Class 12 | PHYSICS |
Chapter | વિદ્યુતચુંબકીય તરંગો |
NCERT | Exercise |
Number Of Questions | 35 |
Academic Year | 2023-24 |
એક સમાંતર પ્લેટ કૅપેસિટરની દરેક પ્લેટનું ક્ષેત્રફળ `90 cm^(2)` અને બે પ્લેટ વચ્ચેનું અંતર `2.5 mm` છે. કૅપેસિટરને `400 V` ના સપ્લાય સાથે જોડીને વિદ્યુતભારિત કરવામાં આવે છે.
(a) કૅપેસિટર વડે કેટલી સ્થિતવિદ્યુતઊર્જા સંગ્રહીત થયેલ છે?
(b) આ ઊર્જાને બે પ્લેટ વચ્ચેના સ્થિતવિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહ પામેલી ગણો અને એકમ કદ દીઠ ઊર્જા u મેળવો. આ પરથી u અને વિદ્યુતક્ષેત્રના માન E વચ્ચેનો સંબંધ મેળવો.
એક સમાંતર પ્લેટ કૅપેસિટરની દરેક પ્લેટનું ક્ષેત્રફળ `90 cm^(2)` અને બે પ્લેટ વચ્ચેનું અંતર `2.5 mm` છે. કૅપેસિટરને `400 V` ના સપ્લાય સાથે જોડીને વિદ્યુતભારિત કરવામાં આવે છે.
(a) કૅપેસિટર વડે કેટલી સ્થિતવિદ્યુતઊર્જા સંગ્રહીત થયેલ છે?
(b) આ ઊર્જાને બે પ્લેટ વચ્ચેના સ્થિતવિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહ પામેલી ગણો અને એકમ કદ દીઠ ઊર્જા u મેળવો. આ પરથી u અને વિદ્યુતક્ષેત્રના માન E વચ્ચેનો સંબંધ મેળવો.
આકૃતિ 8.6માં દરેકની ત્રિજ્યા 12 cm હોય તેવી બે વર્તુળાકાર પ્લેટથી બનેલું એક કેપેસીટર
દર્શાવેલ છે. બે પ્લેટો વચ્ચેનું અંતર 0.5 cm છે. બાહ્ય ઉદ્ગમ (આકૃતિમાં દર્શાવેલ નથી) વડે આ કેપેસીટરને (સુધારકને) વિદ્યુતભારિત કરવામાં આવે છે. તેને વિદ્યુતભારિત કરતો પ્રવાહ 0.15A
જેટલો અચળ રહે છે.
(c) શું કિર્ચીફનો પ્રથમ નિયમ (જંકશન માટેનો નિયમ) સંધારકની દરેક પ્લેટ માટે સાચો છે?
દરેકની ત્રિજ્યા R = 6.0 cm હોય તેવી વર્તુળાકાર પ્લેટનું બનેલું એક સમાંતર પ્લેટ કેપેસીટર
(આકૃતિ 8.7)નું કેપેસીટન્સ `C= 100 pF` છે. આ સંધારક 230 V ac ઉદ્ગમ સાથે સંકળાયેલ છે કે જેની (કોણીય) આવૃત્તિ `300 rads^(-1)` છે. (a) વહનપ્રવાહ (Conduction Current)નું rms મૂલ્ય કેટલું હશે?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે `6 cm` જેટલી ત્રિજ્યાવાળી વર્તુળાકાર પ્લેટોમાંથી બનાવેલા `100 pF` કેપેસીટન્સ ધરાવતા સમાંતર પ્લેટ કેપેસીટરને `230 V` ના `300 rad/s` કોણીય આવૃત્તિવાળા એ.સી. ઉદ્દગમ સાથે જોડેલ છે. : શું તેનું મૂલ્ય સ્થાનાંતર પ્રવાહ જેટલું હશે ?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે `6 cm` જેટલી ત્રિજ્યાવાળી વર્તુળાકાર પ્લેટોમાંથી બનાવેલા `100 pF` કેપેસીટન્સ ધરાવતા સમાંતર પ્લેટ કેપેસીટરને `230 V` ના `300 rad/s` કોણીય આવૃત્તિવાળા એ.સી. ઉદ્દગમ સાથે જોડેલ છે. : પ્લેટો વચ્ચેના વિસ્તારની મધ્યમાન અક્ષથી `૩ cm` લંબઅંતરે આવેલા બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર શોધો.
