Class 11 | PHYSICS |
Chapter | ગતિ ના નિયમો |
PHOENIX PUBLICATION | Exercise |
Number Of Questions | 100 |
Academic Year | 2023-24 |
ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ…
ન્યૂટન-સેકન્ડ એ કઈ ભૌતિક રાશિનો એકમ છે ?
પદાર્થના દળ અને વેગના ગુણાકાર દ્વારા મળતી ભૌતિક રાશિનો SI એકમ ........ .
રેખીય વેગમાનના ફેરફારના સમય દરનો SI એકમ ........
એક હલકા અને બીજા ભારે એમ બે પદાર્થો ૫૨ એકસરખું બળ `vec F` સમાન સમયગાળા માટે લગાડતાં કહી શકાય કે…
એક પદાર્થનું દળ m, વેગ v અને રેખીય વેગમાન p છે.નીચેનામાંથી કયું સૂત્ર તેષી ગતિઊર્જાનું સૂત્ર નથી ?
નીચેનામાંથી કયું સૂત્ર ન્યૂટનના ગતિના બીજા નિયમનું સૂત્ર નથી ? '
એક સમક્ષિતિજ રસ્તા પર 5 kg નો એક પદાર્થ 10 `m//s` ના અચળ વેગથી ગતિ કરે છે. જો ઘર્ષણબળ અવગણીને પદાર્થની એ જ વેગથી ગતિ ચાલુ રાખવી હોય, તો તે માટે જરૂરી બળ...... જોઈએ.
200 g દળના પદાર્થ પર બળ લગાડતાં તેના વેગમાં પ્રતિ સેકન્ડે 15 `cm//s` નો ફેરફાર થાય છે, તો આ બળનું મૂલ્ય……... N હશે.
40 kg દળનો એક પદાર્થ લીસી સમક્ષિતિજ સપાટી પર સુરેખ પથ પર અચળ બળની અસર હેઠળ ગતિ કરે છે. તેનો વેગ 10 m અંતરમાં 5 `m//s` થી ઘટીને 2 `m//s` થાય છે, તો આ પદાર્થ પર લાગતું બળ ........ હશે.
19.6 N વજન ધરાવતા પદાર્થ પર 10 N નું બળ લાગે છે. આ પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ ........ `m//s^2` થાય.
5 g દળ ધરાવતા એક પદાર્થ પર 10 સેકન્ડ સુધી 100 ડાઈન બળ લાગે છે. પદાર્થમાં વેગમાં ફેરફાર ........ થાય.
20 kg દળનો એક બ્લૉક A ઘર્ષણરહિત સપાટી ૫૨ મૂકી તેના પર 2 kg દળનો એક પદાર્થ B મૂક્યો છે. A અને B ની સપાટી વચ્ચેનો ઘર્ષણાંક 0.25 છે. જ્યારે B પર 20 N નું બળ સમક્ષિતિજ દિશામાં લગાડવામાં આવે ત્યારે બ્લૉક A અને પદાર્થ B નો પ્રવેગ અનુક્રમે ........ અને ........ થાય. (g = 10 `m//s^2` લો.)
m દળના પદાર્થ પર 20 N જેટલું બળ લગાડતાં તેમાં 8.0 `m//s^2` જેટલો પ્રવેગ ઉત્પન્ન થાય છે. આટલું જ બળ `m_1`દળના પદાર્થ પર લગાડતાં તેમાં 24 `m//s^2` જેટલો પ્રવેગ ઉત્પન્ન થાય છે. જો આ બંને પદાર્થોને ભેગા બાંધીને આટલું જ બળ લગાડતાં તેમાં ઉત્પન્ન થતો પ્રવેગ ........ `m//s^2` થાય.
5 g દળની બંદૂકની એક ગોળી 100 `m//s` ના વેગથી ગતિ કરી એક લાકડાના બ્લૉકમાં 6 cm સુધી ઘૂસી જાય છે, તો ગોળી દ્વારા બ્લૉક પર લાગતું બળ ........ થશે.
5 kg દળ ધરાવતા એક પદાર્થ પર બળ લગાડતાં તેનો વેગ 0.2 સેકન્ડમાં 65 `cm//s` થી ઘટીને 15 `cm//s` થાય છે, તો તેના પર લાગતું બળ ........ હોય.
