Class 12 | PHYSICS |
Chapter | ચુંબકત્વ અને દ્રવ્ય |
NCERT | Exercise |
Number Of Questions | 51 |
Academic Year | 2023-24 |
ભૂ-ચુંબકત્વ વિશેના નીચેના પ્રશ્નોના જવાબ આપો. : કઈ રાશિઓની મદદથી આપેલા સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને સદિશ સ્વરૂપે રજૂ કરી શકાય છે ? કેવી રીતે ?
ભૂ-ચુંબકત્વ વિશેના નીચેના પ્રશ્નોના જવાબ આપો. : દક્ષિણ ભારતના એક સ્થળે ડીપ એન્ગલ `18^circ` છે. તો બ્રિટનમાં ડીપ એન્ગલ આના કરતા વધારે હશે કે ઓછો હશે ?
ભૂ-ચુંબકત્વ વિશેના નીચેના પ્રશ્નોના જવાબ આપો. : ઓસ્ટ્રેલિયામાં આવેલા મેલબોર્ન નામના શહેર આગળ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જમીનમાં દાખલ થતી હશે કે જમીનમાંથી બહાર આવતી હશે ?
ભૂ-ચુંબકત્વ વિશેના નીચેના પ્રશ્નોના જવાબ આપો. : શિરોલંબ સમતલમાં મુક્તપણે ભ્રમણ કરી શકે તેવી ચુંબકીય સોયને ભૂ-ચુંબકીય ઉત્તરધ્રુવ કે દક્ષિણધ્રુવ પર મૂકવામાં આવે તો તે કઈ દિશામાં સ્થિર થશે ?
ભૂ-ચુંબકત્વ વિશેના નીચેના પ્રશ્નોના જવાબ આપો. : પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, તેના કેન્દ્ર પર વિચારેલા `8 xx 10^22 J/T` જેટલી ચુંબકીય ડાઈપોલ મોમેન્ટ ધરાવતા કાલ્પનિક ગજિયા ચુંબકને કારણે મળે છે, એવું વિચારવામાં આવે છે કોઈ રીતે આ બાબતની ચકાસણી કરો.
ભૂ-સ્તરશાસ્ત્રીઓ દાવો કરે છે કે પૃથ્વીના મુખ્ય ચુંબકીય ધ્રુવો ઉપરાંત, તેની સપાટી પર વિવિધ દિશાઓમાં નમન ધરાવતા અનેક સ્થાનિક ચુંબકીય ધ્રુવો અસ્તિત્વ ધરાવે છે. આવું કઈ રીતે શક્ય બને ?
નીચેના પ્રશ્નોના જવાબો લખો: પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર સ્થાન સાથે તો બદલાય છે પરંતુ શું તે સમય સાથે પણ બદલાય છે ખરું ? જો હા તો સમયના ક્યા ગાળે તે નોંધપાત્ર રીતે બદલાય છે ?
પૃથ્વીના ગર્ભમાં લોખંડ હોવા છતાં ભૂ-સ્તર શાસ્ત્રીઓ તેને ભૂ- ચુંબકત્વનું કારણ માનતા નથી શા માટે ?
પૃથ્વીના ગર્ભની ફરતે આવેલા વાહક પ્રદેશમાં વિદ્યુતભારોના પ્રવાહને ભૂ-ચુંબકત્વના કારણ તરીકે માનવામાં આવે છે. આ પ્રવાહોને જાળવી રાખવા માટે ઊર્જાનું કયું ઉદ્દગમ જવાબદાર છે ?
પૃથ્વીએ તેના ક્ષેત્રની દિશા 4થી 5 અબજ (`= 10^(9)`) વર્ષના તેના ઇતિહાસ દરમિયાન કેટલીય વખત ઉલટાવી હશે. ભૂસ્તરશાસ્ત્રીઓ પૃથ્વીના ક્ષેત્રના આવા દૂરના ભૂતકાળ વિશે કેવી રીતે જાણી શક્યા હશે?
પૃથ્વીની સપાટીથી આશરે `30,000 km` થી વધુ ઊંચાઈએ, તેનું ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય ડાઈપોલના ચુંબકીય ક્ષેત્રથી ઘણું જુદું પડે છે તો ક્યા પરિબળો આ બદલાવ માટે જવાબદાર હશે ?
