Class 12 | PHYSICS |
Chapter | પ્રવાહ વિદ્યુત |
NCERT | Exercise |
Number Of Questions | 40 |
Academic Year | 2023-24 |
`12 V emf` અને `0.4 omega` આંતરિક અવરોધ ધરાવતા સંગ્રાહક કોષમાંથી વધુમાં વધુ કેટલો પ્રવાહ ખેચી શકાય ?
`10 V` જેટલું `emf` અને `3 Omega` જેડલો આંતરિક અવરોધ ધરાવતી બૅટરીને એક અવરોધક સાથે જોડવામાં આવે છે. જો પરિપથમાં પ્રવાહ `0.5 A` હોય તો અવરોધકનો અવરોધ કેટલો હશે? જ્યારે પરિપથ બંધ (જોડેલો) હોય તે સ્થિતિમાં બૅટરીનો ટર્મિલન વોલ્ટેજ કેટલો હશે?
`1 omega`, `2 omega` અને `3 omega` ના અવરોધોને શ્રેણીમાં જોડતા આ શ્રેણી જોડાણનો સમતુલ્ય (અથવા અસરકારક અથવા પરિણામી) અવરોધ કેટલો થાય ?
આ જોડાણને `12 V emf` અને અવગણ્ય આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડતાં દરેક અવરોધના બે છેડાઓ વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શોધો.
`2 omega`, `4 omega` અને `5 omega` અવરોધોને સમાંતરમાં જોડતા આ જોડાણનો સમતુલ્ય અવરોધ કેટલો થશે ?
આ જોડાણ સાથે `20 V emf` અને અવગણ્ય આંતરિક અવરોધવાળી બેટરી જોડતા દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ તથા બેટરીમાંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ શોધો.
એક ગરમ કરવા વપરાતા ઘટક તાર (Heating element)નો ઓરડાના તાપમાને `(27.0^circ C`) અવરોધ `100 Omega` છે. જો અવરોધકના દ્રવ્યની અવરોધકતાનો તાપમાન ગુણાંક `1.70 ** 10^(-4) ^circ C^(-1)` આપેલ હોય તો તારનો અવરોધ `117 Omega`થાય ત્યારે તારનું તાપમાન શોધો.
એક પ્રયોગમાં `15 m` લંબાઈ અને `6 xx 10^-7 m^2` આડછેદના ક્ષેત્રફળવાળા એક તારમાંથી ખૂબ જ નાનો વિદ્યુતપ્રવાહ પસાર કરતાં તેનો અવરોધ `5 ohm` જેટલો માલૂમ પડે છે તો પ્રયોગના તાપમાને તારના દ્રવ્યની વિદ્યુતીય અવરોધકતા શોધો.
એક ચાંદીના તારનો `27.5^(@)C ` તાપમાને અવરોધ `2.1 Omega` અને `100^(@)C` તાપમાને અવરોધ `2.7 Omega` છે. ચાંદીનો અવરોધકતાનો તાપમાન ગુણાંક શોધો.
નિક્રોમના બનેલા એક હીટરને `230 V` સાથે જોડતા પ્રારંભમાં તેમાંથી `3.2 A` જેટલો પ્રવાહ પસાર થાય છે. અલ્પ સમય બાદ તેમાંથી `2.8 A` જેટલો સ્થાયી પ્રવાહ વહે ત્યારે તેનું તાપમાન શોધો. ઓરડાનું તાપમાન `27^circ C` લો. નિક્રોમ માટે અવરોધનો તાપમાન ગુણાંક `1.7 xx 10^-4 (circ C)^-1` લો.
આકૃત્તિમાં દર્શાવેલ નેટવર્ક માટે દરેક શાખમાંથી વહેતો પ્રવાહ શોધો.
આકૃતિમાં દર્શાવેલા મીટરબ્રીજમાં ડાબી બાજુની ગેપમાં અજ્ઞાત અવરોધ X અને જમણી બાજુની ગેપમાં Y નું મૂલ્ય `12.5 ohm` હોય ત્યારે તટસ્થ બિંદુ તારના ઘન છેડાથી `39.5 cm` અંતરે મળતું હોય તો X નું મૂલ્ય શોધો.
