Class 11 | PHYSICS |
Chapter | દોલનો અને તરંગો |
PHOENIX PUBLICATION | Example |
Number Of Questions | 39 |
Academic Year | 2023-24 |
એક સરળ આવર્તગતિ `X = 10 sin (20t + 0.5)` વડે રજૂ કરવામાં આવે છે, તો સરળ આવર્તગતિનો કંપવિસ્તાર, કોણીયઆવૃત્તિ, આવૃત્તિ, આવર્તકાળ અને પ્રારંભિક કળા શોધો.(સ્થાનાંતર મીટર અને સમય સેકન્ડમાં છે.)
એક સરળ આવર્ત દોલક 2 s ના આવર્તકાળ અને 5 cm ના કંપવિસ્તાર સાથે Y-અક્ષ પર સરળ આવર્તગતિ કરે છે. મધ્યમાન સ્થાનેથી ગતિની શરૂઆત થતી હોય, તો `frac(1)(3) sec` બાદ દોલકનું સ્થાનાંતર, વેગ અને પ્રવેગ શોધો.
એક કણ Y-અક્ષ પર 25 cm કંપવિસ્તાર અને 3 s આવર્તકાળવાળી સરળ આવર્તગતિ કરે છે, તો મધ્યમાન સ્થાનની કોઈ પણ બાજુએ 12.5 cm અંતરે આવેલાં બિંદુઓ વચ્ચે ગતિ કરવા માટે લાગતો ન્યૂનતમ સમય શોધો.
Y-અક્ષ પર સરળ આવર્તગતિ કરતા કણ દ્વારા મધ્યમાન સ્થાનથી 2 s ના સમયગાળામાં કપાયેલ નાનામાં નાનું અંતર એ તેના કંપવિસ્તારના `(frac(sqrt3)(2))` ગણું છે, તો તેનો આવર્તકાળ શોધો
Y-અક્ષ પરની સરળ આવર્તગતિ માટે t સમયે સ્થાનાંતર `y = A sin 2pit` છે, જ્યાં y મીટરમાં અને t સેકન્ડમાં છે. ધારો કે કણને y = 0 થી `y = frac(A)(2)` પહોંચવા માટે લાગતો સમય `t_1` અને `y = frac(A)(2)` થી y = A સુધી પહોંચવા માટે લાગતો સમય `t_2` છે, તો`frac(t_1)(t_2)` શોધો.
એક પદાર્થ Y-અક્ષ પર સરળ આવર્તગતિ કરે છે, જેનો. આવર્તકાળ 8 s છે. જો તેનું દળ 0.1 kg અને મધ્યમાન સ્થાન પસાર કર્યા બાદ 1 s પછી તેનો વેગ `4 m s^-1` હોય, તો તેની ગતિઊર્જા, સ્થિતિઊર્જા અને કુલ ઊર્જા શોધો.
800 N/m ના બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગને 5 cm ખેંચવામાં આવેલી છે. હવે જો તેને 5 cm થી 15 cm ખેંચતા કરવું પડતું કાર્ય ......... .
10 g દળનો એક કણ Y-અક્ષ પર 2 s આવર્તકાળ અને 10 cm કંપવિસ્તાર સાથે સરળ આવર્તગતિ કરે છે. કણ મધ્યમાન સ્થાનથી 2 cm અને 5 cm અંતરે હોય ત્યારે તેની ગતિઊર્જા શોધો. આ બંને સ્થાન આગળ ગતિઊર્જામાં થતા ફેરફારનું કારણ દર્શાવો.
એક કણ A કંપવિસ્તાર સાથે સરળ આવર્તગતિ કરે છે. મધ્યમાન સ્થાનથી કયા સ્થાન આગળ તેની ગતિઊર્જા અને સ્થિતિઊર્જા એકસમાન હશે ?
સરળ આવર્ત દોલકના ગોળાનું દળ 1 g છે. તે 3 cm કંપવિસ્તાર અને 5 `કંપન//સેકન્ડ` આવૃત્તિ સાથે સરળ આવર્ત દોલનો કરે છે. ગોળાની ન્યૂનતમ સ્થિતિમાં ગતિઊર્જા શોધો.
સ્પ્રિંગ બેલેન્સમાં સ્પ્રિંગ ના છેડે લટકાવેલ પલ્લાનું દળ 1 kg છે. , જ્યારે પલ્લામાં 2 kg નું દળ મૂકવામાં આવે ત્યારે સ્પ્રિંગ ની લંબાઈમાં 10 cm નો વધારો થાય છે, તો ખાલી પલ્લું કેટલી આવૃત્તિ સાથે દોલનો કરશે ?
