Doubtnut Promotions Sticky

Complete Solutions to EXERCISE of chapter ગતિના નિયમો of Class 11 book with complete answers and questions

Class 11PHYSICS
Chapterગતિના નિયમો
NCERTEXERCISE
Number Of Questions78
Academic Year2023-24
  1. `100 m s^(-2)`ના અચળ પ્રવેગથી બાહ્ય અવકાશમાં ગતિ કરતા એક નાના અવકાશયાનમાંથી એકાએક અવકાશયાત્રી છૂટો પડે છે . અવકાશયાનની બહાર આવ્યા પછીની ક્ષણે તેનો પ્રવેગ કેટલો હશે ? ( એવું ધારો કે નજીકમાં તેના પર ગુરુત્વબળ લગાડતા કોઈ તારાઓ હાજર નથી .)


    00:46
    View Solution
  2. 0.04 kg દળ ધરાવતી અને `90 m s^(-1)` ની . ઝડપથી ગતિ કરતી એક બુલિટ એક ભારે લાકડાના બ્લૉકમાં પ્રવેશે છે અને 60 cm નું અંતર કાપીને અટકી જાય છે . બ્લૉક વડે બુલિટ પર સરેરાશ અવરોધક બળ કેટલું લાગે


    01:13
    View Solution
  3. m દળના પદાર્થની ગતિ `y=ut+1/2g t^2` તરીકે વર્ણવાય છે . પદાર્થ પર લાગતું બળ શોધો .


    01:05
    View Solution
  4. એક બૅટ્સમૅન બૉલને તેની `12 m s^(-1)` ની પ્રારંભિક ઝડપને બદલ્યા સિવાય સીધો બૉલરની દિશામાં પાછો ફટકારે છે . જો બૉલનું દળ 0.15 kg હોય , તો બૉલ પર લાગતો આઘાત શોધો . ( બૉલની ગતિ સુરેખ ધારો . )


    01:50
    View Solution
  5. આકૃતિ 5.8 જુઓ . 6 kg દળને છતથી . 2 m લંબાઈના દોરડા વડે લટકાવેલ છે . દોરડાના મધ્યબિંદુ ( P ) એ 50 N નું એક બળ સમક્ષિતિજ દિશામાં દર્શાવ્યા મુજબ લગાડવામાં આવે છે . સંતુલન સ્થિતિમાં દોરડું ઊર્ધ્વ દિશા સાથે કેટલો કોણ બનાવશે ? ( `g = 10 m s^(-2)` લો ) . દોરડાનું દળ અવગણો


    01:40
    View Solution
  6. બૉક્સ અને ટ્રેનના તળિયા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.15 હોય , તો ટ્રેનના તળિયા પર રહેલ બૉક્સ સ્થિર રહે તે માટે ટ્રેનનો મહત્તમ પ્રવેગ શોધો .


    01:10
    View Solution
  7. આકૃતિ 5.11 જુઓ . 4 kg દળ એક સમક્ષિતિજ સમતલ પર રહેલ છે . સમતલને સમક્ષિતિજ સાથે ક્રમશઃ ઢળતું કરતાં `theta= 15^(circ)` એ તે દળ ખસવાની શરૂઆત કરે છે . બ્લૉક અને સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક કેટલો હશે ?


    01:41
    View Solution
  8. આકૃતિ 5.12 ( a ) માં દર્શાવેલ ટ્રોલી અને સપાટી વચ્ચેનો ગતિક ઘર્ષણાંક 0.04 હોય , તો બ્લૉક અને ટ્રૉલીના તંત્રનો પ્રવેગ કેટલો હશે ? દોરીમાં કેટલું તણાવ હશે ? ( `g = 10 m s^(-2)` લો ) . દોરીનું દળ અવગણો .


    03:06
    View Solution
  9. 18 km//hની ઝડપે જઈ રહેલો એ કે સાઇકલ - સવાર એક સમતલ રસ્તા પર 3 m ત્રિજ્યાનો તીવ્ર વર્તુળાકાર વળાંક , ઝડપ ઘટાડ્યા સિવાય લે છે . ટાયર અને રસ્તા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.1 છે . શું વળાંક લેતી વખતે સાઇકલ - સવાર લપસી જશે ?


    02:04
    View Solution
  10. સ્પર્ધા માટેનો એક 300 m ત્રિજ્યાનો વર્તુળાકાર માર્ગ `15^(circ)` ના ઢોળાવવાળો છે . જો રેસકારનાં પૈડાં અને માર્ગ વચ્ચે નો ઘર્ષણા ક 0.2 હોય તો:રેસકારના ટાયરનો ઘસારો નિવારવા માટે તેની optimum ( ઇષ્ટ ) ઝડપ કેટલી હશે ?


