Class 11 | CHEMISTRY |
Chapter | સંતુલન |
NCERT | Exercise |
Number Of Questions | 87 |
Academic Year | 2023-24 |
એક પ્રવાહી નિશ્ચિત તાપમાને એક સીલ કરેલ ( sealed ) પાત્રમાં તેની બાષ્પ સાથે સંતુલનમાં છે . પાત્રનું કદ એકદમ જ વધી ગયું . બાષ્પદબાણ પર આ ફેરફારની શું પ્રારંભિક અસર હશે ?
એક પ્રવાહી નિશ્ચિત તાપમાને એક સીલ કરેલ ( sealed ) પાત્રમાં તેની બાષ્પ સાથે સંતુલનમાં છે . પાત્રનું કદ એકદમ જ વધી ગયું . બાષ્પીભવન અને સંઘનનના દર પ્રારંભિક રીતે બદલાશે ?
એક પ્રવાહી નિશ્ચિત તાપમાને એક સીલ કરેલ ( sealed ) પાત્રમાં તેની બાષ્પ સાથે સંતુલનમાં છે . પાત્રનું કદ એકદમ જ વધી ગયું . જો અંતે સંતુલન પુનઃસ્થાપિત થાય તો અંતિમ બાષ્પદબાણ કેટલું હશે ?
નીચેના સંતુલન માટે `K_c` નું મૂલ્ય કેટલું થશે , જ્યારે દરેક પદાર્થની સંતુલન સાંદ્રતા નીચે પ્રમાણે છે : `[SO_2] = 0.60M` , `[O_2] = 0.82M` અને `[SO_3] = 1.90M` ? `2SO_2(g) + O_2(g) hArr 2SO_3(g) `
અમુક તાપમાને અને કુલ દબાણ `10^5Pa` એ આયોડિન બાષ્પની સાંદ્રતા કદથી 40 % I પરમાણુ ધરાવે છે . `I_2(g) hArr 2I (g)` સંતુલન માટે `K_p` ગણો.
નીચેની દરેક પ્રક્રિયા માટે સંતુલન અચળાંક `K_c` માટેના સૂત્રો દર્શાવો : `2NOCl(g) hArr 2NO(g) + Cl_2(g)`
નીચેની દરેક પ્રક્રિયા માટે સંતુલન અચળાંક `K_c` માટેના સૂત્રો દર્શાવો : `2Cu(NO_3)_2(s) hArr 2CuO(s) + 4NO_2(g) + O_2(g)`
નીચેની દરેક પ્રક્રિયા માટે સંતુલન અચળાંક `K_c` માટેના સૂત્રો દર્શાવો : `CH_3COOC_2H_5(aq) + H_2O(1) hArr CH_3COOH (aq) + C_2H_5OH(aq)`
નીચેની દરેક પ્રક્રિયા માટે સંતુલન અચળાંક `K_c` માટેના સૂત્રો દર્શાવો : `Fe^(3+)( aq ) + 3OH^-(aq) hArr Fe(OH_3)(s)`
નીચેની દરેક પ્રક્રિયા માટે સંતુલન અચળાંક `K_c` માટેના સૂત્રો દર્શાવો : `I_2( s ) + 5F_2 hArr 2IF_5`
નીચેની દરેક પ્રક્રિયા માટે `K_p` ના મૂલ્યમાંથી `K_c` નું મૂલ્ય મેળવો : `CaCO_3(s) hArr CaO(s) + CO_2(g)` , `K_p = 167` , 1073 K તાપમાને
સંતુલન અચળાંકની રજૂઆત લખતી વખતે શા માટે શુદ્ધ પ્રવાહી અને ઘનને ( અચળ ) અવગણવામાં આવે છે ?