એક કણ XY-સમતલમાં વધતા બળની અસર હેઠળ એવી રીતે ગતિ કરે છે કે જેથી તેનું રેખીય વેગમાન `vec P(t) = A[hati cos kt - hatj sin kt]` અનુસાર સમય સાથે બદલાય છે, તો વેગમાન અને બળ વચ્ચે ખૂણો ........ થાય.
5 N નું બળ એક પદાર્થ પર લગાડતાં 5 sec માં પદાર્થનો વેગ 10 `m//s` થી 20 `m//s` નો થાય છે. પદાર્થના વેગમાં આટલો જ ફેરફાર 2 sec માં લાવવા માટે કેટલું બળ જરૂરી છે ?
એક પરિમાણમાં ગતિ કરતા એક પદાર્થનું રેખીય વેગમાન સમય સાથે `p = a + bt^2` અનુસાર બદલાય છે. અહીં a અને b ધન અચળાંકો છે, તો આ પદાર્થ પર લાગતું બળ ….. હોય.
એક કણ XY-સમતલમાં `vec F` બળની અસર નીચે ગતિ કરે છે.તેના રેખીય વેગમાન `vec P`ના કોઈ સમયે ઘટકો `p_x = 2 cos t` અને `p_y = 2sint` છે,. તો t સમયે `vec F`અને `vec p` વચ્ચેનો ખૂણો ........ હોય.
એક સ્થિર લિફ્ટમાં એક સિક્કો અમુક ઊંચાઈથી મુક્ત પતન કરીને `t_1` સમયમાં તળિયે પહોંચે છે. આ લિફ્ટ જ્યારે અંચળ પ્રવેગથી ઊર્ધ્વદિશામાં ગતિ કરતી હોય ત્યારે આ જ અંતર`t_2` સમયમાં કપાય છે, તો ........ .
એક સ્થિર લિફ્ટમાં એક સિક્કો અમુક ઊંચાઈથી મુક્ત પતન કરીને `t_1` સમયમાં તળિયે પહોંચે છે. આ લિફ્ટ જ્યારે અંચળ પ્રવેગથી ઊર્ધ્વદિશામાં ગતિ કરતી હોય ત્યારે આ જ અંતર`t_2` સમયમાં કપાય છે, તો ........ .
1.5 kg દળના સ્થિર પદાર્થ પર 0.5 સેકન્ડ માટે બળ લાગે છે. બળ લાગતું બંધ થયા પછી આ પદાર્થ 2 સેકન્ડમાં 5 m નું અંતર કાપતો હોય, તો તે બળનું મૂલ્ય કેટલું હશે ?
2 kg દળના એક પદાર્થ પર 4 N નું બળ X-દિશામાં અને 3 N નું બળ Y-દિશામાં લાગે છે, તો તે પદાર્થના પ્રવેગનું મૂલ્ય કેટલું હશે ?
400 N નું તણાવ ખમી શકે તેવું એક દોરડું એક ઝાડ સાથે બાંધીને લટકાવેલ છે. 30 kg દળનો એક વાંદરો આ દોરડું પકડીને ઉપર ચઢે છે, તો નીચે દર્શાવેલા કયા કિસ્સામાં દોરડું તૂટી જશે ? (g = 10 `m//s` લો અને દોરડાનું દળ અવગણો.)
0.5 kg `m//s` ના વેગમાનથી આવી રહેલા એક દડાને બૅટ્સમેન દ્વારા ફટકારતાં તે 0.3 kg `m//s` ના વેગમાનથી તે જ માર્ગ પર વિરુદ્ધ દિશામાં પાછો ફેંકાય છે. જો દડાનો બેટ સાથેનો સંપર્કસમય 0.02 સેકન્ડ હોય, તો બેટ વડે તેના પર લાગેલું બળ શોધો.
40 kg દળનો એક પદાર્થ લીસી સમક્ષિતિજ સપાટી પર સુરેખ પથ પર અચળ બળની અસર હેઠળ ગતિ કરે છે. 6 સેકન્ડમાં તેનો વેગ 5 `m//s` થી ઘટીને 2 `m//s` થાય છે, તો આ સમયમાં પદાર્થે કેટલું અંતર કાપ્યું હશે ?
