Class 11 | PHYSICS |
Chapter | થર્મોડાયનેમિક્સ |
PHOENIX PUBLICATION | Exercise |
Number Of Questions | 100 |
Academic Year | 2023-24 |
બધી જ રીતે સમાન એવા બે ધાતુઓ ના સળિયાઓના છેડા વેલ્ડિંગ કરી આકૃતિ (1) માં દર્શાવ્યા પ્રમાણે જોડેલા છે તેમાંથી 20 cal ઉષ્મા પસાર થતા 4 min લાગે છે,હવે જો આ સળિયાઓને આકૃતિ (2) માં દર્શાવ્યા પ્રમાણે વેલ્ડિંગ કરી જોડવામાં આવે,તો આટલી ઉષ્મા ને પસાર થતા લાગતો સમય.....થાય.
,
સમાન આડછેદ નું ક્ષેત્રફળ ધરાવતા સમાન દ્રવ્ય ના બનેલા ત્રણ સળિયાઓ આકૃતિ માં દર્શાવ્યા પ્રમાણે જોડેલ છે.દરેક સળીયાની લંબાઈ પણ સમાન છે .ડાબા અને જમણા છેડાઓ અનુક્રમે 0°C અને 90°C તાપમાને રાખેલ છે તો ત્રણેય સળિયાઓ ના જંકશનબિંદુ પાસેનું તાપમાન ... હશે
એક કાળો પદાર્થ મહત્તમ તીવ્રતાવાળા વિકિરણ નું ઉત્સર્જન 5000 `dot A` તરંગલંબાઇ એ કરે છે ,આ વખતે પદાર્થ નું તાપમાન 1227 °C છે ,જો પદાર્થ નું તાપમાન 2227 °C વધારવામાં આવે ,તો કઈ તરંગલંબાઇ માટે મહત્તમ તીવ્રતાવાળું વિકિરણ ઉત્સર્જાય ?
એક પદાર્થ ને 1000K તાપમાન સુધી ગરમ કરેલ છે,તેની સપાટી નું ક્ષેત્રફળ 10 `cm^2` છે ,જો તે હવે 680.4 J ઉર્જા પ્રતિમિનિટ ઉત્સર્જિત કરે ,તો તેની ઉત્સર્જન e = ….(`alpha = 5.67 xx 10^-8 W K^-4` લો)
T જેટલા અચળ તાપમાનવાળા પરિસરમાં ન્યુટનના શીતનના નિયમાનુસાર ઠંડા પડતા પદાર્થનું તાપમાન જો પ્રથમ 10 મિનિટ માં 3T માંથી 2T થતું હોય તો બીજી 10 મિનિટ ને અંતે આ તાપમાન કેટલું થશે?
40J આંતરિક ઉર્જા ધરાવતા એક વાયુ તંત્રમાં 110 J ઉષ્મા ઉમેરવામાં આવે ત્યારે બહારથી થતું કાર્ય કેટલું થાય ?
જો `DeltaU` = તંત્ર ની આંતરિક ઉર્જા માં થતો વધારો હોય તથા `DeltaW` = તંત્ર વડે થતું કાર્ય હોય તો થર્મોડાયનેમિક પ્રકિયામાં નીચેના માંથી કયો વિકલ્પ સાચો છે?
100 °C તાપમાને અને `1.013 xx 10^5 N m^-2` દબાણે 0.1 g પાણી ને વરાળ માં ફેરવવા માટે 54 cal ઉષ્માની જરૂરી પડે છે .જો અત્રે બનેલી વરાળ 167.1 cc`(cm^3)` જેટલું કદ રોકતી હોય તો પ્રસ્તુત કિસ્સામાં આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ....થાય.
એક તંત્રને adc અને abc માર્ગે અવસ્થા a માંથી અવસ્થા c માં લઇ જવામાં આવે છે.અવસ્થા a માં `E_a = 10 J` છે. adc માર્ગે શોષાતી ઉષ્મા `DeltaQ_1 = 50 J` અને થતું કાર્ય `DeltaW_1 = 20 J` છે.જો abc માર્ગે શોષાતી ઉષ્મા `DeltaQ_2 = 36 J` હોય તો આ માર્ગે થતું કાર્ય ....થાય.
50% કાર્યક્ષમતા ધરાવતા એક કારનોટ એન્જિન માટે ઠારણવ્યવસ્થા નું તાપમાન 500 K છે,તો ઉષ્મા પ્રાપ્તિસ્થાન નું તાપમાન અચળ રાખીને તેની કાર્યક્ષમતા 60% બનાવતા માટે ઠારણવ્યવસ્થા નું નવું તાપમાન કેટલું કરવું પડશે?
