Doubtnut Promotions Sticky

Complete Solutions to Exercise of chapter ગુરુત્વાકર્ષણ of Class 11 book with complete answers and questions

Class 11PHYSICS
Chapterગુરુત્વાકર્ષણ
PHOENIX PUBLICATIONExercise
Number Of Questions100
Academic Year2023-24
  1. ભૂસ્થિર ઉપગ્રહની ભ્રમણકક્ષાની ત્રિજ્યા કરતાં ચોથા ભાગની ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરતા ઉપગ્રહનો આવર્તકાળ શોધો.


    02:23
    View Solution
  2. એક ગ્રહ સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. આપેલ બિંદુ P આગળ ગ્રહ સૂર્યની સૌથી નજીક `d_1` અંતરે છે અને વેગ `v_1` છે. બીજા બિંદુ P આગળ ગ્રહ સૂર્યથી સૌથી દૂર `d_2` અંતરે હોય, તો તેનો વેગ શોધો.


    01:15
    View Solution
  3. `1 kg` દળના ત્રણ એકસમાન પદાર્થ સમબાજુ ત્રિકોણ PQR નાં શિરોબિંદુઓ પર મૂકવામાં આવે છે અને `2 kg` દળનો એક પદાર્થ ત્રિકોણના મધ્યકેન્દ્ર O પર મૂકવામાં આવે છે, જેનું ત્રિકોણના ત્રણ શિરોબિંદુઓથી અંતર `sqrt2 m` છે, તો `2 kg` દળના પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ શોધો.


    05:30
    View Solution
  4. બે સમાન દળના પદાર્થો વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ F છે. જો એક પદાર્થનું `25%` દળ બીજા પદાર્થને આપવામાં આવે, તો તેમની વચ્ચે તેટલા જ અંતરે ઉદ્દભવતું બળ શોધો.


    01:57
    View Solution
  5. m દળના ત્રણ કણો r બાજુ ધરાવતા એક સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકેલાં છે, તો કોઈ એક કણ પર બાકીના કણો દ્વારા લાગતું ગુરુત્વાકર્ષણ બળ શોધો.


    04:11
    View Solution
  6. એક પદાર્થનું પૃથ્વીની સપાટી પર વજન `700 N` છે તો પૃથ્વીના દળ કરતાં `1/7` ગણું દળ અને પૃથ્વીની ત્રિજ્યા કરતાં `1/2` ગણી ત્રિજ્યા ધરાવતા બીજા ગ્રહ પર તેનું વજન શોધો.


    02:27
    View Solution
  7. પૃથ્વીની ત્રિજ્યા `6400 km` અને સપાટી પર ગુરુત્વપ્રવેગ `10 m s^(-2)` છે. વિષુવવૃત્ત પર `5 kg` દળના પદાર્થનું વજન શૂન્ય થાય તે માટે પૃથ્વીની કોણીય ઝડપ શોધો.


    01:40
    View Solution
  8. પૃથ્વીની ત્રિજ્યા `6400 km` લેતાં, પૃથ્વીની સપાટીથી `100 km` ની ઊંચાઈએ ગુરુત્વપ્રવેગમાં થતો પ્રતિશત ફેરફાર શોધો.


    01:45
    View Solution
  9. પૃથ્વીની તેની ધરીની આસપાસની કોણીય ઝડપ `omega` છે. પૃથ્વીના વિષુવવૃત્ત પર ગુરુત્વપ્રવેગનું અસરકારક મૂલ્ય શૂન્ય થવા માટે તેની કોણીય ઝડપમાં x ગણો વધારો કરવામાં આવે છે, તો x નું મૂલ્ય શોધો.


    02:50
    View Solution
  10. પૃથ્વીની સપાટીથી નીચે કેટલી ઊંડાઈએ ગુરુત્વપ્રવેગ g નું મૂલ્ય પૃથ્વીની સપાટીથી `1600 km` ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ g ના મૂલ્ય કરતાં અડધું થાય ?


    02:20
    View Solution
  11. એક અવકાશયાનનું દળ `1000 kg` છે. તેને પૃથ્વીની સપાટીથી અવકાશમાં છોડવા માટે કેટલી ઊર્જા જોઈએ ? (ગુરુત્વપ્રવેગ `g = 10 m s^(-2)` અને પૃથ્વીની ત્રિજ્યા `R_e = 6400 km`)


    01:59
    View Solution
  12. `1 kg` દળના પદાર્થ માટે કોઈ એક ગ્રહ પર નિષ્ક્રમણ વેગ `100 m//s` હોય, તો તે ગ્રહ પર પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઊર્જા શોધો.


    01:14
    View Solution
  13. જો એક ગ્રહ પર નિષ્ક્રમણ વેગનું મૂલ્ય પૃથ્વી પર નિષ્ક્રમણ વેગના મૂલ્ય કરતાં 3 ગણું અને ગ્રહની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં 4 ગણી હોય, તો ગ્રહનું દળ શોધો. (પૃથ્વીનું દળ = `6 xx 10^24 kg`)


    02:32
    View Solution
  14. M દળવાળા બે નાના દળદાર ગોળાઓને સમક્ષિતિજ સપાટી પર એકબીજાથી r અંતરે મૂક્યા છે, તો બંને ગોળાઓના કેન્દ્રને જોડતી રેખા પર મધ્યબિંદુ આગળ ગુરુત્વીય સ્થિતિમાન શોધો.


