Class 11 | PHYSICS |
Chapter | દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો |
NCERT | Exercise |
Number Of Questions | 33 |
Academic Year | 2023-24 |
નિયૉન અને કાર્બન ડાયોક્સાઈડનાં ત્રિબિંદુ અનુક્રમે 24.57 K અને 216.55 K છે. આ તાપમાન મૂલ્યોને સેલ્સિયસ અને ફેરનહીટ માપક્રમમાં દર્શાવો.
એ નિરપેક્ષ માપક્રમ A અને B પર પાણીનું ત્રિબિંદુ 200 A અને 350 B દ્વારા વ્યાખ્યાયિત કરેલ છે, તો `T_A` અને `T_B` વચ્ચે શું સંબંધ હોઈ શકે?
કેટલાક થરમૉમીટરનો વિદ્યુતીય અવરોધ હુમમાં તાપમાન સાથે નીચે દર્શાવેલ અંદાજિત નિયમ અનુસાર બદલાય છે : `R = R_0 [1 + alpha (T- T_0)]`. પાણીનાં ત્રિબિંદુ (273.16 K) એ થરમૉમીટરનો અવરોધ `101.6 Omega` અને સીસાનાં સામાન્ય ગલનબિંદુ (600.5 K) પર અવરોધ `165.5 Omega` છે, તો થર્મોમીટરનો અવરોધ `123.4 Omega` હોય ત્યારે તેનું તાપમાન કેટલું હશે ?
નીચેનાના જવાબ આપો : આધુનિક થરમૉમેટ્રીમાં પાણીનું ત્રિબિંદુ પ્રમાણિત નિયત બિંદુ છે. શા માટે ? બરફનું ગલનબિંદુ અને પાણીના ઉત્કલન બિંદુને પ્રમાણભૂત નિયતબિંદુ સ્વીકારવામાં (જેમ મૂળ સેલ્સિયસ માપક્રમમાં સ્વીકારેલ) ખોટું શું છે ?
નીચેનાના જવાબ આપો : ઉપર દર્શાવ્યા મુજબ મૂળ સેલ્સિયસ માપક્રમમાં બે નિયત બિંદુઓને અનુરૂપ નક્કી કરેલ સંખ્યાઓ અનુક્રમે `0^circ C` અને `100^circ C` છે. નિરપેક્ષ માપક્રમ પર બેમાંથી એક નિયત બિંદુ પાણી માટેનું ત્રિબિંદુ લેવામાં આવે છે. જેમાં કેલ્વિન પ્રમાણભૂત માપક્રમ પર તેને અનુરૂપ સંખ્યા 273.16 K નક્કી કરેલ છે. આ માપક્રમ પર (કેલ્વિન) બીજું નિયત બિંદુ શું હશે ?
નીચેનાના જવાબ આપો : નિરપેક્ષ તાપમાન (કૅલ્વિન માપક્રમ) Tનો સેલ્સિયસ માપક્રમ તાપમાન `t_c`સાથેનો સંબંધ નીચે મુજબ છે : `t_c = T - 273.15` શા માટે આપણે આ સંબંધમાં 273.16 ને બદલે 273.15 લીધા છે ?
નીચેનાના જવાબ આપો : નિરપેક્ષ માપક્રમ પર પાણીનાં ત્રિબિંદુ માટે એવું કર્યું તાપમાન છે કે જેના માટે એકમ ગાળાનું પરિમાણ ફેરનહીટ માપક્રમ પરના એકમ ગાળાનાં પરિમાણ જેટલું જ હશે ?
બે આદર્શ વાયુ, થરમૉમીટર A અને Bમાં અનુક્રમે ઑક્સિજન અને હાઇડ્રોજનનો ઉપયોગ કરવામાં
આવ્યો છે. મળતાં અવલોકનો નીચે મુજબ છે :
સલ્ફરનું સામાન્ય ગલનબિંદુનું નિરપેક્ષ તાપમાન થરમૉમીટર A અને Bનાં વાંચન મુજબ શું હશે ?