`10^-10 m` તરંગલંબાઈ ધરાવતા X-કિરણો, `6800 A` તરંગલંબાઈ ધરાવતા રાતા પ્રકાશ અને `500 m` તરંગલંબાઈ ધરાવતા રેડિયો તરંગો માટે કઈ ભૌતિકરાશિ સમાન છે ?
એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ શૂન્યાવકાશમાં `+Z` દિશામાં ગતિ કરે છે. તેમાંના વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના દોલનોને રજૂ કરતા સદિશો વિશે તમે શું કહેશો ? આ તરંગની આવૃત્તિ `30 MHz` હોય તો તેની તરંગલંબાઈ શોધો.
એક રેડિયો,`7.5 MHz` થી `12 MHz` સુધીની પ્રસારણ આવૃત્તિ ધરાવતા કોઈપણ સ્ટેશનને ટયૂન કરી શકે છે. તો આવૃત્તિના આ વિસ્તારને અનુરૂપ તરંગલંબાઈનો વિસ્તાર (ગાળો કે અંતરાલ) શોધો.
એક વિદ્યુતભાર, પોતાના સમતોલ સ્થાનની આસપાસ `10^9 Hz` જેટલી આવૃત્તિથી દોલનો કરે છે તો તેના દ્વારા ઉત્પન્ન થતા વિદ્યુતચુંબકીય તરંગની આવૃત્તિ કેટલી હશે ?
શૂન્યાવકાશમાં રહેલ હાર્મોનિક વિદ્યુતચુંબકીય તરંગનો ભાગ હોય તેવા ચુંબકીયક્ષેત્રનો કંપવિસ્તાર `B_(0) = 510 nT` છે. તરંગનો ભાગ હોય તેવા વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર કેટલો હશે?
`+X` દિશામાં પ્રસરતા એક વિદ્યુતચુંબકીય તરંગના વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર `E_0 = 120 N/C` છે અને તેની આવૃત્તિ `50 MHz` છે. : `B_0`,`omega`, `k` અને `lambda` શોધો.
`+X` દિશામાં પ્રસરતા એક વિદ્યુતચુંબકીય તરંગના વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર `E_0 = 120 N/C` છે અને તેની આવૃત્તિ `50 MHz` છે. : E અને B માટેના સૂત્રો મેળવો.
પુસ્તકમાં વિદ્યુતચુંબકીય વર્ણપટના જુદા જુદા ભાગની શબ્દાવલિ (Terminology) આપેલ છે. `E= hV` (વિકિરણનો ઊર્જા જથ્થો ફોટોન માટે)નો ઉપયોગ કરી વિદ્યુતચુંબકીય વર્ણપટના જુદા જુદા ભાગની ફોટોન ઊર્જા eV એકમમાં મેળવો. તમે જે આ જુદા જુદા ક્રમની ફોટોન-ઊર્જા મેળવો છો તે કેવી રીતે વિદ્યુતચુંબકીય વિકિરણના જુદા-જુદા સ્રોત સાથે સંબંધ ધરાવે છે?
એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્રના જ્યાવર્તી દોલનની આવૃત્તિ `2.0 x 10^(10)Hz` અને કંપવિસ્તાર `48Vm^(-1)` છે.(a) તરંગની તરંગલંબાઈ કેટલી છે?
એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્રના જ્યાવર્તી દોલનની આવૃત્તિ `2.0 x 10^(10)Hz` અને કંપવિસ્તાર `48Vm^(-1)` છે.(b) દોલન કરતા ચુંબકીય ક્ષેત્રની કંપવિસ્તાર કેટલો છે?
એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્રના જયાવર્તી દોલનની આવૃત્તિ `2.0 times 10^(10) Hz` અને કંપવિસ્તાર `48 Vm^(-1)` છે.
દર્શાવો કે વિદ્યુતક્ષેત્ર Eની સરેરાશ ઊર્જા ઘનતા, ચુંબકીયક્ષેત્ર B ની સરેરાશ ઊર્જા ઘનતા જેટલી છે.
અથવા
એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ Z-દિશામાં શૂન્યાવકાશમાં ગતિ કરે છે. તેમાં વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્રની દિશા જણાવો.
ધારોકે શૂન્યાવકાશમાં રહેલ વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુતક્ષેત્ર, `E= {(3.1N/C) cos[(1.8rad/m) y+(5.4 *10^(6) rad/s)t]}`i છે. (a) પ્રસરણ દિશા કઈ છે?
ધારોકે શૂન્યાવકાશમાં રહેલ વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુતક્ષેત્ર, `E= {(3.1N/C) cos[(1.8rad/m) y+(5.4 *10^(6) rad/s)t]}` છે. (b) તરંગલંબાઈ કેટલી છે?
ધારોકે શૂન્યાવકાશમાં રહેલ વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુતક્ષેત્ર, `E= {(3.1N/C) cos[(1.8rad/m) y+(5.4 *10^(6) rad/s)t]}` છે. (c) આવૃત્તિ v કેટલી છે?
ધારોકે શૂન્યાવકાશમાં રહેલ વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુતક્ષેત્ર, `E= {(3.1N/C) cos[(1.8rad/m) y+(5.4 *10^(6) rad/s)t]}` છે. (d) તરંગના ચુંબકીય ક્ષેત્રની કંપવિસ્તાર કેટલો છે?
ધારોકે શૂન્યાવકાશમાં રહેલ વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુતક્ષેત્ર, `E= {(3.1N/C) cos[(1.8rad/m) y+(5.4 *10^(6) rad/s)t]}` છે. (e) તરંગના ચુંબકીયક્ષેત્ર માટેનું સમીકરણ લખો.
એક 100 Wના પ્રકાશ બલ્બની લગભગ 5 % કાર્યક્ષમતાનું દશ્ય વિકિરણમાં રૂપાંતરણ થાય છે. દશ્ય વિકિરણની સરેરાશ તીવ્રતા નીચેના કિસ્સાઓ માટે કેટલી હશે? (a) બલ્બથી 1m અંતરે (b) બલ્બથી 10m અંતરે એવું ધારોકે દરેક વિકિરણ બધી જ દિશામાં સમાન રીતે ઉત્સર્જીત થાય છે અને પરાવર્તન અવગણો.
કાળા પદાર્થ માટેના વીનના સ્થાનાંતર નિયમ `lambda_m T=0.29(cm)(K)` નો ઉપયોગ કરી વિદ્યુતચુંબકીય વર્ણપટના દ્રશ્ય વિભાગ માટે લાક્ષણિક તાપમાનનો વિસ્તાર મેળવો.