HI(g) ના એક નમૂનાને ફ્લાસ્કમાં 0.2 atm દબાણે લેવામાં આવેલ છે . સંતુલને HI(g) નું આંશિક દબાણ 0.04 atm છે . આપેલ સંતુલન માટે `K_p` કેટલો થશે ? `2HI(g) hArr H_2(g) + I_2(g)`
વાયુમય પ્રક્રિયા માટે સંતુલન અચળાંકનું સૂત્ર છે : `K_c =([NH_3]^4 [O_2]^5 )/ ([NO]^4 H_2O^6) ` આ સૂત્રને અનુરૂપ સંતુલિત રાસાયણિક સમીકરણ લખો .
એક મોલ `H_2O` એક મોલ CO , 10 L પાત્રમાં લેવામાં આવેલ છે અને 725 K તાપમાને ગરમ કરવામાં આવેલ છે . સંતુલને 40 % પાણી ( દળથી ) CO સાથે નીચેની પ્રક્રિયા પ્રમાણે પ્રક્રિયા કરે છે : `H_2O(g) + CO(g) hArr H_2(g) + CO_2(g)` પ્રક્રિયા માટે સંતુલન અચળાંક ગણો.
700 K તાપમાને , `H_2(g) + I_2(g) hArr 2HI(g)` પ્રક્રિયા માટે સંતુલન અચળાંક 54.8 છે . જો `0.5 mol L^-1 HI(g) 700 K` તાપમાને સંતુલનમાં હાજર છે. `H_2(g)` અને `I_2(g)` ની સાંદ્રતા કેટલી હશે. જો આપણે એમ ધારીએ કે 700 K તાપમાને HI(g) થી શરૂઆત કરી હતી.
જો ICl ની પ્રારંભિક સાંદ્રતા 0.78 M હોય ત્યારે સંતુલને દરેક પદાર્થની સંતુલન સાંદ્રતા કેટલી હશે ? `2ICl(g) hArr I_2(g) + Cl_2(g)` , `K_c` = 0.14
ઇથેનોલ અને ઍસિટિક ઍસિડ વચ્ચે પ્રક્રિયા થવાથી ઈથાઈલ ઍસિટેટ બને છે અને તેના સંતુલનને નીચે પ્રમાણે દર્શાવી શકાય: `CH_3COOH(l) + C_2H_5OH(l) hArr CH_3CO0C_2H_5(l) + H_2O(l)` ( i ) આ પ્રક્રિયા માટે સાંદ્રતા ગુણોત્તર ( પ્રક્રિયા ભાગફળ `Q_c` ) લખો. ( નોંધ : પાણી વધુ પ્રમાણમાં નથી અને તે પ્રક્રિયામાં દ્રાવક પણ નથી . )
ઇથેનોલ અને ઍસિટિક ઍસિડ વચ્ચે પ્રક્રિયા થવાથી ઈથાઈલ ઍસિટેટ બને છે અને તેના સંતુલનને નીચે પ્રમાણે દર્શાવી શકાય: `CH_3COOH(l) + C_2H_5OH(l) hArr CH_3COO C_2H_5(l) + H_2O(l)` 293 K તાપમાને કોઈ વ્યક્તિ 1.00 mol ઍસિટિક ઍસિડ અને 0.18 mol ઇથેનોલ લઈને પ્રક્રિયા શરૂ કરે છે . અંતિમ સંતુલન મિશ્રણમાં 0.171 mol ઇથાઇલ ઍસિટેટ છે . સંતુલન અચળાંક ગણો.
શુદ્ધ `PCl_5` નો એક નમૂનો શૂન્યાવકાશ કરેલા પાત્રમાં 473 K તાપમાને દાખલ કરવામાં આવ્યો . સંતુલન પ્રાપ્ત થયા બાદ `PCl_5` ની સાંદ્રતા `0.5 xx 10^-1 mol L^-1` જાણવા મળી . જો `K_c` નું મૂલ્ય `8.3 xx 10^-3` હોય તો સંતુલને `PCl_3` અને `Cl_2` ની સાંદ્રતા કેટલી હશે ? `PCl _5(g) hArr PCl_3(g) + Cl_2(g)`
પ્રક્રિયા `N_2(g) + 3H_2(g) hArr 2NH_3(g)` માટે 500 K તાપમાને સંતુલિત અચળાંક 500 K તાપમાને `K_c = 0.061` , કોઈ એક સમયે પૃથક્કરણ દર્શાવે છે કે સંપટન મિશ્રણનું પ્રમાણ `3.0 mol L^-1 N_2`, `2.0 mol L^-1 H_2` અને `0.5 mol L^-1 NH_3` છે . શું પ્રક્રિયા સંતુલનમાં છે ? જો ના હોય તો પ્રક્રિયા કઈ દિશામાં જવાનું વલણ દર્શાવશે જેથી સંતુલને પહોંચી શકાય.
