Class 12 | PHYSICS |
Chapter | કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો |
NCERT | Exercise |
Number Of Questions | 70 |
Academic Year | 2023-24 |
અંતર્ગોળ અરીસાની નીચેની અડધી સપાટી પર અપરાવર્તક દ્રવ્યનું સ્તર લગાડવામાં આવે તો તેની અક્ષ પર અરીસાની સામે મૂકેલી વસ્તુના પ્રતિબિંબ પર શું અસર થાય ?
`15 cm` વક્રતાત્રિજ્યા ધરાવતા એક અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને અરીસાથી `5 cm` દૂર મૂકવામાં આવે ત્યારે રચાતા પ્રતિબિંબના સ્થાન, પ્રકાર અને મોટવણી શોધો.
ધારો કે તમે પાર્ક કરેલી કારમાં બેઠા છો અને `R = 2 m` જેટલી વક્રતાત્રિજ્યા ધરાવતા side view mirror માં એક વ્યક્તિને કાર તરફ દોડતી આવતી નિહાળો છો. આ વ્યક્તિનો કાર તરફની ગતિમાં વેગ `5 ms^-1` જેટલો અચળ છે. જયારે આ વ્યક્તિ, કારથી (અથવા અરીસાથી) `39 m` જેટલા અંતરે આવે તે ક્ષણ પછીના 1 સેકન્ડ સુધીના સમયના ગાળાઓમાં અરીસામાં જોવા મળતી પ્રતિબિંબની સરેરશ ઝડપો શોધો.
ધારો કે તમે પાર્ક કરેલી કારમાં બેઠા છો અને `R = 2 m` જેટલી વક્રતાત્રિજ્યા ધરાવતા side view mirror માં એક વ્યક્તિને કાર તરફ દોડતી આવતી નિહાળો છો. આ વ્યક્તિનો કાર તરફની ગતિમાં વેગ `5 ms^-1` જેટલો અચળ છે. જયારે આ વ્યક્તિ, કારથી (અથવા અરીસાથી) `29 m` જેટલા અંતરે આવે તે ક્ષણ પછીના 1 સેકન્ડ સુધીના સમયના ગાળાઓમાં અરીસામાં જોવા મળતી પ્રતિબિંબની સરેરશ ઝડપો શોધો.
ધારો કે તમે પાર્ક કરેલી કારમાં બેઠા છો અને `R = 2 m` જેટલી વક્રતાત્રિજ્યા ધરાવતા side view mirror માં એક વ્યક્તિને કાર તરફ દોડતી આવતી નિહાળો છો. આ વ્યક્તિનો કાર તરફની ગતિમાં વેગ `5 ms^-1` જેટલો અચળ છે. જયારે આ વ્યક્તિ, કારથી (અથવા અરીસાથી) `19 m` જેટલા અંતરે આવે તે ક્ષણ પછીના 1 સેકન્ડ સુધીના સમયના ગાળાઓમાં અરીસામાં જોવા મળતી પ્રતિબિંબની સરેરશ ઝડપો શોધો.
ધારો કે તમે પાર્ક કરેલી કારમાં બેઠા છો અને `R = 2 m` જેટલી વક્રતાત્રિજ્યા ધરાવતા side view mirror માં એક વ્યક્તિને કાર તરફ દોડતી આવતી નિહાળો છો. આ વ્યક્તિનો કાર તરફની ગતિમાં વેગ `5 ms^-1` જેટલો અચળ છે. જયારે આ વ્યક્તિ, કારથી (અથવા અરીસાથી) `9 m` જેટલા અંતરે આવે તે ક્ષણ પછીના 1 સેકન્ડ સુધીના સમયના ગાળાઓમાં અરીસામાં જોવા મળતી પ્રતિબિંબની સરેરશ ઝડપો શોધો.
પોતાની ધરીને અનુલક્ષીને એક ભ્રમણ પૂરું કરવા માટે પૃથ્વીને 24 કલાક (h) લાગે છે. તો પૃથ્વી પરથી સૂર્યને જોતા તેની `1^circ` જેટલી શિફ્ટ માટે તેને કેટલો સમય લાગશે ?
