Class 12 | PHYSICS |
Chapter | વિદ્યુતભારો અને ક્ષેત્રો |
NCERT | Exercise |
Number Of Questions | 46 |
Academic Year | 2023-24 |
`2 xx 10^(-7) C` અને `3 xx 10^(-7) C` વિદ્યુતભાર ધરાવતા અને એકબીજાથી હવામાં 30 cm અંતરે રહેલા બે વિદ્યુતભારિત ગોળાઓ વચ્ચે કેટલું બળ લાગે?
હવામાં રાખેલા `0.4mu C` જેટલા વિદ્યુતભારો ધરાવતા એક ખૂબ નાના ગોળા પર, `-0.8 muC` જેટલો વિદ્યુતભાર ધરાવતા બીજા ખૂબ નાના ગોળા દ્વારા લગાડવામાં આવતું કુલંબીય બળ `0.2 N` હોય તો આ બે ગોળાઓ વચ્ચેનું અંતર શોધો.
હવામાં રાખેલા `0.4mu C` જેટલા વિદ્યુતભારો ધરાવતા એક ખૂબ નાના ગોળા પર, `-0.8 muC` જેટલો વિદ્યુતભાર ધરાવતા બીજા ખૂબ નાના ગોળા દ્વારા લગાડવામાં આવતું કુલંબીય બળ `0.2 N` હોય તો પહેલાં ગોળા વડે બીજા ગોળા પર લગાડવામાં આવતું કુલંબીય બળ કેટલું હશે ?
દર્શાવો કે, ગુણોત્તર `ke^2/(Gm_e m_p`) એ પરિમાણરહિત છે. આ ગુણોત્તરનું મૂલ્ય શોધો. તે શું દર્શાવે છે ?
કોઈપણ પદાર્થે ધારણ કરેલો વિદ્યુતભાર કવોન્ટમીકૃત હોય છે.(એટલે કે કવોન્ટમીકરણ પામેલો હોય છે.) આ વાક્યનો અર્થ જણાવો.
સ્થળ એટલે કે મોટા માપક્રમ પર વિદ્યુતભારો સાથે કામ કરતી વખતે આપણે વિદ્યુતભારનું ક્વૉન્ટમીકરણ શા માટે અવગણી શકીએ છીએ?
"જયારે કાચના સળિયાને રેશમી કાપડ સાથે ઘસવામાં આવે છે ત્યારે તે બંને વિદ્યુતભારિત થાય છે." આવા ઉદાહરણોમાં વિદ્યુતભારનું સંરક્ષણ કેવી રીતે થાય છે, તે સમજાવો.
`10 cm` જેટલી બાજુની લંબાઈ ધરાવતા ચોરસ `ABCD` નાં શિરોબીંદુઓ પર અનુક્રમે `+2 muC`, `-5 muC`, `+2 muC` અને `-5 muC` જેટલા બિંદુવત વિદ્યુતભારો આવેલાં છે. તો આ તંત્ર વડે, ચોરસના મધ્યકેન્દ્ર પર મૂકેલા `+1muC` જેટલા બિંદુવત વિદ્યુતભાર પરનું પરિણામી કુલંબીય બળ શોધો.
સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખા એ સળંગ વક્ર છે. એટલે કે ક્ષેત્ર રેખાને અચાનક ભંગાણો (ગાબડાં, વિચ્છેદ) ન હોઈ શકે. આવું શા માટે?
બે વિદ્યુતક્ષેત્ર રેખાઓ શા માટે એકબીજાને છેદી શકતી નથી ?
બે બિંદુવત વિદ્યુતભારો `q_A = 3 muC` અને `q_B = -3 muC` શૂન્યવકાશમાં એકબીજાથી `20 cm` અંતરે આવેલા છે. આ બે વિદ્યુતભારોને જોડતા રેખાખંડ `bar AB` નાં મધ્યબિન્દુ આગળ વિદ્યુતક્ષેત્ર શોધો.
બે બિંદુવત્ વિદ્યુતભારો `q_(A) = 3 mu C` અને `qB = -3 mu C` એકબીજાથી શૂન્યાવકાશમાં `20 cm` દૂર રહેલા છે.