તારાઓની વચ્ચેના અવકાશમાં ચુંબકીય ક્ષેત્ર અત્યંત નબળું (આશરે `10^-12 T` ના ક્રમનું) હોય છે. શું આટલું નબળું ચુંબકીય ક્ષેત્ર, કોઈ નોંધપાત્ર અસર નીપજાવી શકે ?
`0.25 T` સમાન ચુંબકીય ક્ષેત્રમાં એક ટૂંકા ગજિયા ચુંબકને, તેની અક્ષ, ક્ષેત્ર સાથે `30^circ` ના ખૂણે રહે તે રીતે મૂકતા તેના પર `4.5 xx 10^-2 Nm` જેટલું ટોર્ક લાગે છે તો આ ગજિયા ચુંબકની ચુંબકીય ડાઈપોલ મોમેન્ટ શોધો.
`0.32 J/T` જેટલી ચુંબકીય ડાઈપોલ મોમેન્ટ ધરાવતા એક ટૂંકા ગજિયા ચુંબકને `0.15 T` સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે સ્થાયી સમતોલન સ્થિતિમાં તેનું નમન કેવું હશે ? આ બંને સ્થિતિમાં તેની ચુંબકીય સ્થિતિઊર્જા શોધો.
`0.32 J/T` જેટલી ચુંબકીય ડાઈપોલ મોમેન્ટ ધરાવતા એક ટૂંકા ગજિયા ચુંબકને `0.15 T` સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે સ્થાયી સમતોલન સ્થિતિમાં તેનું નમન કેવું હશે ? આ બંને સ્થિતિમાં તેની ચુંબકીય સ્થિતિઊર્જા શોધો.
ખૂબ નજીક વિંટાળેલા 800 આંટા વાળા અને `2.5 times 10^(-4) m^(-4)` આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સોલેનોઈડમાંથી `3.0 A` વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. સોલેનોઈડ કઈ રીતે ગજિયા-ચુંબકની જેમ વર્તશે તે સમજાવો.
અથવા
પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રે વિષુવવૃત્ત પાસે લગભગ `0.4 G` છે. પૃથ્વીની દ્વિ-ધ્રુવી ચાકમાત્રા શોધો.
0.6 જેટલી ચુંબકીય ચાકમાત્રા ધરાવતા સોલેનોઈડને તેની અક્ષ `0.25 T` જેટલા સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં, ક્ષેત્ર સાથે `30^circ` ના ખૂણે મૂકવામાં આવે ત્યારે તેના પરનું ટોર્ક શોધો.
`1.5 JT^-1` જેટલી ચુંબકીય ડાઈપોલ મોમેન્ટ ધરાવતા એક ગજિયા ચુંબકની અક્ષ, `0.22 T` જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રની દિશામાં આવેલી છે : હવે, આ ગજિયા ચુંબકને ભ્રમણ આપીને તેની અક્ષ ચુંબકીય ક્ષેત્રને લંબ ગોઠવવા માટે બાહ્ય ટોર્ક વડે (ઓછામાં ઓછું) કેટલું કાર્ય કરવું પડશે ?
`1.5 JT^-1` જેટલી ચુંબકીય ડાઈપોલ મોમેન્ટ ધરાવતા એક ગજિયા ચુંબકની અક્ષ, `0.22 T` જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રની દિશામાં આવેલી છે : હવે, આ ગજિયા ચુંબકને ભ્રમણ આપીને તેની અક્ષ ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવવા માટે બાહ્ય ટોર્ક વડે (ઓછામાં ઓછું) કેટલું કાર્ય કરવું પડશે ?
`1.5 JT^-1` જેટલી ચુંબકીય ડાઈપોલ મોમેન્ટ ધરાવતા એક ગજિયા ચુંબકની અક્ષ, `0.22 T` જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રની દિશામાં આવેલી છે : હવે, ચુંબકીય ક્ષેત્રને લંબ અને ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આ બંને કિસ્સાઓ માં ગજિયા ચુંબક પર લાગતાં (લઘુત્તમ) ટોર્ક પણ શોધો.
2000 જેટલો અત્યંત નજીક વીંટાળેલા આંટાઓ તથા `1.6 xx 10^-4 m^2` જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક સોલોનોઈડને તેના મધ્યકેન્દ્રમાંથી પસાર થતી શિરોલંબ અક્ષની આસપાસ, સમક્ષિતિજ સમતલમાં મુકતપણે ભ્રમણ કરી શકે તે રીતે લટકાવી તેના વાઈન્ડીંગમાંથી `4 A` વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે. તો તેની ચુંબકીય ડાઈપોલ મોમેન્ટ શોધો.