બે આદર્શ વાયુ, થરમૉમીટર A અને Bમાં અનુક્રમે ઑક્સિજન અને હાઇડ્રોજનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મળતાં અવલોકનો નીચે મુજબ છે : થરમૉમીટર A અને B ના જવાબમાં થોડો તફાવત હોવાનું કારણ તમારા મંતવ્ય મુજબ શું હોઈ શકે ? (બંને થરમૉમીટર ક્ષતિરહિત છે.) બંને વાંચનાંકો વચ્ચેની વિસંગતતા ઘટાડવા માટે આ પ્રયોગમાં કઈ પદ્ધતિ (કાર્યપ્રણાલી) જરૂરી છે ?
1 m લાંબી સ્ટીલની પટ્ટીનું `27.0^circ C` તાપમાને ચોકસાઈપૂર્વક અંકન કરેલ છે. ગરમ દિવસે જ્યારે તાપમાન `45^circ C` હોય ત્યારે સ્ટીલનાં એક સળિયાની લંબાઈ આ પટ્ટી વડે માપતાં તે 63.0 cm મળે છે. તો આ દિવસે સળિયાની વાસ્તવિક લંબાઈ શું હશે ? આ જ સ્ટીલનાં સળિયાની લંબાઈ `27.0^circ C` તાપમાનવાળા દિવસે કેટલી હશે ? સ્ટીલ માટે રેખીય પ્રસરણાંક = `1.20 x 10^(-5) K^(-1)`.
એક મોટા સ્ટીલનાં પૈડાને તે જ દ્રવ્યની બનેલી મોટી ધરી ઉપર બંધબેસતું કરવું છે. `27^circ C` તાપમાને ધરીનો બહારનો વ્યાસ 8.70 cm અને પૈડાના કેન્દ્રમાં રહેલ છિદ્ર (હૉલ)નો વ્યાસ 8.69 cm છે. સૂકા બરફ વડે ધરીને ઠંડી કરેલ છે. ધરીનાં જ્યા તાપમાને પૈડું તેના પર સરકવા લાગશે. જરૂરી તાપમાનના વિસ્તાર માટે સ્ટીલનો રેખીય પ્રસરણાંક અચળ રહે છે. તેમ સ્વીકારો `alpha_સ્ટીલ = 1.20 x 10^(-5) K^(-1)`.
તાંબાની એક તકતીમાં છિદ્ર પાડેલ છે. જેનો `27.0^circ C` તાપમાને વ્યાસે 4.24 cm છે. આ તાંબાની તક્તીને `227^circ C` સુધી ગરમ કરવામાં આવે, તો છિદ્રનાં વ્યાસમાં થતો ફેરફાર કેટલો હશે ? તાંબાનો રેખીય પ્રસરણાંક = `1.70 X 10^(-5) K^(-1)`
`27^circ C` તાપમાને 1.8 m લાંબા પિત્તળના તારને બે દૃઢ આધારો વચ્ચે અલ્પ તણાવ સાથે જડિત કરેલ છે. જો તારને –39 °C તાપમાન સુધી ઠંડો પાડવામાં આવે તો તારમાં ઉદ્ભવતો તણાવ કેટલો હશે ? તારનો વ્યાસ 2.0 mm છે. પિત્તળ માટે રેખીય પ્રસરણાંક 2.0 x 10^-5 અને યંગ મૉડ્યુલસ = 0.91 x 10 ^11Pa
50 cm લંબાઈ અને 3.0 mm વ્યાસવાળા પિત્તળના સળિયાને તેટલી જ લંબાઈ અને તેટલા જ વ્યાસ ધરાવતાં સ્ટીલના સળિયા સાથે જોડવામાં આવે છે. સંયુક્ત સળિયાની મૂળ લંબાઈ `40^circ C` તાપમાને છે. જો તાપમાન `250^circ C` કરવામાં આવે, તો આ લંબાઈમાં થતો ફેરફાર કેટલો હશે ? શું જંક્શન પર ઉષ્મીય પ્રતિબળ ઉદભવશે ? સળિયાના છેડાઓ પ્રસરણ પામવા માટે મુક્ત છે. (પિત્તળ માટે રેખીય પ્રસરણાંક = `2.0 x 10^(-5) K^(-1)`, સ્ટીલ માટે રેખીય પ્રસરણાંક = `1.2 x 10^(-5) K^(-1)`.
