Class 12 | PHYSICS |
Chapter | ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વ |
NCERT | Exercise |
Number Of Questions | 40 |
Academic Year | 2023-24 |
`8.0 cm` ત્રિજ્યાવાળા 100 આંટા ધરાવતા તારના એક વર્તુળાકાર ગૂંચળામાંથી `0.40 A` વિદ્યુતપ્રવાહ વહે છે. ગૂંચળાના કેન્દ્ર પાસે ચુંબકીયક્ષેત્ર B નું મૂલ્ય કેટલું હશે?
અથવા
`80 cm` લંબાઈના એક સૉલેનોઇડ પર પાસ-પાસે 400 આંટાવાળા 5 આવરણ વિટાળ્યા છે. સૉલેનોઇડનો વ્યાસ`1.8 cm` છે. જો સૉલેનોઇડમાં `8.0 A` વિદ્યુતપ્રવાહ વહેતો હોય, તો તેના કેન્દ્ર પાસે Bનું મૂલ્ય શોધો.
એક લાંબા સીધા તારમાંથી `35 A` વિદ્યુતપ્રવાહ વહે છે તારથી `20 cm` અંતરે રહેલા કોઈ બિંદુ પાસે ચુંબકીયક્ષેત્ર `vec B` નું મૂલ્ય કેટલું હશે?
સમક્ષિતિજ સમતલમાં રહેલાં એક લાંબા સીધા તારમાંથી `50 A` જેટલો વિદ્યુતપ્રવાહ, ઉત્તરથી દક્ષિણ દિશા તરફ વહે છે. તારની પૂર્વમાં `2.5 m` અંતરે આવેલા કોઈ બિંદુ પાસે B નું મૂલ્ય અને દિશા શોધો.
એક સ્થળે, માથા પરથી પસાર થતી પાવર લાઈનમાંથી `90 A` જેટલો વિદ્યુતપ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ વહી રહ્યો છે. તો તેનાથી અધોદિશામાં `1.5 m` અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધો.
`0.15 T` ના નિયમિત ચુંબકીયક્ષેતર સાથે `30^(@)` કોણ બનાવતી દિશામાં રહેલા તારમાંથી `8 A` વિદ્યુતપ્રવાહ વહે છે. આ તાર પર લાગતાં ચુંબકીય બળનું મૂલ્ય કેટલું હશે?
3.0 cm લંબાઈના તારમાંથી 10 A વિદ્યુતપ્રવાહ પસાર થાય છે, જેને એક સૉલેનોઈડમાં તેની અક્ષને લંબરૂપે મુકેલો છે. સોલેનોઈડની અંદર ચુંબકીયક્ષેત્ર 0.27 T આપેલ છે. તાર પર કેટલું ચુંબકીય બળ લાગતું હશે ?
`4 cm` અંતરે રહેલા બે લાંબા સીધા અને સમાંતર તાર A અને B માંથી `8.0 A` અને `5.0 A` વિદ્યુતપ્રવાહો એક જ (સમાન) દિશામાં વહે છે. તાર A ના `10 cm` લંબાઈના વિભાગ પર લાગતું બળ શોધો.
`8.0 cm` ત્રિજ્યાવાળા 100 આંટા ધરાવતા તારના એક વર્તુળાકાર ગૂંચળામાંથી `0.40 A` વિદ્યુતપ્રવાહ વહે છે. ગૂંચળાના કેન્દ્ર પાસે ચુંબકીયક્ષેત્ર B નું મૂલ્ય કેટલું હશે?
અથવા
`80 cm` લંબાઈના એક સૉલેનોઇડ પર પાસ-પાસે 400 આંટાવાળા 5 આવરણ વિટાળ્યા છે. સૉલેનોઇડનો વ્યાસ`1.8 cm` છે. જો સૉલેનોઇડમાં `8.0 A` વિદ્યુતપ્રવાહ વહેતો હોય, તો તેના કેન્દ્ર પાસે Bનું મૂલ્ય શોધો.
