Class 11 | PHYSICS |
Chapter | કણોના તંત્રનું ગતિવિજ્ઞાન અને દ્રઢ પદાર્થ |
PHOENIX PUBLICATION | Exercise |
Number Of Questions | 100 |
Academic Year | 2023-24 |
10 kg અને 4 kg દળના બે બ્લોક એકબીજા સાથે અવગણ્યમાન દળ ધરાવતી સ્પ્રિંગ વડે જોડાયેલા છે અને તેમને ઘર્ષણરહિત સમક્ષિતિજ સપાટી પર મૂકેલા છે. ભારે બ્લોકને બળનો આઘાત લગાડતાં તે હલકા બ્લોકની દિશામાં `14 m//s` વેગથી ગતિ કરે છે, તો તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ શોધો.
સમાન દળ ધરાવતા બે કણોના યામ અનુક્રમે `(2, 4, 6) m` અને `(6, 2, 8) m` છે. `t = 0` સમયે, એક કણનો વેગ `vecV_1 = 2hati m//s` અને બીજા કણનો વેગ `vecV_2 = 2hatj m//s` છે, તો `t = 1 s`એ તેમના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધો.
2.5 kg દળની રાઈફલમાંથી 5 g દળની એક ગોળી `900 m//s` ના વેગથી છૂટે છે, તો રાઈફલનો રીકોઈલ વેગ શોધો.
એક વ્યક્તિ એક મશીનગનમાંથી 1200 `m//s` ના વેગથી 40 g દળવાળી બુલેટ છોડી રહી છે. તે વ્યક્તિ વધુમાં વધુ 144 N બળ સહન કરી શકતી હોય, તો એક સેકન્ડમાં વધુમાં વધુ કેટલી બુલેટ તે છોડી શકે ?
એક બોમ્બ વિસ્ફોટના કારણે ત્રણ ટુકડાઓમાં વિભાજિત થાય છે. તે પૈકીના બે ટુકડાઓ પરસ્પર લંબ દિશામાં ગતિ કરે છે.1 kg દળનો ટુકડો `12 m//s` ના વેગથી અને 2 kg દળનો ટુકડો `8 m//s` ના વેગથી ગતિ કરે છે. જો ત્રીજો ટુકડો `40 m//s` ના વેગથી ગતિ કરે, તો તેનું દળ શોધો.
L લંબાઈના એક નિયમિત પાતળા સુરેખ સળિયાનો એક છેડો યામપદ્ધતિના ઉગમબિંદુ પર અને બીજો છેડો `x = L` પર છે. જો સળિયાનું એકમ લંબાઈ દીઠ દ્રવ્યમાન Ax(જ્યાં A અચળાંક છે.) વડે દર્શાવવામાં આવે, તો સળિયાના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધો.
M દળના ત્રણ એકસમાન ગોળાઓને કાટકોણ ત્રિકોણના શિરોબિંદુઓ પર મૂકવામાં આવ્યા છે. કાટકોણ ત્રિકોણની બે પરસ્પર લંબ બાજુઓની લંબાઈ 2 m છે અને તેમના છેદનબિંદુને યામપદ્ધતિના ઉગમબિંદુ તરીકે લેતાં તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાનસદિશ શોધો.
m, 2m, 3m અને 4m દળના ચાર ગોળાઓને સમાંતર બાજુ ચતુષ્કોણના ચાર ખૂણાઓ પર ગોઠવેલા છે. સમાંતર બાજુ ચતુષ્કોણની દરેક બાજુનું માપ 'a' જેટલું અને બે પાસપાસેની બાજુઓ વચ્ચેનો કોઈ એક ખૂણો `60^circ` છે. સમાંતર બાજુ ચતુષ્કોણ `X - Y` સમતલમાં આવેલ છે અને દળ m ઉગમબિંદુ પર તથા દળ 4m અને X અક્ષ પર ગોઠવાયેલ છે, તો તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધો.
8 kg, 2kg, 4 kg અને 2 kg દળના ચાર ગોળાઓને ચોરસ ABCD ના ચાર ખૂણાઓ પર ગોઠવેલા છે. ચોરસ ABCD ના વિકર્ણની લંબાઈ `80 cm` છે, તો તંત્રના દ્રવ્યમાન-કેન્દ્રનું બિંદુ A થી અંતર શોધો.
