Class 12 | PHYSICS |
Chapter | વિદ્યુતભારો અને ક્ષેત્રો |
NCERT | Example |
Number Of Questions | 19 |
Academic Year | 2023-24 |
એક ધાતુના ગોળાને સ્પર્યા વિના તમે તેને કેવી રીતે ધન વિદ્યુતભારિત કરી શકશો ?
એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકંડે `10^(9)` ઇલેક્ટ્રૉન જતા હોય તો બીજા પદાર્થ પર કુલ 1C વિદ્યુતભાર થવા માટે કેટલો સમય લાગશે
એક પ્યાલા પાણીમાં કેટલા ધન અને ઋણ વિદ્યુતભારો હશે?
બે બિંદુવતુ વિદ્યુતભારો વચ્ચેના સ્થિતવિદ્યુત બળ માટેનો કુલંબનો નિયમ અને બે સ્થિર બિંદુવતુ દળો વચ્ચેના ગુરુત્વબળ માટેનો ન્યૂટનનો નિયમ એ બંનેનો આધાર વિદ્યુતભારો/દળો વચ્ચેના અંતરના વ્યસ્ત-વર્ગ પર છે. ઇલેક્ટ્રૉન અને પ્રોટીન વચ્ચે લાગતા આ બળોના માનના ગુણોત્તર પરથી તેમની પ્રબળતાની સરખામણી કરો.
બે બિંદુવતુ વિદ્યુતભારો વચ્ચેના સ્થિતવિદ્યુત બળ માટેનો કુલંબનો નિયમ અને બે સ્થિર બિંદુવતુ દળો વચ્ચેના ગુરુત્વબળ માટેનો ન્યૂટનનો નિયમ એ બંનેનો આધાર વિદ્યુતભારો/દળો વચ્ચેના અંતરના વ્યસ્ત-વર્ગ પર છે. બે પ્રોટોન વચ્ચે લાગતા આ બળોના માનના ગુણોત્તર પરથી તેમની પ્રબળતાની સરખામણી કરો.
બે બિંદુવતુ વિદ્યુતભારો વચ્ચેના સ્થિતવિદ્યુત બળ માટેનો કુલંબનો નિયમ અને બે સ્થિર બિંદુવતુ દળો વચ્ચેના ગુરુત્વબળ માટેનો ન્યૂટનનો નિયમ એ બંનેનો આધાર વિદ્યુતભારો/દળો વચ્ચેના અંતરના વ્યસ્ત-વર્ગ પર છે. ઇલેક્ટ્રૉન અને પ્રોટોન `1 A^circ (= 10^(-10) m` દૂર હોય ત્યારે તેમના પરસ્પર આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રૉન અને પ્રોટોનના પ્રવેગ શોધો. `(m_p) = 1.67 x 10^(-27) kg`, `m_e = 9.11 times 10^(-31)kg).
ધાતુના વિદ્યુતભારિત ગોળા Aને નાયલોનની દોરી વડે લટકાવેલ છે. આકૃતિ 1.7(a)માં દર્શાવ્યા મુજબ અવાહક હાથા (હેન્ડલ) વડે પકડેલ બીજો વિદ્યુતભારિત ગોળો B, Aની નજીક એવી રીતે લાવવામાં આવે છે કે તેમનાં કેન્દ્રો વચ્ચેનું અંતર 10 cm હોય. આનાથી થતું Aનું અપાકર્ષણ નોંધવામાં આવે છે. (દાખલા તરીકે, એક પ્રકાશકિરણ વડે તેને પ્રકાશિત કરી પડદા પર તેનું આવર્તન સ્થાનાંતર માપીને). A અને B ગોળાઓને અનુક્રમે C અને D વિદ્યુતભારરહિત ગોળાઓ સાથે આકૃતિ 1.7(b)માં દર્શાવ્યા મુજબ સ્પર્શ કરાવવામાં આવે છે. હવે C અને Dને દૂર કરી Bને Aની નજીક તેમનાં કેન્દ્રો વચ્ચેનું અંતર 5.0 cm થાય તેમ લાવવામાં આવે છે [આકૃતિ 1.7(c)]. કુલંબના નિયમના આધારે Aનું અપાકર્ષણ કેટલું થશે? A અને C ગોળાઓ તથા B અને D ગોળાઓનાં પરિમાણ સમાન છે. A અને B નાં કેન્દ્રો વચ્ચેના અંતરની સરખામણીએ તેમનાં પરિમાણ અવગણો.
l લંબાઇના સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર ત્રણ વિદ્યુતભારો ` q_1, q_2, q_3`દરેક q બરાબર છે, તેવા મૂકેલ છે. આકૃતિ 1.9માં દર્શાવ્યા મુજબ ત્રિકોણના મધ્યકેન્દ્ર પર મૂકેલા વિદ્યુતભાર Q (q જેવા જ ચિત્ર સાથે) પર લાગતું બળ કેટલું હશે?
આકૃતિમાં દર્શાવ્યા મુજબ q, q અને `-q` વિદ્યુતભારોને સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવે છે. દરેક વિદ્યુતભાર પર કેટલું બળ લાગશે?