(a) બે વિદ્યુતભારોને જોડતી રેખાના મધ્યબિંદુ O આગળ વિદ્યુતક્ષેત્ર કેટલું હશે?
(b) જો `1.5 times 10^(-9) C` માન ધરાવતો એક ઋણ પરિક્ષણ વિદ્યુતભાર આ બિંદુએ મૂકવામાં આવે, તો તેના પર લાગતું બળ કેટલું હશે?
એક તંત્રમાં બે બિંદુવત વિદ્યુતભારો `q_A = 2.5 xx 10^-7 C` અને `q_B =-2.5 xx 10^-7 C` અનુક્રમે બિંદુ A (0,0, -15) cm અને B = (0, 0, +15) cm આગળ આવેલા છે. તો આ તંત્રનો કુલ વિદ્યુતભાર તથા વિદ્યુત ડાઈપોલ મોમેન્ટ શોધો.
`5 xx 10^4 NC^-1` જેટલા સમાન વિદ્યુતક્ષેત્રમાં ક્ષેત્ર સાથે `30^circ` ના ખૂણે મુકેલી `4 xx 10^-9 cm` જેટલી ડાઈપોલ મોમેન્ટવાળી વિદ્યુતીય ડાઈપોલ પર લગાડવામાં આવતું ટોર્ક શોધો.
ઊન સાથે ઘસેલા એક પોલીથીન ટુકડા પર `3 **10^(-7) C` ઋણ વિદ્યુતભાર છે. સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રૉનની સંખ્યા શોધો. તેઓ શાના પરથી શાના પર સ્થાનાંતરિત થયા છે ?
પોલીથીનના એક ટુકડાને ઊન (wool) સાથે ઘસતા આ ટુકડો `3 xx 10^-7 C` નો ઋણ વિદ્યુતભાર પ્રાપ્ત કરે છે. શું અત્રે ઊનથી પોલીથીન તરફ દળનો વિનિમય થયો હશે ?
તાંબાના વિદ્યુતભારિત કરેલા બે ખૂબ નાના ગોળાઓ A અને B ના કેન્દ્રો વચ્ચેનું અંતર `50 cm` છે. દરેક ગોળો `6.5 xx 10^-7 C` જેટલો વિદ્યુતભાર ધરાવે છે. તેમની વચ્ચેનું પારસ્પરિક અપાકર્ષી કુલંબીય બળ શોધો.
તાંબાના વિદ્યુતભારિત કરેલા બે ખૂબ નાના ગોળાઓ A અને B ના કેન્દ્રો વચ્ચેનું અંતર `50 cm` છે. દરેક ગોળો `6.5 xx 10^-7 C` જેટલો વિદ્યુતભાર ધરાવે છે. જો તેમની પરના વિદ્યુતભારનું મૂલ્ય બમણું કરવામાં આવે અને તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો તેમની વચ્ચેનું નવું કુલંબીય બળ કેટલું બનશે ?
ઉપરોક્ત દાખલામાં A અને B ગોળાઓની ત્રિજ્યાઓ સમાન હોય તથા એટલી જ સાઈઝના ગોળા C ને પહેલા A સાથે સંપર્કમાં લાવી A થી છૂટો પાડ્યા બાદ B સાથે સંપર્કમાં લાવીને B થી છૂટો પાડવામાં આવે છે. હવે, A અને B ને પ્રારંભિક અંતરે રાખતા તેમની વચ્ચેનું નવું કુલંબીય બળ કેટલું બનશે ?
આકૃતિમાં સમાન વિદ્યુતક્ષેત્રમાંથી પસાર થતા ત્રણ વિદ્યુતભારિત કણોના ગતિમાંર્ગે દર્શાવેલ છે.તેમના પરના વિદ્યુતભારોના ચિન્હ નક્કી કરો. તેમાંથી ક્યા કણ માટે વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર સૌથી મોટો છે ?
એકસમાન વિદ્યુતક્ષેત્ર `E = 3 times 10^(3) N//C` નો વિચાર કરો.
(a) `yz` સમતલને સમાંતરે જેનું સમતલ હોય તેવા `10 cm` ની બાજુવાળા ચોરસમાંથી આ ક્ષેત્રનું ફ્લક્સ કેટલું હશે? (b) જો વિદ્યુતક્ષેત્ર જ ચોરસના સમતલને દોરેલો લંબ `x-અક્ષ` સાથે `60^(@)` નો કોણ બનાવે તો તેમાંથી ફ્લક્સ કેટલું હશે?