28 cm વ્યાસવાળી એક નિયમિત જાડાઈવાળી વર્તુળાકાર તકતીમાંથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ `21 cm` વ્યાસવાળો એક વર્તુળાકાર ટુકડો કાપી લેવામાં આવે છે. O એ મૂળ તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર છે, તો બાકી વધેલા વિભાગનું દ્રવ્યમાન કેન્દ્ર O થી ડાબી બાજુએ કેટલા અંતરે આવેલું હશે ?
આકૃતિમાં દર્શાવ્યા મુજબ, `20 cm` ત્રિજ્યાના એક વ્હીલના પરિઘ પરનાં બિંદુઓ A, B, C અને D પર અનુક્રમે `4 N, 8 N, 6 N` અને 9 N બળો ચોક્કસ ખૂણે લાગુ પાડેલા છે, તો તેમના વડે ઉદ્દભવતું પરિણામી ટોર્ક શોધો.
એક ઓટોમોબાઇલ એન્જિન 1800 પરિભ્રમણ/મિનિટની કોણીય ઝડપથી પરિભ્રમણ કરતું હોય ત્યારે `100 kW` પાવર ઉત્પન્ન કરે છે, તો કેટલું ટોર્ક ઉત્પન્ન કરશે ?
એક નળાકારના ફરતે વીંટાળેલ દોરડાના છેડે 10 kg દળ લટકાવેલ છે. નળાકારનો વ્યાસ 0.2 m હોય, તો નળાકારની સમક્ષિતિજ અક્ષને અનુલક્ષીને ઉદ્દભવતું ટોર્ક શોધો.
`vecr_1 = hati + 2hatj + 3 hatk` સ્થાનસદિશ ધરાવતા બિંદુ પર `vecF = 4 hati - 5 hatj + 3 hatk` બળ લાગે છે, તો `vecr_2 = 3 hati - 2 hatj - 3 hatk` સ્થાનસદિશ ધરાવતા બિંદુ પર ઉદ્દભવતું ટોર્ક શોધો.
1.6 m પહોળા દરવાજાને ખોલવા કે બંધ કરવા તેના ખુલ્લા છેડા આગળ 1 N બળ લગાડવું જરૂરી છે, તો દરવાજાના મિજાગરાથી 0.4 m અંતરે આવેલા બિંદુ આગળ કેટલું બળ લગાડવું જરૂરી છે કે જેથી દરવાજો ખોલી કે બંધ કરી શકાય ?
જો પૃથ્વીની ત્રિજ્યા હોલની ત્રિજ્યા કરતાં `1/n` ગણી કરવામાં આવે, તો પૃથ્વી પરના દિવસના સમયનું મૂલ્ય શોધો.
a ત્રિજ્યા અને m દળની એક નિયમિત વર્તુળાકાર તકતી તેના કેન્દ્રમાંથી પસાર થતી એવી ઊર્ધ્વ અક્ષને અનુલક્ષીને સમક્ષિતિજ સમતલમાં `omega` જેટલી કોણીય ઝડપથી પરિભ્રમણ કરે છે. અચાનક આ તકતીના છેડા પર (પરિઘ પર) m દળનો એક કણ મૂકી દેવામાં આવે અને કણ પણ પરિભ્રમણ કરે તો નવી કોણીય ઝડપ શોધો.
2 kg દળના એક કણનો `(hati + hat j)` સ્થાન આગળ વેગ `2(hati - hatj + hatk)m s^(-1)` છે, તો તેના Z-અક્ષની દિશામાં કોણીય વેગમાનનું મૂલ્ય શોધો.
2 kg દળ 0.8 m ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર `44 rad s^(-1)` ની કોણીય ઝડપથી પરિભ્રમણ કરે છે જો વર્તુળાકાર પથની ત્રિજ્યા 1 m થાય, તો તેના કોણીય વેગનું મૂલ્ય શોધો.
m દળના કણને v જેટલા વેગથી સમક્ષિતિજ સાથે `45^circ` ના કોણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જયારે કણ મહત્તમ ઊંચાઈ h આગળ પહોંચે ત્યારે પ્રક્ષિપ્ત બિંદુના સંદર્ભમાં કણનું કોણીય વેગમાન શોધો.
વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતા એક કણનું કોણીય સ્થાનાંતર `theta = 2t^3 + 0.5`, જ્યાં `theta rad` અને `t s` માં હોય, તો `2 s` પછી કણનો કોણીય વેગ શોધો.