T K તાપમાને રહેલ 1 mol આદર્શવાયું સમોષ્મી પ્રક્રિયા વડે 6 R જૂલ કાર્ય કરે ત્યારે તેનું અંતિમ તાપમાન ....થાય? (`gamma = frac(5)(3)` લો )
0°C તાપમાને રહેલો 1 kg દળ નો બરફ ઓગાળીને 0°C તાપમાને રહેલા પાણીમાં ફેરવાય ત્યારે એન્ટ્રોપીમાં થતો ફેરફાર ....થાય.(બરફ ની ગલન ગુપ્ત ઉષ્મા80 cal છે )
એક સ્લેબ બે જુદા જુદા દ્રવ્યોના સમાન જાડાઈનાં બે ચોસલાઓના શ્રેણીજોડાણનો બનેલો છે. જો આ ચોસલાઓની ઉષ્માવાહકતા અનુક્રમે `K_1` અને `K_2` હોય અને તેમના આડછેદના ક્ષેત્રફળ સમાન હોય, તો સમતુલ્ય ઉષ્માવાહકતા ....... હોય.
સ્થાયી ઉષ્મા-અવસ્થામાં એક મીટરપટ્ટી (સળિયા) ના છેડાના તાપમાનો `30^circ C` અને `20^circ C` છે, તો ગરમ છેડાથી 60 cm અંતરે તાપમાન........ છે.
લોખંડના એક બ્લૉકનું તાપમાન `t_1` સમયમાં `100 ^circ C` થી `90^circ C`, `t_2` સમયમાં `90^circ C` થી `80^circ C` અને `t_3` સમયમાં `80^circ C` થી `70^circ C` થાય છે, તો .........
સૂર્યનું તાપમાન T થી વધીને 2T થાય અને તેની ત્રિજ્યા R થી 2R થાય, તો પૃથ્વી પર પ્રાપ્ત થતી વિકિરણ સૌર ઊર્જાનો પહેલાં મળતી સૌરઊર્જા સાથેનો ગુણોત્તર ........ થાય.
ત્રણ સમાન પરિમાણવાળા સળિયને આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડ્યા છે. તેમની ઉષ્માવાહકતા 5k, 3k અને 2k હોય, તો જંક્શન નું તાપમાન .......... છે.
એક ગોળો, સમઘન અને પાતળી વર્તુળાકાર તકતી સમાન દળ અને સમાન દ્રવ્ય ધરાવે છે. જો તેમની સપાટીનાં સમાન તાપમાન હોય, તો નીચેના પૈકી કોણ વધુ ઝડપી ઠંડું પડશે?
k અને 2k ઉષ્માવાણક્તા અને x અને 4x જાડાઈ ધરાવતા બે બ્લોકના બનેલા સંયુક્ત ચોસલાંના બે છેડાનાં તાપમાન `T_1` અને `T_2` (`T_(2) gt T_1)` છે, તો આ સ્લેબમાંથી પસાર થતી ઊર્જાનો દર `(A(T_(2) - T_1)k)/x)` f હોય, તો f = ....
`1.5 cm^2` આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તેમજ 25 cm લંબાઈના એક સળિયાનો એક છેડો `100^circC` તાપમાન ધરાવતી વરાળ અને બીજો છેડો `0^circ C` તાપમાનવાળા બરફમાં રાખેલ છે. સ્થાયી ઉષ્મા-અવસ્થામાં સળિયાનું (1) તાપમાન પ્રચલન અને (ii) ઊંચા તાપમાનવાળા છેડાથી 18 cm દૂર આવેલા સળિયા પરના બિંદુએ તાપમાન કેટલું થાય ? (`k= 0.9 cal s^(-1)cm^(-1) circ^C^(-1)`)
`1.5 cm^2` આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો તેમજ 25 cm લંબાઈનો એક સળિયો સ્થાયી ઉષ્મા-અવસ્થામાં રહેલો છે. જો તેનું તાપમાન પ્રચલન `-4^circ C cm^(-1)` હોય, તો સળિયા માટે ઉષ્માવતનનો દર કેટલો થાય? (`k = 0.9`)
એક સંયુક્ત ચોસલું સમાન આડછેદવાળા બે જુદા જુદા દ્રવ્યના ઘટક ચોસલાનું બનેલું છે. જો સંયુક્ત ચોસલાની છેડાની સપાટીઓનાં તાપમાન અનુક્રમે `T_1 અને T_2` હોય (`T_1 gt T_2`) તેમજ બંને ઘટક ચોસલાની સંપર્ક સપાટીનું તાપમાન `T_x` હોય, તો સ્થાયી ઉષ્મા-અવસ્થામાં સંપર્ક સપાટીનું તાપમાન ..........થાય.