`E = 3 XX 10^3i^^N/C` જેટલા સમાન વિદ્યુતક્ષેત્રમાં જયારે આ ચોરસને દોરેલો લંબ, X અક્ષ સાથે `60^circ` નો ખૂણો બનાવે ત્યારે આ ચોરસમાંથી પસાર થતું વિદ્યુતીય ફ્લક્સ શોધો.
20 cmની બાજુવાળા એક ઘન કે જેની બાજુઓ યામ સમતલોને સમાંતર રાખેલ હોય તેમાંથી સ્વાધ્યાય 1.15માં દર્શાવેલ વિદ્યુતક્ષેત્રનું ફલક્સ કેટલું હશે?
એક બંધ બોક્સમાંથી `8 xx 10^3 Nm^2/C` જેટલું ચોખ્ખું વિદ્યુતીય ફ્લક્સ બહાર આવે છે. આ બોક્સ વડે ઘેરાતો ચોખ્ખો વિદ્યુતભાર શોધો.
એક બંધ બોક્સમાંથી `8 xx 10^3 Nm^2/C` જેટલું ચોખ્ખું વિદ્યુતીય ફ્લક્સ બહાર આવે છે. જો આ બોક્સ સાથે સંકળાતું ચોખ્ખું વિદ્યુતીય ફ્લક્સ શૂન્ય હોત તો શું આવું કહી શકાય કે આ બોકસમાં કોઈ જ વિદ્યુતભાર નથી ? તમારા જવાબ માટે કારણ આપો.
આકૃતિ 1.34માં દર્શાવ્યા મુજબ 10 cm બાજુવાળા એક ચોરસના કેન્દ્રથી બરાબર ઉપર 5 cm
અંતરે `+10 muC` બિંદુવતું વિદ્યુતભાર રહેલો છે. ચોરસમાંથી વિદ્યુત ફલક્સનું મૂલ્ય કેટલું હશે ? (સૂચન : ચોરસને 10 cmની ધારવાળા ઘનની એક બાજુ તરીકે વિચારો.)
કેન્દ્ર પર રહેલા એક બિંદુવત વિદ્યુતભારને કારણે તેને ઘેરી લેતા `10 cm` ત્રિજ્યાવાળા ગોળાકાર બંધ પૃષ્ઠ સાથે `-1 xx 10^3 Nm^2/C` જેટલું ચોખ્ખું વિદ્યુતીય ફ્લક્સ સંકળાય છે. જો આ પૃષ્ઠની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો તેની સાથે સંકળાતું વિદ્યુતીય ફ્લક્સ કેટલું બનશે ?
કેન્દ્ર પર રહેલા એક બિંદુવત વિદ્યુતભારને કારણે તેને ઘેરી લેતા `10 cm` ત્રિજ્યાવાળા ગોળાકાર બંધ પૃષ્ઠ સાથે `-1 xx 10^3 Nm^2/C` જેટલું ચોખ્ખું વિદ્યુતીય ફ્લક્સ સંકળાય છે. ઘેરાતો વિદ્યુતભાર શોધો.
`10 cm` ત્રિજ્યાવાળા વાહક ગોળાના કેન્દ્રથી `20 cm` અંતરે `1.5 xx 10^3 N/C` જેટલું વિદ્યુતક્ષેત્ર ત્રિજ્યાવર્તી રીતે અંદરની તરફ મળે છે. તો આ ગોળાની સપાટી પરનો વિદ્યુતભાર શોધો.
`2.4 m`નો વ્યાસ ધરાવતા એક સમાન વિદ્યુતભારિત ગોળા પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા `80.0 mu C//m^(2)` છે.
(a) ગોળા પરનો વિદ્યુતભાર શોધો.
(b) ગોળાની સપાટીમાંથી બહાર જતું કુલવિદ્યુત ફલક્સ કેટલું હશે?
`2.4 m`નો વ્યાસ ધરાવતા એક સમાન વિદ્યુતભારિત ગોળા પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા `80.0 mu C//m^(2)` છે.
