Class 12 | PHYSICS |
Chapter | ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વ |
NCERT | Example |
Number Of Questions | 23 |
Academic Year | 2023-24 |
200 ગ્રામ દળનો અને 1.5 m લંબાઈનો એક સીધો તાર 2 A વિદ્યુતપ્રવાહ ધરાવે છે. તેને સમક્ષિતિજ અને સમાન ચુંબકીયક્ષેત્ર B (આકૃતિ 4.3)માં હવામાં લટકતો (Suspended) રાખેલ છે. ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે?
જો ચુંબકીય ક્ષેત્ર ધન y-અક્ષને સમાંતર હોય અને વિદ્યુતભારિત કણ ધન x-અક્ષ પર ગતિ કરતો હોય (આકૃતિ 4.4), તો (a) ઈલેક્ટ્રૉન (ઋણ વિદ્યુતભાર), (b) પ્રોટોન (ધન વિદ્યુતભાર) પર કઈ દિશામાં લોરેન્ઝ બળ લાગશે?
`6 xx 10^(-4)T` જેટલા ચુંબકીયક્ષેત્રને લંબરૂપે `3 xx10^(7) m/s`ની ઝડપથી ગતિ કરતા ઈલેક્ટ્રૉન (દ્રવ્યમાન `9 xx 10^(-31)` kg અને વિદ્યુતભાર `1.6 xx 10^(-19)C`ના માર્ગની ત્રિજ્યા કેટલી હશે? તેની (પરિભ્રમણ) આવૃત્તિ કેટલી હશે? તેની ઊર્જા keVમાં શોધો. (`1eV=1.6 **10^(-19)J`) ઉકેલ સમીકરણ (4.5)નો ઉપયોગ કરતાં.
એક સાઈક્લોટૉનની દોલન આવૃત્તિ `10 MHz` છે. પ્રોટેન્સને પ્રવેગિત કરવા માટે કેટલું ચુંબકીયક્ષેત્ર જરૂરી છે? જો `Dees` ની ત્રિજ્યા `60 cm` હોય, તો આ પ્રવેગક વડે ઉત્પન્ન થયેલા પ્રોટોનની કિરણાવલિ (ભીમ) ની ગતિઊર્જા કેટલી હશે?
`(e = 1.60 times 10^(-19) C, m_(p) = 1.67 times 10^(-27)J kg, 1 MeV 1.60 times 10^(-13) J)`
એક પ્રવાહખંડ `Delta I = Deltaxhat 1` ને ઉગમબિંદુ પાસે મૂકેલ છે તેમાંથી `10 A` વિજપ્રવાહ વહે છે, જો `Delta x = 1 cm` હોય તો બિંદુ P પાસે ચુંબકીય ક્ષેત્ર ................ હશે.
આકૃતિ 4.13(a)માં દર્શાવ્યા મુજબ 12 A વિદ્યુતપ્રવાહ ધારિત સીધા તારને 2 cm ત્રિજ્યાના અર્ધ વર્તુળાકાર ચાપમાં વાળ્યો છે. ધારોકે આ ચાપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર B છે. સીધા વિભાગો વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?
આકૃતિ 4.13(a)માં દર્શાવ્યા મુજબ 12 A વિદ્યુતપ્રવાહ ધારિત સીધા તારને 2 cm ત્રિજ્યાના અર્ધ વર્તુળાકાર ચાપમાં વાળ્યો છે. ધારોકે આ ચાપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર B છે. અર્ધવર્તુળાકાર ચાપના કારણે મળતા B કરતાં, વર્તુળાકાર ગાળા વડે મળતું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે જુદું પડે છે અને કઈ રીતે તેને મળતું આવે છે ?