1 m ત્રિજ્યા અને 2 kg દળની એક નિયમિત વર્તુળાકાર તકતીની પરિભ્રમણની આવૃત્તિ 50 પરિભ્રમણ/સેકન્ડથી 10 પરિભ્રમણ/સેકન્ડ કરવા માટે જરૂરી કાર્ય શોધો.
30 પરિભ્રમણ/સેકન્ડની કોણીય ઝડપથી પરિભ્રમણ કરતા એક વ્હીલને સ્થિર સ્થિતિમાં અચળ કોણીય પ્રતિપ્રવેગ દ્વારા લાવવામાં આવે છે. સ્થિર થાય ત્યાં સુધીમાં વ્હીલ 60 પરિભ્રમણ પૂર્ણ કર્યા હોય, તો સ્થિર થવા માટે લાગતો સમય શોધો.
એક વ્હીલની કોણીય ઝડપ 10 s માં 100 rps થી વધીને `300 rps` થાય, તો તે સમયમાં વ્હીલે કરેલા પરિભ્રમણની સંખ્યા શોધો.
ફ્લાયવ્હીલના પરિઘ પર દોરી વીંટાળી તેના મુક્ત છેડે `2.5 kg` નું દળ સ્થિર સ્થિતિમાં લટકાવેલ છે. ફ્લાયવ્હીલનું દળ `20 kg` અને ત્રિજ્યા `25 cm` છે. જો દ્રવ્યમાનને મુક્ત કરવામાં આવે, તો ફલાયવ્હીલનો કોણીય પ્રવેગ શોધો.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે M દળ અને L લંબાઈના પાતળા સળિયાને અર્ધવર્તુળાકાર રીંગના રૂપમાં વાળવામાં આવ્યો છે, તો XY-અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા શોધો.
L લંબાઈનો એક સળિયો `L/2` જેટલી સમાન લંબાઈ અને `m_omega` દળ ધરાવતા લાકડા થતા `L/2` જેટલી સમાન લંબાઈ અને `m_b` દળ ધરાવતા બ્રાસનો બનેલો છે, તો સળિયાના કેન્દ્રમાંથી પસાર થતા અને સળિયાને લંબ એવા પરિભ્રમણાક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા શોધો.
1 kg દળની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ એવી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા `4 kg m^2` છે, તો રિંગનો વ્યાસ શોધો.
એક નિયમિત નળાકારની ત્રિજ્યા R અને લંબાઈ L છે. જો આ નળાકારના કેન્દ્રમાંથી પસાર થતી અને વર્તુળાકાર બાજુઓને લંબ એવી અક્ષને અનુલક્ષીને નળાકારની જડત્વની ચાકમાત્રા એ તે જ નળાકારના કેન્દ્રમાંથી પસાર થતી અને તેની લંબાઈને લંબ એવી અક્ષને અનુલક્ષીને નળાકારની જડત્વની ચાકમાત્રા જેટલી હોય, તો નળાકારની લંબાઈ (L) અને ત્રિજ્યા (R) નો ગુણોત્તર શોધો.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે M દળ અને R ત્રિજ્યાની ત્રણ રિંગને ગોઠવેલી છે, તો તંત્રના YY'-અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા શોધો.
પૃથ્વી અને ચંદ્રના બનેલાં તંત્રના દ્રવ્યમાન-કેન્દ્રનું સ્થાન......
નિયમિત ઘનતાવાળી રિંગના દ્રવ્યમાન-કેન્દ્રનું સ્થાન ....
દ્રઢ પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન ....... પર આધાર રાખે છે.
સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ ઉપર સમાન દ્રવ્યમાન ધરાવતા કણોથી બનતા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં મળશે ?
ઊગમબિંદુથી `1 overset@A` અને `3 overset@A` અંતરે રહેલા ઓક્સિજન પરમાણુના બનેલા ઓક્સિજન અણુના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર ઊગમબિંદુથી કેટલા અંતરે રહેલ છે ?
`m_1` અને `m_2` દળવાળા બે ગોળાઓ વચ્ચેનું અંતર r છે. તેમના દ્રવ્યમાન-કેન્દ્રથી અંતર અનુક્રમે `r_1` અને `r_2` છે, તો ...... .
