Complete Solutions to Example of chapter ગુરુત્વાકર્ષણ of Class 11 book with complete answers and questions

Class 11PHYSICS
Chapterગુરુત્વાકર્ષણ
PHOENIX PUBLICATIONExample
Number Of Questions20
Academic Year2023-24
  1. પૃથ્વીની સપાટીની નજીકની ભ્રમણકક્ષામાં ઉપગ્રહના પરિભ્રમણનો આવર્તકાળ 83 મિનિટ છે, તો પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યાના ત્રણગણા અંતરે આવેલી ભ્રમણકક્ષામાં પરિભ્રમણ કરતા ઉપગ્રહનો આવર્તકલ શોધો.


    View Solution
  2. સૂર્યથી ધૂમકેતુનું મહત્તમ અને ન્યૂનતમ અંતર અનુક્રમે `8 xx 10^12 m` અને `1.6 xx 10^12 m` છે. જ્યારે સૂર્યથી સૌથી નજીક હોય ત્યારે તેનો વેગ `60 m//s` હોય, તો સૂર્યથી સૌથી દૂર હોય ત્યારે તેનો વેગ શોધો.


    View Solution
  3. એક પદાર્થ સૂર્યની આસપાસ પૃથ્વી કરતાં 27 ગણી ઝડપે પરિભ્રમણ કરે છે, તો પદાર્થ અને પૃથ્વીની ભ્રમણકક્ષાની ત્રિજ્યાનો ગુણોત્તર શોધો.


    View Solution
  4. 10 kg દળનો એક એક ગોળો આકૃતિમાં દર્શાવ્યા મુજબ A અને B દરેક બિંદુ પર મુકેલ છે. માત્ર આ બે ગોળાની અસર નીચે P આગળ મુકેલ એક નાની 10 g દળની ગોળીનો પ્રારંભિક પ્રવેગ કેટલો હશે ? (`G = 6.67 xx 10^(-11) N m^2/kg^2`)


    View Solution
  5. બે બિંદુવત્ત દળો A અને B ના દ્રવ્યમાનનો ગુણોત્તર 4 : 3 છે અને તેમની વચ્ચેનું અંતર 1 m છે. હવે જો બીજા M દ્રવ્યમાનના બિંદુવત્ત પદાર્થ C ને A અને B ની વચ્ચે મૂકવામાં આવે, તો A અને C વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ એ B અને C વચ્ચેના ગુરુત્વાકર્ષણ બળ કરતાં 1/3 ગણું થાય છે, તો દ્રવ્યમાન C નું દ્રવ્યમાન A થી અંતર શોધો.


    View Solution
  6. પૃથ્વીને સમાન ઘનતા ધરાવતા ગોળા તરીકે ધારો. જો પૃથ્વીની સપાટી પર કોઈ પદાર્થનું વજન 100 N હોય, તો પૃથ્વીની ત્રિજ્યાથી અડધા અંતર જેટલી ઊંચાઈએ તે પદાર્થનું વજન શોધો.


    View Solution
  7. ધારો કે પૃથ્વી તેની ધરીની આસપાસની ભ્રમણની ઝડપ વધારે છે, તો પૃથ્વીના વિષુવવૃત્ત પર પદાર્થની વજનરહિત અવસ્થા ઉદ્દભવે તે માટે નવો આવર્તકાળ શોધો. (`g = 10 m s^(-2)`, પૃથ્વીની ત્રિજ્યા R = 6400 km)


    View Solution
  8. પૃથ્વીની સપાટીથી કેટલી ઊંડાઈ d એ ગુરુત્વપ્રવેગનું મૂલ્ય સપાટી પરના ગુરુત્વપ્રવેગના મૂલ્ય કરતાં `1/n` ગણું થાય ?


    View Solution
  9. બે ગ્રહોની ત્રિજ્યાનો ગુણોત્તર 4 : 1 અને સરેરાશ ઘનતાનો ગુણોત્તર 1 : 2 હોય, તો આ બે ગ્રહો પર ગુરુત્વપ્રવેગનો ગુણોત્તર શોધો.