સમાન લંબાઈ અને સમાન આડછેદ ધરાવતા લોખંડ અને એલ્યુમિનિયમના સળિયાના છેડાઓને એકબીજા સાથે જોડેલા છે. લોખંડના મુક્ત છેડાને `100^circ C` અને એલ્યુમિનિયમના મુક્ત છેડાને `0^circ C` તાપમાને રાખવામાં આવે છે. જો ઍલ્યુમિનિયમની ઉષ્માવાહકતા લોખંડની ઉષ્માવાહકતા કરતાં ચારગણી હોય, તો સ્થાયી ઉષ્મા-અવસ્થામાં બંને સળિયાની સંપર્કસપાટીનું તાપમાન શોધો.
વાતાવરણના દબાણે સ્થાયી ઉષ્મા-અવસ્થામાં રહેલા 1 m લંબાઈના ધાતુના સળિયાના એક છેડાને `100^circ C` તાપમાનવાળા પાણીમાં અને બીજા છેડાને `0^circ C` તાપમાનવાળા બરફમાં મૂકેલ છે. હવે, `2000^circ C` તાપમાનવાળી જ્યોતને સળિયાના ગરમ છેડાથી કેટલા અંતરે મૂકવી જોઈએ કે જેથી `100^circ C` તાપમાન વાળા સળિયાને છેડે સમાન દરથી અનુક્રમે પાણીની વરાળ અને બરફનું પાણી બને. પાણીની ઉત્કલનગુપ્ત ઉષ્મા `540 cal g^(-1)` અને બરફની ગલનગુપ્ત ઉષ્મા `80 cal g^(-1)`
`80^circ` સે તાપમાને રહેલી કોઈ એક વસ્તુ 5 min માં `64^circ`સે તાપમાન સુધી ઠંડી પડે છે અને 10 min માં `52^circ` સે તાપમાન સુધી ઠંડી પડે છે, તો 20 min બાદ વસ્તુનું તાપમાન અને પરિસરનું તાપમાન કેટલું હશે ?
એક રૂમના ધાબાનાં પરિમાણ `4 m xx 4m xx 10 cm` છે. આ ધાબાના ક્રોંક્રિટની ઉષ્માવાહકતા `1.26 W m^(-1)C^(-1)` છે. કોઈ એક સમયે રૂમની બહાર અને રૂમની અંદરનાં તાપમાનો અનુક્રમે `46^circ C` અને `32^circ C` છે, તો ધાબામાંથી 1 sમાં વહન પામતી ઉષ્માનો જથ્થો ........... થાય.
એક રૂમના ધાબાનાં પરિમાણ `4 m xx 4 m xx 10 cm` છે. કોઈ એક સમયે રૂમની બહાર અને અંદરનાં તાપમાનો વચ્ચેનો તફાવત `14^circ C` છે. ધાબા માટે ઉષ્મીય અવરોધ `4.96 xx 10^(-3) circ^C W^(-1)` છે. હવે જેમની ઉષ્માવાહકતા `0.65 W m^(-1) circ^C^(-1)` છે. તેવી 7.5 cm જાડાઈની ઈંટોનું એક સ્તર ઘાબા ઉપર કરવામાં આવે, તો ઉષ્માવહનનો દર ....... થાય.
સૂર્ય અને પૃથ્વી વચ્ચેના સરેરાશ અંતરે, પૃથ્વી પર વાતાવરણની ગેરહાજરીમાં એકમ ક્ષેત્રફળ દીઠ લંબરૂપે એકમ સમયમાં આપાત થતી સોર ઊર્જાને સોલર અચળાંક કહે છે. તેનું મૂલ્ય 1340 `W//m^2` છે, તો સૂર્યનું તાપમાન ........ .[સૂર્યની ત્રિજ્યા `R = 7 xx 10^8 m,` સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર `R_o = `1.5 xx 10^11 m, sigma = 5.67 xx 10^-8 W m^-2 K^-4`]
એક જ દ્રળના બનેલા અને નીચે આપેલા નળાકાર સળિયાના અંતિમ છેડાઓને એક્સરખા સ્થિર તાપમાને રાખવામાં આવે ત્યારે કયો સળિયો વધારે ઉષ્માનું વહન કરે ?
એક જ ધાતુમાંથી બનાવેલા બે ધાતુના સળિયાઓની લંબાઈ અને ત્રિજ્યાનો ગુણોત્તર અનુક્રમે 1 : 2 અને 2 : 3 છે. જો બંને સળિયાના છેડાઓ વચ્ચે તાપમાનનો તફાવત સમાન હોય, તો સ્થાયી ઉષ્મા-અવસ્થામાં બંનેમાંથી એકમ સમયમાં પસાર થતી ઉષ્માનો ગુણોત્તર કેટલો થાય ?
ઉષ્માવાહકતા (k) નું પારિમાણિક સૂત્ર ........ છે.
ઉષ્માવાહકતાનો એકમ ........ છે.
ઉષ્માવાહકતા (k) નો એકમ ........ છે.