    01:20
    View Solution
  15. R ત્રિજ્યા અને M દળવાળા એક ગોળાકાર કવચની અંદર એક બિંદુવત્ત દળ m ને કવચના કેન્દ્રથી `R/2` અંતરે મૂકવામાં આવે, તો બિંદુવત્ત દળ પર કવચના કારણે ઉદ્દભવતું ગુરુત્વાકર્ષણ બળ શોધો.


    01:52
    View Solution
  16. એક ઉપગ્રહ પૃથ્વીની આસપાસ r ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં v જેટલી કક્ષીય ઝડપથી પરિભ્રમણ કરે છે. જો તેની કક્ષીય ત્રિજ્યામાં 1% નો ઘટાડો કરવામાં આવે, તો તેની કક્ષીય ઝડપમાં કેટલો પ્રતિશત ફેરફાર થાય ?


    01:31
    View Solution
  17. એક ગ્રહની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં બમણી છે. બંને ગ્રહની દ્રવ્યમન ઘનતા લગભગ સમાન છે, તો ગ્રહ અને પૃથ્વીના નિષ્ક્રમણ વેગનો ગુણોત્તર શોધો.


    02:07
    View Solution
  18. પૃથ્વીની સપાટીની તદ્દન નજીક રહીને પરિભ્રમણ કરતાં એક કૃત્રિમ ઉપગ્રહનો કક્ષીય વેગ `v_0` છે, તો પૃથ્વીની ત્રિજ્યા કરતાં ત્રણગણી ઊંચાઈ પર આવેલા અન્ય કૃત્રિમ ઉપગ્રહનો કક્ષીય વેગ શોધો.


    01:36
    View Solution
  19. એક અવકાશયાત્રી પૃથ્વીની સપાટીથી `630 km` ઊંચાઈએ રહેલા ઉપગ્રહમાં `7 km//s` ની ઝડપથી ભ્રમણ કરે છે. જો તેનું દ્રવ્યમન `80 kg` હોય, તો અવકાશયાત્રી પર ઉદ્દભવતું કેન્દ્રગામી બળ શોધો. (પૃથ્વીની ત્રિજ્યા = `6.37 xx 10^6 m`)


    02:28
    View Solution
  20. પૃથ્વીની સપાટીની નજીક ભ્રમણ કરતાં ઉપગ્રહની ગતિઊર્જા `8 xx 10^3 J` છે, તો આ ઉપગ્રહને પૃથ્વીના ગુરુત્વીય ક્ષેત્રમાંથી છટકવા માટે કેટલી ગતિઉર્જા જોઈએ ?


    01:08
    View Solution
  21. ગ્રહનો ક્ષેત્રીય વેગ અચળ હોવા અંગેનો કેપ્લરનો બીજો નિયમ એ ...... ના સંરક્ષણના નિયમનું પરિણામ છે.


    03:38
    View Solution
  22. જો પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર અડધું બને, તો પૃથ્વી પર એક વર્ષમાં દિવસોની સંખ્યા લગભગ કેટલી થાય ?


    02:14
    View Solution
  23. સૂર્યમંડળનો કોઈ પણ ગ્રહ જ્યારે સૂર્યથી દૂર હોય ત્યારે તેની ઝડપ સૂર્યથી નજીક હોય ત્યારની ઝડપ ....... હોય છે.


    02:14
    View Solution
  24. પૃથ્વીની સપાટીની નજીકની ભ્રમણકક્ષામાં ઉપગ્રહના પરિભ્રમણનો આવર્તકાળ 83 મિનિટ છે, તો પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યાના ત્રણગણા અંતરે આવેલી ભ્રમણકક્ષામાં પરિભ્રમણ કરતા ઉપગ્રહનો આવર્તકલ શોધો.


    02:34
    View Solution
  25. સૂર્યની ફરતે ખૂબ જ લંબવૃત્તીય કક્ષામાં પરિભ્રમણ કરતો એક ધૂમકેતુ જ્યારે સૂર્યની નજીક આવે છે, ત્યારે તેનું સૂર્યથી અંતર 'r' અને ઝડપ v છે. જ્યારે આ જ ધૂમકેતુ સૂર્યથી મહત્તમ અંતરે પહોંચે છે ત્યારે તેનું સૂર્યથી અંતર R થાય છે, તો આ અંતરે ધૂમકેતુની ઝડપ .............. થાય.


    02:13
    View Solution
  26. જો ગુરુત્વાકર્ષણ બળ `F prop I/r^n` (જ્યાં r = અંતર અને `n in N`) હોય, તો સૂર્યથી R જેટલી ત્રિજ્યા ધરાવતી કક્ષામાં ગતિ કરતાં ગ્રહને સૂર્યનું એક ચક્કર લગાવતાં લાગતો સમય `T prop …….`


    03:01
    View Solution
  27. પૃથ્વીના કેન્દ્રથી R અને 4R અંતરે પરિભ્રમણ કરતાં બે ઉપગ્રહોના આવર્તકાળનો ગુણોત્તર ……. થાય.