`20 cm` વક્રતાત્રિજ્યા અને `1.5` વક્રીભવનાંકવાળી કાચની બહિર્ગોળ સપાટીની મુખ્ય અક્ષ પર તેના ધ્રુવથી `100 cm` અંતરે હવામાં પ્રકાશનું બિંદુવત્ત ઉદ્દગમ મૂકવામાં આવે ત્યારે તેનું પ્રતિબિંબ ક્યાં રચાશે ?
એક જાદુગર તેના એક પ્રોગામમાં 1.47 વક્રીભવનાંકવાળા કાચના લેન્સને એક પ્રવાહીમાં ડૂબાડે છે ત્યારે તે લેન્સ અદ્રશ્ય થઈ જાય છે. તો આ પ્રવાહીનો વક્રીભવનાંક કેટલો હશે ? શું આ પ્રવાહી પાણી હોઈ શકે ?
કાચના એક લેન્સની કેન્દ્રલંબાઈ `0.5 m` છે. તો તેનો પાવર શોધો.
એક બહિર્ગોળ લેન્સની બે સપાટીઓની વક્રતાત્રિજ્યાઓ `10 cm` અને `15 cm` છે. જો તેની હવામાં કેન્દ્રલંબાઈ `12 cm` હોય તો આ લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક શોધો.
`1.5` વક્રીભવનાંકવાળા એક બહિર્ગોળ લેન્સની હવામાં કેન્દ્રલંબાઈ `20 cm` છે તો તેની `1.33` વક્રીભવનાંકવાળા પાણીમાં કેન્દ્રલંબાઈ કેટલી થાય ?
આકૃત્તિમાં દર્શાવેલા લેન્સના સંયોજન માટે પ્રતિંબિબ સ્થાન મેળવો.
`36 cm` વક્રતા ત્રિજ્યાવાળા અંતર્ગોળ અરીસાની સામે તેનાથી `27 cm` અંતરે મૂકેલી `2.5 cm` ઊંચાઈની મીણબત્તીનું તીક્ષ્ણ પ્રતિબિંબ ઝીલવા માટે પડદાને અરીસાથી કેટલા અંતરે મૂકવો પડશે ? આ મીણબત્તીને અરીસાથી ક્રમશઃ નજીક ખસેડવામાં આવે ત્યારે પડદાને કઈ તરફ ખસેડવો પડશે ?
`15 cm` કેન્દ્રલંબાઈ ધરાવતાં બહિર્ગોળ અરીસાથી `4.5 cm` ઊંચાઈવાળી સોયને `12 cm` દૂર મૂકવામાં આવે છે. પ્રતિબિંબનું સ્થાન અને મોટવણી આપો. સોયને અરીસાથી જેમ દૂર ખસેડવામાં આવે તેમ શું થશે તે જણાવો.
એક ટાંકીમાં `12.5 cm` ઊંચાઈ સુધી પાણી ભરેલું છે. આ ટાંકીના તળિયે આવેલી સોયની આભાસી ઊંડાઈ, માઈક્રોસ્કોપથી માપતા `9.4 cm` માલૂમ પડે છે. તો આ અવલોકન પરથી પાણીનો વક્રીભવનાંક શોધો. હવે આ ટાંકીમાં પાણીના બદલે 1.63 વક્રીભવનાંકવાળું પ્રવાહી, અગાઉના જેટલી જ ઊંચાઈ સુધી ભરવામાં આવે ત્યારે ટાંકીના તળિયે આવેલી સોયનું નવું આભાસી સ્થાન નક્કી કરવા માટે માઈક્રોસ્કોપને કેટલા અંતરે ખસેડવું પડશે ?
હવામાં ગતિ કરતું કિરણ કાચ - હવા અને પાણી - હવાની સપાટીએ રચેલા લંબ સાથે `60^circ` ના ખૂણે આપાત થાય છે . જેનાં વક્રીભવન આકૃતિઓ અનુક્રમે 9.31 : દર્શાવે છે. પાણી - કાચની આંતર સપાટીએ રચેલા લંબ સાથે પાણીમાં `45^circ` નો આપાતકોણ હોય ત્યારે કાચમાં વક્રીભવનકોણનું મૂલ્ય શોધો [ આકૃતિ 9.31 ( c ) ] .