નિમ્નલિખિત વિદ્યુતચુંબકીય તરંગો (વિકિરણો) નો સમાવેશ વિદ્યુતચુંબકીય વર્ણપટના ક્યા વિભાગોમાં થાય છે તે જણાવો. : `21 cm` તરંગલંબાઈ
ભૌતિકશાસ્ત્રમાં જુદા-જુદા પરિપ્રેક્ષ્યમાં વિદ્યુતચુંબકીય વિકિરણો સાથે સંકળાયેલી કેટલીક પ્રચલિત સંખ્યાઓ નીચે દર્શાવેલ છે. તે વિદ્યુતચુંબકીય વર્ણપટના કયા ભાગમાં આવેલા છે તે જણાવો. (b) 1057 MHz (લેમ્બ શિફટ (Lamb Shift)થી ઓળખાતી ઘટના કે જેમાં હાઇડ્રોજનમાં ખૂબ જ નજીક આવેલાં બે ઊર્જા સ્તરોમાંથી ઉત્સર્જાતા વિકિરણની આવૃત્તિ)
નિમ્નલિખિત વિદ્યુતચુંબકીય તરંગો (વિકિરણો) નો સમાવેશ વિદ્યુતચુંબકીય વર્ણપટના ક્યા વિભાગોમાં થાય છે તે જણાવો. : `2.7 K` તાપમાન કાળા પદાર્થમાંથી ઉત્સર્જાતું વિકિરણ
નિમ્નલિખિત વિદ્યુતચુંબકીય તરંગો (વિકિરણો) નો સમાવેશ વિદ્યુતચુંબકીય વર્ણપટના ક્યા વિભાગોમાં થાય છે તે જણાવો. : `5890 A` અને `5896 A` તરંગલંબાઈ
ભૌતિકશાસ્ત્રમાં જુદા-જુદા પરિપ્રેક્ષ્યમાં વિદ્યુતચુંબકીય વિકિરણો સાથે સંકળાયેલી કેટલીક પ્રચલિત સંખ્યાઓ નીચે દર્શાવેલ છે. તે વિદ્યુતચુંબકીય વર્ણપટના કયા ભાગમાં આવેલા છે તે જણાવો. e) 14.4 keV (ખૂબ પ્રચલિત ઉચ્ચ વિભેદનશક્તિ ધરાવતી સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિ (Mઠssbaure Spectroscopy)માં `^(57)Fe` ન્યુક્લિયસની એક ચોક્કસ સંક્રાંતિ સાથે સંકળાયેલ ઊર્જા).
નીચેના પ્રશ્નોના જવાબ આપો: દૂર અંતરના રેડિયો પ્રસારણ માટે SW બેન્ડ (short wave band) વપરાય છે. શા માટે ?
નીચેના પ્રશ્નોના જવાબ આપો: દૂર અંતરના ટીવી પ્રસારણ માટે ઉપગ્રહનો ઉપયોગ શા માટે જરૂરી છે ?
નીચેના પ્રશ્નોના જવાબ આપો: પ્રકાશીય અને રેડિયો ટેલિસ્કોપ પૃથ્વી પર રાખવામાં આવે છે જ્યારે X-ray Astronomy માટે ઉપયોગમાં લેવાતા ઉપગ્રહને પૃથ્વીની આસપાસ ફરતો રાખવામાં આવે છે. શા માટે ?
વાતાવરણના ઉપરના ભાગમાં રહેલ ઓઝોનનું નાનું સ્તર મનુષ્ય જાતિનાં અસ્તિત્વ માટે ખૂબ જ અગત્યનું છે, શા માટે?
નીચેના પ્રશ્નોના જવાબ આપો: જો પૃથ્વીને વાતાવરણ ન હોત તો તેની સપાટી પરનું સરેરશ તાપમાન, હાલના તાપમાન કરતા વધારે હોત કે ઓછું હોત ?
અમુક વૈજ્ઞાનિકોનું માનવું છે કે પૃથ્વી પર ગ્લોબલ (વૈશ્વિક) ન્યુક્લિયર યુદ્ધ પછી ન્યુક્લિયર-શિયાળા’ (Nuclear-winter)ની તીવ્ર અસર દેખાશે કે જેથી પૃથ્વી પરના જીવન પર ખૂબ જ વિનાશકારી અસર હશે. આવી આગાહી માટે ક્યો આધાર હોઈ શકે ?
Exercise questions and complete solutions for chapter વિદ્યુતચુંબકીય તરંગો of NCERT Physics(Gujarati) of Class 12