ઉષ્મીય અવરોધ R નું પારિમાણિક સૂત્ર ........ છે.
તાપમાન પ્રચલનનું પારિમાણિક સૂત્ર ........ છે.
ઉષ્મીય અવરોધનો એકમ ........ છે.
ઉષ્મીય અવરોધનો એકમ ........ છે.
સમાન આડછેદનું ક્ષેત્રફળ (A) અને સમાન લંબાઈ (l) ધરાવતા ધાતુના ચાર સળિયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડ્યા છે. જો કૉપર અને સ્ટીલની ઉષ્માવાહકતા અનુક્રમે `k_1` અને `k_2` હોય, તો A અને C વચ્ચેનો પરિણામી ઉષ્મીય અવરોધ ........ .
સળિયાની સ્થાયી ઉષ્મા-અવસ્થામાં સળિયાના જુદા જુદા ભાગના તાપમાન વિરુદ્ધ ગરમ છેડાથી અંતરનો આલેખ કેવો મળે ?
જો પૃથ્વીના પોપડાનું તાપમાન-પ્રચલન `32 ^circ C` પ્રતિ ક્લિમીટર હોય અને ખડકની સરેરાશ વાહક્તા 0.008 C.G.S. એકમમાં હોય, તો પૃથ્વી દ્રારા દરરોજ વ્યય પામતી ઊર્જાની ગણતરી કરો. [પૃથ્વીની ત્રિજ્યા = 6400 km લો.]
જુદા જુદા દ્રવ્ના બનેલા બે પોલા ગોળાઓમાં પ્રથમ ગોળાની ત્રિજ્યા બીજા ગોળાની ત્રિજ્યા કરતાં બમણી અને દીવાલની જાડાઈ ચોથા ભાગની છે. તેમને સંપૂર્ણપણે બરફથી ભરી દેવામાં આવે છે. જો મોટી ત્રિજ્યા ધરાવતા ગોળાના બરફને સંપૂર્ણપણે પીગળતાં લાગતો સમય 25 min અને નાની ત્રિજ્યા ધરાવતા ગોળાના બરફને સંપૂર્ણપણે પીળગતાં લાગતો સમય 16 min હોય, તો મોટા અને નાના ગોળાનાં દ્રવ્યોની ઉષ્માવાહક્તાનો ગુણોત્તર - ........ .
સમાન આડછેદ ધરાવતા તાંબાના સળિયાની લંબાઈ 18 cm છે. જ્યારે સ્ટીલના સળિયાની લંબાઈ 6 cm છે. આ બંને સળિયાને જોડી સમાન આડછેદનો સંયુક્ત સળિયો તેયાર કરવામાં આવેલ છે. સંયુક્ત સળિયાના તાંબાના ખુલ્લા આડછેદનું તાપમાન `100 ^circ C`જ્યારે સ્ટીલના ખુલ્લા આડછેદનું તાપમાન `0 ^circ C`છે, તો જંક્શન પાસેનું તાપમાન ........ હશે. (તાંબાની ઉષ્માવાહકતા સ્ટીલ કરતાં 9 ગણી છે. સળિયો સ્થાયી ઉષ્મા અવસ્થામાં છે.)
સમાન લંબાઈ અને સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા બે જુદા જુદા દ્રવ્વના લંબઘન બ્લોક A અને B છે. તેમને એવી રીતે મૂકેલા છે, કે જેથી તેમના આડછેદનું ક્ષેત્રફળ એકબીજાના સંપર્કમાં રહે. A બ્લોકના એક છેડાનું તાપમાન `100 ^circ C` અને B બ્લોકના બીજા છેડાનું તાપમાન `0 ^circ C` છે. તેમની ઉષ્મા- વાહકતાનો ગુણોત્તર 1 : 3 હોય, તો સ્થાયી ઉષ્માઅવસ્થામાં સંપર્કસપાટીનું તાપમાન શોધો.
તાંબાની ઉષ્માવાહકતા સ્ટીલની ઉષ્માવાહકતા કરતાં નવ ગણી છે, તો આકૃતિમાં દર્શાવેલ તાંબા અને સ્ટીલના જોડાણથી બનતા નળાકાર સળિયાન! જંક્શન પાસે કેટલું તાપમાન હશે ?
`d_1` અને `d_2` જોડાઈ તથા `k_1` અને `k_2` ઉષ્માવાહકતા ધરાવતી બે દીવાલો એકબીજાના સંપર્કમાં છે. સ્થાયી ઉષ્મા-અવસ્થામાં બહારની બાજુઓમાં તાપમાનો `T_1` અને `T_2` છે, તો સંપર્કસપાટી આગળ તાપમાન કેટલું હશે ?
