Class 11 | CHEMISTRY |
Chapter | તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા |
NCERT | EXERCISE |
Number Of Questions | 78 |
Academic Year | 2023-24 |
120 પરમાણ્વીય - ક્રમાંકવાળા તત્ત્વના IUPAC નામ તથા સંજ્ઞા શું થશે ?
આવર્તકોષ્ટકના પાંચમા આવર્તમાં 18 તત્ત્વો હોય છે , તેને તમે કેવી રીતે સમજાવશો ?
પરમાણ્વીય - ક્રમાંક Z = 117 અને 120 વાળા તત્ત્વોની શોધ હજુ સુધી થઈ શકી નથી . આ તત્ત્વોનું સ્થાન આવર્તકોષ્ટકમાં કયા સમૂહમાં હોવું જોઈએ અને આ બંને તત્ત્વોની ઇલેક્ટ્રૉનીય રચના શું હશે તે જણાવો .
પરમાણ્વીય - ક્રમાંક અને આવર્તકોષ્ટકમાં સ્થાનને ધ્યાનમાં રાખીને નીચે દર્શાવેલા તત્ત્વોને તેમના ધાત્વીય ગુણધર્મોના ક્રમમા ગોઠવો : Si , Be , Mg , Na , P
નીચે જણાવેલી સ્વીસિઝમાં કોની ત્રિજ્યા મહત્તમ અને કોની ત્રિજ્યા ન્યૂનતમ હશે ? `Mg , Mg^(2+), Al , Al^(3+)`
ત્રીજા આવર્તના તત્ત્વો Na , Mg અને Si ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી `Delta_i` H નું મૂલ્ય ક્રમશઃ 496 , 737 અને `786 kJ mol^(-1)` છે . અનુમાન કરો કે ઍલ્યુમિનિયમની પ્રથમ `Delta_i` H નું મૂલ્ય 575 કે `760 Kj mol^(-1)` માંથી કોની વધુ નજીક હશે ? તમારા ઉત્તરનું વાજબીપણું ચર્ચો .
P , S , Cl અને F માં કોની ઇલેક્ટ્રૉન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી વધુ ઋણ અને કોનું સૌથી ઓછું ઋણ હશે ? સમજાવો .
આવર્તકોષ્ટકનો ઉપયોગ કરી નીચે જણાવેલ જોડીમાં દર્શાવેલા તત્ત્વોના સંયોજાવાથી બનતા સંયોજનોના આણ્વીય સૂત્રની આગાહી કરો:સિલિકોન અને બ્રોમિન
આવર્તકોષ્ટકનો ઉપયોગ કરી નીચે જણાવેલ જોડીમાં દર્શાવેલા તત્ત્વોના સંયોજાવાથી બનતા સંયોજનોના આણ્વીય સૂત્રની આગાહી કરો:એલ્યુમિનિયમ અને સલ્ફર .
શું [ AlCl `(H_2O)_5]^(2+)` માં Al ની ઑક્સિડેશન અવસ્થા અને સહસંયોજકતા સમાન છે ?
પાણી સાથેની રાસાયણિક પ્રક્રિયાથી દર્શાવો કે `Na_2O` બેઝિક ઑક્સાઇડ અને `Cl_2O_7` ઍસિડિક ઑક્સાઇડ છે .
આવર્તકોષ્ટકમાં ગોઠવણીનો મુખ્ય આધાર શું છે ?
મેન્ડેલીફે કયા મહત્ત્વપૂર્ણ ગુણધર્મને આધારે તેના આવર્તકોષ્ટકમાં તત્ત્વોનું વર્ગીકરણ કર્યું ? શું તે તેને દૃઢપણે પકડી રાખી શક્યો ?
મૅન્ડેલીફના આવર્ત નિયમ અને આધુનિક આવર્ત નિયમમાં પાયાનો તફાવત શું છે ?
ક્વૉન્ટમ આંકના આધારે સાબિત કરો કે આવર્તકોષ્ટકના છઠ્ઠા આવર્તમાં 32 તત્વો હોવા જોઈએ .
આવર્ત અને સમૂહની દૃષ્ટિએ Z = 114 વાળા તત્ત્વનું સ્થાન આવર્તકોષ્ટકમાં ક્યાં હશે ?
આવર્તકોષ્ટકમાં ત્રીજા આવર્ત અને 17 માં સમૂહમાં આવેલા તત્ત્વનો પરમાણ્વીય - ક્રમાંક લખો .
