Class 11 | PHYSICS |
Chapter | તરલના યાંત્રિક ગુણધર્મો |
PHOENIX PUBLICATION | Example |
Number Of Questions | 30 |
Academic Year | 2023-24 |
80 kgf વજન ધરાવતા વ્યક્તિ વડે (i) જ્યારે તે જમીન પર આડો પડ્યો હોય ત્યારે અને (ii) જ્યારે તે તેના પગ વડે સપાટી પર ઊભો હોય ત્યારે, જમીન પર ઉદ્ભવતું દબાણ શોધો. વ્યક્તિના શરીરનું ક્ષેત્રફળ `0.6 m^2` અને પગનું ક્ષેત્રફળ `80 cm^2` લો.
ગ્રામોફોનની સૉય પરનું બળ 1.2 N છે. સૉયના વર્તુળાકાર આડછેદની ત્રિજ્યા 0.1 mm હોય તો, સોય વડે રેકર્ડ પર લાગતું દબાણ atm એકમમાં શોધો. [`1 atm = 1.013 xx 10^5 Pa` લો.]
હાઇડ્રોલિક પ્રેસના બે નળાકારના વ્યાસ 30.0 cm અને 2.5 cm છે. નાના નળાકાર પર 50 kg wt લગાડવામાં આવે ત્યારે મોટા, નળાકાર કેટલું બળ ઉદ્દભવશે?
પ્રમાણભૂત વાતાવરણ દબાણને `Nm^(-2)`, bar અને torr એકમમાં દર્શાવો.
તળાવમાં પાણીની સપાટીથી 10 m ઊંડાઈએ તરવૈયા પર ઉભવતું દબાણ શોધો.
2.0 cm આંતરિક ત્રિજ્યા ધરાવતી પાણીની સમક્ષિતિજ પાઇપમાંથી પાણી `1 m s^(-1)` ના વેગથી વહી રહ્યું છે, તો તેની સાથે લગાડેલ નોઝલમાંથી પાણી `4 m s^(-1)` ના વેગથી બહાર આવે તે માટે નોઝલનો વ્યાસ કેટલો હોવો જોઈએ ?
બંધ નળી સાથે જોડેલ દબાણમાપકનું અવલોકન `3.5 xx 10^5 N m^(-2)` છે. નળી સાથે જોડેલ વાલ્વને ખોલતાં, દબાણમાપકનું અવલોકન ઘટીને `3.0 xx 10^5 N m^(-2)` થાય છે, તો નળીમાંથી વહેતા પાણીની ઝડપ શોધો.
વ્યક્તિના હૃદયથી મસ્તિષ્કના છેડા સુધી લોહીને પમ્પ કરવા માટે જરૂરી ન્યૂનતમ દબાણ શોધો. (ઉર્વ અંતર = 50 cm) લોહીની ઘનતા `1.049 cm^(-3)` લો. ઘર્ષણબળને અવગણો.
20 m ઊંચાઈના નળાકારને પાણીથી સંપૂર્ણ ભરેલ છે, તો નળાકારના તળિયેથી નાનકડા છિદ્ર દ્વારા બહાર આવતા પાણીના જથ્થા (efflux) નો વેગ શોધો. (`g = 10 m s^(-2)` લો.)
સમક્ષિતિજ નળીના A અને B બિંદુ આગળ આડછેદના ક્ષેત્રફળ જુદાં જુદાં છે. A બિંદુ આગળ નળીનો વ્યાસ 4 cm અને B બિંદુ આગળ નળીનો વ્યાસ 2 cm છે. A અને B બિંદુ આગળ મેનોમીટરની બે ભુજાઓને જોડવામાં આવેલ છે. જ્યારે નળીમાંથી `8.0 g cm^(-3)` ઘનતાવાળા પ્રવાહીનું વહન થતું હોય ત્યારે મનોમીટરની બે ભુજાઓ વચ્ચેનો દબાણનો તફાવત 8 cm ને અનુરૂપ છે, તો નળીમાંથી વહેતા પ્રવાહના વહનનો દર શોધો.
