Class 12 | PHYSICS |
Chapter | વિદ્યુતચુંબકીય પ્રેરણ |
NCERT | Exercise |
Number Of Questions | 27 |
Academic Year | 2023-24 |
નીચેની આકૃતિઓ 6.18 (a) થી (f) દ્વારા વર્ણવેલ પરિસ્થિતિઓમાં પ્રેરિત વિદ્યુતપ્રવાહની
દિશા જણાવો.
આકૃતિ 6.19 દ્વારા વર્ણવેલ પરિસ્થિતિઓમાં પ્રેરિત વિદ્યુતપ્રવાહની દિશા નક્કી કરવા માટે લેન્ડના નિયમનો ઉપયોગ કરો. (a) એક અનિયમિત આકારના તાર, વર્તુળાકારમાં ફેરવાય છે.
આકૃતિ 6.19 દ્વારા વર્ણવેલ પરિસ્થિતિઓમાં પ્રેરિત વિદ્યુતપ્રવાહની દિશા નક્કી કરવા માટે લેન્ડના નિયમનો ઉપયોગ કરો. (b) એક વર્તુળાકાર ગાળો એક પાતળા સીધા તારમાં વિપિત થાય છે.
15 આંટા/ cm ધરાવતા એક અતિલાંબા સોલેનોઈડની અંદર, `2 cm^2` ક્ષેત્રફળ ધરાવતી લૂપને તેનુ સમતલ, સોલેનોઈડની અક્ષને લંબ રહે તે રીતે મૂકેલ છે. હવે, સોલેનોઈડના વાઈન્ડીંગમાંથી પસાર થતો પ્રવાહ 0.1 સેકન્ડમાં અચળ દરથી 2 A થી વધારીને 4 A કરતા લૂપમાં મળતુ પ્રેરિત emf શોધો.
8 cm અને 2 cm બાજુઓવાળા અને એક નાનો કાપો (Cut) ધરાવતા એક લંબચોરસ તારનો ગાળો 0.3Tની તીવ્રતાના અને ગાળાને લંબ દિશાના એક સમાન ચુંબકીયક્ષેત્રના વિસ્તારમાંથી બહારની તરફ ગતિ કરી રહ્યો છે. જો ગાળાનો વેગ `1 cm s^(-1)` (a) લાંબી બાજુને, (b) ગાળાની ટૂંકી બાજુને લંબ દિશા તરફનો હોય, તો આ કાપાના છેડા વચ્ચે ઉત્પન્ન emf કેટલું હશે ? પ્રત્યેક કિસ્સામાં પ્રેરિત વોલ્ટેજ કેટલા સમય માટે રહેશે?
એક 1.0 m લાંબા ધાતુના સળિયાને, સળિયાને લંબ અને તેના કોઈ એક છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને `400 rad s^(-1)` ની કોણીય આવૃત્તિ સાથે પરિભ્રમણ કરાવવામાં આવે છે. આ સળિયાનો બીજો છેડો એક વર્તુળાકાર ધાતુની રિંગ સાથે સંપર્કમાં છે. અક્ષને સમાંતર 0.5 Tનું અચળ અને એકસમાન ચુંબકીય ક્ષેત્ર દરેક સ્થળે અસ્તિત્વ ધરાવે છે. આ કેન્દ્ર અને આ રિંગ વચ્ચે ઉત્પન્ન emf ની ગણતરી કરો.
8.0 cm ત્રિજ્યાના અને 20 આંટાવાળા ગૂંચળાને તેના ઉર્ધ્વ વ્યાસને અનુલક્ષીને `3.0 **10^(-2) T` મૂલ્યના એક સમાન સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં `50 rad s^(-1)` ની કોણીય ઝડપથી ઘુમાવવામાં આવે છે. આ ગૂંચળામાં પ્રેરિત મહત્તમ અને સરેરાશ emf મેળવો. જો આ ગૂંચળું `10 Omega` અવરોધનો એક બંધ ગાળો રચે, તો ગૂંચળામાંના પ્રવાહના મહત્તમ મૂલ્યની ગણતરી કરો. જૂલ હિટીંગને કારણે સરેરાશ પાવર-વ્યય (Power Loss)ની ગણતરી કરો. આ પાવર ક્યાંથી આવે છે?
પૂર્વ-પશ્ચિમ દિશામાં રાખેલ `10 m` લંબાઈનો તાર `0.3 times 10^(-4) Wb m^(-2)` તીવ્રતાવાળા ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે `5 m//s`ના વેગથી મુક્ત પતન કરે છે. તારના બે છેડા વચ્ચે પ્રેરિત થતું `emf` = …………………….
