Complete Solutions to Exercise of chapter તરલના યાંત્રિક ગુણધર્મો of Class 11 book with complete answers and questions

Class 11PHYSICS
Chapterતરલના યાંત્રિક ગુણધર્મો
NCERTExercise
Number Of Questions48
Academic Year2023-24
  1. સમજાવો, શા માટે માનવમાં પગ આગળ લોહીનું દબાણ (blood pressure), મગજ આગળ હોય તે કરતાં વધુ હોય છે.


    View Solution
  2. સમજાવો, શા માટે વાતાવરણની ઊંચાઈ 100 kmથી પણ વધુ હોવા છતાં લગભગ 6 kmની ઊંચાઈએ વાતાવરણનું દબાણ ઘટીને તેના દરિયાની સપાટી આગળના મૂલ્યનું લગભગ અડધું હોય છે.


    View Solution
  3. સમજાવો, શા માટે દબાણ એ બળ ભાગ્યા ક્ષેત્રફળ હોવા છતાં હાઇડ્રોસ્ટેટિક (દ્રવસ્થિત) દબાણ એ અદિશ રાશિ છે.


    View Solution
  4. સમજાવો, શા માટે પારાનો કાચ સાથેનો સંપર્કકોણ ગુરુકોણ છે જ્યારે પાણીનો કાચ સાથેનો સંપર્કકોણ લઘુકોણ છે.


    View Solution
  5. સમજાવો, શા માટે સ્વચ્છ કાચની સપાટી પર પાણી ફેલાઈ જાય છે જ્યારે તે જ સપાટી પર પારો બુંદો રચે છે. (બીજી રીતે કહીએ તો, પાણી કાચને ભીંજવે છે જ્યારે પારો કાચને ભીંજવતો નથી.)


    View Solution
  6. સમજાવો, શા માટે પ્રવાહીનું પૃષ્ઠતાણ સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી.


    View Solution
  7. સમજાવો, શા માટે ડિટર્જન્ટ ઓગાળેલા પાણીને નાના સંપર્કકોણો હોય છે.


    View Solution
  8. સમજાવો, શા માટે બાહ્ય બળોની અસર હેઠળ ન હોય તેવું પ્રવાહી બુંદ હંમેશાં ગોળાકાર હોય છે.


    View Solution
  9. દરેક કથન સાથે આપેલ યાદીમાંના શબ્દ (શબ્દો) વાપરીને ખાલી જગ્યા પૂરો : પ્રવાહીઓના પૃષ્ઠતાણ સામાન્યતઃ તાપમાન સાથે ............. (વધે છે/ઘટે છે.)


    View Solution
  10. દરેક કથન સાથે આપેલ યાદીમાંના શબ્દ (શબ્દો) વાપરીને ખાલી જગ્યા પૂરો : વાયુઓની સ્થાનતા તાપમાન સાથે ......, જ્યારે પ્રવાહીઓની સ્થાનતા તાપમાન સાથે (વધે છે/ઘટે છે.)


    View Solution
  11. દરેક કથન સાથે આપેલ યાદીમાંના શબ્દ (શબ્દો) વાપરીને ખાલી જગ્યા પૂરો : આકાર સ્થિતિસ્થાપકતા અંક ધરાવતા ઘન પદાર્થો માટે આકાર વિરુપક બળ ........... ને સમપ્રમાણમાં જ્યારે પ્રવાહીઓ માટે તે ....... ને સમપ્રમાણમાં હોય છે. (આકાર વિકૃતિ આકાર વિકૃતિના દર)


    View Solution
  12. દરેક કથન સાથે આપેલ યાદીમાંના શબ્દ (શબ્દો) વાપરીને ખાલી જગ્યા પૂરો : સ્થાયી વહનમાંના તરલ માટે, સંકુચિત (સાંકડા) ભાગ આગળ વહનની ઝડપમાં વધારો ........... ને અનુસરે છે. (દળનું સંરક્ષણ/બન્લીનો સિદ્ધાંત).


    View Solution
  13. દરેક કથન સાથે આપેલ યાદીમાંના શબ્દ (શબ્દો) વાપરીને ખાલી જગ્યા પૂરો : પવનની ટનલમાં વિમાનના નમૂના (મોડેલ) માટે જે ઝડપે પ્રક્ષુબ્ધતા થાય તે, વાસ્તવિક વિમાન માટેની જે ઝડપે પ્રક્ષુબ્ધતા થાય તેના કરતાં ....... હોય છે. (વધુ ઓછી)


    View Solution
  14. સમજાવો, શા માટે કાગળના ટુકડાને સમક્ષિતિજ રાખવા માટે તમારે તેની ઉપર ફૂંક મારવી પડે, નીચે નહિ.