હવે જો X અને Yના સ્થાનો અદલબદલ કરવામાં આવે તો ઉપરના બ્રિજમાં તટસ્થ (સમતોલન) બિંદુનું સ્થાન શોધો.
વ્હીસ્ટન બ્રીજની સંતુલિત સ્થિતિમાં ગેલ્વેનોમીટર અને બેટરીની અદલાબદલી કરવામાં આવે તો શું ગેલ્વેનોમીટર આવર્તન દર્શાવશે ?
`8 V emf` અને `0.5 omega` આંતરિક અવરોધ ધરાવતા એક સંગ્રાહક કોષનું ચાર્જીગ(વિદ્યુતભારણ) `120 V` ના ડી.સી. સપ્લાય વડે `15.5 omega` ના અવરોધ મારફતે કરવામાં આવે ત્યારે સંગ્રાહક કોષનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો બનશે ? આ રીતે ચાર્જીગ કરતી વખતે શ્રેણીમાં અવરોધ શા માટે જોડવામાં આવે છે ?
`1.25 V` ના એક વિ.ચા.બ. ને સમતોલવા માટે એક પોટેન્શિયોમીટરના તારની `35 cm` લંબાઈની જરૂર પડે છે. તો આ જ પોટેન્શિયોમીટર વડે એક અજ્ઞાત વિદ્યુતકોષનું વિ.ચા.બ. તારની `63 cm` લંબાઈ વડે સમતોલ પામે છે તો આ અજ્ઞાત કોષનું વિ.ચા.બ. કેટલું હશે ?
ઉદાહરણ 1(IN-1) માં ધ્યાનમાં લીધેલા તાર માટે મુક્ત ઈલેક્ટ્રોન સંખ્યા ઘનતા `8.5 xx 10^28 m^-3` હોય, લંબાઈ 3 m હોય, આડછેદનું ક્ષેત્રફળ `2 xx 10^-6 m^2` હોય તથા તેમાંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ 3 A હોય તો મુક્ત ઈલેક્ટ્રોનને તારના એક છેડાથી બીજા છેડે ડ્રિફટ ગતિ કરીને જવા માટે કેટલો સમય લાગશે ?
પૃથ્વીની સપાટી પર ઋણ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા `10^-9 Cm^-2` છે. વાતાવરણની ટોચ અને સપાટી વચ્ચેના 400 kV જેટલા વિદ્યુતસ્થિતિમાનના તફાવતને કારણે સમગ્ર પૃથ્વીની સપાટી તરફ કુલ 1800 A નો વિદ્યુતપ્રવાહ રચાય છે.જો આવા પ્રવાહને કારણે પૃથ્વીની સપાટી વિદ્યુત તટસ્થ બને છે એવી કલ્પના કરીએ તો આશરે કેટલા સમયમાં પૃથ્વીની સમગ્ર સપાટી તટસ્થ બની જશે ? (પૃથ્વીની ત્રિજ્યા `6.37 xx 10^6 m` છે.)
`2V emf` અને `0.015 omega` જેટલા આંતરિક અવરોધવાળા છ લેડ સંગ્રાહક કોષોને (સહાયક) સ્થિતિમાં શ્રેણીમાં જોડી તેની સાથે `8.5 omega` નો અવરોધ જોડી પરિપથ પૂર્ણ કરવામાં આવે તો તેમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ તથા તેના બે છેડાઓ વચ્ચેનો વોલ્ટેજ શોધો.
અન્ય એક ગૌણ કોષના લાંબા વપરાશને કારણે તેનું વિ.ચા.બ.`1.9 V` તથા તેનો આંતરિક અવરોધ `380 omega` બન્યો હોય તો આ સ્થિતિમાં તેમાંથી વધુમાં વધુ કેટલો વિદ્યુતપ્રવાહ ખેંચી શકાય ? શું આ પ્રવાહ વડે મોટરકારનાં એન્જિનને ચાલુ કરી શકાય ?
