Doubtnut Promotions Sticky

Complete Solutions to Example of chapter સેમીકન્ડકટર ઇલેક્ટ્રોનીક્સ : દ્રવ્યો, રચનાઓ અને સાદા પરિપથો (SEMICONDUCTOR ELECTRONICS MATERIALS, DEVICES AND SIMPLE CIRCUITS) of Class 12 book with complete answers and questions

Class 12PHYSICS
Chapterસેમીકન્ડકટર ઇલેક્ટ્રોનીક્સ : દ્રવ્યો, રચનાઓ અને સાદા પરિપથો (SEMICONDUCTOR ELECTRONICS MATERIALS, DEVICES AND SIMPLE CIRCUITS)
VIRAJ PUBLICATIONExample
Number Of Questions36
Academic Year2023-24
  1. કાર્બન (C ), સિલિકોન (Si) અને જમેનિયમ (Ge) ના સ્ફટિકમય બંધારણો સમાન છે, છતા શા માટે કાર્બન, અવાહક તરીકે અને સિલિકોન તથા જર્મેનિયમ આંતરિક અર્ધવાહકો તરીકે વર્તે છે ?


    02:30
    View Solution
  2. ઓરડાના તાપમાને આંતરિક અર્ધવાહક (શુદ્ધ અર્ધવાહક) `Si` માં પરમાણુઓની સંખ્યા ઘનતા `5 xx 10^28 પરમાણુ/m^3` જેટલી છે. તેના આશરે `10^6` પરમાણુઓ દીઠ આર્સેનિક (As) ના 1 પરમાણુને અશુદ્ધિ તરીકે `Si` માં ઉમેરવામાં આવે છે (એટલે કે As નું `1 ppm (1 part per million)` સાંદ્રતા સાથે `Si` ના સ્ફટિકમાં doping કરવામાં આવે છે.) તો હવે તૈયાર થતા બાહ્ય અર્ધવાહક (અશુદ્ધ અર્ધવાહક) માં ઈલેક્ટ્રોન અને હોલની સંખ્યા ઘનતા શોધો. અશુદ્ધિ ઉમેર્યા પહેલાં, ઉષ્મીય દોલનોને કારણે મુક્ત થયેલા ઇલેક્ટ્રોન્સની સંખ્યા ઘનતા આશરે `1.5 xx10^16 / m^3` એટલે કે `n_i = 1.5 xx 10^16/ m^3`.


    03:23
    View Solution
  3. શું p- પ્રકારના અર્ધવાહકના ચોસલાને, n-પ્રકારના અર્ધવાહકના ચોસલા સાથે ભૌતિક સંપર્કમાં રાખીને `p-n` જંકશનમેળવી શકાય ખરું ?


    01:50
    View Solution
  4. એક `Si` ડાયોડ માટે, દર્શાવેલી `I rarr V` લાક્ષણિકતા પરથી, `I_D = 15 mA` હોય ત્યારે ડાયોડના અવરોધો શોધો.


    02:04
    View Solution
  5. એક `Si` ડાયોડ માટે, દર્શાવેલી `I rarr V` લાક્ષણિકતા પરથી, `V_D = -10 V` હોય ત્યારે ડાયોડના અવરોધો શોધો.


    01:13
    View Solution
  6. એક વોલ્ટેજ નિયામક પરિપથ (voltage regulator circuit) માં `V_z = 6 V` જેટલો બ્રેકડાઉન વોલ્ટેજ ધરાવતા ઝેનર ડાયોડનો ઉપયોગ કરવામાં આવે છે. જો અનિયંત્રિત ઈનપુટ વોલ્ટેજ `10 V` હોય, બોજ અવરોધમાંથી પસાર થતો પ્રવાહ (load current) `4 mA` હોય તો આ પરિપથમાં જોડેલો શ્રેણી અવરોધ `R_s` શોધો. (વોલ્ટેજના સારા નિયમન માટે ઝેનર ડાયોડમાંથી પસાર થતો પ્રવાહ, લોડ અવરોધમાંથી પસાર થતા પ્રવાહ કરતા પ્રમાણમાં ઘણો મોટો, દાખલા તરીકે 5 ગણો લો.


    02:47
    View Solution
  7. `pn` જંકશનની ફોરવર્ડ બાયસ સ્થિતિમાં પ્રમાણમાં મોટો પ્રવાહ (mA ના ક્રમનો) મળે છે જયારે રીવર્સ બાયસ સ્થિતિમાં પ્રમાણમાં ખૂબ નાનો પ્રવાહ (`muA` ના ક્રમનો) મળે છે, તેમ છતા ફોટોડાયોડને શા માટે રીવર્સ બાયસ સ્થિતિમાં રાખવામાં આવે છે ?


