Complete Solutions to Example of chapter વિદ્યુતચુંબકીય પ્રેરણ of Class 12 book with complete answers and questions

Class 12PHYSICS
Chapterવિદ્યુતચુંબકીય પ્રેરણ
NCERTExample
Number Of Questions14
Academic Year2023-24
  1. પ્રયોગ 6.2ને ધ્યાન પર લો. (a) ગેલ્વેનોમીટરમાં મોટું કોણાવર્તન મેળવવા માટે તમે શું કરશો ?


    View Solution
  2. પ્રયોગ 6.2ને ધ્યાન પર લો. (b) ગૅલ્વેનોમીટરની ગેરહાજરીમાં તમે પ્રેરિત વિદ્યુતપ્રવાહની હાજરીને કેવી રીતે દર્શાવશો?


    View Solution
  3. પૂર્વ પશ્ચિમ દિશામાંથી પસાર થતા એક શિરોલંબ સમતલમાં `0.5 Omega` અવરોધવાળી `10 cm` જેટલી બાજુની લંબાઈ ધરાવતી એક ચોરસ વાહક લૂપ મૂકેલી છે. આ સ્થાને `0.1 T` જેટલું ચુંબકીય ક્ષેત્ર સમક્ષિતિજ સમતલમાં ઉત્તર પૂર્વ દિશામાં (ઈશાન દિશામાં) લગાડેલ છે. હવે આ ચુંબકીય ક્ષેત્રને `0.7 ` સેકન્ડમાં અચળ દરથી ઘટાડીને શૂન્ય કરવામાં આવે ત્યારે આ લૂપમાં મળતા પ્રેરિત emf તથા પ્રેરિત પ્રવાહ શોધો.


    View Solution
  4. `10 cm` ત્રિજ્યા,500 આંટાઓ અને `2 Omega` અવરોધ ધરાવતી એક વર્તુળાકાર કોઈલનું સમતલ, `3 xx 10^-5 T` જેટલા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને લંબરૂપે મૂકેલ છે. હવે, આ કોઈલને `0.25 s` માં તેના શિરોલંબ વ્યાસમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને `180^circ` નું ભ્રમણ આપવામાં આવે ત્યારે કોઈલમાં મળતા પ્રેરિત emf અને પ્રેરિત પ્રવાહ શોધો.


    View Solution
  5. આકૃતિ 6.7માં જુદા જુદા આકારના સમતલ ગાળાઓ દર્શાવેલ છે, જે લૂપના સમતલને લંબ અને વાંચકથી દૂર તરફની દિશામાંના ચુંબકીયક્ષેત્રમાંથી બહારની તરફ કે અંદરની તરફ ગતિ કરે છે. લેન્ડના નિયમનો ઉપયોગ કરીને દરેક ગાળામાં પ્રેરિત વિદ્યુતપ્રવાહની દિશા નિર્ધારિત કરો.


    View Solution
  6. જડિત રાખેલ બે કાયમી ચુંબકના ઉત્તર અને દક્ષિણધ્રુવો વચ્ચેના ચુંબકીય ક્ષેત્રમાં એક બંધ ગાળાને સ્થિર રાખેલ છે. શું આપણે ખૂબ જ શક્તિશાળી ચુંબકનો ઉપયોગ કરીને આ ગાળામાં વિદ્યુતપ્રવાહ ઉત્પન્ન કરવાની આશા રાખી શકીએ?


    View Solution
  7. એક બંધ ગાળો એક મોટા કેપેસીટરની તક્તીઓ (Plates) વચ્ચે અચળ વિદ્યુતક્ષેત્રને લંબ ગતિ કરે છે. શું આ ગાળામાં (i) જ્યારે તે સંપૂર્ણ રીતે કેપેસીટર પ્લેટ્સની વચ્ચે હોય કે (ii) જ્યારે તે આંશિક રીતે કેપેસીટરની તકતીની બહાર હોય ત્યારે વિદ્યુતપ્રવાહ પ્રેરિત થશે? આ વિદ્યુતક્ષેત્ર ગાળાના સમતલને લંબ છે.


