Doubtnut Promotions Sticky

Complete Solutions to Example of chapter કણોના તંત્રનું ગતિવિજ્ઞાન અને દ્રઢ પદાર્થ of Class 11 book with complete answers and questions

Class 11PHYSICS
Chapterકણોના તંત્રનું ગતિવિજ્ઞાન અને દ્રઢ પદાર્થ
PHOENIX PUBLICATIONExample
Number Of Questions29
Academic Year2023-24
  1. 2 kg અને 4 kg દ્રવ્યમાન ધરાવતા બે કણો ઉગમબિંદુથી અનુક્રમે `x_1 = 1 m` અને `x_2 = 2 m` અંતરે આવેલા છે, તો તંત્રના દ્રવ્યમાન-કેન્દ્રનું ઉગમબિંદુથી અંતર શોધો.


    02:26
    View Solution
  2. `m_1 = 1 kg`, `m_2 = 2kg` અને `m_3 = 3 kg` દળ ધરાવતા ત્રણ કણોના સ્થાનસદિશ અનુક્રમે `vecr_1` = `(hati + 4hatj + hatk)m`, `vecr_2`= `(hati + hatj + hatk)m` અને `vecr_3` = `(2hati - hatj - 2hatk)m` છે. તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાનસદિશ શોધો.


    03:43
    View Solution
  3. a' બાજુવાળા એક સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પર `m_1`,`m_2` અને `m_3` દ્રવ્યમાન ધરાવતા કણો મૂક્યા છે. `m_1` દ્રવ્યમાનવાળા કણની સાપેક્ષે આ તંત્રનું દ્રવ્યમાન-કેન્દ્ર શોધો.


    06:06
    View Solution
  4. 50 kg દળનો એક બોમ્બ `10 m//s` ના અચળ વેગથી ગતિ કરે છે. એકાએક તે 40 kg અને 10 kg ના બે ટુકડાઓમાં વિભાજિત થાય છે. જો મોટા ટુકડાનો વેગ શૂન્ય હોય, તો નાના ટુકડાનો વેગ શોધો.


    02:16
    View Solution
  5. `15 m//s` ના વેગથી ગતિ કરતાં 200 g દળના દડાને એક બેટ્સમેન ફટકો મારે છે. આમ થતાં દડો પોતાની મૂળ દિશાની વિરુદ્ધ દિશામાં `30 m//s` ના વેગથી ગતિ કરવા લાગે છે. જો બેટ વડે લાગતું બળ 450 N હોય, તો બેટ અને દડાનો સંપર્કસમય શોધો.


    03:46
    View Solution
  6. આકૃતિમાં સમાન દળવાળા ત્રણ નિયમિત સળિયાઓ ગોઠવાયેલા દર્શાવ્યા છે, તો તંત્રના દ્રવ્યમાન-કેન્દ્રનું સ્થાન શોધો.


    05:15
    View Solution
  7. 1 m લંબાઈના ધાતુના નિયમિત પાતળા સળિયાને `90^circ` ના કોણે એવી રીતે વળવામાં આવે છે કે જેથી તેની બંને બાજુ સમાન લંબાઈની બને, તો વાળેલા સળિયાના દ્રવ્યમાન-કેન્દ્રનું સ્થાન શોધો.


    03:31
    View Solution
  8. 1 kg દળ અને 1 m ત્રિજ્યાના ત્રણ એકસમાન ગોળાઓને સમક્ષિતિજ સપાટી પર એવી રીતે ગોઠવ્યા છે કે જેથી તેમના કેન્દ્રો એક સુરેખા પર સંપાત થાય અને તેમની સપાટી એકબીજાને સ્પર્શે, તો ત્રણ ગોળાથી બનતા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધો.


    03:21
    View Solution
  9. 6 kg અને 2 m ત્રિજ્યાની એક વર્તુળાકાર રિંગ એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી તેનું કેન્દ્ર યામપદ્ધત્તિના ઉગમબિંદુ પર સંપાત થાય. 2 kg દળના બે કણોને યામપદ્ધત્તિની X-અક્ષ અને Y-અક્ષ રિંગથી બનતા વર્તુળને જ્યાં છેદે ત્યાં મૂક્યા છે, તો સમગ્ર તંત્રના દ્રવ્યમાન-કેન્દ્રના સ્થાનસદિશ એ X-અક્ષ સાથે બનાવેલ કોણ શોધો.