હવામાં ગતિ કરતું કિરણ કાચ - હવા અને પાણી - હવાની સપાટીએ રચેલા લંબ સાથે `60^circ` ના ખૂણે આપાત થાય છે . જેનાં વક્રીભવન આકૃતિઓ અનુક્રમે 9.31 : દર્શાવે છે. પાણી - કાચની આંતર સપાટીએ રચેલા લંબ સાથે પાણીમાં `45^circ` નો આપાતકોણ હોય ત્યારે કાચમાં વક્રીભવનકોણનું મૂલ્ય શોધો [ આકૃતિ 9.31 ( c ) ] .
એક ટાંકીમાં `80 cm` ઊંચાઈ સુધી પાણી ભરેલું છે તળિયાના મધ્યકેન્દ્ર પર પ્રકાશનો બલ્બ મુકેલો છે. પાણીના સપાટી પરના કેટલા ક્ષેત્રફળવાળા વિસ્તારમાંથી બલ્બમાંથી ઉત્સર્જાયેલા પ્રકાશ પાણીની સપાટીમાંથી બહાર આવી શકશે ? (પાણીનો વક્રીભવનાંક `1.33` લો તથા બલ્બને પ્રકાશના બિંદુવત્ત ઉદ્દગમ તરીકે લો.)
`60^circ` જેટલો વક્રીભવનાંક કોણ (અથવા પ્રિઝમકોણ) તથા `40^circ` જેટલો લધુત્તમ વિચલનકોણ ધરાવતા કાચના બનેલા પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક શોધો. આ પ્રિઝમને 1.33 વક્રીભવનાંકવાળા પાણીમાં રાખવામાં આવે તો તેના માટે નવો લધુત્તમ વિચલનકોણ કેટલો બનશે ?
`1.55` જેટલા વક્રીભવનાંકવાળા કાચમાંથી `20 cm` જેટલી કેન્દ્રલંબાઈવાળો દ્વિ-બહિર્ગોળ લેન્સ બનાવવા માટે તેની બંને વક્ર સપાટીઓની સમાન વક્રતા ત્રિજ્યા કેટલી રાખવી પડશે ?
પ્રકાશનું એક અભિસારી કિરણપૂંજ P બિંદુએ કેન્દ્રીત થાય છે. હવે આ કિરણોના માર્ગમાં બિંદુ P થી `12 cm` અંતરે જો `20 cm` કેન્દ્રલંબાઈવાળો બહિર્ગોળ લેન્સ મૂકવામાં આવે તો હવે આ કિરણપૂંજ ક્યા સ્થાને કેન્દ્રીત થશે ?
પ્રકાશનું એક અભિસારી કિરણપૂંજ P બિંદુએ કેન્દ્રીત થાય છે. હવે આ કિરણોના માર્ગમાં બિંદુ P થી `12 cm` અંતરે જો `16 cm` કેન્દ્રલંબાઈવાળો અંતર્ગોળ લેન્સ મૂકવામાં આવે તો હવે આ કિરણપૂંજ ક્યા સ્થાને કેન્દ્રીત થશે ?
`21 cm` કેન્દ્રલંબાઈવાળા અંતર્ગોળ લેન્સની સામે `14 cm` ના અંતરે `૩ cm` ઊંચાઈની એક વસ્તુ મૂકેલી છે. અત્રે મળતા પ્રતિબિંબનું વર્ણન કરો. જો વસ્તુને લેન્સથી દૂર લઇ જવામાં આવે તો શું થાય ?
