Class 12 | PHYSICS |
Chapter | SAMPLE PAPER 04 |
VIRAJ PUBLICATION | EXERCISE |
Number Of Questions | 67 |
Academic Year | 2023-24 |
એક બિંદુવત્ વિદ્યુતભાર Q કોઈ એક બિંદુ P પાસે મૂક્યો છે. P બિંદુ નજીક એક બંધ પૃષ્ઠ મૂક્યું છે. આ પૃષ્ઠમાંથી પસાર થતું વિદ્યુત-ફલક્સ ............ થશે.
શૂન્યાવકાશમાં બે બિંદુવત્ વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ F છે. `k = 4` ડાયઈલેક્ટ્રિક અચળાંકવાળા માધ્યમમાં આટલા જ અંતરે રહેલા આ બે બિંદુથી વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ ............
એકબીજાથી `0.6 m` અંતરે રહેલા બે સમાન (identical) વિદ્યુતભારો એકબીજાને `10^(-4) g` વજનબળથી અપાકર્ષે છે, તો દરેક વિદ્યુતભારનું મૂલ્ય .................. થશે. `(g = 10 ms^(-2) લો.)`
`1 nC` ના બે વિદ્યુતભારોના સ્થાનસદિશો અનુક્રમે `(1, 1, -1) m` અને `(2, 3, 1) m` માં છે, તો બંને વિદ્યુતભારો વચ્ચે લાગતાં કુલંબ બળમું મૂલ્ય ................ N થાય.
એક બંધ પૃષ્ઠમાં દાખલ થતું અને બહાર આવતું વિદ્યુત ફલક્સ અનુક્રમે `phi_(1)` અને `phi_(2)` હોય, તો આ બંધ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર ............... થાય.
વિદ્યુતસ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર ................. છે.
બે બિંદુઓ P અને Q પાસેના વિદ્યુતસ્થિતિમાન અનુક્રમે `10 V` અને `-4 V` છે, તો 100 ઈલેક્ટ્રોનને P થી Q પર લઈ જવા કરવું પડતું કાર્ય .................
આકૃતિમાં દર્શાવેલ A અને B બિંદુઓ વચ્ચેનું સમતુલ્ય કૅપેસિટન્સ કેટલું હશે?
વાહકના કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો કઈ ભૌતિક રાશિ આપે છે?
એક તારમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ સમય સાથે `I = 3t^(2) + 2t + 5` સૂત્ર પ્રમાણે બદલાય છે, તો તારના કોઈ આડછેદમાંથી `t = 0` થી `t = 2` સેકન્ડના ગાળામાં પસાર થતો વિદ્યુતભાર ................ થાય.
અવરોધકતા નું પારિમાણિક સૂત્ર ................... લખો.
નીચેનામાંથી કયો આલેખ અર્ધવાહક માટે `rho` (અવરોધકતા) `to T` (તાપમાન) નો આલેખ છે?
વિદ્યુતપ્રવાહધારિત આંટાવાળી ત્રિજ્યાવાળા ગુંચળાના કેન્દ્ર પર ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા શોધો.
અતિ લાંબા સુરે વીજપ્રવાહધારિત તાર વડે તારના બહારના વિસ્તારમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર .................. હોય.
L લંબાઈના વાહક તારમાંથી વીજપ્રવાહ પસાર થાય છે. જો વાહક તારને વર્તુળાકાર વળવામાં આવે, તો તેની ચુંબકીય ડાઈપોલ મોમેન્ટનું મૂલ્ય .............. .
પૃથ્વીની સપાટી પર કોઈ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ અને ઊર્ધ્વઘટક એકસરખા છે. આ સ્થળે મેગ્નેટિક ડિપ એન્ગલ ................ હશે.
ગજિયા ચુંબકમાં ચુંબકીય ક્ષેત્રરેખાઓ .................... .
એક સોલેનૉઇડમાં ચુંબકીય તીવ્રતા `1000 A m^(-2)` છે અને મૅગ્નેટાઈઝેશનની તીવ્રતા `4950 times 10^(30) A m^(-1)` છે, તો તેની ચુંબકીય સસેપ્ટીબિલિટી શોધો.
