Class 12 | PHYSICS |
Chapter | વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ |
NCERT | Exercise |
Number Of Questions | 55 |
Academic Year | 2023-24 |
લેસર વડે `6.0 times10^14` Hz આવૃત્તિનો એકરંગી પ્રકાશ ઉત્પન્ન થાય છ. ઉત્સર્જાયેલ પાવર `2.0 times `10^(-3)` w છે : પ્રકાશની કિરણાવલિ ( beam ) માં રહેલા ફોટોનની ઊર્જા કેટલી હશે?
લેસર વડે `6.0 times 10^14` Hz આવૃત્તિનો એકરંગી પ્રકાશ ઉત્પન્ન થાય છ. ઉત્સર્જાયેલ પાવર `2.0 times 10^(-3)` w છે : ઊર્જા સ્ત્રોત દ્વારા સરેરાશ રીતે એક સેકન્ડદીઠ કેટલા ફોટોન ઉત્સર્જાતા હશે ?
દશ્ય પ્રકાશ વિસ્તારમાં જાંબલી રંગની તરંગલંબાઈ 390 nm છે , પીળા - લીલા પ્રકાશ માટે લગભગ 550 nm ( સરેરાશ તરંગલંબાઈ ) અને લાલ રંગ માટે લગભગ 760 nm છે . દશ્ય પ્રકાશ વિસ્તારમાં જાંબલી છેડે ફોટોનની ઊર્જા (eV) માં કેટલી હશે ?
દશ્ય પ્રકાશ વિસ્તારમાં જાંબલી રંગની તરંગલંબાઈ 390 nm છે , પીળા - લીલા પ્રકાશ માટે લગભગ 550 nm ( સરેરાશ તરંગલંબાઈ ) અને લાલ રંગ માટે લગભગ 760 nm છે . પીળા-લીલા રંગની સરેરાશ તરંગલંબાઈ આગળ ફોટોનની ઊર્જા (eV) માં કેટલી હશે ?
દશ્ય પ્રકાશ વિસ્તારમાં જાંબલી રંગની તરંગલંબાઈ 390 nm છે , પીળા - લીલા પ્રકાશ માટે લગભગ 550 nm ( સરેરાશ તરંગલંબાઈ ) અને લાલ રંગ માટે લગભગ 760 nm છે : લાલ છેડે, ફોટોનની ઊર્જા (eV) માં કેટલી હશે ? ( h = `6.63 times 10^(-34)` Js અને 1 eV = `1.6 times10^(-19)` J લો.)
દશ્ય પ્રકાશ વિસ્તારમાં જાંબલી રંગની તરંગલંબાઈ 390 nm છે, પીળા-લીલા પ્રકાશ માટે લગભગ 550 nm ( સરેરાશ તરંગલંબાઈ ) અને લાલ રંગ માટે લગભગ 760 nm છે. કોષ્ટક 11.1 માં દર્શાવેલ પ્રકાશ સંવેદી દ્રવ્યોના કાર્ય વિધેયો અને : ના પરિણામો પરથી તમે એવી પ્રકાશ સંવેદી રચના બનાવી શકો કે જે દ્રશ્ય પ્રકાશ સાથે કાર્ય કરે?
દશ્ય પ્રકાશ વિસ્તારમાં જાંબલી રંગની તરંગલંબાઈ 390 nm છે, પીળા-લીલા પ્રકાશ માટે લગભગ 550 nm ( સરેરાશ તરંગલંબાઈ ) અને લાલ રંગ માટે લગભગ 760 nm છે. કોષ્ટક 11.1 માં દર્શાવેલ પ્રકાશ સંવેદી દ્રવ્યોના કાર્ય વિધેયો અને : ના પરિણામો પરથી તમે એવી પ્રકાશ સંવેદી રચના બનાવી શકો કે જે દ્રશ્ય પ્રકાશ સાથે કાર્ય કરે?
` 5.4 times 10^6` m/sની ઝડપથી ગતિ કરતા ઈલેક્ટ્રૉન સાથે સંકળાયેલ ડિ-બ્રોગ્લી તરંગ લંબાઈ કેટલી હશે?
30.0 m / s ની ઝડપથી ગતિ કરતા 150 g ના બૉલ , સાથે સંકળાયેલ ડિબ્રોગ્લી તરંગલંબાઈ કેટલી હશે ?