    View Solution
  8. એક લંબચોરસ ગાળો અને એક વર્તુળાકાર ગાળો એક સમાન ચુંબકીયક્ષેત્રવાળા વિસ્તારમાંથી બહારની તરફ એક ક્ષેત્ર-મુક્ત વિસ્તાર તરફ અચળ વેગ v સાથે ગતિ કરે છે (આકૃતિ 6.8). ક્ષેત્ર પ્રદેશથી બહારની તરફના માર્ગમાં કયા ગાળામાં તમે અપેક્ષા કરી શકો કે પ્રેરિત emf અચળ રહેશે ? આ વિધુતક્ષેત્ર ગાળાના સમતલને લબ છે.


    View Solution
  9. આકૃતિ 6.9 દ્વારા વર્ણવેલ પરિસ્થિતિમાં કેપેસીટરની ધ્રુવવ (Polarity-ધન કે ઋણ)નું અનુમાન કરો.


    View Solution
  10. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે `1 m` ત્રિજ્યાની વર્તુળાકાર વાહક રીંગના સમતલને લંબરૂપે `1 T` જેટલું ચુંબકીય ક્ષેત્ર લગાડેલું છે. આ રીંગના સમતલમાં `1 m` લંબાઈનો એક વાહક સળિયો, તેનો એક છેડો રીંગના કેન્દ્ર પર સ્થિર રહે અને બીજો છેડો રીંગના પરિઘ સાથે સંપર્કમાં રહે તે રીતે 50 ભ્રમણ/સેકન્ડની અચળ કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. તો આ સળિયાના બે છેડાઓ વચ્ચે (અથવા રીંગના કેન્દ્ર અને પરિઘ વચ્ચે) મળતું પ્રેરિત emf શોધો.


    View Solution
  11. `0.2 m` ના લંબાઈના ધાતુના 10 આરા (સ્પોક) ધરાવતું એક ચક્ર એક સ્થળ પર પૃથ્વીના ચુંબકીયક્ષેત્રના સમક્ષિતિજ ઘટક `H_(E)` ને લંબ એવા એક સમતલમાં `120 rev//min` ઝડપે ફરે છે. જો આ સ્થાન પર `H_(E) = 0.4 G`, તો ધરી (એક્સલ) અને વ્હીલના રિમ વચ્ચે પ્રેરિત `emf` શું હશે? નોંધો કે `1 G = 10^(-4) T.`


    View Solution
  12. એક જ સમતલમાં ગોઠવેલી (એક સમતલસ્થ), `r_1` અને `r_2` જેટલી ત્રિજ્યાઓવાળી બે વર્તુળાકાર કોઈલ્સથી બનતા તંત્ર માટે અન્યોન્ય પ્રેરકત્વ (અન્યોન્ય પ્રેરણ અંક) નક્કી કરો. (અત્રે બંને કોઈલ્સ, સમકેન્દ્રીય છે તથા `r_1 <<<< r_2` છે.) (અત્રે બંને કોઈલમાં આંટાની સંખ્યા આપી નથી તેથી બંને કોઈલમાં આંટાની સંખ્યા `N =1` લેતા અત્રે કોઈલને બદલે લૂપ વિચારી શકાય.)


    View Solution
  13. વિદ્યુતપ્રવાહધારિત સોલેનોઈડની અંદર (અથવા ઇન્ડકટરની અંદર) સંગ્રહ પામતી ચુંબકીય સ્થિતિઊર્જાના સૂત્ર `U_B = 1/2 LI^2` પરથી આ સૂત્ર, ચુંબકીય ક્ષેત્ર B, આડછેદના ક્ષેત્રફળ A અને લંબાઈ l ના પદમાં મેળવો.


    View Solution
  14. આ ચુંબકીય ઊર્જાને કેપેસીટરમાં સંગ્રહિત સ્થિત વિદ્યુત (Electrostatic) ઊર્જાની સાથે કેવી રીતે સરખાવી શકાય છે?


    View Solution

Example questions and complete solutions for chapter વિદ્યુતચુંબકીય પ્રેરણ of NCERT Physics(Gujarati) of Class 12

All Exercises from NCERT Class 12 PHYSICS વિદ્યુતચુંબકીય પ્રેરણ