ગૂંચળાના ગતિમાન ગજિયા ચુંબકને દાખલ કરતાં ઉદ્ભવતું પ્રેરિત `emf` ................ આધાર રાખતું નથી.
`2 times 10^(-4) Wb//m^(2)` તીવ્રતાવાળા સમાન ચુંબકીયક્ષેત્રને લંબ 5 મીટર લંબાઈનો સળિયો `2 m s^(-2)` ના પ્રવેગથી ગતિ કરે છે, તો પ્રેરિત `emf`માં થતા વધારાના ફેરફારનો દર = ………………….
`A.C.` જનરેટરમાં `t = 0` સમયે પ્રેરિત `emf (V)` મહ્ત્તમ હોય, તો `2 (pi)/(omega)` સમયે પ્રેરિત `emf` = ………………. હશે.
`A.C.` પરિપથમાં ઈન્ડક્ટિવ રિએક્ટન્સ અને કૅપિસિટિવ રિએક્ટન્સનો ગુણોત્તર ...................... છે.
એક `A.C.` પરિપથમાં પ્રવાહનું `rms` મૂલ્ય `10 A` છે, તો પ્રવાહનું મહત્તમ મૂલ્ય .................... A હશે.
`L - C- R A.C.` શ્રેણી અનુનાદ પરિપથમાં, અવરોધ R ના બે છેડા વચ્ચે વૉલ્ટેજ `100 V` તથા `R = 1 kOmega`, `C = 2muF` છે. અનુનાદીય આવૃત્તિ `(omega) 200 (rad)/(s)` હોય, તો અનુનાદ વખતે ઈન્ડક્ટર L ના બે છેડા વચ્ચે વૉલ્ટેજ .................. છે.
`R = 6 Omega` નો અવરોધ, `L = 1 H` નું ઈન્ડક્ટર અને `C = 17.36 muF` નું કૅપેસિટર `A.C.` પ્રાપ્તિસ્થાન `(source)` સાથે શ્રેણીમાં જોડવામાં આવેલ છે, તો `Q-ફેક્ટર` શોધો.
વિદ્યુતચુંબકીય તરંગો ....................
વિદ્યુતચુંબકીય તરંગ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે, ત્યારે ................. રાશિ બદલાતી નથી.
એક બહિર્ગોળ અરીસા વડે મળતું વસ્તુનું પ્રતિબિંબ વસ્તુ કરતાં n ગણું નાનું છે. જો અરીસાની કેન્દ્રલંબાઈ f હોય, તો વસ્તુઅંતર .................. હશે.
સવારના સમયે ઊર્ધ્વ દિશામાનું આકાશ બ્લ્યુ રંગનું દેખાય છે, કારણ કે ....
નીચેનામાંથી ...................... વડે વસ્તુના કોણ પણ સ્થાન માટે આભાસી અને ચત્તું પ્રતિબિંબ મળે.
હીરા માટે ક્રાંતિકોણ ................ (હીરાનો વક્રભવનાંક = 2.42)
આકૃતિમાં કાચનો એક ત્રિકોણાકાર પ્રિઝમ દર્શાવ્યો છે. તેની કોઈ એક બાજુ પર લંબરૂપે આપાત થતું પ્રકાશનું કિરણ પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે છે. જો `theta = 45^(@)` હોય, તો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક .........……….
પ્રકાશીય ઉપકરણોની વિભેદન શક્તિ પર ..................... મર્યાદા લાદે છે.
બે સ્લિટવાળા યંગના પ્રયોગમાં મધ્યસ્થ અધિકતમની તીવ્રતા `I_(0)` છે. જો કોઈ એક સ્લિટ ઢાંકી દેવામાં આવે તો મધ્યસ્થ અધિકતમની તીવ્રતા ............. થશે.
એક સ્લિટની પહોળાઈ `0.001 mm` છે. તેના પર `5000` A તરંગલંબાઈનો પ્રકાશ લંબરૂપે આપાત કરવામાં આવે છે. પ્રથમ ન્યૂનતમ .................. ના કોણે રચાશે.