HCl અણુમાં જો હાઇડ્રોજન અને ક્લોરિન પરમાણુનાં કેન્દ્રો વચ્ચેનું અંતર `1.27 overset@A` હોય, તો હાઇડ્રોજન પરમાણુની સાપેક્ષે HCl અણુના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન પસંદ કરો. ક્લોરિન પરમાણુનું દળ હાઇડ્રોજન પરમાણુના દળ કરતાં `35.5 ` ગણું છે.
એક ચોરસના શિરોબિંદુ A, B, C અને D ઉપર અનુક્રમે 8 kg, 2 kg, 4 kg અને 2 kg દળ ધરાવતા કણો મૂકતા બનતા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું ચોરસના બિંદુ A થી અંતર શોધો. ચોરસના વિકર્ણની લંબાઈ `80 cm` છે.
1 kg દળ અને 10 cm ત્રિજ્યા ધરાવતા ચાર સમાન ગોળાઓને સમક્ષિતિજ ઉપર મૂકતા તેમનાં કેન્દ્રો એક 20 cm લંબાઈ ધરાવતા ચોરસના શિરોબિંદુ ઉપર રહે છે, તો કોઈ પણ વર્તુળના કેન્દ્રથી દ્રવ્યમાન કેન્દ્રનું અંતર ..... થાય.
10 kg, 20 kg અને 30 kg દળ ધરાવતાં ત્રણ કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર (0, 0, 0) ઉપર છે. 40 kg દળવાળો ચોથો કણ ક્યાં મૂકીએ કે જેથી ચાર કણોથી બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર (3, 3, 3) ઉપર મળે ?
1 kg અને 3 kg દળ ધરાવતાં બે કણોના સ્થાનસદિશ અનુક્રમે `hati + 2 hatj + hatk` અને `-3hati - 2hatj + hatk` છે. આ કણોના તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાનસદિશ ....... છે.
`m_1` અને `m_2` દળ ધરાવતાં બે કણોથી બનેલા તંત્રમાં પ્રથમ કણને તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર તરફ d જેટલા અંતરે ખસેડવામાં આવે છે. જો આ કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર તેના મૂળ સ્થાને રાખવું હોય, તો બીજા કણને કેટલા અંતરે ખસેડવો પડે ?
1 g, 2 g અને 3 g દળ ધરાવતા કણોથી બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર ઊગમબિંદુ પર છે. 4 g દળ અને `a(hati + 2hatj + 3hatk)` સ્થાનસદિશ ધરાવતા કણને સામેલ કરતાં તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના યામ (1, 2, 3) મળે છે. જો a અચળ હોય, તો તેનું મૂલ્ય ........ હોવું જોઈએ.
કણોના તંત્ર પર લાગતું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય, તો ........ .
કણોના તંત્રના દ્રવ્યમાન-કેન્દ્રનું રેખીય વેગમાન .....
સ્થિર રહેલા બોમ્બનો વિસ્ફોટ થાય છે તો તેના ટુકડાઓથી બનતા તંત્રનું દ્રવ્યમાન-કેન્દ્ર ....
જો તંત્ર પરનું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય, તો દ્રવ્યમાન-કેન્દ્રનો વેગ ........ થશે.
બંદૂકમાંથી છુટેલી m દળની ગોળીનો વેગ v છે. આ ગોળી M દળના સ્થિર લાકડાના બ્લોક સાથે અથડાઈને તેમાં ઘૂસી જાય છે, તો લાકડાનો બ્લોક અને ગોળીથી બનેલા તંત્રનો વેગ ....... .
a' બાજુવાળા સમબાજુ ત્રિકોણનાં દરેક શિરોબિંદુઓ પર સમાન દળ (m) ના કણો મૂકેલાં છે, જે આકૃતિમાં બતાવેલ છે, તો દ્રવ્યમાન-કેન્દ્રનો સ્થાનસદિશ ....... .
`m_1` અને `m_2` દળ ધરાવતા બે કણો વચ્ચેનું અંતર r છે. જો આ કણોના દ્રવ્યમાન-કેન્દ્રથી કણોનાં અંતર અનુક્રમે `r_1` અને `r_2` હોય, તો `r_1` = …….. , `r_2` = ……. .
ક્રિકેટ મેચમાં બોલર 0.5 kg ના દડાને `120 km//h` ની ઝડપથી ફેંકે છે. બેટ્સમેન 6 kg ના બેટને ઉગામે ત્યારે બેટ દડાને `60 km//h` ની ઝડપથી ટકરાય છે. જો દડો બેટની સપાટીને લંબરૂપે અથડાતો હોય અને તેનો બેટ સાથેનો સંપર્ક સમય 0.1 s હોય, તો બેટ પર લાગતું બળ ...... હોય.