બ્રોમિન મોનોક્લોરાઇડ , BrCl બ્રોમિન અને ક્લોરિનમાં સંતુલન પ્રાપ્ત કરે છે. `2BrCl(g) hArr Br_2(g) + Cl_2(g)` તેને માટે 500 K તાપમાને `K_c = 32` જો શરૂઆતમાં શુદ્ધ BrCl હાજર હોય અને તેની સાંદ્રતા `3.3 xx 10^-3 mol L^-1` હોય તો તેની સંતુલને મિશ્રણમાં સાંદ્રતા કેટલી હશે?
નીચેના સંતુલનો માટે કદમાં વધારો કરી દબાણમાં ઘટાડો કરવામાં આવ્યો તો પ્રક્રિયા નીપજના મોલની સંખ્યા વધશે , ઘટશે કે સરખી જ રહેશે ( બદલાશે નહિ ) . `PCl_5(g) hArr PCl_3(g) + Cl_2(g)`
નીચેના સંતુલનો માટે કદમાં વધારો કરી દબાણમાં ઘટાડો કરવામાં આવ્યો તો પ્રક્રિયા નીપજના મોલની સંખ્યા વધશે , ઘટશે કે સરખી જ રહેશે ( બદલાશે નહિ ) . `CaO(s) + CO_2(g) hArr CaCO_3(s)`
નીચેના સંતુલનો માટે કદમાં વધારો કરી દબાણમાં ઘટાડો કરવામાં આવ્યો તો પ્રક્રિયા નીપજના મોલની સંખ્યા વધશે , ઘટશે કે સરખી જ રહેશે ( બદલાશે નહિ ) . `3Fe(s) + 4H_2O(g) hArr Fe_3O_4(s) + 4H_2(g)`
નીચેનામાંથી કઈ પ્રક્રિયા પર દબાણના વધારાની અસર પડશે ? એ પણ જણાવો કે ફેરફારને લીધે પ્રક્રિયા પુરોગામી કે પ્રતિગામી દિશામાં થશે ? `COCl_2(g) hArr CO(g)+Cl_2(g)`
નીચેનામાંથી કઈ પ્રક્રિયા પર દબાણના વધારાની અસર પડશે ? એ પણ જણાવો કે ફેરફારને લીધે પ્રક્રિયા પુરોગામી કે પ્રતિગામી દિશામાં થશે ? `CH_4(g) + 2S_2(g) hArr CS_2(g)+2H_2S(g)`
નીચેનામાંથી કઈ પ્રક્રિયા પર દબાણના વધારાની અસર પડશે ? એ પણ જણાવો કે ફેરફારને લીધે પ્રક્રિયા પુરોગામી કે પ્રતિગામી દિશામાં થશે ? `CO_2(g) + C(s) hArr 2CO(g)`
નીચેનામાંથી કઈ પ્રક્રિયા પર દબાણના વધારાની અસર પડશે ? એ પણ જણાવો કે ફેરફારને લીધે પ્રક્રિયા પુરોગામી કે પ્રતિગામી દિશામાં થશે ? `2H_2(g) + CO(g) hArr CH_3OH(g)`
નીચેનામાંથી કઈ પ્રક્રિયા પર દબાણના વધારાની અસર પડશે ? એ પણ જણાવો કે ફેરફારને લીધે પ્રક્રિયા પુરોગામી કે પ્રતિગામી દિશામાં થશે ? `CaCO_3(s) hArr CaO(s) + CO_2(g)`
નીચેનામાંથી કઈ પ્રક્રિયા પર દબાણના વધારાની અસર પડશે ? એ પણ જણાવો કે ફેરફારને લીધે પ્રક્રિયા પુરોગામી કે પ્રતિગામી દિશામાં થશે ? `4NH_3(g) + 5O_2(g) hArr 4NO(g) + 6H_2O(g)`
નીચેની પ્રક્રિયા માટે 1024 K તાપમાને સંતુલન અચળાંક `1.6 xx 10^5` છે. `H_2(g) + Br_2(g) hArr 2HBr(g)` 1024 K તાપમાને જે સીલ કરેલા પાત્રમાં 10.0 bar દબાણે HBr ને દાખલ કરવામાં આવે તો બધા જ વાયુઓના સંતુલન દબાણ શોધો.