ટુર્મેલિન સ્ફિટિકમાં દગ્-અક્ષની સંખ્યા .............. હોય.
માલસના નિયમ માટેનું યોગ્ય સૂત્ર ................. છે.
ગતિમાન ફોટોનનું દળ ................... છે.
`100 W` ના એક બલ્બને તેને મળતી `3 %` ઊર્જા પ્રકાશઊર્જામાં રૂપાંતરણ કરે છે. જો આ બલ્બ વડે ઉત્સર્જાતા પ્રકાશની તરંગલંબાઈ `6625` A હોય, તો `2 s` માં તેમાંથી ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા .............. હશે. `(h = 6.625 times 10^(-34) J S)`
નીચેનામાંથી કઈ ઘટના પ્રકાશના ક્વૉન્ટમ સ્વરૂપને સમર્થન આપે છે?
કઈ વર્ણપટ શ્રેણી અલ્ટ્રાવાયોલેટ વિભાગમાં આવે છે?
બામર શ્રેણીની લઘુતમ તરંગલંબાઈ નીચેનામાંથી કઈ છે?
રુધરફર્ડ (ગાઈગર-માર્સ્ડન) નો પ્રયોગ ............ નું પ્રકીર્ણનનો પ્રયોગ હતો.
એક પરમાણુના ઊર્જા સ્તર અનુક્રમે A, B, C છે. તેમના ઊર્જાનાં મૂલ્યો `E_(A) lt E_(B) lt E_(C)` છે. જો `lambda_(1)`, `lambda_(2)` અને `lambda_(3)` અનુક્રમે `C to B`, `B to A` અને `C to A` માં થતી સંક્રાંતિ દરમિયાન ઉત્પન્ન થતી તરંગલંબાઈ હોય, તો નીચેના પૈકી કયો સંબંધ સાચો છે?
`alpha-ક્ષય` `beta-ક્ષય` માટે એક તત્ત્વના અર્ધઆયુ અનુક્રમે 4 વર્ષ અને 12 વર્ષ છે, તો 12 વર્ષ પછી તેની ઍક્ટીવિટી કેટલા ટકા હશે?
ન્યુક્લિયસ અનુક્રમે કેટલા પ્રોટોન, ન્યુટ્રોન અને ન્યુક્યિયોનનું બનેલું છે?
`At^(215)` નો અર્ધઆયુ `100 mu s` છે, તો તેનો ક્ષય નિયતાંક કેટલો હોય?
આપેલ ટુથ ટેબલ .............. નું છે.
પૂર્ણ તરંગ રેક્ટિફાયર પરિપથ આવૃત્તિ વડે ઑપરેટ થાય છે. રિપલની મૂળભૂત આવૃત્તિ ગણો.
`LED` નો ઉપયોગ નીચેનામાંથી ક્યાં થાય છે?
કુલંબના નિયમનું અદિશ સ્વરૂપ ચર્ચો.
બિંદુવત્ ધન વિદ્યુતબારના વિદ્યુતક્ષેત્રમાં વિદ્યુતસ્થિતિમાનનું સૂત્ર મેળવો.
ઓહ્મના નિયમની મર્યાદાઓ જણાવો.
પેરામૅગ્નેટિક દ્રવ્ય માટે ક્યુરીનો નિયમ સમજાવો.
પાસ-પાસે રહેલ ગૂંચલાની જોડનું અન્યોન્યપ્રેરકત્વ `1.5 H` છે. જો એક ગૂંચળામાં `0.5s` માં વિદ્યુતપ્રવાહનો ફેરફાર 0 થી `20 A` નો છે. તો અન્ય ગૂંચળા સાથે સંકળાયેલ (સંલગ્ન) ફ્લક્સનો ફેરફાર શું છે?
નીચેના આપેલા દરેક કિસ્સા માટે તરંગઅગ્નનો આકાર શું હશે?
(a) બિંદુવત્ત ઉદ્ગમમાંથી ફેલાતો પ્રકાશ.
(b) બહિર્ગોળ લેન્સમાંથી નિર્ગમન પામતો પ્રકાશ કે જ્યારે બિંદુવત્ત ઉદ્ગમ તેના કેન્દ્ર ઉપર મૂકેલ હોય.