    05:37
    View Solution
  10. સંદર્ભબિંદુને અનુલક્ષીને `vecr` = `(2hati +3hatj - hatk)m` સ્થાનસદિશ ધરાવતા બિંદુ પર લાગતું બળ `vecF` = `(hati + 2hatj - 3hatk)N` હોય, તો સંદર્ભબિંદુ O ને અનુલક્ષીને ઉદ્દભવતું ટોર્ક શોધો.


    02:07
    View Solution
  11. એક દ્રઢ પદાર્થના `vecr = (4, 6, 12)m` સ્થાનસદિશ ધરાવતા કણ પર લાગતું બળ `vecF` = (6, 8, 10)N છે, તો દ્રઢ પદાર્થ કે જેના પરનો એકમ સદિશ `1/sqrt3`(1, 1, 1) તેવી ભ્રમણાક્ષને અનુલક્ષીને ચાકગતિ કરે છે. આ ચાકગતિ કરાવનાર ટોર્કનું મૂલ્ય શોધો.


    03:57
    View Solution
  12. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક હલકા સળિયા પર બળો લાગે છે. આ બળોના પરિણામી બળનું સૂત્ર લખો. આ પરિણામી બળ A થી કેટલા અંતરે હશે ?


    02:39
    View Solution
  13. એક બંધ દરવાજાની મધ્યમાં દરવાજાને લંબ દિશામાં બળ લગાડવામાં આવે છે ત્યારે 0.6 N m ટોર્ક ઉત્પન્ન થાય છે. જો દરવાજાની પહોળાઈ 1.2 m હોય, તો તેના પર લાગતું બળ શોધો.


    02:37
    View Solution
  14. સમબાજુ ત્રિકોણ ABC નું મધ્યકેન્દ્ર O છે. ત્રિકોણની ત્રણ બાજુઓ AB, BC અને AC પર લાગતાં બળો અનુક્રમે `vecF_1`, `vecF_2` અને `vecF_3` છે. `vecF_3` ના ક્યા મૂલ્ય માટે બિંદુ O ને અનુલક્ષીને ઉદ્દભવતું ટોર્ક શૂન્ય થાય ?


    02:17
    View Solution
  15. જો પૃથ્વી એ `6 xx 10^24 kg ` દળ ધરાવતો બિંદુવત પદાર્થ હોય અને તે પૃથ્વીથી `1.5 xx 10^8 km` અંતરે `T = 3.14 xx 10^7 s` સમયમાં સૂર્યની આસપાસ પરિભ્રમણ પૂર્ણ કરતી હોય, તો સૂર્યની આસપાસ પૃથ્વીનું કોણીય વેગમાન શોધો.


    03:21
    View Solution
  16. 10 kg અને 0.4 m વ્યાસવાળી એક રિંગ તેની ભૌમિતિક અક્ષને અનુલક્ષીને પરિભ્રમણ કરે છે. જો તે પ્રતિ મિનિટ 2100 પરિભ્રમણ પૂર્ણ કરે, તો તેનું કોણીય વેગમાન શોધો.


    02:33
    View Solution
  17. જો ભ્રમણ કરતા કોઈ પદાર્થનું કોણીય વેગમાન 200% વધારવામાં આવે, તો તેની ચાકગતિ ઊર્જામાં કેટલો વધારો થાય ?


    01:51
    View Solution
  18. 5 g દળનો એક કણ X - Y સમતલમાં `y = 2sqrt5 cm` રેખાને સમાંતર નિયમિત રેખીય ઝડપ `3sqrt2 cm//s` થી ગતિ કરે છે. ઉગમબિંદુને અનુલક્ષીને કણનું કોણીય વેગમાન શોધો.