ગ્લિસરિન માટે કદ-પ્રસરણાંક `49 x 10^(-5)K^(-1)` છે. જો તેનાં તાપમાનમાં `30^circ C` નો વધારો કરવામાં આવે, તો તેની ઘનતામાં થતો આંશિક ફેરફાર કેટલો હશે ?
8.0 kg દળના એલ્યુમિનિયમના એક બ્લૉકમાં છિદ્ર પાડવા માટે 10 kWનાં ડ્રિલમશીનનો ઉપયોગ કરવામાં આવે છે. 2.5 મિનિટમાં બ્લૉકનાં તાપમાનમાં કેટલો વધારો થશે ? 50 % પાવર ડ્રિલમશીનને ગરમ થવામાં અથવા પરિસરમાં વ્યય થાય છે તેમ ધારો. એલ્યુમિનિયમની વિશિષ્ટ ઉષ્માધારિતા = `0.91 J g^(-1) K^(-1)`
2.5 kg દળના તાંબાના એક બ્લોકને ભઠ્ઠીમાં `500^circ C` તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે. ત્યાર બાદ તેને મોટા બરફના બ્લૉક ઉપર મૂકવામાં આવે છે. કેટલા મહત્તમ જથ્થાનો બરફ ઓગળશે ? (તાબાની વિશિષ્ટ ઉષ્માધારિતા = `0.39 J g^(-1) K^(-1)`, પાણી માટે ગલન ગુપ્ત ઉષ્મા = `335 J g^(-1)`).
`101^circ F` તાપમાન ધરાવતા એક બાળકને એન્ટિપાઈરિન (તાવ ઘટાડવા માટેની દવા) આપવામાં આવે છે. જેને કારણે તેના શરીરમાં પરસેવાનો બાષ્પાયનો સરેરાશ દર વધે છે. જો 20 મિનિટમાં તાવ `98^circ F` સુધી નીચે આવી જાય છે તો દવા દ્વારા થતાં વધારાના બાષ્પાયનનો દર કેટલો હશે? એમ સ્વીકારો કે ઉખાવ્યયનો એકમાત્ર રસ્તો બાષ્પાયન છે. બાળકનું દ્રવ્યમાન 30 kg છે. માનવશરીરની વિશિષ્ટ ઉષ્માધારિતા આશરે પાણીની ઉષ્માધારિતા જેટલી જ છે. આ તાપમાને પાણીની બાષ્પાયન ગુપ્ત ઉષ્મા `580 cal g^(-1)` છે.
થરમૉકોલના આઇસબૉક્સમાં ઉનાળાની ઋતુમાં ઓછી માત્રામાં રાંધેલા ખોરાકને સાચવવાની રીત સસ્તી અને કાર્યક્ષમ છે. 30 cmની બાજુવાળા સમઘન આઇસબૉક્સની જાડાઈ 5.0 cm છે. જો 4.0 kg બરફને તેમાં મુકવામાં આવે તો 6 કલાક બાદ તેમાં રહેલા બરફનાં જથ્થાનો અંદાજ મેળવો. બહારનું તાપમાન `45^circ C` છે. થરમૉકોલની ઉષ્માવાહકતા `0.01 J s^(-1) m^(-1)K^(-1)` છે. (પાણીની ગલનગુપ્ત ઉષ્મા = `335 xx 10^(3) J kg^(-1)` )
`0.15 m^(2)` પાયાનું ક્ષેત્રફળ ધરાવતા પિત્તળનાં બોઇલરની જાડાઈ 1.0 cm છે. તેને ગેસસ્ટવ પર મૂકતાં તે `6.0 kg/min` ના દરથી પાણી ઉકાળે છે. બોઇલરનાં સંપર્કમાં રહેલી જ્યોતનાં તાપમાનનું અનુમાન કરો. પિત્તળની ઉષ્માવાહકતા = `109 J^s(-1)m^(-1)K^(-1)`, પાણીની બાષ્પાયન ઉષ્મા =`2256 x 10^(3) J kg^(-1)`.
સ્પષ્ટતા કરો શા માટે : વધુ પરાવર્તકતા ધરાવતો પદાર્થ ઓછો ઉત્સર્જક હોય છે.
સ્પષ્ટતા કરો શા માટે : ખૂબ ઠંડીના દિવસોમાં પિત્તળનું ટમ્બલર, લાકડાની ટ્રે કરતાં વધુ ઠંડું લાગે છે.