    01:36
    View Solution
  11. સ્પર્ધા માટેનો એક 300 m ત્રિજ્યાનો વર્તુળાકાર માર્ગ `15^(circ)` ના ઢોળાવવાળો છે . જો રેસકારનાં પૈડાં અને માર્ગ વચ્ચે નો ઘર્ષણા ક 0.2 હોય તો:લપસવાનું નિવારી શકાય તેવી શક્ય મહત્તમ ઝડપ કેટલી હશે ?


    02:24
    View Solution
  12. નીચેના કિસ્સાઓમાં લાગતા ચોખ્ખા ( પરિણામી ) બળનાં માન અને દિશા જણાવો:અચળ ઝડપથી નીચે પડતા વરસાદનાં ટીંપા પર


    00:45
    View Solution
  13. નીચેના કિસ્સાઓમાં લાગતા ચોખ્ખા ( પરિણામી ) બળનાં માન અને દિશા જણાવો: પાણી પર તરતા 10 g દળના બૂચ પર


    01:02
    View Solution
  14. નીચેના કિસ્સાઓમાં લાગતા ચોખ્ખા ( પરિણામી ) બળનાં માન અને દિશા જણાવો: આકાશમાં યુક્તિપૂર્વક સ્થિર રાખેલા પતંગ પર


    00:53
    View Solution
  15. નીચેના કિસ્સાઓમાં લાગતા ચોખ્ખા ( પરિણામી ) બળનાં માન અને દિશા જણાવો: ખરબચડા રસ્તા પર `30 km//h`ના અચળ વેગથી ગતિ કરતી કાર પર


    01:00
    View Solution
  16. નીચેના કિસ્સાઓમાં લાગતા ચોખ્ખા ( પરિણામી ) બળનાં માન અને દિશા જણાવો: બધા દ્રવ્ય પદાર્થોથી દૂર તથા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રોથી દૂર અવકાશમાં ગતિ કરતા ખૂબ ઝડપી ઇલેક્ટ્રૉન પર


    01:10
    View Solution
  17. 0.05 kg દળની એક લખોટી ઊર્ધ્વદિશામાં ફેંકવામાં આવે છે . લખોટી પર લાગતા ચોખ્ખા બળનું માન અને દિશા નીચેના કિસ્સાઓમાં જણાવો:તેની ઊર્ધ્વદિશામાંની ગતિ દરમિયાન


    00:51
    View Solution
  18. 0.05 kg દળની એક લખોટી ઊર્ધ્વદિશામાં ફેંકવામાં આવે છે . લખોટી પર લાગતા ચોખ્ખા બળનું માન અને દિશા નીચેના કિસ્સાઓમાં જણાવો: તેની અધોદિશામાંની ગતિ દરમિયાન


    00:52
    View Solution
  19. 0.05 kg દળની એક લખોટી ઊર્ધ્વદિશામાં ફેંકવામાં આવે છે . લખોટી પર લાગતા ચોખ્ખા બળનું માન અને દિશા નીચેના કિસ્સાઓમાં જણાવો:તે ક્ષણિક સ્થિર હોય તે ઉચ્ચતમ બિંદુએ . જો લખોટીને સમક્ષિતિજ સાથે `45^@` ના કોણે ફેંકવામાં આવી હોત તો શું તમારા જવાબો જુદા હોત ? હવાનો અવરોધ અવગણો .


    01:55
    View Solution
  20. નીચેના દરેક કિસ્સામાં 0.1 kg દળ ધરાવતા એક પથ્થર પર લાગતા બળનું માન અને દિશા જણાવો : સ્થિર રહેલી ટ્રેનની બારીમાંથી તેને પડવા દીધા પછી તરત


    00:47
    View Solution
  21. નીચેના દરેક કિસ્સામાં 0.1 kg દળ ધરાવતા એક પથ્થર પર લાગતા બળનું માન અને દિશા જણાવો : `36 km // h`ની અચળ ઝડપથી દોડતી ટ્રેનની બારીમાંથી તેને પડવા દીધા પછી તરત


    00:55
    View Solution
  22. નીચેના દરેક કિસ્સામાં 0.1 kg દળ ધરાવતા એક પથ્થર પર લાગતા બળનું માન અને દિશા જણાવો : `1 m s^(-2)`થી પ્રવેગિત થતી ટ્રેનની બારીમાંથી તેને પડવા દીધા પછી તરત


    01:04
    View Solution
  23. નીચેના દરેક કિસ્સામાં 0.1 kg દળ ધરાવતા એક પથ્થર પર લાગતા બળનું માન અને દિશા જણાવો : `1 m s^(-2)` થી પ્રવેગિત થતી ટ્રેનના તળિયા પર ટ્રેનની સાપેક્ષે સ્થિર રહેલ હોય ત્યારે , દરેક કિસ્સામાં હવાનો અવરોધ અવગણો .