સમાન પરિમાણ ધરાવતા ત્રણ સળિયા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવ્યા છે. તેમની ઉષ્માવાહકતા `k_1`, `k_2` અને `k_3` છે. P અને Q બિંદુ આગળ ભિન્ન તાપમાન જાળવી રાખવામાં આવે છે, જેથી PRQ અને PQ માર્ગ પ૨ ઉપ્માપ્રવાહ સમાન થાય. નીચેનામાંથી કયો વિકલ્પ સાચો ?
સમાન લંબાઈ, સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા પરંતુ જુદી જુદી ઉષ્માવાહકતા `k_1` અને `k_2` ધરાવતા બે ચોસલાઓને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલ છે. ચોસલાના એક બાજુના છેડાનું તાપમાન `T_h` અને વિરુદ્ધ દિશામાંના છેડાનું તાપમાન `T_c` છે. જો ચોસલાની બાજુની સપાટીઓમાંથી ઉષ્માનો વ્યય થતો ન હોય, તો તો જંકશનનું તાપમાન T ........ .
છ એક્સમાન સુવાહક સળિયાઓ આડતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલ છે. બિંદુ A અને D ને અનુક્રમે `200 ^circ C` અને `20 ^circ C`તાપમાને રાખેલ હોય, તો જંક્શન B નું તાપમાન ........ .
ઉષ્માના પ્રસરણ માટે કઈ રીત ગરુત્વાકર્ષણ પર આધારિત છે ?
પાણી ........ તાપમાન વચ્ચે અનિયમિત કદ પ્રસરણ ધરાવે છે.
કુલ ઉત્સર્જન પાવરનું પારિમાણિક સૂત્ર ........ છે.
કાળા પદાર્થ માટે `27 ^circ C` અને `927 ^circ C` તાપમાને ઉત્સર્જાતી ઊર્જાનો ગુણોત્તર ........ .
સૂર્ય અને ચંદ્રમાંથી ઉત્સર્જિત થતા વિકિરણમાં મહત્તમ તીવ્રતા ધરાવતા વિકિરણની તરંગલંબાઈ અનુક્રમે `0.5 xx 10^-6 m` અને `10^-4 m` હોય, તો તેમના તાપમાનનો ગુણોત્તર =....... .
એક જ પ્રકારના દ્રવ્ય ધરાવતા બે ગોળાની ત્રિજ્યાઓ 1 m અને 4 m છે તથા તેમની સપાટીનાં તાપમાન 4000 K અને 2000 K છે, તો એકમ સમયમાં ઉત્સર્જાતી વિકિરણ ઊર્જાનો પહેલા અને બીજા ગોળા માટે ગુણોત્તર ........ છે.
દર્દીની છાતી પરની ચામડીમાં પડેલા સમાન ક્ષેત્રફળ (A) વાળા, બે ચાંદા (Patch) માંથી 2 % તફાવતવાળા દરથી વિકિરણો ઉત્સર્જાય છે. ઓછું તાપમાન ધરાવતા ચાંદાનું તાપમાન 300 K હોય, તો બીજા ચાંદાનું તાપમાન કેટલું હશે ? બંને ચાંદાની ઉત્સર્જકતા સમાન છે.
એક કાળા પદાર્થનું તાપમાન 3 % વધારતાં તેમાંથી ઉત્સર્જાતી વિકિરણ ઊર્જા ........ વધે.
એક કાળા પદાર્થનું તાપમાન 10 % વધારવામાં આવે તો તેના વડે ઉત્સર્જાતા વિક્રિરણની ઊર્જામાં કેટલો વધારો થશે ?
સમાન દ્રવ્યના બનેલાં એકસરખું દળ અને ત્રિજ્યા ધરાવતા એક ગોળા અને એક પાતળી તકતીનું પ્રારંભિક તાપમાન સમાન છે, તો સમાન પરિસરમાં તેમનાં ઠંડા પડવાનો દરનો ગુણોત્તર કેટલો થાય ?
ન્યૂટનના શીતનના નિયમ `frac(dQ)(dt) = -k(T – T_s)` માં આવતો અચળાંક...
બે બીકર A અને B એ `4^circ C` તાપમાનવાળા પાણીથી છલોછલ ભરેલાં છે. હવે બીકર A ને ગરમ અને બીકર B ને ઠંડું કરવામાં આવે ત્યારે પાણીની સપાટી…
બધી જ રીતે સમાન એવા બે કેલોરીમીટરમાં સરખા દળના બે જુદા જુદા પ્રવાહી ભરેલાં છે, તો પ્રવાહીના તાપમાનમાં ઘટાડાના દર…
ભિન્ન દ્રવ્યોમાંથી બનાવેલાં બે વાસણોનાં માપ દરેક રીતે સરખાં છે. બંનેમાં સમાન જથ્થાનો બરફ ભરતાં અનુક્રમે 20 મિનિટ અને 30 મિનિટમાં ઓગળી જાય છે, તો તેમની ઉષ્માવાહકતાનો ગુણોત્તર કેટલો ?