    01:22
    View Solution
  28. સૂર્યની આસપાસ લંબવૃતીય કક્ષામાં પ્રદક્ષિણા કરતો એક ગ્રહ, 3 દિવસમાં `A_1` જેટલું, 4.5 દિવસમાં `A_2` જેટલું અને 9 દિવસમાં `A_3` જેટલું ક્ષેત્રફળ આંતરે છે, તો આ ત્રણ ક્ષેત્રફળો વચ્ચેનો સંબંધ .......... થાય.


    01:54
    View Solution
  29. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક ગ્રહ m સૂર્ય S ને ફરતે લંબવૃતીય કક્ષામાં પરિભ્રમણ કરે છે. તેના પરિભ્રમણ દરમિયાન તેણે કાપેલું ક્ષેત્રફળ SCD એ ક્ષેત્રફળ SAB થી બમણું છે. જો ગ્રહને C થી D પહોંચતાં `t_1` સમય અને A થી B પહોંચતાં `t_2` સમય લાગતો હોય, તો .........


    02:12
    View Solution
  30. એક ભૂસ્થિર ઉપગ્રહ પૃથ્વીની સપાટીથી `5R` ઊંચાઈએ પરિભ્રમણ કરે છે. જ્યાં R એ પૃથ્વીની ત્રિજ્યા છે, તો પૃથ્વીની સપાટીથી `2R` ઊંચાઈએ પરિભ્રમણ કરતાં બીજા એક ઉપગ્રહનો આવર્તકાળ …….. ક્લાક થાય.


    02:18
    View Solution
  31. નેપ્ચ્યૂન અને શનિ ગ્રહનું સૂર્યથી અનુક્રમે અંતર આશરે `10^13 m` અને `10^12 m` છે. તેઓ સૂર્યને ફરતે વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે તેવું ધારવામાં આવે, તો તેમનાં આવર્તકાળોનો ગુણોત્તર ....... થાય.


    01:56
    View Solution
  32. સૂર્યને અનુલક્ષીને લંબવર્તુળાકાર કક્ષામાં A, B અને C બિંદુ આગળ ગ્રહની ગતિઊર્જા અનુક્રમે `K_A`, `K_B` અને `K_C` છે. AC એ દીર્ધ અક્ષ છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ SB એ સૂર્યની સ્થિતિ S આગળ AC પર દોરેલો લંબ છે, તો ......... .


    02:18
    View Solution
  33. જો પૃથ્વી તેના સૂર્યથી અત્યારના અંતરથી ચોથા ભાગના અંતરે સૂર્યને ફરતે પરિભ્રમણ કરતી હોય, તો તેનું એક વર્ષ અત્યારના એક વર્ષ ....... .


    02:23
    View Solution
  34. સૂર્યને ફરતે એક ગ્રહ A ને એક પરિભ્રમણ કરતાં ગ્રહ B ને એક પરિભ્રમણ કરતાં લાગતા સમય કરતાં આઠ ગણો સમય લાગે છે, તો ગ્રહ A નું સૂર્યથી અંતર, ગ્રહ B ના સૂર્યથી અંતરના ……. ગણું થાય.


    01:49
    View Solution
  35. એક પદાર્થ સૂર્યની આસપાસ પૃથ્વી કરતાં 27 ગણી ઝડપે પરિભ્રમણ કરે છે, તો પદાર્થ અને પૃથ્વીની ભ્રમણકક્ષાની ત્રિજ્યાનો ગુણોત્તર શોધો.


    01:56
    View Solution
  36. સૂર્યથી r અંતરે રહેલા ગ્રહનો આવર્તકાળ T હોય, તો નીચેનામાંથી `T^2 rarr r^3` નો ક્યો આલેખ સાચો છે ?


    01:02
    View Solution
  37. પૃથ્વીની આસપાસ એક ઉપગ્રહની R ત્રિજ્યાવાળી વર્તુળાકાર ભ્રમણકક્ષામાં અને બીજા ઉપગ્રહને 1.02 R ત્રિજ્યાવાળી ભ્રમણકક્ષામાં મૂકવામાં આવે છે, તો બંને ઉપગ્રહના આવર્તકાળનો પ્રતિશત ફેરફાર શોધો.


    01:46
    View Solution
  38. m અને M દળ ધરાવતા અને r અંતરે રહેલા બે પદાર્થ વચ્ચે હવાનું માધ્યમ છે. જો આ બે પદાર્થો વચ્ચે હવાની જગ્યાએ કોઈ પ્રવાહી રાખવામાં આવે, તો તે પદાર્થો વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ F નું મૂલ્ય ……. થાય.