સમક્ષિતિજ લીસા રસ્તા પર v ઝડપથી એક લાંબી ટ્રોલી ગતિ કરે છે, તેના એક છેડે એક છોકરો ઊભો છે. જો બાળક ટ્રોલી પર u ઝડપથી બીજા છેડા તરફ દોડવાનું ચાલુ કરે તો (ટ્રોલી + બાળક)ના બનેલા તંત્રના દ્રવ્યમાન-કેન્દ્રની ઝડપ .......... .
કણ A અને B તેમની પ્રારંભિક સ્થિર સ્થિતિમાંથી તેમની વચ્ચેના ગુરુત્વાકર્ષણ બળને કારણે ગતિમાં આવે છે. જયારે કણ A નો વેગ v થાય, ત્યારે કણ B નો વેગ 2v થાય છે. આ તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ ...... થાય.
4 kg દળનો એક ગોળો દીવાલ સાથે `30^circ` ના ખૂણે અથડાઈને પોતાની ગતિની મૂળ દિશા સાથે `60^circ` ના કોણ બનાવતી દિશામાં પરાવર્તિત થાય છે. જો ગોળાનો દીવાલ સાથે સંપર્ક સમય `0.1 s` હોય, તો દીવાલ પર લાગતું બળ શોધો. ગોળાનો પ્રારંભિક અને અંતિમ વેગ `1 m//s` છે.
કણ A અને B તેમની પ્રારંભિક સ્થિર સ્થિતિમાંથી તેમની વચ્ચેના ગુરુત્વાકર્ષણ બળને કારણે ગતિમાં આવે છે. જયારે કણ A નો વેગ v થાય, ત્યારે કણ B નો વેગ 2v થાય છે. આ તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ ...... થાય.
શાંત પાણીમાં એક `900 kg` ના સ્થિર તરાપા પર `100 kg` નો માણસ તરાપાના એક છેડે ઊભો છે. જો તે એક છેડાથી બીજા છેડા તરફ `18 m//s` ની ઝડપે તરાપાની સાપેક્ષે ચાલે, તો પાણીની સાપેક્ષે તરાપાની ઝડપ કેટલી થાય ?
સમાન ગતિઊર્જા ધરાવતા 1 g અને 4 g દળના પદાર્થો ગતિ કરે છે. રેખીય વેગમાનનો ગુણોત્તર .......... .
કણોના બનેલા તંત્રના દ્રવ્યમાન-કેન્દ્રનો સ્થાનસદિશ ....... પર આધાર રાખતો નથી.
એક વર્તુળાકાર તકતી સરક્યા વિના ગબડે છે ત્યારે તેના દ્રવ્યમાન-કેન્દ્રનો વેગ `v_cm` છે. નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે ?
`m_1` અને `m_2` દળ ધરાવતાં બે કણોથી બનેલા તંત્રમાં પ્રથમ કણને તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર તરફ d જેટલા અંતરે ખસેડવામાં આવે છે. જો આ કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર તેના મૂળ સ્થાને રાખવું હોય, તો બીજા કણને કેટલા અંતરે ખસેડવો પડે ?
1 kg અને 3 kg દળ ધરાવતાં બે કણોના સ્થાનસદિશ અનુક્રમે `hati + 2 hatj + hatk` અને `-3hati - 2hatj + hatk` છે. આ કણોના તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાનસદિશ ....... છે.
કણ A અને B તેમની પ્રારંભિક સ્થિર સ્થિતિમાંથી તેમની વચ્ચેના ગુરુત્વાકર્ષણ બળને કારણે ગતિમાં આવે છે. જયારે કણ A નો વેગ v થાય, ત્યારે કણ B નો વેગ 2v થાય છે. આ તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ ...... થાય.
ત્રણ દળ X-અક્ષ પર રાખવામાં આવ્યા છે. `300 g` નું દળ ઉગમબિંદુ પર, `500 g` નું દળ `x = 40 cm` પર અને `400 g` નું દળ `x = 70 cm` પર રાખવામાં આવેલ છે, તો ઉગમબિંદુથી દ્રવ્યમાન-કેન્દ્રનું અંતર ...... .