`30 cm` કેન્દ્રલંબાઈ ધરાવતા એક બહિર્ગોળ લેન્સને, `20 cm` કેન્દ્રલંબાઈના અંતર્ગોળ લેન્સ સાથે સંપર્કમાં રાખવામાં આવે ત્યારે આ સંયોજનની સમતુલ્ય કેન્દ્રલંબાઈ શોધો. તેનો પ્રકાર જણાવો. (એટલે કે તે બહિર્ગોળ (અભિસારી) કે અંતર્ગોળ (અપસારી) લેન્સ તરીકે વર્તશે તે જણાવો.) (લેન્સની જાડાઈ અવગણો)
2.0 cm કેન્દ્રલંબાઈનો ઓજેક્ટીવ અને 6.25 cm કેન્દ્રલંબાઈના આઈપીસ ધરાવતાં સંયુક્ત માઈક્રોસ્કોપમાં તે બે લેન્સ વચ્ચેનું અંતર 15 cm છે . વસ્તુને ઓબ્બક્ટીવથી કેટલા અંતરે રાખવી જોઈએ કે જેથી મળતું અંતિમ પ્રતિબિંબ : નજીકબિંદુ અંતરે ( 25 cm ) અને
2.0 cm કેન્દ્રલંબાઈનો ઓજેક્ટીવ અને 6.25 cm કેન્દ્રલંબાઈના આઈપીસ ધરાવતાં સંયુક્ત માઈક્રોસ્કોપમાં તે બે લેન્સ વચ્ચેનું અંતર 15 cm છે . વસ્તુને ઓબ્બક્ટીવથી કેટલા અંતરે રાખવી જોઈએ કે જેથી મળતું અંતિમ પ્રતિબિંબ : અનંત અંતરે મળે ? બંને કિસ્સામાં માઈક્રોસ્કોપની મોટવશક્તિ શોધો .
`25 cm` જેટલું સામાન્ય નજીકબિંદુ ધરાવતી એક વ્યક્તિ, `8 mm` કેન્દ્રલંબાઈવાળો ઓબ્જેક્ટિવ અને `2.5 cm` કેન્દ્રલંબાઈનો આઈપીસ ધરાવતા સયુંકત માઈક્રોસ્કોપ વડે, ઓબ્જેક્ટિવથી `9 mm` દૂર રાખેલી વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવે છે (એટલે કે અંતિમ પ્રતિબિંબ, આઈપીસથી `v_e = D = 25 cm` અંતરે મેળવે છે.) તો બંને લેન્સીઝ વચ્ચેનું અંતર શોધો. તથા માઈક્રોસ્કોપની મોટવશક્તિ (મેગ્નીફાઈગ પાવર અથવા વિવર્ધનશક્તિ) શોધો.
એક નાના ટેલિસ્કોપના ઑબ્જેક્ટિવની કેન્દ્રલંબાઈ `144 cm` અને આઈપીસની કેન્દ્રલંબાઈ `6.0 cm` છે. ટેલિસ્કોપની મોટવશક્તિ તથા ઑબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર શોધો.
એક વેધશાળામાં આવેલ વિશાળ વક્રીકારક ટેલિસ્કોપમાં ઓબ્બક્ટીવ લેન્સની કેન્દ્રલંબાઈ 15 m અને આઈપીસની કેન્દ્રલંબાઈ 1 cm છે .આ તો કોણીય મોટવણી શોધો
એક વેધશાળામાં આવેલ વિશાળ વક્રીકારક ટેલિસ્કોપમાં ઓબ્બક્ટીવ લેન્સની કેન્દ્રલંબાઈ 15 m અને આઈપીસની કેન્દ્રલંબાઈ 1 cm છે . ટેલિસ્કોપના ઓજેક્ટીવ વડે મળતાં ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ કેટલો હશે ? ચંદ્રનો વ્યાસ `3.48 times10^6` m અને ચંદ્રની કક્ષાની ત્રિજ્યા `3.8 times10^8` m છે.
અરીસાના સુત્રનો ઉપયોગ કરી દર્શાવો કે f કેન્દ્રલંબાઈવાળા અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને f અને 2 f ની વચ્ચે મૂકવામાં આવે ત્યારે વસ્તુનું પ્રતિબિંબ, અરીસાની સામે 2 f થી દૂર મળે છે.
અરીસાના સૂત્રનો ઉપયોગ કરી સાબિત કરો કે : બહિર્ગોળ અરીસો હંમેશા વસ્તુના સ્થાનથી સ્વતંત્ર એવું આભાસી પ્રતિબિંબ જ આપે છે .