એક બૅટ્સમૅન પોતાના તરફ 12 `m//s` ના વેગથી આવતા 150 g દળના બૉલને 480 N જેટલા બળથી એવી રીતે ફટકારે છે કે જેથી બૉલ પોતાની ગતિની મૂળ દિશાની વિરુદ્ધ દિશામાં 20 `m//s` ના વેગથી ગતિ કરે, તો બેટ અને બૉલનો સંપર્કસમય શોધો.
એક સૈનિક પોતાની ઓટોમેટેક રાઇફલમાંથી 50 g દળની ગોળીઓ દરેક 1000 `m//s` ના વેગથી છોડે છે. જો તે પોતાના ખભા પર વધુમાં વધુ 200 N નું બળ ખમી શકતો હોય, તો તે એક સેકન્ડમાં વધુમાં વધુ કેટલી ગોળીઓ છોડી શકે ?
અચળ વેગથી ગતિ કરતી ટ્રકમાં બેઠેલ વ્યક્તિ એક બૉલને હવામાં ઊર્ધ્વદિશામાં કૅકે છે. આ બૉલ ક્યાં પડશે ?
બળ (F) સમય (t) સાથે આકૃતિ માં દર્શાવ્યા મુજબ બદલાય છે.એક પૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ બળ…. થાય
સ્થિર અવસ્થામાં રહેલા 0.2 kg દળના પદાર્થ પર (`0.3hati - 0.4hatj`) N બળ લગાડવામાં આવે છે. 6 sec બાદ તેનો વેગ કેટલો થશે ?
0.05 kg દળ ધરાવતો પદાર્થ 9.5 `m//s^2` ના પ્રવેગથી નીચે પડે છે. હવા દ્વારા તેની ગતિની વિરુદ્ધમાં લાગતું બળ ........ N. (g = 9.8 `m//s^2`)
ન્યૂટને ગતિના ત્રણ નિયમો આપ્યા છે. નીચેનામાંથી ક્યું એક વિધાન સત્ય છે ?
પાણી ભરેલા એક પાત્રને સમક્ષિતિજ સપાટી પર જમણી બાજુ a જેટલો અચળ પ્રવેગ આપવામાં આવે છે. નીચે પૈકીની કઈ આકૃતિ પ્રવાહીની સપાટી પ્રદર્શિત કરે છે ?
ઊર્ધ્વદિશામાં g જેટલા પ્રવેગથી ગતિ કરતી લિફ્ટમાં ઊભેલા M દળના માણસ દ્વારા તળિયા પર લાગતું બળ ........ .
400 g દળનો દડો 5 m ની ઊંચાઈ પરથી નીચે પડે છે. જમીન પર ઊભેલ એક છોકરો બૅટથી 100 N જેટલું સરેરાશ બળ લગાડીને દડાને ઊર્ધ્વદિશામાં ફટકારે છે કે જેથી તે 20 m જેટલી ઊંચાઈ સુધી પહોંચે છે, તો દડો બૅટ સાથે ........ સેકન્ડ સુધી સંપર્કમાં રહ્યો હશે ? (g = 10 `m//s^2`)
એક કણ લીસી સમક્ષિતિજ સપાટી પર સ્થિર છે. `t = 0` સમયે સમક્ષિતિજ બળ તેના પર લાગવાનું શરૂ થાય છે. બળનું મૂલ્ય સમય સાથે `F = at` અનુસાર બદલાય છે. જ્યાં `alpha` અચળાંક છે. તો આકૃતિ જોઈને જોડકાં જોડો.
નીચેનાં વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો , વિધાન : 1 kg દળ ધરાવતો પદાર્થ 1 `m//s^2` ના પ્રવેગથી ગતિ કરે છે. તેના વેગમાનમાં થતાં ફેરફારનો દર 1 N છે. કારણ : પદાર્થના વેગમાનના ફેરફારનો દર = પદાર્થ પર લાગુ પાડેલ બળ
એક કન્વેયર બેલ્ટ પર કપચી ધીરે ધીરે પડી રહી છે. કપચી પડવાનો દર 0.5 `kg//s` છે. બેલ્ટને 2 m//s` ન વેગથી ગતિમાન રાખવા માટે કેટલા બળની જરૂર પડે ?
