Class 11 | PHYSICS |
Chapter | દોલનો અને તરંગો |
PHOENIX PUBLICATION | Exercise |
Number Of Questions | 100 |
Academic Year | 2023-24 |
એક સરળ આવર્તગતિ કરતા પદાર્થ માટે વેગ અને સ્થાનાંતર વચ્ચેનો સંબંધ `4v^2 = 25 – y^2` છે ,તો સરળ આવર્તગતિ નો આવર્તકાળ શોધો.
સરળ આવર્તગતિ કરતા પદાર્થ નો મહત્તમ વેગ 40 cm `s^-1` અને મહત્તમ પ્રવેગ 50 cm `s^-2` છે,તો તેના દોલનનો કંપવિસ્તાર અને આવર્તકાળ શોધો
સરળ આવર્ત દોલન કરતા પદાર્થનો આવર્તકાળ 2 s છે , `t = 0 s` પછી કેટલા સમય બાદ તેનું સ્થાનાંતર કંપવિસ્તાર કરતા અડધું થાય?
એક સરળ આવર્ત દોલકનો આવર્તકાળ 12 s છે.દોલનનો મધ્યમાન સ્થાન પાસેથી પસાર થયા બાદ 2 s પછી તેના દોલનનો વેગ 3.142 cm `s^-1` હોય,તો દોલનનો કંપવિસ્તાર અને ગતિપથની લંબાઈ શોધો
એક સરળ આવર્ત દોલક 1 મિનિટ માં 1200 દોલનો પૂરાં કરે છે અને મધ્યમાન સ્થાન પાસેથી 31.4 m `s^-1` જેટલા વેગથી પસાર થાય છે.તો આ સરળ આવર્ત દોલકનો કંપવિસ્તાર શોધો તથા `t = 0` સમયે સ્થાનાંતર શૂન્ય હોય,તો સ્થાનાંતર નું સમીકરણ લખો .
10 kg દળ નો એક પદાર્થ મધ્યમાન સ્થાને થી Y- અક્ષ પર દોલનની શરૂઆત કરે છે ,1 સેકન્ડ બાદ તેનો વેગ 6π cm `s^-1` છે .જો પદાર્થ ના દોલન નો આવર્તકાળ 6 sec હોય ,તો તેની ગતિ ઉર્જા ,સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા શોધો
Y -અક્ષ પર સરળ આવર્તગતિ કરતા કણનો આવર્તકાળ `2pi`sec અને કુલઉર્જા`1.024 xx 10^-3 J` છે. `frac(pi)(4) s` સમયે કણનું સ્થાનાંતર `0.08sqrt2` હોય,તો કણ ના દોલનનો કંપવિસ્તાર અને દળ શોધો.
એક કણ Y - અક્ષ પર A કંપવિસ્તારવાળી સરળ આવર્તગતિ કરે છે .મધ્યમાન સ્થાનથી ક્યાં સ્થાન આગળ તેની ગતિઉર્જા અને સ્થિતિઊર્જા સમાન હોય ?ક્યાં સ્થાન આગળ તેની ઝડપ એ મધ્યમાન સ્થાન આગળની ઝડપથી અડધી હોય?
1 kg દળ ના એક પદાર્થની સરળ આવર્તગતિ નું સમીકરણ `y = 6 sin (100t + frac(pi)(4))` છે,તો તેની મહત્તમ ગતિઊર્જા શોધો .
2 kg દળ નો X - પદાર્થ અક્ષ પર સરળ આવર્તગતિ કરે છે.મધ્યમાન સ્થાનથી x અંતરે તેની સ્થિતિઊર્જા `9x^2`J છે,જો પદાર્થ ની કુલ ઉર્જા 36 J હોય ,તો પદાર્થ નો મહત્તમ વેગ શોધો.
