Doubtnut Promotions Sticky

Complete Solutions to Example of chapter વિકલિતના ઉપયોગો of Class 12 book with complete answers and questions

Class 12MATHS
Chapterવિકલિતના ઉપયોગો
NCERTExample
Number Of Questions41
Academic Year2023-24
  1. 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના ક્ષેત્રફળમાં તેની ત્રિજ્યાને સાપેક્ષ થતા ફેરફારનો દર શોધો.


    01:27
    View Solution
  2. એક સમઘનનું કદ `9` સેમી^(3)/સે ના દરથી વધે છે. જ્યારે ઘનની ધારની લંબાઈ `10` સેમી હોય ત્યારે તેના પૃષ્ઠફળના વધવાનો દર શોધો.


    02:40
    View Solution
  3. શાંત સરોવરમાં એક પથ્થર નાખવામાં આવે છે અને પાણીમાં વર્તુળાકાર વમળો સર્જાય છે. આ વર્તુળાકાર વમળોની ત્રિજ્યા 4 સેમી/સે ની ઝડપે વધે છે. જ્યારે વર્તુળાકાર વમળની ત્રિજ્યા 10 સેમી હોય ત્યારે આ વર્તુળાકાર વમળોનું ક્ષેત્રફળ કેટલી ઝડપે વધે છે ?


    01:49
    View Solution
  4. એક લંબચોરસની લંબાઈ x, 3 સેમી/મિનિટના દર ઘટે છે તથા તેની પહોળાઈ y, 2 સેમી મિનિટના દરથી વધે છે. જ્યારે `x = 10` સેમી અને `y = 6` સેમી હોય, ત્યારે (a) લંબચોરસની પરિમિતિ


    01:33
    View Solution
  5. એક લંબચોરસની લંબાઈ x, 3 સેમી/મિનિટના દર ઘટે છે તથા તેની પહોળાઈ y, 2 સેમી મિનિટના દરથી વધે છે. જ્યારે `x = 10` સેમી અને `y = 6` સેમી હોય, ત્યારે (b) લંબચોરસના ક્ષેત્રફળમાં થતા ફેરફારનો દર શોધો.


    01:30
    View Solution
  6. એક વસ્તુના x એકમના ઉત્પાદનનો કુલ ખર્ચ (રૂપિયામાં) `C(x) = 0.005 x^(3) - 0.02 x^(2) + 30 x + 5000` દ્વારા મળે છે. જ્યારે 3 એકમનું ઉત્પાદન કરવામાં આવે ત્યારે સીમાંત ખર્ચ શોધો. સીમાંત ખર્ચ એટલે ઉત્પાદનના કોઈ પણ સ્તરે ઉત્પાદિત એકમની સંખ્યાને સાપેક્ષ કુલ ખર્ચમાં થતા ફેરફારનો દર.


    02:19
    View Solution
  7. એક વસ્તુના x એકમના વેચાણમાંથી થતી રૂપિયામાં કુલ આવક `R(x) = 3x^(2) + 36x + 5` દ્વારા મળે છે. જ્યારે `x = 5` હોય ત્યારે સીમાંત આવક શોધો. સીમાંત આવક એટલે વેચાયેલા કુલ એકમોને સાપેક્ષ કુલ આવકમાં થતા ફેરફારનો દર છે.


    01:28
    View Solution
  8. સાબિત કરો કે, `f (x) = x^(3) - 3x^(2) + 4x`, `x ∈ R` એ R પર વધતું વિધેય છે.


    01:58
    View Solution
  9. સાબિત કરો કે `f (x) = cos x` એ (a) (0, `pi`) માં ઘટતું વિધેય છે.


    01:28
    View Solution
  10. સાબિત કરો કે `f (x) = cos x` એ `(pi, 2pi)` માં વધતું વિધેય છે.


    01:43
    View Solution
  11. સાબિત કરો કે `f (x) = cos x` એ (0, `2pi`) માં વધતું વિધેય પણ નથી કે ઘટતું વિધેય પણ નથી.


    02:31
    View Solution
  12. વિધેય `f (x) = x^(2) - 4x + 6` એ કયા અંતરાલમાં (a) વધે (b) ઘટે છે તે શોધો.


    01:57
    View Solution
  13. જે અંતરાલોમાં વિધેય `f (x) = 4x^(3) - 6x^(2) -72x + 30` (a) વધે (b) ઘટે છે, તે અંતરાલો શોધો.


    04:23
    View Solution
  14. જે અંતરાલોમાં વિધેય `f(x) = sin 3x`, `x ∈ [0, pi/2]` (a) વધે


    03:28
    View Solution
  15. વિધેય `f (x) = sin x + cos x`, `0 le x le 2pi` કયા અંતરાલમાં વધે છે અને કયા અંતરાલમાં ઘટે છે તે નક્કી કરો.


    04:14
    View Solution
  16. `x = 2` આગળ વક્ર `y = x^(3) -x` ના સ્પર્શકનો ઢાળ મેળવો.


    01:04
    View Solution
  17. વક્ર `y = sqrt(4x -3) -1` ને `2/3` ઢાળવાળા સ્પર્શકનું સ્પર્શબિંદુ મેળવો.


    02:49
    View Solution
  18. વક્ર `y + 2/(x-3) =0` ને 2 ઢાળવાળા તમામ સ્પર્શકોનાં સમીકરણ શોધો.


    03:39
    View Solution
  19. વક્ર `x^(2)/4 + y^(2)/25 = 1` પરનાં જે બિંદુઓ આગળના સ્પર્શકો X-અક્ષને સમાંતર હોય


    02:39
    View Solution
  20. વક્ર `x^(2)/4 + y^(2)/25 = 1` પરનાં જે બિંદુઓ આગળના સ્પર્શકો Y-અક્ષને સમાંતર હોય તે બિંદુઓ શોધો.