સમાન લંબાઈ સમાન અવરોધો ધરાવતા ઍલ્યુમિનિયમ (Al) અને તાંબા (Cu) ના બે તાર પૈકી કયો તાર હલકો હશે ? તે પરથી overhead power cable (માથા પરથી પસાર થતા વીજ દોરડાઓ) તરીકે શા માટે ઍલ્યુમિનિયમના તાર પસંદ કરવામાં આવે છે તેનું કારણ જણાવો. આ બે તારની અવરોધકતાઓ અનુક્રમે `2.63 xx 10^-8 omega m` તથા `1.72 xx 10^-8 omega m` તથા તેમની સાપેક્ષ ઘનતાઓ અનુક્રમે `2.7` અને `8.9` છે.
મેન્ગનીન મિશ્રધાતુના બનેલા અવરોધ માટે નીચે મુજબના અવલોકનો પરથી તમે શું તારણ કાઢશો?
નીચેના પ્રશ્નોના ઉત્તરો આપો : અસમાન આડછેદ ધરાવતા ધાતુના એક તારમાંથી સ્થાયી પ્રવાહ વહેતો હોય ત્યારે વિદ્યુતપ્રવાહ, વિદ્યુતપ્રવાહ ઘનતા, વિદ્યુતક્ષેત્ર અને ડ્રિફટ ઝડપ પૈકી કઈ રાશિ / રાશિઓ અચળ રહેશે ?
નીચેના પ્રશ્નોના ઉત્તરો આપો : શું ઓહ્યોનો નિયમ, બધા જ વિદ્યુતવાહકો માટે સાર્વત્રિક રીતે લાગુ પાડી શકાય છે ? જો ના તો એવા વાહક તત્વોના ઉદાહરણો આપો જેમાં ઓહ્યના નિયમનું પાલન થતું ન હોય.
નીચેના પ્રશ્નોના ઉત્તરો આપો : નીચા વોલ્ટેજ સપ્લાયમાંથી મોટો વિદ્યુતપ્રવાહ ખેંચી શકાય તે માટે તેનો આંતરિક અવરોધ ખૂબ જ નીચો હોવો જોઈએ. શા માટે ?
High Tension સપ્લાય (ખૂબ જ ઊંચા વિદ્યુત દબાણવાળો સપ્લાય) (દા.ત. `6 kV` નો સપ્લાય) નો આંતરિક અવરોધ ખૂબ જ ઊંચો હોવો જોઈએ. શા માટે ?
સાચો વિકલ્પ પસંદ કરો: મિશ્રધાતુઓની અવરોધકતા સામાન્ય રીતે તેમની ઘટક ધાતુઓની અવરોધકતા કરતાં (વધારે ઓછી) હોય છે.
સાચો વિકલ્પ પસંદ કરો: સામાન્ય રીતે શુદ્ધ ધાતુઓ કરતા મિશ્રધાતુઓના અવરોધના તાપમાન ગુણાંક (નાના મોટા) હોય છે.
સાચો વિકલ્પ પસંદ કરો: મિશ્રધાતુ મેન્ગનીનની અવરોધકતા તાપમાનથી લગભગ સ્વતંત્ર હોય છે/તાપમાન સાથે ખૂબ ઝડપથી વધે છે.
સાચો વિકલ્પ પસંદ કરો: એક લાક્ષણિક અવાહક (દા.ત., અંબર)ની અવરોધતા ધાતુ કરતા (`10^(22)/10^(23)` )ના ક્રમ જેટલી વધારે હોય છે.
દરેક R અવરોધના આપેલા n અવરોધોને તમે કેવી રીતે જોડશો કે જેથી તમને (i) મહત્તમ, (ii) લઘુત્તમ અસરકારક અવરોધ મળે ? મહત્તમ અને ન્યૂનતમ અવરોધોનો ગુણોત્તર કેટલો હશે?
`1 Omega`, `2 Omega`, `3 Omega` અવરોધો આપેલા છે તો તેમને કેવી રીતે સંયોજિત કરવાથી આપણને સમતુલ્ય અવરોધ (i)` (11/3)Omega`, (ii) `(11/5)Omega` (iii) `6 Omega` (iv) `(6/11) Omega`નો મળે?
નીચે આપેલ આકૃતિ 3.31માં દર્શાવેલા નેટવર્ક માટે સમતુલ્ય અવરોધ શોધો.
