Class 12 | PHYSICS |
Chapter | કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો (RAY OPTICS AND OPTICAL INSTRUMENTS) |
VIRAJ PUBLICATION | Example |
Number Of Questions | 76 |
Academic Year | 2023-24 |
અંતર્ગોળ અરીસાની નીચેની અડધી સપાટી પર અપરાવર્તક દ્રવ્યનું સ્તર લગાડવામાં આવે તો તેની અક્ષ પર અરીસાની સામે મૂકેલી વસ્તુના પ્રતિબિંબ પર શું અસર થાય ?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક અંતર્ગોળ અરીસાની અક્ષ પર એક મોબાઇલ ફોન મુકેલો છે. તેનું પ્રતિબિંબ આકૃતિમાં દર્શાવો. અત્રે વસ્તુના (મોબાઇલના) જુદા જુદા ભાગોની મોટવણી એક સમાન કેમ મળતી નથી તે સમજાવો. શું પ્રતિબિંબની મોટવણી, અરીસાની સાપેક્ષે વસ્તુના સ્થાન પર આધાર રાખે છે ?
`15 cm` વક્રતાત્રિજ્યા ધરાવતા એક અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને અરીસાથી `10 cm` દૂર મૂકવામાં આવે ત્યારે રચાતા પ્રતિબિંબના સ્થાન, પ્રકાર અને મોટવણી શોધો.
`15 cm` વક્રતાત્રિજ્યા ધરાવતા એક અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને અરીસાથી `5 cm` દૂર મૂકવામાં આવે ત્યારે રચાતા પ્રતિબિંબના સ્થાન, પ્રકાર અને મોટવણી શોધો.
ધારો કે તમે પાર્ક કરેલી કારમાં બેઠા છો અને `R = 2 m` જેટલી વક્રતાત્રિજ્યા ધરાવતા side view mirror માં એક વ્યક્તિને કાર તરફ દોડતી આવતી નિહાળો છો. આ વ્યક્તિનો કાર તરફની ગતિમાં વેગ `5 ms^-1` જેટલો અચળ છે. જયારે આ વ્યક્તિ, કારથી (અથવા અરીસાથી) `39 m` જેટલા અંતરે આવે તે ક્ષણ પછીના 1 સેકન્ડ સુધીના સમયના ગાળાઓમાં અરીસામાં જોવા મળતી પ્રતિબિંબની સરેરશ ઝડપો શોધો.
ધારો કે તમે પાર્ક કરેલી કારમાં બેઠા છો અને `R = 2 m` જેટલી વક્રતાત્રિજ્યા ધરાવતા side view mirror માં એક વ્યક્તિને કાર તરફ દોડતી આવતી નિહાળો છો. આ વ્યક્તિનો કાર તરફની ગતિમાં વેગ `5 ms^-1` જેટલો અચળ છે. જયારે આ વ્યક્તિ, કારથી (અથવા અરીસાથી) `29 m` જેટલા અંતરે આવે તે ક્ષણ પછીના 1 સેકન્ડ સુધીના સમયના ગાળાઓમાં અરીસામાં જોવા મળતી પ્રતિબિંબની સરેરશ ઝડપો શોધો.
ધારો કે તમે પાર્ક કરેલી કારમાં બેઠા છો અને `R = 2 m` જેટલી વક્રતાત્રિજ્યા ધરાવતા side view mirror માં એક વ્યક્તિને કાર તરફ દોડતી આવતી નિહાળો છો. આ વ્યક્તિનો કાર તરફની ગતિમાં વેગ `5 ms^-1` જેટલો અચળ છે. જયારે આ વ્યક્તિ, કારથી (અથવા અરીસાથી) `19 m` જેટલા અંતરે આવે તે ક્ષણ પછીના 1 સેકન્ડ સુધીના સમયના ગાળાઓમાં અરીસામાં જોવા મળતી પ્રતિબિંબની સરેરશ ઝડપો શોધો.
ધારો કે તમે પાર્ક કરેલી કારમાં બેઠા છો અને `R = 2 m` જેટલી વક્રતાત્રિજ્યા ધરાવતા side view mirror માં એક વ્યક્તિને કાર તરફ દોડતી આવતી નિહાળો છો. આ વ્યક્તિનો કાર તરફની ગતિમાં વેગ `5 ms^-1` જેટલો અચળ છે. જયારે આ વ્યક્તિ, કારથી (અથવા અરીસાથી) `9 m` જેટલા અંતરે આવે તે ક્ષણ પછીના 1 સેકન્ડ સુધીના સમયના ગાળાઓમાં અરીસામાં જોવા મળતી પ્રતિબિંબની સરેરશ ઝડપો શોધો.
