Class 11 | PHYSICS |
Chapter | ગતિવાદ |
NCERT | Exercise |
Number Of Questions | 15 |
Academic Year | 2023-24 |
STP એ ઑક્સિજન વાયુ દ્વારા મોલર કદ અને ઘેરાયેલ વાસ્તવિક કદનો ગુણોત્તર શોધો. ઑક્સિજનના અણુનો વ્યાસ `3 A^o` લો.
પ્રમાણભૂત તાપમાન અને દબાણે (STP : 1 વાતાવરણનું દબાણ, 0 `^circ C`) 1 મોલ જેટલા કોઈ પણ (આદર્શ) વાયુ દ્વારા ઘેરાયેલ કદને મોલર કદ કહે છે. દર્શાવો કે તે 22.4 લિટર છે.
બે અલગ તાપમાને `1.00 xx 10^(-3) kg` ઑક્સિજન વાયુ માટે `PV/T` વિરુદ્ધ Pનો આલેખ આકૃતિ
13.8માં દર્શાવ્યો છે. ત્રુટક વક્ર શું દર્શાવે છે ?
બે અલગ તાપમાને `1.00 xx 10^(-3) kg` ઑક્સિજન વાયુ માટે `PV/T` વિરુદ્ધ Pનો આલેખ આકૃતિ
13.8માં દર્શાવ્યો છે. શું સાચું છે : `T_1 gt T_2` કે , `T_ 1 lt T_2` ?
બે અલગ તાપમાને `1.00 xx 10^(-3) kg` ઑક્સિજન વાયુ માટે `PV/T` વિરુદ્ધ Pનો આલેખ આકૃતિ
13.8માં દર્શાવ્યો છે. વક્રો y-અક્ષને જ્યાં મળે છે ત્યાં `PV/T`નું મૂલ્ય શું છે ?
30 લિટર કદના ઑક્સિજનના બાટલાનું `27^circ C` તાપમાને પ્રારંભિક ગેજ દબાણ (Guage Pressure) 15 atm છે. બાટલામાંથી થોડો ઑક્સિજન કાઢ્યા પછી, માપનનું ગેજ દબાણ ઘટીને 11 atm અને તાપમાન ઘટીને `17^circ C` થાય છે. બાટલામાંથી બહાર કાઢેલા ઑક્સિજનનું દળ શોધો. (`R = 8.31 J mol^(-1) K^(-1)`, `O_2` નું મોલર દળ = 32 u)
એક તળાવની 40 m ઊંડાઈએથી `12^circ C` તાપમાને `1.0 cm^(3)` કદનો હવાનો એક પરપોટો ઉપર તરફ આવે છે. જ્યારે તે સપાટી પર આવે, કે જેનું તાપમાન `35^circ C` છે, ત્યારે તેનું કદ કેટલું હશે ?
`27^circ C` તાપમાન અને 1 atm દબાણે `25.0 m^(3)`ની ક્ષમતાવાળા ઓરડામાં રહેલા (ઑક્સિજન, નાઇટ્રોજન, હવાની બાષ્પ અને બંધારણના બીજા વાયુઓ પણ સમાવીને) હવાના અણુઓની સંખ્યા ગણો.
હિલિયમ પરમાણુ માટે. ઓરડાના તાપમાન (`27^circ C`).માટે સરેરાશ ઉષ્મીય ઊર્જા ગણો.
હિલિયમ પરમાણુ માટે. સૂર્યની સપાટી પરના તાપમાન (6000 K)માટે સરેરાશ ઉષ્મીય ઊર્જા ગણો.
હિલિયમ પરમાણુ માટે. 10 મિલિયન કૅલ્વિન (તારાના કેન્દ્રનું લાક્ષણિક તાપમાન) માટે સરેરાશ ઉષ્મીય ઊર્જા ગણો.
સમાન ક્ષમતાનાં ત્રણ વાયુ પાત્રોમાં વાયુ સમાન તાપમાન અને દબાણે રહેલા છે. પહેલું પાત્ર નિયૉન (એક પરમાણ્વિક) ધરાવે છે, બીજું પાત્ર ક્લોરિન (દ્રિપરમાણ્વિક) અને ત્રીજું યુરેનિયમ હેક્ઝાફ્લોરાઇડ (બહુ પરમાણ્વિક) ધરાવે છે. શું દરેક પાત્રમાં તદનુરૂપ સમાન સંખ્યાના અણુઓ હશે ? શું ત્રણે કિસ્સામાં સરેરાશ વર્શીત ઝડપનું વર્ગમૂળ સમાન હશે ? જો ના, તો કયા વિસ્તારમાં `v_(rms)` મહત્તમ હશે ?
કયા તાપમાને વાયુપાત્રમાં રહેલા આર્ગનની સરેરાશ વર્ગીત ઝડપનું વર્ગમૂળ `-20^circ C` એ રહેલા હિલિયમ વાયુના અણુની rms ઝડપ જેટલું હશે ? (Arનું પરમાણુ દળ = 39.9 u, Heનું પરમાણુદળ = 4.0 u)
2.0 atm અને `17^circ C` તાપમાને નાઇટ્રોજન ધરાવતા વાયુપાત્રમાં નાઇટ્રોજનના અણુ માટે સરેરાશ મુક્તપથ અને અથડામણનો દર (આવૃત્તિ) શોધો. નાઇટ્રોજન અણુની ત્રિજ્યા આશરે `1.0 A^circ` લો. અથડામણના સમયને અણુની બે ક્રમિક અથડામણો વચ્ચેના સમય સાથે સરખાવો. (`N_2`ના અણુનું દળ = 28.0 u).
કોઈ ચોક્કસ સાધનમાંથી હાઇડ્રોજનના ભળવા (પ્રસરવા) (Diffusion)નો સરેરાશ દર `28.7 cm^(3) s^(-1)` છે. આ જ પરિસ્થિતિઓમાં બીજા વાયુ માટે ભળવાનો સરેરાશ દર `7.2 cm^(3) s^(-1)` માપવામાં આવે છે. આ વાયુ કયો હશે તે શોધો. (સૂચન : ગ્રેહામના પ્રસરણના નિયમનો ઉપયોગ કરો : `R_1/ R_2 = (M_2/ M_1)^(1/2)`, જ્યાં `R_1`, `R_2`, એ વાયુઓ 1 અને 2ના પ્રસરવાનો દર છે, તથા `M_1` અને `M_2` અનુક્રમે તેમના મોલર દળ છે. આ નિયમ ગતિવાદ પરથી સીધો તરી આવે છે.)
Exercise questions and complete solutions for chapter ગતિવાદ of NCERT Physics(Gujarati) of Class 11