એક જ ધાતુમાંથી બનાવેલા બે ધાતુના સળિયાઓની લંબાઈ અને ત્રિજ્યાનો ગુણોત્તર અનુક્રમે 1 : 2 અને 2 : 3 છે. જો બંને સળિયાના છેડાઓ વચ્ચે તાપમાનનો તફાવત સમાન હોય, તો સ્થાયી ઉષ્મા-અવસ્થામાં બંનેમાંથી એકમ સમયમાં પસાર થતી ઉષ્માનો ગુણોત્તર કેટલો થાય ?
કાળા કરેલા પ્લૅટિનમમાં તારને ક્રમશઃ ગરમ કરતાં તે કેવો દેખાય છે ?
ઉષ્મા-પ્રસરણની સૌથી ઝડપી રીત ........ છે.
નળાકાર સળિયાનો એક છેડો વરાળ ધરાવતાં પાત્રમાં અને બીજો છેડો બરફમાં રાખેલ હોય, તો એક સેકન્ડમાં 0.1 g બરફ પીગળે છે. જો આ સળિયાને બદલીને અડધી લંબાઈ અને બમણી ત્રિજ્યાવાળો તથા પ્રથમ સળિયા કરતાં `frac(1)(4)` ઉષ્માવાહકતા ધરાવતો સળિયો વાપરવામાં આવે, તો પીગળતા બરફના જથ્થાનો દર ........ `g//s`.
સમાન લંબાઈ સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા બે સળિયા આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એકબીજા સાથે સમાંતર જોડી તેમની વચ્ચે તાપમાનનો તફાવત 100 °C જાળવવામાં આવે છે. જો સળિયા A ની ઉષ્માવાહકતા 3k અને B ની k હોય, તો પરિણામી ઉષ્મીય અવરોધ કેટલો થાય ?
જો પદાર્થના તાપમાનમાં 5 % નો વધારો કરવામાં આવે, તો ઉત્સર્જાતા વિકિરણમાં કેટલો વધારો થાય ?
જો એક પદાર્થનું તાપમાન 50 % વધારવામાં આવે, તો ઉત્સર્જાતા વિકિરણના દરમાં થતો વધારો ........ .
નીચેનાં વિધાનો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો :વિધાન : ઉષ્મીય વિકિરણના સારા પરાવર્તકો, નબળા ઉત્સર્જકો હોય છે. કારણ : ઉત્સર્જક પાવર (e) અને શોષકતા પાવર (a) નો ગુણોત્તર બધા જ પદાર્થો માટે કોઈ પણ તાપમાને અને સમાન તરંગલંબાઈ ધરાવતાં વિકિરણ માટે અચળ હોય છે.વિધાન અને કારણ માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે ?
વિધાન : અત્યંત ઠંડા દિવસે સમાન તાપમાને રહેલા પેનની પ્લાસ્ટિકની બૉડી અને ધાતુના ઢાંકણા પૈકી ધાતુનું ઢાંકણું વધુ ઠંડું લાગે છે.કારણ : ધાતુની ઉષ્માવાહકતા પ્લાસ્ટિક કરતાં વધુ હોય છે. વિધાન અને કારણ માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે ?
વિધાન : જો પૃથ્વીને વાતાવરણ ન હોત, તો તે ખૂબ જ ઠંડી હોત. કારણ : ઉષ્માનયનની ઘટનામાં ઉષ્માઊર્જા હવા દ્વારા પ્રસરણ પામે છે. વિધાન અને કારણ માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે ?
વિધાન : પ્રવાહીની સપાટી પરથી બાષ્પીભવન થાય છે. કારણ : પ્રવાહીની સપાટી પરના અણુઓ, અંદર રહેલા અણુઓ કરતાં ઓછું આકર્ષણ બળ અનુભવે છે. વિધાન અતે કારણ માટે નીચેનામાંથી કયો વિકલ્ય સાચો છે ?
વિધાન : વિકિરણની ઘટનામાં ઉષ્માઊર્જા વિદ્યુતચુંબકીય તરંગો દ્વારા પ્રસરણ પામે છે. કારણ : વિદ્યુતચુંબકીય તરંગોના પ્રસરણ માટે માધ્યમની જરૂર નથી. વિધોન અને કારણ માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે ?
સમાન લંબાઈ અને સમાન ત્રિજ્યા ધરાવતા બે સળિયાઓ A. અને B ને એકબીજા સાથે જોડેલ છે. A અને B ની ઉષ્માવાહકતા 2k અને k તથા A અને B ના ખુલ્લા છેડાઓ વચ્ચે તાપમાનનો તફાવત 36 °C હોય, તો સળિયાના બે છેડા વચ્ચે. તાપમાનનો તફાવત ........ .