`10 cm` બાજુઓવાળા એક ચોરસ ગુંચળાને 20 આંટા છે અને તેમાંથી `12 A` વિદ્યુતપ્રવાહ પસાર થાય છે. આ ગૂંચળું શિરોલંબ લટકાવેલું છે અને ગૂંચળાના સમતલનો લંબ `0.80 T` મૂલ્યના સમક્ષિતિજ નિયમિત ચુંબકીયક્ષેત્ર સાથે કોણ `30^(@)` બનાવે છે. ગૂંચળું કેટલા મૂલ્યનું ટૉર્ક અનુભવશે?
બે ચલિત ગૂંચળાવાળા મીટરો અને ની વિગત આ મુજબ છે :
`R_(1) = 10 Omega, N_(1) = 30`
`A_(1) 3.6 times 10^(-3) m^(2), Bi = 0.25 T`
`R_(2) = 14 Omega, N_(2) = 42`
`A_(2) = 1.8 times 10^(-3) m^(2), B_(2) = 0.50 T`
(બંને મીટર માટે સ્પ્રિંગ અચળાંક સરખા છે.)
`M_(2)` અને `M_(1)` માટે, (a) વિદ્યુતપ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર અને (b) વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર શોધો.
જેમાં ચુંબકીય ક્ષેત્ર 6.5 ગોસ (G) જેટલું અચળ જાળવી રાખેલું હોય તેવી એક ચેમ્બરમાં, ઈલેક્ટ્રોનને `4.8 xx 10^6 m/s` ની ઝડપથી, ક્ષેત્રને લંબરૂપે દાખલ કરવામાં આવે ત્યારે દર્શાવો કે આ ઈલેક્ટ્રોનનો ગતિપથ વર્તુળાકાર બનશે. આ વર્તુળમાર્ગની ત્રિજ્યા પણ શોધો.
એક ઓરડામાં B=6.5G જેટલુ નિયમિત ચુંબકીય ક્ષેત્ર રાખેલું છે. આ ક્ષેત્ર ને લંબ રૂપે ઇલેક્ટ્રૉન 4.8*10^6 m/s ઝડપે છોડવામાં આવે છે. ઈલેક્ટ્રોનના પરિભ્રમણની આવૃત્તિ શોધો. શું તેનું મૂલ્ય, ઈલેક્ટ્રોનની ઝડપ પર આધારિત હશે ? સમજાવો.
1.0 T જેટલા નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં 8.0 cm ત્રિજ્યા અને 30 આંટા ધરાવતું વર્તુળાકાર ગૂંચળુ લટકાવેલ છે, જેમાંથી 6.0 A વિદ્યુતપ્રવાહ પસાર થાય છે. ક્ષેત્રરેખાઓ ગૂંચળાના લંબ સાથે `60^circ` કોણ બનાવે છે. ગૂંચળાનું આવર્તન ન થાય તે માટે તેના પર લગાડવા પડતા જરૂરી વિરુદ્ધ દિશાના ટૉર્કનું મૂલ્ય શોધો.
જો (a)માં દર્શાવેલ ગૂંચળાની જગ્યાએ અનિયમિત આકારનું બીજુ કોઈ સમતલ ગૂંચળુ રાખવામાં આવે કે જેનું ક્ષેત્રફળ પણ એટલું જ હોય તો તમારો જવાબ બદલાશે? (બાકીની બીજી વિગતોમાં કોઈ ફેરફાર કર્યો નથી).
બે સમકેન્દ્રિત વર્તુળાકાર ગૂંચળાઓ X અને Yની ત્રિજ્યા અનુક્રમે 16 cm અને 10 cm છે, જે ઉત્તરથી દક્ષિણ દિશામાં રહેલા એક જ શિરોલંબ સમતલમાં રહેલા છે. ગૂંચળા Xને 20 આંટા છે અને તેમાંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ 16 A છે, જ્યારે ગૂંચળા Yને 25 આંટા છે અને તેમાંથી 18 A વિદ્યુતપ્રવાહ પસાર થાય છે. પશ્ચિમ તરફ મોઢું રાખીને ઊભેલા અવલોકનકારની દૃષ્ટિએ Xમાંથી પસાર થતો પ્રવાહ વિષમ ઘડી અને Yમાંથી સમઘડી દિશામાં છે. આ ગૂંચળાઓ વડે તેમના કેન્દ્ર પાસે ઉદ્ભવતા પરિણામી (ચોખ્ખા) ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય અને દિશા શોધો.