એક સ્થિતિસ્થાપક સ્પ્રિંગ ને 0.1 m જેટલી દબાવતા તેમાં 10 N જેટલું પુનઃ સ્થાપક બળ ઉદ્દભવે છે ,તેના પર 4 kg દળ નો પદાર્થ મુકેલ છે, તો સ્પ્રિંગ નો બળઅચળાંક શોધો તથા પદાર્થ મૂકતાં સ્પ્રિંગ કેટલી દબાશે અને તેના દોલનનો આવર્તકાળ શોધો. ( g = 10 m `s^-2` લો )
k બળઅચળાંક ધરાવતી સ્પ્રિંગના છેડે m દળ લટકાવતા તેમાં ઉદ્દભવતા દોલનનો આવર્તકાળ T થાય છે .જો સ્પ્રિંગ ના ત્રણ સમાન ટુકડાઓ કરવામાં આવે, તો દરેક ટુકડાનો બળઅચળાંક શોધો .જો કોઈ એક ટુકડા સાથે m દળ લટકાવવામાં આવે,તો દોલનનો આવર્તકાળ શોધો.
એક સ્પ્રિંગ ની લંબાઈ l અને બળઅચળાંક k છે.જયારે તેના છેડે W વજન લટકાવવામાં આવે છે ,ત્યારે તેની લંબાઈ x જેટલી વધે છે .જો સ્પ્રિંગ ના બે સમાન ટુકડાઓ કરવામાં આવે અને તેમને સમાંતર રીતે જોડી તેમના છેડે W વજન લટકાવતા તેમની લંબાઈ માં થતો વધારો શોધો.
બે સ્પ્રિંગના બળ અચળાંકો અનુક્રમે `1500 N//m` અને `3000 N//m` છે. જો તેમને સમાન બળો આપી ખેંચવામાં આવે તો તેમાં સંગ્રહ પામતી સ્થિતિઊર્જાનો ગુણોત્તર શોધો.
જયારે એક સ્પ્રિંગ ના છેડે m દળ લટકાવવામાં આવેતો તેની લંબાઈ 0.2 m જેટલી વધે છે .હવે દળ m ને થોડુંક વધારે સ્થાનાંતર કરાવીને છોડી દેવામાં આવે ,તો તેના દોલનનો આવર્તકાળ શોધો ( g = 9.8 m `s^-2` લો )
સ્થિર લિફ્ટ ની છત પરથી લટકાવેલા સાદા લોલક ના દોલનનો આવર્તકાળ T છે,જો લિફ્ટ ઊધ્વદિશા માં 10 m `s^-2` ના પ્રવેગ થી ગતિ કરે,તો સાદા લોલક ના દોલનનો આવર્તકાળ શોધો.( g = 10 m `s^-2`)
કોઈ એક સ્થળે ગુરુત્વપ્રવેગ `pi^2 m s^-2` છે,તો આ સ્થળે લટકાવેલા 1 m લંબાઈના સાદા લોલક નો આવર્તકાળ શોધો
જો સાદા લોલક ની લંબાઈ 9 ગણી અને સાદા લોલક ના ગોળાનું દ્રવ્યમાન 4 ગણું કરવામાં આવે ,તો તેનો અવર્તકાળ કેટલા ગણો થાય?
l લંબાઈ ધરાવતું સાદું લોલક, મધ્યમાન સ્થાનથી theta જેટલું કોણીય સ્થાનાંતર દર્શાવે છે, તો જયારે તેને છોડવામાં આવે ત્યારે નિમ્ન સ્થાને તેનો વેગ ...... .
1 મીટરની લંબાઈનું લોલક આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે `theta = 60°` થી મુક્ત કરવામાં આવે છે. `theta = 30°` ના ખૂણે તેના વેગમાં થતા ફેરફારનો દર ........ . (g = 10 `m//s^2`)
અવમંદિત દોલકનો 100 દોલનના અંતે કંપવિસ્તાર મૂળ કંપવિસ્તાર `A_o` ના ત્રીજા ભાગ નો થઇ જાય છે ,તો 200 દોલનના અંતે કંપવિસ્તાર શોધો.