    01:16
    View Solution
  39. સૂર્યની આસપાસ પૃથ્વીની વર્તુળાકાર ભ્રમણકક્ષાની ત્રિજ્યા `1.5 xx 10^8 km` છે. પૃથ્વીની કક્ષીય ઝડપ `30 km//s` છે, તો સૂર્યનું દ્રવ્યમાન શોધો. `(G = 6.67 xx 10^(-11) N m^2/kg^2)`


    02:37
    View Solution
  40. કોઈ ગ્રહની આસપાસ ભ્રમણ કરતાં જુદા જુદા ઉપગ્રહોની કક્ષીય ત્રિજ્યા અને અનુરૂપ આવર્તકાળ T પરથી મળતા `log r rarr log T` ના આલેખનો ઢાળ કેટલો હશે ?


    01:52
    View Solution
  41. ગ્રહની આસપાસ જુદી જુદી વર્તુળાકક્ષાઓમાં ભ્રમણ કરતાં જુદા જુદા ઉપગ્રહો માટે કોણીય વેગમાન L અને કક્ષીય ત્રિજ્યા r વચ્ચેનો સંબંધ નીચેનામાંથી ક્યો છે ?


    01:06
    View Solution
  42. જો પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર ત્રણગણું વધારવામાં આવે, તો તેમની વચ્ચેનું ગુરુત્વબળ ....... .


    02:13
    View Solution
  43. સમાન દ્રવ્યમન અને r ત્રિજ્યાના બે ગોળાઓ એકબીજાને સ્પર્શે તે રીતે મૂકવામાં આવેલા છે, તો તેમની વચ્ચે લાગતું ગુરુત્વબળ `prop` …….. .


    02:15
    View Solution
  44. R ત્રિજ્યા ધરાવતા બે અલગ અલગ ગ્રહોના દળ 4M અને 9M છે. જો તેમનાં કેન્દ્રો વચ્ચેનું અંતર 6R હોય, તો 4M દળ ધરાવતાં ગ્રહથી 9M દળ ધરાવતાં ગ્રહની દિશામાં ……. અંતરે m દળ ધરાવતા પદાર્થપર બંને ગ્રહોને કારણે લાગતું પરિણામી બળ શૂન્ય મળે.


    03:07
    View Solution
  45. બે બિંદુવત્ત દળો A અને B ના દ્રવ્યમાનનો ગુણોત્તર 4 : 3 છે અને તેમની વચ્ચેનું અંતર 1 m છે. હવે જો બીજા M દ્રવ્યમાનના બિંદુવત્ત પદાર્થ C ને A અને B ની વચ્ચે મૂકવામાં આવે, તો A અને C વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ એ B અને C વચ્ચેના ગુરુત્વાકર્ષણ બળ કરતાં 1/3 ગણું થાય છે, તો દ્રવ્યમાન C નું દ્રવ્યમાન A થી અંતર શોધો.


    03:25
    View Solution
  46. કોઈ ગ્રહની ઘનતા અચળ રાખીને તેનું કદ વધારવામાં આવે, તો આ ગ્રહની સપાટી પરના પદાર્થ ઉપર ગ્રહ દ્વારા લાગતું ગુરુત્વાકર્ષણ બળ તેના દળમાં વધારો થવાથી વધે છે, પરંતુ સપાટી પર રહેલા પદાર્થનું, ગ્રહના કેન્દ્ર્થી અંતર, ગ્રહનું કદ વધતાં વધશે અને તેના કારણે પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ ઘટશે. આ બે અસરોમાંથી કઈ અસર પદાર્થના ગુરુત્વાકર્ષણ બળ ઉપર વધુ અસર કરશે ?


    02:26
    View Solution
  47. પૃથ્વીને ફરતે વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરતો એક ઉપગ્રહ નિયમિત ઝડપ v થી ગતિ કરે છે. ધારો કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એકાએક ગાયબ થઈ જાય, તો આ ઉપગ્રહ ........ .


    02:14
    View Solution
  48. બે પદાર્થ વચ્ચેનું અંતર બેગણું કરતાં, તેમની વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ ...... .


    01:01
    View Solution
  49. સૂર્યને ફરતે `1.5 xx 10^8 km` ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતી પૃથ્વીનું દળ `6 xx 10^24 kg` છે. તેનો કોણીય વેગ `2 xx 10^(-7) rad s^(-1)` છે. સૂર્ય દ્વારા પૃથ્વી ઉપર લાગતું ગુરુત્વાકર્ષણ બળ ......... ન્યૂટન થાય.


    02:01
    View Solution
  50. બે બિંદુવત્ત દળો A અને B ના દ્રવ્યમાનનો ગુણોત્તર 4 : 3 છે અને તેમની વચ્ચેનું અંતર 1 m છે. હવે જો બીજા M દ્રવ્યમાનના બિંદુવત્ત પદાર્થ C ને A અને B ની વચ્ચે મૂકવામાં આવે, તો A અને C વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ એ B અને C વચ્ચેના ગુરુત્વાકર્ષણ બળ કરતાં 1/3 ગણું થાય છે, તો દ્રવ્યમાન C નું દ્રવ્યમાન A થી અંતર શોધો.