2000 જેટલો અત્યંત નજીક વીંટાળેલા આંટાઓ તથા `1.6 xx 10^-4 m^2` જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક સોલોનોઈડને તેના મધ્યકેન્દ્રમાંથી પસાર થતી શિરોલંબ અક્ષની આસપાસ, સમક્ષિતિજ સમતલમાં મુકતપણે ભ્રમણ કરી શકે તે રીતે લટકાવી તેના વાઈન્ડીંગમાંથી `4 A` વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે. તો સોલેનોઈડની અક્ષ સાથે `30^circ` ખૂણો બનાવતી દિશામાં `7.5 xx 10^-2 T` જેટલું સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે ત્યારે સોલેનોઈડ પર લાગતુ પરિણામી ચુંબકીય બળ તથા ટોર્ક શોધો.
16 આંટાઓ, `10 cm` ત્રિજ્યા અને `0.75 A` જેટલા પ્રવાહનું વહન કરતી એક વર્તુળાકાર કોઈલને તેનું સમતલ `5 xx 10^-2 T` જેટલા ચુંબકીય ક્ષેત્રને લંબ રહે તેમ લટકાવેલી છે. આ સ્થાયી સમતોલન સ્થિતિમાંથી તેને સહેજ ચલિત કરી છોડી દેતા તે શિરોલંબ અક્ષની આસપાસ, `2s^-1` જેટલી આવૃત્તિથી સરળ આવર્ત દોલનો કરવા લાગે છે તો ભ્રમણાક્ષને અનુલક્ષીને તેની જડત્વની ચાકમાત્રા શોધો.
પૃથ્વીની સપાટી પરના એક સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક `0.35 G` છે. આ સ્થળે શિરોલંબ સમતલમાં રહીને મુકતપણે ભ્રમણ કરી શકે તેવી ચુંબકીય સોયનો ઉત્તરધ્રુવ સમક્ષિતિજ સાથે નીચે તરફ `22^circ` જેટલો નમેલો રહે છે આ સ્થળે પૃથ્વીનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધો.
આફ્રિકાના કોઈક સ્થળે, હોકાયંત્ર ભૌગોલિક ઉત્તરધ્રુવ સાથે પશ્ચિમ તરફ `12^circ` ખૂણે રહે છે. આ સ્થળના મેગ્નેટિક મેરિડિયનમાં રાખેલા Dip Circle (નતિકોણ માપક)માંની ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ, સમક્ષિતિજથી ઉપર તરફ `60^circ` ના ખૂણે રહે છે. આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રો સમક્ષિતિજ ઘટક, `0.16 G` છે. તો આ સ્થળે પૃથ્વીના પરિણામી ચુંબકીય ક્ષેત્રના મૂલ્ય અને દિશા નક્કી કરો.
`0.48 J/T` જેટલી ચુંબકીય ડાઈપોલ મોમેન્ટ ધરાવતા એક ટૂંકા ગજિયા ચુંબકની અક્ષ પર તેના મધ્યકેન્દ્રથી `10 cm` અંતરે આવેલા બિંદુએ તેનાથી ઉદ્દભવતા ચુંબકીય ક્ષેત્રના મૂલ્ય અને દિશા શોધો.
`0.48 J/T` જેટલી ચુંબકીય ડાઈપોલ મોમેન્ટ ધરાવતા એક ટૂંકા ગજિયા ચુંબકની વિષુવરેખા પર તેના મધ્યકેન્દ્રથી `10 cm` અંતરે આવેલા બિંદુએ તેનાથી ઉદ્દભવતા ચુંબકીય ક્ષેત્રના મૂલ્ય અને દિશા શોધો.
સમક્ષિતિજ સમતલમાં મુકેલા એક નાના ગજિયા ચુંબકની અક્ષ ચુંબકીય ઉત્તર-દક્ષિણ દિશા સાથે એક રેખસ્થ છે. ચુંબકની અક્ષ પર તેના કેન્દ્રથી 14 cm અંતરે તટસ્થ બિંદુઓ (Null Points) મળે છે. આ સ્થળે પૃથ્વીનું ચુંબકીયક્ષેત્ર 0.36G છે અને ડીપ કોણ શન્ય છે. ચુંબકના કેન્દ્રથી તેના લંબ દ્વિભાજક પર આટલા જ અંતરે (એટલે કે, 14 cm) કુલ ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? (તટસ્થ બિંદુએ ચુંબક વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક જેટલું જ અને વિરુદ્ધ દિશામાં હોય છે.)
