Class 12 | CHEMISTRY |
Chapter | SAMPLE PAPER 03 |
VIRAJ PUBLICATION | EXERCISE |
Number Of Questions | 64 |
Academic Year | 2023-24 |
નીચેના પૈકી કયો ઑક્સાઈડ સ્વભાને એન્ટીફેરોગ્નેટીક છે?
ટ્રાયગોનલ સ્ફટિક રચનાનો એકમ કઈ ત્રિપરિમાણીય રચના ધરાવે છે?
નિકલનો સ્ફટિક FCC રચના અને ધારની લંબાઈ 0.3524 nm ધરાવે છે તો નિકલની ત્રિજ્યા ગણો.
નીચેના પૈકી કયા સ્ફટિકમાં એકાંતરે ચતુષ્ફલકીય છીદ્ર રચાય છે?
જો દ્રાવકની ઘનતા 1 કરતાં વધરે હોય તો 1 M દ્રાવણ અને 1 m દ્રાવણ માટે કયો સંબંધ સાચો છે?
નીચેના પૈકી કઈ જોડ રાઉલ્ટના નિયમમાંથી ઋણ વિચલન ધરાવે છે?
એક સંકીર્ણ `COCl_3 .x.NH_3` છે. તેનું `0.10 m` દ્રાવણ `DeltaT_f = 0.558^@` દર્શાવે છે. જો `Co^3+` આયનનો સવર્ગાંક 6 હોય તો સંકીર્ણનું અણુસૂત્ર કયુ હશે ? (ધારો કે પદાર્થ `100%` આયનીકરણ પામે છે અને પાણીનો `K_f = 1.86^@ c/m` છે.)
પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે મૉલર વાહકતામાં થતું વિચલન કયા સમીકરણ મુજબ મેળવી શકાય છે?
ઘડિયાળમાં ઉપયોગી બટન શેલમાં થતી પ્રક્રિયા `Zn(s) + Ag_2O +H_2O -> Zn^2+ 2Ag + 20H_-` નો કોષ પોટેન્શિયલ અને `DeltaG^@` શોધો.
`E^@ Ag / Ag^div = +0.80 V, E^@ Zn^2+ / Zn = -0.76 V` છે.
કોષ પોટેન્શિયલના આધારે `Fe_2div, Al `Br^-` નો રિડક્શનકર્તા તરીકેનો ચઢતો સાચો ક્રમ જણાવો.
એક મોલ ડાયક્રોમેટ આયનનું રિડક્શન `Cr^3` આયનમાં કરવા માટે કેટલો વિદ્યુતજથ્થો જરૂરી છે?
પ્રારંભિક પ્રક્રિયા `2CO_(g) + O_2(g) -> 2CO_2` બંધપાત્રમાં થાય છે. જો પ્રક્રિયા પાત્રનું કદ અચળ તાપમાને મૂળ કદના ત્રીજા ભાગનું કરવામાં આવે તો પ્રક્રિયાનો વેગ મૂળ પ્રક્રિયાના વેગના ..................
શૂન્યક્રમની પ્રક્રિયા માટે શું સાચું છે?
A _> B રસાયણિક પ્રક્રિયા માટે જો A ની સાંદ્રતા 4 ગણી વધારવામાં આવે તો પ્રક્રિયા વેગ બમણો થાય છે તો A ના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ કયો છે?
ઋણ વીજભાર ધરાવતો સોલ કયો નથી?
નીચેના પૈકી કયો આલેખ અધિશોષણ સમતાપી દર્શાવતો નથી?
કલિલ સોલ કઈ પદ્ધતિ દ્વારા શુદ્ધ કરી શકાય છે?
કઈ ધાતુ હંમેશાં મુક્ત અવસ્થામાં જ જોવા મળે છે?
લોખંડનું સોથી શુદ્ધ સ્વરૂપ ............. છે.
એલ્યુમિનિયમની પ્રચૂરતા પૃથ્વીના પોપડામાં ઘણી વધારે છે છતાં તે બોક્સાઈડમાંથી મેળવાય છે કારણ કે...
કોપર કાર્બોનેટ અને કોપર હાઈડ્રોક્સાઈડ બંને .................. માં હાજર છે. (i) મેલૅકાઈટ (ii) એઝ્યુરાઈઠ (iii) ચાલ્કોસાઈટ (iv) વર્ડીગ્રીસ
……………… ખનીજ એલ્યુમિનિયમ ધરાવતું નથી?