ધાતુના એક બ્લૉકનું દળ 2 kgછે અને તે ઘર્ષણરહિત સમક્ષિતિજ સપાટી પર મૂકેલ છે. આ બ્લૉક પર 1 `kg//s` જેટલા દળ ફ્લક્સ સાથે પાણીનો 5 `m//s` ના વેગથી મારો કરવામાં આવે છે, તો બ્લૉકનો શરૂઆતનો પ્રવેગ શોધો.
M દળવાળા બે બ્લૉક આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઘર્ષણરહિત ઢાળ પ૨ મૂકેલ છે, તો…
બ્લૉક A અને B આકૃતિમાં દર્શાવ્યા મુજબ સ્પ્રિંગની મદદથી જોડેલ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બળ F લગાડતાં બ્લૉક B નો પ્રવેગ કેટલો થાય ? બ્લૉક A નો પ્રવેગ a છે.
M દળનો એક બ્લૉક સમક્ષિતિજ લીસી સપાટી પર મૂકેલ છે અને તેને m દળવાળા દોરડાની મદદથી ખેંચવામાં આવે છે. જો દોરડાના છેડે F બળ લગાડવામાં આવે, તો દોરડા દ્વારા બ્લૉક પર લાગતું બળ ગણો.
M દળ અને L. લંબાઈવાળી એક સાંકળ એક દઢ આધાર સાથે એક છેડે જકડી રાખીને શિરોલંબ સ્થિતિમાં રાખેલ છે, તો. આ આધારથી y અંતરે આવેલ સાંકળ પરના બિંદુ પર તણાવનું મૂલ્ય ગણો.
એક લિફ્ટ સ્થિર અવસ્થામાંથી ઊર્ધ્વદિશામાં અચળ પ્રવેગી ગતિ શરૂ કરે છે અને 0.6 s માં 2 m અંતર કાપે છે. આ લિફ્ટમાં એક દોરી વડે 3 kg દળ લટકાવેલ છે. લિફ્ટની ગતિ દરમ્યાન દોરીમાં તણાવ ગણો.
v વેગથી ગતિ કરતી એક બુલેટ સમાન જાડાઈના અડોઅડ રાખેલા લાકડાના બે પાટિયા માંડ માંડ પસાર કરે છે. જો વેગ બમણો કરવામાં આવે, તો આવા કેટલાં પાટીયા પસાર કરી શકે ?
આકૃતિમાં દર્શાવેલ તંત્ર માટે 30 kg દળ પર 210 N નું બળ લાગે છે. જ્યારે 15 kg દળનો પ્રવેગ 6 `m//s^2` હોય, ત્યારે 30 kg દળનો પ્રવેગ કેટલો હોય ?
બે ટ્રેન A અને B એક જ દિશામાં ગતિ કરે છે. A નો વેગ B ના વેગથી વધારે છે. આ દરમ્યાન સમાન દળના પેકેટની. અદલાબદલી કરતાં…
M દળવાળા બે બ્લૉક આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઘર્ષણરહિત ઢાળ પ૨ મૂકેલ છે, તો…
એક માણસ એક શિરોલંબ દોરડા પર સરકીને નીચે ઊતરવા ન માગે છે. આ દોરડું માણસના દળથી`3/5` ભાગના બોજથી તૂટી શકે છે, તો માણસે કેટલા પ્રવેગથી નીચે તરફ સરકવું જોઈએ ?
એક બોલ 5 m ની ઊંચાઈથી મુક્ત પતન કરીને રેતાળ જમીન પર પડે છે અને 10 cm ની ઊંડાઈ સુધી ખૂંપી જાય છે, તો રેતી દ્વારા ઉદૂભવતો પ્રતિવેગ શોધો.
`sin ^-1(1/l)` જેટલા ખૃણાવાળા ઢાળ પર એક પદાર્થ મૂકેલ છે. આ પદાર્થને સ્થિર રાખવા માટે ઢાળને કેટલો પ્રવેગ આપવો પડે ?
એક ટ્રેનમાં 60 ડબાને એન્જિન દ્વારા `6 xx 10^4` N બળ વડે ખેંચવામાં આવે છે દરેક ડબાનું દળ 4000 kg છે, તો 40મા અને 41મા ડબા વચ્ચેના કપલિંગમાં તણાવ ગણો.