`0.3 xx 10^-4 Wbm^-2` જેટલા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને લંબરૂપે, પૂર્વ-પશ્ચિમ રાખેલા `10 m` લંબાઈનો એક વાહક સળિયો પતન પામે છે ત્યારે કોઈ એક ક્ષણે તેની ઝડપ 5 m/s છે. તો આ સમયે પ્રેરિત emf ની દિશા જણાવો.
`0.3 xx 10^-4 Wbm^-2` જેટલા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને લંબરૂપે, પૂર્વ-પશ્ચિમ રાખેલા `10 m` લંબાઈનો એક વાહક સળિયો પતન પામે છે ત્યારે કોઈ એક ક્ષણે તેની ઝડપ 5 m/s છે. તો આ સમયે સળિયાનો કયો છેડો ઊંચા વિદ્યુતસ્થિતિમાને હશે તે જણાવો.
એક પરિપથમાં `0.1 s` માં વિદ્યુતપ્રવાહમાં `5.0 A` થી `0.0 A` ઘટાડો થાય છે. `200 V` સરેરાશ `emf` પ્રેરિત થાય, તો આ પરિપથના આત્મપ્રેરકત્વનો અંદાજ આપો.
પાસ-પાસે રહેલ ગૂંચલાની જોડનું અન્યોન્યપ્રેરકત્વ `1.5 H` છે. જો એક ગૂંચળામાં `0.5s` માં વિદ્યુતપ્રવાહનો ફેરફાર 0 થી `20 A` નો છે. તો અન્ય ગૂંચળા સાથે સંકળાયેલ (સંલગ્ન) ફ્લક્સનો ફેરફાર શું છે?
`30^circ` ડીપ એન્ગલ (નતિકોણ) ધરાવતા એક સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર `5 xx 10^-4 T` છે. આ સ્થળે એક જેટ વિમાન `1800 km/h` ની ઝડપથી પૂર્વથી પશ્ચિમ દિશા તરફ ગતિ કરે ત્યારે તેની `25 m` લાંબી વાહક પાંખના બે છેડાઓ ઉદ્દભવતુ પ્રેરિત emf શોધો.
8cm ની લંબાઇ અને 2cm ની પહોળાઈ ધરાવતી લૂપમાં કોઈ કટ ન હોય અને લૂપનો અવરોધ `1.6 Omega` હોય તથા લૂપને સ્થિર રાખી લાગુ પાડેલું ચુંબકીય ક્ષેત્ર `0.02 Ts^-1` ના દરથી ઘટાડવામાં આવે તો લૂપમાં સ્વરૂપે વિખેરણ પામતો પાવર શોધો. આ પાવરનું ઉદ્દગમ શું છે ?
`12 cm` જેટલી બાજુની લંબાઈ ધરાવતી તથા `4.5 mOmega` જેટલા અવરોધવાળી એક ચોરસ લૂપની બાજુઓ X અક્ષ અને Y અક્ષને સમાંતર છે. અત્રે +Z અક્ષની દિશામાં ચુંબકીય ક્ષેત્ર લગાડેલું છે જે -X દિશામાં `10^-3 T cm^-1` ના દરથી અંતર સાથે વધે છે તથા `10^-3 Ts^-1` ના દરથી સમયની સાથે ઘટે છે. આ સંજોગોમાં લૂપને `8 cm/s` જેટલી અચળ ઝડપથી +X દિશામાં ગતિ આપવામાં આવે ત્યારે તેમાં મળતા પ્રેરિત વિદ્યુતપ્રવાહના મૂલ્ય અને દિશા નકકી કરો.
એક અજ્ઞાત ચુંબકીય ક્ષેત્રને લંબ એવા સમતલમાં, ક્ષેત્રની અંદર `2 cm^2` ક્ષેત્રફળવાળી તથા અંત્યત નજીક વીંટાળેલા 25 આંટાઓ ધરાવતી કોઈલને અંત્યત ઝડપથી ક્ષેત્રમાંથી બહાર કાઢતા કોઈલ માં `7.5 mC` જેટલો વિદ્યુતભાર પ્રેરિત થાય છે. જો આ વિદ્યુતભારને માપવા માટે કોઈલ સાથે જોડેલા બેલિસ્ટિક ગેલ્વોનોમીટર અને કોઈલનો સંયુક્ત અવરોધ `0.5 Omega` હોય તો આ અજ્ઞાત ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધો.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અધોદિશમાંના સમાન ચુંબકીય ક્ષેત્રને લંબ એવા સમતલમાં બે સમાંતર અને લીસા સળિયાઓ પર, સળિયાઓને લંબરૂપે રાખેલ વાહક સળિયો PQ ધર્ષણરહિત ગતિ કરી શકે છે. બે સમાંતર સળિયાઓ સાથે સ્વીચ મારફતે એક ગેલ્વેનોમીટર જોડેલું છે. સળિયા PQ ની લંબાઈ `15 cm` છે. ચુંબકીય ક્ષેત્ર `0.5 T` છે. તથા રચાતા બંધ પરિપથનો અવરોધ `9 mOmega` છે. તો : આકૃતિમાંની કળ K ખુલ્લી હોય તથા સળિયો PQ જમણી તરફ `12 cm/s` ના વેગથી ગતિ કરે ત્યારે તેના બે છેડાઓ વચ્ચે મળતા પ્રેરિત emf માટે ધ્રુવીયતા અને મૂલ્ય નક્કી કરો.