`1 omega` ના અનંત સંખ્યાના અવરોધોને નીચેની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અનંત લંબાઈ સુધી સંમિતિપૂર્વક જોડીને તેના એક છેડે બિંદુઓ P અને Q ની વચ્ચે `12 V emf` અને `0.5 omega` આંતરિક અવરોધ ધરાવતી બેટરીને જોડતા તેમાંથી કેટલો પ્રવાહ મળશે તે શોધો.
આકૃતિ 3.33માં 2.0 V અને `0.40 Omega`નો આંતરિક અવરોધ ધરાવતો વિદ્યુતકોષ
પોટેન્શિયોમીટરના અવરોધતાર ABના બે છેડા વચ્ચે સ્થિતિમાન જાળવી રાખે છે. અચળ 1.02V emf (ખૂબ જ ઓછા, mA જેટલો પ્રવાહ માટે) જાળવી રાખતો એક પ્રમાણભૂત કોષ તાર પર 67.3 cm અંતરે તટસ્થબિંદુ આપે છે. પ્રમાણભૂત કોષમાંથી ખૂબ ઓછો પ્રવાહ વહે છે તે સુનિશ્ચિત કરવા `600 k Omega` જેટલો ખૂબ મોટો અવરોધ તેની સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે કે જે તટસ્થબિંદુની નજીક લઘુપથિત(Shorted or Short Circuited) કરેલ છે. ત્યારબાદ આ પ્રમાણભૂત કોષને સ્થાને અજ્ઞાત `emf epsilon` ધરાવતો કોષ મૂકવામાં આવે છે અને આ જ રીતે તટસ્થબિંદુ શોધવામાં આવે છે, જે તારની 82.3 cm લંબાઈ આગળ મળે છે. દનું મૂલ્ય કેટલું હશે?
આકૃતિ 3.33માં 2.0 V અને `0.40 Omega`નો આંતરિક અવરોધ ધરાવતો વિદ્યુતકોષ
પોટેન્શિયોમીટરના અવરોધતાર ABના બે છેડા વચ્ચે સ્થિતિમાન જાળવી રાખે છે. અચળ 1.02V emf (ખૂબ જ ઓછા, mA જેટલો પ્રવાહ માટે) જાળવી રાખતો એક પ્રમાણભૂત કોષ તાર પર 67.3 cm અંતરે તટસ્થબિંદુ આપે છે. પ્રમાણભૂત કોષમાંથી ખૂબ ઓછો પ્રવાહ વહે છે તે સુનિશ્ચિત કરવા `600 k Omega` જેટલો ખૂબ મોટો અવરોધ તેની સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે કે જે તટસ્થબિંદુની નજીક લઘુપથિત(Shorted or Short Circuited) કરેલ છે. ત્યારબાદ આ પ્રમાણભૂત કોષને સ્થાને અજ્ઞાત `emf epsilon` ધરાવતો કોષ મૂકવામાં આવે છે અને આ જ રીતે તટસ્થબિંદુ શોધવામાં આવે છે, જે તારની 82.3 cm લંબાઈ આગળ મળે છે.600 kડીના ખૂબ મોટા અવરોધનો હેતુ શું છે?
આકૃતિ 3.33માં 2.0 V અને `0.40 Omega`નો આંતરિક અવરોધ ધરાવતો વિદ્યુતકોષ
પોટેન્શિયોમીટરના અવરોધતાર ABના બે છેડા વચ્ચે સ્થિતિમાન જાળવી રાખે છે. અચળ 1.02V emf (ખૂબ જ ઓછા, mA જેટલો પ્રવાહ માટે) જાળવી રાખતો એક પ્રમાણભૂત કોષ તાર પર 67.3 cm અંતરે તટસ્થબિંદુ આપે છે. પ્રમાણભૂત કોષમાંથી ખૂબ ઓછો પ્રવાહ વહે છે તે સુનિશ્ચિત કરવા `600 k Omega` જેટલો ખૂબ મોટો અવરોધ તેની સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે કે જે તટસ્થબિંદુની નજીક લઘુપથિત(Shorted or Short Circuited) કરેલ છે. ત્યારબાદ આ પ્રમાણભૂત કોષને સ્થાને અજ્ઞાત `emf epsilon` ધરાવતો કોષ મૂકવામાં આવે છે અને આ જ રીતે તટસ્થબિંદુ શોધવામાં આવે છે, જે તારની 82.3 cm લંબાઈ આગળ મળે છે.આ મોટા અવરોધથી તટસ્થબિંદુ પર કઈ અસર થશે?
