Class 12 | MATHS |
Chapter | વિકલિતના ઉપયોગો |
NCERT | Exercise |
Number Of Questions | 100 |
Academic Year | 2023-24 |
જ્યારે (a) `r = 3` સેમી તથા (b) `r = 4` સેમી હોય ત્યારે વર્તુળના ક્ષેત્રફળમાં તેની ત્રિજ્યા `r` ને સાપેક્ષ થતા ફેરફારનો દર શોધો.
એક સમઘનનું કદ `8` સેમી^(3)/સેના દરથી વધે છે. જ્યારે સમઘનની ધારની લંબાઈ `12` સેમી હોય ત્યારે તેનું પૃષ્ઠફળ કેટલી ઝડપથી વધે?
એક વર્તુળની ત્રિજ્યા એકધારી 3 સેમી/સે ના દરથી વધે છે. જ્યારે વર્તુળની ત્રિજ્યા 10 સેમી હોય ત્યારે વર્તુળના ક્ષેત્રફળમાં થતા વધારાનો દર શોધો.
એક સમઘનની ધાર 3 સેમી/સે ના દરથી વધે છે. જ્યારે સમઘનની ધારની લંબાઈ 10 સેમી હોય ત્યારે તે સમઘનનું ઘનફળ કેટલી ઝડપથી વધે?
શાંત સરોવરમાં એક પથ્થર નાંખવામાં આવે છે અને પાણીમાં વર્તુળાકાર વમળો સર્જાય છે. વર્તુળાકાર વમળોની ત્રિજ્યા 5 સેમી/સે ની ઝડપે વધે છે. જ્યારે વર્તુળાકાર વમળની ત્રિજ્યા 8 સેમી હોય, ત્યારે આ વર્તુળાકાર વમળોનું ક્ષેત્રફળ કેટલી ઝડપે વધે છે?
એક વર્તુળની ત્રિજ્યા 0.7 સેમી/સે ના દરે વધે છે, તો વર્તુળના પરિઘના વધવાનો દર કેટલો હશે?
એક લંબચોરસની લંબાઈ x, 5 સેમી/મિનિટના દરે ઘટે છે અને તેની પહોળાઈ y, 4 સેમી/મિનિટના દરે વધે છે. જ્યારે `x = 8` સેમી અને `y = 6` સેમી હોય, ત્યારે (a) લંબચોરસની પરિમિતિ.
એક લંબચોરસની લંબાઈ x, 5 સેમી/મિનિટના દરે ઘટે છે અને તેની પહોળાઈ y, 4 સેમી/મિનિટના દરે વધે છે. જ્યારે `x = 8` સેમી અને `y = 6` સેમી હોય, ત્યારે (b) (b) લંબચોરસના ક્ષેત્રફળમાં થતા ફેરફારનો દર શોધો.
એક ગોળાકાર ફુગ્ગામાં તેનું કદ `900` સેમી^(3)/સે ના દરે વધે એવી રીતે હવા ભરવામાં આવે છે. જ્યારે ફુગ્ગાની ત્રિજ્યા `15` સેમી હોય ત્યારે ત્રિજ્યાના વધવાનો દર શોધો. ફુગ્ગો ગોળાકાર જ રહે છે.
એક ગોળાકાર ફુગ્ગાની ત્રિજ્યા ચલિત થાય છે અને તે ફુગ્ગો ગોળાકાર જ રહે છે. જ્યારે તેની ત્રિજ્યા `10` સેમી હોય ત્યારે તેના ઘનફળમાં ત્રિજ્યાને સાપેક્ષ થતા વધારાનો દર શોધો.
એક `5` મીટર લાંબી નિસરણી દીવાલે ટેકવી છે. સીડીનો નીચેનો છેડો જમીન પર `2` સેમી/સે ના દરે દીવાલથી દૂર લઈ જવામાં આવે છે. જ્યારે સીડીનો નીચેનો છેડો દીવાલથી `4` મીટર દૂર હોય, ત્યારે દીવાલ પર નિસરણીની ઊંચાઈ કેટલી ઝડપથી ઘટે છે?
એક પદાર્થ, વક્ર `6y = x^(3) + 2` પર ગતિ કરે છે. વક્ર પરનાં જે બિંદુઓએ તેમના y-ચામમાં તેમના x-ચામ કરતાં 8 ગણી ઝડપે ફેરફાર થાય, તે બિંદુઓ શોધો.