    01:09
    View Solution
  24. લીસા સમક્ષિતિજ ટેબલ પર l લંબાઈની દોરીનો એક છેડો m દળના કણ સાથે અને બીજો છેડો એક નાની ખીલી સાથે જોડેલ છે . જો કણ છ ઝડપથી વર્તુળમય ગતિ કરે , તો કણ પરનું ચોખ્ખું ( પરિણામી ) બળ ( કેન્દ્ર તરફની દિશામાં ) કેટલું હશે તે નીચેનામાંથી પસંદ કરો :T દોરીમાંનું તણાવ છે


    01:15
    View Solution
  25. `15 m s^(-1)` ની પ્રારંભિક ઝડપથી ગતિ કરતા 20 kg દળના એક પદાર્થ પર 50 Nનું પ્રતિપ્રવેગ ઉપજાવતું અચળ બળ લગાડવામાં આવે છે . પદાર્થને અટકાવવામાં કેટલો સમય લાગશે ?


    01:56
    View Solution
  26. 3 kg દળના એક પદાર્થ પર લાગતું અચળ બળ તેની ઝડપ `2.0 m s^(-1)`થી 25 sમાં બદલીને `3.5 m s^(-1)` કરે છે . પદાર્થની ગતિની દિશા બદલાતી નથી . બળનું માન અને દિશા જણાવો


    01:29
    View Solution
  27. 5 kg દળના એક પદાર્થ પર પરસ્પર લંબ એવાં બે બળો 8 N અને 6 N લાગે છે . પદાર્થના પ્રવેગનું માન અને દિશા જણાવો.


    01:56
    View Solution
  28. `36 km//h` ની ઝડપથી વાહન ચલાવતો એક ડ્રાઇવર રસ્તા વચ્ચે એક બાળકને ઊભેલો જુએ છે અને તે બાળકને બચાવવા માટે તેનું વાહન 4.0 s માં સ્થિર થવું તેને જરૂરી લાગે છે . તો વાહન પર વેગ ઘટાડતું સરેરાશ કેટલું બળ લગાડવું પડે ? વાહનનું દળ 400 kg અને ડ્રાઇવરનું દળ 65 kg છે .


    02:06
    View Solution
  29. ઊંચકાયા ( lift ) વગર 20,000 kg નું દળ ધરાવતા એક રૉકેટને વિસ્ફોટ કરાવતાં તે ઊર્ધ્વદિશામાં `5.0 m s^(-2)` ના પ્રારંભિક પ્રવેગથી ગતિ કરે છે . તો વિસ્ફોટથી લાગતો પ્રારંભિક ધક્કો ( બળ ) ગણો .


    01:11
    View Solution
  30. 0.40 kg દળના અને પ્રારંભમાં ઉત્તર દિશામાં `10 m s^(-1)`ની ઝડપથી ગતિ કરતા એક પદાર્થ પર 8.0 N બળ દક્ષિણ દિશામાં 30 s સુધી લાગે છે , બળ લગાડવાની ક્ષણને t=0 અને તે સ્થાનને x = 0 લઈને t = -5 s , 25 s , 100 s સમયે તેનાં સ્થાન શોધો .


    06:37
    View Solution
  31. એક ટક સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને `2.0 m s^(-2)`ની પ્રવેગિત ગતિ કરે છે , t= 10 સેકન્ડે ટકની ઉપર ઊભેલી ( જમીનથી 6 m ઊંચાઈએ ) એક વ્યક્તિ પથ્થરને પડવા દે છે t= 11 સેકન્ડે પથ્થરના ( a ) વેગ કેટલા હશે ? ( હવાનો અવરોધ અવગણો . )


    03:10
    View Solution
  32. એક ટક સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને `2.0 m s^(-2)`ની પ્રવેગિત ગતિ કરે છે , t= 10 સેકન્ડે ટકની ઉપર ઊભેલી ( જમીનથી 6 m ઊંચાઈએ ) એક વ્યક્તિ પથ્થરને પડવા દે છે t= 11 સેકન્ડે પથ્થરના પ્રવેગ કેટલા હશે ? ( હવાનો અવરોધ અવગણો . )


    01:22
    View Solution
  33. એક ઓરડાની છત પરથી 2 m લાંબી દોરી વડે 0.1 kg દળના લટકાવેલા એક ગોળાને દોલિત કરવામાં આવે છે . તેના મધ્યમાન સ્થાને ગોળાની ઝડપ `1 m s^(-2) છે . ગોળો જ્યારે: તેનાં કોઈ એક અંત્યસ્થાને હોય ત્યારે દોરીને કાપવામાં આવે તો ગોળાનો ગતિપથ કેવો હશે ?