પોતાની ધરીને અનુલક્ષીને એક ભ્રમણ પૂરું કરવા માટે પૃથ્વીને 24 કલાક (h) લાગે છે. તો પૃથ્વી પરથી સૂર્યને જોતા તેની `1^circ` જેટલી શિફ્ટ માટે તેને કેટલો સમય લાગશે ?
`20 cm` વક્રતાત્રિજ્યા અને `1.5` વક્રીભવનાંકવાળી કાચની બહિર્ગોળ સપાટીની મુખ્ય અક્ષ પર તેના ધ્રુવથી `100 cm` અંતરે હવામાં પ્રકાશનું બિંદુવત્ત ઉદ્દગમ મૂકવામાં આવે ત્યારે તેનું પ્રતિબિંબ ક્યાં રચાશે ?
એક જાદુગર તેના એક પ્રોગામમાં 1.47 વક્રીભવનાંકવાળા કાચના લેન્સને એક પ્રવાહીમાં ડૂબાડે છે ત્યારે તે લેન્સ અદ્રશ્ય થઈ જાય છે. તો આ પ્રવાહીનો વક્રીભવનાંક કેટલો હશે ? શું આ પ્રવાહી પાણી હોઈ શકે ?
કાચના એક લેન્સની કેન્દ્રલંબાઈ `0.5 m` છે. તો તેનો પાવર શોધો.
એક બહિર્ગોળ લેન્સની બે સપાટીઓની વક્રતાત્રિજ્યાઓ `10 cm` અને `15 cm` છે. જો તેની હવામાં કેન્દ્રલંબાઈ `12 cm` હોય તો આ લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક શોધો.
`1.5` વક્રીભવનાંકવાળા એક બહિર્ગોળ લેન્સની હવામાં કેન્દ્રલંબાઈ `20 cm` છે તો તેની `1.33` વક્રીભવનાંકવાળા પાણીમાં કેન્દ્રલંબાઈ કેટલી થાય ?
ઉપરોક્ત ગોઠવણ વડે વસ્તુ O ના પ્રતિબિંબનું સ્થાન નક્કી કરો.
એક વ્યક્તિની આંખ માટે નજીકતમ સ્પષ્ટ દ્રશ્ય અંતર (least distance of distinct vision) `50 cm` છે. તો તેણે વાંચવા માટે કેટલી કેન્દ્રલંબાઈવાળા લેન્સનો ઉપયોગ કરવો જોઈએ ?
લઘુદ્રષ્ટિ (myopla) ધરાવતી એક વ્યક્તિનું દૂર બિંદુ (far point) `80 cm` છે. કેટલા પાવરવાળા લેન્સની મદદથી તે ખૂબ જ દૂરની વસ્તુને પણ જોઈ શકશે ?
ગુરુદ્રષ્ટિ (hypermetropia) ધરાવતી એક વ્યક્તિનું નજીક બિંદુ (near Piont) `75 cm` છે. તો `25 cm` અંતરે રહેલી ચોપડીને વાંચવા માટે તેણે કેટલા પાવરવાળ લેન્સનો ઉપયોગ કરવો જોઈએ ?
`36 cm` વક્રતા ત્રિજ્યાવાળા અંતર્ગોળ અરીસાની સામે તેનાથી `27 cm` અંતરે મૂકેલી `2.5 cm` ઊંચાઈની મીણબત્તીનું તીક્ષ્ણ પ્રતિબિંબ ઝીલવા માટે પડદાને અરીસાથી કેટલા અંતરે મૂકવો પડશે ? આ મીણબત્તીને અરીસાથી ક્રમશઃ નજીક ખસેડવામાં આવે ત્યારે પડદાને કઈ તરફ ખસેડવો પડશે ?
`15 cm` કેન્દ્રલંબાઈવાળા બહિર્ગોળ અરીસાથી `12 cm` અંતરે મૂકેલી `4.5cm` ઊંચાઈની મીણબત્તીના પ્રતિબિંબનું સ્થાન અને તેની મોટવણી શોધો. આ સ્થાનેથી મીણબત્તીને ક્રમશઃ અરીસાથી દૂર લઇ જવામાં આવે ત્યારે શું થશે ?