આકૃતિ 4.13(a)માં દર્શાવ્યા મુજબ 12 A વિદ્યુતપ્રવાહ ધારિત સીધા તારને 2 cm ત્રિજ્યાના અર્ધ વર્તુળાકાર ચાપમાં વાળ્યો છે. ધારોકે આ ચાપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર B છે. આકૃતિ 4.13(b)માં દર્શાવ્યા મુજબ આ તારને તેટલી જ ત્રિજ્યાના પરંતુ વિરુદ્ધ દિશામાં અર્ધ વર્તુળાકાર ચાપમાં વાળવામાં આવે તો તમારો જવાબ જુદો હશે?
એક કોઈલમાંએકબીજાની તદ્દન નજીક વીંટાળેલા `10 cm` ત્રિજ્યાવાળા એક સરખા 100 આંટાઓ આવેલા છે. તેમાંથી `1 A` વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તેના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું મળશે ?
આકૃતિ મુજબ વિદ્યુતપ્રવાહ I ધારિત, વર્તુળાકાર આડછેદ (ત્રિજ્યા a) નો એક લાંબો સીધો તાર દર્શાવ્યો છે. વિદ્યુતપ્રવાહ I આડછેદમાં સમાન રીતે પ્રસરેલો છે. `r lt a` અને `r gt a` વિસ્તારોમાં ચુંબકીયક્ષેત્રની ગણતરી કરો.
`0.5 m` લંબાઈ, 500 આંટાઓ તથા `1 cm` જેટલી આડછેદની ત્રિજ્યા ધરાવતા સોલેનોઈડ (ના વાઈન્ડીંગ) માંથી `5 A` વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તેની અંદર કેટલું ચુંબકીય ક્ષેત્ર મળશે ?
કોઈ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક `3.0 xx 10^(-5)T` છે અને આ ક્ષેત્રની દિશા ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ છે. એક લાંબો સીધો વાહક 1A જેટલો સ્થાયી વિદ્યુતપ્રવાહ ધરાવે છે. તેને સમક્ષિતિજ ટેબલ પર મુકવામાં આવે અને તેમાંથી પસાર થતા વિદ્યુતપ્રવાહની દિશા. દક્ષિણથી ઉત્તર તરફ હોય, ત્યારે તેની એકમ લંબાઈ દીઠ તેના પર લાગતું બળ કેટલું હશે?
કોઈ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક `3.0 xx 10^(-5)T` છે અને આ ક્ષેત્રની દિશા ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ છે. એક લાંબો સીધો વાહક 1A જેટલો સ્થાયી વિદ્યુતપ્રવાહ ધરાવે છે. તેને સમક્ષિતિજ ટેબલ પર મુકવામાં આવે અને તેમાંથી પસાર થતા વિદ્યુતપ્રવાહની દિશા. દક્ષિણથી ઉત્તર તરફ હોય, ત્યારે તેની એકમ લંબાઈ દીઠ તેના પર લાગતું બળ કેટલું હશે?
`10 cm` ત્રિજ્યા ધરાવતા એક વર્તુળાકાર ગૂંચળામાં અત્યંત નજીક નજીક વીંટાળેલા 100 આંટાઓમાંથી `3.2 A` જેટલો વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે. : આ ગૂંચળાના કેન્દ્ર આગળ કેટલું ચુંબકીય ક્ષેત્ર મળશે ?
પાસપાસે વિંટાળેલા 100 આંટાવાળું, 10 cm ત્રિજ્યાનું એક વર્તુળાકાર ગૂંચળું 3.2 A વિદ્યુતપ્રવાહ ધરાવે છે. ગૂંચળાની ચુંબકીય મોમેન્ટ (ચાકમાત્રા) કેટલી હશે? ગૂંચળાને શિરોલંબ સમતલમાં એવી રીતે રાખેલું છે કે જેથી તે તેના વ્યાસ સાથે એક રેખસ્થ એવી સમક્ષિતિજ અક્ષ પર મુક્ત રીતે ભ્રમણ કરી શકે. 2 T જેટલું નિયમિત સમક્ષિતિજ ચુંબકીયક્ષેત્ર એવી રીતે પ્રવર્તે (રહેલું) છે કે જેથી શરૂઆતમાં ગૂંચળાની અક્ષ આ ક્ષેત્રની દિશામાં (એક રેખલથ) હોય. ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ આ ગૂંચળું `90^circ` કોણ જેટલું ભ્રમણ કરે છે.