1 mm જાડાઈના પ્રવાહીના સ્તર પર 5 cm x 5 cm ની ધાતુની પ્લેટ સ્થિર રહેલી છે. પ્રવાહીનો શ્યાનતાણાંક `1.55 N s m^(-2)` છે, તો ધાતુની પ્લેટને `2 cm s^(-1)` ના વેગથી ખસેડવા માટે જરૂરી સમક્ષિતિજ બળ શોધો.
0.3 mm ત્રિજ્યાનું વરસાદનું બુંદ હવામાં `1 m s^(-1)` ના અંતિમ વેગથી પતન કરે છે. હવાની ગ્યાનતા `18 xx 10^(-5)` Poise છે, તો વરસાદના બુંદ પરનું શ્યાનતાબળ શોધો.
0.3 cm ત્રિજ્યાની ધાતુની ગોળી `0.94 g cm^(-3)` ઘનતાવાળા તેલના સ્તરમાં પતન કરે છે. જો તે `0.5 cm s^(-1)` ના અંતિમ વેગથી ગતિ કરતી હોય તો તેલનોશ્યાનતાગુણાંક શોધો. ધાતુની ઘનતા `7.8 g cm^(-3)` છે.
0.005 m ત્રિજ્યાની નળીમાંથી વહેતા પ્રવાહીનો સરેરાશ વેગ કેટલો હોવો જોઈએ કે જેથી પ્રવાહીનું વહન પ્રક્ષુબ્ધ બને? પ્રવાહીની શ્યાનતા 0.001 Pa s, પ્રવાહીની ઘનતા `1000 kg m^(-3)` છે.
0.5 cm વ્યાસની પાઇપમાંથી વહેતા પાણીનો મહત્તમ સરેરાશ વેગ કેટલો હોવો જોઈએ કે જેથી સ્તરીય વહન ઉદ્ભવે ? પાણીનો સ્થાનતાગુણાંક `0.00125 N s m^(-2)`, પાણીની ઘનતા `1000 kg m^(-3)` છે.
3 cm ત્રિજ્યા ધરાવતી તારની રિંગ પ્રવાહીની સપાટી પર સ્થાયી છે અને તેને સપાટી પર ઊંચે ઉઠાવવામાં આવે છે. આ દરમ્યાન રચાતી કપોટી રચાય અને તૂટે તે પહેલાં વધારાનું જરૂરી બળ 0.03 g જેટલું વધારે છે, તો સપાટીનું પૃષ્ઠતાણ શોધો.
સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ `0.03 N m^(-1)` છે, તો 0.05 m ત્રિજ્યાનો સાબુનો પરપોટો રચવા માટે કેટલું કાર્ય કરવું પડે ?
r ત્રિજ્યાનો સાબુનો પરપોટો રચવા માટે કરવું પડતું કાર્ય 500 erg હોય તો, 3r ત્રિજ્યાનો સાબુનો પરપોટો રચવા માટે કેટલું વધારાનું કાર્ય કરવું પડશે ?
5 cm ત્રિજ્યાની સપાટ તકતીને પાણીની સપાટી પરથી ઉઠાવવા માટે જરૂરી બળ શોધો. પાણીનું પૃષ્ઠતાણ = `72 dyne cm^(-1)`
શૂન્યાવકાશમાં 3 cm અને 4 cm ત્રિજ્યાના સાબુના બે પરપોટાઓ સમતાપીય પરિસ્થિતિમાં એકબીજા સાથે જોડાઈને એક પરપોટો બનાવે છે, તો નવા પરપોટાની ત્રિજ્યા શોધો.
પ્રવાહીની સપાટીને અડીને સપાટીની નીચે રચાતા 0.1 mm ત્રિજ્યાના હવાના પરપોટાની અંદરનું દબાણ શોધો. પાણીનું પૃષ્ઠતાણ = `7.2 xx 10^(-2) N m^(-1)` અને વાતાવરણનું દબાણ = `1.013 xx 10^5 N m^(-2)`
6 mm ત્રિજ્યાના સાબુના પરપોટાની અંદરના વધારાના દબાણને 0.8 વિશિષ્ટ ગુરુત્વ ધરાવતા પ્રવાહીના 2 mm ઊંચાઈના સ્તંભ વડે સમતોલવામાં આવે છે, તો સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ શોધો.