(a) ગોળા પરનો વિદ્યુતભાર શોધો.
(b) ગોળાની સપાટીમાંથી બહાર જતું કુલવિદ્યુત ફલક્સ કેટલું હશે?
વિદ્યુતભારનું નિયમિત વિતરણ ધરાવતી અનંત લંબાઈવાળી વિદ્યુતભાર રેખાથી `2 cm` જેટલા લંબ અંતરે ઉદભવતું વિદ્યુતક્ષેત્ર `9 xx 10^4 N/C` હોય તો તેના માટે વિદ્યુતભારની રેખીય ઘનતા શોધો.
બે મોટી, પાતળી ધાતુની પ્લેટો એકબીજાની નજીક અને સમાંતર છે. તેમની અંદરની બાજુઓ પર વિરૂદ્ધ ચિહ્નો ધરાવતી અને `17.0 xx 10^(-22)C/m^(2)` મૂલ્યની વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે. બંને પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં, વિદ્યુતક્ષેત્ર E શોધો.
મિલિકનના ઑઇલ ડ્રોપ પ્રયોગમાં 12 વધારાના ઇલેક્ટ્રૉન ધરાવતું એક ઑઇલ ડ્રોપ `2.55 ** 10^(4)N C^(-1)` ના સમાન વિધુતક્ષેત્રની અસર હેઠળ સ્થિર રાખવામાં આવ્યું છે. જો ઑઇલની ઘનતા `1.26 g cm^(-3)` હોય તો તે દ્રોપની ત્રિજ્યા શોધો. (`g = 9.81 ms^(-2)`, `e=1.60 **10^(-19) c`
આકૃતિ 1.35માં દર્શાવેલ વક્રો પૈકી કયો/કયા વક્ર સ્થિતવિદ્યુત ક્ષેત્ર રેખાઓ રજૂ કરી શકશે
નહિ ?
એક વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર માત્ર Z અક્ષ પર અસ્તિત્વ ધરાવે છે. જેમાં `+Z` દિશામાં વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય `10^5 NC^-1m^-1` નાં દરથી વધી રહ્યું છે. તેમાં `-Z` દિશામાં `10^-7 cm` જેટલી ડાઈપોલ મોમેન્ટ ધરાવતી વિદ્યુતીય ડાઈપોલને મૂકતા તેના પર લાગતાં પરિણામી વિદ્યુતીય બળ અને ટોર્ક શોધો.
આકૃતિ 1.36(a)માં દર્શાવ્યા મુજબ એક બખોલ (Cavity) ધરાવતા સુવાહક મને Q
વિદ્યુતભાર આપેલ છે. દર્શાવો કે સમગ્ર વિદ્યુતભાર સુવાહકની બહારની સપાટી પર જ
દશ્યમાન થશે.
q વિદ્યુતભાર ધરાવતો બીજો સુવાહક, કેવીટી (બખોલ)ની અંદર Aથી અલગ રહે તેમ
દાખલ કરેલ છે. દર્શાવો કે Aની બહારની સપાટી પરનો કુલ વિદ્યુતભાર Q+q (આકૃતિ
1.36(b)) છે.
એક સંવેદી ઉપકરણને તેના પરિસરમાંના (આસપાસના) પ્રબળ સ્થિતવિદ્યુત ક્ષેત્રોથી
બચાવવું (Shield કરવું) છે. આ માટે એક શક્ય ઉપાય સૂચવો.
એક પોલા વિદ્યુતભારિત સુવાહકની સપાટી પર એક નાનું છિદ્ર કાપેલ છે. દર્શાવો કે તે છિદ્રમાં વિદ્યુતક્ષેત્ર `(sigma/2 epsilon_0) n^(^)` છે. જ્યાં, `n^(^)`બિહાર તરફની લંબ દિશામાંનો એકમ સદિશ છે અને `sigma` છિદ્રની નજીક વિદ્યુતભારની પૃષ્ઠઘનતા છે.
