Class 12 | CHEMISTRY |
Chapter | SAMPLE PAPER 09 |
VIRAJ PUBLICATION | EXERCISE |
Number Of Questions | 57 |
Academic Year | 2023-24 |
1 લિટર `HCl` ના જલીય દ્રાવણનું `pH` મૂલ્ય એક છે. આ જલીય દ્રાવણનું `pH` મૂલ્ય બે કરવા કેટલા લિટર પાણી ઉમેરવું.
`20^(@) C` પર એસિટોનનું બાષ્પદબાણ `185` ટોર છે જો `20^(@) C` પર `1.2 g` એક અબાષ્પશીલ પદાર્થને `100 g` એસિટોનમાં દ્રાવ્ય કરવામાં આવે તો તેનું બાષ્પદબાણ `183` ટોર થયું તો પદાર્થનું મોલર દ્રવ્યમાન કેટલું હશે?
નીચે આપેલા સંયોજનમાંથી કયો એક્સાઈડ ધાત્વીક અને લોહચુંબકીય છે?
જો ઘનમાં ફલકની લંબાઈ 'a' હોય તો ઘનના અંતઃકેન્દ્રિત અને ખૂણા પરના પરમાણુ વચ્ચેનું અંતર કેટલું હશે?
એક ધાતુનું સ્ફટિકીકરણ કરતાં તે ઘન રચના ધરાવે છે. તેની ધારની લંબાઈ 361 pm છે. જો ધાતુના એકમ કોષમાં ચાર પરમાણુઓ હોય તો એક પરમાણુની ત્રિજ્યા કેટલી હશે?
નીચેના પૈકી કયું વિધાન સાચું નથી?
સમાન તાપમાને A, B, C અને D દ્રાવણો અનુક્રમે `0.1 M` ગ્લુકોઝ, `0.05 M NaCl`, ` 0.05 M BaCl_(2)` અને `0.1 M AlCl_(3)` ધરાવે છે તો નીચેના પૈકી દ્રાવણોની કઈ જોડ સમઅભિસારી છે?
સંતુલન અચળાંક અને કોષ પોટેન્શિયલ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર ................. છે.
`0.5` ગ્રામ-તુલ્યાંક જેટલા તત્ત્વોનો જથ્થો મેળવવા કેટલો વિદ્યુત જથ્થો જરૂરી બનશે?
કોષ પોટેન્શિયલ E અને પ્રમાણિત કોષ પોટેન્શિયલ વચ્ચેનો સંબંધ `E = E^(@) - (0.059)/(n) log K` સમીરણ દર્શાવે છે. જ્યાં K સંતુલન અચળાંક અને n ઈલેક્ટ્રોનની સંખ્યા છે. કયો આલેખ સાચો છે.
પ્રથમ ક્રમની પ્રક્રિયાનો `K = 10^-3` `મિનિટ^-1` છે તો તેનો `t_1/2` = ……………
નીચેનામાંથી કઈ પ્રક્રિયા સૌથી ઝડપી હશે?
`Ni` ના બારિક ભૂકીની સપાટી પર થતા એમોનિયાના અધિશોષણની ઘટના .................
રેડિયોએક્ટીવ પદાર્થના `10 g` નાં `t_(1/2) = 100` દિવસ છે આથી તેના `20g` નો `t_(1/2)` કેટલો હશે?
પ્રિન્ટીંગ શાહી એ કયા પ્રકારનું કલિલ છે?
અંધારા ઓરડામાં રાખેલ `NaCl`નું જલીય દ્રાવણ ટિંડલ અસર કેમ દર્શાવતું નથી.
નીચેના પૈકી જોડ સાચી છે?
નીચેના પૈકી કોનું સોલ બ્રેડિંગ ચાપ પદ્ધતિ તથા રિડક્શન પદ્ધતિથી બનાવાય છે.
સ્મૃતિનો અદ્ભૂત ગુણધર્મ ધરાવતી મિશ્રધાતુ કઈ છે?
ક્રોમાઈટ ખનીજનું અણુસૂત્ર .............. છે.
`CuSO_(4)` નું જલીય દ્રાવણ દૃશ્યપ્રકાશના કયા રંગનું શોષણ કરે છે?
નીચે આપેલા ઓક્સો એસિડ પૈકી એસિડિકતાનો સાચો ઉતરતો ક્રમ જણાવો.
`P_(4)O_(6)` એ કોનો એનહાઈડ્રાઈડ છે?
નીચે ઝેનોન ઓક્સી ફ્લોરાઈડના આકાર અને સંકરણ આપેલા છે તેમાંથી ખોટો સેટ પસંદ કરો.
ક્લોરીન વાયુમાંથી બનાવી શકાય તેવો વાયુ ............. છે.
નીચેના પૈકી કયુ એમ્બિડન્ટ લિગેન્ડ છે?