અવમંદિત દોલકનો કંપવિસ્તાર 5 s માં તેના મૂળ મૂલ્ય થી ઘટીને 0.9 ગણો થાય છે .બીજા 10 s ના અંતે તેના મૂળ મૂલ્ય થી ઘટીને `alpha` ગણો થાય છે ,તો `alpha` શોધો.
નીચેના પૈકી કઈ ગતિ એ સરળ આવર્તગતિ છે ?
એક કણ વર્તુળાકાર માર્ગે અચળ ઝડપથી ગતિ કરે છે, તો આ કણની ગતિ ........ .
એક સરળ આવર્તદોલક મધ્યમાન સ્થાનેથી ગતિની શરૂઆત કરે છે. જો તેનો કંપવિસ્તાર A. અને આવર્તકાળ T હોય, તો તેનો વેગ એ મહત્તમ વેગ કરતાં અડધો થાય ત્યારે તેનું સ્થાનાંતર = ........ .
એક કણ `X = 7 cos 0.5 pit` સમીકરણ અનુસાર સરળ આવર્તગતિ કરે છે, જ્યાં t સેકન્ડમાં છે. કણ કેટલા સમયમાં મધ્યમાન સ્થાનથી મહત્તમ સ્થાનાંતર સુધી પહોંચશે ?
એક સરળ આવર્તદોલકનો કંપવિસ્તાર A અને આવર્તકાળ T છે, તો તેને x = A થી `x = frac(A)(2)` સુધી પહોંચતાં લાગતો સમય = ........ .
સરળ આવર્તદોલકનો આવર્તકાળ. 3 s છે. t = 0 સમય પછી કેટલા સમયે દોલકનું સ્થાનાંતર તેના કંપવિસ્તારના અડધા મૂલ્ય જેટલું થશે ?
`10^-20` kg દળ ધરાવતો એક કણ સરળ, આવર્તગતિ. કરે . છે. જો તેનો આવર્તકાળ `10^-5` s અને મહત્તમ વેગ `10^3 m//s` હોય, તો કણનું મહત્તમ સ્થાનાંતર = ........
એક કણ સીધી રેખામાં સરળ આવર્તગતિ કરે છે. તેની સ્થિર સ્થિતિમાંથી પહેલી `tau` સેકન્ડમાં તે a જેટલું અંતર કાપે છે અને બીજી `tau` સેકન્ડમાં તે જ દિશામાં 2a અંતર કાપે છે, તો...
એક સરળ આવર્તગતિ માટે સ્થાનાંતર `y = 3 sin 314t + 4 cos 314t` વડે દર્શાવાય છે, તો સરળ આવર્ત-ગતિનો કંપવિસ્તાર ........ અને પ્રારંભિક કળા……હોય
સરળ આવર્તગતિ કરતા કણનું સ્થાનાંતર ઇ `y = A_o + A sin omegat + B cos omegat` વડે આપવામાં આવે છે, તો તેના દોલનનો કંપવિસ્તાર ........ .
એક પૂર્ણ દોલનમાં સરળ આવર્તગતિ કરતા કણનો સરેરાશ વેગ ........ .
પોતાના ગતિપથના ધન છેડા તરફ સરળ આવર્તગતિ કરતાં એક દોલકના સ્થાનાંતર 3 cm અને 4 cm છે, ત્યારે તેના વેગ અનુક્રમે 8 `cm//s` અને 6 `cm//s` છે, તો આ દોલક્ના કંપવિસ્તાર અને આવર્તકાળ શોધો.
એક સરળ આવર્તગતિમાં કંપવિસ્તાર અને આવર્તકાળ અનુક્રમે 25 cm અને 12 s છે. જો કણ ઉપરના અંતિમ છેડેથી નીચેની દિશામાં Y-અક્ષ પર ગતિની શરૂઆત કરતો હોય, તો તેન પ્રથમ 12.5 cm અને બાકીનું 12.5 cm અંતર કાપતાં લાગતો સમય શોધો.