સ્પષ્ટતા કરો શા માટે : આદર્શ કાળા પદાર્થના વિકિરણ માટે જેનું અંકન કરવામાં આવ્યું છે, તેવું ઑપ્ટિકલ પાયરોમીટર (ઊંચા તાપમાન માપવા માટે) ખુલ્લામાં રાખેલ ગરમ લાલચોળ લોખંડના ટુકડાનું તાપમાન નીચું દર્શાવે છે. પરંતુ તે જ લોખંડના ટુકડાને ભઠ્ઠીમાં મૂકેલ હોય ત્યારે તાપમાનનું સાચું મૂલ્ય આપે છે.
સ્પષ્ટતા કરો શા માટે : પૃથ્વી તેના વાતાવરણ વગર પ્રતિકુળ રીતે ઠંડી થઈ જાય છે.
સ્પષ્ટતા કરો શા માટે : બિલ્ડિંગને હુંફાળું રાખવા માટેનાં, ગરમ પાણીનાં ભ્રમણ પર આધારિત તાપયંત્રો કરતાં વરાળ પરિભ્રમણ પર આધારિત તાપયંત્રો વધુ કાર્યક્ષમ હોય છે.
એક પદાર્થ 5 minમાં `80^circ C` થી `50^ circ C` સુધી ઠંડો થાય છે. તેને `60^circ C` થી `30^circ C` સુધી ઠંડો પાડવા માટે લાગતો સમય શોધો. પરિસરનું તાપમાન `20^circ C` છે.
કાર્બન ડાયોક્સાઇડ માટેનાં P -T ફેઝ ડાયગ્રામ પર આધારિત નીચેના પ્રશ્નોના જવાબ આપો : કયા તાપમાને અને દબાણે `CO_2` ના ઘન, પ્રવાહી અને વાયુ અવસ્થાઓ સંતુલિત સ્થિતિમાં સહ અસ્તિત્વમાં હશે ?
કાર્બન ડાયોક્સાઇડ માટેનાં P - T ફેઝ ડાયગ્રામ પર આધારિત નીચેના પ્રશ્નોના જવાબ આપો : દબાણના ઘટાડા સાથે `CO_2` ના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ પર શું અસર થશે ?
કાર્બન ડાયોક્સાઇડ માટેનાં P -T ફેઝ ડાયગ્રામ પર આધારિત નીચેના પ્રશ્નોના જવાબ આપો : `CO_2` માટે ક્રાંતિક તાપમાન અને દબાણ શું છે ? તેનું મહત્ત્વ શું છે ?
કાર્બન ડાયોક્સાઇડ માટેનાં P - T ફેઝ ડાયગ્રામ પર આધારિત નીચેના પ્રશ્નોના જવાબ આપો : (a) `-70^circ C` તાપમાને અને 1 વાતાવરણ દબાણે (b) `-60^circ C` તાપમાને અને 10 વાતાવરણ દબાણે (c) `15^circ C` તાપમાને અને 56 વાતાવરણ દબાણે `CO_2` ઘન, પ્રવાહી અને વાયુ પૈકી કઈ અવસ્થામાં હશે ?
`CO_2`ના P - T ફ્રેઝ ડાયગ્રામને આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો : 1 વાતાવરણ દબાણે અને `-60^circ C` તાપમાને `CO_2`નું સમતાપી સંકોચન કરવામાં આવે છે. શું તે પ્રવાહી અવસ્થામાં જશે ?
`CO_2`ના P - T ફ્રેઝ ડાયગ્રામને આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો : `CO_2` નું દબાણ 4 વાતાવરણ જેટલું અચળ રાખીને તેનું ઓરડાનાં તાપમાન સુધી ઠારણ કરાવવામાં આવે તો શું થાય ?
`CO_2`ના P - T ફ્રેઝ ડાયગ્રામને આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો : `CO_2` ને `70^circ C` સુધી ગરમ કરી સમતાપી સંકોચન કરવામાં આવે છે. અવલોકન માટે તમે તેનાં ક્યા ગુણધર્મોમાં ફેરફારની અપેક્ષા રાખશો ?
Exercise questions and complete solutions for chapter દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો of NCERT Physics(Gujarati) of Class 11