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જો તંત્રને મુક્ત કરવામાં આવે, તો તંત્રના દ્રવ્યમાન-કેન્દ્રનો પ્રવેગ ..... .
m, 2m, 3m અને 4m દળના ચાર ગોળાઓને સમાંતર બાજુ ચતુષ્કોણના ચાર ખૂણાઓ પર ગોઠવેલા છે. સમાંતર બાજુ ચતુષ્કોણની દરેક બાજુનું માપ 'a' જેટલું અને બે પાસપાસેની બાજુઓ વચ્ચેનો કોઈ એક ખૂણો `60^circ` છે. સમાંતર બાજુ ચતુષ્કોણ `X - Y` સમતલમાં આવેલ છે અને દળ m ઉગમબિંદુ પર તથા દળ 4m અને X અક્ષ પર ગોઠવાયેલ છે, તો તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધો.
1 kg, 2 kg અને 3 kg દ્રવ્યમાન ધરાવતા ત્રણ કણોના એક તંત્રનું દ્રવ્યમાન-કેન્દ્ર `(1, 2, 3)` પર તથા 3 kg અને 2 kg દળવાળા બે કણોના બીજા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર `(-1, 3, -2)` પર આવેલું છે. 5 kg દળવાળો એક કણ ક્યાં રાખવામાં આવે કે જેથી સમગ્ર તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર પહેલાં તંત્ર (ત્રણ કણોના બનેલા) ના સ્થાન આગળ જ મળે ?
આકૃતિમાં `t = 0` સમયે અવકાશમાં પરસ્પર ઉદ્દભવતા ગુરુત્વાકર્ષણ બળના કારણે ગતિ કરતા બે કણોના સ્થાન અને વેગ દર્શાવ્યા છે. એક સેકન્ડ બાદ તંત્રના દ્રવ્યમાન-કેન્દ્રનું સ્થાન ..... .
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે દળો `m_1 = 1 kg` અને `m_2 = 2kg` ને હલકી અતન્ય દોરીના છેડે બાંધીને તેમને વજનરહિત ગરગડી પરથી લટકાવેલ છે. બંને દળ સ્થિર સ્થિતિમાંથી ગતિમાં આવે છે તેમ ધારો. બે સેકન્ડમાં તંત્રના દ્રવ્યમાન-કેન્દ્રએ કાપેલું અંતર ...... .`(g = 10 m s^(-2)` લો.)
`m_1 = 4 kg` દ્રવ્યમાન ધરાવતો પદાર્થ `5hati m//s` અને `m_2 = 2 kg` દ્રવ્યમાન ધરાવતો પદાર્થ `10hati m//s` ના વેગથી ગતિ કરે છે, તો તંત્રના દ્રવ્યમાન કેન્દ્રની ગતિઊર્જા ..... .
ઘણાબધા કણોને ઉગમબિંદુની આસપાસ મૂકવામાં આવ્યા છે. દરેક કણનું ઉગમબિંદુથી અંતર R છે, તો ઉગમબિંદુથી તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું અંતર ..... .
સમાન દળનું વિતરણ ધરાવતો એક પાતળો ચોરસ છે. જો તેના એક વિકર્ણનાં અંત્યબિંદુઓ `(-2, 0) m` અને `(2, 2)m` હોય, તો ચોરસ પ્લેટના દ્રવ્યમાન-કેન્દ્રના યામ .....m
આકૃતિમાં દર્શાવેલ નિયમિત ઘનતાવાળા પાતળા પતરાનું દ્રવ્યમાન કેન્દ્ર ..... `cm` છે.
L લંબાઈ અને m દળ ધરાવતા બરફના સમઘનને એક M દળ ધરાવતી લાંબી અને ઊંડી થાળીમાં મૂકવામાં આવે છે. આ સમઘન બરફ પીગળતા પાણીની સપાટી થાળીમાં નહીંવત ઊંચાઈ ધારણ કરે છે, તો બરફ ઓગળ્યા પછીનું દ્રવ્યમાન કેન્દ્ર કેટલું નીચું આવશે ?
એક લંબચોરસ પ્લેટનો અડધો ભાગ `rho_1` ઘનતા ધરાવતી ધાતુનો બનેલો છે અને બાકીનો અડધો ભાગ `rho_2` ઘનતા ધરાવતી ધાતુનો બનેલો છે. જો પ્લેટની કુલ લંબાઈ L હોય, તો આ લંબચોરસ પ્લેટનું દ્રવ્યમાન કેન્દ્ર O થી કેટલા અંતરે હશે ?