સરળ આવર્તગતિનાં બે સમીકરણો `y = a sin (omegat – alpha)` અને `y = b cos (omegat – alpha)`આપેલા છે, તો તેમની વચ્ચેનો કળા- તફાવત ........ મળે.
એક સરળ આવર્તદોલક મધ્યમાન સ્થાનેથી ગતિની શરૂઆત કરે છે. જો તેનો કંપવિસ્તાર A. અને આવર્તકાળ T હોય, તો તેનો વેગ એ મહત્તમ વેગ કરતાં અડધો થાય ત્યારે તેનું સ્થાનાંતર = ........ .
સરળ આવર્ત દોલકનો મહત્તમ વેગ અને કંપવિસ્તાર અનુક્રમે 100 `cm//s` અને 10 cm છે, તો નિયતબિંદુથી ........અંતરે તેનો વેગ 50 `cm//s` થશે.
સરળ આવર્તગતિ કરતા કણનો પ્રવેગ (a) `rarr` સ્થાનાંતર (x) નો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે, તો તેના દોલનનો આવર્તકાળ sec માં શોધો.
A જેટલો કંપવિસ્તાર અને T જેટલો આવર્તકાળ ધરાવતા એક સરળ આવર્તદોલકનો કંપવિસ્તાર અડધા મૂલ્ય જેટલા સ્થાનાંતર માટે વેગ = ........ .
એક સરળ આવર્તગતિ કરતા પદાર્થની કોણીય આવૃત્તિ `2 rad//s` છે. જો ગતિનો કંપવિસ્તાર 60 mm હોય, તો પદાર્થનો 20 mm સ્થાનાંતર આગળ વેગ = ........ .
સરળ આવર્તગતિ કરતા પદાર્થનું મધ્યમાન સ્થાનેથી સ્થાનાંતર 4 cm અને 5 cm હોય ત્યારે વેગ અનુક્રમે 10 `cm//s` અને 8 `cm//s` છે, તો દોલનનો આવર્તકાળ ........ .
સરળ આવર્તદોલકનો મહત્તમ વેગ v છે. જો દોલકનો કંપવિસ્તાર બમણો અને આવર્તકાળ એ મૂળ આવર્તકાળના `frac(1)(3)` ગણો કરવામાં આવે, તો મહત્તમ વેગ ........ થાય.
બે કણો P અને Q એ X-અક્ષ પર મધ્યમાન સ્થાનેથી સરળ આવર્તગતિની શરૂઆત કરે છે. બંનેનો કંપવિસ્તાર સમાન છે, પરંતુ તેમના આવર્તકાળ અનુક્રમે 3 s અને 6 s છે. જ્યારે બંને કણો એકબીજાને મળે ત્યારે તેમના વેગનો ગુણોત્તર = ........ .
સરળ આવર્તદોલકનું સ્થાનાંતર `x = A cos (omegat + frac(pi)(4))` વડે રજૂ થાય છે. આ સરળ આવર્તદોલકનો વેગ ક્યારે મહત્તમ થશે ?
એક સરળ આવર્તગતિ કરતા કણ માટે `x rarr t` નો આલેખ નીચે મુજબ છે, તો `t = frac(4)(3)`sec સમયે કણનો પ્રવેગ =….
જો x, v અને a એ T આવર્તકાળ ધરાવતી સરળ આવર્તગતિના અનુક્રમે સ્થાનાંતર, વેગ અને પ્રવેગ દર્શાવતા હોય, તો નીચેનામાંથી કયો સંબંધ સમય સાથે બદલાશે નહીં ?
સરળ આવર્તગતિ કરતા કણના તાત્ક્ષણિક વેગ અને તાત્ક્ષણિક પ્રવેગ વચ્ચેનો કળાતફાવત = ........ rad..
એક સરળ આવર્તગતિની આવૃત્તિ 60 Hz અને કંપવિસ્તાર 0.01 m છે, તો તેનો મહત્તમ પ્રવેગ =........ .