કયા તત્ત્વનું નામ નીચે જણાવેલા દ્વારા આપવામાં આવ્યું છે : લોરેન્સ બર્કલે લેબોરેટરી
કયા તત્ત્વનું નામ નીચે જણાવેલા દ્વારા આપવામાં આવ્યું છે :સીબોર્ગ જૂથ
એક જ સમૂહમાં રહેલા તત્ત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો શા માટે સમાન હોય છે ?
આયનીય ત્રિજ્યા અને પરમાણ્વીય ત્રિજ્યા અંગે તમારી સમજ શું છે ?
આવર્ત અને સમૂહમાં પરમાણ્વીય ત્રિજ્યા કેવી રીતે બદલાય છે ? આ બદલાવને તમે કેવી રીતે સમજાવશો ?
સમઇલેક્ટ્રૉનીય સ્પીસિઝ અંગે તમારી સમજ શું છે ? એક એવી સ્પીસિઝનું નામ લખો કે જે નીચે જણાવેલ પરમાણુઓ કે આયનો સાથે સમઇલેક્ટ્રોનીય હોય: `F^-`
સમઇલેક્ટ્રૉનીય સ્પીસિઝ અંગે તમારી સમજ શું છે ? એક એવી સ્પીસિઝનું નામ લખો કે જે નીચે જણાવેલ પરમાણુઓ કે આયનો સાથે સમઇલેક્ટ્રોનીય હોય: Ar
સમઇલેક્ટ્રૉનીય સ્પીસિઝ અંગે તમારી સમજ શું છે ? એક એવી સ્પીસિઝનું નામ લખો કે જે નીચે જણાવેલ પરમાણુઓ કે આયનો સાથે સમઇલેક્ટ્રોનીય હોય:`Mg(2+)`
સમઇલેક્ટ્રૉનીય સ્પીસિઝ અંગે તમારી સમજ શું છે ? એક એવી સ્પીસિઝનું નામ લખો કે જે નીચે જણાવેલ પરમાણુઓ કે આયનો સાથે સમઇલેક્ટ્રોનીય હોય: `Rb^+`
નીચે જણાવેલ સ્પીસિઝ અંગે વિચાર કરો : `N^(3-)` , `O^(2-)` , `F^-` , `Na^+` , Mg+2 અને `Al^(3+)` :તેઓમાં શું સામ્યતા છે ?
નીચે જણાવેલ સ્પીસિઝ અંગે વિચાર કરો : `N^(3-)` , `O^(2-)` , `F^-` , `Na^+` , Mg^(2+)` અને `Al^(3+)` : તેઓને આયનીય ત્રિજ્યાના ચડતા ક્રમમાં ગોઠવો.
ધનાયનની ત્રિજ્યા તેના જનક પરમાણુની ત્રિજ્યા કરતા શા માટે નાની હોય છે અને ઋણ આયનની ત્રિજ્યા તેના જનક પરમાણુની ત્રિજ્યા કરતા શા માટે મોટી હોય છે ? સમજાવો .
આયનીકરણ એન્થાલ્પી અને ઇલેક્ટ્રૉન પ્રાપ્તિ એન્થાલ્પીને વ્યાખ્યાયિત કરવામાં “ મુક્ત વાયુમય પરમાણુ ’ અને “ ધરાઅવસ્થા ' શબ્દોની સાર્થકતા શું છે ? ( સંકેત : તુલના માટે જરૂરિયાત )
હાઇડ્રોજન પરમાણુની ધરાઅવસ્થામાં રહેલા ઇલેક્ટ્રૉનની ઊર્જા `-2.18 xx 10^(-18)` J છે . પરમાણ્વીય હાઇડ્રોજનની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય `J mol^(-1)` એકમમાં ગણો . [ સંકેત : ઉત્તર મેળવવા માટે મોલ સંકલ્પનાનો ઉપયોગ કરો . ]
દ્વિતીય આવર્તમાં તત્ત્વોની વાસ્તવિક આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ આ પ્રમાણે છે : `Li lt B lt Be lt C lt 0 lt N lt F lt Ne` સમજાવો કે :Be ની `Delta_i`H , B થી વધારે શા માટે છે ?