અરીસાના સૂત્રની મદદથી દર્શાવો કે બહિર્ગોળ અરીસા વડે મળતું આભાસી પ્રતિબિંબ હંમેશા વસ્તુ કરતા નાનું હોય છે અને તેનું સ્થાન, બહિર્ગોળ અરીસાના (આભાસી) મુખ્યકેન્દ્ર અને ધ્રુવની વચ્ચે હોય છે.
અરીસાના સૂત્રની મદદથી દર્શાવો કે જયારે અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને મુખ્યકેન્દ્ર અને ધ્રુવની વચ્ચે મૂકવામાં આવે ત્યારે તેનું પ્રતિબિંબ આભાસી અને વિવર્ધિત (વસ્તુ કરતા મોટું) મળે છે.
એક ટેબલની સપાટી પર જડિત કરેલી એક નાની પીનને તેની ઉપર `50 cm` અંતરેથી જોવામાં આવે છે. હવે તેના પર `15 cm` જાડાઈનો કાચનો એક સ્લેબ, ટેબલની સપાટીને સમાંતર મૂકી ઉપરથી જોતા, પીન કેટલી ઊંચે આવેલી જણાશે ? (અથવા પીનનું ઊર્ધ્વદિશામાંનું આભાસી સ્થાનાંતર શોધો.) કાચનો વક્રીભવનાંક 1.5 છે. શું પ્રસ્તુત જવાબ સ્લેબના સ્થાન પર આધાર રાખશે ?
આકૃતિ 9.32 માં કાચના ફાઈબરમાંથી બનાવેલ 1.68 વક્રીભવનાંક ધરાવતી ‘ પ્રકાશનળી’નો આડછેદ દર્શાવ્યો છે . બહારની બાજુ એ 1.44 વક્રીભવનાંક ધરાવતા . દ્રવ્યનું આવરણ કરેલું છે . આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપાતકિરણનું પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ શકે તે માટે જરૂરી આપાતકિરણોના નળીને અક્ષ સાથેના કોણનો વિસ્તાર રેન્જ ( Range ) જણાવો .
આકૃતિ 9.32 માં કાચના ફાઈબરમાંથી બનાવેલ 1.68 વક્રીભવનાંક ધરાવતી ‘ પ્રકાશનળી’નો આડછેદ દર્શાવ્યો છે . બહારની બાજુ એ 1.44 વક્રીભવનાંક ધરાવતા . દ્રવ્યનું આવરણ કરેલું છે જો પાઈપની બહારની બાજુએ કોઈ આવરણ ના કરવામાં આવે તો તમારો જવાબ શું છે ?
સમતલ અરીસો અને બહિર્ગોળ અરીસા દ્વારા આપણને સામાન્યતઃ આભાસી પ્રતિબિંબ મળે છે. શું અમુક પરિસ્થિતિમાં આપણને તેમના વડે સાચા પ્રતિબિંબો મળે ખરા ? સમજાવો.
આપણે હંમેશા એવું કહીએ છીએ કે આભાસી પ્રતિબિંબને પડદા પર ઝીલી શકાતું નથી. છતા આપણે આભાસી પ્રતિબિંબને જોઈએ છીએ ત્યારે તે આંખના પડદા (રેટીના) પર તો ઝીલાતુ જ હોય છે. તો શું અહિંયા કોઈક વિરોધાભાસ છે ?
તળાવમાં પાણીની અંદર રહીને કોઈ તરવૈયો ત્રાંસી નજરે, તળાવની બહાર કિનારે ઊભેલા માછીમારને જુએ ત્યારે તેને તે માછીમાર તે ખરેખર છે તેના કરતા ઊંચો દેખાશે કે નીચો દેખાશે ?
પાણીની ટાંકીમાં બહારથી ત્રાંસી નજરે જોતા તેના તળિયાની આભાસી ઊંડાઈ બદલાય ખરી ? વધુ ત્રાંસી નજરે જોવાથી તળિયાની આભાસી ઊંડાઈ વધશે કે ઘટશે ?
હીરાનો વક્રીભવનાંક સામાન્ય કાચના વક્રીભવનાંક કરતા ઘણો મોટો હોય છે. શું હીરાને પહેલ પાડનાર કારીગરને આ બાબત કોઈ રીતે ઉપયોગી ખરી ?