નીચેનામાંથી કયો સંબંધ સરળ આવર્તગતિને રજૂ કરે છે ? જ્યાં, k, k_o, k_1 અને a એ ધન અચળાંક છે.
સમાન કંપવિસ્તાર ધરાવતી બે સરળ આવર્તગતિની કોણીય આવૃત્તિઓ અનુકમે 100 `rad//s` અને 1000 `rad//s` છે. તેમના મહત્તમ પ્રવેગનો ગુણોત્તર = ........ .
10 gm દળ ધરાવતો કણ 0.5 m કંપવિસ્તાર અને `frac(pi)(5)`sec આવર્તકાળવાળી સરળ આવર્તગતિ કરે છે. કણ પ૨ લાગતા બળનું મહત્તમ મૂલ્ય = ........ .
v જેટલા વેગ અને a જેટલા પ્રવેગથી ગતિ કરતા સરળ આવર્ત દોલક માટે ........ .
સરળ આવર્તગતિ કરતા કણની મધ્યમાન સ્થાન આગળ ગતિઊર્જા 16 J છે. જો દોલનનો કંપવિસ્તાર 25 cm અને કણનું દળ 5.12 kg હોય, તો દોલનનો આવર્તકાળ =
જો કોઈ એક સમયે સરળ આવર્ત દોલકનું સ્થાનાંતર 0.02 m અને પ્રવેગ 2 m `s^-2` હોય, તો દોલકની કોણીય આવૃત્તિ =
એક m દળ અને A જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો લંબઘન ,`rho` ઘનતાવાળા પ્રવાહીમાં તરે છે. હવે, જો આ લંબઘનને મધ્યમાન સ્થાને અધોદિશોમાં નાનું સ્થાનાંતર કરાવવામાં આવે તો તે T આવર્તકાળથી સરળ આવર્તદોલનો કરે છે, તો
એક કણ T આવર્તકાળ અને A કંપવિસ્તારથી સરળ આવર્તગતિ કરે છે. કણને મધ્યમાન સ્થાનેથી કંપવિસ્તારના અડધા મૂલ્ય જેટલું સ્થાનાંતર કરવા માટે લાગતો સમય =
એક કણ X-અક્ષ પર ઊગમબિંદુની આસપાસ દોલનો કરે છે. જો કણની સ્થિતિઊર્જા `U(x) = kx^3`, જ્યાં k એ ધન અચળાંક હોય, તો A કંપવિસ્તારવાળી સરળ આવર્તગતિનો આવર્તકાળ T એ ........ હોય.
એક બાજુથી બંધ અને વાયુ ભરેલા એક સિલિન્ડરમાં M દળવાળો પિસ્ટન ઘર્ષણરહિત સરકે છે. સિલિન્ડરને તેની અક્ષ સમક્ષિતિજ રહે તેમ રાખવામાં આવે છે. જો પિસ્ટનને તેના મધ્યમાન સ્થાનેથી ખસેડીને છોડી દેવામાં આવે, તો પિસ્ટન સરળ આવર્તગતિ કરે છે, તો આ ગતિનો આવર્તકાળ =
એક કણ X-અક્ષ પર 4 cm કંપવિસ્તાર અને 1.2 s આવર્તકાળથી સરળ આવર્તગતિ કરે છે. આ કણને `x = 2 cm` થી `x = 4 cm` સુધી જતાં અને પાછા આવતાં કેટલો લઘુતમ સમય લાગશે ?
એક 0.01 kg દળ ધરાવતો પદાર્થ x = 0 ની આસપાસ આકૃતિમાં દર્શાવ્યા મુજબના બળની અસર નીચે સરળ આવર્તગતિ કરે છે, તો આ સરળ આવર્તગતિનો આવર્તકાળ = ........ .