જો સ્વાધ્યાય 5.13ના ગજિયા ચુંબકને `180^circ` જેટલો ઘુમાવવામાં આવે તો હવે નવા તટસ્થ બિદુઓ ક્યા (કેટલા અંતરે) મળશે ?
`5.25 xx 10^-2 J/T` જેટલી ચુંબકીય ડાઈપોલ મોમેન્ટ ધરાવતા એક ટૂંકા ગજિયા ચુંબકની અક્ષ, `0.42 G` જેટલા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે આવેલી છે. તો આ ચુંબકના મધ્યકેન્દ્ર થી તેની વિષુવરેખા પર કેટલા અંતરે આવેલા બિંદુએ પરિણામી ચુંબકીય ક્ષેત્ર, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે `45^circ` નો ખૂણો બનાવશે ?
`5.25 xx 10^-2 J/T` જેટલી ચુંબકીય ડાઈપોલ મોમેન્ટ ધરાવતા એક ટૂંકા ગજિયા ચુંબકની અક્ષ, `0.42 G` જેટલા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે આવેલી છે. તો આ ચુંબકના મધ્યકેન્દ્ર થી તેની અક્ષ પર કેટલા અંતરે આવેલા બિંદુએ પરિણામી ચુંબકીય ક્ષેત્ર, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે `45^circ` નો ખૂણો બનાવશે ?
નીચેના પ્રશ્નોના જવાબ આપો : પેરામેગ્નેટીક નમૂનાને ઠંડો પાડતા તે શા માટે વધુ મેગ્નેટાઈઝેશન ધરાવે છે ?
નીચેના પ્રશ્નોના જવાબ આપો : ડાયામેગ્નેટિઝમ (પ્રતિ ચુંબકત્વ) શા માટે તાપમાનથી લગભગ સ્વતંત્ર છે ?
જો ટૉરોઈડના કોર (ગર્ભ) માટે બિસ્મથનો ઉપયોગ કરવામાં આવે તો આ કોરમાં ચુંબકીયક્ષેત્ર, ખાલી કોરની સરખામણીમાં થોડુંક) વધારે કે (થોડુંક) ઓછું હશે?
નીચેના પ્રશ્નોના જવાબ આપો : શું ફેરોમેગ્નેટીક પદાર્થની પરમિએબિલિટી, બાહ્ય ચુંબકીય ક્ષેત્રથી સ્વતંત્ર છે ? જો ના તો તેનું મૂલ્ય વધારે ક્યારે મળે છે - બાહ્ય ચુંબકીય ક્ષેત્ર ઓછું હોય ત્યારે કે પછી વધારે હોય ત્યારે ?
નીચેના પ્રશ્નોના જવાબ આપો : ફેરોમેગ્નેટીક પદાર્થની છેડા આગળની સપાટી પર દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્રરેખા, સપાટીને લગભગ લંબ હોય છે. (જેમ ધાતુની વિદ્યુતભારિત કરેલી સપાટી પર, સ્થિત વિદ્યુતક્ષેત્ર રેખા, સ્થાનિક રીતે સપાટીને લંબ હોય છે તેમ) શા માટે ?
નીચેના પ્રશ્નોના જવાબ આપો : શું પેરામેગ્નેટીક પદાર્થમાં મળતુ સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન, ફેરોમેગ્નેટીક પદાર્થમાં મળતા સંતૃપ્ત મેગ્નેટાઈઝેશનના ક્રમનું હશે ?
ફેરોમેગ્નેટના મેગ્નેટાઇઝેશન વક્રમાં અપ્રતિવર્તીપણું ડોમેઇન ચિત્રના આધારે ગુણાત્મક રીતે સમજાવો.
નીચેના પ્રશ્નોના જવાબ આપો : કાર્બન સ્ટીલના ટુકડા કરતા નરમ લોખંડના ટુકડા માટેની હિસ્ટરીસીસ લુપનું ક્ષેત્રફળ ઘણું નાનું હોય છે. જો બંને દ્રવ્યો માટે હિસ્ટરીસીસ સાયકલને અનેક વખત પૂરી કરવામાં આવે તો ક્યા કિસ્સામાં વધારે ઉષ્મા ઊર્જાનું વિખેરણ થશે ?