    01:23
    View Solution
  34. એક ઓરડાની છત પરથી 2 m લાંબી દોરી વડે 0.1 kg દળના લટકાવેલા એક ગોળાને દોલિત કરવામાં આવે છે . તેના મધ્યમાન સ્થાને ગોળાની ઝડપ 1 m `s^(-2) છે . ગોળો જ્યારે: તેના મધ્યમાંન સ્થાને હોય ત્યારે દોરીને કાપવામાં આવે તો ગોળાનો ગતિપથ કેવો હશે ?


    01:02
    View Solution
  35. 70 kg દળનો એક માણસ એક લિફ્ટમાં વજનકાંટા પર ઊભો છે . નીચેના દરેક કિસ્સામાં વજનકાંટા પરનું અવલોકન કેટલું હશે ?: લિફ્ટ ઉપર તરફ `10 m s^(-1)`ની નિયમિત ઝડપથી ગતિ કરે છે .


    01:00
    View Solution
  36. 70 kg દળનો એક માણસ એક લિફ્ટમાં વજનકાંટા પર ઊભો છે . નીચેના દરેક કિસ્સામાં વજનકાંટા પરનું અવલોકન કેટલું હશે ?:લિફટ નિમ્ન દિશામાં ( અધોદિશામાં ) `5 m s^(-2)ના નિયમિત પ્રવેગથી ગતિ કરે છે .


    01:12
    View Solution
  37. 70 kg દળનો એક માણસ એક લિફ્ટમાં વજનકાંટા પર ઊભો છે . નીચેના દરેક કિસ્સામાં વજનકાંટા પરનું અવલોકન કેટલું હશે ?: લિફ્ટ ઊર્ધ્વદિશામાં `5 m s^(-2)`ના નિયમિત પ્રવેગથી ગતિ કરે છે .


    01:16
    View Solution
  38. 70 kg દળનો એક માણસ એક લિફ્ટમાં વજનકાંટા પર ઊભો છે . નીચેના દરેક કિસ્સામાં વજનકાંટા પરનું અવલોકન કેટલું હશે ?:લિફ્ટની યંત્રરચના નિષ્ફળ જાય છે અને લિફ્ટ સપાટાભેર ગુરુત્વાર્કષણની અસર નીચે મુક્તપતન કરે છે.


    00:59
    View Solution
  39. 4 kg દળના એક પદાર્થ માટે `F rarr t` આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. `t < 0,0 < t< 4s` અને`t > 4 s` માટે બળ અનુક્રમે `F_1`, `F_2` અને `F_3` હોય, તો ........ .


    01:19
    View Solution
  40. 10 kg અને 20 kg દળ ધરાવતા બે પદાર્થો A અને B ને લીસી સમક્ષિતિજ સપાટી પર રાખી એક હલકી દોરીના છેડાઓ સાથે બાંધેલ છે . F = 600 N નું એક સમક્ષિતિજ બળ A પર દોરીની દિશામાં લગાડવામાં આવે છે , દરેક કિસ્સામાં દોરીમાં તણાવ કેટલો હશે ?


    01:54
    View Solution
  41. 10 kg અને 20 kg દળ ધરાવતા બે પદાર્થો A અને B ને લીસી સમક્ષિતિજ સપાટી પર રાખી એક હલકી દોરીના છેડાઓ સાથે બાંધેલ છે . F = 600 N નું એક સમક્ષિતિજ બળ B પર દોરીની દિશામાં લગાડવામાં આવે છે , દરેક કિસ્સામાં દોરીમાં તણાવ કેટલો હશે ?


    01:48
    View Solution
  42. 8 kg અને 12 kg દળના બે પદાર્થો ઘર્ષણરહિત ગરગડી પરથી પસાર થતી એક ખેંચાય નહિ તેવી દોરીના એક - એક છેડે બાંધેલ છે . આ દળોને છોડી દેવામાં આવે ( દોરીથી છોડ્યા વિના પડવા દઈએ ) , તો તેમનો પ્રવેગ અને દોરીમાંનું તણાવ શોધો .


    02:20
    View Solution
  43. પ્રયોગશાળાની નિર્દેશ ફ્રેમમાં એક ન્યુક્લિયસ સ્થિર છે . જો તે બે નાના ન્યુક્લિયસોમાં વિભંજન પામે , તો દર્શાવો કે તે નીપજો વિરુદ્ધ દિશામાં જ ગતિ કરવા જોઈએ .