એક ટાંકીમાં `12.5 cm` ઊંચાઈ સુધી પાણી ભરેલું છે. આ ટાંકીના તળિયે આવેલી સોયની આભાસી ઊંડાઈ, માઈક્રોસ્કોપથી માપતા `9.4 cm` માલૂમ પડે છે. તો આ અવલોકન પરથી પાણીનો વક્રીભવનાંક શોધો. હવે આ ટાંકીમાં પાણીના બદલે 1.63 વક્રીભવનાંકવાળું પ્રવાહી, અગાઉના જેટલી જ ઊંચાઈ સુધી ભરવામાં આવે ત્યારે ટાંકીના તળિયે આવેલી સોયનું નવું આભાસી સ્થાન નક્કી કરવા માટે માઈક્રોસ્કોપને કેટલા અંતરે ખસેડવું પડશે ?
આકૃતિમાં(a) માં હવામાંથી કાચમાં જતું કિરણ દર્શાવેલું છે જયારે આકૃતિ (b) માં હવામાંથી પાણીમાં જતું કિરણ દર્શાવેલું છે. તો આકૃતિ ( c) માં દર્શાવેલા પાણીમાંથી કાચમાં જતા કિરણ માટે વક્રીભૂતકોણ શોધો.
એક ટાંકીમાં `80 cm` ઊંચાઈ સુધી પાણી ભરેલું છે તળિયાના મધ્યકેન્દ્ર પર પ્રકાશનો બલ્બ મુકેલો છે. પાણીના સપાટી પરના કેટલા ક્ષેત્રફળવાળા વિસ્તારમાંથી બલ્બમાંથી ઉત્સર્જાયેલા પ્રકાશ પાણીની સપાટીમાંથી બહાર આવી શકશે ? (પાણીનો વક્રીભવનાંક `1.33` લો તથા બલ્બને પ્રકાશના બિંદુવત્ત ઉદ્દગમ તરીકે લો.)
`60^circ` જેટલો વક્રીભવનાંક કોણ (અથવા પ્રિઝમકોણ) તથા `40^circ` જેટલો લધુત્તમ વિચલનકોણ ધરાવતા કાચના બનેલા પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક શોધો. આ પ્રિઝમને 1.33 વક્રીભવનાંકવાળા પાણીમાં રાખવામાં આવે તો તેના માટે નવો લધુત્તમ વિચલનકોણ કેટલો બનશે ?
`1.55` જેટલા વક્રીભવનાંકવાળા કાચમાંથી `20 cm` જેટલી કેન્દ્રલંબાઈવાળો દ્વિ-બહિર્ગોળ લેન્સ બનાવવા માટે તેની બંને વક્ર સપાટીઓની સમાન વક્રતા ત્રિજ્યા કેટલી રાખવી પડશે ?
પ્રકાશનું એક અભિસારી કિરણપૂંજ P બિંદુએ કેન્દ્રીત થાય છે. હવે આ કિરણોના માર્ગમાં બિંદુ P થી `12 cm` અંતરે જો `20 cm` કેન્દ્રલંબાઈવાળો બહિર્ગોળ લેન્સ મૂકવામાં આવે તો હવે આ કિરણપૂંજ ક્યા સ્થાને કેન્દ્રીત થશે ?
પ્રકાશનું એક અભિસારી કિરણપૂંજ P બિંદુએ કેન્દ્રીત થાય છે. હવે આ કિરણોના માર્ગમાં બિંદુ P થી `12 cm` અંતરે જો `16 cm` કેન્દ્રલંબાઈવાળો અંતર્ગોળ લેન્સ મૂકવામાં આવે તો હવે આ કિરણપૂંજ ક્યા સ્થાને કેન્દ્રીત થશે ?
`21 cm` કેન્દ્રલંબાઈવાળા અંતર્ગોળ લેન્સની સામે `14 cm` ના અંતરે `૩ cm` ઊંચાઈની એક વસ્તુ મૂકેલી છે. અત્રે મળતા પ્રતિબિંબનું વર્ણન કરો. જો વસ્તુને લેન્સથી દૂર લઇ જવામાં આવે તો શું થાય ?