એક ઈલેક્ટ્રોન, એક `alpha`-કણ અને એક પ્રોટોનની ગતિઊર્જાઓ સમાન છે તો આ કણોમાં ક્યા કણની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ લઘુત્તમ હશે ?
એક કણ, ઈલેક્ટ્રોન કરતા 3 ગણી ઝડપે ગતિ કરે છે. આ કણ અને ઈલેક્ટ્રોનની ડી-બ્રોગ્લી તરંગલંબાઈઓનો ગુણોત્તર `1.813 xx 10^-4` છે. તો આ કણનું દળ શોધો અને તે પરથી આ કણ ઓળખી બતાવો.
100 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત થયેલા ઈલેક્ટ્રોન સાથે સંકળાયેલી ડિબ્રોગ્લી તરંગલંબાઈ કેટલી હશે ?
30kv ના ઈલેક્ટ્રોન દ્વારા ઉત્પન્ન થતા ક્ષ - કિરણોની : મહત્તમ આવૃત્તિ શોધો .
30kv ના ઈલેક્ટ્રોન દ્વારા ઉત્પન્ન થતા ક્ષ - કિરણોની : લઘુત્તમ તરંગલંબાઈ શોધો .
સિઝિયમ ધાતુનું કાર્ય વિધેય 2.14 eV છે . જ્યારે `6 times 10^14` Hz નો પ્રકાશ આ ધાતુની સપાટી પર આપાત થાય , ત્યારે ઈલેક્ટ્રૉનનું ફોટો ઉત્સર્જન થાય છે : ઉત્સર્જિત ઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા ,
સિઝિયમ ધાતુનું કાર્ય વિધેય 2.14 eV છે . જ્યારે `6 times10^14` Hz નો પ્રકાશ આ ધાતુની સપાટી પર આપાત થાય , ત્યારે ઈલેક્ટ્રૉનનું ફોટો ઉત્સર્જન થાય છે : સ્ટોપિંગ પોટેન્શિયલ
સિઝિયમ ધાતુનું કાર્ય વિધેય 2.14 eV છે . જ્યારે `6 times 10^14` Hz નો પ્રકાશ આ ધાતુની સપાટી પર આપાત થાય , ત્યારે ઈલેક્ટ્રૉનનું ફોટો ઉત્સર્જન થાય છે : ઉત્સર્જિત ફોટો ઈલેક્ટ્રોનની મહત્તમ ઝડપ , કેટલી હશે ?
એક પ્રયોગમાં `1.5 V` વડે ફોટોઈલેક્ટ્રીક પ્રવાહ શૂન્ય બને છે (જેને અંગ્રેજીમાં photoelectric cut off voltage કહે છે.) તો આ પ્રયોગમાં ઉત્સર્જાતા ફોટોઇલેક્ટ્રોન્સની મહત્તમ ગતિઊર્જા કેટલી હશે ?
હિલિયમ - નિયોન લેસર વડે 632.8 nm તરંગલંબાઈનો એકરંગી ( Monochromatic ) પ્રકાશ ઉત્પન્ન થાય છે . ઉત્સર્જિત પાવર 9.42 mw જેટલો છે : પ્રકાશ પૂંજમાં રહેલા દરેક ફોટોનની ઊર્જા અને વેગમાન શોધો .
હિલિયમ - નિયોન લેસર વડે 632.8 nm તરંગલંબાઈનો એકરંગી ( Monochromatic ) પ્રકાશ ઉત્પન્ન થાય છે . ઉત્સર્જિત પાવર 9.42 mw જેટલો છે : આ પૂંજ વડે પ્રકાશિત લક્ષ્ય ( ટાર્ગેટ ) પર સરેરાશ રીતે એક સેકન્ડ દીઠ કેટલા ફોટોન આપાત થતા હશે ? ( પૂંજનો આડછેદ સમાન અને લક્ષ્યના ક્ષેત્રફળ કરતાં નાનો છે તેમ ધારો ) , અને
હિલિયમ - નિયોન લેસર વડે 632.8 nm તરંગલંબાઈનો એકરંગી ( Monochromatic ) પ્રકાશ ઉત્પન્ન થાય છે . ઉત્સર્જિત પાવર 9.42 mw જેટલો છે : ફોટોનના વેગમાન જેટલું વેગમાન ધરાવવા માટે હાઈડ્રોજન પરમાણુએ કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ ?