હવાના પરપોટાની ત્રિજ્યા `1/2` સેમી/સે ના દરથી વધે છે, જ્યારે પરપોટાની ત્રિજ્યા 1 સેમી હોય ત્યારે તેના કદમાં થતો વધારાનો દર કેટલો હોય ?
એક ગોળાકાર ફુગ્ગાનો વ્યાસ `(2x + 1)` છે, તો આ ફુગ્ગાના ઘનફળમાં `x` ને સાપેક્ષ થતા ફેરફારનો દર શોધો. ફુગ્ગો ગોળાકાર જ રહે છે.
એક પાઇપદ્વારા 12 `સેમી^3`/ સેકન્ડ ના દર થી રેતી નાખવા માં આવે છે આ રેતી દ્વારા જમીન પર શંકુ બને છે. તેની ઊંચાઈ હમેશા તેના પાયાની ત્રિજ્યા કરતાં 1/6 ગણી રહે છે .જ્યારેઊંચાઈ4 સેમી હોય ત્યારે રેતી ના આ શંકુ ની ઊંચાઈ ના વધારા નો દર શોધો .
એક વસ્તુના `x` એકમના ઉત્પાદનનો કુલ ખર્ચ (રૂપિયામાં) `C(x) = 0.007 x^(3) - 0.003 x^(2) + 15 x + 4000` દ્વારા મળે છે. જ્યારે `10` એકમનું ઉત્પાદન થયેલ હોય ત્યારે સીમાંત ખર્ચ શોધો.
એક વસ્તુના `x` એકમના વેચાણથી મળતી કુલ આવક (રૂપિયામાં) `R(x) = 13x^(2) + 26 x + 15` દ્વારા મળે છે. જ્યારે `x = 7` હોય ત્યારે સીમાંત આવક શોધો.
જ્યારે ત્રિજ્યા `6` સેમી હોય ત્યારે વર્તુળના ક્ષેત્રફળમાં તેની ત્રિજ્યાને સાપેક્ષ થતા ફેરફારનો દર ........... હોય.
એક વસ્તુના `x` એકમના વેચાણથી મળતી કુલ આવક (રૂપિયામાં) `R(x) = 3x^(2) + 36 x + 5` દ્વારા મળે છે. જ્યારે `x = 15` હોય ત્યારે થતી સીમાંત આવક Rs. ............ હોય.
સાબિત કરો કે `f (x) = 3x + 17` એ R પર વધતું વિધેય છે.
સાબિત કરો કે `f (x) = e^(2x)`, R પર વધતું વિધેય છે.
સાબિત કરો કે `f (x) = sin x` `(0, pi/2)` માં વધતું વિધેય છે.
સાબિત કરો કે `f (x) = sin x` `(pi/2, pi)` માં ઘટતું વિધેય છે.
સાબિત કરો કે `f (x) = sin x` `(0, pi)` માં વધતું કે ઘટતું વિધેય નથી.
વિધેય `f (x) = 2x^(2) - 3x` કયા અંતરાલમાં (a) વધે (b) ઘટે તે શોધો.
વિધેય `f (x) = 2x^(3) - 3x^(2) - 36x + 7` કયા અંતરાલમાં (a) વધે (b) ઘટે તે નક્કી કરો.
નીચેના વિધેયો કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધે છે અથવા ચુસ્ત રીતે ઘટે છે તે નક્કી કરો : `x^(2) + 2x -5`
નીચેના વિધેયો કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધે છે અથવા ચુસ્ત રીતે ઘટે છે તે નક્કી કરો : `10 -6x -2x^(2)`
નીચેના વિધેયો કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધે છે અથવા ચુસ્ત રીતે ઘટે છે તે નક્કી કરો : `-2x^(3) -9x^(2) -12x +10`
નીચેના વિધેયો કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધે છે અથવા ચુસ્ત રીતે ઘટે છે તે નક્કી કરો : `6 -9x -x^(2)`
નીચેના વિધેયો ક્યાં અંતરાલ માં ચુસ્ત રીતે વધે છે અથવા ચુસ્ત રીતે ઘટે છે તે નક્કી કરો : `(x+1)^3` `(x-3)^3`
સાબિત કરો કે `x` પરનું વિધેય `y = log (1 + x) - (2x)/(2+x)`, `x gt -1` એ તેના પ્રદેશ પર વધતું વિધેય છે.
y=`[x(x-2)]^2` એ xની જે કિમતો માટે વધતું વિધેય હોય તે કિમતો શોધો .