`30 cm` કેન્દ્રલંબાઈ ધરાવતા એક બહિર્ગોળ લેન્સને, `20 cm` કેન્દ્રલંબાઈના અંતર્ગોળ લેન્સ સાથે સંપર્કમાં રાખવામાં આવે ત્યારે આ સંયોજનની સમતુલ્ય કેન્દ્રલંબાઈ શોધો. તેનો પ્રકાર જણાવો. (એટલે કે તે બહિર્ગોળ (અભિસારી) કે અંતર્ગોળ (અપસારી) લેન્સ તરીકે વર્તશે તે જણાવો.) (લેન્સની જાડાઈ અવગણો)
એક સંયુક્ત માઈક્રોસ્કોપમાં `2 cm` કેન્દ્રલંબાઈવાળો ઓબ્જેક્ટિવ અને `6.25 cm` કેન્દ્રલંબાઈવાળો આઈપીસ, `15 cm` ના અંતરે આવેલા છે. તો અંતિમ પ્રતિબિંબ નજીક્તમ સ્પષ્ટ દ્રશ્ય અંતર (25 cm) આગળ : માઈક્રોસ્કોપની વિવર્ધન શક્તિ શોધો.
એક સંયુક્ત માઈક્રોસ્કોપમાં `2 cm` કેન્દ્રલંબાઈવાળો ઓબ્જેક્ટિવ અને `6.25 cm` કેન્દ્રલંબાઈવાળો આઈપીસ, `15 cm` ના અંતરે આવેલા છે. તો અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે રચાય તે માટે વસ્તુને ઓબ્જેક્ટિવથી કેટલા અંતરે મૂકવી પડશે ? : માઈક્રોસ્કોપની વિવર્ધન શક્તિ શોધો.
`25 cm` જેટલું સામાન્ય નજીકબિંદુ ધરાવતી એક વ્યક્તિ, `8 mm` કેન્દ્રલંબાઈવાળો ઓબ્જેક્ટિવ અને `2.5 cm` કેન્દ્રલંબાઈનો આઈપીસ ધરાવતા સયુંકત માઈક્રોસ્કોપ વડે, ઓબ્જેક્ટિવથી `9 mm` દૂર રાખેલી વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ મેળવે છે (એટલે કે અંતિમ પ્રતિબિંબ, આઈપીસથી `v_e = D = 25 cm` અંતરે મેળવે છે.) તો બંને લેન્સીઝ વચ્ચેનું અંતર શોધો. તથા માઈક્રોસ્કોપની મોટવશક્તિ (મેગ્નીફાઈગ પાવર અથવા વિવર્ધનશક્તિ) શોધો.
એક નાના ટેલિસ્કોપના ઑબ્જેક્ટિવની કેન્દ્રલંબાઈ `144 cm` અને આઈપીસની કેન્દ્રલંબાઈ `6.0 cm` છે. ટેલિસ્કોપની મોટવશક્તિ તથા ઑબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર શોધો.
(a) એક વેદ્યશાળામાં આવેલ વિશાળ વક્રીકારક ટેલિસ્કોપમાં ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્રલંબાઈ `15 m` અને આઈપીસની કેનદ્રલંબાઈ `1 cm` છે, તો કોણીય મોટવણી શોધો. (b) આ ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ વડે મળતાં ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ કેટલો હશે? ચંદ્રનો વ્યાસ `3.48 times 10^(6) m` અને ચંદ્રની કક્ષાની ત્રિજ્યા `3.8 times 10^(8) m` છે.
વેધશાળામાંના એક વિશાળ વક્રીભવનકારક ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ અને આઈપીસની કેન્દ્રલંબાઈઓ અનુક્રમે `15 cm` અને `1 cm` હોય તો જો આ ટેલિસ્કોપ વડે `3.8 xx 10^8 m` જેટલી ત્રિજ્યાવાળી કક્ષામાં પરિભ્રમણ કરતા `3.48 xx 10^6 m` જેટલા વ્યાસવાળા ચંદ્રનું અવલોકન કરવામાં આવે તો તે ટેલિસ્કોપ વડે રચાતા ચંદ્રના પ્રતિબિંબનો વ્યાસ શોધો.
અરીસાના સુત્રનો ઉપયોગ કરી દર્શાવો કે f કેન્દ્રલંબાઈવાળા અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને f અને 2 f ની વચ્ચે મૂકવામાં આવે ત્યારે વસ્તુનું પ્રતિબિંબ, અરીસાની સામે 2 f થી દૂર મળે છે.
અરીસાનાં સૂત્રો ઉપયોગ કરીને સાબિત કરો કે :
(a) અંતર્ગોળ અરીસાના f અને `2f` ની વચ્ચે વસ્તુને મુકવામાં આવે તો વસ્તુનું સાચું પ્રતિબિંબ `2f` થી દૂર મળે.
(b) બહિર્ગોળ અરીસો હંમેશાં વસ્તુનાં સ્થાનથી સ્વતંત્ર એવું આભાસી પ્રતિબિંબ જ આપે છે.