    01:40
    View Solution
  44. 0.05 kg દળના બે બિલિયર્ડ બૉલ `6 m s^(-1)`ની ઝડપથી ગતિ કરતા કરતા અથડાય છે અને તેટલી જ ઝડપથી પાછા ફેંકાય ( rebound ) છે . દરેક બૉલને બીજા વડે લગાડેલો આઘાત કેટલો હશે ?


    01:28
    View Solution
  45. 100 kg દળની ગનમાંથી 0.020 kg દળનો એક શૈલ ફોડવામાં આવે છે . ગનની નાળમાંથી બહાર આવતા શૈલની ઝડપ `80 m s^(-1)` હોય , તો ગન કેટલી ઝડપથી પાછી ફેંકાશે ( recoil ) ?


    01:54
    View Solution
  46. એક બૅટ્સમૅન એક બૉલનું તેની `54 km//h`ની પ્રારંભિક ઝડપમાં બદલાવ લાવ્યા સિવાય `45^@` ના કોણ જેટલું આવર્તન ( deflection ) કરે છે . બૉલ પર લાગુ પાડેલ આઘાત કેટલો હશે ? ( બૉલનું દળ 0.15 kg છે . )


    02:02
    View Solution
  47. દોરીના એક છેડે બાંધેલા 0.25 kg દળના પથ્થરને સમક્ષિતિજ સમતલમાં 1.5 m ત્રિજ્યાના વર્તુળમાં 40 rev./min ( પરિભ્રમણ / મિનિટ ) ની ઝડપથી ઘુમાવવામાં આવે છે . દોરીમાં તણાવ કેટલું હશે ? જો દોરી મહત્તમ 200 N નું તણાવ ખમી શકે તેમ હોય , તો કેટલી મહત્તમ ઝડપથી પથ્થરને ઘુમાવી શકાય?


    03:06
    View Solution
  48. ઉપરના સ્વાધ્યાય 5.21 માં , જો એ મહત્તમ ઝડપ કરતાં વધુ ઝડપ આપતાં દોરી એકાએક તૂટી પડે , તો તૂટ્યા બાદ પદાર્થનો ગતિપથ નીચેનામાંથી કઈ સાચી રીતે વર્ણવી શકાય ?


    01:36
    View Solution
  49. સમજાવો શા માટે:ખાલી અવકાશમાં ઘોડો ગાડીને ખેંચી અને દોડી શકતો નથી .


    01:53
    View Solution
  50. સમજાવો શા માટે:ઝડપથી ગતિ કરતી બસ એકાએક અટકે ત્યારે મુસાફરો તેમની બેઠકથી આગળ તરફ ફેંકાય છે .


    00:53
    View Solution
  51. સમજાવો શા માટે:ઘાસ - કાપતા મશીનને ધકેલવા કરતાં ખેંચવાનું સહેલું છે . (


    01:36
    View Solution
  52. સમજાવો શા માટે:ક્રિકેટર કેચ પકડવા દરમિયાન તેના હાથ પાછળ તરફ ખેંચે છે .


    00:54
    View Solution
  53. આકૃતિ 5.17માં 0.04 kg દળના એક પદાર્થનો સ્થાન - સમય આલેખ દર્શાવેલ છે . આ ગતિ માટે યોગ્ય ભૌતિક સંદર્ભ જણાવો . પદાર્થને પ્રાપ્ત થતા બે ક્રમિક આઘાતો વચ્ચેનો સમય કેટલો છે ? દરેક આઘાતનું મૂલ્ય શું છે ?


    03:45
    View Solution
  54. આકૃતિ 5.18 , એક સમક્ષિતિજ કન્વેયર ( વહન કરાવતા ) બૅલ્ટ , જે `1 m s^(-1)` થી પ્રવેગિત થાય છે , તેના પર બૅલ્ટની સાપેક્ષે ઊભેલો એક સ્થિર માણસ દર્શાવેલ છે . માણસ પર ચોખ્ખું ( પરિણામી બળ ) કેટલું હશે ? જો માણસના બૂટ અને બૅલ્ટ વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.2 હોય , તો બૅલ્ટના કેટલા પ્રવેગ સુધી માણસ બૅલ્ટની સાપેક્ષે સ્થિર ઊભો રહી શકે ? ( માણસનું દળ = 65 kg )


    01:46
    View Solution
  55. એક દોરીને છેડે બાંધેલો દળનો પથ્થર R ત્રિજયાના ઊર્ધ્વ વર્તુળમાં ભ્રમણ કરે છે . વર્તુળના ઉચ્ચતમ અને નિમ્નતમ બિંદુઓએ , અધોદિશામાં લાગતા ચોખ્ખા ( પરિણામી ) બળ માટે નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો :
    `T_1` અને `V_1` નિમ્નતમ બિંદુએ તણાવ અને ઝડપ દર્શાવે છે . `T_2` અને `V_2` અને અનુરૂપ મૂલ્યો ઉચ્ચતમ બિંદુએ દર્શાવે છે .