નીચેની ઉષ્માશોષક પ્રક્રિયા પ્રમાણે કુદરતી વાયુના અંશતઃ ઑક્સિડેશનથી ડાયહાઇડ્રોજન વાયુ મળ્યો છે : `CH_4(g) + H_2O(g) hArr CO(g) + 3H_2(g)` ઉપરની પ્રક્રિયા માટે `K_p` નું સૂત્ર લખો.
નીચેની ઉષ્માશોષક પ્રક્રિયા પ્રમાણે કુદરતી વાયુના અંશતઃ ઑક્સિડેશનથી ડાયહાઇડ્રોજન વાયુ મળ્યો છે : `CH_4(g) + H_2O(g) hArr CO(g) + 3H_2(g)` જો, ( i ) દબાણ વધારવામાં આવે. ( ii ) તાપમાન વધારવામાં આવે. ( iii ) ઉદીપકનો ઉપયોગ કરવામાં આવે . તો `K_p` ના મૂલ્યો અને સંતુલન મિશ્રણના સંપટન ( composition ) પર શું અસર થશે ?
નીચેનાની `2H_2(g) + CO(g) hArr CH_3OH(g)` પ્રક્રિયાના સંતુલન પર અસર વર્ણવો : `H_2` ઉમેરવામાં આવે
નીચેનાની `2H_2(g) + CO(g) hArr CH_3OH(g)` પ્રક્રિયાના સંતુલન પર અસર વર્ણવો : `CH_3OH` ઉમેરવામાં આવે
નીચેનાની `2H_2(g) + CO(g) hArr CH_3OH(g)` પ્રક્રિયાના સંતુલન પર અસર વર્ણવો : CO દૂર કરવામાં આવે
નીચેનાની `2H_2(g) + CO(g) hArr CH_3OH(g)` પ્રક્રિયાના સંતુલન પર અસર વર્ણવો : `CH_3OH` દૂર કરવામાં આવે.
473 K તાપમાને ફોસ્ફરસ પેપ્લોરાઇડ `PCl_5` ના વિઘટન માટેનો સંતુલન અચળાંક `K_c = 8.3 xx10^-3` છે. જો સંતુલન ના પ્રમાણે દર્શાવવામાં આવે તો, `PCl_5(g) hArr PCl_3(g) + Cl_2(g)` `Deta_ rH^Theta = 124.0 kJ mol^-1` પ્રક્રિયાના `K_c` માટેનું સૂત્ર લખો.
473 K તાપમાને ફોસ્ફરસ પેપ્લોરાઇડ `PCl_5` ના વિઘટન માટેનો સંતુલન અચળાંક `K_c = 8.3 xx10^-3` છે. જો સંતુલન ના પ્રમાણે દર્શાવવામાં આવે તો, `PCl_5(g) hArr PCl_3(g) + Cl_2(g)` `Deta_ rH^Theta = 124.0 kJ mol^-1` સમાન તાપમાને પ્રતિવર્તી પ્રક્રિયાના `K_c` નું મૂલ્ય કેટલું હશે ?