    03:25
    View Solution
  51. સૂર્યની ફરતે પરિભ્રમણ કરતી પૃથ્વીનું કોણીય વેગ, `R^n` ને ચલે છે. જ્યાં R એ પૃથ્વી અને સૂર્યના કેન્દ્ર વચ્ચેનું અંતર છે. જો પૃથ્વીની ભ્રમણકક્ષા સંપૂર્ણ વર્તુળાકાર ધારીએ, તો n નું મૂલ્ય ………. થાય.


    02:14
    View Solution
  52. m દળવાળા ઉપગ્રહ A નું પૃથ્વીના કેન્દ્રથી અંતર r છે. બીજા એક 2m દળવાળા ઉપગ્રહ B નું પૃથ્વીના કેન્દ્રથી અંતર 2r છે, તો તેમના પરિભ્રમણ સમય (આવર્તકાળ) નો ગુણોત્તર ....... .


    01:24
    View Solution
  53. જો બે પદાર્થો વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ `1/R` ના સમપ્રમાણમાં (`1/R^2` ના સમપ્રમાણમાં નહીં) હોય, જ્યાં R એ બે પદાર્થો વચ્ચેનું અંતર છે, તો (આ બળની અસર નીચે) વર્તુળાકાર પથ પરના એક કણની કક્ષીય ઝડપ v …….. ના સમપ્રમાણમાં હોય.


    01:30
    View Solution
  54. સમાન દળવાળા બે કણો R ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર પરસ્પર ઉદ્દભવતા ગુરુત્વાકર્ષણ બળની અસર નીચે ગતિ કરે છે. દરેક કણની ઝડપ v …….. .


    01:23
    View Solution
  55. પૃથ્વીની સપાટીથી 120 km ની ઊંચાઈએ પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરતાં એક અવકાશયાનમાંથી એક બોલને પડતો મૂકવામાં આવે છે, તો બોલનું શું થશે ?


    01:28
    View Solution
  56. પૃથ્વીના દળનું g, R અને G ના સ્વરૂપમાં સૂત્ર ....... .


    01:20
    View Solution
  57. પૃથ્વીની સપાટી પર જેનું વજન 72 N છે તેવો એક પદાર્થ પૃથ્વીની સપાટીથી, પૃથ્વીની ત્રિજ્યા કરતાં અડધી ઊંચાઈએ આવે, તો તેના પરનું ગુરુત્વાકર્ષણ બળ (વજનબળ) ....... .


    01:59
    View Solution
  58. ગુરુત્વાકર્ષણ બળ ........ માટે જરૂરી છે.


    00:38
    View Solution
  59. નીચેના પૈકી ક્યાં વિધાનોની જોડ સાચી છે ? (1) ગુરુત્વકેન્દ્ર (C.G.) એ પદાર્થમાનું એ બિંદુ છે કે જ્યાં પદાર્થનું વજનબળ લાગે છે. (2) જો પૃથ્વીની ત્રિજ્યા ખૂબ જ મોટી ન હોય, તો દ્રવ્યમાન કેન્દ્ર એ ગુરુત્વકેન્દ્ર પર સંપાત થાય છે. (3) પદાર્થની બહાર આવેલા બિંદુએ તેના દ્વારા ઉદ્દભવતી ગુરુત્વીય તીવ્રતા નક્કી કરવા માટે પદાર્થનું સમગ્ર દળ તેના ગુરુત્વકેન્દ્ર પર ધારવામાં આવે છે. (4) કોઈ અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરતા પદાર્થની ચક્રાવર્તનની ત્રિજ્યા એ પદાર્થના ગુરુત્વકેન્દ્રમાંથી તેની પરિભ્રમણાક્ષ પર દોરેલા લંબની લંબાઈ જેટલી હોય છે.


    01:57
    View Solution
  60. 50 kg દળની એક વ્યક્તિ સપાટીથી 10 m ની ઊંચાઈએ ગુરુત્વાકર્ષણ-મુકત અવકાશમાં ઊભી છે. વ્યક્તિ ઊર્ધ્વદિશામાં `2 m//s` ની ઝડપથી ગતિ કરે છે અને તે જ સમયે `0.5 kg` દળનો એક પથ્થર અધોદિશામાં ફેંકે છે. જ્યારે પથ્થર સપાટી પર પહોચે ત્યારે વ્યક્તિનું સપાટીથી અંતર ....... .


    02:49
    View Solution
  61. M દળ અને R ત્રિજ્યા તથા 5 M દળ અને 2 R ત્રિજ્યાવાળા બે ગોળાકાર પદાર્થો પ્રારંભમાં અવકાશમાં એકબીજાથી તેમનાં કેન્દ્રો વચ્ચેનું અંતર 12 R હોય તેટલા અંતરથી છૂટા રાખેલા છે. હવે તેમને મુક્ત કરવામાં આવે, તો તેઓ એકબીજા તરફ માત્ર ગુરુત્વાકર્ષણ બળના કારણે આકર્ષાય છે. નાના પદાર્થ વડે અથડામણ અગાઉ કાપેલું અંતર ........ .