ઓરડાની અંદર એક દીવાલ પર આવેલા પ્રકાશના નાના બલ્બનું, મોટા બહિર્ગોળ લેન્સ વડે, ઓરડાની અંદર, `3 m` દૂર આવેલી સામેની દીવાલ પર પ્રતિબિંબ મેળવવા માટે તેની વધુમાં વધુ કેન્દ્રલંબાઈ કેટલી રાખી શકાય ?
વસ્તુથી `90 cm` દૂર એક પડદો રાખ્યો છે. એકબીજાથી `20 cm` અંતરે આવેલા હોય તેવા બે સ્થાનો આગળ વારાફરતી એક બહિર્ગોળ લેન્સ મૂકતાં પ્રતિબિંબ તે જ પડદા પર મળે છે, તો લેન્સની કેન્દ્રલંબાઈ શોધો.
`30 cm` કેન્દ્રલંબાઈવાળા બહિર્ગોળ લેન્સ અને `20 cm` કેન્દ્રલંબાઈવાળા અંતર્ગોળ લેન્સને તેમની સામાન્ય મુખ્ય અક્ષ પર એકબીજાથી `8 cm` અંતરે રાખેલા છે. તો આ સંયોજનની "અસરકારક કેન્દ્રલંબાઈ" શોધો. શું આ અસરકારક કેન્દ્રલંબાઈ, પ્રસ્તુત સંયોજન પર, સમાંતર કિરણપૂંજ કઈ તરફથી આપાત કરવામાં આવે છે તેના પર આધાર રાખશે ? શું અસરકારક કેન્દ્રલંબાઈનો ખ્યાલ, કોઈ રીતે ઉપયોગી છે ખરો ?
ઉપરોક્ત ગોઠવણમાં હવે `1.5 cm` ઊંચાઈની એક વસ્તુને બહિર્ગોળ લેન્સની સામે તેનાથી `40 cm` અંતરે, મુખ્ય અક્ષ પર મૂકવામાં આવે છે. તો પ્રસ્તુત તંત્ર વડે મળતું મેગ્નીફિકેશન શોધો. તથા પ્રતિબિંબની ઊંચાઈ શોધો.
`60_(@)` નો વક્તાકારકકોણ ધરાવતા પ્રિઝમની સપાટી પર કેટલા લઘુત્તમ આપાતકોણે આપાત થતાં કિરણનું બીજી સપાટીએથી સહેજ (Just) પૂર્ણ આંતરિક પરાવર્તન થાય? પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક `1.524` છે.
`1 mm^2` ના ચોરસોમાં વિભાગેલા એક સમતલ ટુકડાને 10 cm કેન્દ્રલંબાઈના વિવર્ધક ( અભિસારી ) લેન્સ વડે જોવામાં આવે છે . આ લેન્સ ટુકડાથી 9 cm દૂર આંખની નજીક રાખ્યો છે : લેન્સની મોટવણી શોધો . ટુકડાના આભાસી પ્રતિબિંબમાં દરેક ચોરસનું ક્ષેત્રફળ શોધો .
એક પતરા પરના `1 mm^2` ક્ષેત્રફળવાળા ચોરસને `9 cm` અંતરેથી આંખની નજીક રાખેલા, `10 cm` કેન્દ્રલંબાઈવાળા બહિર્ગોળ લેન્સની મદદથી (magnifying glass ની મદદથી) જોવામાં આવે છે. : લેન્સ વડે મળતુ કોણીય વિવર્ધન (અથવા વિવર્ધન શક્તિ) શોધો.
`1 mm^2` ના ચોરસોમાં વિભાગેલા એક સમતલ ટુકડાને 10 cm કેન્દ્રલંબાઈના વિવર્ધક ( અભિસારી ) લેન્સ વડે જોવામાં આવે છે . આ લેન્સ ટુકડાથી 9 cm દૂર આંખની નજીક રાખ્યો છે : લેન્સની મોટવણી શોધો . ટુકડાના આભાસી પ્રતિબિંબમાં દરેક ચોરસનું ક્ષેત્રફળ શોધો .