    View Solution
  15. સમજાવો, શા માટે જ્યારે આપણે પાણીના નળને આપણી આંગળીઓથી બંધ કરવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આંગળીઓ વચ્ચેની જગ્યામાંથી પાણીની વેગવંત ધારો ધસી આવે છે.


    View Solution
  16. સમજાવો, શા માટે ઇજેક્શન આપવામાં ડૉક્ટર દ્વારા અંગૂઠાથી દાખવાતા દબાણ કરતાં સિરિંજની સોયનું પરિમાણ વહનના દરનું વધુ સારી રીતે નિયંત્રણ કરી શકે છે.


    View Solution
  17. સમજાવો, શા માટે પાત્રમાંના નાના છિદ્રમાંથી બહાર વહી આવતા તરલને પરિણામે પાત્ર પર વિરુદ્ધ દિશામાં ધક્કો લાગે છે.


    View Solution
  18. સમજાવો, શા માટે હવામાં સ્પિન થતો ક્રિકેટ બૉલ પરવલય ગતિપથને અનુસરતો નથી.


    View Solution
  19. ઊંચી એડીના બુટ પહેરતી 50 kg ની એક છોકરી એક એડી પર સંતુલન જાળવે છે. બુટની એડીનો વ્યાસ 1.0 cm છે. એડી વડે સમક્ષિતિજ તળિયા પર કેટલું દબાણ લાગે ?


    View Solution
  20. ટૉરિસેલીના બૅરોમીટરમાં પારો વપરાયો હતો. પાસ્કલે `984 kg m^(-3)` ઘનતાનો ફ્રેંચ વાઇન વાપરીને તેની નકલ કરી. સામાન્ય વાતાવરણના દબાણ માટે વાઇનના સ્તંભની ઊંચાઈ કેટલી હશે ?


    View Solution
  21. એક ઊર્ધ્વ બાંધકામ `10^(9)` Pa નું મહત્તમ પ્રતિબળ સહન કરી શકે છે. આ બાંધકામ સમુદ્રની અંદરના તેલના કૂવા પર મૂકવા માટે યોગ્ય છે ? સમુદ્રની ઊંડાઈ 3 km છે. સમુદ્રમાંના પ્રવાહોને અવગણો.


    View Solution
  22. એક હાઇડ્રોલિક ઑટોમોબાઇલ લિફ્ટ મહત્તમ 3000 kg દળની કારને ઊંચકવા માટે બનાવેલી છે. આ વજન ઊંચકતા પિસ્ટનના આડછેદનું ક્ષેત્રફળ `425 cm^(2)` છે. આ પિસ્ટનને કેટલું મહત્તમ દબાણ સહન કરવું પડશે ?


    View Solution
  23. એક યુ-ટ્યૂબમાં પારા વડે જુદા પાડેલા પાણી અને મિથિલેટેડ સ્પિરિટ ભરેલા છે. એક ભુજમાં 10.0 cm પાણી અને બીજામાં 12.5 cm સ્પિરિટ વડે બે ભૂજમાંના પારાના સ્તંભ એક લેવલમાં (સપાટી એક જ સમક્ષિતિજ સમતલમાં) આવે છે. સ્પિરિટનું વિશિષ્ટ ગુત્વ કેટલું હશે ?


    View Solution
  24. બર્નલીનું સમીકરણ નદીમાંના ઢાળ પરથી પાણીના વહનનું વર્ણન કરવા માટે વાપરી શકાય ? સમજાવો.


    View Solution
  25. જો બર્નલીનું સમીકરણ લાગુ પાડવામાં નિરપેક્ષ દબાણને બદલે કોઈ ગેજ (gauge) દબાણ વાપરે તો ફેર પડે ? સમજાવો.