    02:13
    View Solution
  56. 1000 kg દળનું હેલિકૉપ્ટર `15 m s^(-2)`ના ઊર્ધ્વદિશામાંના પ્રવેગથી ઊંચે ચઢી રહ્યું છે . ચાલક અને મુસાફરોનું કુલ દળ 300 kg છે . નીચેના કિસ્સાઓમાં બળનાં માન અને દિશા જણાવો : ચાલક અને મુસાફરો વડે તળિયા પર લાગતું બળ


    01:19
    View Solution
  57. 1000 kg દળનું હેલિકૉપ્ટર `15 m s^(-2)`ના ઊર્ધ્વદિશામાંના પ્રવેગથી ઊંચે ચઢી રહ્યું છે . ચાલક અને મુસાફરોનું કુલ દળ 300 kg છે . નીચેના કિસ્સાઓમાં બળનાં માન અને દિશા જણાવો : હેલિકૉપ્ટરના રોટર ( rotor ) વડે આસપાસની હવા પરનું ક્રિયાબળ


    01:55
    View Solution
  58. 1000 kg દળનું હેલિકૉપ્ટર `15 m s^(-2)`ના ઊર્ધ્વદિશામાંના પ્રવેગથી ઊંચે ચઢી રહ્યું છે . ચાલક અને મુસાફરોનું કુલ દળ 300 kg છે . નીચેના કિસ્સાઓમાં બળનાં માન અને દિશા જણાવો : આસપાસની હવા વડે હેલિકૉપ્ટર પર લાગતું બળ


    01:21
    View Solution
  59. `10^(-2) m^(2)` આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી એક નળીમાં `15 m s^(-1)` ની ઝડપ સમક્ષિતિજ વહન કરતા પાણીના પ્રવાહમાંથી પાણી બહાર ધસી આવીને નજીકની ઊર્ધ્વ દીવાલને અથડાય છે . પાણીની અસરથી દીવાલ પર લાગતું બળ કેટલું હશે ? પાણી પાછું ફેંકાતું ( rebound ) નથી તેમ ધારો .


    02:03
    View Solution
  60. એક ટેબલ પર એક - એક રૂપિયાના દસ સિક્કાઓ ઉપરાઉપરી મૂકેલ છે . દરેક સિક્કાનું દળ m છે . નીચેના કિસ્સાઓમાં બળનાં માન અને દિશા જણાવો :નીચેથી ગણતાં 7મા સિક્કા પર તેનાથી ઉપરના બધા સિક્કાઓ વડે લાગતું બળ


    01:06
    View Solution
  61. એક ટેબલ પર એક - એક રૂપિયાના દસ સિક્કાઓ ઉપરાઉપરી મૂકેલ છે . દરેક સિક્કાનું દળ m છે . નીચેના કિસ્સાઓમાં બળનાં માન અને દિશા જણાવો :આઠમા સિક્કા વડે 7મા સિક્કા પર લાગતું બળ


    00:56
    View Solution
  62. એક ટેબલ પર એક - એક રૂપિયાના દસ સિક્કાઓ ઉપરાઉપરી મૂકેલ છે . દરેક સિક્કાનું દળ m છે . નીચેના કિસ્સાઓમાં બળનાં માન અને દિશા જણાવો :છઠ્ઠા સિક્કાનું 7મા સિક્કા પરનું પ્રતિક્રિયાબળ


    01:49
    View Solution
  63. એક વિમાન તેની પાંખોને `15^@` એ ઢળતી રાખીને `720 km//h` ની ઝડપથી એક સમક્ષિતિજ સમતલમાં બંધ ગાળો ( loop ) રચે છે . આ બંધગાળાની ત્રિજ્યા કેટલી હશે ?


    02:21
    View Solution
  64. એક ટ્રેન ઢોળાવ વગરના 30 m ત્રિજ્યાવાળા વર્તુળાકાર ટ્રેક પર `54 km//h`ની ઝડપથી દોડી રહી છે . ટ્રેનનું દળ `10^(6)` kg છે . આ હેતુ માટે કેન્દ્રગામી બળ કોના દ્વારા પુરું પાડવામાં આવે છે - ઍન્જિન કે રેલ ? રેલના પાટાનો ઘસારો અટકાવવા માટે ઢોળાવનો કોણ કેટલો રાખવો પડે ?