દ્વિતીય આવર્તમાં તત્ત્વોની વાસ્તવિક આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ આ પ્રમાણે છે :` Li lt B lt Be lt C lt 0 lt N lt F lt Ne` સમજાવો કે : Oની `Delta_i`H , N અને F થી ઓછી શા માટે છે ?
તમે આ તથ્યને કેવી રીતે સમજાવશો કે સોડિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય મૅગ્નેશિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી મૂલ્ય કરતાં ઓછું છે , પરંતુ સોડિયમની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય મૅગ્નેશિયમની દ્વિતીય આયનીકરણ એન્યાધી મૂલ્ય કરતાં વધુ છે .
સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ મુખ્ય સમૂહના તત્ત્વોમાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ક્યા પરિબળોને કારણે ઘટે છે ?
સમૂહ 13 ના તત્ત્વોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય નીચે મુજબ છે :સામાન્ય વલણથી જોવા મળતા આ વિચલનને તમે કેવી રીતે સમજાવશો ?
નીચે દર્શાવેલા તત્ત્વોની જોડમાંથી કયું તત્ત્વ વધુ ઋણ ઇલેક્ટ્રૉન પ્રાપ્તિ એન્થાલ્પી ધરાવે છે ? O અથવા F , F અથવા Cl
Oની દ્વિતીય ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તેની પ્રથમ ઇલેક્ટ્રૉન પ્રાપ્તિ એન્થાલ્પી કરતાં ધન હશે કે ઋણ હશે કે ઓછી ઋણ હશે તે અંગે તમારી અપેક્ષા શું છે ? તમારા ઉત્તરનું વાજબીપણું ચર્ચો .
ઈલેક્ટ્રૉન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુતઋણતા વચ્ચે પાયાનો તફાવત શું છે ?
નાઇટ્રોજનના બધા સંયોજનોમાં નાઇટ્રોજનની વિદ્યુતઋણતા પાઉલિંગ માપક્રમ મુજબ 3.0 હોય છે . આ વિધાન અંગે તમે શું પ્રતિક્રિયા આપશો ?
પરમાણુની ત્રિજ્યા સાથે સંકળાયેલા સિદ્ધાંતોની ચર્ચા કરો : જ્યારે પરમાણુ ઇલેક્ટ્રૉન પ્રાપ્ત કરે છે .
પરમાણુની ત્રિજ્યા સાથે સંકળાયેલા સિદ્ધાંતોની ચર્ચા કરો : જ્યારે પરમાણુ ઇલેક્ટ્રૉન ગુમાવે છે .
કોઈ તત્ત્વના બે સમસ્થાનિકોની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સમાન હશે કે જુદું જુદું , તે અંગે તમારી અપેક્ષા શું છે ? તમારા ઉત્તરનું વાજબીપણું ચર્ચો .
ધાતુઓ અને અધાતુઓ વચ્ચે મુખ્ય તફાવત શું છે ?
આવર્તકોષ્ટકનો ઉપયોગ કરીને નીચેના પ્રશ્નોના ઉત્તર આપો : બાહ્યતમ પેટાકોશમાં પાંચ ઇલેક્ટ્રૉન હોય તેવા તત્ત્વનું નામ જણાવો .
આવર્તકોષ્ટકનો ઉપયોગ કરીને નીચેના પ્રશ્નોના ઉત્તર આપો : બે ઇલેક્ટ્રૉન ગુમાવવાનું વલણ ધરાવતા તત્ત્વનું નામ જણાવો .
આવર્તકોષ્ટકનો ઉપયોગ કરીને નીચેના પ્રશ્નોના ઉત્તર આપો : બે ઇલેક્ટ્રૉન પ્રાપ્ત કરવાનું વલણ ધરાવતા તત્ત્વનું નામ જણાવો .
આવર્તકોષ્ટકનો ઉપયોગ કરીને નીચેના પ્રશ્નોના ઉત્તર આપો : ધાતુ , અધાતુ તથા ઓરડાના તાપમાને પ્રવાહી તેમજ વાયુ સ્વરૂપના તત્ત્વો ધરાવનાર સમૂહનું નામ જણાવો .
પ્રથમ સમૂહના તત્ત્વો માટે પ્રતિક્રિયાત્મકતાનો ચડતો ક્રમ `Li lt Na lt K lt Rb lt Cs` છે , જ્યારે સત્તરમાં સમૂહના તત્ત્વો માટે પ્રતિક્રિયાત્મકતાનો ચડતો ક્રમ `F gt Cl gt Br gt I`છે સમજાવો .
s-, p- , d-,f- વિભાગના તત્ત્વોની બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રૉનીય રચના લખો .