એક સમક્ષિતિજ પાટિયું 1 cm કંપવિસ્તાર સાથે ઊર્ધ્વદિશામાં સરળ આવર્તગતિ કરે છે. તેના પર 10 kg દળવાળો બ્લૉક મૂકવામાં આવે છે. પાટિયાને કેટલી મહત્તમ આવૃત્તિથી દોલન કરાવવામાં આવે કે જેથી બ્લોક પાટિયા સાથેનો સંપર્ક કાયમ જાળવી શકે ?
એક સરળ આવર્તદોલકનો કંપવિસ્તાર A અને આવર્તકાળ T છે, તો તેને x = A થી `x = frac(A)(2)` સુધી પહોંચતાં લાગતો સમય = ........ .
એક કણ X-અક્ષ પર સરળ આવર્તગતિ કરે છે. તેના પર લાગતું બળ ........ .
`l_A` અને `l_B` લંબાઈની બે દોરીના છેડે બે દ્રવ્યમાન અનુક્રમે `M_A`, અને `M_B` લટકાવેલા છે. તેઓ `f_A = 2f_B` આવૃત્તિ સાથે સરળ આવર્તગતિ કરે છે, તો સંબંધ ......... .
5 cm કંપવિસ્તાર ધરાવતા સરળ આવર્તગતિ કરતા એક કણની મહત્તમ ઝડપ 31.4 `cm//s` છે, તો તેના દોલનની આવૃત્તિ ........ .
અચળ ઝડપ સાથે વર્તુળાકાર ગતિ કરતા કણની ગતિ
એક કણ T આવર્તકાળ અને A કંપવિસ્તારથી સરળ આવર્તગતિ કરે છે. કણને મધ્યમાન સ્થાનેથી કંપવિસ્તારના અડધા મૂલ્ય જેટલું સ્થાનાંતર કરવા માટે લાગતો સમય =
X-અક્ષની દિશામાં કણનું સ્થાનાંતર `x = a sin^2 omegat` છે. કણની ગતિ ........
સમાન આવર્તકાળ ધરાવતી બે પરસ્પર લંબ સરળ આવર્તગતિ વચ્ચેનો કળાતફાવત `pi` radian હોય, તો તેમનાં સંયોજન દ્વારા મળતી ગતિમાં કણનું સ્થાનાંતર ........ ગાતિપથ પર હોય.
એક કણ મધ્યમાન સ્થાન આગળથી સરળ આવર્તગતિની શરૂઆત કરે છે. તેનો કંપવિસ્તાર A અને આવર્તકાળ T છે. કોઈ એક સમયે, કણનો વેગ તેના મહત્તમ વેગ કરતાં અડધો હોય, તો કણનું સ્થાનાંતર ........ .
સમાન કંપવિસ્તાર, સમાન આવર્તકાળ અને `frac(pi)(2)` જેટલો કળા તફાવત ધરાવતી બે પરસ્પર લંબ સરળ આવર્તગતિઓની પરિણામી ગતિ ........ હોય.
નીચેના પૈકી ક્યું વિધાન સરળ આવર્તગતિ કરતા કણની ઝડપ v અને પ્રવેગ a માટે સાચું છે ?
સરળ આવર્તગતિ કરતા કણના તાત્ક્ષણિક વેગ અને તાત્ક્ષણિક પ્રવેગ વચ્ચેનો કળાતફાવત = ........ rad..
સમાન કંપવિસ્તાર ધરાવતી બે સરળ આવર્તગતિની કોણીય આવૃત્તિઓ અનુકમે 100 `rad//s` અને 1000 `rad//s` છે. તેમના મહત્તમ પ્રવેગનો ગુણોત્તર = ........ .
બે પાસેપાસે આવેલી સમાંતર સુરેખાઓ પર સમાન આવૃત્તિ અને કંપવિસ્તાર સાથે બે કણો દોલન કરે છે. જ્યારે કણોના સ્થાનાંતર તેમનાં કંપવિસ્તાર કરતાં અડધાં હોય ત્યારે તેઓ પરસ્પર વિરુદ્ધ દિશામાં પસાર થાય છે. બંને કણોનું મધ્યમાન સ્થાન બંને કણોના ગતિપથને લંબ આવેલી સુરેખા પર આવેલું છે. તો બંને કણો વચ્ચેનો દોલનનો કળાતફાવત ........ .