30 kg દળવાળો એક વાનર, મહત્તમ 360 N તણાવ ખમી શકે તેવા દોરડા પર ઉપર ચઢે છે, તો તેનો મહત્તમ પ્રવેગ શોધો. (g = 10 `m//s^2`)
આકૃતિમાં દર્શાવેલ સ્પ્રિંગનો બળઅચળાંક 100 `N//m` છે, તો સ્પ્રિંગની લંબાઈમાં થયેલ વધારો ગણો. (g =10 `m//s^2`)
v વેગથી ગતિ કરતી એક બુલેટ સમાન જાડાઈના અડોઅડ રાખેલા લાકડાના બે પાટિયા માંડ માંડ પસાર કરે છે. જો વેગ બમણો કરવામાં આવે, તો આવા કેટલાં પાટીયા પસાર કરી શકે ?
આકૃતિમાં દર્શાવેલ તંત્ર સંતુલનમાં છે. જો ગરગડી લીસી હોય, તો `theta` કેટલો થાય ?
એક કન્વેયર બેલ્ટ પર M `kg//s` ના દરથી રેતી પડી રહી છે. કન્વેયર બેલ્ટને v જેટલા અચળ વેગથી ગતિ કરાવવા માટે જરૂરી બળ શોધો.
એક સ્પ્રિંગ બેલેન્સના છેડે 10 kg દળ લટકાવેલ છે. આ દળને 60° ના ખૂણે બાંધેલ એક દોરી વડે ખેંચવામાં આવે છે, તો સ્મિંગકાંટાનું વાંચન કેટલું હોય ?
1 N, 2 N અને 3 N બળો જુદી જુદી દિશામાંથી એક પદાર્થ પર લાગે છે, તો…
આકૃતિમાં આપેલ `v rarr t` આલેખ પરથી કહી શકાય કે…
0.2 kg દળના એક બૉલને હાથ વડે બળ આપીને ઊર્ધ્વ- દિશામાં ફેંકવામાં આવે છે. આ ક્રિયામાં હાથ 0.2 m ઊંચે જાય છે અને બૉલ 2 m ની ઊંચાઈ પ્રાપ્ત કરે છે, તો બળનું મૂલ્ય શોધો. (g = 10 `m//s^2`)
એક સુરેખ માર્ગ પર ગતિ કરતા પદાર્થને કોઈક ખૂણે બળ લગાડતાં…
એક પાતળી દોરી વડે એક પદાર્થ બાંધેલ છે. આ પદાર્થને 4.9 `m//s^2` પ્રવેગથી ઊર્ધ્વદિશામાં અને તેટલા જ પ્રવેગથી અધોદિશામાં ગતિ કરાવવામાં આવે છે. આ બે કિસ્સામાં દોરીમાં તણાવનાં મૂલ્યોનો ગુણોત્તર કેટલો થાય ?
એક રોકેટની ગતિ દરમ્યાન બહાર આવતા વાયુઓનો રોકેટને સાપેક્ષ વેગ 2 `km//s` છે. જો રોકેટના તંત્રનું દળ 1000 kg હોય, તો રોકેટની ઊર્ધ્વદિશામાં 4.9 `m//s^2` ના પ્રવેગથી ગતિ માટે જરૂરી બળતણનો દહન દર ગણો.
60 kg દળવાળો એક માણસ 940 kg દળવાળી લિફ્ટમાં છે અને લિફ્ટ 1 `m//s^2` ના ,પ્રવેગથી ઊર્ધ્વદિશામાં ગતિ કરે છે, તો સપોર્ટિંગ કેબલમાં તણાવ કેટલો હશે ? (g = 10 `m//s^2`)
એક ગતિમાન પદાર્થ લાકડાના બ્લૉકમાં ઘૂસતાં 3 cm ના અંતરમાં અડધો વેગ ગુમાવે છે, તો તે સ્થિર થતાં પહેલાં કેટલું વધુ અંતર કાપશે ?
`m_1 = 5 kg` અને `m_2 = 4.8 kg` ના દળ ગરગડી પરથી પસાર કરેલ એક દોરીના બે છેડે આકૃતિમાં દર્શાવ્યા મુજબ લટકાવેલ છે. ગરગડી ઘર્ષણરહિત અને ભ્રમણ કરવા માટે મુક્ત છે, તો દળ `m_1` અને `m_2` ના પ્રવેગ ગણો. (g = 9.8 `m//s^2`)
ઘર્ષણરહિત ખૂણાના ઢોળાવવાળા સમતલ પર એક બ્લૉક મૂકેલ છે, તો આ તંત્રને કેટલો પ્રવેગ આપતાં બ્લૉક નીચે તરફ સરકે નહીં ?