નીચે જણાવેલ બાહ્યતમ ઇલેક્ટ્રૉનીય રચના ધરાવતા તત્ત્વનું સ્થાન આવર્તકોષ્ટકમાં જણાવો : `ns^(2) np^(4)` જ્યાં n=3
નીચે જણાવેલ બાહ્યતમ ઇલેક્ટ્રૉનીય રચના ધરાવતા તત્ત્વનું સ્થાન આવર્તકોષ્ટકમાં જણાવો : `(n-1) d^(2)ns^(2)` જ્યાં n=4
નીચે જણાવેલ બાહ્યતમ ઇલેક્ટ્રૉનીય રચના ધરાવતા તત્ત્વનું સ્થાન આવર્તકોષ્ટકમાં જણાવો : `(n-2) f^(7) (n-1) d^(1) ns^(2)` જ્યાં n=6
કેટલાક તત્ત્વોની પ્રથમ `(Delta_iH_1)` અને દ્વિતીય `(Delta_iH_2)` આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો (`kJ mol^(-1)`માં ) અને ઇલેક્ટ્રૉન પ્રાપ્તિ એન્થાલ્પી `(Delta_(eg)H)` ના મૂલ્યો (`KJ mol^(-1)` માં ) નીચે આપેલા છે :
ઉપર જણાવેલા તત્ત્વો પૈકી કયું તત્ત્વ :સૌથી ઓછું પ્રતિક્રિયાત્મક તત્ત્વ છે ?
કેટલાક તત્ત્વોની પ્રથમ `(Delta_iH_1)` અને દ્વિતીય `(Delta_iH_2)` આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ( `kJ mol^(-1)`માં ) અને ઇલેક્ટ્રૉન પ્રાપ્તિ એન્થાલ્પી `(Delta_(eg)H)` ના મૂલ્યો (`KJ mol^(-1)` માં ) નીચે આપેલા છે :
ઉપર જણાવેલા તત્ત્વો પૈકી કયું તત્ત્વ :સૌથી વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ છે ?
કેટલાક તત્ત્વોની પ્રથમ `(Delta_iH_1)` અને દ્વિતીય `(Delta_iH_2)` આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો (`kJ mol^(-1)`માં ) અને ઇલેક્ટ્રૉન પ્રાપ્તિ એન્થાલ્પી `(Delta_(eg)H)` ના મૂલ્યો (` KJ mol^(-1)` માં ) નીચે આપેલા છે :
ઉપર જણાવેલા તત્ત્વો પૈકી કયું તત્ત્વ :સૌથી વધુ પ્રતિક્રિયાત્મક અધાતુ છે ?
કેટલાક તત્ત્વોની પ્રથમ `(Delta_iH_1)` અને દ્વિતીય `(Delta_iH_2)` આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો (`kJ mol^(-1)`માં ) અને ઇલેક્ટ્રૉન પ્રાપ્તિ એન્થાલ્પી `(Delta_(eg)H)` ના મૂલ્યો (`KJ mol^(-1)` માં ) નીચે આપેલા છે :
ઉપર જણાવેલા તત્ત્વો પૈકી કયું તત્ત્વ : સ્થાયી દ્ધિઅંગી ( binary ) હેલાઈડ સંયોજન કે જેનું સૂત્ર `MX_2` (X = હેલોજન ) છે તેને બનાવનાર ધાતુ છે
કેટલાક તત્ત્વોની પ્રથમ `(Delta_iH_1)` અને દ્વિતીય `(Delta_iH_2)` આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો (`kJ mol^(-1)`માં ) અને ઇલેક્ટ્રૉન પ્રાપ્તિ એન્થાલ્પી `(Delta_(eg)H)` ના મૂલ્યો (`KJ mol^(-1)` માં ) નીચે આપેલા છે :
ઉપર જણાવેલા તત્ત્વો પૈકી કયું તત્ત્વ :ખ્યત્વે સ્થાયી સહસંયોજક હેલાઈડ સંયોજન કે જેનું સૂત્ર MX ( X = હેલોજન ) છે તેને બનાવનાર ધાતુ છે ?
