Complete Solutions to Example of chapter ગતિવાદ of Class 11 book with complete answers and questions

Class 11PHYSICS
Chapterગતિવાદ
NCERTExample
Number Of Questions10
Academic Year2023-24
  1. પાણીની ઘનતા `1000 kg m^(-3)` છે. `100^circ C` તાપમાને અને 1 atm દબાણે પાણીની બાષ્પ ઘનતા `0.6 kg m^(-3)`ગે છે. અણુના કદ અને તેમની કુલ સંખ્યાના ગુણાકારને આશ્વિક કદ કહે છે. ઉપર આપેલ તાપમાન અને દબાણની પરિસ્થિતિમાં રહેલ પાણીની બાષ્પ માટે આણ્વિક કદ અને તેણે ઘેરાયેલ કુલ કદનો ગુણોત્તર ગણો.


    View Solution
  2. એક પાત્રમાં બે અક્રિયાશીલ વાયુઓ રહેલા છે. નિયૉન (એક પરમાણ્વિક) અને ઑક્સિજન (દ્વિ-પરમાણ્વિક). તેમના આંશિક દબાણનો ગુણોત્તર 3 : 2 છે. તો, (i) અણુઓની સંખ્યા, અને (ii) પાત્રમાં નિયૉન અને ઑક્સિજનની ઘનતાનો ગુણોત્તર મેળવો. નિયૉનનું પરમાણુ દળ `Ne = 20.2 u`, ઑક્સિજનનું | અણુ દળ `O_2 = 32.0 u`.


    View Solution
  3. એક બીકરમાં આર્ગન અને ક્લોરિન વાયુઓના દળ 2 : 1 પ્રમાણમાં રહેલા છે. આ મિશ્રણનું તાપમાન `27^circ C` છે. તો બંને વાયુના અણુઓ માટે (i) અણુ દીઠ સરેરાશ ગતિઊર્જા.નો ગુણોત્તર મેળવો


    View Solution
  4. એક બીકરમાં આર્ગન અને ક્લોરિન વાયુઓના દળ 2 : 1 પ્રમાણમાં રહેલા છે. આ મિશ્રણનું તાપમાન `27^circ C` છે. તો બંને વાયુના અણુઓ માટે. (ii) સરેરાશ વગત ઝડપનું વર્ગમૂળ `v_(rms)` નો ગુણોત્તર મેળવો. આર્ગનનો પરમાણુભાર = 39.9 u, ક્લોરિનનો અણુભાર = 70.9 u


    View Solution
  5. યુરેનિયમના બે સમસ્થાનિકો (Isotopes)ના દળ 235 અને 238 units (એકમ) છે. યુરેનિયમ હેક્ઝાક્લોરાઇડ વાયુમાં જો બંને હાજર હોય તો કોની સરેરાશ ઝડપ વધારે હશે ? જો ફ્લોરિનનો પરમાણુભાર 19 units હોય, તો કોઈ પણ તાપમાને ઝડપના તફાવતની ટકાવારી શોધો.


    View Solution
  6. જ્યારે કોઈ અણુ (કે સ્થિતિસ્થાપક બોલ), (દળદાર) દીવાલ સાથે અથડાય ત્યારે એ જ ઝડપથી પાછો પડે (ફરે) છે. જ્યારે એક બૉલ મજબૂત રીતે પકડી રાખેલા ભારે બૅટ સાથે અથડાય ત્યારે પણ આમ જ થાય છે. આમ છતાં, જ્યારે બૅટ બૉલ તરફ ગતિ કરતું હોય, ત્યારે બૉલ જુદી ઝડપથી પાછો ફરે છે. બૉલ વધારે ઝડપથી કે ધીમેથી પાછો પડશે ? (પ્રકરણ 6 પરથી તમને સ્થિતિસ્થાપક અથડામણો યાદ આવશે.)


    View Solution
  7. જ્યારે પિસ્ટનને નળાકારમાં ધકેલીને તેમાં રહેલા વાયુને દબાવવામાં (સંકોચવામાં) આવે, ત્યારે તેનું તાપમાન વધે છે. ગતિવાદના સંદર્ભમાં આની સમજૂતી આપો.


    View Solution
  8. જ્યારે સંકોચાયેલ વાયુ પિસ્ટનને બહાર ધકેલે અને પ્રસરણ પામે ત્યારે શું થાય છે ? તમે શું અવલોકન કરશો ?


    View Solution
  9. ક્રિકેટ રમતી વખતે સચિન તેંડુલકર ભારે બૅટનો ઉપયોગ કરે છે. શું તે એને કોઈ રીતે ઉપયોગી થશે ?


    View Solution
  10. ચોક્કસ કદનું એક નળાકાર (પાત્ર) પ્રમાણભૂત તાપમાન અને દબાણે 44.8 litre હિલિયમ વાયુ ધરાવે છે. નળાકારમાં રહેલા વાયુનું તાપમાન `15.0^circ C` જેટલું વધારવા માટે કેટલી ઉષ્મા જરૂરી છે ? `R= 8.31 J mol^(-1) K^(-1)`


    View Solution

Example questions and complete solutions for chapter ગતિવાદ of NCERT Physics(Gujarati) of Class 11

All Exercises from NCERT Class 11 PHYSICS ગતિવાદ