10 cm લંબાઈ અને `10^(-3) m^(2)` આડછેદના ક્ષેત્રફળ ધરાવતા વિસ્તારમાં 100 G(`1 G= 10^(4)T`) જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર જરૂરી છે. એક ગૂંચળાના તારની મહત્તમ વિદ્યુતપ્રવાહ ધારણ ક્ષમતા 15 A છે તથા તેના કેન્દ્ર (Core)ની આસપાસ એકમ લંબાઈ દીઠ વધુમાં વધુ 1000 આંટા/m વીંટાળી શકાય છે. આ માટે જરૂરી એવા સોલેનોઈડની યોગ્ય રચના સમજાવો. ધારો કે તેના કેન્દ્રમાં (Core માં) ફેરોમેગ્નેટીક નથી.
R ત્રિજ્યા અને એ આંટા ધરાવતા એક વર્તુળાકાર ગૂંચળામાંથી વિદ્યુતપ્રવાહ I પસાર થાય છે, અને તેની અક્ષ પર તેના કેન્દ્રથી x અંતરે ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય `B =(mu_0IR^(2)N)/2(x^(2) + R^(2))^(3/2)` જેટલું છે. (a) દર્શાવો કે ગૂંચળાના કેન્દ્ર પાસે આ સમીકરણ જાણીતા સમીકરણ જેવું બને છે.
R ત્રિજ્યા અને એ આંટા ધરાવતા એક વર્તુળાકાર ગૂંચળામાંથી વિદ્યુતપ્રવાહ I પસાર થાય છે, અને તેની અક્ષ પર તેના કેન્દ્રથી x અંતરે ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય `B =(mu_0IR^(2)N)/2(x^(2) + R^(2))^(3/2)` જેટલું છે. (b) બે સમાંતર, એક અક્ષ પર આવેલા સમાન ત્રિજ્યા Rના ગૂંચળા વિચારો, જેમના આંટાની સંખ્યા N છે, તથા એક સમાન દિશામાં સમાન વિધુતપ્રવાહ ધરાવે છે, અને તેમની વચ્ચેનું અંતર પણ R છે. દર્શાવો કે બે ગૂંચળાના મધ્યમાં, તેમની અક્ષ પર આવેલા બિંદુની આસપાસ Rની સરખામણીમાં નાના અંતર સુધી ચુંબકીય ક્ષેત્ર નિયમિત હશે, જે લગભગ `B= 0.72 (mu_0NI)/R`,વડેદર્શાવી શકાય. [અમુક નાના અંતર સુધી નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકતી આ ગોઠવણીને હેલ્મહોલ્ટઝ ગૂંચળા કહે છે.]
25 cm આંતરિક ત્રિજ્યા અને 26 cm બહારની ત્રિજ્યા ધરાવતા એક ટૉરોઈડના Core (ગર્ભ જે ફેરોમેગ્નેટીક નથી)ની આસપાસ તારના 3500 આંટા વીંટાળેલા છે. જો તાર માંથી 11 A વિદ્યુતપ્રવાહ પસાર થતો હોય, તો. ટૉરોઈડની બહાર,
25 cm આંતરિક ત્રિજ્યા અને 26 cm બહારની ત્રિજ્યા ધરાવતા એક ટૉરોઈડના Core (ગર્ભ જે ફેરોમેગ્નેટીક નથી)ની આસપાસ તારના 3500 આંટા વીંટાળેલા છે. જો તાર માંથી 11 A વિદ્યુતપ્રવાહ પસાર થતો હોય, તો. ટૉરોઈડના Coreની અંદર,
25 cm આંતરિક ત્રિજ્યા અને 26 cm બહારની ત્રિજ્યા ધરાવતા એક ટૉરોઈડના Core (ગર્ભ જે ફેરોમેગ્નેટીક નથી)ની આસપાસ તારના 3500 આંટા વીંટાળેલા છે. જો તાર માંથી 11 A વિદ્યુતપ્રવાહ પસાર થતો હોય, તો. ટૉરોઈડ વડે ઘેરાયેલી ખાલી જગ્યામાં, ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?