    03:24
    View Solution
  8. સોલર સેલ બનાવવામાં શા માટે `Si` (સિલિકોન) અને `GaAs` (ગેલિયમ આર્સેનાઈડ) જેવા દ્રવ્યોની પસંદગી કરવામાં આવે છે ?


    02:21
    View Solution
  9. આકૃતિમાં દર્શાવેલા કોમન એમિટર ટ્રાન્ઝીસ્ટર એમ્પ્લિફાયર પરિપથમાં `V_BB` સપ્લાય 0 thi 5 V સુધી બદલી શકાય છે. `Si` ટ્રાન્ઝીસ્ટર માટે `B_dc = 250`, `R_B = 100 komega`, `R_C = 1 k omega`, `V_CC = 5 V` પ્રસ્તુત ટ્રાન્ઝીસ્ટરની સંતૃપ્ત અવસ્થામાં `V_CE = 0` તથા `V_BE = 0.8 V` છે. `V_i` ના ક્યા મૂલ્ય માટે ટ્રાન્ઝીસ્ટર "સ્વીચ ઓન" સ્થિતિમાં આવશે ?


    04:30
    View Solution
  10. OR ગેટના બે ઈનપુટ A અને B બાજુની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે હોય ત્યારે આઉટપુટ Y આકૃતિ (C ) પ્રમાણે મળશે એવું દર્શાવો.


    02:48
    View Solution
  11. ઉપરોક્ત દાખલાના ઈનપુટસ, A અને B જો OR ગેટને બદલે AND ગેટને આપવામાં આવે તો તેનો આઉટપુટ, તરંગ સ્વરૂપે એટલે કે આલેખ સ્વરૂપ દર્શાવો.


    04:14
    View Solution
  12. NAND ગેટને નીચે પ્રમાણેના સમયના અંતરાલો માટે નીચે દર્શાવેલા ઈનપુટસ A અને B આપવામાં આવે ત્યારે મળતા આઉટપુટને આલેખ વડે દર્શાવો.


    03:34
    View Solution
  13. n- પ્રકારના અર્ધવાહક માટે નીચેનામાંથી કયુ વિધાન સત્ય છે?


    02:11
    View Solution
  14. p- પ્રકારના અર્ધવાહક માટે ઉપરોક્ત વિધાનોમાંથી કયું વિધાન સત્ય છે ?


    01:35
    View Solution
  15. કાર્બન, સિલિકોન અને જર્મેનિયમના દરેક પરમાણુ પાસે 4 વેલેન્સ ઈલેક્ટ્રોન હોય છે તેમના માટેની બેન્ડ ગેપ ઊર્જા અનુક્રમે `(E_g)_c`, `(E_g)_Si` અને `(E_g)_Ge` હોય તો.........


    02:28
    View Solution
  16. pn જંકશન સાથે બેટરી જોડેલી ન હોય ત્યારે હોલ્સ, p વિભાગમાંથી n વિભાગ તરફ વિસરણ (diffuse)પામે છે કારણ કે


    01:24
    View Solution
  17. જ્યારે `P-n` જંક્શનને ફોરવર્ડ બાયસ આપવામાં આવે, ત્યારે તે


    02:28
    View Solution
  18. ટ્રાન્ઝીસ્ટરની કાર્યવાહીમાં નીચેનામાંથી ક્યા વિધાનો સત્ય છે ?


    01:32
    View Solution
  19. ટ્રાન્ઝીસ્ટર એમ્પ્લિફાયરમાં વોલ્ટેજ ગેઇન,


    01:46
    View Solution
  20. જ્યારે ઈનપુટ એ.સી. સિગ્નલની આવૃત્તિ `50 Hz` હોય ત્યારે અર્ધતરંગ રેકટીફાયરના આઉટપુટ સિગ્નલની આવૃત્તિ શોધો.


    01:49
    View Solution
  21. જ્યારે ઈનપુટ એ.સી. સિગ્નલની આવૃત્તિ `50 Hz` હોય ત્યારે પૂર્ણતરંગ રેકટીફાયરના આઉટપુટ સિગ્નલની આવૃત્તિ શોધો.


    02:17
    View Solution
  22. એક કોમન એમિટર (CE) ટ્રાન્ઝીસ્ટર એમ્પ્લિફાયરમાં `2 k omega` ના કલેકટર અવરોધને સમાંતર ઓડિયો સિગ્નલ વોલ્ટેજ `2 V` છે. જો બેઝ અવરોધ `1 k omega` હોય અને ટ્રાન્ઝીસ્ટરનો પ્રવાહ ગેઇન 100 હોય તો ઈનપુટ સિગ્નલ વોલ્ટેજ માં થતો ફેરફાર શોધો.