કણની ગતિને રજૂ કરતા નીચેના સંબંધો પૈકી કયો સંબંધ સરળ આવર્તગતિ રજૂ કરે છે ? (1)`y = sin omegat – cos omegat` (2) `y = sin^3 omegat` (૩) `y = 5 cos (frac(3pi)(4) – 3omegat)` (4) `y = 1 + omegat + omega^2t^2`
m દળનો એક કણ X-અક્ષ પર `x = a sin omegat` અનુસાર દોલન કરે છે. કણના વેગમાન વિરુદ્ધ સ્થાનાંતરના આલેખનું સ્વરૂપ ........ .
જ્યારે બે સ્થાનાંતર `y_1 = a sin omegat` અને `y_2 = b cos omegat` એકબીજા પર સંપાત થાય ત્યારે ઉદ્ભવતી ગતિ ........ .
એક કણ સુરેખ રેખા ૫૨ સરળ આવર્તગતિ કરે છે. મધ્યમાન સ્થાનથી `x_1` અને `x_2` અંતરે તેના વેગ અનુક્રમે `V_1` અને `V_2` છે, તો તેનો આવર્તકાળ ........ .
એક કણ સરળ આવર્તગતિ કરે છે. તેનો મહત્તમ પ્રવેગ `alpha` અને મહત્તમ વેગ `beta` છે, તો તેના દોલનનો આવર્તકાળ
એક કણ 3 cm કંપવિસ્તાર સાથે સુરેખ સરળ આવર્તગતિ કરે છે. જ્યારે કણ મધ્યમાન સ્થાનથી 2 cm અંતરે હોય ત્યારે તેના વેગનું મૂલ્ય એ તેના પ્રવેગના મૂલ્ય જેટલું થાય છે, તો તેનો આવર્તકાળ (સેકન્ડમાં) ........ .
આકૃતિમાં વર્તુળની ત્રિજ્યા, પરિભ્રમણનો આવર્તકાળ, પ્રારંભિક સ્થાન અને પરિભ્રમણની દિશા દર્શાવી છે. વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરતા કણ P ના ત્રિજ્યા સદિશનો y - પ્રક્ષેપ ........ .
બે કણો સમાન કંપવિસ્તાર સાથે એક જ સુરેખા પર સરળ આવર્તગતિ કરે છે. જ્યારે બંને કણો પરસ્પર વિરુદ્ધ દિશામાં ગતિ કરી એકબીજાને ક્રોસ કરે ત્યારે તેમન! સ્થાનાંતરનું મૂલ્ય કંપવિસ્તાર કરતાં અડધું હોય છે, તો તેમની વચ્ચેનો કળા-તફાવત……
જો સરળ આવર્તગતિ કરતાં કણ ના સ્થાનાંતર (y) અને વેગ (v) સંબંધ `9v^2 = 36 – y^2` થી સંકળાયેલા હોય, તો તેનો આવર્તકાળ ........ sec..
એક બહુ ઊંચા મકાનની છત પરથી લોલકને લટકાવવામાં આવેલ છે અને તે સરળ આવર્ત દોલકની જેમ આગળ-પાછળ મુક્ત રીતે ગતિ કરે છે. જ્યારે લોલકનો ગોળો મધ્યમાન સ્થાનથી 5 cm અંતરે હોય ત્યારે લોલકનો ગોળાનો પ્રવેગ 20 `m//s^2` છે, તો તેના દોલનનો આવર્તકાળ ........ .
એક કણ 4 cm લંબાઈની સુરેખા પર સરળ આવર્તગતિ કરે છે. તે જ્યારે ગતિપથના અંતિમ બિંદુએ હોય ત્યારે તેના પ્રવેગનું મૂલ્ય 36 cm `s^-2` હોય, તો તેનો આવર્તકાળ…..sec.