સૂર્યનું તાપમાન હાલના કરતા બમણું વિચારીએ, તો પૃથ્વીને મળતી ઊર્જાનો સમય દર ........ ગણો થાય.
એક પદાર્થનું તાપમાન 5 s માં 50 °C થી 48 °C થાય છે, તો આ પદાર્થનું તાપમાન 40 °C થી 39 °C થવામાં કેટલો સમય લાગશે ? (અહીં પરિસરનું તાપમાન 30 °C લો તથા ન્યૂટનના શીતનના નિયમનું પાલન થાય છે, તેમ વિચારો.)
એક સંપૂર્ણ કાળા પદાર્થ માટે મહત્તમ સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવરને અનુરૂપ તરંગલંબાઈ, 2000k તાપમાને `lambda_m`. જેટલી છે. તો 3000k તાપમાને અનુરૂપ તરંગલંબાઈ ........ થશે.
સ્થાયી ઉષ્માઅવસ્થામાં રહેલા એક નળાકારીય સળિયા માટે છેડાનાં તાપમાનો `T_1` અને `T_2` છે તથા ઉષ્માવહનનો દર`Q_1 cal//s` છે. જો આ કિસ્સામાં તાપમાનો અચળ રાખીને ફક્ત સળિયાનાં રેખીય પરિમાણો બમણાં કરવામાં આવે, તો ઉષ્માવહનનો દર `Q_2`... થાય.
સમાન જાડાઈના સમાન આડછેદના ક્ષેત્રફળવાળા તથા k અને 2k ઉષ્માવાહકતાવાળા બે ચોસલાઓને જોડીને બનાવેલા સંયુક્ત ચોસલા માટે સમતુલ્ય ઉષ્માવાહકતા ........ થાય.
r જેટલી આડછેદની ત્રિજ્યા અને l જેટલી લંબાઈ ધરાવતા એક જ દ્રવ્યમાંથી બનેલા નીચે પ્રમાણેના ષરિમાણવાળા ચાર વાહક સળિયાઓના છેડાનાં તાપમાનો સમાન છે, તો કયા વાહક સળિયામાં ઉષ્માવહનનો દર સૌથી વધારે મળશે ?
727 °C તાપમાને કાળા પદાર્થની જેમ વર્તતા સૂર્યની સૌથી બહારની સપાટી ........ ના પ્રમાણમાં વિકિરણ ઊર્જાનું ઉત્સર્જન કરશે.
t °C તાપમાને કાળા પદાર્થની જેમ વર્તતા સૂર્યની r જેટલી ત્રિજ્યાવાળી સૌથી બહારની સપાટીમાંથી વિકિરણ ઊર્જાનું ઉત્સર્જન કરે, ત્યારે તેનાથી R અંતરે આવેલ ગોળાકાર સપાટીના એકમ ક્ષેત્રફળ પર લંબરૂપે ........ પાવર આપાત થાય. (જ્યાં `sigma` = સ્ટીફન બોલ્ટ્ઝમેનનો અચળાંક) (R > r)
227 °C તાપમાને રહેલો કાળો પદાર્થ 7 `cal cm^-2 s^-1` ના દરથી વિકિરણ ઊર્જાનું ઉત્સર્જન કરે, તો 727 °C તાપમાને આ દરનું મૂલ્ય ........ `cal cm^-2 s^-1` જેટલું થાય.
સ્થાયી ઉષ્માઅવસ્થામાં રહેલો એક નિયમિત નળાકારીય સળિયો t સમયમાં Q જેટલી ઉષ્માનું વહન કરે છે. હવે, આ સળિયાને ઓગાળી અગાઉના કરતા આડછેદની અડધી ત્રિજ્યાવાળો સળિયો લેવામાં આવે અને છેડાનાં તાપમાનો યથાવત રાખવામાં આવે, તો હવે આ સળિયો સમયમાં ઉષ્માનું વહન કરશે.
R ત્રિજ્યાવાળા કાળા પદાર્થ તરીકે વર્તતા તારામાં ઊર્જા ઉત્પન્ન થવાનો દર Q હોય, તો તેનું તાપમાન ........ થાય.(જ્યાં `sigma` = સ્ટીફનનો અચળાંક)
0.36 `m^2` જેટલું આડછેદનું ક્ષેત્રફળ અને 0.1 m જાડાઈ ધરાવતા પથ્થરની નીચેની સપાટી 100 °C તાપમાને ઊકળતા પાણીના સંપર્કમાં છે. અને ઉપરની સપાટી 0 °C તાપમાને રહેલા બરફના સંપર્કમાં છે. જો અત્રે 1 કલાકમાં 4.8 kg બરફ પીગળતો હોય તથા બરફની ગલનગુપ્ત ઉષ્મા `3.36 xx 10^5 J//kg` હોય, તો આ પથ્થરની ઉષ્માવાહકતા ........ થાય.