પૃથ્વી પર આપાત થતુ સૌર ઊર્જા ફ્લક્સ (અથવા સૌર વિકિરણની તીવ્રતા) `1.388 xx 10^3 W/m^2` હોય તો પૃથ્વીની સપાટીના `1 m^2` જેટલા ક્ષેત્રફળ પર 1 સેકન્ડમાં આશરે કેટલા ફોટોન્સ આપાત થતા હશે ?(આ વિકિરણમાંના ફોટોન્સની સરેરાશ તરંગલંબાઈ `550 nm` લો.)
ફોટોઈલેક્ટ્રીક અસરને લગતા એક પ્રયોગમાં, કટ ઓફ વોલ્ટેજ `(V_0)` વિરુદ્ધ આપાત પ્રકાશની આવૃત્તિ (f) ના આલેખનો ઢાળ `4.12 xx 10^-15 Vs` છે. તો આ પરથી પ્લાન્કના અચળાંકનું મૂલ્ય શોધો.
100 W નો એક સોડિયમ લેમ્પ બધી દિશાઓમાં સમાન રીતે ઊર્જાનું ઉત્સર્જન કરે છે . આ લેમ્પને એક મોટા ગોળાના કેન્દ્ર પર રાખેલો છે . ગોળો તેના પર આપાત થયેલ બધા જ સોડિયમ પ્રકાશનું શોષણ કરે છે . સોડિયમ પ્રકાશની તરંગ લંબાઈ 589 nm છે : સોડિયમ પ્રકાશ માટે એક ફોટોન દીઠ કેટલી ઊર્જા સંકળાયેલી હશે ?
100 W નો એક સોડિયમ લેમ્પ બધી દિશાઓમાં સમાન રીતે ઊર્જાનું ઉત્સર્જન કરે છે . આ લેમ્પને એક મોટા ગોળાના કેન્દ્ર પર રાખેલો છે . ગોળો તેના પર આપાત થયેલ બધા જ સોડિયમ પ્રકાશનું શોષણ કરે છે . સોડિયમ પ્રકાશની તરંગ લંબાઈ 589 nm છે : ગોળા પર કેટલા દરથી ફોટોન આપાત થતા હશે ?
`3.3 xx 10^14 Hz` જેટલી થ્રેશોલ્ડ આવૃત્તિ ધરાવતી એક ધાતુ પર `8.2 xx 10^14 Hz` આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરવામાં આવે ત્યારે અનુરૂપ કટ ઓફ વોલ્ટેજનો અંદાજ મેળવો.
શું `4.2 eV` વર્કફંક્શન ધરાવતી ધાતુ પર `330 nm` તરંગલંબાઈવાળો પ્રકાશ આપાત કરવાથી ફોટોઈલેક્ટ્રીક ઉત્સર્જન મળશે ?
એક ધાતુ પર `7.21 xx 10^14 Hz` આવૃત્તિવાળો પ્રકાશ આપાત કરવાથી તેમાંથી `6 xx 10^5 m/s` જેટલી મહત્તમ ઝડપવાળા ફોટોઇલેક્ટ્રોન્સનું ઉત્સર્જન થાય છે. તો આ ધાતુ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી હશે ?
એક આર્ગન લેસરમાંથી ઉત્સર્જાતા `488 nm` તરંગલંબાઈવાળા પ્રકાશને એક ઉત્સર્જક ધાતુ પર આપાત કરતા અનુરૂપ સ્ટોપિંગ પોટેન્શિયલ `0.38 V` જેટલો માલૂમ પડે છે તો આ ઉત્સર્જક તરીકે વપરાયેલી ધાતુનું વર્કફંક્શન શોધો.
`56 V` જેટલા વિદ્યુતસ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત કરેલા ઇલેક્ટ્રોન્સ માટે તેનું વેગમાન શોધો.
`56 V` જેટલા વિદ્યુતસ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત કરેલા ઇલેક્ટ્રોન્સ માટે તેની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ શોધો.
`120 eV` ગતિઊર્જા ધરાવતા ઇલેક્ટ્રોન્સ માટે વેગમાન શોધો.
120 eV જેટલી ગતિઊર્જા ધરાવતા ઈલેક્ટ્રૉનનું : ઝડપ શોધો .