હિસ્ટરીસીસ લૂપ દર્શાવતું ફેરોમેગ્નેટ જેવું તંત્ર, એ મેમરી (સ્મૃતિ) સંગ્રહ કરવાનું સાધન છે આ વિધાનનો અર્થ સમજાવો.
નીચેના પ્રશ્નોના જવાબ આપો : કેસેટ પ્લેયરમાંનીમેગ્નેટીક ટેપ પર આવરણ ચઢાવવા માટે તથા આધુનિક કમ્પ્યુટર્સમાં સ્મૃતિ સ્થાનો (memory stores) બનાવવા માટે કેવા ફેરોમગ્નેટિક દ્રવ્યોનો ઉપયોગ થાય છે ?
નીચેના પ્રશ્નોના જવાબ આપો : અવકાશના અમુક વિસ્તારને ચુંબકીય ક્ષેત્રની અસરથી બચાવવું છે એટલે કે સુરક્ષિત રાખવું છે. આવા મેગ્નેટોસ્ટેટિક શિલ્ડીંગમાટેની રીત જણાવો.
એક સમક્ષિતિજ કેબલને પશ્ચિમથી `10^circ` ઉત્તર તરફ રાખેલ છે જે `2.5 A` જેટલા વિદ્યુતપ્રવાહનું વહન કરે છે. આ સ્થળનું મેગ્નેટીક મેરિડિયન, જીઓગ્રાફીક મેરિડિયનથી `10^circ` પશ્ચિમ તરફ છે આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર `0.33 G` છે તથા ડીપ એન્ગલ શૂન્ય છે. તો આ કિસ્સામાં તટસ્થબિંદુઓમાંથી પસાર થતી રેખા નક્કી કરો. (અત્રે, તટસ્થબિંદુએ કેબલને કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકની અસર નાબૂદ કરે છે.)
એક સ્થળે આવેલ ટેલીફોનના કેબલમાં ચાર લાંબા સીધા અને સમક્ષિતિજ તાર જે (દરેક)માંથી એક જ દિશામાં 1.0 A વિદ્યુતપ્રવાહ પૂર્વથી પશ્ચિમ વહે છે. આ સ્થળે પૃથ્વીનું ચુંબકીયક્ષેત્ર 0.39 G છે, અને ડીપ કોણ `35^circ` છે. મેગ્નેટીક ડેલિનેશન લગભગ શૂન્ય છે. આ કેબલની નીચે 4.0 cm અંતરે પરિણામી ચુંબકીય ક્ષેત્રના મૂલ્ય કેટલા હશે?
શૂન્ય ડેકિલનેશન ધરાવતા એક સ્થળે મેગ્નેટીક મેરિડિયન સાથે `45^circ` ખૂણો બનાવતા શિરોલંબ સમતલમાં 30 આંટાઓ અને `12 cm` ત્રિજ્યાવાળી વર્તુળાકાર કોઈલ મૂકેલી છે જેના કેન્દ્રમાં, સમક્ષિતિજ સમતલમાં મુક્તપણે ભ્રમણ કરી શકે તેવી ચુંબકીય સોય મૂકેલી છે. હવે આ કોઈલમાંથી `0.35 A` વિદ્યુતપ્રવાહ પસાર કરતા આ સોયનો ઉત્તરધ્રુવ, પૂર્વ દિશા તરફ ગોઠવાય છે. (બીજા શબ્દોમાં, ચુંબકીય સોય પશ્ચિમથી પૂર્વ દિશા દર્શાવે છે.) તો આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક શોધો.
શૂન્ય ડેકિલનેશન ધરાવતા એક સ્થળે મેગ્નેટીક મેરિડિયન સાથે `45^circ` ખૂણો બનાવતા શિરોલંબ સમતલમાં 30 આંટાઓ અને `12 cm` ત્રિજ્યાવાળી વર્તુળાકાર કોઈલ મૂકેલી છે જેના કેન્દ્રમાં, સમક્ષિતિજ સમતલમાં મુક્તપણે ભ્રમણ કરી શકે તેવી ચુંબકીય સોય મૂકેલી છે. હવે આ કોઈલમાંથી `0.35 A` વિદ્યુતપ્રવાહ પસાર કરતા આ સોયનો ઉત્તરધ્રુવ, પૂર્વ દિશા તરફ ગોઠવાય છે. (બીજા શબ્દોમાં, ચુંબકીય સોય પશ્ચિમથી પૂર્વ દિશા દર્શાવે છે.) તો હવે કોઈલમાંના વિદ્યુતપ્રવાહની દિશા ઊલટાવી, કોઈલને શિરોલંબ અક્ષને અનુલક્ષીને `90^circ` જેટલું ભ્રમણ વિષમઘડી આપવામાં આવે તો હવે ચુંબકીય સોય કઈ દિશા દર્શાવશે ?
