Class 12 | PHYSICS |
Chapter | સંદેશા વ્યવહાર તંત્રો (COMMUNICATION SYSTEMS) |
VIRAJ PUBLICATION | Example |
Number Of Questions | 11 |
Academic Year | 2023-24 |
પ્રુથ્વીની સપાટીથી 32 m ઊંચાઈ ધરાવતા ટ્રાન્સમીટર એન્ટેના તથા 50 m ઊચાઈ ધરાવતા રીસીવર એન્ટેના વચ્ચેના કેટલા મહત્તમ અંતર સુધી તેમની વચ્ચે સંતોષકારક દ્રષ્ટિરેખા સંદેશા વ્યવહાર થઈ શકશે ? (પ્રુથ્વીની ત્રિજ્યા `6.4 xx 10^6 m` છે.)
1 `MHz` આવ્રૃતિ અને 20 `V` જેટલો મહત્તમ વોલ્ટેજ ધરાવતા કેરિયર તરંગનું મોડયુલેશન (અધિમિશ્રણ), `10 kHz` આવૃતિ અને `10 V` જેટલો મહત્તમ વોલ્ટેજ ધરાવતા સંદેશાના સિગ્નલ (સંકેત) (જેને મોડ્યુલેટિંગ તરંગ કહે છે.) વડે કરવામાં આવે ત્યારે મોડ્યુલેશન અંક શોધો.
`1 MHz` આવૃત્તિ અને `20 V` જેટલો મહત્તમ વોલ્ટેજ ધરાવતા કેરિયર તરંગનું મોડયુલેશન (અધિમિશ્રણ), `10 kHz` આવૃતિ અને `10 V` જેટલો મહત્તમ વોલ્ટેજ ધરાવતા સંદેશાના સિગ્નલ (સંકેત) (જેને મોડ્યુલેટિંગ તરંગ કહે છે.) વડે કરવામાં આવે ત્યારે ઉદભવતા સાઈડ બેન્ડસ (પાર્શ્ર્વ પટ્ટાઓ) ની આવૃતિઓ શોધો.
નીચેનામાંથી કઈ આવૃત્તિવાળા તરંગો સ્કાય વેવ પ્રસરણ વડે થતા સંદેશાવ્યવહાર માટે યોગ્ય છે ?
UHF(ultra high frequency - પરા ઉચ્ચ આવ્રૃતિ) ગાળામાં આવતી આવ્રૃતિઓવાળા તરંગોનું પ્રસરણ સામાન્યતઃ___પ્રસરણ દ્વારા કરવામાં આવે છે.
ડિજિટ્લ સિગ્નલ્સ (અંકિય સંદેશાઓ) (i) વડે સતત રીતે બદલતા જતા (વોલ્ટેજના) મૂલ્યો મળતા નથી. (ii) વડે અસતત અને જુદા જુદા લેવલવાળા (Step વોલ્ટેજીસ) મૂલ્યો મળે છે. (iii) માં ફક્ત દ્વિઅંકિય પધ્ધતિનો જ ઉપયોગ થાય છે. (iv) માં દ્વિઅંકિય તેમજ દશ અંકી પધ્ધતિનો ઉપયોગ થાય છે. ઉપરોક્ત વિધાનોમાનું ક્યુ વિધાન સત્ય છે ?
શું દ્રષ્ટિ રેખા સંદેશા વ્યવહાર માતે ટ્રાન્સમીટર એન્ટેના અને રીસીવર એન્ટેના (ગુજરાતીમાં અનુક્રમે પ્રેષણ તરંગ ગ્રાહક અને ગ્રાહી તરંગ ગ્રાહક) ની ઊચાઈઓ સમાન હોવી જરૂરી છે? જો રીસીવર એન્ટેનાને જમીન પર (લગભગ શૂન્ય ઊંચાઈએ) અને ટ્રાન્સમીટર એન્ટેના `81 m` ઊંચું રાખવામાં આવે તો પ્રુથ્વીની સપાટી પરના કેટલા વિસ્તારને દ્ષ્ટિ રેખા પ્રસરણ દ્રારા આવરી શકાય ?
એક સંદેશાને પ્રસારિત કર્વા માટે `12 V` જેટલા કંપવિસ્તારવાળા કેરિયર તરંગનો ઉપયોગ કરવામાં આવે છે. તો 75% જેટલા મોડ્યુલેશન માટે મોડ્યુલેટિંગ તરંગનો કંપવિસ્તાર કેટલો હોવો જોઇએ ?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેના મોડ્યુલેટિંગ સિગ્નલ વડે સમીકરણ `c(t) = 2sin (8πt) volts નું એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન કરવામાં આવે ત્યારે મોડ્યુલેશન અંક શોધો.
એક એમ્પ્લિટ્યુડ મોડ્યુલેટેડ તરંગમાં મહત્તમ કંપવિસ્તાર `10 V` છે તથા લઘુત્તમ કંપવિસ્તાર `2 V ` છે તો મોડ્યુલેશન અંક `µ` શોધો . જો લઘુત્તમ કંપવિસ્તાર શૂન્ય હોય તો મોડ્યુલેશન અંક શોધો.
કરકસરના હેતુથી, `AM ` મોડ્યુલેટેડ તરંગના `USB` ને પ્રસારિત કરવામાં આવે છે . પરંતુ રીસીવર સ્ટેશને કેરિયર તરંગનું ઉત્પાદન કરી શકાય છે . દર્શાવો કે બે સિગ્નલનો ગુણાકાર કરી શકે તેવા સાધનની મદદથી રીસીવર સ્ટેશને મોડ્યુલેટિંગ સિગ્નલ પુન:પ્રાપ્ત કરી શકાય છે .
Example questions and complete solutions for chapter સંદેશા વ્યવહાર તંત્રો (COMMUNICATION SYSTEMS) of VIRAJ PUBLICATION of Class 12