120 eV જેટલી ગતિઊર્જા ધરાવતા ઈલેક્ટ્રૉનનું : ડિબ્રોગ્લી તરંગલંબાઈ કેટલા હશે ?
સોડિયમના ઉત્સર્જન વર્ણપટ રેખાના પ્રકાશની તરંગલંબાઈ 589 nm છે : ન્યૂટ્રૉનની કઈ ગતિઊર્જા માટે આટલી તરંગલંબાઈ મળશે ?
નીચેના કિસ્સાઓમાં પદાર્થકણની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ શોધો. `0.04 kg` દળ ધરાવતી ગોળી `1 km/s` ની ઝડપથી ગતિ કરે ત્યારે
આપેલ કિસ્સાઓ માટે ડિબ્રોગ્લી તરંગલંબાઈ શોધો : `1.0 m // s` ની ઝડપથી ગતિ કરતો 0.060 kg દળ ધરાવતો બૉલ ,
નીચેના કિસ્સાઓમાં પદાર્થકણની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ શોધો. `10^-9kg` દળ ધરાવતો ધૂળનો રજકણ, `2.2 m/s` ની ઝડપથી ગતિ કરે ત્યારે
એક ઈલેક્ટ્રોન અને એક ફોટોનની તરંગલંબાઈ `1 nm` જેટલી સમાન છે. તો તેમના વેગમાન શોધો.
એક ઈલેક્ટ્રૉન અને ફોટોન બંનેની તરંગલંબાઈ 1.00 nm છે . તેમના માટે : ફોટોનની ઊર્જા શોધો.
એક ઈલેક્ટ્રૉન અને ફોટોન બંનેની તરંગલંબાઈ 1.00 nm છે. તેમના માટે : ઈલેક્ટ્રૉનની ગતિઊર્જા શોધો.
ન્યૂટ્રોનની કેટલી ગતિઊર્જા માટે તેની સાથે સંકળાયેલ ડિ બ્રોગ્લી તરંગલંબાઈ `1.40 times 10^(-10)` m હશે ?
આ ઉપરાંત 300 K તાપમાને દ્રવ્ય સાથે તાપીય સંતુલનમાં રહેલા ( 3//2 ) kT જેટલી સરેરાશ ગતિઊર્જા ધરાવતા ન્યુટ્રૉન માટે ડિબ્રોગ્લી તરંગલંબાઈ શોધો .
દર્શાવો કે વિદ્યુત ચુંબકીયવિકિરણની તરંગલંબાઈ, તેના કવોન્ટમ (ફોટોન) ની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ જેટલી હોય છે.
`300 K` તાપમાને `rms` ઝડપથી ગતિ કરતા, નાઈટ્રોજનના અણુની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ શોધો. (નાઈટ્રોજનના પરમાણુનું દળ = `14.0076 u` તથા તથા બોલ્ટઝમેનનો અચળાંક `k_B = 1.38 xx 10^-23` જૂલ/(અણુ) (કેલ્વિન)
શૂન્યાવકાશિત નળીમાં તપાવેલા ઉત્સર્જક પરથી ઉત્સર્જાયેલા અને ઉત્સર્જકની સાપેક્ષે 500 V સ્થિતિમાનના તફાવતે રહેલા કલેક્ટર પર આપાત થતા ઈલેક્ટ્રૉનની ઝડપ શોધો. ઈલેક્ટ્રૉનની પ્રારંભિક અલ્પ ઝડપ અવગણો. ઈલેક્ટ્રૉનનો વિશિષ્ટ વિધુતભાર એટલે કે તેના e/m નું મૂલ્ય `1.76 times 10^11 C kg^-1` આપેલ છે.
ઉપરોક્ત સૂત્રનો જ ઉપયોગ કરીને એનોડના `10 MV` જેટલા વિદ્યુતસ્થિતિમાને ઈલેક્ટ્રોનની ઝડપ શું મળે ? આ મૂલ્ય કઈ રીતે ખોટું છે ? તો હવે, સાચો જવાબ મેળવવા માટે તમે સૂત્રમાં શું ફેરફાર કરશો ?