`alpha`-કણમાં બે neutron વચ્ચે લાગતું બળ ........ બળ હોય છે.(i)ન્યુક્લિયર (ii)વિદ્યુતચુંબકીય (iii)ગુરૃત્વાકર્ષી (iv)નિર્બળ
અણુમાં રહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું બળ….. બળ છે,(i)ન્યુક્લિયર (ii)વિદ્યુતચુંબકીય (iii)ગુરૃત્વાકર્ષી (iv)નિર્બળ
આકૃતિમાં દર્શાવ્યા મુજ એક ગોળો દોરી સાથે બાંધીને લટકાવેલ છે, તો આપેલ વિધાનો પૈકી સાચું વિધાન કયું છે ?(i) `vec R + vec T + vec W = 0` (ii) `T^2 = R^2 + W^2` (iii) `T = R + W` (iv)`R = W tan theta`
આકૃતિમાં દર્શાવેલ તંત્ર માટે ગરગડી દળરહિત છે, તો તંત્રનો પ્રવેગ ગણો.
2 kg દળના એક પદાર્થનું સ્થાન સમય સાથે `x(t) = 3t + 4t^2 + 5t^3` પ્રમાણે બદલાય છે, તો `t = 2` માટે બળ ગણો.
1000 kg દળવાળી એક લિફ્ટનો ઊર્ધ્વદિશામાં પ્રવેગ 1 `m//s^2` છે, તો સપોર્ટિંગ કેબલમાં તણાવ ગણો.
80 kg દળવાળી એક વ્યક્તિ 5 `m//s^2` ના પ્રવેગથી ઊર્ધ્વ- દિશામાં ગતિ કરતી એક લિફ્ટમાં મૂકેલ વજનકાંટા પર ઊભેલ છે, તો વજનકાંટો કેટલું વજન દર્શાવશે ?( g = 10 `m//s^2`)
એક લિફ્ટનું દળ 2000 kg છે અને સપોર્ટિંગ કેબલમાં 28,000 N તણાવ છે, તો લિફ્ટનો પ્રવેગ કેટલો હશે ? (g = 10 `m//s^2`)
એક પદાર્થ `vec F = 6hati - 8hatj + 10 hatk` બળની અસર હેઠળ 1 `m//s^2` નો પ્રવેગ મેળવે છે, તો તેનું દળ ગણો.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ m, 2m અને 3m દળના ત્રણ બ્લોક એકબીજા સાથે દળરહિત દોરી વડે જોડાયેલા છે. m દળ પર F બળ લગાડતા આ તંત્ર v જેટલા અચળ વેગથી ઊર્ધ્વદિશામાં ગતિ કરે છે, તો 2m દળના બ્લૉક પર લાગતું કુલ બળ શોધો.
1000 kg જેટલું શરૂઆતનું દળ ધરાવતા રોકેટમાં બળતણનું 4 `kg//s` ના દરથી દહન થાય છે. બહાર આવતા વાયુઓનો વેગ 3000 `m//s` હોય, તો રોકેટ પર ઉપરની દિશામાં લાગતો ધક્કો (બળ) શોધો.
m દળવાળું એક બલૂન a `(a < g)` જેટલા પ્રવેગથી અધો- દિશામાં ગતિ કરે છે. તેમાંથી કેટલું દળ દૂર કરવું જોઈએ જેથી તે a પ્રવેગથી ઊર્ધ્વદિશામાં ગતિ કરે ?
આકૃતિમાં દર્શાવ્યા મુજબ 4 kg, 2 kg અને 1 kg ના ત્રણ બ્લૉક એકબીજાના સંપર્કમાં ઘર્ષણરહિત સપાટી પર મૂકેલ છે. 4 kg ના બ્લૉક પર 14 N બળ લગાવતાં A અને B વચ્ચેનું સંપર્કબળ કેટલું થશે ?
આકૃતિમાં દોરીઓ વડે લટકાવેલ એક 22 kg દળનો બ્લૉક દર્શાવેલ છે. જો `theta = 30°` હોય, તો તણાવ T શોધો.