`10 cm` બાજુઓવાળા એક ચોરસ ગુંચળાને 20 આંટા છે અને તેમાંથી `12 A` વિદ્યુતપ્રવાહ પસાર થાય છે. આ ગૂંચળું શિરોલંબ લટકાવેલું છે અને ગૂંચળાના સમતલનો લંબ `0.80 T` મૂલ્યના સમક્ષિતિજ નિયમિત ચુંબકીયક્ષેત્ર સાથે કોણ `30^(@)` બનાવે છે. ગૂંચળું કેટલા મૂલ્યનું ટૉર્ક અનુભવશે?
આકૃતિમાં દર્શાવેલ નેટવર્કનું સમતુલ્ય કૅપેસિટન્સ શોધો. `300 V` ના સપ્લાય માટે દરેક કૅપેસિટરને સમાંતર વોલ્ટેજ અને તેના પરનો વિદ્યુતભાર શોધો.
એક ચાંદીના તારનો `27.5^(@)C ` તાપમાને અવરોધ `2.1 Omega` અને `100^(@)C` તાપમાને અવરોધ `2.7 Omega` છે. ચાંદીનો અવરોધકતાનો તાપમાન ગુણાંક શોધો.
ચુંબકીયક્ષેત્રમાં મૂકેલા વિદ્યુતપ્રવાહધારિત તાર પર લાગતા બળનું સૂત્ર મેળવો.
વિદ્યુત ચુંબકીય તરંગોની કોઈપણ ચાર લાક્ષણિકતાઓ જણાવો.
પૃથ્વીની આસપાસ `10 kg` નો એક ઉપગ્રહ (સેટેલાઇટ) `8000 km` ત્રિજ્યા ધરાવતી વર્તુળ કક્ષામાં દર બે કલાકે એક વખત ભ્રમણ કરે છે. બોહ્રનો કોણીય વેગમાનનો અધિતર્ક, હાઈડ્રોજન પરમાણુમાંના ઇલેક્ટ્રોનની જેમ જ ઉપગ્રહને પણ લાગુ પડે છે એમ ધારીને ઉપગ્રહની કક્ષાનો ક્વોન્ટમ અંક શોધો.
?
ફોટોનની ચાર લાક્ષણિકતાઓ જણાવો.
`110 V`, `60 Hz ac` સ્ત્રોત સાથે `100 mu F` નું કૅપેસિટર અને `40 Omega` અવરોધ શ્રેણીમાં જોડેલ છે.
(a) પરિપથમાં મહત્તમ પ્રવાહ કેટલો હશે?
(b) મહત્તમ પ્રવાહ અને મહત્તમ વોલ્ટેઝ વચ્ચેનો સમય તફાવત કેટલો હશે?
આકૃત્તિમાં દર્શાવેલા લેન્સના સંયોજન માટે પ્રતિંબિબ સ્થાન મેળવો.
યંગના બે-સ્લિટ પ્રયોગમાં વ્યતિકરણ શલાકાઓ મેળવવા માટે `650 nm` અને `520 nm` બે તરંગલંબાઈઓ ધરાવતા પ્રકાશ કિરણપૂંજનો ઉપયોગ કરવામાં આવે છે
(a) `650 nm` તરંગલંબાઈ માટે પડદા પરની ત્રીજી પ્રકાશિત શલાકાનું મધ્યસ્થ અધિકતમથી અંતર શોધો.
(b) બંને તરંગલંબાઈઓને કારણે મળતી પ્રકાશિત શલાકાઓ એકબીજા પર સંપાત થાય તે માટેનું મધ્યસ્થ અધિક્તમથી ઓછામાં ઓછું અંતર શોધો.
આકૃત્તિમાં એક સિલિકોન ડાયોડની `V - I` લાક્ષણિકતા દર્શાવી છે. (a) `I_(D) = 15 mA` અને (b) `V_(D) = -10 V` માટે ડાયોડનો અવરોધ શોધો.
EXERCISE questions and complete solutions for chapter SAMPLE PAPER 04 of VIRAJ PUBLICATION of Class 12