ગૉસના નિયમનો ઉપયોગ કર્યા સિવાય વિદ્યુતભારની સમાન રેખીય ઘનતા `lambda` ધરાવતા લાંબા પાતળા તારને લીધે ઉદ્ભવતા વિદ્યુતક્ષેત્રનું સૂત્ર મેળવો. (સૂચન : કુલંબના નિયમનો સીધો ઉપયોગ કરો અને જરૂરી સંકલનની ગણતરી કરો.)
હવે એવું માનવામાં આવે છે કે પ્રોટોન અને ન્યૂટ્રોન (જે સામાન્ય દ્રવ્યના ન્યુક્લિયસોની રચના કરે છે.) પોતે પણ કુવાસ તરીકે ઓળખાતા વધારે પ્રાથમિક એકમોના બનેલા છે. એક પ્રોટોન અને એક ન્યૂટ્રોન દરેક, ત્રણ કવાર્ટ્સના બનેલા છે. (u વડે દર્શાવાતા) કહેવાતા up ક્લાર્ક જેનો વિદ્યુતભાર +(2/3)e છે અને (d વડે દર્શાવાતા) કહેવાતા down ક્લાર્ક જેનો વિદ્યુતભાર (-1/3)e છે અને ઇલેક્ટ્રોન એ બધા ભેગાં મળીને સામાન્ય દ્રવ્ય બનાવે છે. બીજા પ્રકારના ક્લાર્ક પણ શોધાયા છે જેઓ દ્રવ્યના વિવિધ અસામાન્ય પ્રકાર ઉપજાવે છે.) પ્રોટોન અને ન્યૂટ્રોન માટે શક્ય ક્લાર્ક બંધારણનું સૂચન કરો.
યાદ્ચ્છિક રીતે (મનપસંદ રીતે ) કોઈ સ્થિત વિદ્યુતક્ષેત્ર ધ્યાનમાં લો. તેમના તટસ્થબિંદુ (અથવા શિથિલ બિંદુ ) આગળ (એટલે કે જ્યાં પરિણામી વિદ્યુતક્ષેત્ર `vec E = vec 0` હોય) પરીક્ષણ વિદ્યુતભાર મૂકવામાં આવે તો તે સ્થાને તે અવશ્યપણે અસ્થાયી સમતોલન સ્થિતિમાં જ હોય છે. તેવું સાબિત કરો.
ઉપરોક્ત પરિણામની ચકાસણી, એકબીજાથી અમુક અંતરે રાખેલા, સમાન મૂલ્યના બે સજાતીય વિદ્યુતભારોની બનેલી સાદી સંરચના (ગોઠવણ) વડે કરો.
m દળ અને (-q) વિદ્યુતભાર ધરાવતો એક કણ બે વિદ્યુતભારિત પ્લેટોની વચ્ચે `v_x` વેગથી પ્રારંભમાં x-અક્ષને સમાંતરે દાખલ થાય છે (આકૃતિ 1.33માં કણ-1ની જેમ). દરેક પ્લેટની લંબાઈ L છે અને પ્લેટો વચ્ચે સમાન વિદ્યુતક્ષેત્ર જાળવી રાખવામાં આવે છે. દર્શાવો કે પ્લેટના દૂરના છેડે કણનું શિરોલંબ વિચલન `qEL^(2)/2mv_x^(2)` છે. ધોરણ XI, ભૌતિકવિજ્ઞાન પાઠ્યપુસ્તકના પરિચ્છેદ 4.10માં ચર્સેલ પ્રક્ષિપ્ત પદાર્થની ગુરુત્વીય ક્ષેત્રમાંની ગતિ સાથે આ ગતિને સરખાવો.
ધારોકે સ્વાધ્યાય 1.33માંનો કણ છે, `v_x=2.0 ** 10^(6)m s^(-1)` વેગથી પ્રક્ષિપ્ત કરેલો ઇલેક્ટ્રૉન છે. 0.5 cmનું અંતર ધરાવતી પ્લેટો વચ્ચેનું E, જો `9.1 ** 10^(2) N/C` હોય તો ઇલેક્ટ્રૉન ઉપરની પ્લેટને ક્યાં અથડાશે? (`abx|e| =1.6 **10^(-19)C,` `m_e=9.1 **10^(-31)kg`)
Exercise questions and complete solutions for chapter વિદ્યુતભારો અને ક્ષેત્રો of NCERT Physics(Gujarati) of Class 12