સાબિત કરો કે `y = (4sin theta)/(2 + cos theta) - theta` એ `theta ∈ [0, pi/2]` માં વધતું વિધેય છે.
સાબિત કરો કે લઘુગણકીય વિધેય અંતરાલ `(0, infty)` પર વધતું વિધેય છે.
સાબિત કરો કે `f (x) = x^(2) - x + 1`, અંતરાલ `(-1, 1)` પર વધતું કે ઘટતું વિધેય નથી.
નીચે આપેલાં વિધેયોમાંથી કયું વિધેય અંતરાલ `(0,pi/2)`પર ઘટતું વિધેય છે?
વિધેય `f (x) = x^(100) + sin x -1` એ નીચે આપેલા અંતરાલો પૈકી કયા અંતરાલમાં ઘટે છે ?
`a` ની કઈ કિંમત માટે વિધેય `f (x) = x^(2) + ax + 1` એ અંતરાલ [1, 2] પર વધે છે ?
જો I કોઈ વિવૃત્ત અંતરાલ હોય અને `I cap [-1, 1] = phi` હોય, તો સાબિત કરો કે `f(x) = x + 1/x` એ I પર વધતું વિધેય છે.
જે અંતરાલોમાં વિધેય `f(x) = sin 3x`, `x ∈ [0, pi/2]` ઘટે તે અંતરાલો શોધો.
સાબિત કરો કે `f (x) = x^(3)- 3x^(2) + 3x -600` એ `R` પર વધતું વિધેય છે.
નીચે આપેલા અંતરાલો પૈકી કયા અંતરાલમાં `y =x^(3)` વધતું વિધેય છે?
વક્ર `y = 3x^(4) -4x` ને `x = 4` આગળના સ્પર્શકનો ઢાળ શોધો.
વક્ર `y = (x-1)/(x-2)` `x ne 2` ને `x = 10` આગળના સ્પર્શકનો ઢાળ શોધો.
વક્ર `y = x^(3) -x +1` ના જે બિંદુનો x-યામ 2 હોય તે બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ શોધો.
વક્ર `y = x^(3) -3x + 2` ના જે બિંદુનો x-યામ 3 હોય તે બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ શોધો.
`x =a cos^(3) theta`, `y = a sin^(3) theta` પ્રચલ સમીકરણવાળા વક્રને `theta = pi/4` આગળના અભિલંબનો ઢાળ શોધો.
`x = 1 -a sin theta`, `y = b cos^(2) theta` પ્રચલ સમીકરણવાળા વક્રને `theta = pi/2` આગળના અભિલંબનો ઢાળ શોધો.
વક્ર `y= x^3 - 3x^2 - 9x + 7 `ને જે બિંદુ ઓ આગળ ના સ્પર્શકો X- અક્ષ ને સમાંતર હોય તે બિંદુઓ શોધો.
વક્ર y= `(x-2)^2` નો એક સ્પર્શક વક્ર પર ના બિંદુ ઓ (2,0) અને (4,4) ને જોડતી જીવા ને સમાંતર હોય તે સ્પર્શક નું સ્પર્શબિંદુ શોધો.
વક્ર `y = x^(3) -11x +5` ના કોઈ બિંદુ આગળનો સ્પર્શક `y = x- 11` હોય, તો વક્ર પરનું તે બિંદુ શોધો.
વક્ર `y = 1/(x-1)` `x ne 1`ને –1 ઢાળવાળા તમામ સ્પર્શકોનાં સમીકરણો શોધો.
વક્ર `y = 1/(x-3)` `x ne 3` ને 2 ઢાળવાળા તમામ સ્પર્શકોનાં સમીકરણો શોધો.
વક્ર `y = 1/(x^(2) -2x+3)` ને 0 ઢાળવાળા તમામ સ્પર્શકોનાં સમીકરણો શોધો.
વક્ર `x^(2)/9 + x^(2)/16 =1` ના જે બિંદુ આગળના સ્પર્શકો (i) X-અક્ષને સમાંતર હોય,
વક્ર `x^(2)/9 + x^(2)/16 =1` ના જે બિંદુ આગળના સ્પર્શકો Y-અક્ષને સમાંતર હોય તે બિંદુઓ શોધો.