473 K તાપમાને ફોસ્ફરસ પેપ્લોરાઇડ `PCl_5` ના વિઘટન માટેનો સંતુલન અચળાંક `K_c = 8.3 xx10^-3` છે. જો સંતુલન ના પ્રમાણે દર્શાવવામાં આવે તો, `PCl_5(g) hArr PCl_3(g) + Cl_2(g)` `Deta_ rH^Theta = 124.0 kJ mol^-1` (c) `K_c` ઉપર શું અસર પડશે. જો ( i ) વધારે `PCl_5` ઉમેરવામાં આવે. ( ii ) દબાણ વધારવામાં આવે. ( iii ) તાપમાન વધારવામાં આવે.
નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નીપજોની સાંદ્રતા ગણનાપાત્ર ( appreciable ) હશે ? `Cl_2(g) hArr 2Cl(g) K_c = 5 xx 10^-39`
નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નીપજોની સાંદ્રતા ગણનાપાત્ર ( appreciable ) હશે? `Cl_2(g) + 2NO( g ) hArr 2NOCl ( g ) K_c = 3.7 xx 10^8`
નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નીપજોની સાંદ્રતા ગણનાપાત્ર ( appreciable ) હશે? `Cl_2(g) + 2NO_2( g ) hArr 2NO_2Cl ( g ) K_c = 1.8`
`25^circ C` તાપમાને `3O_2(g) hArr 2O_3(g)` પ્રક્રિયા માટે `K_c` નું મૂલ્ય `2.0 xx 10^-50` છે. જો હવામાં `O_2` ની સંતુલન સાંદ્રતા `1.6 xx 10^-2` `25^circC` તાપમાને હોય તો, `O_3` ની સાંદ્રતા કેટલી હશે?
`CO ( g ) + 3H_2 ( g ) hArr CH_4( g ) + H_2O ( g )` પ્રક્રિયા 1300 K તાપમાને 1L ના ક્લાસ્ટમાં સંતુલને છે. તે ક્લાસ્ટમાં 0.30 mol CO, 0.10 mol `H_2` અને 0.02 mol `H_2O` ઉપરાંત `CH_4` નો અજ્ઞાત જો ધરાવે છે. મિશ્રણમાં `CH_4` ની સાંદ્રતા ગણો. આપેલ તાપમાને પ્રક્રિયાનો સંતુલન અચળાંક 3.90 છે.
સંયુમ ઍસિડ - બેઇઝ યુગ્મ ( જોડ ) નો અર્થ શું છે ? નીચેની સ્પીસિઝ માટે સંયુગ્મ ઐસિડ/ બેઇઝ શોધો : `HNO_2 , CN^-`, `HClO_4`, `F^-` , `OH^-` , `CO_3^2-` , અને `S^2-`
નીચેનામાંથી ક્યા લુઇસ એસિડ છે ? `H_2O`, `BF_3`, `H^+` અને `NH_4^+`
બ્રૉન્સ્ટેડ ઍસિડ HF , `H_2SO_4` અને `HCO^-_3` માટે સંયુગ્મ બેઈઝ શું હશે ?
નીચેના બ્રૉન્સ્ટેડ બેઇઝ માટે સંયુગ્મ ઍસિડ લખો : `NH^-_2` , `NH_3` , અને `HCOO^-`.
નીચેની સ્પીસિઝને લુઇસ ઍસિડ અને લુઇસ બેઈઝમાં વર્ગીકરણ કરો અને દર્શાવો કે તે કેવી રીતે એસિડ /બેઇઝ તરીકે વર્તે છે : `OH^-`
નીચેની સ્પીસિઝને લુઇસ ઍસિડ અને લુઇસ બેઈઝમાં વર્ગીકરણ કરો અને દર્શાવો કે તે કેવી રીતે એસિડ /બેઇઝ તરીકે વર્તે છે : `F^-`
નીચેની સ્પીસિઝને લુઇસ ઍસિડ અને લુઇસ બેઈઝમાં વર્ગીકરણ કરો અને દર્શાવો કે તે કેવી રીતે એસિડ /બેઇઝ તરીકે વર્તે છે : `H^+`
નીચેની સ્પીસિઝને લુઇસ ઍસિડ અને લુઇસ બેઈઝમાં વર્ગીકરણ કરો અને દર્શાવો કે તે કેવી રીતે એસિડ /બેઇઝ તરીકે વર્તે છે : `BCl_3`.