    View Solution
  26. 1.5 m લંબાઈ અને 1.0 cm ત્રિજ્યા ધરાવતી એક સમક્ષિતિજ નળીમાંથી ગ્લિસરિનનું સ્થાયી વહન થઈ રહ્યું છે. જો એક છેડે એકત્રિત કરાતા ગ્લિસરિનનો જથ્થો `4.0 xx 10^(-3) kg s^(-1)` હોય તો નળીના બે છેડે દબાણ તફાવત કેટલો હશે ? (ગ્લિસરિનની ઘનતા = `1.3 xx 10^(3) kg m^(-3)` અને ગ્લિસરિનની શ્યાનતા = `0.83 Pa s`)


    View Solution
  27. પવનની ટનલમાં એક નમૂના (model)ના વિમાન પરના પ્રયોગમાં પાંખની ઉપર અને નીચેની સપાટીઓ આગળ વહનની ઝડપ અનુક્રમે `70 m s^(-1)` અને `63 m s^(-1)` છે. જો પાંખનું ક્ષેત્રફળ `2.5 m^(2)` હોય તો પાંખ પર ઊર્ધ્વ ધક્કો (બળ) (lift) કેટલો હશે? હવાની ઘનતા `1.3 kg m^(-3)` લો.


    View Solution
  28. આકૃતિ 10.23 (a) અને (b) એક (અદબનીય) પ્રવાહીના સ્થાયી વહન અંગેની છે. બેમાંની કઈ આકૃતિ ખોટી છે ? કેમ ?


    View Solution
  29. સ્મ-પંપ (છંટકાવ માટે વપરાતો પપ)ની નળાકાર નળીનો આડછેદ `8.0 cm^(2)` છે. તેના એક છેડે 1.0 mm વ્યાસનાં 40 છિદ્રો છે. જો નળીની અંદર પ્રવાહી વહનની ઝડપ `1.5 m min^(-1)` હોય, તો છિદ્રોમાંથી બહાર આવતા પ્રવાહીની ઝડપ કેટલી હશે ?


    View Solution
  30. એક U-આકારનો તાર સાબુના દ્રાવણમાં બોળી બહાર કાઢેલ છે. તાર અને હલકા સરકતા ભુજ (slider) વચ્ચેની સાબુની પાતળી કપોટી (film) `1.5xx 10^(-2) N` વજનને ટેકવે છે. જેમાં તે ભુજનું વજન પણ સમાવિષ્ટ છે.) સરકતા ભુજની લંબાઈ 30 cm છે. તો તે કપોટીનું પૃષ્ઠતાણ કેટલું હશે ?


    View Solution
  31. આકૃતિ 10.24 (a) પ્રવાહીની એક પાતળી કપોટી `4.5 xx 10^(-2) N` વજનને લટકાવતી દર્શાવે છે. તે જ પ્રવાહીની તે જ તાપમાને પાતળી કપોટી આકૃતિ (b) અને (c)માં કેટલું વજન લટકાવતી હશે ?


    View Solution
  32. ઓરડાના તાપમાને 3.0 mm ત્રિજ્યાના પારાના બુંદ (ટીપું)ની અંદરનું દબાણ કેટલું હશે ? પારાનું તે તાપમાને (`20^circ C`) પૃષ્ઠતાણ `4.65 X 10^(-1) N m^(-1)` છે. વાતાવરણે દબાણ `1.01 X10^(5)` Pa. બુંદની અંદરનું વધારાનું દબાણ પણ જણાવો.


    View Solution
  33. સાબુના દ્રાવણનું `20^circ C` તાપમાને પૃષ્ઠતાણ `2.50 x 10^(-2) Nm^(-1)` આપેલ છે. 5.00 mm ત્રિજ્યાના સાબુના દ્રાવણના પરપોટાની અંદરનું વધારાનું દબાણ કેટલું હશે ? જો આ જ પરિમાણનો હવાનો પરપોટો પાત્રમાંના સાબુના દ્રાવણ (સાપેક્ષ ઘનતા 1.2)ની અંદર 40.0 cm ઊંડાઈએ રચાય, તો તે પરપોટાની અંદરનું દબાણ કેટલું હશે ? (1 વાતાવરણ દબાણ = `1.01 X 10^(5)` Pa)


    View Solution
  34. `1.0 m^(2)` ક્ષેત્રફળનું ચોરસ તળિયું ધરાવતી એક ટાંકી મધ્યમાં એક ઊર્ધ્વ દીવાલ વડે વિભાજિત કરેલ છે. આ દીવાલના તળિયે એક નાના મિજાગરાવાળું `20 cm^(2)` ક્ષેત્રફળનું બારણું છે. ટાંકીના એક વિભાગમાં પાણી અને બીજામાં ઍસિડ (1.7 સાપેક્ષ ઘનતા ધરાવતો) બંને 4.0 mની ઊંચાઈ સુધી ભરેલ છે. આ બારણાને બંધ રાખવા માટે જરૂરી બળની ગણતરી કરો.