એક પતરા પરના `1 mm^2` ક્ષેત્રફળવાળા ચોરસને `9 cm` અંતરેથી આંખની નજીક રાખેલા, `10 cm` કેન્દ્રલંબાઈવાળા બહિર્ગોળ લેન્સની મદદથી (magnifying glass ની મદદથી) જોવામાં આવે છે. : શું વિભાગ (a) માં મળતું મેગનીફિકેશન અને વિભાગ (b) માં મળતું કોણીય વિવર્ધન સમાન છે ? સમજાવો.
સ્વાધ્યાય 9.23 માં સમતલમાંની આકૃતિથી લેન્સને કેટલા અંતરે રાખવો જોઈએ જેથી મહત્તમ શક્ય મોટવશક્તિ સાથે ચોરસો સ્પષ્ટ દેખાય ?કેન્દ્રલંબાઇ f=10 cm
સ્વાધ્યાય 9.23 માં સમતલમાંની આકૃતિથી લેન્સનને : આ કિસ્સામાં મોટવણી કેટલી મળશે ?V=-25cm,u=-50/7
સ્વાધ્યાય 9.23 માં સમતલમાંની આકૃતિથી લેન્સનને : શું મોટવણી અને મોટવશક્તિ આ કિસ્સામાં સમાન છે ? સમજાવો . V=-25cm,u=-50/7cm
10cm કેન્દ્રલંબાઈ અને 1mm ક્ષેત્રફળ ધરાવતા ચોરસના આભાસી પ્રતિબિંબનું ક્ષેત્રફળ `6.25 mm^2` મેળવવું હોય તો વસ્તુ અને વિવર્ધક કાચ વચ્ચેનું અંતર કેટલું રાખવું જોઈએ ? જો આંખને આ વિવર્ધક કાચની ખુબ જ નજીક રાખવામાં આવે તો ચોરસને તમે સ્પષ્ટ જોઈ શકશો ? ( નોંધ : સ્વાધ્યાય 9.23 થી 9.25 નિરપેક્ષ પરિમાણમાં મોટવણી અને સાધનની કોણીય મોટવણી ( મોટવશક્તિ ) વચ્ચેનો તફાવત સમજવામાં ઉપયોગી થશે . )
વસ્તુ વડે આંખ આગળ બનાવવામાં આવતો ખૂણો અને વસ્તુના, મેગ્નિફાઈગ ગ્લાસ (બિલોરી કાચ !) વડે મેળવેલા આભાસી પ્રતિબિંબ વડે આંખ આગળ બનાવવામાં આવતો ખૂણો સમાન હોય છે તો પછી મેગ્નિફાઈગ ગ્લાસ વડે કોણીય વિવર્ધન કઈ રીતે મળે છે ?
મેગ્નિફાઈગ ગ્લાસની મદદથી વસ્તુને જોતી વખતે આપણે આંખને સામાન્યતઃ લેન્સથી ખૂબ નજીક રાખવામાં આવે છે. જો આંખને લેન્સથી દૂર, પાછળની તરફ ખસેડવામાં આવે તો મેગ્નિફાઈગ પાવર પર કઈ અસર પડે ખરી ?
સાદા માઈક્રોસ્કોપનો મેગ્નિફાઈગ પાવર, તેની કેન્દ્રલંબાઈના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે. તો પછી આપણે કેન્દ્રલંબાઈ ખૂબ જ ઘટાડીને પ્રતિબિંબ અત્યંત મોટું શા માટે મેળવતા નથી ?
શા માટે સયુંકત માઈક્રોસ્કોપમાં ઓબ્જેક્ટિવ અને આઈપીસની કેન્દ્રલંબાઈઓ અનિવાર્ય રીતે પ્રમાણમાં નાની રાખવામાં આવે છે ?
સંયુક્ત માઈક્રોસ્કોપમાં વસ્તુને વિવર્ધિત કરીને સ્પષ્ટ રીતે જોતી વખતે આપણે આંખને શા માટે આઈપીસથી થોડે દૂર રાખીએ છીએ ? આ વખતે આઈપીસ અને આંખ વચ્ચેનું આ નાનું અંતર કેટલું હોવું જોઈએ ?