પાસપાસે વિંટાળેલા 100 આંટાવાળું, 10 cm ત્રિજ્યાનું એક વર્તુળાકાર ગૂંચળું 3.2 A વિદ્યુતપ્રવાહ ધરાવે છે. ગૂંચળાની પ્રારંભિક અને અંતિમ સ્થિતિઓમાં તેના પર લાગતા ટૉર્કના મૂલ્યો કેટલા હશે ?
પાસપાસે વિંટાળેલા 100 આંટાવાળું, 10 cm ત્રિજ્યાનું એક વર્તુળાકાર ગૂંચળું 3.2 A વિદ્યુતપ્રવાહ ધરાવે છે. જ્યારે ગૂંચળું `90^circ` કોણ પાસે પહોંચે ત્યારે તેણે કેટલી કોણીય ઝડપ પ્રાપ્ત કરી હશે? ગૂંચળાની જડત્વની ચાકમાત્રા `0.1 kg m^(2)` છે.
વિદ્યુતપ્રવાહ ધારિત એક વર્તુળાકાર ગૂંચળું, લીસા સમક્ષિતિજ સમતલ પર રહેલું છે. એવું કોઈ નિયમિત ચુંબકીયક્ષેત્ર ઉત્પન્ન કરી શકાય કે જેથી ગૂંચળું જાતે (શિરોલંબ અક્ષને અનુલક્ષીને) ભ્રમણ કરવા લાગે?
સમાન બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત રીતે ભ્રમણ કરી શકે તે રીતે રાખેલી વિદ્યુત પ્રવાહ ધારિત લૂપની સ્થાયી સમતોલન સ્થિતિમાં તેનું નમન (અથવા તેની ગોઠવણ) કેવું હશે ? દર્શાવો કે આ સ્થિતિમાં લૂપમાંથી પસાર થતું કુલ ચુંબકીય ફ્લક્સ (બાહ્ય ચુંબકીય ક્ષેત્રને કારણે તથા લૂપના પોતાના ચુંબકીય ક્ષેત્રને કારણે) મહત્તમ બને છે.
અનિયમિત આકાર ધરાવતી flexible (લચીલી !) કોઈલને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકી તેમાંથી વિદ્યુતપ્રવાહ પસાર કરતા તે શા માટે વર્તુળ આકાર ધારણ કરે છે ?
આપેલ પરિપથ (આકૃતિ 4.27)માં વિદ્યુતપ્રવાહ માપવાનો છે. જો દર્શાવેલ ઍમીટર. એ `R_G = 60.00 Omega` અવરોધનું ગેલ્વેનોમીટર હોય.
આપેલ પરિપથ (આકૃતિ 4.27)માં વિદ્યુતપ્રવાહ માપવાનો છે. જો દર્શાવેલ ઍમીટર. તે (a)માં દર્શાવ્યા મુજબનું ગેલ્વેનોમીટર હોય પરંતુ શંટ અવરોધ `r_1 = 0.02 Omega` વડે ઍમીટરમાં રૂપાંતર કરેલું હોય
આપેલ પરિપથ (આકૃતિ 4.27)માં વિદ્યુતપ્રવાહ માપવાનો છે. જો દર્શાવેલ ઍમીટર. શૂન્ય અવરોધવાળું આદર્શ ઍમીટર હોય, તો વિદ્યુતપ્રવાહનું મૂલ્ય કેટલું મળશે?
Example questions and complete solutions for chapter ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વ of NCERT Physics(Gujarati) of Class 12