    View Solution
  35. આકૃતિ 10.25(a)માં દર્શાવ્યા મુજબ એક મૈનોમીટર એક બંધ પાત્રમાંના વાયુનું દબાણ માપે છે. જ્યારે એક પંપ કેટલાક વાયુને બહાર કાઢે છે ત્યારે મેનોમીટર આકૃતિ 10.25 (b)માં દર્શાવ્યા મુજબ દબાણ માપે છે. મૈનોમીટરમાં વપરાયેલ પ્રવાહી પારો છે અને વાતાવરણનું દબાણ પારાના 76 cm જેટલું છે. (a) બંધ પાત્રમાંના વાયુનું નિરપેક્ષ દબાણ અને ગેજ (gauge) દબાણ કિસ્સા (a) અને (b) માટે પારાના cm ના એકમોમાં જણાવો.


    View Solution
  36. આકૃતિ 10.25(a)માં દર્શાવ્યા મુજબ એક મૈનોમીટર એક બંધ પાત્રમાંના વાયુનું દબાણ માપે છે. જ્યારે એક પંપ કેટલાક વાયુને બહાર કાઢે છે ત્યારે મેનોમીટર આકૃતિ 10.25 (b)માં દર્શાવ્યા મુજબ દબાણ માપે છે. મૈનોમીટરમાં વપરાયેલ પ્રવાહી પારો છે અને વાતાવરણનું દબાણ પારાના 76 cm જેટલું છે. (b) કિસ્સા (b)માં જો 13.6 cm પાણી (પારા સાથે ન ભળતું) મૅનોમીટરના જમણા ભુજમાં રેડવામાં આવે, તો સ્તંભની સપાટીઓ (levels) કેવી બદલાશે ?


    View Solution
  37. બે પાત્રોને તળિયાનાં સમાન ક્ષેત્રફળ પરંતુ જુદા આકાર છે. બંને પાત્રોમાં સમાન ઊંચાઈ સુધી પાણી ભરવા માટે પ્રથમ પાત્રમાં બીજા કરતાં બમણા કદનું પાણી જોઈએ છે. બે કિસ્સાઓમાં પાણી વડે તળિયા પર લગાડેલું બળ સમાન હશે ? જો તેમ હોય તો તે સમાન ઊંચાઈ સુધી પાણી ભરેલા પાત્રો વજનમાપક પર કેમ જુદાં અવલોકનો દર્શાવે છે ?


    View Solution
  38. લોહી ચઢાવવાની એક પ્રક્રિયામાં સોય 2000 Pa ગેજ દબાણ હોય તેવી શિરામાં દાખલ કરેલ છે. લોહીભરેલું પાત્ર કેટલી ઊંચાઈએ મૂકવું જોઈએ કે જેથી લોહી શિરામાં દાખલ થવાની શરૂઆત થાય ? (સંપૂર્ણ લોહીની ઘનતા 1.06x10^3 kg/m3 લો.)


    View Solution
  39. બર્નલીનું સમીકરણ સાધિત કરવામાં આપણે તરલ પર થયેલા કાર્યને તેની સ્થિતિઊર્જા અને ગતિ-ઊર્જાના ફેરફાર સાથે સરખાવેલ છે. (a) વહન સ્તરીય રહે તે રીતે લોહીના વહનનો મહત્તમ સરેરાશ વેગ `4 xx 10^(-3) m` વ્યાસની ધમનીમાંથી કેટલો હશે ?


    View Solution
  40. બર્નલીનું સમીકરણ સાધિત કરવામાં આપણે તરલ પર થયેલા કાર્યને તેની સ્થિતિઊર્જા અને ગતિ-ઊર્જાના ફેરફાર સાથે સરખાવેલ છે. (b) તરલનો વેગ વધે તેમ ઊર્જા-વ્યય કરનારાં બળો મહત્ત્વનાં બને છે ? ગુણાત્મક ચર્ચા કરો.


    View Solution
  41. વહન સ્તરીય જ રહે તે રીતે `2 xx 10^(-3) m` ત્રિજ્યાની ધમનીમાંથી લોહીના વહનનો મહત્તમ સરેરાશ વેગ કેટલો હશે ?