કળ K ખુલ્લી હોય ત્યારે સળિયા PQ ના બે છેડાઓ વચ્ચે વધારાનો વિદ્યુતભાર જમા થશે ખરો ? કળ K બંધ હોય તો શું થાય ?
કળ K ખુલ્લી હોય અને સળિયો PQ નિયમિત ગતિ કરતો હોય ત્યારે તેમાંના મુક્ત ઇલેક્ટ્રોન્સ, પર ચુંબકીય બળ લાગતુ હોવા છતા તેમના પર શા માટે કોઈ પરિણામી બળ લાગતુ નથી ?
કળ K બંધ હોય ત્યારે સળિયા PQ પર લાગતુ ગતિ અવરોધક બળ શોધો.
કળ K બંધ હોય ત્યારે સળિયા PQ ને `12 cm/s` જેટલા અચળ વેગથી ગતિ આપવા માટે કેટલા પાવરની જરૂર પડશે ?
પરિપથ બંધ હોય ત્યારે ઉષ્મા સ્વરૂપે વિખેરણ પામતો પાવર શોધો. આ પાવરનું ઉદ્દગમ જણાવો.
ચુંબકીયક્ષેત્ર લંબરૂપે હોવાને બદલે પાટાઓને સમાંતર હોય તો ગતિમાન સળિયામાં પ્રેરિત emf કેટલું થશે?
જેમાં ગર્ભ તરીકે હવા હોય તેવા એક સોલેનોઈડની લંબાઈ `30 cm` આડછેદનું ક્ષેત્રફળ `25 cm^2` અને આંટાની સંખ્યા 500 છે. તેના વાઈન્ડીંગમાંથી પસાર થતો `2.5 A` પ્રવાહ, `10^-3 s` જેટલા સૂક્ષ્મ સમયગાળામાં બંધ કરી દેવામાં આવે તો તેમાંની સ્વિચના બે છેડાઓ વચ્ચે ઉદ્દભવતા પ્રતિકારક emf (back emf અથવા આત્મપ્રેરિત વિ.ચા.બ) નું મૂલ્ય શોધો. આ સોલેનોઈડના છેડાઓ આગળનું ચુંબકીય ક્ષેત્ર અવગણો.
આકૃતિ 6.21માં બતાવ્યા પ્રમાણે એક લાંબા સુરેખ તાર અને a બાજુવાળા એક ચોરસ
ગાળા વચ્ચેના અન્યોન્ય-પ્રેરકત્વ માટેનું સૂત્ર મેળવો.
હવે, આકૃતિમાં જો `I = 50 A`, `v = 10 m/s`, `a = 0.1 m` હોય તો જે ક્ષણે `x = 0.2 m` હોય તે ક્ષણે લૂપમાં ઉદભવતુ પ્રેરિત emf શોધો. (લૂપનો અવરોધ ખૂબ મોટો ધારો)
એકમ લંબાઈ દીઠ `lambda` જેટલો રેખીય વિદ્યુતભાર, M દ્રવ્યમાન અને R ત્રિજ્યાના વહીલની ધાર (રીમ) પર એકસરખી રીતે મૂકવામાં આવેલ છે. આ વ્હીલમાં હલકા અવાહક આરાઓ (Spokes) છે અને તે તેની અક્ષને અનુલક્ષીને ઘર્ષણ વિના ભ્રમણ કરવા મુક્ત છે. એક સમાન ચુંબકીયક્ષેત્ર એ ધારની અંદર વર્તુળાકાર વિભાગમાં વિસ્તરેલ છે. જેને
`B = -Bok^circ` (`r lt a, a lt R`)
= 0.
(અન્યથા) દ્વારા આપવામાં આવે છે.
આ ક્ષેત્ર અચાનક બંધ કર્યા પછી વ્હીલનો કોણીય વેગ શું હશે?
Exercise questions and complete solutions for chapter વિદ્યુતચુંબકીય પ્રેરણ of NCERT Physics(Gujarati) of Class 12