(c) બહિર્ગોળ અરિસા વડે મળતું પ્રતિબિંબ હંમેશાં કદમાં નાનું અને અરીસામાં ધ્રુવ તેમજ મુખ્ય કેન્દ્રની વચ્ચે જ હોય છે.
અરીસાના સૂત્રની મદદથી દર્શાવો કે બહિર્ગોળ અરીસા વડે મળતું આભાસી પ્રતિબિંબ હંમેશા વસ્તુ કરતા નાનું હોય છે અને તેનું સ્થાન, બહિર્ગોળ અરીસાના (આભાસી) મુખ્યકેન્દ્ર અને ધ્રુવની વચ્ચે હોય છે.
અરીસાના સૂત્રની મદદથી દર્શાવો કે જયારે અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને મુખ્યકેન્દ્ર અને ધ્રુવની વચ્ચે મૂકવામાં આવે ત્યારે તેનું પ્રતિબિંબ આભાસી અને વિવર્ધિત (વસ્તુ કરતા મોટું) મળે છે.
એક ટેબલની સપાટી પર જડિત કરેલી એક નાની પીનને તેની ઉપર `50 cm` અંતરેથી જોવામાં આવે છે. હવે તેના પર `15 cm` જાડાઈનો કાચનો એક સ્લેબ, ટેબલની સપાટીને સમાંતર મૂકી ઉપરથી જોતા, પીન કેટલી ઊંચે આવેલી જણાશે ? (અથવા પીનનું ઊર્ધ્વદિશામાંનું આભાસી સ્થાનાંતર શોધો.) કાચનો વક્રીભવનાંક 1.5 છે. શું પ્રસ્તુત જવાબ સ્લેબના સ્થાન પર આધાર રાખશે ?
આકૃતિમાં દર્શાવેલા કાચના પ્રકાશીય તંતુ (Glass optical fibre કાચની પ્રકાશનલિકા) માટે તેના ગર્ભ (core) ના દ્રવ્યનો વક્રીભવનાંક 1.68 છે તથા તેના બાહ્ય આવરણનો વક્રીભવનાંક 1.44 છે તો તેની અક્ષ પર આપાત કરેલા પ્રકાશના કિરણના આપાતકોણ i ના મૂલ્યના કેટલા વિસ્તાર સુધી પ્રકાશનું કિરણ વખતોવખત પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવીને બીજા છેડેથી બહાર આવી શકશે ?
સમતલ અરીસો અને બહિર્ગોળ અરીસા દ્વારા આપણને સામાન્યતઃ આભાસી પ્રતિબિંબ મળે છે. શું અમુક પરિસ્થિતિમાં આપણને તેમના વડે સાચા પ્રતિબિંબો મળે ખરા ? સમજાવો.
આપણે હંમેશા એવું કહીએ છીએ કે આભાસી પ્રતિબિંબને પડદા પર ઝીલી શકાતું નથી. છતા આપણે આભાસી પ્રતિબિંબને જોઈએ છીએ ત્યારે તે આંખના પડદા (રેટીના) પર તો ઝીલાતુ જ હોય છે. તો શું અહિંયા કોઈક વિરોધાભાસ છે ?
તળાવમાં પાણીની અંદર રહીને કોઈ તરવૈયો ત્રાંસી નજરે, તળાવની બહાર કિનારે ઊભેલા માછીમારને જુએ ત્યારે તેને તે માછીમાર તે ખરેખર છે તેના કરતા ઊંચો દેખાશે કે નીચો દેખાશે ?
પાણીની ટાંકીમાં બહારથી ત્રાંસી નજરે જોતા તેના તળિયાની આભાસી ઊંડાઈ બદલાય ખરી ? વધુ ત્રાંસી નજરે જોવાથી તળિયાની આભાસી ઊંડાઈ વધશે કે ઘટશે ?
હીરાનો વક્રીભવનાંક સામાન્ય કાચના વક્રીભવનાંક કરતા ઘણો મોટો હોય છે. શું હીરાને પહેલ પાડનાર કારીગરને આ બાબત કોઈ રીતે ઉપયોગી ખરી ?
ઓરડાની અંદર એક દીવાલ પર આવેલા પ્રકાશના નાના બલ્બનું, મોટા બહિર્ગોળ લેન્સ વડે, ઓરડાની અંદર, `3 m` દૂર આવેલી સામેની દીવાલ પર પ્રતિબિંબ મેળવવા માટે તેની વધુમાં વધુ કેન્દ્રલંબાઈ કેટલી રાખી શકાય ?