    View Solution
  42. વહન સ્તરીય જ રહે તે રીતે `2 xx 10^(-3) m` ત્રિજ્યાની ધમનીમાંથી લોહીના વહનનો દર કેટલો હશે ? (લોહીની શ્યાનતા `2.084 xx 10^(-3)` Pa s લો.)


    View Solution
  43. એક વિમાન અચળ ઝડપથી સમક્ષિતિજ ઉડ્ડયનમાં છે અને બેમાંની દરેક પાંખનું ક્ષેત્રફળ `25 m^(2)` છે. જો પાંખની નીચેની સપાટીએ વેગ `180 km/h` અને ઉપરની સપાટીએ વેગ `234 km/h` હોય, તો વિમાનનું દળ શોધો. (હવાની ઘનતા `1 kg m^(-3)` mલો.)


    View Solution
  44. મિલિકનના ઑઇલ ડ્રોપ પ્રયોગમાં `2.0 xx 10^(-5)` m ત્રિજયા અને `1.2 xx 10^(3) kg m^(-3)` ઘનતા ધરાવતા બંદ (drop)નો અંતિમ (terminal) વેગ કેટલો હશે ? પ્રયોગના તાપમાને હવાની શ્યાનતા `1.8 x 10^(-5)` Pa s લો. તે ઝડપે બુંદ પરનું સ્થાનતા બળ કેટલું હશે? (હવાને લીધે બુંદનું ઉલ્લાવન અવગણો.)


    View Solution
  45. પારાનો સોડાલાઈમ કાચ સાથેનો સંપર્કકોણ `140^circ` છે. આવા કાચની 1.00 mm ત્રિજ્યાની એક પાતળી નળી પારો ભરેલા પાત્રમાં બોળેલી છે. બહારની પ્રવાહી સપાટીની સાપેક્ષે નળીમાં પારો કેટલા પ્રમાણમાં નીચે ઊતરશે ? પ્રયોગના તાપમાને પારાનું પૃષ્ઠતાણ `0.465 N m^(-1)` છે. પારાની ઘનતા = `13.6 x 10^(3) kg m^(-3)`છે.


    View Solution
  46. 3.0 mm અને 6.0 mm વ્યાસના બે નાનાં છિદ્રો એકબીજા સાથે જોડીને એક યુ-ટ્યૂબ રચેલ છે, જે બંને છેડે ખુલ્લી છે. જો યુ-ટ્યૂબમાં પાણી રાખેલ હોય તો ટ્યૂબના બે ભુજમાં સપાટીઓ વચ્ચેનો તફાવત કેટલો હશે ? પ્રયોગના તાપમાને પાણીનું પૃષ્ઠતાણ `7.3 x 10^(-2) N m^(-1)` છે. સંપર્કકોણ શૂન્ય અને પાણીની ઘનતા `1.0 X 10^(3) kg m^(-3)` લો. (`g = 9.8 m s^(-2)`)


    View Solution
  47. એ જાણીતું છે કે હવાની ઘનતા `rho`, ઊંચાઈ y સાથે `rho = rho_o(e)^(-y/y_o)`, મુજબ ઘટે છે, જ્યાં `rho_o = 1.25 kg m^(-3)` એ દરિયાની સપાટી આગળ ઘનતા છે અને `y_o`, એ અચળાંક છે. ઘનતાના આ ફેરફારને વાતાવરણનો નિયમ કહે છે. વાતાવરણનું તાપમાન અચળ ધારીને (સમતાપી સ્થિતિ) આ નિયમ તારવો. gનું મૂલ્ય પણ અચળ ધારો.


    View Solution
  48. 400 kgનો બોજ (payload) ઊંચકવા માટે `1425 m^(3)` કદનું મોટું He બલૂન વપરાય છે. બલૂન ઊંચે ચઢે તેમ ત્રિજયાને અચળ રાખતું ધારી લો. તે કેટલું ઊંચે ચઢશે ? `y_o = 8000 m` અને `rho_(He) = 0.18 kg m^(-3))`


    View Solution

Exercise questions and complete solutions for chapter તરલના યાંત્રિક ગુણધર્મો of NCERT Physics(Gujarati) of Class 11

All Exercises from NCERT Class 11 PHYSICS તરલના યાંત્રિક ગુણધર્મો