`5.2 xx 10^6 m/s` જેટલો સમાન વેગ ધરાવતા ઇલેક્ટ્રોન્સની એક કિરણાવલી, `1.3 xx 10^-4 T` જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે દાખલ થાય ત્યારે આ કિરણાવલીના વર્તુળાકાર માર્ગની વક્રતાત્રિજ્યા કેટલી બનશે ? (ઈલેક્ટ્રોન માટે `e/m = 1.76 xx 10^11 C/kg` લો.)
શું ઉપરના વિભાગમાં વાપરેલા સૂત્રની મદદથી `20 MeV` ઊર્જાવાળી ઈલેક્ટ્રોનની કિરણાવલીના વક્ર માર્ગની વક્રતાત્રિજ્યા શોધી શકાય ? જો ના તો આ સૂત્રમાં તમે કયો ફેરફાર કરશો ?
એક પ્રયોગમાં `100 V` જેટલા વોલ્ટેજ વડે પ્રવેગિત થતા ઈલેક્ટ્રોન્સની કિરણાવલી, `2.83 xx 10^-4 T` જેટલી સમાન ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે તેમાં દાખલ થાય છે ત્યારે ઈલેક્ટ્રોન કિરણાવલી, `12 cm` વક્રતા ત્રિજ્યાવાળા વક્ર માર્ગને અનુસરે છે તો આ માહિતી પરથી ઈલેક્ટ્રોન માટે ગુણોત્તર `e/m` શોધો.
એક X-ray tube માંથી ઉત્સર્જાતા સતત વિકિરણમાં લધુત્તમ તરંગલંબાઈ `0.45 A` છે. તો આ વિકિરણમાં ફોટોનની મહત્તમ ઊર્જા કેટલી હશે ?
આ ટ્યૂબમાં પ્રવેગક વોલ્ટેજ ક્યા ક્રમનો રાખ્યો હશે ?
એક પ્રયોગમાં ઈલેક્ટ્રોન અને પોઝિટ્રોનનું વિલીનીકરણ (annihilation) થવાથી એક સરખી ઊર્જાવાળા બે `lambda-ray` ફોટોન્સનું ઉત્સર્જન થાય છે. જેમની કુલ ઊર્જા `10.2 BeV` જેટલી છે તો દરેક `lambda` વિકિરણની તરંગલંબાઈ કેટલી હશે ? (1 BeV = 10^9 eV)
નીચેની બે સંખ્યાઓનો અંદાજ મેળવવો રસપ્રદ રહેશે . પહેલી સંખ્યા તમને એ કહેશે કે શા માટે રેડિયો એન્જિનિયરોએ ફોટોન વિશે બહુ ચિંતા કરવી જરૂરી નથી ! બીજી સંખ્યા એ કહેશે કે ભલેને માંડ પારખી શકાય તેવો પ્રકાશ હોય તો પણ શા માટે આપણી આંખ ક્યારેય ફોટોનની ગણતરી કરી શકતી નથી. 500 m તરંગલંબાઈના રેડિયો તરંગો ઉત્સર્જિત કરતા 10 kW પાવરના મિડિયમ વેવ ટ્રાન્સમીટરમાંથી એક સેકન્ડ દીઠ ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા,
નીચેની બે સંખ્યાઓનો અંદાજ મેળવવો રસપ્રદ રહેશે . પહેલી સંખ્યા તમને એ કહેશે કે શા માટે રેડિયો એન્જિનિયરોએ ફોટોન વિશે બહુ ચિંતા કરવી જરૂરી નથી ! બીજી સંખ્યા એ કહેશે કે ભલેને માંડ પારખી શકાય તેવો પ્રકાશ હોય તો પણ શા માટે આપણી આંખ ક્યારેય ફોટોનની ગણતરી કરી શકતી નથી. સફેદ પ્રકાશની ન્યૂનતમ તીવ્રતા જેનો મનુષ્યો અહેસાસ કરી શકે `~10^10 W m^-2` તેને અનુરૂપ આપણી આંખની કીકીમાં દરે સેકંડે દાખલ થતા ફોટોનની સંખ્યા શોધો . આંખની કીકીનું ક્ષેત્રફળ આશરે 0.4 `cm^2` લો અને સફેદ પ્રકાશની સરેરાશ આવૃત્તિ આશરે `6 times 10^14` Hz લો .
Exercise questions and complete solutions for chapter વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ of NCERT Physics(Gujarati) of Class 12