એક વસ્તુની સામે તેનાથી `90 cm` અંતરે એક પડદો રાખેલો છે. આ વસ્તુનું આ પડદા પર વાસ્તવિક પ્રતિબિંબ, એક બહિર્ગોળ લેન્સની મદદથી તેના `20 cm` અંતરે રહેલા બે સ્થાનો માટે મેળવી શકાતુ હોય તો આ લેન્સની કેન્દ્રલંબાઈ શોધો.
`30 cm` કેન્દ્રલંબાઈવાળા બહિર્ગોળ લેન્સ અને `20 cm` કેન્દ્રલંબાઈવાળા અંતર્ગોળ લેન્સને તેમની સામાન્ય મુખ્ય અક્ષ પર એકબીજાથી `8 cm` અંતરે રાખેલા છે. તો આ સંયોજનની "અસરકારક કેન્દ્રલંબાઈ" શોધો. શું આ અસરકારક કેન્દ્રલંબાઈ, પ્રસ્તુત સંયોજન પર, સમાંતર કિરણપૂંજ કઈ તરફથી આપાત કરવામાં આવે છે તેના પર આધાર રાખશે ? શું અસરકારક કેન્દ્રલંબાઈનો ખ્યાલ, કોઈ રીતે ઉપયોગી છે ખરો ?
ઉપરોક્ત ગોઠવણમાં હવે `1.5 cm` ઊંચાઈની એક વસ્તુને બહિર્ગોળ લેન્સની સામે તેનાથી `40 cm` અંતરે, મુખ્ય અક્ષ પર મૂકવામાં આવે છે. તો પ્રસ્તુત તંત્ર વડે મળતું મેગ્નીફિકેશન શોધો. તથા પ્રતિબિંબની ઊંચાઈ શોધો.
`1.524` વક્રીભવનાંકવાળા સમબાજુ પ્રિઝમ (વક્રીભવનકારક કોણ = `60^circ`) ની એક સપાટી પર પ્રકાશના કિરણને કેટલા કોણથી આપાત કરવાથી તે just પૂર્ણ આંતરિક પરાવર્તન અનુભવે ? (એટલે કે તે બીજી સપાટીને સમાંતરે પ્રસરે)
લધુદ્રષ્ટિ ધરાવતી એક વ્યક્તિ દૂરની વસ્તુઓને જોવા માટે `-1.0 D` પાવરવાળા ચશ્મા વાપરે છે. સમય જતા તે વ્યક્તિ વૃદ્ધ બને ત્યારે તેને વાંચવા માટે `+2.0 D` પાવરવાળા ચશ્માની જરૂર પડે છે. તો સમજાવો કે તેની આંખમાં આ દરમિયાન શું મુશ્કેલી થઈ હશે ?
એક વ્યક્તિ, જેના પર ઊભી અને આડી લાઈન્સ પ્રિન્ટ કરેલી હોય તેવું ટી-શર્ટ પહરેલી બીજી વ્યક્તિને જુએ છે ત્યારે તેને આડી લાઈન્સ કરતા ઊભી લાઈન્સ વધારે સ્પષ્ટ દેખાય છે. દ્રષ્ટિની કઈ ખામીને કારણે આવું થાય છે ? આ ખામી કઈ રીતે નિવારી શકાય ?
જેનું Near Piont `25 cm` હોય તેવી એક વ્યક્તિ, કોઈ ચોપડીના ઝીણા અક્ષરોને વાંચવા માટે `5 cm` કેન્દ્રલંબાઈવાળા પાતળા બહિર્ગોળ લેન્સવાળા Magnifying glass (બિલોરી કાચ !) નો ઉપયોગ કરે છે. તો આ કાચનો ઉપયોગ કરીને તે વ્યક્તિ, આ ચોપડીને કેટલા લધુત્તમ તથા કેટલા મહત્તમ અંતરેથી વાંચી શકશે ?
જેનું Near Piont `25 cm` હોય તેવી એક વ્યક્તિ, કોઈ ચોપડીના ઝીણા અક્ષરોને વાંચવા માટે `5 cm` કેન્દ્રલંબાઈવાળા પાતળા બહિર્ગોળ લેન્સવાળા Magnifying glass (બિલોરી કાચ !) નો ઉપયોગ કરે છે. તો આ સાદા માઈક્રોસ્કોપ વડે મળતા મહત્તમ અને લધુત્તમ કોણીય વિવર્ધન (અથવા વિવર્ધન શક્તિ) શોધો.