એક ઠંડા પીણાંનાં નમૂનામાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા `3.8 xx10^-3 M` છે, તેની pH કેટલી હશે?
સરકો ( Vineger ) ના નમૂનાનો pH 3.76 છે . તેમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા શોધો .
298 K તાપમાને HF , HCOOH અને HCN ના આયનીકરણ અચળાંક અનુક્રમે `6.8 xx 10^-4` , `1.8 xx 10^-4` અને `4.8 xx 10^-9` છે. તેમના અનુરૂપ સંયુગ્મ બેઇઝના આયનીકરણ અચળાંક ગણો.
ઍસિટિક ઍસિડનો આયનીકરણ અચળાંક `1.74 xx 10^-5` છે. તેના 0.05 M દ્રાવણમાં વિયોજન અંશ ગણો. દ્રાવણમાં ઍસિટેટ આયનની સાંદ્રતા અને તેની pH ગણો.
એવું જાણવા મળ્યું છે કે એક કાર્બનિક ઍસિડની તેના 0.01 M સાંદ્રતાના દ્રાવણની pH 4.15 છે. ઋણાયનની સાંદ્રતા, ઍસિડનો આયનીકરણ અચળાંક અને તેનો `pK_a` ગણો.
સંપૂર્ણ વિયોજન થાય છે એમ ધારીને નીચેના દ્રાવણની pH ગણો : 0.003 M HCl
સંપૂર્ણ વિયોજન થાય છે એમ ધારીને નીચેના દ્રાવણની pH ગણો : 0.005 M NaOH
સંપૂર્ણ વિયોજન થાય છે એમ ધારીને નીચેના દ્રાવણની pH ગણો : 0.002 M HBr
સંપૂર્ણ વિયોજન થાય છે એમ ધારીને નીચેના દ્રાવણની pH ગણો : 0.002 M KOH
નીચેના દ્રાવણની pH ગણો : 2 g TlOH પાણીમાં ઓગાળી 2 લિટર દ્રવણ બનાવ્યું .
નીચેના દ્રાવણની pH ગણો : 0.3 g `Ca(OH)_2` પાણીમાં ઓગાળી 500 mL દ્રાવણ બનાવ્યું.
નીચેના દ્રાવણની pH ગણો : 0.3 g NaOH પાણીમાં ઓગાળી 200 mL દ્રાવણ બનાવ્યું .
નીચેના દ્રાવણની pH ગણો : 13.6 M HClના 1 mL ને પાણી વડે મંદ કરી 1 લિટર દ્રાવણ બનાવ્યું .
0.1 M બ્રોમો ઍસિટિક ઍસિડ દ્રાવણનો આયનીકરણ અચળાંક 0.132 છે, ઍસિટિક ઍસિડ દ્રાવની pH ગણો અને તેનો `pK_a` પણ ગણો.
0.005M કોડિન `( C_18H_21NO_3)` દ્રાવણની pH 9.95 છે, તેનો આયનીકરણ અચળાંક ગણો અને `pK_b` પણ ગણો.
નીચેના જૈવિક દ્રવમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા ગણો જેમના pH આપેલા છે : માનવ સ્નાયુ દ્રવ , 6.83
નીચેના જૈવિક દ્રવમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા ગણો જેમના pH આપેલા છે : માનવ જઠર દ્રવ, 1.2
નીચેના જૈવિક દ્રવમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા ગણો જેમના pH આપેલા છે : માનવ રુધિર ( લોહી ) 7.38
નીચેના જૈવિક દ્રવમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા ગણો જેમના pH આપેલા છે : માનવ લાળ , 6.4
દૂધ , કાળી કોફી , ટામેટાનો જ્યુસ , લીંબુનો જ્યુસ અને ઈંડાની સફેદીના pH અનુક્રમે 6.8 , 5.0 , 4.2 , 2.2 અને 7.8 છે . દરેકમાં તેને અનુરૂપ હાઇડ્રોજન આયન સાંદ્રતા ગણો .