12 kg દળની ટ્રે ને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે એકસમાન સ્પ્રિંગ પર ગોઠવેલી છે. હવે જ્યારે ટ્રે ને ધીમેથી નીચે તરફ દબાવીને છોડી દેવામાં આવે, તો તે 1.5 s ના આવર્તકાળ સાથે સરળ આવર્ત દોલનો કરે છે. તો દરેક સ્પ્રિંગ નો બળઅચળાંક શોધો. જો ટ્રે પર M દળનો બ્લૉક મૂકવામાં આવે, તો ટ્રે ના દોલનનો આવર્તકાળ 3 s થાય છે, તો બ્લોકનું દળ M શોધો.
600 `N m^-1` બળઅચળાંક ધરાવતી બે સમાન સ્પ્રિંગ સાથે આકૃતિમાં દર્શાવ્યા.મુજબ 3.0 kg દળની ટ્રોલી જોડેલી છે. જો ટ્રોલીને તેની મધ્યમાન સ્થિતિમાંથી 5.0 cm જેટલી સ્થાનાંતરિત કરવામાં આવે, તો ઉદભવતાં દોલનોનો આવર્તકાળ અને ટ્રોલીની મહત્તમ ઝડપ શોધો.
એક શિરોલંબ લટકાવેલ સ્થિતિસ્થાપક સ્પ્રિંગ ના છેડે લટકાવેલ ગોળાને તેના મધ્યમાન સ્થાનથી નીચે તરફ 0.04 m જેટલો સ્થાનાંતરિત કરવામાં આવે છે. ગોળાનો પ્રારંભિક પ્રવેગ 0.30 `m s^-2` છે, તો તેના દોલનનો આવર્તકાળ શોધો.
સેકન્ડ લોલકની લંબાઈ શોધો.
એક સેકન્ડ લોલકને લિફ્ટમાં લટકાવેલ છે. જો લિફ્ટ ઊર્ધ્વદિશામાં `4 m s^-2` ના પ્રવેગથી ગતિ કરે, તો સેકન્ડ લોલકનો આવર્તકાળ શોધો.
જો સાદા લોલકની લંબાઈમાં 2 % નો ઘટાડો કરવામાં આવે, તો દિવસના સમયગાળામાં થતો પ્રતિશત વધારો કે ઘટાડો શોધો.
3 s અને 7 s આવર્તકાળ ધરાવતા બે સાદા લોલક તેમના ગતિપથના પરસ્પર વિરુદ્ધ દિશામાં આવેલા અંતિમ સ્થાનેથી સરળ આવર્તગતિની શરૂઆત કરે છે, તો કેટલા સમય બાદ બંને લોલકની કળા સમાન થાય ?
હવામાં લટકાવેલા સાદા લોલકના દોલનનો આવર્તકાંળ T છે. સાદા લોલકને પાણીમાં લટકાવવામાં આવે તો તેના દોલનનો આવર્તકાળ `T = sqrt2 T` થાય છે, તો સાદા લોલકના ગોળાના દ્રયની ઘનતા શોધો. (પાણીની ઘનતા = 1 g `cm^-3`)
100 g દળ ધરાવતો એક દોલક અવમંદિત દોલનો કરે છે. જ્યારે 100 દોલનો પૂરાં થાય ત્યારે દોલનનો કંપવિસ્તાર મૂળ કંપવિસ્તાર કરતાં અડંધો બને છે. જો આવર્તકાળ 2 s હોય, તો અવરોધ (અવમંદન) ગુણાંક શોધો.
અવમંદિત દોલન કરતા પદાર્થનો કંપવિસ્તાર 10 s ને અંતે પ્રારંભિક કંપવિસ્તાર કરતાં અડધો બને છે, તો 20 s ને અંતે તેનો કંપવિસ્તાર શોધો. (પ્રારંભિક કંપવિસ્તાર = 10 cm)
256 Hz આવૃત્તિવાળો સ્વરકાંટો 64 કંપનો પૂર્ણ કરે ત્યારે હવામાં ધ્વનિ કેટલું અંતર કાપશે ? હવામાં ધ્વનિનો વેગ = 320 `m s^-1`
2000 m લાંબા ધાતુના એક લાંબા સળિયાના એક છેડે ધ્વનિ ઉદગમ રાખવામાં આવેલ છે. સળિયાના બીજા છેડે 5.6 s ના સમયગાળે બે ધ્વનિ સંભળાય છે. જો હવામાં ધ્વનિનો વેગ 330 `m s^-1` હોય, તો ધાતુમાં ધ્વાનેનો વેગ શોધો.