સલ્ફરનું કયું સ્વરૂપ અનુચુંબકીય વર્તણૂક ધરાવે છે.
`CH_(3)CH_(2)COOH`
અંતિમ નીપજ B કઈ છે?
એક કાર્બનિક સંયોજન Aની એમોનિયા સાથે પ્રક્રિયા કરતાં સંયોજન B મળે છે. Bને ગરમ કરતાં C મળે છે. Cની `KOH`ની હાજરીમાં `Br_(2)` સાથે પ્રક્રિયા કરતાં `CH_(3)CH_(2)NH_(2)` મળે છે તો સંયોજન A કયું હશે?
કયું સંયોજન આયોડોફોર્મ કસોટી આપે છે?
નીચેના પૈકી પેપ્ટાઈડ બંધ ક્યો છે?
કયો એમિનો એસિડ કિરાલ છે?
નીચેના પૈકી કઈ પધ્ધતિ દ્વારા પ્રોટીનનો અણુભાર શોધી શકાય છે?
`CH_(3) - CH(Cl) - COOH` સમઘટકતા દર્શાવે છે?
ટાર્ટરિક ઍસિડમાં કિરાલ કાર્બનની સંખ્યા ............... છે.
નીચેના પૈકી કયુ સંયોજન `SN^-1` પ્રત્યે વધુ સક્રિય છે.
બ્યુટ-1-આઈન + `HCl to X.` નીપજ 'X' કઈ છે.
ઉત્કલન બિંદુનો સાચો ક્રમઃ
`CH_(3)CH_(2)OH` cdot અહીં x = ?
સલ્ફાનિલિક એસિડનું બંધારણીય સૂત્ર કયું છે?
પ્રોપીનની કયા પ્રક્રિયક સાથેની પ્રક્રિયાથી પ્રોપેન-1-ઑલ બનાવી શકાય છે?
ફિનોલ + `CHCl_(3)` + `NaOH` +
નીપજ
ઈથેનોલ પ્રક્રિયા
પ્રક્રિયામાં D = ……………
ઓપરેશન પછીના ટાંકા લેવામાં કયા બાયોડીગ્રેડેબલ પોલીમરનો ઉપોયગ થતો નથી?
`PLA` માં રહેલા મોનોમરનું સૂત્ર જણાવો.
કઈ એન્ટી હિસ્ટામાઈન, એન્ટીએલર્જીક ઔષધો તરીકે પણ ઓળખાય છે?
પ્રોટીનના કેટલા પ્રકારનાં બંધારણો શોધાયેલાં છે?
ચાર-alpha એમિનો ઍસિડના જોડાવાથી બનતા સંયોજનમાં કેટલા પેપ્ટાઈડ બંધ હશે?
કયા બે વિટામીન આંતરડામાં સૂક્ષ્મજીવો દ્વારા બને છે?
P-સૉડીયમ ડૉડેસાઈલ બેન્ઝીલ સલ્ફોનેટનો ઉપયોગ કયો છે?
સંકલિત વેગ નિયમ એટલે શું? પ્રક્રિયાક્રમ અને આણ્વિકતા વચ્ચેનો તફાવત આપો.
રાસાયણિક પ્રક્રિયાના વેગ ઉપર તાપમાનની અસર અર્હેનિયસ સમીકરણ દ્વારા સમજાવો.
પ્રયોગશાળામાં `N_(2)` વાયુની બનાવટના સમીકરણ લખો અને `N_(2)` ના ઉપયોગ જણાવો.
દ્વિપરમાણ્વિય સંયોજનનો એકમ કોષ A અને B ધાતુઓ અને ccp બંધારણ ધરાવે છે. A પરમાણુ ખૂણા પર છે અને B દરેક બાજુ (કલક)ના કેન્દ્રમાં છે. જો આ મિશ્ર ખનિજના સ્ફટિકીકરણમાં એકમ કોષ બે A પરમાણુ ગુમાવે છે તો પ્રત્યેક એકમ કોષનું બંધારણ કયું હશે?
સંક્રાંતિ ધાતુ આયનોની સંકીર્ણ સંયોજનો બનાવવાની ક્ષમતા બીજા તત્ત્વો કરતાં સવિશેષ છે. તેના કારણો જણાવો.
એસિટિક એસીડનું રિડક્શન અને હેલોજીનેશન સમજાવો.
ફિનોલમાંથી નીચેના સંયોજનો મેળવવા માટેની રાસાયણિક પ્રક્રિયાઓ લખો.
(i) એનીસોલ (ii) ફિનાઈલ એસીટેટ (iii) બેન્ઝીન (iv) ફિનાઈલ બેન્ઝોએટ
EXERCISE questions and complete solutions for chapter SAMPLE PAPER 09 of VIRAJ PUBLICATION of Class 12