ધાતુના બે સળિયાઓ 1 અને 2 માટે લંબાઈ સમાન છે તથા છેડાઓ વચ્ચેનાં તાપમાનોનો તફાવત સમાન છે. તેમની ઉષ્માવાહકતાઓ અનુક્રમે `k_1` અને `k_2` છે તથા આડછેદના ક્ષેત્રફળ અનુક્રમે `A_1` અને `A_2` છે. જો સળિયા 1 માં ઉષ્માવહનનો દર, સળિયા 2. કરતાં 4ગણો હોય, તો ........ .
પાણીના અમુક જથ્થાનું તાપમાન પ્રથમ.5 મિનિટમાં 70 °C થી 60 °C અને પછીની 5 મિનિટમાં 54 °C થતું હોય, તો આ દરમિયાન પરિસરનું અચળ તાપમાન ........ થાય.
`T_P`,`T_Q` અને `T_R` જેટલું નિરપેક્ષ તાપમાન ધરાવતા ત્રણ તારાઓ અનુક્રમે P,Q,R ના ઉત્સર્જન વર્ણપટમાં અનુક્રમે જાંબલી, રાતા અને લીલા રંગ માટે તીવ્રતા મહત્તમ મળે છે, તો ........ .
એક સળિયાના બે છેડાઓનાં તાપમાનો 100 °C અને 110 °C રાખવામાં આવે છે, ત્યારે તેમાં ઉષ્માવહનનો દર 4 `J//s` મળે છે. હવે જો આ સળિયાના છેડાનાં તાપમાનો 200 °C અને 210 °C રાખવામાં આવે, તો તેમાં ઉષ્માવહનનો દર ........ થાય.
5760 K તાપમાને કાળા પદાર્થમાંથી 250 nm, 500 nm તથા 1000 nm તરંગલંબાઈએ. ઉત્સર્જાતા વિકિરણની ઊર્જા, અનુક્રમે `U_1`, `U_2`અને `U_3` હોય તો નીચેનામાંથી સાચો વિકલ્પ કયો કહેવાય ? (વીનનો અચળાંક `b = 2.88 xx 10^9 nm K`)
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે `K_1` અને `K_2` ઉષ્માવહકતા ધરાવતા સમાન જાડાઈ અને સમાન લંબાઈ ધરાવતા બે સળિયાઓને જોડતા, સંયુક્ત સળિયાની ઉષ્માવાહકતા ........ થાય. (આકૃતિમાં `T_1 > T_2`)
12 cm ત્રિજ્યાવાળી એક કાળી વસ્તુ 500 K તાપમાને 450 W પાવરનું ઉત્સર્જન કરે છે. તેની ત્રિજ્યા અડધી કરવામાં આવે અને તેનું તાપમાન બમણું કરવામાં આવે તો …..W પાવરનું તેમાંથી ઉત્સર્જન થશે.
એક કાળો પદાર્થ, અમુક તાપમાને `lamda_0` જેટલી તરંગલંબાઈએ P જેટલા મહત્તમ પાવરનું ઉત્સર્જન કરે છે. હવે તેનું તાપમાન બદલતા તે `frac(3)(4)lamda_0` જેટલી તરંગલંબાઈએ nP જેટલા મહત્તમ પાવરનું ઉત્સર્જન કરે છે, તો n = ........ .
એક આદર્શ વાયુ આકૃતિમાં દર્શાવ્યા મુજબ AB માર્ગ પર થર્મોડાયનેમિક અવસ્થા A થી અવસ્થા B પર પહોંચે છે, તો થયેલું કાર્ય શોધો.
આપેલ આકૃતિ (1) થી (4) માં ચાર ચક્રિય પ્રક્રિયાઓ દર્શાવેલ છે. આ પ્રક્રિયાઓ માટે આંતરિક ઊર્જામાં ફેરફાર ........ થાય.
,
,
,
આકૃતિમાં દર્શાવેલ પ્રક્રિયામાં એક પ્રણાલીને 1`a_2` માર્ગ પર લઈ જતાં 50 cal ઉષ્મા શોષીને 20 cal કાર્ય કરે છે. માર્ગ 1`b_2` માટે Q = 36 cal તો W શોધો.
અચળ દળનો એક વાયુ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ત્રણ ભિન્ન માર્ગે વિસ્તરણ પામે તો કયા માર્ગ માટે થયેલું કાર્ય મહત્તમ હશે ?
આકૃતિમાં દર્શાવેલ પ્રક્રિયા માટે થતું કાર્ય ગણો.
Exercise questions and complete solutions for chapter થર્મોડાયનેમિક્સ of PHOENIX PUBLICATION of Class 11