    05:13
    View Solution
  62. કેપ્લરના ત્રીજા નિયમ મુજબ, સૂર્યની આસપાસ ગ્રહના પરિભ્રમણના આવર્તકાળ (T) નો વેગ સૂર્ય અને ગ્રહ વચ્ચેના સરેરાશ અંતર (r ) ના ધનના સમપ્રમાણમાં હોય છે. અર્થાત `T^2 = Kr^3`, જ્યાં K = આચળાંક. જો સૂર્ય અને ગ્રહના દળ અનુક્રમે M અને m હોય, તો ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમ મુજબ તેમની વચ્ચે ઉદ્દભવતું આકર્ષણબળ, `F = G Mm/r^2`, જ્યાં G = ગુરુત્વાકર્ષણનો અચળાંક. G અને K વચ્ચેનો સંબંધ .......... .


    02:43
    View Solution
  63. જો સૂર્યનું દળ 10ગણું નાનું હોત અને ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકનું મૂલ્ય 10ગણું મોટું હોત તો નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?


    02:44
    View Solution
  64. એક ઉપગ્રહ (S), પૃથ્વીની આસપાસ લંબવર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે. ઉપગ્રહનું દળ પૃથ્વીના દળની સરખામણીમાં અત્યંત નાનું છે, તો ......... .


    01:51
    View Solution
  65. M દળના પદાર્થનું બે ટુકડાઓમાં કેવી રીતે વિભાજન કરી શકાય કે જેથી આપેલા અંતર માટે તેમની વચ્ચે ઉદ્દભવતું ગુરુત્વાકર્ષણ બળ મહત્તમ બને ?


    02:01
    View Solution
  66. જો ગુરુત્વાકર્ષણ બળ `F prop I/r^n` (જ્યાં r = અંતર અને `n in N`) હોય, તો સૂર્યથી R જેટલી ત્રિજ્યા ધરાવતી કક્ષામાં ગતિ કરતાં ગ્રહને સૂર્યનું એક ચક્કર લગાવતાં લાગતો સમય `T prop …….`


    03:01
    View Solution
  67. સૂર્યની આસપાસ કોઈ એક ગ્રહ લંબવર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરતો હોય, તો આકૃતિમાં ક્યાં સ્થાન આગળ તેનો વેગ મહત્તમ હશે ?


    02:13
    View Solution
  68. પૃથ્વીની સપાટી પર એક પદાર્થનું વજન 63 N છે, તો પૃથ્વીની સપાટીથી તેની ત્રિજ્યા કરતાં અડધી ઊંચાઈએ પદાર્થનું વજન ...... હોય.


    01:52
    View Solution
  69. આકૃતિમાં દર્શાવ્યા મુજબ સૂર્યની આસપાસ લંબવર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરતા એક ગ્રહ માટે `OA/OB = 4` છે, તો ગ્રહની બિંદુ A અને B આગળ ઝડપનો ગુણોત્તર …….. .


    01:29
    View Solution
  70. R જેટલી સમાન ત્રિજ્યા ધરાવતા બે ગ્રહોના દળ અનુક્રમે 2m અને 6m છે અને તેમનાં કેન્દ્રો વચ્ચેનું અંતર x છે. એક M દળના પદાર્થને 2m દળના ગ્રહ પરથી 6m દળના ગ્રહ તરફની દિશામાં ફેંકવામાં આવે, તો બંને ગ્રહોને જોડતી રેખા પર ....... અંતરે પદાર્થ પરનું ગુરુત્વાકર્ષણ બળ શૂન્ય થાય.


    02:46
    View Solution
  71. પૃથ્વી અને મંગળ ગ્રહ પર ગુરુત્વીય પ્રવેગ અનુક્રમે `g_e` અને `g_m` છે. જો મિલિકાનનો વિદ્યુતભાર માપવાનો તૈલબુંદનો પ્રયોગ પૃથ્વી અને મંગળ ગ્રહ પર કરવામાં આવે, તો `e_m/e_e` = …….. . (જ્યાં `e_m` = મંગળ પર ઇલેક્ટ્રોનનો વીજભાર, `e_e` = પૃથ્વી પર ઇલેક્ટ્રોનનો વીજભાર)


    01:31
    View Solution
  72. સૂર્ય અને પૃથ્વીને જોડતી રેખાએ April 1996 દરમ્યાન આંતરેલ વિભાગનું ક્ષેત્રફળ A જેટલું હોય, તો April 1996 મહિનાના બીજા અઠવાડિયામાં સૂર્ય અને પૃથ્વીને જોડતી રેખાએ આંતરેલા વિભાગનું ક્ષેત્રફળ …….. .


    01:38
    View Solution
  73. સૂર્ય અને ગ્રહ વચ્ચેનું અંતર r છે, તો ગ્રહનું સૂર્યને અનુલક્ષીને કોણીય વેગમાન ........ ના સમપ્રમાણમાં હોય.


    01:16
    View Solution
  74. બે બિંદુવત્ત દળો A અને B ના દ્રવ્યમાનનો ગુણોત્તર 4 : 3 છે અને તેમની વચ્ચેનું અંતર 1 m છે. હવે જો બીજા M દ્રવ્યમાનના બિંદુવત્ત પદાર્થ C ને A અને B ની વચ્ચે મૂકવામાં આવે, તો A અને C વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ એ B અને C વચ્ચેના ગુરુત્વાકર્ષણ બળ કરતાં 1/3 ગણું થાય છે, તો દ્રવ્યમાન C નું દ્રવ્યમાન A થી અંતર શોધો.