એક સળિયાની લંબાઈ `3 m` છે અને તેનું એકમ લંબાઈ દીઠ દ્રવ્યમાન એ તેના કોઈ એક છેડાથી અંતર x ના સમપ્રમાણમાં છે, તો સળિયાના છેડાથી સળિયાનું ગુરુત્વકેન્દ્ર ..... અંતરે હશે.
એક બોટના બે છેડા પર `55 kg` અને `65 kg` દળ ધરાવતી બે વ્યક્તિઓ બેઠી છે. બોટની લંબાઈ `3.0 m` અને વજન `100 kg` છે. `55 kg` દ્રવ્યમાનવાળી વ્યક્તિ ચાલીને 65 kg દ્રવ્યમાનવાળી વ્યક્તિ પાસે જઈને બેસે છે. જો બોટ સ્થિર પાણીમાં હોય, તો તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર કેટલું સ્થાનાંતરિત થશે ?
L લંબાઈ અને M દળની ત્રણ ઇંટો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દીવાલ પાસે ગોઠવેલ છે. તંત્રનું દ્રવ્યમાન-કેન્દ્રનું દીવાલથી અંતર ....... .
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 'T' આકારનો એક પદાર્થ સમક્ષિતિજ સપાટી પર મૂકેલો છે. AB ને સમાંતર બિંદુ P પર બળ F એવી રીતે લગાડવામાં આવે છે કે જેથી પદાર્થ ચાકગતિ કર્યા વિના માત્ર રેખીય ગતિ કરે છે, તો બિંદુ C ના સંદર્ભમાં બિંદુ P નું સ્થાન ....... .
આકૃતિમાં દર્શાવેલ ચોરસ પ્લેટ અને વર્તુળાકાર તકતી માટે દ્રવ્યની ઘનતા સમાન હોય, તો તેમના બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર ....... હશે.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 2 kg દળના અને `2 m` ત્રિજ્યાના ત્રણ એકસમાન ગોળાઓને તેમનાં કેન્દ્રો એક સુરેખા પર સંપાત થાય અને એકબીજાને સ્પર્શે તેમ ગોઠવાયેલા છે. જો તેમનાં કેન્દ્રોને અનુક્રમે A, B અને C વડે દર્શાવવામાં આવે,તો A બિંદુના સંદર્ભમાં તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું અંતર ........ m.
કણ A અને B તેમની પ્રારંભિક સ્થિર સ્થિતિમાંથી તેમની વચ્ચેના ગુરુત્વાકર્ષણ બળને કારણે ગતિમાં આવે છે. જયારે કણ A નો વેગ v થાય, ત્યારે કણ B નો વેગ 2v થાય છે. આ તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ ...... થાય.
એક બંધ દરવાજાની ધાર ઉપર `1 N` બળ આકૃતિ પ્રમાણે લગાડવામાં આવે છે. જો દરવાજાની પહોળાઈ `1.2 m` હોય તો દરવાજા પર લાગતું ટોર્ક ....... હોય.
ઊગમબિંદુ O ઉપર `-F hatk` બળ લાગે છે, તો (1, -1) ઉપર રહેલા બિંદુ ઉપર લાગતું ટોર્ક `vecT` = …… .
સ્થાનસદિશ `vecr` ધરાવતા બિંદુ પર રહેલા કણ પર `vecF` બળ લગાડતાં ઊગમબિંદુને અનુલક્ષી, આ કણ પર લાગતું ટોર્ક `vecT` છે, તો નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
બળયુગ્મ ...... ઉત્પન્ન કરે છે.
1.6 m પહોળા દરવાજાને ખોલવા કે બંધ કરવા તેના ખુલ્લા છેડા આગળ 1 N બળ લગાડવું જરૂરી છે, તો દરવાજાના મિજાગરાથી 0.4 m અંતરે આવેલા બિંદુ આગળ કેટલું બળ લગાડવું જરૂરી છે કે જેથી દરવાજો ખોલી કે બંધ કરી શકાય ?