    View Solution
  10. એક વ્યક્તિ ઇન્ટરનેશનલ સ્પેશ સ્ટેશન પર ઊભો છે અને સ્પેશ સ્ટેશન પૃથ્વીની સપાટીથી 520 km ની ઊંચાઈએ `7.6 km//s` ની અચળ ઝડપથી પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે. જો વ્યક્તિનું વજન 50 kg હોય, તો ગુરુત્વપ્રવેગ શોધો. (પૃથ્વીની ત્રિજ્યા `R_e = 6400 km` અને `g = 9.8 m s^(-2)`)


    View Solution
  11. ચંદ્રની સપાટી પર નિષ્ક્રમણ વેગનું મૂલ્ય શોધો. ચંદ્રનું દળ `7.4 xx 10^22 kg` અને ત્રિજ્યા `1.74 xx 10^6 m` છે.


    View Solution
  12. સૂર્યમાળાના દૂરના ગ્રહનું દળ પૃથ્વી કરતાં 10 ગણું વધારે તથા ત્રિજ્યા પૃથ્વી કરતાં 10 ગણું નાની છે. પૃથ્વી પર નિષ્ક્રમણ વેગ `11 km//s` હોય, તો તે ગ્રહની સપાટી પર નિષ્ક્રમણ વેગ શોધો.


    View Solution
  13. 100 kg અને 10,000 kg દળના બે પદાર્થો એકબીજાથી 1 m અંતરે આવેલા છે. નાના પદાર્થથી કેટલા અંતરે ગુરુત્વીય ક્ષેત્રની તીવ્રતા શૂન્ય થાય ?


    View Solution
  14. M દળના ચાર કણો L લંબાઈના ચોરસનાં શિરોબિંદુઓ પર ગોઠવેલા છે, તો ચોરસનાં કેન્દ્ર પર તેમના કારણે ઉદ્દભવતું ગુરુત્વીય સ્થિતિમાન શોધો.


    View Solution
  15. 100 kg અને 10 cm ત્રિજ્યા ધરાવતા એક નિયમિત ગોળાની સપાટી પર 10 g દળનો એક કણ મૂકેલો છે, તો તેમની વચ્ચે ઉદ્દભવતા ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ કણને ગોળાથી દૂર લઈ જવા માટે કરવું પડતું કાર્ય શોધો. (`G = 6.67 xx 10^(-11) N m^2//kg^2`)


    View Solution
  16. ભૂસ્થિર કક્ષામાં રહેલા એક ઉપગ્રહને બીજી ભ્રમણકક્ષામાં લઈ જવામાં આવે છે. આ નવી ભ્રમણકક્ષામાં તેનું પૃથ્વીના કેન્દ્રથી અંતર જૂની ભ્રમણકક્ષા કરતાં 2 ગણું હોય, તો નવી ભ્રમણકક્ષામાં તેનો કક્ષીય આવર્તકાળ શોધો.


    View Solution
  17. 36,000 km ઊંચાઈએ રહેલા ભૂસ્થિર ઉપગ્રહનો આવર્તકલ 24 hr છે. પૃથ્વીની સપાટીની તદ્દન નજીક રહેલા જાસૂસી ઉપગ્રહનો આવર્તકાળ શોધો. (પૃથ્વીની ત્રિજ્યા `R_e` = 6400 km)


    View Solution
  18. બે ઉપગ્રહો A અને B એ ગ્રહ P ની આસપાસ અનુક્રમે 4 R અને R ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર ભ્રમણકક્ષામાં પરિભ્રમણ કરે છે. જો ઉપગ્રહ A ની કક્ષીય ઝડપ 3V હોય, તો ઉપગ્રહ B ની કક્ષીય ઝડપ શોધો.


    View Solution
  19. પૃથ્વીની આસપાસ એક ઉપગ્રહની R ત્રિજ્યાવાળી વર્તુળાકાર ભ્રમણકક્ષામાં અને બીજા ઉપગ્રહને 1.02 R ત્રિજ્યાવાળી ભ્રમણકક્ષામાં મૂકવામાં આવે છે, તો બંને ઉપગ્રહના આવર્તકાળનો પ્રતિશત ફેરફાર શોધો.


    View Solution
  20. બે ઉપગ્રહ A અને B ના દ્રવ્યમાનનો ગુણોત્તર 3 : 1 છે અને તેઓ અનુક્રમે r અને 4r ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષાઓમાં પરિભ્રમણ કરે છે, તો તેમની કુલ યાંત્રિક ઊર્જાઓનો ગુણોત્તર શોધો.


    View Solution

Example questions and complete solutions for chapter ગુરુત્વાકર્ષણ of PHOENIX PUBLICATION of Class 11

All Exercises from PHOENIX PUBLICATION Class 11 PHYSICS ગુરુત્વાકર્ષણ