એક ધાતુ માટે દઢતા અંક `2.1 times 10^10 N m^-2` અને ઘનતા `2.7 times 10^3 kg m^-3` છે, તો ધાતુમાં લંબગત તરંગનો વેગ શોધો.
સમુદ્રમાં એક જહાજ પરથી સમુદ્રના તળિયા તરફ સંગત તરંગનું પ્રસરણ કરવામાં આવે છે. જો સંગત તરંગ તળિયા પરથી પરાવર્તન પામીને 2.64 s માં પાછું આવતું હોય, તો સમુદ્રની ઊંડાઈ શોધો. સમુદ્રના પાણી માટે બલ્ક મોડ્યુલસ `220 times 10^7 N m^-2` અને ઘનતા 1.1 times 10^3 kg m^-3` છે.
પ્રગામી ઢાર્મોનિક તરંગનું સમીકરણ `y = 0.25 times 10^-3 sin (500t - 0.025x) છે, જ્યાં y, t અને x અનુક્રમે cm, sec અને m માં છે, તો તરંગનો કંપવિસ્તાર, આવર્તકાળ, કોણીય આવૃત્તિ, તરંગલંબાઈ શોધો તથા કણના વેગનો કંપવિસ્તાર અને પ્રવેગનો કંપવિસ્તાર શોધો.
તણાવવાળી દોરીમાં પ્રસરતા લંબગત તરંગની ઝડપ `20 m s^-1` અને આવૃત્તિ 50 Hz છે, તો દોરી પર 10 cm ના અંતરે આવેલા બે કણો વચ્ચેના દોલનનો કળાતફાવત શોધો.
સમાન કંપવિસ્તાર અને સમાન આવૃત્તિવાળા બે તરંગોના સંપાતીકરણના કારણે ઉદ્ભવતા પરિણામી તરંગનો કંપવિસ્તાર મૂળ કંપવિસ્તાર જેટલો જ હોય, તો બંને તરંગો વચ્ચેનો કળાતફાવત શોધો.
બે ઉદ્દગમો A અને B સમાન કંપવિસ્તાર અને સમાન આવૃત્તિવાળા બે હાર્મોનિક તરંગો ઉત્પન્ન કરે છે, જે સુરેખ રેખા પર પ્રસરણ પામી બિંદુ P આગળ પહોંચે છે. ઉદ્દગમો A માંથી ઉદ્ભવતા તરંગો ઉદ્દગમો B માંથી ઉદ્ભવતા તરંગો કરતાં કળામાં `frac(pi)(5)` જેટલા આગળ છે તથા AP અંતર એ BP અંતર કરતાં 50 cm જેટલું વધારે છે. જો તરંગની તરંગલંબાઈ 1 m હોય, તો બિંદુ p આગળ પરિણામી કંપવિસ્તાર શોધો.
એક ધાતુના તારની રેખીય દ્રવ્વમમાન ઘનતા `9.8 g m^-1` છે અને તેને 1 m ના અંતરે રાખેલા દૃઢ આધાર વડે 10 kg નું તણાવબળ લાગુ પાડેલ છે. તાર પર મધ્યબિંદુને કાયમી ચુંબકના ધ્રુવ વચ્ચેથી પસાર કરવામાં આવે છે અને તેમાંથી જ્યારે v આવૃત્તિનો એ.સી. વીજપ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તે અનુનાદની સ્થિતિમાં કંપન કરે છે, તો એ.સી. ઉદ્ગમની આવૃત્તિ શોધો.
બંને છેડેથી ખુલ્લી એવી ઓપન આઓંર્ગન પાઇપની લંબાઈ 0.5 m છે. જો હવામાં ધ્વાનેનો વેગ `350 ms^-1` હોય, તો પાઇપમાં ઉદભવતાં દોલનોની મૂળભૂત આવૃત્તિ શોધો. જો પાઇપનો એક છેડો બંધ હોય, તો મૂળભૂત આવૃત્તિ શોધો.