    02:10
    View Solution
  23. એક કોમન એમિટર (CE) ટ્રાન્ઝીસ્ટર એમ્પ્લિફાયરમાં `2 k omega` ના કલેકટર અવરોધને સમાંતર ઓડિયો સિગ્નલ વોલ્ટેજ `2 V` છે. જો બેઝ અવરોધ `1 k omega` હોય અને ટ્રાન્ઝીસ્ટરનો પ્રવાહ ગેઇન 100 હોય તો બેઝ પ્રવાહમાં થતો ફેરફાર શોધો.


    02:24
    View Solution
  24. શ્રેણીમાં જોડેલા બે એમ્પ્લિફાયર્સ પૈકી પહેલો એમ્પ્લિફાયરનો વોલ્ટેજ ગેઇન 10 છે અને બીજા એમ્પ્લિફાયરનો વોલ્ટેજ ગેઈન 20 છે. જો ઈનપુટ સિગ્નલ `0.01` વોલ્ટ હોય તો આઉટપુટ સિગ્નલ વોલ્ટેજ શોધો.


    01:32
    View Solution
  25. `2.8 eV` ની બૅન્ડ ગૅપ ધરાવતા સેમિકન્ડક્ટરમાંથી `p - n` ફોટો ડાયોડ બનાવેલ છે. શું તે `6000 nm` ની તરંગલંબાઈની પરખ `(Detect)` કરી શકશે?


    03:58
    View Solution
  26. `5 xx 10^28 m^-3` જેટલી પરમાણુઓની સંખ્યા ઘનતા ધરાવતા સિલિકોનમાં `5 xx 10^22 m^-3` જેટલી પરમાણુઓની સંખ્યા ઘનતા ધરાવતા આર્સેનિકને તથા `5 xx 10^20 m^-3` જેટલી પરમાણુઓની સંખ્યા ઘનતા ધરાવતા ઈન્ડીયમને અશુદ્ધિ તરીકે ઉમેરવામાં આવે તો હવે સિલિકોનમાં મુક્ત ઈલેક્ટ્રોન અને હોલની નવી સંખ્યા ઘનતા કેટલી બનશે ? તે ક્યા પ્રકારના અર્ધવાહક તરીકે વર્તશે ? (અશુદ્ધિ ઉમેર્યા પહેલા શુદ્ધ સિલિકોનમાં મુક્ત વિદ્યુતભારવાહકોની સંખ્યા ઘનતા `n_i = 1.5 xx 10^16 m^` છે.)


    02:45
    View Solution
  27. એક શુધ્ધ (આંતરિક) અર્ધવાહકની બેન્ડ ગેપ ઊર્જા `E_g = 1.2 eV` છે. તેમાં હોલની ગતિશીલતા, ઈલેક્ટ્રોનની ગતિશીલતા કરતા ઘણી ઓછી છે. તથા હોલની ગતિશીલતા તાપમાનથી સ્વતંત્ર છે. જો તેમાં વિદ્યુતના વહનમાં ભાગ લઇ શકે તેવા ઇલેક્ટ્રોન્સની સંખ્યા ઘનતા, `n_i = n_0 exp (-E_g/2k_B T)` હોય તો `600 K` અને `300 K` તાપમાનોએ વિદ્યુતીય વાહકતાઓનો ગુણોત્તર શોધો. (જ્યાં `n_0` = અચળાંક)


    03:52
    View Solution
  28. pn જંકશન ડાયોડમાં તેને સમાંતર V જેટલો વોલ્ટેજ લગાડવામાં આવે ત્યારે T જેટલો નિરપેક્ષ તાપમાને તેમાંથી વહેતો પ્રવાહ, `I = I_0 {exp (ev/k_B T)-1}` જેટલો હોય છે જ્યાં I_0 = રીવર્સ સંતૃપ્ત પ્રવાહ, ફોરવર્ડ બાયસ માટે V ઘન છે તથા રીવર્સ બાયસ માટે V ઋણ છે, k_B = બોલ્ટમેનનો અચળાંક = `8.6 xx 10^-5 eV/K` છે. જો આપેલા ડાયોડ માટે `I_0 = 5 xx 10^-12 A` અને `T = 300 K` હોય તો : ફોરવર્ડ બાયસ સ્થિતિમાં `0.6 V` જેટલા વોલ્ટેજે કેટલો પ્રવાહ મળશે ?