આકૃતિ 3.33માં 2.0 V અને `0.40 Omega`નો આંતરિક અવરોધ ધરાવતો વિદ્યુતકોષ
પોટેન્શિયોમીટરના અવરોધતાર ABના બે છેડા વચ્ચે સ્થિતિમાન જાળવી રાખે છે. અચળ 1.02V emf (ખૂબ જ ઓછા, mA જેટલો પ્રવાહ માટે) જાળવી રાખતો એક પ્રમાણભૂત કોષ તાર પર 67.3 cm અંતરે તટસ્થબિંદુ આપે છે. પ્રમાણભૂત કોષમાંથી ખૂબ ઓછો પ્રવાહ વહે છે તે સુનિશ્ચિત કરવા `600 k Omega` જેટલો ખૂબ મોટો અવરોધ તેની સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે કે જે તટસ્થબિંદુની નજીક લઘુપથિત(Shorted or Short Circuited) કરેલ છે. ત્યારબાદ આ પ્રમાણભૂત કોષને સ્થાને અજ્ઞાત `emf epsilon` ધરાવતો કોષ મૂકવામાં આવે છે અને આ જ રીતે તટસ્થબિંદુ શોધવામાં આવે છે, જે તારની 82.3 cm લંબાઈ આગળ મળે છે.
શું પોટેન્શિયોમીટરના ચાલક (Driver) કોષનું emf 2.0 vને બદલે 10 V હોત તો
ઉપરની પરિસ્થિતિમાં આ રીત કારગત નીવડત?
આકૃતિ 3.33માં 2.0 V અને `0.40 Omega`નો આંતરિક અવરોધ ધરાવતો વિદ્યુતકોષ
પોટેન્શિયોમીટરના અવરોધતાર ABના બે છેડા વચ્ચે સ્થિતિમાન જાળવી રાખે છે. અચળ 1.02V emf (ખૂબ જ ઓછા, mA જેટલો પ્રવાહ માટે) જાળવી રાખતો એક પ્રમાણભૂત કોષ તાર પર 67.3 cm અંતરે તટસ્થબિંદુ આપે છે. પ્રમાણભૂત કોષમાંથી ખૂબ ઓછો પ્રવાહ વહે છે તે સુનિશ્ચિત કરવા `600 k Omega` જેટલો ખૂબ મોટો અવરોધ તેની સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે કે જે તટસ્થબિંદુની નજીક લઘુપથિત(Shorted or Short Circuited) કરેલ છે. ત્યારબાદ આ પ્રમાણભૂત કોષને સ્થાને અજ્ઞાત `emf epsilon` ધરાવતો કોષ મૂકવામાં આવે છે અને આ જ રીતે તટસ્થબિંદુ શોધવામાં આવે છે, જે તારની 82.3 cm લંબાઈ આગળ મળે છે.શું આ પરીપથ ખૂબ જ નાના em, જેમકે કેટલાંક mVના ક્રમના (દા.ત., થર્મોકપલમાં
મળતા emf જેટલા), શોધવા માટે કામ કરી શકશે? જો ના, તો તમે પરિપથમાં શું ફેરફાર
કરશો?
આકૃતિ 3.34 એ 1.5 Vના કોષનો આંતરિક અવરોધ શોધવા માટે વપરાયેલા 2.0 Vનો
પોટેન્શિયોમીટર દર્શાવે છે. ખુલ્લા પરિપથની સ્થિતિમાં કોષ માટે તટસ્થબિંદુ 76.3 cm આગળ છે.
જ્યારે કોષના બાહ્ય પરિપથમાં `9.5 Omega`નો અવરોધ વાપરવામાં આવે છે ત્યારે સમતોલન બિંદુ (તટસ્થબિંદ) ખસીને પોટેન્શિયોમીટર તારની 64.8 cm લંબાઈએ મળે છે. કોષનો આંતરિક અવરોધ શોધો.
Exercise questions and complete solutions for chapter પ્રવાહ વિદ્યુત of NCERT Physics(Gujarati) of Class 12