ઉકળતા પાણીમાં રચાતી બાષ્પના `10^(-3)`m ત્રિજ્યાના પરપોટાની અંદરનું દબાણ શોધો. `100^circ C` તાપમાને પાણીનું પૃષ્ઠતાણ `0.059 N m^(-1)` અને `1 atm = 101325 N m^(-2)`.
સાબુના બે પરપોટાઓની ત્રિજ્યાનો ગુણોત્તર 2 : 3 હોય તો તેમની અંદરના વધારાના દબાણનો ગુણોત્તર શોધો તથા આ પરપોટાઓને ફુલાવવા (રચવા) માટે કરવા પડતા કાર્યનો ગુણોત્તર શોધો.
`0.075 N m^(-1)` પૃષ્ઠતાણ અને `1000 kg m^(-3)` ઘનતા ધરાવતા પ્રવાહીની અંદર પ્રવાહીની મુક્ત સપાટીથી 10 cm ઊંડાઈએ 1.0 mm ત્રિજ્યાનો હવાનો પરપોટો રચાય છે, તો પરપોટાની અંદરનું દબાણ વાતાવરણના દબાણ કરતાં કેટલું વધારે હશે ? (`g = 9.8 m s^(-2)` લો
1.5 mm વ્યાસની કેશનળીમાં ભરેલ પાણી કેટલી ઊંચાઈ સુધી ઉપર ચડશે તે શોધો. પાણીનું પૃષ્ઠતાણ `7.4 xx 10^(-3) N m^(-1)` અને ઘનતા `10^3 kg m^(-3)` (સંપર્કકોણ `theta = 0` લો. )
0.1 mm ત્રિજ્યાની કેશનળીમાં પ્રવાહી 7.0 cm ઊંચાઈ સુધી ઉપર ચઢે છે. પ્રવાહીની ઘનતા `0.8 xx 10^3 kg m^(-3)` અને સંપર્કકોણ શૂન્ય હોય તો, પ્રવાહીનું પૃષ્ઠતાણ શોધો. (`g = 10 m s^(-2)` લો.)
કાચની કેશનળીમાં પાણી 9.0 cm ઊંચાઈ સુધી ઉપર ચઢે છે . અને પારો એજ કેશનળીમાં 3.4 cm ઊંચાઈ સુધી નીચે ઊતરે છે. પાણી-કાચ સપાટી માટે સંપર્કકોણ `0^circ` અને પારો-કાચ સપાટી માટે સંપર્કકોણ `135^circ` હોય તો પારા અને પાણીના પૃષ્ઠતાણનો ગુણોત્તર શોધો. (`cos 135^circ = -0.71` લો.) પારાની ઘનતા `13.6 g cm^(-3)`
મરક્યુરી બેરોમીટરની નળીનો વ્યાસ 5 mm છે, તો પૃષ્ઠતાણના કારણે બેરોમીટરના અવલોકનમાં કેટલી ત્રુટિ ઉદ્ભવશે? પારાનું પૃષ્ઠતાણ `540 xx 10^(-3) N m^(-1)` અને સંપર્કકોણ 135 છે. (`g= 9.8 m s^(-2)` લો.)
પારામાં ડૂબાડેલી કાચની કેશનળીમાં પારો 1.21 cm ઊંચાઈ સુધી નીચે ઉતરે છે. પારાનું પૃષ્ઠતાણ `540 xx 10^(-3) N m^(-1)` અને પારા-કાચની સપાટીનો સંપર્કકોણ `140^circ` હોય તો કેશનળીનો વ્યાસ શોધો. પારાની ઘનતા `13.6 xx 10^3 kg m^(-3)` લો.
Example questions and complete solutions for chapter તરલના યાંત્રિક ગુણધર્મો of PHOENIX PUBLICATION of Class 11