    02:29
    View Solution
  19. એક પદાર્થની ચાકગતિ ઊર્જા 10 જૂલ છે. જો પદાર્થના કોણીય વેગમાન સદિશની દિશા પરિભ્રમણાક્ષ સાથે સંપાત થતી હોય અને પરિભ્રમણાક્ષને અનુલક્ષીને પદાર્થની જડત્વની ચાકમાત્રા `8 xx 10^(-7) kg m^2` હોય, તો પદાર્થનું કોણીય વેગમાન શોધો.


    01:32
    View Solution
  20. જો દ્રઢ પદાર્થનો કોણીય વેગ `vecomega` = `3hati - 4hatj + hatk` અને કણનો સ્થાનસદિશ `vecr` = `5hati - 6hatj + 6hatk` હોય, તો કણનો રેખીય વેગ શોધો.


    02:19
    View Solution
  21. એક ફલાયવ્હીલ 6 s માં 540 "rpm" ની ઝડપ પ્રાપ્ત કરે છે, તો તેનો કોણીય પ્રવેગ શોધો.


    01:40
    View Solution
  22. એક વ્હીલની કોણીય ઝડપ 1200 "rpm" છે. તેને `4 rad//s^2` નો પ્રતિકોણીય પ્રવેગ લાગુ પાડવામાં આવે, તો સ્થિર થાય તે અગાઉ કેટલાં પરિભ્રમણો પૂર્ણ કરશે ?


    02:54
    View Solution
  23. જ્યારે એક સિલિંગ ફેનને ચાલુ કરવામાં આવે છે ત્યારે પ્રથમ 3 સેકન્ડમાં 10 પરિભ્રમણ કરે છે. સિલિંગ ફેનની ગતિને નિયમિત કોણીય પ્રવેગી ગતિ માનવમાં આવે, તો પછીની 3 સેકન્ડમાં કેટલાં પરિભ્રમણો પૂર્ણ કરશે ?


    03:57
    View Solution
  24. પરિભ્રમણ કરતા વ્હીલ પરિઘ પર કોઈ એક બિંદુનું કોણીય સ્થાન `theta = 4t - 3t^2 + t^3`, જ્યાં `theta rad` અને `t sec` વડે દર્શાવાય છે, તો t = 2 s અને t = 2 s અને t = 4 s માટે સરેરાશ કોણીય પ્રવેગ શોધો.


    03:20
    View Solution
  25. સમાન દ્રવ્ય અને સમાન જાડાઈની બે પાતળી તકતીઓની ત્રિજ્યા અનુક્રમે 0.2 m અને 0.6 m છે, તો તેમની ભૌમિતિક પરિભ્રમણાક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રાઓનો ગુણોત્તર શોધો.


    01:44
    View Solution
  26. 10 kg દ્રવ્યમાનવાળા એક વ્હીલની તેના ભૌમિતિક પરિભ્રમણાક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા `160 kg m^2` છે, તો તેની ચક્રાવર્તનની ત્રિજ્યા શોધો.


    01:23
    View Solution
  27. m દળ અને l લંબાઈના ત્રણ સળિયાઓને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડીને સમબાજુ ત્રિકોણ રચવામાં આવેલ છે, તો ત્રિકોણના સમતલને લંબ અને તેના દ્રવ્યમાન-કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા શોધો.


    03:14
    View Solution
  28. 0.6 kg દ્રવ્યમાનવાળી એક મીટર સ્કેલ પર 20 cm અંતરે આવેલા બિંદુમાંથી પસાર થતી અને મીટર સ્કેલને લંબ એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા શોધો. (સ્કેલની પહોળાઈને અવગણો)


    03:37
    View Solution
  29. વર્તુળાકાર રિંગના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ એવી અક્ષને અનુલક્ષીને રિંગની જડત્વની ચાકમાત્રા `200 g cm^2` છે, તો રિંગના વ્યાસને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા શોધો.


    02:56
    View Solution

Example questions and complete solutions for chapter કણોના તંત્રનું ગતિવિજ્ઞાન અને દ્રઢ પદાર્થ of PHOENIX PUBLICATION of Class 11

All Exercises from PHOENIX PUBLICATION Class 11 PHYSICS કણોના તંત્રનું ગતિવિજ્ઞાન અને દ્રઢ પદાર્થ