નીચે આપેલ વક્રોને દર્શાવેલ બિંદુ આગળ સ્પર્શક સમીકરણો શોધો : `y = x^(4) -6x^(3) + 13x^(2) -10x + 5` પરના `(0, 5)` બિંદુ આગળ
નીચે આપેલ વક્રોને દર્શાવેલ બિંદુ આગળ અભિલંબ સમીકરણો શોધો : `y = x^(4) -6x^(3) + 13x^(2) -10x + 5` પરના `(0, 5)` બિંદુ આગળ
નીચે આપેલ વક્રોને દર્શાવેલ બિંદુ આગળ સ્પર્શક સમીકરણો શોધો : `y = x^(3)` પરના (1, 1) બિંદુ આગળ
નીચે આપેલ વક્રોને દર્શાવેલ બિંદુ આગળ અભિલંબ સમીકરણો શોધો : `y = x^(3)` પરના (1, 1) બિંદુ આગળ
નીચે આપેલ વક્રોને દર્શાવેલ બિંદુ આગળ સ્પર્શક સમીકરણો શોધો : `x = cos t`, `y = sin t` પરના `t = pi/4` ને સંગત બિંદુ પર
વક્ર `y = x^(2) -2x + 7` ના (a) રેખા `2x -y + 9 = 0` ને સમાંતર સ્પર્શકોના સમીકરણો શોધો.
વક્ર `y = x^(2) -2x + 7` ના (b) રેખા `5y -15x = 13` ને લંબ સ્પર્શકોનાં સમીકરણો શોધો.
નીચે આપેલ વક્રોને દર્શાવેલ બિંદુ આગળ સ્પર્શક સમીકરણો શોધો : `y = x^(2)` પરના (0, 0) બિંદુ આગળ
નીચે આપેલ વક્રોને દર્શાવેલ બિંદુ આગળ અભિલંબ સમીકરણો શોધો : `y = x^(2)` પરના (0, 0) બિંદુ આગળ
નીચે આપેલ વક્રોને દર્શાવેલ બિંદુ આગળ અભિલંબ સમીકરણો શોધો : `x = cos t`, `y = sin t` પરના `t = pi/4` ને સંગત બિંદુ પર
વક્ર `x^2+y^2 -2x-3=0 `ના જે બિંદુ આગળ ના સ્પર્શકો X-અક્ષ ને સમાંતર હોય તે બિંદુ ઓ મેળવો .
વક્ર ` ay^2= x^3 ` ના` (am^2, am^3)` બિંદુ આગળ ના અભિલંબ નું સમીકરણ મેળવો .
y= `x^3+2x+6` ના રેખા `x+14y+4 =0 `ને સમાંતર અભિલંબ ના સમીકરણ શોધો .
પરવલય `y^(2) = 4ax` ના `(at^(2), 2at)` બિંદુ આગળ અભિલંબનાં સમીકરણો મેળવો.
પરવલય `y^(2) = 4ax` ના `(at^(2), 2at)` બિંદુ આગળ સ્પર્શક ના સમીકરણો મેળવો.
અતિવલય `x^(2)/a^(2) - y^(2)/b^(2) =1` ના `(x_0, y_0)` બિંદુ આગળના સ્પર્શક ના સમીકરણો મેળવો.
અતિવલય `x^(2)/a^(2) - y^(2)/b^(2) =1` ના `(x_0, y_0)` બિંદુ આગળના અભિલંબ નો સમીકરણો મેળવો.
વક્ર`y^2 =4x `ના ........... બિંદુ આગળ નો સ્પર્શક y= x+1 છે.