સરળ આવર્તગતિ કરતા એક કણનો આવર્તકાળ 12 sec છે. `t = 0` સમયે તે મધ્યમાન સ્થાન આગળ છે, તો કણે પ્રથમ અને દ્વિતીય સેકન્ડ સમયમાં કાપેલા અંતરનો ગુણોત્તર ........ .
સરળ આવર્તગતિ કરતા ત્રણ કણોની કોણીય આવૃત્તિઓ `omega_1`,`omega_2`, અને `omega_3` તથા તેમના કંપવિસ્તાર અનુક્રમે `A_1` ,`A_2` અને `A_3` છે. જો ત્રણે કણોના દ્રવ્માન અને વેગ સમાન હોય, તો….
બે સરળ આવર્તગતિનાં સમીકરણો `y_1 = 10 sin (3pit + frac(pi)(4))` અને `y_2 = 5(3 sin 3pit + sqrt3 cos 3pit)` છે, તો તેમના કંપવિસ્તારનો ગુણોત્તર ........ .
એક સરળ આવર્તગતિ કરતા કણનું સ્થાનાંતર `y = A sin (omegat + phi )` છે. જો `t = 0` સમયે કણનું સ્થાનાંતર 1 cm અને વેગ `pi^2 cm s^-1` તથા કોણીય આવૃત્તિ `pi rad s^-1` હોય, તો કણનો કંપવિસ્તાર ........
સરળ આવર્તગતિ કરતા એક પદાર્થ માટે `y = y_o cos (omegat – frac(pi)(4))` છે. જો પદાર્થનો પ્રવેગ `a = A cos (omegat + delta)` વડે દર્શાવાય તો, ........ .
સમાન કંપવિસ્તાર, સમાન આવર્તકાળ અને `frac(pi)(2)` જેટલો કળા તફાવત ધરાવતી બે પરસ્પર લંબ સરળ આવર્તગતિઓની પરિણામી ગતિ ........ હોય.
નીચેનામાંથી કયું સમીકરણ સરળ આવર્તગતિ રજૂ કરે છે ?
આવર્તગતિ કરતા કણનું સ્થાનાંતર `y = 4 cos^2 (frac(t)(2)) sin (1000 t)`વડે રજૂ કરી શકાય છે. આ સમીકરણ એ કેટલી સ્વતંત્ર સરળ આવર્તગતિઓના સંયોજનથી મળે ?
સરળ આવર્તગતિ કરતા પદાર્થની કુલ ઊર્જા E છે. કંપવિસ્તારથી અડધા અંતરે આવેલા બિંદુએ પદાર્થની ગતિઊર્જા ........ .
સરળ આવર્તદોલકની સ્થિતિઊર્જા 2.5 J છે. જ્યારે તેનું સ્થાનાંતર, કંપવિસ્તાર કરતાં અડધું થાય ત્યારે દોલકની કુલ યાંત્રિક ઊર્જા = ........ .
સરળ આવર્તગતિ કરતા કણ માટે મહત્તમ સ્થિતિઊર્જા સ્થાન અને મહત્તમ ગતિઊર્જા સ્થાન વચ્ચેનું અંતર = ........
જો સરળ આવર્તગતિ કરતા એક પદાર્થ માટે એક આવર્તકાળના સમયગાળા માટે સરેરાશ ગતિઊર્જા < K> અને સરેરાશ સ્થિતિઊર્જા < U > વડે દર્શાવવામાં આવે, તો ........
એક પદાર્થ 20 `m//s` ના વેગથી એક ઓરડામાં એકબીજાથી 5 m દૂર આવેલી બે દીવાલોને લંબરૂપે ગતિ કરે છે. ઘર્ષણબળની ગેરહાજરીમાં અને દીવાલ સાથેની અથડામણ સ્થિતિસ્થાપક હોય તે સ્થિતિમાં પદાર્થની ગતિ ........ .
Exercise questions and complete solutions for chapter દોલનો અને તરંગો of PHOENIX PUBLICATION of Class 11