1.25 cm કેન્દ્રલંબાઈના ઓજેક્ટીવ અને 5 cm કેન્દ્રલંબાઈના આઈપીસ વડે 30X કોણીય મોટવણી ( મોટવશક્તિ ) મેળવવી હોય તો સંયુક્ત માઈક્રોસ્કોપની ગોઠવણી કઈ રીતે કરવી જોઈએ ?
એક નાના ટેલિસ્કોપમાં ઓબ્જેક્ટિવ અને આઈપીસની કેન્દ્રલંબાઈ અનુક્રમે `140 cm` અને `5 cm` છે. આ ટેલિસ્કોપની સામાન્ય ગોઠવણમાં (એટલે કે અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે મળે) આ કિસ્સાઓમાં મેગ્નિફાઈગ પાવર કેટલો મળશે ?
એક નાના ટેલિસ્કોપમાં 140 cm કેન્દ્રલંબાઈનો ઓબ્બક્ટીવ અને 5 cm કેન્દ્રલંબાઈનો આઈપીસ છે . આ ટેલિસ્કોપની મોટવશક્તિ, : જ્યારે અંતિમ પ્રતિબિંબ નજીક બિંદુ અંતર ( 25 cm ) મળતું હોય ત્યારે શોધો .
સ્વાધ્યાય 9.28 માં દર્શાવેલ ટેલિસ્કોપ માટે ઓજેક્ટીવ અને આઈપીસ વચ્ચેનું અંતર કેટલું હશે ? ટેલિસ્કોપમાં 140 cm કેન્દ્રલંબાઈનો ઓબ્બક્ટીવ અને 5 cm કેન્દ્રલંબાઈનો આઈપીસ છે
આ ટેલિસ્કોપથી `3 km` દૂર આવેલા `100 m` ઊંચાઈવાળા ટાવરને જોવામાં આવે ત્યારે તેના ઓબ્જેક્ટિવ વડે રચાતા ટાવરના પ્રતિબિંબની ઊંચાઈ શોધો.
જો આ ટેલિસ્કોપમાં અંતિમ પ્રતિબિંબ `25 cm` અંતરે મેળવવામાં આવે તો આ અંતિમ પ્રતિબિંબની ઊંચાઈ શોધો.
એક કેસેગ્રેઇન ટેલિસ્કોપમાં `20 mm` અંતરે રહેલા બે અરીસાઓ પૈકી મોટા અને નાના અરીસાની વક્રતાત્રિજ્યાઓ અનુક્રમે `220 mm` તથા `140 mm` છે. તો તેના વડે અનંત અંતરે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ ક્યા રચાશે ?
ગેલ્વેનોમીટરના ગૂંચળા ( કોઈલ ) સાથે જોડેલ સમતલ અરીસાની ઉપર લંબરૂપે આપાત કરેલ કિરણ આકૃતિ 9.33 માં બતાવ્યા પ્રમાણે તે જ માર્ગે પાછું ફરે છે . ગૂંચળામાંથી પસાર થતાં વિદ્યુતપ્રવાહનાં કારણે અરીસો `3.5^circ` નું કોરાવર્તન અનુભવે છે . અરીસાથી 1.5 m દૂર મૂકેલા પડદા ઉપર પરાવર્તિત કિરણના બિન્દુ ( Stop ) નું સ્થાનાંતર કેટલું હશે?
આકૃતિમાં એક બહિર્ગોળ લેન્સ કે જેની બંને બાજુની વક્રતાત્રિજ્યાઓ સમાન છે, (વક્રીભવનાંક `1.5` છે.) તેને પ્રવાહીના સંપર્કમાં, સમતલ અરીસા પર મૂકેલો છે. એક નાની સોયને મુખ્ય અક્ષ પર રહે તે રીતે, તેનું ઊલટું પ્રતિબિંબ એ સોયના સ્થાને જ દેખાય ત્યાં સુધી ખસેડવામાં આવે છે. પીનનું લેન્સથી અંતર `45.0 cm` છે. હવે પ્રવાહીને દૂર કરી પ્રયોગનું પુનરાવર્તન કરતાં આ અંતર `30.0 cm` મળે છે, તો પ્રવાહીનો વક્રીભવનાંક શોધો.
Exercise questions and complete solutions for chapter કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો of NCERT Physics(Gujarati) of Class 12