામી બળ ....... .
એક પદાર્થ વર્તુળમાર્ગ પર અચળ ઝડપથી ગતિ કરે છે, તો ..... .
Execrise questions and complete solutions for chapter વર્તુળાકાર ગતિ of PHOENIX PUBLICATION of Class 11