એક પતરા પરના `1 mm^2` ક્ષેત્રફળવાળા ચોરસને `9 cm` અંતરેથી આંખની નજીક રાખેલા, `10 cm` કેન્દ્રલંબાઈવાળા બહિર્ગોળ લેન્સની મદદથી (magnifying glass ની મદદથી) જોવામાં આવે છે. : લેન્સ વડે ઉદ્દભવતુ મેગનીફિકેશન શોધો.
એક પતરા પરના `1 mm^2` ક્ષેત્રફળવાળા ચોરસને `9 cm` અંતરેથી આંખની નજીક રાખેલા, `10 cm` કેન્દ્રલંબાઈવાળા બહિર્ગોળ લેન્સની મદદથી (magnifying glass ની મદદથી) જોવામાં આવે છે. : લેન્સ વડે મળતુ કોણીય વિવર્ધન (અથવા વિવર્ધન શક્તિ) શોધો.
એક પતરા પરના `1 mm^2` ક્ષેત્રફળવાળા ચોરસને `9 cm` અંતરેથી આંખની નજીક રાખેલા, `10 cm` કેન્દ્રલંબાઈવાળા બહિર્ગોળ લેન્સની મદદથી (magnifying glass ની મદદથી) જોવામાં આવે છે. : શું વિભાગ (a) માં મળતું મેગનીફિકેશન અને વિભાગ (b) માં મળતું કોણીય વિવર્ધન સમાન છે ? સમજાવો.
ઉપરોક્ત દાખલામાં આંખની નજીકના લેન્સની `1 mm^2` ક્ષેત્રફળવાળા ચોરસને કેટલા અંતરે ગોઠવવાથી મેગ્નીફાઈગ પાવર મહત્તમ મેળવી શકાય ?
વસ્તુઅંતર 50/7cm હોય અને આ કિસ્સામાં મેગ્નીફીકેશન કેટલું મળશે ?
શું આ વખતે મેગ્નિફીકેશન અને મેગ્નિફાઈગ પાવર સમાન છે ? સમજાવો.
ઉપરોક્ત દાખલામાં ચોરસના પ્રતિબિંબનું ક્ષેત્રફળ `6.25 mm^2` મળે તે માટે ચોરસ (વસ્તુ) અને મેગ્નિફાઈગ ગ્લાસ વચ્ચેનું અંતર કેટલું રાખવું જોઈએ ? શું આંખને મેગ્નિફાઈગ ગ્લાસથી તદ્દન નજીક રાખીને આ ચોરસને સ્પષ્ટ જોઈ શકાશે ?
વસ્તુ વડે આંખ આગળ બનાવવામાં આવતો ખૂણો અને વસ્તુના, મેગ્નિફાઈગ ગ્લાસ (બિલોરી કાચ !) વડે મેળવેલા આભાસી પ્રતિબિંબ વડે આંખ આગળ બનાવવામાં આવતો ખૂણો સમાન હોય છે તો પછી મેગ્નિફાઈગ ગ્લાસ વડે કોણીય વિવર્ધન કઈ રીતે મળે છે ?
મેગ્નિફાઈગ ગ્લાસની મદદથી વસ્તુને જોતી વખતે આપણે આંખને સામાન્યતઃ લેન્સથી ખૂબ નજીક રાખવામાં આવે છે. જો આંખને લેન્સથી દૂર, પાછળની તરફ ખસેડવામાં આવે તો મેગ્નિફાઈગ પાવર પર કઈ અસર પડે ખરી ?
સાદા માઈક્રોસ્કોપનો મેગ્નિફાઈગ પાવર, તેની કેન્દ્રલંબાઈના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે. તો પછી આપણે કેન્દ્રલંબાઈ ખૂબ જ ઘટાડીને પ્રતિબિંબ અત્યંત મોટું શા માટે મેળવતા નથી ?
શા માટે સયુંકત માઈક્રોસ્કોપમાં ઓબ્જેક્ટિવ અને આઈપીસની કેન્દ્રલંબાઈઓ અનિવાર્ય રીતે પ્રમાણમાં નાની રાખવામાં આવે છે ?
સંયુક્ત માઈક્રોસ્કોપમાં વસ્તુને વિવર્ધિત કરીને સ્પષ્ટ રીતે જોતી વખતે આપણે આંખને શા માટે આઈપીસથી થોડે દૂર રાખીએ છીએ ? આ વખતે આઈપીસ અને આંખ વચ્ચેનું આ નાનું અંતર કેટલું હોવું જોઈએ ?