    03:25
    View Solution
  75. લંબવર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરતા ગ્રહ માટે સૂર્યથી સૌથી નજીકનું અંતર `r_1` અને સૌથી દૂરનું અંતર `r_2` છે. જો `v_1` અને `v_2` એ અનુક્રમે આ બે બિંદુ આગળના રેખીય વેગ હોય, તો `v_1/v_2` = …… .


    01:10
    View Solution
  76. R ત્રિજ્યા અને નિયમિત ઘનતાના એક ઘન ગોળાના કેન્દ્રથી 2R અંતરે, P બિંદુએ મૂકેલા કણ પર `F_1` ને સમાન ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, `R/2` ત્રિજ્યાની ગોળાકાર બખોલ ગોળામાં બનાવવામાં આવે છે.બખોલ સાથે ગોળો P બિંદુએ રહેલા તે જ કણ પર `F_2` ગુરુત્વાકર્ષણ બળ લગાવે છે, તો `F_2/F_1` ગુણોત્તર શોધો.


    05:45
    View Solution
  77. M ને સમાન, દરેક ત્રણ દળો a બાજુની લંબાઈના ચોરસના ત્રણ ખૂણાઓ પર મૂકેલા છે, તો ચોથા ખૂણા પરના એકમ દળ પર આકર્ષણ બળ શોધો.


    04:00
    View Solution
  78. `r_1` અને `r_2` ત્રિજ્યા ધરાવતા `m_1` અને `m_2` દળોના બે સમકેન્દ્રી કવચો છે, તો નીચેનામાંથી r અંતરે ગુરુત્વીયક્ષેત્ર માટેનું ક્યું સમીકરણ સાચું છે ?


    01:37
    View Solution
  79. દરેકનું દળ m છે તેવા બે ધાતુના ગોળાને દરેકને L જેટલી લંબાઈની દોરીથી લટકાવ્યા છે. ઉપરના છેડા વચ્ચેનું અંતર L છે. આ બંને ગોળા વચ્ચે ઉદ્દભવતા આકર્ષણને કારણે, દોરી લંબ સાથે કેટલો ખૂણો બનાવશે ?


    02:49
    View Solution
  80. M દળ, R ત્રિજ્યાવાળા એક ગોળામાંથી તેના પરિઘને અડીને કેન્દ્રથી `R/2` જેટલી ત્રિજ્યાવાળો એક ગોળો કાપી લઈ તેને મુખ્ય ગોળાના કેન્દ્રથી 2R જેટલા અંતરે આકૃતિ પ્રમાણે મૂકેલો છે, તો બંને ગોળા વચ્ચે ઉદ્દભવતું બળ ....... .


    03:21
    View Solution
  81. ગુરુત્વ તીવ્રતાનો SI એકમ ……. છે.


    01:07
    View Solution
  82. ચંદ્ર પરના ગુરુત્વપ્રવેગ `g_m` નું મૂલ્ય પૃથ્વી પરના ગુરુત્વપ્રવેગ `g_e` ના મૂલ્યના છઠ્ઠા ભાગનું છે. જો ચંદ્ર અને પૃથ્વીના દ્રવ્યની ઘનતા સમાન ધારીએ, તો પૃથ્વી અને ચંદ્રની ત્રિજ્યાનો ગુણોત્તર ....... થાય.


    01:53
    View Solution
  83. જો પૃથ્વીની ત્રિજ્યા એકાએક તેના હાલના મૂલ્યના ત્રીજા ભાગની ઘટી જાય, તો તેનું ગુરુત્વપ્રવેગ ....... થાય. પૃથ્વી સપાટી પરનું ગુરુત્વપ્રવેગ `g_e` છે.


    02:02
    View Solution
  84. બે ગ્રહોના દ્રવ્યની ઘનતા સમાન છે પણ ત્રિજ્યાઓ જુદી જુદી છે, તો તેમના ગુરુત્વપ્રવેગ ...... .


    01:12
    View Solution
  85. જો પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ 'g' ના મૂલ્યમાં જેટલો ફેરફાર થાય, તેટલો જ ફેરફાર પૃથ્વીની સપાટીથી d અંતરે ઊંડે ઊતરતા થતો હોય, તો ...... . (અહી d અને h ના મૂલ્ય, પૃથ્વીની ત્રિજ્યાની સરખામણીમાં ઘણા નાના છે.)


    02:04
    View Solution
  86. એક મુકત રીતે ફરતા ભૂસ્થિર કૃત્રિમ ઉપગ્રહ પર રાખેલાં સાદા લોલકનો આવર્તકાળ ...... હોય.