60 kg દળનો એક પદાર્થ ત્રણ હલકી દોરી P, Q અને R વડે આકૃતિમાં દર્શાવ્યા મુજબ લટકાવેલ છે, તો દોરી P માં તણાવ શોધો.
એક પ્રોટોન પર ન્યુટ્રોનને કારણે લાગતું બળ કેવા પ્રકારનું હશે ?
એક વાંદરો એક ઝાડની ડાળી પ૨ બેઠેલ છે. ડાળી તેના પર 48 N બળ લગાડે છે, જ્યારે વાંદરા પર લાગતું ઘર્ષણબળ 20 N છે, તો વાંદરા પર લાગતું કુલ બળ ગણો.
જિયોસ્ટેશનરી કક્ષામાં ભ્રમણ કરતા એક ઉપગ્રહમાં રાખેલ 120 kg દળના પદાર્થનું વજન કેટલું થાય ?
`W_1`વજનનો એક પદાર્થ `W_2`વજનની એક સાંકળ વડે ઘરની છત સાથે લટકાવેલ છે, તો છત દ્વારા સાંકળ પર લાગતું બળ શોધો.
બે પદાર્થ A અને B માટે `M_A > M_B` . આ બે પદાર્થોને એક સાથે સમાન ઝડપ સાથે શિરોલંબ દિશામાં ફૅકવામાં આવે છે. બંને પદાર્થ પર હવાનું સમાન અવરોધક બળ લાગે છે, તો...
પૃથ્વી સાથે સંકળાયેલ નિર્દેશ ફેમ…
એક નિર્દેશ ફ્રેમમાં એક કણ સ્થિર અવસ્થામાં છે. તેથી કહી શકાય કે…
આકૃતિમાં એક ગતિમાન કણના સ્થાનાંતર `rarr` સમયનો આલેખ આપેલ છે. તેના ક્યા ભાગમાં કણ પર લાગતું બળ શૂન્ય છે ?
એક કણનું અવલોકન `S_1` અને `S_2`, નિર્દેશ ફ્રેમમાંથી કરવામાં આવે છે. સાપેક્ષ પ્રવેગ “a' થી ગતિ કરે છે. `S_1` અને `S_2`માંથી અવલોકન કરતાં કણ પર લાગતાં આભાસી બળો અનુક્રમે `F_1`અને `F_2` છે, તો નીચેના પૈકી કયો વિકલ્પ શક્ય નથી ?
40 `km//h` ની ઝડપથી ગતિ કરતી એક કારને બ્રેક લગાવતાં તે 4.0 m અંતર કાપીને અટકે છે. જો કારનું દળ 2000 kg હોય, તો કાર પર લાગતું સરેરાશ બળ શોધો.
એક અવકાશયાનમાંથી અવકાશયાત્રી ખૂબ જ દૂર અવકાશમાં વિખૂટો પડી જાય છે. આ સમયે અવકાશયાનનો પ્રવેગ 100 `m//s^2` છે, તો અવકાશયાત્રીનો પ્રવેગ કેટલો હશે ? (નજીકમાં બીજો કોઈ અવકાશી પદાર્થ નથી.)
પદાર્થ A (દળ `m_1`) પદાર્થ B (દળ `m_2`) પર બળ લગાડે : છે, જેથી B નો પ્રવેગ `a_2` થાય છે, તો A નો પ્રવેગ ગણો.
`F_1`, `F_2`, અને `F_3` બળની અસર હેઠળ m દળનો એક પદાર્થ સંતુલનમાં છે. જો બળ `F_1` દૂર કરવામાં આવે, તો પદાર્થના પ્રવેગનું મૂલ્ય ........ .
5 kg ના એક પદાર્થ પર અચળ બળ લગાડતાં તેના વેગની દિશા બદલાયા સિવાય તેની ઝડપ 10 સેકન્ડમાં 5 `m//s` થી 10 `m//s` થાય છે, તો બળતું મૂલ્ય ........ .
0.4 kg દળનો એક પદાર્થ t = 0 સમયે x = 0 આગળ 10 `m//s` નો વેગ ધન X-અક્ષ દિશામાં ધરાવે છે. આ સમયે આ પદાર્થ પર 8 N નું બળ -X દિશામાં લગાડતાં t = 25 સેકન્ડે તેનું સ્થાન શોધો.
Exercise questions and complete solutions for chapter ગતિ ના નિયમો of PHOENIX PUBLICATION of Class 11