`-30^@` તાપમાને બે ઓક્સાઈડને સમમોલર જથ્થામાં પ્રક્રિયા કરવાથી વાદળી રંગનું પ્રવાહી મળે છે તો તે પ્રવાહી કયુ હશે?
XeF_6 નું આંશિક જળવિભાજન કરતાં આપે છે .................
કોલિનનો `(CollenS)` પ્રક્રિયક છે?
કેલોમલનું અણુસૂત્ર ................. છે.
ઠંડા અને મંદ `HNO_3` સાથે `Zn` ની પ્રક્રિયાથી .................. મળે છે.
નીચેની જોડ પૈકી કયા આયનોનની જોડ સમાન ઈલેક્ટ્રોન રચના ધરાવે છે?
`[Mn(H_2O)_6]^2+` આયનમાં રહેલા અયુગ્મિત ઈલૅક્ટ્રોનની સંખ્યા કેટલી છે?
`SN^2` પ્રક્રિયામાં નીચે આપેલા પદાર્થો `(CH_3Cl, C_2H_5ClL, (CH_3) CHCl, (CH_3)_3-C-Cl` મટે સાચો સક્રિયતાનો ક્રમ જણાવો.
બેન્ઝીન હેક્ઝા ક્લોરાઈડ `[C_6H_6CI_6]` માં પાઈ બંધની સંખ્યા જણાવો.
ઈથેનોલની પિરીડીનની હાજરીમાં થાયોનાઈલ ક્લોરાઈડ સાથે પ્રક્રિયા કરવાથી કઈ નીપજ મળશે?
આઈસો બ્યુટીન અને હાઈડ્રોબ્રોમિક ઍસિડની પ્રક્રિયા કરવાથી મુખ્ય નીપજ કઈ મળશે?
ગ્લીસરીન ધરાવે છે .............
એક સંયોજન કે જે ડાયઈથાઈલ ઈથરનો સમઘટક નથી ...............
ઈથેનેમાઈડની `HNO_2` સાથે પ્રક્રિયા કરવાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે?
ઉત્કલનબિંદુનો સાચો ક્રમ જણાવો. (i) `CH_3CH_2COOH` (ii) `CH_3 (CH_2)_2 COOH` (iii)`CH_3 O C_2H_5` (iv) `CH_3 CH_2 CH_3`
નીચેની પ્રક્રિયામાં અંતિમ નીપજ `(X)` કઈ છે?
`C_6H_5CHO _> X`
કાર્બનિક સંયોજન A, એમોનિયા સાથે પ્રક્રિયા કરીને પદાર્થ B આપે છે. C ને `KOH` ની હાજરીમાં `Br_2` સાથે પ્રક્રિયા કરવાથી `CH_3CH_2NH_2` આપે છે તો પદાર્થ A છે.
સાચું વિધાન પસંદ કરો.
ફિનોલની ક્લૉરોફોર્મ સાથે `NaOH` ની હાજરીમાં પ્રક્રિયા કરવાથી સૅલિસાલ્ડીહાઈડ મળે છે આ પ્રક્રિયા કયા નામે ઓળખાય છે?
ફિનૉલ અને ઈથેનૉલને કેવી રીતે જુદા પાડશો?
નીચેના પૈકી કયુ વિધાન ગ્લુકોઝનું ચક્રીય બંધારણ સૂચવે છે?
સાચું વિધાન નક્કી કરો. (i) એમાઈલોઝ પાણીમાં અદ્રાવ્ય છે જ્યારે એમાઈલોપેક્ટીન પાણીમાં દ્રાવ્ય છે. (ii) એમાઈલોઝ અને એમાઈલોપેક્ટીન બંને પાણીમાં અદ્રાવ્ય છે. (iii) એમાઈલોઝ અને એમીલોપેક્ટીન બંને પાણીમાં દ્રાવ્ય છે. (iv) એમાઈલોઝ પાણીમાં દ્રાવ્ય છે જ્યારે એમાઈલોપેક્ટીન પાણીમાં અદ્રાવ્ય છે.
નીચેનના પૈકી કોણ પ્રકાશ ક્રિયાશીલ નથી?