જો 0.561 g KOH ને પાણીમાં ઓગાળી 298 K તાપમાને 200 mL દ્રાવણ બનાવવામાં આવ્યું . પોટેશિયમ , હાઇડ્રોજન આયન અને હાઇડ્રોક્સિલ આયનની સાંદ્રતા ગણો . તેની pH કેટલી હશે ?
`Sr( OH )_2` ની દ્રાવ્યતા 298 K તાપમાને તેના દ્રાવણમાં `19.23 g/L` છે. સ્ટ્રોન્શિયમ અને હાઇડ્રોસિલ આયનની સાંદ્રતા ગણો. pH પણ ગણો.
સાયનિક એસિડ ( HCNO ) ના 0.1 M દ્રાવણની pH 2.34 છે . ઍસિડનો આયનીકરણ અચળાંક ગણો અને દ્રાવણમાં તેનો આયનીકરણ અંશ ગણો .
પિરીડીનિયમ હાઇડ્રોક્લોરાઇડના 0.02 M દ્રાવણની `pH = 3.44` છે . પિરીડીનનો આયનીકરનણ અચળાંક ગણો.
નીચેના ક્ષારોના દ્રાવણ તટસ્થ , ઍસિડિક કે બેઝિક હશે તેનું પ્રાક્કથન કરો : NaCl , KBr , NaCN , `NH_4NO_3` , `NANO_2` , KF
310 K તાપમાને પાણીનો આયનીય ગુણાકાર `2.7 xx 10^-14` છે. આ તાપમાને તટસ્થ પાણીના દ્રાવણની pH કેટલી હશે ?
નીચેના મિશ્રણોમાં પરિણમતા દ્રાવણની pH ગણો : ` 10 mL 0.2M Ca(OH)_2 + 25 mL 0.1M HCl`
નીચેના મિશ્રણોમાં પરિણમતા દ્રાવણની pH ગણો : `10 mL 0.01M H_2SO_4 + 10 mL 0.01M Ca(OH)_2`
નીચેના મિશ્રણોમાં પરિણમતા દ્રાવણની pH ગણો : `10 mL 0.1M H_2SO_4 + 10 mL 0.1M KOH`
`Ag_2CrO_4` અને AgBr ના દ્રાવ્યતા ગુણાકાર અનુક્રમે `1.1 xx 10^-12` અને `5.0 xx 10^-13` છે. તેમના સંતૃપ્ત દ્રાવણોની મોલારિટીનો ગુણોત્તર ગણો.
સોડિયમ આયોડેટ અને ક્યુપ્રિક ક્લોરેટના 0.002 M દ્રાવણોના સરખા કદ ભેગા કરવામાં આવ્યા. તે કોપર આયોડેટના અવક્ષેપન તરફ દોરી જશે (અવક્ષેપન થશે) ? (ક્યુપ્રિક આયોડેટનો `K_sp = 7.4 xx 10^-8` .
ફેરસ સલ્ફેટ અને સોડિયમ સલ્ફાઇડના સરખી મોલારિટીવાળા દ્રાવણોની મહત્તમ સાંદ્રતા કેટલી હોવી જોઈએ કે જેથી ફેરસ સલ્ફાઇડના અવક્ષેપ મળે નહિ? (આયર્ન સલ્ફાઇડ માટે `K_sp = 6.3 xx 10^-18`) .
298 K તાપમાને 1g કૅલ્શિયમ સલ્ફટને ઓગાળવા માટે પાણીનું ઓછામાં ઓછું કેટલું કદ જોઈશે? (કેલ્શિયમ સલ્ફટ માટે `K_sp = 9.1 xx 10^-6`.
Exercise questions and complete solutions for chapter સંતુલન of NCERT Chemistry(Gujarati) of Class 11