ક્લોઝૂડ આંર્ગન પાઇપમાં રચાતા સ્થિત તરંગના દ્વિતીય ઓવરટોનની આવૃત્તિ એ ઓપન ઓર્ગન પાઇપમાં રચાતા સ્થિત તરંગના ચતુર્થ ઓવરટોનને સમતુલ્ય હોય, તો ક્લોઝૂડ ઓર્ગન પાઇપ અને ઓપન આંર્ગન પાઇપની લંબાઈનો ગુણોત્તર શોધો.
બંને છેડેથી ખુલ્લી એવી એક ઓપન આંર્ગન પાઇપના એક છેડાને અચાનક બંધ કરી દેવામાં આવે, તો ક્લોઝ્ડ ઓર્ગન પાઈપના ત્રીજા હાર્મોનિકની આવૃત્તિ એ ઓપન ઓર્ગન પાઈપની મૂળભૂત આવૃત્તિ કરતાં 100Hz જેટલી વધારે માલૂમ પડે છે, તો ઓપષત્ત ઓર્ગન પાઈપની મૂળભૂત આવૃત્તિ શોધો.
એક અવલોકનકર્તા સ્થિર ઉદ્ગમ તરફ ધ્વનિના વેગથી પાંચમા ભાગના વેગ સાથે ગતિ કરે છે, તો અવલોકનકર્તા દ્દારા અનુભવાતા ધ્વનિની આવૃત્તિમાં કેટલા ટકા વધારો થશે ?
એક અવલોકનકર્તા રેલવે ક્રોસિંગ આગળ ઊભો છે અને જ્યારે ટ્રેન અવલોકનકર્તા તરફ આવે અને અવલોકનકર્તાથી દૂર જાય ત્યારે અનુક્રમે 2.2 kHzઅને 1.8 kHz ની આવૃત્તિ અનુભવે છે. ટ્રેનની ઝડપ શોધો. હવામાં ધ્વનિની ઝડપ `300 m s^-1` છે.
એક અવલોકનકર્તા `2 m s^-1` ના વેગથી દીવાલ તરફ ગતિ કરે છે. અવલોકનકર્તા તેની પાછળ થોડી દૂર આવેલા સ્થિર ઉદ્ગમમાંથી ઉત્સર્જાતા સીધા ઘ્વનિ તરંગ અને દીવાલ પરથી પરાવર્તન પામેલા ધ્વનિ તરંગને સાંભળે છે. જો ઉદ્ગમ દ્વારા ઉત્સર્જાતા ધ્વનિની આવૃત્તિ 680 Hz હોય, તો આ બે ધ્વનિ તરંગો વડે ઉદ્ભવતા સ્પંદની આવૃત્તિ શોધો.
540 Hz આવૃત્તિના ધ્વનિને ઉત્સર્જતું એક ઉદ્ગમ 2 m ત્રિજ્યાના વર્તુળાકાર ગતિપથ પર `15 rad s^-1` ની કોણીય ઝડપથી પરિભ્રમણ કરે છે. વર્તુળાકાર ગતિપથના કેન્દ્રથી ઘણે દૂર રહેલા સ્થિર અવલોકનકર્તા દ્દારા અનુભવાતી ઘ્વનિની મહત્તમ અને ન્યૂનતમ આવૃત્તિ શોધો. ધ્વાનિનો વેગ = 330 `m s^-1`.
એક અજ્ઞાત આવૃત્તિવાળા સ્વરકાંટા અને 512 Hz આવૃત્તિવાળા સ્વરકાંટા વડે પ્રતિ સેકન્ડ 4 સ્પંદ ઉદ્ભવે છે. હવે આ અજ્ઞાત આવૃત્તિવાળા સ્વરકાંટા અને 514 Hz આવૃત્તિવાળા સ્વરકાંટા વડે પ્રતિ સેકન્ડ 6 સ્પંદ ઉદભવે છે, તો અજ્ઞાત આવૃત્તિવાળા સ્વરકાંટાની આવૃત્તિ શોધો.
256 Hz આવૃત્તિવાળો સ્વરકાંટો પિયાનોના કંપિત તાર સાથે પ્રતિ સેકન્ડ 5 સ્પંદ ઉત્પન્ન કરે છે, જ્યારે પિયાનોના તારના તણાવબળમાં સહેજ વધારો કરવામાં આવે તો સ્પંદ આવૃત્તિ ઘટીને પ્રતિ સેકન્ડ 2 સ્પંદ થાય છે, તો તણાવબળ વધાર્યા પહેલા પિયાનોના તારની કંપનની આવૃત્તિ કેટલી હશે ?
Example questions and complete solutions for chapter દોલનો અને તરંગો of PHOENIX PUBLICATION of Class 11