    03:02
    View Solution
  29. pn જંકશન ડાયોડમાં તેને સમાંતર V જેટલો વોલ્ટેજ લગાડવામાં આવે ત્યારે T જેટલો નિરપેક્ષ તાપમાને તેમાંથી વહેતો પ્રવાહ, `I = I_0 {exp (ev/k_B T)-1}` જેટલો હોય છે જ્યાં I_0 = રીવર્સ સંતૃપ્ત પ્રવાહ, ફોરવર્ડ બાયસ માટે V ઘન છે તથા રીવર્સ બાયસ માટે V ઋણ છે, k_B = બોલ્ટમેનનો અચળાંક = `8.6 xx 10^-5 eV/K` છે. જો આપેલા ડાયોડ માટે `I_0 = 5 xx 10^-12 A` અને `T = 300 K` હોય તો : ઉપરોક્ત વોલ્ટેજને `0.7 V` બનાવતા પ્રવાહમાં કેટલો વધારો મળશે ?


    02:32
    View Solution
  30. pn જંકશન ડાયોડમાં તેને સમાંતર V જેટલો વોલ્ટેજ લગાડવામાં આવે ત્યારે T જેટલો નિરપેક્ષ તાપમાને તેમાંથી વહેતો પ્રવાહ, `I = I_0 {exp (ev/k_B T)-1}` જેટલો હોય છે જ્યાં I_0 = રીવર્સ સંતૃપ્ત પ્રવાહ, ફોરવર્ડ બાયસ માટે V ઘન છે તથા રીવર્સ બાયસ માટે V ઋણ છે, k_B = બોલ્ટમેનનો અચળાંક = `8.6 xx 10^-5 eV/K` છે. જો આપેલા ડાયોડ માટે `I_0 = 5 xx 10^-12 A` અને `T = 300 K` હોય તો : ફોરવર્ડ બાયસ સ્થિતિમાં ઉપરોક્ત ડાયોડનો ડાયનેમિક અવરોધ કેટલો હશે ?


    02:02
    View Solution
  31. pn જંકશન ડાયોડમાં તેને સમાંતર V જેટલો વોલ્ટેજ લગાડવામાં આવે ત્યારે T જેટલો નિરપેક્ષ તાપમાને તેમાંથી વહેતો પ્રવાહ, `I = I_0 {exp (ev/k_B T)-1}` જેટલો હોય છે જ્યાં I_0 = રીવર્સ સંતૃપ્ત પ્રવાહ, ફોરવર્ડ બાયસ માટે V ઘન છે તથા રીવર્સ બાયસ માટે V ઋણ છે, k_B = બોલ્ટમેનનો અચળાંક = `8.6 xx 10^-5 eV/K` છે. જો આપેલા ડાયોડ માટે `I_0 = 5 xx 10^-12 A` અને `T = 300 K` હોય તો : `t V` અને `2 V` જેટલા રીવર્સ વોલ્ટેજ મળતો રીવર્સ કરન્ટ શોધો.


    01:59
    View Solution
  32. દર્શાવો કે આકૃતિ (a) માં દર્શાવેલ લોજીક પરિપથ, OR ગેટની જેમ વર્તે છે જયારે આકૃતિ (b) માં દર્શાવેલા લોજીક પરિપથ, AND ગેટની જેમ વર્તે છે.


    04:44
    View Solution
  33. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જો NAND ગેટના બંને ઈનપુટસને short કરવામાં આવે (એટલે કે પરસ્પર જોડી દેવામાં આવે) ત્યારે તે NOT ગેટ તરીકે વર્તે છે. (ટુથ ટેબલનો ઉપયોગ કરો.)


    02:49
    View Solution
  34. દર્શાવો કે આકૃતિ (a) માંનો લોજીક પરિપથ, AND ગેટ તરીકે અને આકૃતિ (b) માંનો લોજીક પરિપથ, OR ગેટ તરીકે વર્તે છે.


    04:56
    View Solution
  35. NOR ગેટસમાંથી બનાવેલા બાજુના લોજિક પરિપથનું ટુથ ટેબલ તૈયાર કરી તે ક્યા ગેટ તરીકે વર્તે છે તે જણાવો.


    02:30
    View Solution
  36. NOR ગેટસમાંથી બનાવેલા નીચેના બે લોજીક પરિપથ (a) અને (b) ક્યા ગેટ તરીકે વર્તે છે તે તેમના ટુથ ટેબલ પરથી જણાવો.


    03:18
    View Solution

Example questions and complete solutions for chapter સેમીકન્ડકટર ઇલેક્ટ્રોનીક્સ : દ્રવ્યો, રચનાઓ અને સાદા પરિપથો (SEMICONDUCTOR ELECTRONICS MATERIALS, DEVICES AND SIMPLE CIRCUITS) of VIRAJ PUBLICATION of Class 12

All Exercises from VIRAJ PUBLICATION Class 12 PHYSICS સેમીકન્ડકટર ઇલેક્ટ્રોનીક્સ : દ્રવ્યો, રચનાઓ અને સાદા પરિપથો (SEMICONDUCTOR ELECTRONICS MATERIALS, DEVICES AND SIMPLE CIRCUITS)