એક સમબાજુ ત્રિકોણ ABC નું મધ્યબિંદુ O છે. આ ત્રિકોણની બાજુઓ AB, BC અને AC ની દિશાઓમાં અનુક્રમે `vecF_1`, `vecF_2` અને `vecF_3` બળો લાગે છે. જો બિંદુ O ઉપર લાગતું કુલ ટોર્ક શૂન્ય હોય, તો બળ `vecF_3` નું મૂલ્ય .... થાય.
આકૃતિમાં બે બિંદુઓ A અને B પર બે બળ અનુક્રમે `vecF_1` અને `-vecF_1` દર્શાવેલ છે, તો તંત્ર પર લાગતું કુલ ટોર્ક શોધો.
`vecT = vecr xx vecF` સૂત્રમાં.....
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે `2 kg` દળનો એક બ્લોક સમક્ષિતિજ સાથે `30^circ` કોણ બનાવતી દિશામાં લાગતા `10 N` બળની અસર હેઠળ અચળ વેગથી ગતિ કરે છે. જો બ્લોકની સપાટી અને સમક્ષિતિજ સપાટી વચ્ચે ઘર્ષણબળ `0.2 N` હોય, તો લંબપ્રત્યાઘાતી બળ N ની કાર્યરેખાનું O થી અંતર ....... .
ઉગમબિંદુને અનુલક્ષીને સ્થાનસદિશ `vecr = 3hati + 2hatj + 3hatk` ધરાવતા બિંદુ આગળ લાગતું બળ `vecF = 2hati - 3hatj + 4hatk N` હોય, તો ઉગમબિંદુને અનુલક્ષીને ટોર્ક કેટલું ?
બળયુગ્મ ...... ઉત્પન્ન કરે છે.
બિંદુ `vecr = 7hati + 3hatj + hatk` આગળ લાગતા બળ `vecF = -3hati + hatj + 5hatk` વડે ઉદ્દભવતું ટોર્ક શોધો.
સ્થાનસદિશ `vecr` ધરાવતા બિંદુ પર રહેલા કણ પર `vecF` બળ લગાડતાં ઊગમબિંદુને અનુલક્ષી, આ કણ પર લાગતું ટોર્ક `vecT` છે, તો નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
`350 W` રેટિંગ ધરાવતા એક ઇલેક્ટ્રિક ડ્રીલની મોટરની કાર્યક્ષમતા `40%` છે. જો તે `2400 "rpm"` પર કાર્ય કરતી હોય, તો તેના દ્વારા ઉદ્દભવતું ટોર્ક ...... .
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે `100 cm` લંબાઈના એક સળિયા પર સમાન મૂલ્યના અને સમાંતર એવાં ચાર બળો સળિયાના એક છેડાથી અનુક્રમે `20 cm`, `40 cm`, `60 cm` અને `80 cm` અંતરે લાગુ પાડ્યા છે. સળિયાના દ્રવ્યમાનને અવગણતા, આ બળોની અસર નીચે સળિયો ...... .
`L = 3 m` લંબાઈના સળિયા AB પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ બળો લાગુ પાડ્યા છે, તો બિંદુ A ને અનુલક્ષીને સળિયા પરનું કુલ ટોર્ક .... .
ઊગમબિંદુ O ઉપર `-F hatk` બળ લાગે છે, તો (1, -1) ઉપર રહેલા બિંદુ ઉપર લાગતું ટોર્ક `vecT` = …… .
એક સમબાજુ ત્રિકોણ ABC નું મધ્યબિંદુ O છે. આ ત્રિકોણની બાજુઓ AB, BC અને AC ની દિશાઓમાં અનુક્રમે `vecF_1`, `vecF_2` અને `vecF_3` બળો લાગે છે. જો બિંદુ O ઉપર લાગતું કુલ ટોર્ક શૂન્ય હોય, તો બળ `vecF_3` નું મૂલ્ય .... થાય.
સમાન દ્રવ્યમાન વિતરણ ધરાવતા m દળના એક મીટર સ્કેલને તેના બે છેડે ઊર્ધ્વદિશામાં દોરી બાંધીને સમક્ષિતિજ લટકાવેલ છે. આ મીટર સ્કેલ પર `75 cm` ના માપક્રમ આગળ `2 m` દ્રવ્યમાન મૂકવામાં આવે છે, તો બે દોરીમાં ઉદ્દભવતા તણાવબળનો ગુણોત્તર ......... .
Exercise questions and complete solutions for chapter કણોના તંત્રનું ગતિવિજ્ઞાન અને દ્રઢ પદાર્થ of PHOENIX PUBLICATION of Class 11