એમાઈલોઝમાં બિનશાખીય લાંબી `alpha - D - (+)` ગ્લુકોઝ એકમ ................. ગ્લાયકોસિડિક સાંકળથી જોડાય છે.
નીચેના પૈકી કયો એક પોલીરમ રંગ અને લૅકરના ઉત્પાદનમાં વપરાય છે?
તૂટે નહિ તેવી ક્રોકરી બનાવવા માટે શું વપરાય છે?
સંઘનન પૉલીમરનું ઉદાહરણ છે.........
પ્રશાંતક તરીકે ઉપયોગી છે.........
ખાદ્ય પદાર્થ પરિરક્ષકો વિશે માહિતી આપો.
ટેરીલીન, બૅકેલાઈટ, ટેફલોન, `PVC`, પોલીથીનનું યોગશીલ પૉલીમર અને સંઘનન પૉલીમરમાં વર્ગીકરણ કરો.
ટૂંકનોંધ લખો : એનીલીનનું બ્રોમીનેશન.
અથવા
ટૂંકનોંધ લખો : એનીલીનનું નાઈટ્રેશન
`[NiCl_4]^2-` અનુચુંબકીય છે જ્યારે [Ni(CO)_4] પ્રતિચુંબકીય છે. સમજાવો.
`KMnO_4` ની `KI` સાથેની અને સલ્ફયુરિક ઍસિડ સાથેની પ્રક્રિયાના સમીકરણ લખો.
ઉમદાવાયુઓ અત્યંત નીચાં ઉત્કલનબિંદુ ધરાવે છે? શા માટે?
ઝીંક ધાતુના ઉપયોગ લખો.
પ્રથમ ક્રમની પ્રક્રિયાને `50 %` પ્રક્રિયા પૂર્ણ થવા માટે 30 મિનિટ લાગે છે તો `90 %` પ્રક્રિયા પૂર્ણ થવા માટે કેટલો સમય લાગશે?
અથવા
પ્રથમક્રમની એક પ્રક્રિયાને `50 %` પૂર્ણ થવા માટે 45 મિનિટ લાગે છે તે પ્રક્રિયા `99.9 %` પૂર્ણ થવા કેટલો સમય લાગશે?
આણ્વિય ઘન પદાર્થો વિશે ટૂંકનોંધ લખો.
ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણની સરખામણી કરો.
ઉદ્દીપન વિશે ટૂંકનોંધ લખો.
અથવા
સમાંગ ઉદ્દીપન અને વિષમાંગ ઉદ્દીપન એટલે શું? બંનેના બે બે ઉદાહરણ આપી સમજાવો.
ફિનોલની બનાવટની બે રીતો (i) ક્યુમિનમાંથી (ii) ડાયેઝોનિયમ ક્ષારમાંથી વર્ણવો.
અથવા
ફિનોલની (i) મંદ `HNO_3` અને (ii) જલીય `NaOH`ની હાજરીમાં ક્લોરોફોર્મ સાથેની પ્રક્રિયાના સમીકરણ લખો.
`300 K` તાપમાને `36g` ગ્લુકોઝ `(C_6H_12O_6)` એક લિટર દ્રાવણમાં દ્રાવ્ય કરેલો છે અને તેનું અભિસરણ દબાણ `4.98` બાર છે. બીજા દ્રાવણનું અભિસરણ દબાણ `1.52` બાર આજ તાપમાને છે તો બીજા દ્રાવણની સાંદ્રતા કેટલી હશે?
5 એમ્પીયરનો વિદ્યુતપ્રવાહ 20 મિનિટ માટે ઉપયોગ કરીને નિકલનાઈટ્રેટના દ્રાવણનું પ્લેટિનમના વિદ્યુતધ્રુવો વડે વિદ્યુત વિભાજન કરવામાં આવ્યું. તો કેથૉડ પર નિકલનું કેટલું દળ નિક્ષેપિત થશે? અને `STP` એ એનૉડ પર કેટલો `O_2` વાયુ ઉત્પન્ન થશે?
[પરમાણુભાર : `Ni = 58.7` અને `O = 16 g/mol` છે.]
EXERCISE questions and complete solutions for chapter SAMPLE PAPER 03 of VIRAJ PUBLICATION of Class 12