    02:28
    View Solution
  65. આકૃતિ ( 5.19 ) માં દર્શાવ્યા મુજબ 50 kg નો એક માણસ 25 kg દળના એક બ્લોકને બે જુદી જુદી રીતે ઊંચકી રહ્યો છે . બે કિસ્સાઓમાં માણસ વડે તળિયા પર કેટલું ક્રિયાબળ લાગશે ? જો તળિયું 700 N લંબબળ વડે નમી પડતું હોય , તો માણસે બ્લૉકને ઊંચકવા કઈ રીત અપનાવવી જોઈએ કે જેથી તળિયું નમી પડે નહિ ?


    02:43
    View Solution
  66. 40 kg નો એક વાંદરો એક દોરડું ( આકૃતિ 5.20 ) કે જે મહત્તમ 600 Nનું તણાવ ખમી શકે છે તેના પર ચઢે છે . નીચેનામાંથી કયા કિસ્સામાં દોરડું તૂટી જશે ? :વાંદરો `6 m s^(-2)` ના પ્રવેગથી ઉપર ચડે છે .


    01:25
    View Solution
  67. 40 kg નો એક વાંદરો એક દોરડું ( આકૃતિ 5.20 ) કે જે મહત્તમ 600 Nનું તણાવ ખમી શકે છે તેના પર ચઢે છે . નીચેનામાંથી કયા કિસ્સામાં દોરડું તૂટી જશે ? :વાંદરો `6 m s^(-2)` ના પ્રવેગથી ઉપર ચડે છે .


    01:25
    View Solution
  68. 40 kg નો એક વાંદરો એક દોરડું ( આકૃતિ 5.20 ) કે જે મહત્તમ 600 Nનું તણાવ ખમી શકે છે તેના પર ચઢે છે . નીચેનામાંથી કયા કિસ્સામાં દોરડું તૂટી જશે ? : વાંદરો `5 m s^(-1)` ની નિયમિત ઝડપથી ઉપર ચડે છે .


    01:10
    View Solution
  69. 40 kg નો એક વાંદરો એક દોરડું ( આકૃતિ 5.20 ) કે જે મહત્તમ 600 Nનું તણાવ ખમી શકે છે તેના પર ચઢે છે . નીચેનામાંથી કયા કિસ્સામાં દોરડું તૂટી જશે ? :) વાંદરો દોરડા પર ગુરુત્વાકર્ષણની અસર હેઠળ લગભગ મુક્ત પતન કરે છે.(દોરડાનું દળ અવગણો)


    01:11
    View Solution
  70. 5 kg અને 10 kg દળના બે પદાર્થો A અને B , ટેબલ પર એકબીજાની સાથે સંપર્કમાં અને દીવાલને અડીને રહેલા છે ( આકૃતિ 5.21 ) પદાર્થો અને ટેબલ વચ્ચેનો ઘર્ષણાંક 0.15 છે . 200 Nનું એક બળ A પર સમક્ષિતિજ લગાડવામાં આવે છે . દીવાલનું પ્રતિક્રિયાબળ


    01:41
    View Solution
  71. 5 kg અને 10 kg દળના બે પદાર્થો A અને B , ટેબલ પર એકબીજાની સાથે સંપર્કમાં અને દીવાલને અડીને રહેલા છે ( આકૃતિ 5.21 ) પદાર્થો અને ટેબલ વચ્ચેનો ઘર્ષણાંક 0.15 છે . 200 Nનું એક બળ A પર સમક્ષિતિજ લગાડવામાં આવે છે . A અને B વચ્ચે ક્રિયાપ્રતિક્રિયા બળો શોધો . જ્યારે દીવાલને દૂર કરવામાં આવે ત્યારે શું થાય ? જ્યારે પદાર્થો ગતિમાં હોય ત્યારે ( b ) ના જવાબમાં ફેરફાર થશે ? `mu_s` અને `mu_k` વચ્ચેનો તફાવત અવગણો .


    01:22
    View Solution
  72. એક લાંબી ટ્રોલી પર 15 kg દળનો બ્લૉક મૂકેલ છે . બ્લૉક અને ટ્રોલી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.18 છે . ટ્રોલી સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી 20 s માટે 0.5 m `s^(-2)` થી પ્રવેગિત થઈને ત્યાર બાદ નિયમિત વેગથી ગતિ કરે છે જમીન પરના સ્થિર નિરીક્ષકને દેખાતી બ્લૉકની ગતિની ચર્ચા કરો .