    03:02
    View Solution
  21. વક્ર `y = (x-7)/((x-2) (x-3))` એ X-અક્ષને જે બિંદુએ છેદે તે બિંદુ આગળના સ્પર્શકનું સમીકરણ શોધો.


    04:26
    View Solution
  22. વક્ર `x^(2/3) + y^(2/3) =2` ના બિંદુ (1, 1) આગળના સ્પર્શક તથા અભિલંબનાં સમીકરણો મેળવો.


    03:09
    View Solution
  23. `x = a sin^(3)t`, `y = b cos^(3)t` પ્રચલ સમીકરણવાળા વક્રના `t = pi/2` બિંદુ આગળના સ્પર્શકનું સમીકરણ શોધો.


    03:48
    View Solution
  24. વિકલના ઉપયોગથી `sqrt36.6` નું આસન મૂલ્ય શોધો.


    02:35
    View Solution
  25. વિકલના ઉપયોગથી `(25)^(1/3)` નું આસન્ન મૂલ્ય મેળવો.


    02:46
    View Solution
  26. `f (x) = 3x^(2) + 5x + 3` હોય, તો `f (3.02)` નું આસન્ન મૂલ્ય શોધો.


    02:52
    View Solution
  27. જો સમઘનની બાજુની લંબાઈ x મીટર હોય તથા તેની બાજુની લંબાઈમાં 2 % નો વધારો થતો હોય, તો તેના ઘનફળમાં થતો ફેરફાર શોધો.


    02:09
    View Solution
  28. ગોલકની ત્રિજ્યાના માપનમાં 0.03 સેમીની ત્રુટિ રહી ગયેલ છે. જો ગોલકની ત્રિજ્યા 9 સેમી માપવામાં આવી હોય, તો ગોલકના ઘનફળના માપનમાં આશરે કેટલી ત્રુટિ પ્રવેશે તે શોધો.


    02:17
    View Solution
  29. વિધેય `f (x) = x^(2)`, `x ∈ R` નાં મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્યો હોય, તો તે શોધો.


    02:06
    View Solution
  30. જો વિધેય `f(x) = | x|`, `x ∈ R` નાં મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્યોનું અસ્તિત્વ હોય, તો તે શોધો.


    01:19
    View Solution
  31. જો વિધેય `f (x) = x`, `x ∈ (0, 1)` નાં મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્યો હોય, તો તે શોધો.


    02:20
    View Solution
  32. વિધેય `f (x) = x^(3)- 3x + 3` નાં સ્થાનીય મહત્તમ તથા સ્થાનીય ન્યૂનતમ મૂલ્યો શોધો.


    02:15
    View Solution
  33. વિધેય `f(x) = 2x^(3) -6x^(2) + 6x + 5` ને જે સંખ્યાઓ આગળ સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્યો હોય તે સંખ્યાઓ શોધો.


    02:34
    View Solution
  34. વિધેય `f (x) = 3 + |x|`, `x ∈ R` નું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય શોધો.


    01:28
    View Solution
  35. `f (x) = 3x^(4) + 4x^(3) -12x^(2) +12` નાં સ્થાનીય મહત્તમ તથા સ્થાનીય ન્યૂનતમ મૂલ્યો શોધો.


    05:16
    View Solution
  36. વિધેય `f(x) = 2x^(3) -6x^(2) + 6x + 5` ને જે સંખ્યાઓ આગળ સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્યો હોય તે સંખ્યાઓ શોધો.


    02:34
    View Solution
  37. જેમનો સરવાળો 15 હોય તથા જેમના વર્ગોનો સરવાળો ન્યૂનતમ હોય એવી બે ધન સંખ્યાઓ શોધો.


    02:51
    View Solution
  38. વિધેય `f (x) = 2x^(3) -15x^(2) + 36x + 1`, `x ∈ [1, 5]` નાં વૈશ્વિક મહત્તમ તથા વૈશ્વિક ન્યૂનતમ મૂલ્યો શોધો.


    05:10
    View Solution
  39. વિધેય `f (x) = 12x^(4/3) -6x^(1/3)`, `x ∈ [–1, 1]` નાં વૈશ્વિક મહત્તમ તથા વૈશ્વિક ન્યૂનતમ મૂલ્યો શોધો.


    04:38
    View Solution
  40. નીચે આપેલા પ્રશ્ર્ન નંખર થી ની માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાબ આપો દરેક પ્રશ્ર્ન ગુણ છે.
    વક `y=cos (x+y), -2pi le x le 2pi` ના રેખા `x+2y=0` ને સમાંતર સ્પર્શેકોનાં સમીકરણો શોધો.


    05:57
    View Solution
  41. નીચેના આપેલા પ્રશ્ર્ન નંખર 15 થી 18 ની માગ્યા પ્રમાણે ગણતરી કરી જવાખ આપો(દરેકના 4 ગુણ છે.)
    કોઈ એક ઉત્યાદન પ્રત્પેક એકમના` Rs(5- (x/100))` ના દરે વસ્તુઓનું વેયાણ કરે છે. જો વસ્તુઓની પડતર કિંમત `Rs ((x/5)+500)` હોય,તો ઉત્પાદન મહત્તમ નફો પ્રાપ્ત કરવા માટે કેટલી વસ્તુઓનું વેચાણ કરવું પડે?


    06:46
    View Solution

Example questions and complete solutions for chapter વિકલિતના ઉપયોગો of NCERT Maths(Gujarati) of Class 12

All Exercises from NCERT Class 12 MATHS વિકલિતના ઉપયોગો