એક ચેમ્બરમાં, સ્થાનની સાથે જેનું મૂલ્ય બદલાય પરંતુ જેની દિશા ન બદલાય તેવું ચુંબકીય ક્ષેત્ર આવેલું છે એક વિદ્યુતભારિત કણ, આ ચેમ્બરમાં દાખલ થઈ તેમાં સુરેખ પથ પર અચળ ઝડપથી ગતિ કરી શકે છે. તો તેના પ્રારંભિક વેગ વિશે શું કહેશો ?
એક વિદ્યુતભારિત કણ, એક વિસ્તારમાંના પ્રબળ અને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં જટિલ પથ પર ગતિ કરીને તેમાંથી બહાર આવે છે. જો આ દરમિયાન તે કોઈ અથડામણ અનુભવતો ન હોય તો શું તેની અંતિમ ઝડપ, પ્રારંભિક ઝડપ જેટલી જ હશે ?
એક ઈલેક્ટ્રોન, ઉત્તરથી દક્ષિણ તરફના વિદ્યુતક્ષેત્રમાં, પશ્ચિમથી પૂર્વ તરફ ગતિ કરતો કરતો દાખલ થાય છે. તો આ ઈલેક્ટ્રોન, તેના મૂળ ગતિપથમાંથી વિચલિત ન થાય તે માટે આ વિસ્તારમાં કેવું ચુંબકીય ક્ષેત્ર લગાડવું જોઈએ ?
કૅથોડ ગરમ થવાથી ઉત્સર્જાયેલ એક ઈલેક્ટ્રૉન, 2.0kV વિદ્યુત સ્થિતિમાન તફાવત વડે પ્રવેગિત થઈને, 0.15 T જેટલા નિયમિત ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાં દાખલ થાય છે. જો આ ક્ષેત્ર, (a) પ્રારંભિક વેગને લંબ રૂપે હોય,
કૅથોડ ગરમ થવાથી ઉત્સર્જાયેલ એક ઈલેક્ટ્રૉન, 2.0kV વિદ્યુત સ્થિતિમાન તફાવત વડે પ્રવેગિત થઈને, 0.15 T જેટલા નિયમિત ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાં દાખલ થાય છે. જો આ ક્ષેત્ર, (b) પ્રારંભિક વેગ સાથે 30° કોણ બનાવતું હોય, તો ઈલેક્ટ્રોનના ગતિ પથની ગણતરી કરો.
"હેલ્મહોલ્ટઝ કોઈલ્સ"ની એક જોડમાં બંને કોઇલ્સની સામાન્ય અક્ષ પર નાના ભાગમાં `0.75 T` જેટલા મૂલ્યના નિયમિત ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે `9 xx 10^5 Vm^-1` જેટલું સમાન વિદ્યુતક્ષેત્ર લગાડેલું છે. આ બંને ક્ષેત્રોને લંબરૂપે એકસરખા વિદ્યુતભારિત કણોની અત્યંત પાતળી કિરણાવલી વિચલિત થયા વિના પસાર થતી હોય તો તેમાંના કણો ક્યા હોઈ શકે તે શોધો. આ જવાબ કેમ અનન્ય મળતો નથી ? (ઉપરોક્ત કણોને `15 kV` જેટલા વોલ્ટેજ વડે પ્રવેગિત કરેલા છે.)