`30 X` કોણીય વિવર્ધન ધરાવતા સયુંકત માઈક્રોસ્કોપમાં ઓબ્જેક્ટિવની કેન્દ્રલંબાઈ `1.25 cm` છે તથા આઈપીસની કેન્દ્રલંબાઈ `5 cm` છે. આ માઈક્રોસ્કોપ વડે પ્રતિબિબ, Near Piont પર રચાય તે માટે તેની ગોઠવણ કેવી કરશો ?
એક નાના ટેલિસ્કોપમાં ઓબ્જેક્ટિવ અને આઈપીસની કેન્દ્રલંબાઈ અનુક્રમે `140 cm` અને `5 cm` છે. આ ટેલિસ્કોપની સામાન્ય ગોઠવણમાં (એટલે કે અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે મળે) આ કિસ્સાઓમાં મેગ્નિફાઈગ પાવર કેટલો મળશે ?
એક નાના ટેલિસ્કોપમાં ઓબ્જેક્ટિવ અને આઈપીસની કેન્દ્રલંબાઈ અનુક્રમે `140 cm` અને `5 cm` છે. આ ટેલિસ્કોપની પ્રતિબિંબ Near Piont પર મળે તે રીતે ગોઠવતા આ કિસ્સાઓમાં મેગ્નિફાઈગ પાવર કેટલો મળશે ?
ઉપરોક્ત દાખલાના વિભાગ (a) માં ઓબ્જેક્ટિવ અને આઈપીસવચ્ચેનું અંતર શોધો.
આ ટેલિસ્કોપથી `3 km` દૂર આવેલા `100 m` ઊંચાઈવાળા ટાવરને જોવામાં આવે ત્યારે તેના ઓબ્જેક્ટિવ વડે રચાતા ટાવરના પ્રતિબિંબની ઊંચાઈ શોધો.
જો આ ટેલિસ્કોપમાં અંતિમ પ્રતિબિંબ `25 cm` અંતરે મેળવવામાં આવે તો આ અંતિમ પ્રતિબિંબની ઊંચાઈ શોધો.
એક કેસેગ્રેઇન ટેલિસ્કોપમાં `20 mm` અંતરે રહેલા બે અરીસાઓ પૈકી મોટા અને નાના અરીસાની વક્રતાત્રિજ્યાઓ અનુક્રમે `220 mm` તથા `140 mm` છે. તો તેના વડે અનંત અંતરે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ ક્યા રચાશે ?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પડદા BC ના મધ્યબિંદુ O માંથી, ગેલ્વેનોમીટરની કોઈલ સાથે જોડેલા સમતલ અરીસા DE પર પ્રકાશનું કિરણ `vecOA` આપાત કરતા તે અરીસા પરથી પરાવર્તિત થઈને પોતાનો માર્ગ ઊલટાવે છે. હવે, ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર કરતા આ સમતલ અરીસાનું `theta = 3.5^circ` જેટલું કોણીય આવર્તન થાય છે તો પડદા BC પર પરાવર્તન દ્વારા રચાતા ટપકાનું રેખીય આવર્તન `d = OB` શોધો. પડદા અને સમતલ અરીસા વચ્ચેનું અંતર `1.5 m` છે.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમક્ષિતિજ સમતલ અરીસા પર કોઈ પ્રવાહીના સમતલ અંતર્ગોળ લેન્સ પર એક, 1.5 વક્રીભવનાંકવાળો દ્વિ-બહિર્ગોળ લેન્સ મૂકેલ છે. એક સમક્ષિતિજ સોય QP ને તેની અણી લેન્સતંત્ર ની મુખ્ય અક્ષ પર રહે તે રીતે ખસેડી લેન્સથી `45 cm` અંતરે લાવતા તેનું ઉલટું પ્રતિબિંબ PQ, સોયના સ્થાને જ રચાય છે. હવે, પ્રવાહીના માધ્યમને દૂર કરી એકલો બહિર્ગોળ લેન્સ રાખતા `30 cm` અંતરે આવું બને છે. (એટલે કે વસ્તુ અને તેનું પ્રતિબિંબ એક જ સ્થાને મળે છે.) તો પ્રવાહીનો વક્રીભવનાંક શોધો.
Example questions and complete solutions for chapter કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો (RAY OPTICS AND OPTICAL INSTRUMENTS) of VIRAJ PUBLICATION of Class 12