વિકલના ઉપયોગથી, નીચેનાં આસન્ન મૂલ્યો 3 દશાંશસ્થળ સુધી મેળવો : `sqrt(25.5)`
વિકલન ના ઉપયોગ થી , નીચેના આસન્ન મૂલ્યો 3 દશાંશ સ્થળ સુધી મેળવો.: `sqrt49.5`
વિકલના ઉપયોગથી, નીચેનાં આસન્ન મૂલ્યો 3 દશાંશસ્થળ સુધી મેળવો : `sqrt(0.6)`
વિકલના ઉપયોગથી, નીચેનાં આસન્ન મૂલ્યો 3 દશાંશસ્થળ સુધી મેળવો : `(0.009)^(1/3)`
વિકલન ના ઉપયોગ થી , નીચેના આસન્ન મૂલ્યો 3 દશાંશ સ્થળ સુધી મેળવો.: `(0.999)^(1/10)`
વિકલના ઉપયોગથી, નીચેનાં આસન્ન મૂલ્યો 3 દશાંશસ્થળ સુધી મેળવો : `(15)^(1/4)`
વિકલના ઉપયોગથી, નીચેનાં આસન્ન મૂલ્યો 3 દશાંશસ્થળ સુધી મેળવો : `26^(1/3)`
વિકલના ઉપયોગથી, નીચેનાં આસન્ન મૂલ્યો 3 દશાંશસ્થળ સુધી મેળવો : `255^(1/4)`
વિકલના ઉપયોગથી, નીચેનાં આસન્ન મૂલ્યો 3 દશાંશસ્થળ સુધી મેળવો : `82^(1/4)`
વિકલના ઉપયોગથી, નીચેનાં આસન્ન મૂલ્યો 3 દશાંશસ્થળ સુધી મેળવો : `401^(1/2)`
વિકલના ઉપયોગથી, નીચેનાં આસન્ન મૂલ્યો 3 દશાંશસ્થળ સુધી મેળવો : `(0.0037)^(1/2)`
વિકલના ઉપયોગથી, નીચેનાં આસન્ન મૂલ્યો 3 દશાંશસ્થળ સુધી મેળવો : `(26.57)^(1/3)`
વિકલના ઉપયોગથી, નીચેનાં આસન્ન મૂલ્યો 3 દશાંશસ્થળ સુધી મેળવો : `(81.5)^(1/4)`
વિકલના ઉપયોગથી, નીચેનાં આસન્ન મૂલ્યો 3 દશાંશસ્થળ સુધી મેળવો : `(3.968)^(3/2)`
વિકલના ઉપયોગથી, નીચેનાં આસન્ન મૂલ્યો 3 દશાંશસ્થળ સુધી મેળવો : `(32.15)^(1/5)`
જો `f (x) = 4x^(2) + 5x + 2` હોય, તો `f (2.01)` નું આસન્ન મૂલ્ય શોધો.
જો `f (x) = x^(3) - 7x^(2) + 15` હોય, તો `f(5.001)` નું આસન્ન મૂલ્ય શોધો.
એક સમઘનની બાજુની લંબાઈ `x` મીટર છે. જો સમઘનની બાજુની લંબાઈમાં `5%` નો વધારો થતો હોય, તો તેના ઘનફળમાં થતા વધારાનું આસન્ન મૂલ્ય શોધો.
એક સમઘનની બાજુની લંબાઈ `x` મીટર છે. જો સમઘનની બાજુની લંબાઈમાં `1 %` નો ઘટાડો થતો હોય, તો તેના પૃષ્ઠફળમાં આશરે કેટલો ઘટાડો થાય તે શોધો.
એક ગોલકની ત્રિજ્યાના માપનમાં 0.01 મીટર ત્રુટિ રહી ગયેલ છે. જો ગોલકની ત્રિજ્યા 7 મીટર માપવામાં આવી હોય, તો તેના ઘનફળમાં પ્રવેશતી ત્રુટિનું આસન્ન મૂલ્ય શોધો.
એક ગોલક ની ત્રિજ્યા ના માપન માં 0.03મીટર ત્રુટિ રહી ગયેલ છે જો ગોલક ની ત્રિજ્યા 9મીટર માપવા માં આવી હોય તો તેના ઘનફળમાં પ્રવેશતી ત્રુટિ નું આસન મૂલ્ય શોધો.
જો f(x)=` 3x^2 + 15x +5` હોય તો f(3.02) નું આસન મૂલ્ય _______શોધો.
એક સમઘનની બાજુની લંબાઈ x મીટર છે. જો તેની બાજુની લંબાઈમાં 2 % નો વધારો થતો હોય, તો તેના ઘનફળમાં થતા વધારાનું આસન્ન મૂલ્ય ............ છે.
નીચે આપેલાં વિધેયોને મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્યો હોય, તો તે શોધો : `f (x) = (2x -1)^(2) + 3`
નીચે આપેલાં વિધેયોને મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્યો હોય, તો તે શોધો : `f(x) =9x^(2) +12x +2`
Exercise questions and complete solutions for chapter વિકલિતના ઉપયોગો of NCERT Maths(Gujarati) of Class 12