`60^circ` ના ખૂણે આવેલા બે ચુંબકીય ક્ષેત્રો એક જ ચુંબકીય ડાઈપોલ પર લગાડવામાં આવે છે ત્યારે આ ડાઈપોલ, તે બે ક્ષેત્રો પૈકીના `1.2 xx 10^-2 T` જેટલા ક્ષેત્ર સાથે `15^circ` ના ખૂણે સ્થાયી સમતોલન સ્થિતિ પ્રાપ્ત કરે છે તો બીજા ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે ?
સમક્ષિતિજ દિશામાં ગતિ કરતો અને એક સરખી ઊર્જા (18 keV – Monoenergetic) ધરાવતો ઇલેક્ટ્રૉન બીમ (કિરણપૂંજ) તેની (ગતિની) દિશાને લંબરૂપે સમક્ષિતિજ સમતલમાં 0.4 G જેટલું ચુંબકીયક્ષેત્ર અનુભવે છે. 30 cm પછી આ બીમનું ઉપર કે નીચે તરફનું કોણાવર્તન શોધો (`m_e = 9.11 ** 10^(-31) kg`). [નોંધ : આ સ્વાધ્યાયના મૂલ્યો, એ ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યા છે કે તમને TVમાં ઇલેક્ટ્રૉન ગનમાંથી ઉત્સર્જીત થઇને તેના સ્કિન પર આપાત થતા ઇલેક્ટ્રૉન પર થતી પૃથ્વીના ચુંબકીયક્ષેત્રની અસર સમજાવે]
એક પેરામેગ્નેટીક ક્ષારના નમૂનામાં એકની ડાઈપોલ મોમેન્ટ `1.5 xx 10^-23` હોય તેવી `2 xx 10^24` પરમાણ્વીય ડાઈપોલ્સ આવેલી છે. આ દ્રવ્યને `4.2 K` તાપમાન સુધી ઠંડુ પાડીને તેને `0.64 T`જેટલા બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં રાખતા તેમાં `15%` જેટલું સંતૃપ્ત મેગ્નેટાઈઝેશન મળે છે. જો આ દ્રવ્યને `2.8 K` તાપમાન સુધી ઠંડુ પાડી તેના પર `0.98 T` જેટલું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો આ નમૂનાની કુલ ચુંબકીય ડાઈપોલ મોમેન્ટ શોધો.
જેમાં ગર્ભ તરીકે 800 જેટલી સાપેક્ષ પરમિએબિલીટીવાળુ દ્રવ્ય આવેલું હોય તેવી `15 cm` જેટલી સરેરાશ ત્રિજ્યા ધરાવતી તથા 3500 જેટલા આંટાવાળુ વાઈન્ડીંગ ધરાવતી રાઉલેન્ડ રીંગના વાઈન્ડીંગમાંથી `1.2 A` વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તેના ગર્ભમાં ચુંબકીય ક્ષેત્ર કેટલું મળશે ?
કવોન્ટ થીયરી મુજબ પરમાણુમાં ઈલેક્ટ્રોનની સ્પિન ચુંબકીય ડાઈપોલ મોમેન્ટ `vecmu_s = -(e/m) vecS` જેટલી અને કક્ષીય ચુંબકીય ડાઈપોલ મોમેન્ટ `vecmu_l = -(e/2m)vecl` જેટલી હોવાનું ખૂબ મોટી ચોકસાઈથી પ્રાયોગિક રીતે ચકાસી શકાયુ છે. આ બે માંથી કયું સૂત્ર, ક્લાસિકલ થીયરી સાથે સુસંગત છે ? આ પરિણામ તારવવા માટેની રૂપરેખા દોરો.
Exercise questions and complete solutions for chapter ચુંબકત્વ અને દ્રવ્ય of NCERT Physics(Gujarati) of Class 12