નીચે જણાવેલા તત્ત્વોની જોડીઓના જોડાણથી બનતા દ્ધિઅંગી સંયોજનોના સૂત્રનું અનુમાન કરો :લિથિયમ અને ઑક્સિજન
નીચે જણાવેલા તત્ત્વોની જોડીઓના જોડાણથી બનતા દ્ધિઅંગી સંયોજનોના સૂત્રનું અનુમાન કરો :મૅગ્નેશિયમ અને નાઇટ્રોજન
નીચે જણાવેલા તત્ત્વોની જોડીઓના જોડાણથી બનતા દ્ધિઅંગી સંયોજનોના સૂત્રનું અનુમાન કરો :ઍલ્યુમિનિયમ અને આયોડિન
નીચે જણાવેલા તત્ત્વોની જોડીઓના જોડાણથી બનતા દ્ધિઅંગી સંયોજનોના સૂત્રનું અનુમાન કરો :સિલિકોન અને ઑક્સિજન
નીચે જણાવેલા તત્ત્વોની જોડીઓના જોડાણથી બનતા દ્ધિઅંગી સંયોજનોના સૂત્રનું અનુમાન કરો :ફૉસ્ફરસ અને ફ્લોરિન
નીચે જણાવેલા તત્ત્વોની જોડીઓના જોડાણથી બનતા દ્ધિઅંગી સંયોજનોના સૂત્રનું અનુમાન કરો :71 મું તત્ત્વ અને ફ્લોરિન
આધુનિક આવર્તકોષ્ટકમાં આવર્ત ક્યા મૂલ્યનું સૂચન કરે છે ? :પરમાણ્વીય - ક્રમાંક
આધુનિક આવર્તકોષ્ટકમાં આવર્ત ક્યા મૂલ્યનું સૂચન કરે છે ? :પરમાણ્વીય - ક્રમાંક
આધુનિક આવર્તકોષ્ટકમાં આવર્ત ક્યા મૂલ્યનું સૂચન કરે છે ? :પરમાણ્વીય - ક્રમાંક
આધુનિક આવર્તકોષ્ટકમાં આવર્ત ક્યા મૂલ્યનું સૂચન કરે છે ? :પરમાણ્વીય - ક્રમાંક
આધુનિક આવર્તકોષ્ટક માટે નીચેના પૈકી ક્યું વિધાન ખોટું છે ? : p- વિભાગમાં છ સ્તંભો છે , કારણ કે p- કોશની બધી કક્ષકો ભરાવા માટે મહત્તમ છ ઇલેક્ટ્રૉન જરૂરી બને છે .
આધુનિક આવર્તકોષ્ટક માટે નીચેના પૈકી ક્યું વિધાન ખોટું છે ? : d-વિભાગમાં 8 સ્તંભો છે , કારણ કે d-પેટાકોશની બધી કક્ષકો ભરાવા માટે મહત્તમ 8 ઇલેક્ટ્રોન જરૂરી બને છે .
નીચે પૈકી ક્યું વિધાન ખોટું છે ?
સદિશો માટે નીચેના પૈકી ક્યું વિધાન ખોટું છે ?
જે પરિબળ સંયોજકતા ઇલેક્ટ્રૉનને અસર કરે છે તે તત્ત્વના રસાયણવિજ્ઞાનને પણ અસર કરે છે . નીચેના પૈકી કયું પરિબળ સંયોજકતા કોશને અસર કરતું નથી ?
સમઇલેક્ટ્રૉનીય સ્પીસિઝ `F^-` , Ne અને `Na^+` ના કદ શેનાથી અસર પામે છે ?
આયનીકરણ એન્થાલ્પી સંદર્ભે નીચેના પૈકી ક્યું વિધાન ખોટું છે ?
B , Al , Mg અને K ના ધાત્વીય ગુણધર્મ માટે નીચેના પૈકી કયો ક્રમ સાચો છે ?
B , C , N , F અને Si ના અધાત્વીય ગુણધર્મ માટે નીચેના પૈકી ક્યો ક્રમ સાચો છે ?
F , Cl , O અને N ના ઑક્સિડેશન ગુણધર્મના સંદર્ભમાં રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા માટે નીચેના પૈકી કયો ક્રમ સાચો છે ?
EXERCISE questions and complete solutions for chapter તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા of NCERT Chemistry(Gujarati) of Class 11