    01:01
    View Solution
  87. એક વ્યક્તિ ઇન્ટરનેશનલ સ્પેશ સ્ટેશન પર ઊભો છે અને સ્પેશ સ્ટેશન પૃથ્વીની સપાટીથી 520 km ની ઊંચાઈએ `7.6 km//s` ની અચળ ઝડપથી પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે. જો વ્યક્તિનું વજન 50 kg હોય, તો ગુરુત્વપ્રવેગ શોધો. (પૃથ્વીની ત્રિજ્યા `R_e = 6400 km` અને `g = 9.8 m s^(-2)`)


    03:01
    View Solution
  88. `M_0` દળ અને `D_0` વ્યાસ ધરાવતા એક દૂરના ગ્રહ ઉપર રહેલા m દળના પદાર્થ ઉપર આ ગ્રહના ગુરુત્વાકર્ષણ બળને કારણે લાગતું ગુરુત્વાકર્ષણ પ્રવેગ ......... થાય.


    01:05
    View Solution
  89. પૃથ્વીની ત્રિજ્યા R અને પૃથ્વીની સપાટી પર ગુરુત્વાકર્ષણ પ્રવેગ `g_e` હોય, તો પૃથ્વીની સરેરાશ ઘનતા ........ થાય.


    01:49
    View Solution
  90. પૃથ્વી પરનો ગુરુત્વપ્રવેગ `g_e`, પૃથ્વીની સરેરાશ ઘનતાના …… .


    01:06
    View Solution
  91. જે ઊંચાઈએ ગુરુત્વપ્રવેગનું મૂલ્ય નવમા ભાગનું થાય તે ઊંચાઈને R ના પદમાં શોધો. પૃથ્વીની ત્રિજ્યા R છે g એ પૃથ્વીની સપાટી પરનો ગુરુત્વપ્રવેગ છે.


    01:27
    View Solution
  92. એક ગ્રહ પરના દળ અને વ્યાસ પૃથ્વીના દળ અને વ્યાસ કરતાં બમણા છે, તો પૃથ્વી પરના સેકન્ડ લોલકને આ ગ્રહ ઉપર લઈ જતાં, ત્યાં તેનો આવર્તકાળ ........ થાય.


    03:03
    View Solution
  93. ધારો કે પૃથ્વી નિયત દળ ઘનતા ધરાવતો ગોળો છે. પૃથ્વીની સપાટીથી 32 km ઊંડે એક પદાર્થને લઈ જતાં, તેના વજનમાં થતો પ્રતિશત ઘટાડો ........ % હોય. (પૃથ્વીની ત્રિજ્યા = 6400 km લો.)


    02:26
    View Solution
  94. એક બિંદુએથી ગુરુત્વીય તીવ્રતાનું મૂલ્ય `0.7 N/kg` છે, તો તે બિંદુએ 5 kg દળના પદાર્થ પર લાગતા ગુરુત્વબળનું મૂલ્ય કેટલું હશે ?


    01:00
    View Solution
  95. પૃથ્વીના કેન્દ્રથી શરૂઆત કરતાં અંતર વધે તેમ g ના મૂલ્યમાં થતો ફેરફાર નીચેનામાંથી ક્યો આલેખ દર્શાવે છે ? (`R_e` = પૃથ્વીની ત્રિજ્યા)


    02:49
    View Solution
  96. R ત્રિજ્યા અને નિયમિત ઘનતાવાળી ગોળાકાર કવચના કેન્દ્રથી શરૂઆત કરી અંતર r સાથે ગુરુત્વતીવ્રતા I માં થતો ફેરફાર નીચેનામાંથી ક્યો આલેખ દર્શાવે છે ?


    01:25
    View Solution
  97. M અને 4M દળ ધરાવતા બે ગ્રહો વચ્ચેનું અંતર a છે. તેમને જોડતી રેખા પરના જે બિંદુએ ગુરુત્વતીવ્રતા શૂન્ય બને, તે બિંદુએ ગુરુત્વસ્થિતિમાન કેટલું હશે ?


    02:53
    View Solution
  98. જો કોઈ કારણસર પૃથ્વીનું સંકોચન થઈ (તેનું દળ અચળ રહે તે રીતે) પૃથ્વીની ત્રિજ્યા હાલની ત્રિજ્યાના 50% થઈ જાય તો પૃથ્વીની સપાટી પરના ગુરુત્વપ્રવેગના મૂલ્યમાં કેટલા ટકાનો ફેરફાર થાય ?


    01:30
    View Solution
  99. એક સાદા લોલકનો આવર્તકાળ પૃથ્વીની સપાટી નજીક `T_1` છે. હવે આ લોલકને પૃથ્વીની સપાટીથી `h = 2R` જેટલી ઊંચાઈએ લઈ જવામાં આવે, તો ત્યાં તેનો આવર્તકાળ કેટલો થાય ? (R = પૃથ્વીની ત્રિજ્યા)


    02:12
    View Solution
  100. પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈએ ગુરુત્વપ્રવેગનું મૂલ્ય સપાટી પરના ગુરુત્વપ્રવેગના મૂલ્યના 1% જેટલું હોય ? (પૃથ્વીની ત્રિજ્યા `R_e` છે.)


    01:31
    View Solution

Exercise questions and complete solutions for chapter ગુરુત્વાકર્ષણ of PHOENIX PUBLICATION of Class 11

All Exercises from PHOENIX PUBLICATION Class 11 PHYSICS ગુરુત્વાકર્ષણ