    01:52
    View Solution
  73. એક લાંબી ટ્રોલી પર 15 kg દળનો બ્લૉક મૂકેલ છે . બ્લૉક અને ટ્રોલી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.18 છે . ટ્રોલી સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી 20 s માટે 0.5 m `s^(-2)` થી પ્રવેગિત થઈને ત્યાર બાદ નિયમિત વેગથી ગતિ કરે છે ટ્રોલી સાથે ગતિમાન નિરીક્ષકને દેખાતી બ્લૉકની ગતિની ચર્ચા કરો .


    01:11
    View Solution
  74. આકૃતિ 5.22 માં દર્શાવ્યા મુજબ એક ટ્રકની પાછળની બાજુ ખુલ્લી છે . અને 40 kg દળનું એક બૉક્સ ખુલ્લા છેડાથી 5 m દૂર તેના પર મૂકેલ છે . બૉક્સ અને નીચેની સપાટી વચ્ચેના ઘર્ષણાંક 0.15 છે . એક સીધા રસ્તા પર ટ્રક સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી 2 m `s^(-2)` થી પ્રવેગિત થાય છે . પ્રારંભ બિંદુથી કેટલા અંતરે બૉક્સ ટ્રકમાંથી પડી જશે ? ( બૉક્સનું પરિમાણ અવગણો . )


    04:34
    View Solution
  75. 15 cm ત્રિજ્યાની એક તકતી `33frac (1)(3)rev//min` ( પરિભ્રમણ , મિનિટ ) ની ઝડપથી બ્રમણ કરે છે . રેકોર્ડ ( તકતી ) ના કેન્દ્રથી બે સિક્કાઓ 4 cm અને 14 cm દૂર મૂકેલા છે . જો સિક્કા અને રેકોર્ડ વચ્ચેના ઘર્ષણાંક 0.15 હોય , તો કયો સિક્કો રેકોર્ડ સાથે ભ્રમણ ચાલુ રાખશે ?


    05:40
    View Solution
  76. તમે સરકસમાં “ મોતના કૂવા ” ( એક પોલી ગોળાકાર ચેમ્બર જેમાં છિદ્રો હોય જેથી પ્રેક્ષકો બહારથી જોઈ શકે ) માં ઊર્ધ્વ વલયમાં મોટરસાઇકલ ચલાવતો માણસ જોયો હશે . જ્યારે મોટરસાઇકલ ચલાવતો માણસ ઉચ્ચતમ બિંદુ પર હોય ત્યારે નીચે આધાર ન હોવા છતાં કેમ પડી જતો નથી તે સ્પષ્ટ સમજાવો . જો ચેમ્બરની ત્રિજ્યા 25 m હોય , તો ઉચ્ચતમ બિંદુએ ઊર્ધ્વ વલય રચવા માટે લઘુતમ ઝડપ કેટલી જોઈશે ?


    01:58
    View Solution
  77. 3 m ત્રિજ્યા ધરાવતા અને ઊર્ધ્વ અક્ષની ફરતે `200 rev//min` ( પરિભ્રમણ / મિનિટ ) થી ભ્રમણ કરતા પોલા નળાકારની અંદરની દીવાલને અડીને 70 kg નો એક માણસ ઊભો છે . દીવાલ અને તેનાં કપડાં વચ્ચેના ઘર્ષણાંક 0.15 છે . જો તળિયું એકાએક દૂર કરવામાં આવે , તો માણસ ( પડ્યા વિના ) દીવાલને ચોંટીને રહી શકે તે માટે નળાકારની લઘુતમ કોણીય ઝડપ કેટલી હશે ?


    02:42
    View Solution
  78. R ત્રિજ્યાનો એક પાતળો વર્તુળાકાર તાર તેના ઊર્ધ્વ વ્યાસની ફરતે `omega` જેટલી કોણીય આવૃત્તિથી ભ્રમણ કરે છે . આ વર્તુળ તાર પર એક નાની ગોળી તેના નિમ્નતમ બિંદુએ રહે તે માટે `omega le sqrt(g l R)` છે તેમ દર્શાવો . `omega = sqrt(2g l R)`માટે કેન્દ્રને ગોળી સાથે જોડતા ત્રિજ્યા સદિશ વડે અધોદિશા ( નિમ્નદિશા ) સાથે બનાવેલ કોણ કેટલો હશે ? ઘર્ષણ અવગણો .


    04:40
    View Solution

EXERCISE questions and complete solutions for chapter ગતિના નિયમો of NCERT Physics(Gujarati) of Class 11

All Exercises from NCERT Class 11 PHYSICS ગતિના નિયમો