`0.45 m` લંબાઈ અને `60 g` દળ ધરાવતા એક વાહક સળિયાને સરખી લંબાઈના અત્યંત હલકા એવા બે અવાહક તારો સાથે બંને છેડે બાંધીને એવી રીતે લટકાવવામાં આવે છે જેથી સળિયો સમક્ષિતિજ રહે. હવે આ સળિયામાંથી `5 A` વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે. તો અત્રે સળિયાને લામરૂપે કેટલું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં લગાડવાથી બંને તારમાનું તણાવબળ શૂન્ય થાય ?
`0.45 m` લંબાઈ અને `60 g` દળ ધરાવતા એક વાહક સળિયાને સરખી લંબાઈના અત્યંત હલકા એવા બે અવાહક તારો સાથે બંને છેડે બાંધીને એવી રીતે લટકાવવામાં આવે છે જેથી સળિયો સમક્ષિતિજ રહે. હવે આ સળિયામાંથી `5 A` વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે. તો હવે, વાહક સળિયામાંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ ઊલટાવવામાં આવે ત્યારે બંને તારમાનું કુલ તણાવબળ શોધો.
કારની બેટરીને તેને ચાલુ કરતી મોટર સાથે જોડતા તાર `300 A` વિદ્યુત પ્રવાહ વહન કરે છે. (થોડાક સમય માટે). આ તાર `70 cm` લાંબા હોય અને તેમની વચ્ચેનું અંતર `1.5 cm` હોય તો એકમ લંબાઈ દીઠ આ તારો વચ્ચે લાગતું બળ કેટલું હશે? આ બળ આકર્ષી હશે કે અપાકર્ષી?
`10 cm` જેટલી આડછેદની ત્રિજ્યા ધરાવતા એક નળાકારીય વિસ્તારમાં, તેની અક્ષને સમાંતર, પૂર્વથી પશ્ચિમ તરફ `1.5 T` જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર પ્રવર્તે છે. હવે, 7 A પ્રવાહધારિત સુરેખ તારને આ નળાકારની અક્ષમાંથી પસાર થતા સમક્ષિતિજ સમતલમાં, નળાકારની અંદર રાખી તારમાંથી વિદ્યુતપ્રવાહ ઉત્તરથી દક્ષિણ તરફ પસાર થાય તે રીતે રાખતા તાર પર લાગતા ચુંબકીય બળો શોધો.
`10 cm` જેટલી આડછેદની ત્રિજ્યા ધરાવતા એક નળાકારીય વિસ્તારમાં, તેની અક્ષને સમાંતર, પૂર્વથી પશ્ચિમ તરફ `1.5 T` જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર પ્રવર્તે છે. હવે, 7 A પ્રવાહધારિત સુરેખ તારને આ નળાકારની અક્ષમાંથી પસાર થતા સમક્ષિતિજ સમતલમાં, નળાકારની અંદર રાખી તારમાંથી વિદ્યુતપ્રવાહ ઉત્તર-પૂર્વ (ઈશાન)થી દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્ય) તરફ પસાર થાય તે રીતે રાખતા તાર પર લાગતા ચુંબકીય બળો શોધો.
`10 cm` જેટલી આડછેદની ત્રિજ્યા ધરાવતા એક નળાકારીય વિસ્તારમાં, તેની અક્ષને સમાંતર, પૂર્વથી પશ્ચિમ તરફ `1.5 T` જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર પ્રવર્તે છે. હવે, 7 A પ્રવાહધારિત સુરેખ તારને આ નળાકારની અક્ષમાંથી પસાર થતા સમક્ષિતિજ સમતલમાં, નળાકારની અંદર રાખી તારમાંથી વિદ્યુતપ્રવાહ વિભાગ a માંના તારને અધોદિશામાં `6 cm` ઉતારતા, તાર પર લાગતા ચુંબકીય બળો શોધો.
`+ Z` દિશામાં `3000 G` જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર ધરાવતા વિસ્તારમાં `10 cm` લંબાઈ અને `5 cm` પહોળાઈ ધરાવતી `12 A` વિદ્યુતપ્રવાહનું વહન કરતી લંબચોરસ લૂપને નીચેની 6 આકૃતિઓમાં દર્શાવેલી સ્થિતિમાં રાખવામાં આવે ત્યારે તે દરેક સ્થિતિમાં લૂપ પર લાગતું ટોર્ક અને બળ (ચુંબકીય બળ) શોધો. કઈ આકૃતિમાંની સ્થિતિ, સ્થાયી સંતુલન સ્થિતિ દર્શાવે છે ?