એક ઈલેક્ટ્રોન `2.0 xx 10^4 NC^-1` જેટલી તીવ્રતાવાળા સમાન વિદ્યુતક્ષેત્રમાં `1.5 cm` જેટલુ પતન ગુરુત્વ મુક્ત અવકાશમાં કરે છે. (આકૃતિ (a)) ત્યારબાદ આ વિદ્યુતક્ષેત્રેનું મૂલ્ય તેટલું જ રાખી તેની દિશા ઊલટાવવામાં આવે છે અને તેમાં એક પ્રોટોન પણ આટલું જ પતન કરે છે. (આકૃતિ (b)), તો આ માટે બંનેએ લીધેલો સમય ગણો. `m_e = 9.1 xx 10^-31 kg`, `m_p = 1.7 xx 10^-27 kg` અને `e = 1.6 xx 10^-19 C` લો.
આકૃતિમાં દર્શાવેલા પ્રમાણે `0.1 m` અંતરે રહેલા બે બિંદુવત વિદ્યુતભરો `q_1 = 10^-8 C` અને `q_2 = -10^-8 C`ને કારણે બિંદુઓ A, B, C આગળ વિદ્યુતક્ષેત્રો શોધો.
બે વિદ્યુતભારો `pm10 uC` એકબીજાથી 5.0 mm અંતરે મૂકેલા છે. (a) આકૃતિ 1.21(a)માં દર્શાવ્યા મુજબ ડાયપોલની અક્ષ પરના, તેના કેન્દ્રથી 15 cm દૂર ધન વિદ્યુતભાર બાજુ આવેલા P બિંદુએ અને (b) આકૃતિ 1.21(b)માં દર્શાવ્યા મુજબ તેમાંથી પસાર થતી અને અક્ષને લંબ રેખા પર0 થી 15 cm દૂર રહેલા Q બિંદુએ વિદ્યુતક્ષેત્ર શોધો.
આકૃતિમાં વિદ્યુતક્ષેત્રના ઘટકો `E_x = alphax^1/2` ,` E_y = F_t = 0` છે. (જ્યાં `alpha = 800 N/Cm^1/2`) આકૃતિમાંનાં ઘનમાંથી પસાર થતું વિદ્યુતીય ફ્લક્સ શોધો. આ ઘન માટે બાજુની લંબાઈ `a = 0.1 m` છે.
આકૃતિમાં વિદ્યુતક્ષેત્રના ઘટકો `E_x = alphax^(1/2) , E_y = E_z = 0` છે. (જ્યાં alpha = 800 N/Cm^1/2) આ ઘનમાં ઘેરાયેલો વિદ્યુતભાર શોધો. આ ઘન માટે બાજુની લંબાઈ `a = 0.1 m` છે.
આકૃતિમાં દર્શાવેલા `5 cm` ત્રિજ્યા અને `20 cm` લંબાઈ ધરાવતા સમક્ષિતિજ નળાકારના મધ્યકેન્દ્ર O થી `+X` દિશામાં વિદ્યુતક્ષેત્ર `200 i^ N/C છે, જયારે O થી `-X` દિશામાં વિદ્યુતક્ષેત્ર `-200 i^N/C` છે. આ નળાકારની બે સમતલીય સપાટીઓમાંથી પસાર થતું ચોખ્ખું વિદ્યુતીય ફ્લક્સ શોધો.
આકૃતિમાં દર્શાવેલા `5 cm` ત્રિજ્યા અને `20 cm` લંબાઈ ધરાવતા સમક્ષિતિજ નળાકારના મધ્યકેન્દ્ર O થી `+X` દિશામાં વિદ્યુતક્ષેત્ર `200 i^ N/C છે, જયારે O થી `-X` દિશામાં વિદ્યુતક્ષેત્ર `-200 i^N/C` છે. આ નળાકારની વક્ર સપાટીમાંથી પસાર થતું વિદ્યુતીય ફ્લક્સ કેટલું હશે ?
આકૃતિમાં દર્શાવેલા `5 cm` ત્રિજ્યા અને `20 cm` લંબાઈ ધરાવતા સમક્ષિતિજ નળાકારના મધ્યકેન્દ્ર O થી `+X` દિશામાં વિદ્યુતક્ષેત્ર `200 i^ N/C છે, જયારે O થી `-X` દિશામાં વિદ્યુતક્ષેત્ર `-200 i^N/C` છે. આ નળાકારમાંથી બહાર આવતું ચોખ્ખું વિદ્યુતીય ફ્લક્સ શોધો.
આકૃતિમાં દર્શાવેલા `5 cm` ત્રિજ્યા અને `20 cm` લંબાઈ ધરાવતા સમક્ષિતિજ નળાકારના મધ્યકેન્દ્ર O થી `+X` દિશામાં વિદ્યુતક્ષેત્ર `200 i^ N/C છે, જયારે O થી `-X` દિશામાં વિદ્યુતક્ષેત્ર `-200 i^N/C` છે. નળાકારમાં ઘેરાયેલો ચોખ્ખો વિદ્યુતભાર શોધો.
પરમાણુ માટેના પ્રારંભિક મોડેલમાં,Ze વિદ્યુતભાર ધરાવતું ધન વિધુતભારિત બિંદુવતુ ન્યુક્લિયસ તેની આસપાસ R ત્રિજ્યા સુધી નિયમિત ઘનતાના ઋણ વિદ્યુતભાર વડે ઘેરાયેલું છે. સમગ્રપણે પરમાણુ તટસ્થ છે. આ મૉડેલ માટે ન્યુક્લિયસથી r અંતરે વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?
Example questions and complete solutions for chapter વિદ્યુતભારો અને ક્ષેત્રો of NCERT Physics(Gujarati) of Class 12