20 આંટા અને 10 cm ત્રિજ્યા ધરાવતું એક વર્તુળાકાર ગૂંચળું, તેનું સમતલ 0.10 Tના નિયમિત ચુંબકીયક્ષેત્રને લંબરૂપે રહે તે રીતે મુકેલું છે. જો ગૂંચળામાં 5.0 A વિદ્યુતપ્રવાહ વહેતો હોય, તો (a) ગૂંચળા પરનું કુલ ટૉર્ક,
20 આંટા અને 10 cm ત્રિજ્યા ધરાવતું એક વર્તુળાકાર ગૂંચળું, તેનું સમતલ 0.10 Tના નિયમિત ચુંબકીયક્ષેત્રને લંબરૂપે રહે તે રીતે મુકેલું છે. જો ગૂંચળામાં 5.0 A વિદ્યુતપ્રવાહ વહેતો હોય, તો (b) ગૂંચળા પરનું કુલ બળ,
`0.1 T` જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રને લંબ એવા સમતલમાં `10 cm` ત્રિજ્યા તથા 20 આંટાઓવાળી વર્તુળાકાર કોઈલ મૂકી તેમાંથી `5 A` વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે કોઈલમાંના દરેક મુક્ત ઈલેક્ટ્રોન પરનું ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું સરેરાશ બળ શોધો. (કોઈલમાં વપરાયેલા તારના આડછેદનું ક્ષેત્રફળ `10^-5 m^2` છે તથા તેમાં મુક્ત ઈલેક્ટ્રોન સંખ્યા ઘનતા આશરે `10^29 m^-3` છે.)
`4 cm` જેટલી આડછેદની ત્રિજ્યા તથા `60 cm` લંબાઈ ધરાવતા એક સોલેનોઈડ પર એક સ્તરમાં 300 આંટાઓ એવા 3 સ્તરોનું વાઈન્ડીંગ કરેલું છે. હવે, આ સોલેનોઈડની અંદર તેની અક્ષમાંથી પસાર થતા સમક્ષિતિજ સમતલમાં, સોલેનોઈડના મધ્યકેન્દ્રની નજીક, તેની અક્ષને લંબરૂપે `2.5 g` દળ ધરાવતો `2 cm` લાંબો તારનો સુરેખ ટુકડો મૂકી તેમાંથી `6 A` વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે. તો આ સંજોગોમાં સોલેનોઈડના વાઈન્ડીંગમાંથી કેટલો વિદ્યુતપ્રવાહ કેવી રીતે પસાર કરવાથી આ ટુકડાનું વજન સમતોલી શકાય ?
એક ગેલ્વેનોમીટરમાં ગૂંચળા (coil) નો અવરોધ `12 Omega` છે તેમાંથી `3 mA` વિદ્યુતપ્રવાહ પસાર કરવાથી તેમાં પૂર્ણ સ્કેલ આવર્તન મળે છે. (અર્થાત્ તેની પ્રવાહક્ષમતા `3 mA` છે.) તેને 0 થી 18 V સુધીનો વોલ્ટેજ માપી શકે તેવા વોલ્ટમીટરમાં કેવી રીતે ફેરવશો ?
એક ગેલ્વેનોમીટરમાં કોઈલનો અવરોધ `15 Omega` છે. તેમાંથી `4 mA` પ્રવાહ પસાર કરતા તેમાં પૂર્ણ સ્કેલ આવર્તન મળે છે. તો તેને 0 થી 6 A સુધીનો પ્રવાહ માપી શકે તેવા એમિટરમાં કેવી રીતે રૂપાંતરિત કરશો ?
Exercise questions and complete solutions for chapter ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વ of NCERT Physics(Gujarati) of Class 12